jyare dil tutyu Tara premma - 38 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 38

" ડીડ યુ મેન રિતલ , કોઈપણ વસ્તુની એક હદ હોય છે. આ્ઈ હેટ યુ. હું જેટલો તને સમજી શકતો હતો તેનાથી તું વધારે અલગ નિકળી."

"પણ, રવિન્દ..... "

"હવે શું વધ્યું છે કહેવા માટે??? મને તો તારી સાથે વાત કરતા પણ ખીન આવે છે. જો તારી પાસે થોડી પણ સમજ બચી હોય તો પ્લીઝ મારી નજરથી હંમેશા દુર ચાલી જા." જે ખુશી તે રવિન્દ સાથે બાટવા આવી હતી તે ખુશી એક તરફ રહી ગઈ ને તેની આંખોમાથી આશું સરી પડ્યા. તેને સમજાતું ન હતું કે રવિન્દ શું કહી રહ્યો છે. તે રવિન્દને કંઈ પુછે તે પહેલાં જ તે ત્યાંથી જતો રહ્યો ને રીતલ ત્યાં જ બેસી રડતી રહી.

એક પળમાં બધું જ વિખરાઈ ગયું. તે યાદ કરવાની કોશિશ કરી રહી હતી. કાલ સાંજ સુધી બધું જ બરાબર હતું ને અચાનક આજે રવિન્દ આમ ,તેને કંઈ જ સમજાતું ન હતું. કાલે રાત્રે પાર્ટીમાં પહોચ્યા પછી કેટલા બધા દોસ્તો સાથે રીતલ મસ્તીમાં ખોવાઈ ગઈ હતી તેમાં રવિન્દ પણ સામેલ હતો. બિનિતા , સિધ્ધિ ને બીજા તો એવા કેટલા દોસ્તો હતા. લંડન આવ્યા પછી રીતલની આ એવી પહેલી પાર્ટી હતી જેમાં તે કોલેજ ગર્લ બની નાચી હતી. જે એનજોઈ તે તેના દોસ્તો સાથે કરતી હતી તે જ પળ ફરી જીવતી થઈ હતી. તેને બિનિતાના કહેવાથી એક ગ્લાસ બીયર પણ લીધું હતું પછી કેટલા ગ્લાસ પીધું તેનું કોઈ લિમિટેડ ન હતું. આજે પહેલી વાર તેને બિયર પાર્ટી કરી તે પણ રવિન્દની સાથે પછી શું થયું તે તેને કંઈ જ યાદ આવતું ન હતું. તે ત્યાં જ બેસી પડી ને આંખોના આશુંનો દરીયો બની વહી રહયો હતો.


" રવિન્દ, એવું તો મે શું કર્યુ કે તમે મારી સાથે આવું બિહેવય કરો છો? રવિન્દ મારી ખુશી મારી જિંદગી બધું જ તમે છો. જો તમે જ મારી સાથે આવું કરશો તો હું કોના ઉપર ભરોસો કરી. પણ મે તમને એક દિવસ વચન આપેલું કે તમારા ફેસલા પર હું કયારે સવાલ નહીં કરુ તો આજે આ વચન હું કેવી રીતે તોડું!!તમને મારો સાથ પસંદ નથી તો હું અહીંથી હંમેશા જતી રહીશ. "તેના મનમાં વિચાર આવતા જ તે ત્યાંથી ઊભી થઈ ને રૂમમાં ગઈ. એક બેગમાં કપડાં ભરી તે ત્યાંથી એમ જ કંઈ બોલ્યાં વગર નિકળી ગઈ.

રવિન્દના ઘર આવવા સુધીમાં તો તે ત્યાંથી નિકળી ગઈ હતી. રવિન્દે આખા ઘરમાં જોયું પણ રીતલ તેને ન મળી. તે રૂમમાં ગયો તો ત્યાં તેને એક લેટર લખેલ મળ્યો. તેમાં ખાલી આટલું જ લખેલ હતું " રવિન્દ, મારુ દિલ કાચના ટુકડા જેવુ છે તે તુટીને વિખરાઈ ગયું. પણ મારો પ્રેમ સાચો છે તે કયારે કોઈના કંઈ કહેવાથી પુરો નહીં થઈ જાય. આ્ઈ લવ યુ રવિન્દ " તેની આખો આશુંથી છલકાઈ ગઈને તે ત્યાં જ બેસી ગયો.

આખા રસ્તામાં તે ભટકતી રહી. પહેલાં વિચાર આવ્યો કે બિનિતા ના ઘરે જતી રહે પણ ત્યાં તો રવિન્દની અવરજવર હંમેશા હોય છે. તે વિચારે તે ત્યાં જતા રુકી ગઈ. એકવાર સિધ્ધિનો વિચાર આવ્યો પણ તેની ફેમીલી ખરાબ વિચારશે. તે વિચાર પણ કામ ન લાગયો ને તે એક દુરના ગાડૅનમાં જ્ઈ બેસી ગઈ વિચારોએ મન ગુચવાઈ ગયું હતું. છેલ્લા બે કલાકથી તે ફરી રહી હતી. આ અનજાન દેશમાં કયાં જવું તે સમજાતું ન હતું. સવારથી કંઈ જ ન ખાઘેલ હોવાથી ભુખ પણ જોરદાર લાગી હતી. તેના માટે નહીં પણ આ પેટમાં પલી રહેલા બાળક માટે તો તેને કોઈ રસ્તો ગોતવો જ પડશે ને !!!! તે બાળકનો વિચાર આવતા તેને પેટ પર હાથ ફેરવ્યો જે જિંદગીની ખુશી તે રવિન્દ સાથે મળી જીવવા માંગતી હતી તે જ ખુશી આજે બંનેને અલગ કરી ગઈ

"ખરેખર આ જિંદગીની કેવી રમત છે. જયારે પણ જિંદગીમા કોઈ નવું આવે છે ત્યારે જુના સંબધો તુટી ને વિખેરાઈ જાય છે. રવિન્દ તમારા આવવાથી મારી જિંદગી બદલી ગઈ ને આ બેબી આવવાથી તમે મારા મટી ગયા. મે ક્યારેય પણ વિચાર્યુ ન હતું કે એકદિવસ તમે મારી સાથે આવું કરશો!!! લોકો સાચુ કહે છે કે કિસ્મતના ફેસલા આગળ કોઈનું ન ચાલે આજે ફરી આ કિસ્મત સાબિત કરી ગઈ કે તે હંમેશાં તેનું ધાર્યું કરે છે. રવિન્દ હજી પણ મને તમારા પર વિશ્વાસ નથી આવતો કે મારો રવિન્દ મને પોતાનાથી અલગ કરી શકે" તેના શબ્દો મનમાં જ જન્મ લઇ મૃત્યું પામતા હતા. રવિન્દને નફરત કરવી કે તેની કોઈ મજબુરી હશે તેમ સમજી તેની પાસે જ્ઈ તેને ફરી સમજાવવો તે વિચારે પણ તે રુકી ગઈ. એકવાર એ વિચાર પણ આવ્યો કે અમદાવાદ જતી રહે પણ તે લોકોને પરેશાન કેવી રીતે કરી શકે તે વિચારે ફરી રુકી. જે રસ્તે થી તે આવી તે રસ્તે ફરી પાછું વળવામાં હવે તેનું મન માનતું ન હતું. બધા જ રસ્તા તપાસી જોયા ત્યારે એક રસ્તો તેને નજરે તરી વરયો. તે ગાડનમાંથી બહાર નીકળી ને પહેલા તેને ખાવાનું કામ પતવાયુ તે રવિન્દ નું વિચારી ભૂખી રહે તો તેનું બાળક આ દુનિયામાં આવ્યા પહેલા જ વીસમી જાય. પેટની આગને ઠંડી કરી તેને ટેક્ષી લીધી. રસ્તા ની સાથે તેના વિચારો પણ ભાગતા હતા. એક એક પળની બધી જ યાદો તેના ચહેરા પર રમી રહી હતી. તે વચનો તે કસમો બધું જ એક સપનું બની ને વિખરાય ગયું ને તે જ્યાં હતી ત્યાં ફરી આવી પોહચી.

એક સમયે તે સહી હતી કે આ ચાર દિવસની ચાંદની ફરી અંધારી રાત લઇ ને આવે છે. જેના પર તે આખ મિસી ને ભરોસો કરી શક્તિ હતી તે જ ઇન્શાન કોઈ પણ બહાનું બતાવ્યાં વગર કહે છે મને તારાથી નફરત છે. મને તારી સાથે વાત કરતા ખીન આવે છે પણ તે કેવી રીતે માની લે કે જે રવિન્દ તેને પુરી દુનિયાની ખુશી આપી શકતો હોઈ તે રવિન્દ તેની સાથે એવું. હજુ તેનું દિલ માનવા ત્યાર ન હતું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

પ્રેમ, વિશ્વાસ બધુ જ પુરુ થઈ ગયું હતું ને દિલ તુટી વેરવિખેર બની ગયું હતું છતાં પણ તે માનવા તૈયાર ન હતી કે તેનો રવિન્દ આવું કરી શકે ત્યારે શું તેનો વિશ્વાસ સાચો પડશે??? શું કારણથી રવિન્દે તેની સાથે આવું કર્યુ?? ખરેખર રીતલની કોઈ ભુલ હશે કે કોઈ બીજુ કારણ હશે ?? આવી હાલતમાં રીતલ હવે કયાં જશે શું તે ફરી પોતાના રવિન્દ પાસે જતી રહશે કે રવિન્દ તેને લેવા આવશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED