jyare dil tutyu Tara premma - 36 books and stories free download online pdf in Gujarati

જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 36

"આ્ઈથીગ મને એવું લાગે છે કે તે સિધ્ધિ હોય શકે...!!! તેના ચહેરા પરથી હું વધારે તો અનુમાન ન લગાવી શકુ પણ મારુ મન કહે છે કે તે જરુર સિધ્ધિ જ હોવી જોઈએ!!!! " રવિન્દ તે ચહેરાને આજે પણ જોઈ શકતો હતો તેની આખો સામે તે બાળપણ તરી વરયુ ને તે એક નજરે તેની સામે જોતો રહયો બાજુમા ઊભેલી રીતલ તેના આ ચહેરાને નિહાળી રહી હતી. જેની આખોમાં આજે પણ તે પહેલાં પ્રેમની લાગણી ફેલાઈ ગઈ હતી.

"તો ઈતજાર શેનો....!!!જો તમને લાગતું હોય કે તે સિધ્ધિ છે તો તમારે તેની પાસે જ્ઈ તેની સાથે વાત કરવી જોઈએ. નહીં કે મારી પાસે ઊભા રહી તે વિચારવું જોઈએ કે તે કોણ છે."

"પણ...... રીતલ........ "

"પણ શું રવિન્દ એ જ ને કે મને ખોટુ લાગશે??? નહીં, હું જાણું છું તમે ખાલી મને જ પ્રેમ કરો છો."

" રીતલ ખરેખર તું અજીબ છે " રીતલના હસ્તા ચહેરા પર તેને એક કીસ કરી ને તે છોકરી જયા બેઠી હતી ત્યાં જઈને તે બેસી ગયો. રીતલની નજર તેના પર સ્થિર હતી ને દિલ રવિન્દ સાથે હતું.


"કોઈ ગુજરા હુવા કલ હૈ
તો કોઈ ગુજરા હુવા આજ મીલા હૈ
કયા પતા વો વહી ચહેરા હૈ
જો સાલો પહેલે ખો ગયા થા??" રવિન્દની કવિતા સાભળયાં પછી તે ચુપ રહે તે પોસિબલ ન હતું આ વાત રવિન્દ સારી રીતે જાણતો હતો કે જો તે સિધ્ધિ હશે તો તેનો સવાલનો જવાબ જરુર દેશે.

"સાયદ રવિન્દ તારી કવિતાના તે શબ્દો આપણા બાળપણ ને ફરી જીવતા કરી શકે પણ આ હકીકત છે કે સાલો પહેલા વિખરાયેલ બે દોસ્ત એક રસ્તા પર મળવા છતાં પણ એકબીજા સાથે વાતો કરતા ડરે છે. કંઇક બોલતા કે કંઈક કહેતા ડરે છે. ઓળખવા છતાં પણ ન ઓળખવવાનું બહાનું બનાવે છે"

" પ્રેમના સંબધ પહેલાં દોસ્તીનો સંબધ આવે છે. સિધ્ધિ આ ઈન્ડિયા નથી જયા લોકો છોકરા-છોકરી ની સાથે વાતચીત કરતાં જોવે તો ગલત મતલબ નિકાળી ને બે દોસ્તોને અલગ કરી દેય. તું પહેલાં પણ આ જ વાતથી ભાગતી અને આજે પણ તું આ વાતથી જ ભાગે છે. "

" લોકો તો તે જ છે ખાલી દેશ બદલાઈ ગયો છે રવિન્દ..!! પણ તું નહીં સમજે આ વાત."

" રવિન્દ નહીં સમજે પણ હું તો સમજી શકું ને તારી વાત સિધ્ધિ??? સોરી. મે તમારી બંનેની વાતો સાંભળી લીધી." તે બંનેની વાતોમાં જ રીતલ વચ્ચે બોલી પડી ને તેની સાથે જ ખાલી ટેબલ પર જ્ઈ બેસી ગઈ. સિધ્ધિ સાથે હાથ મળાવતા તેને આગળ વાત વધારતા કહ્યુ -

" સિધ્ધી લોકો શું વિચારશે તે વિચારવા કરતા એ વિચારવું જોઈએ કે આપણે શું કરી શકયે. હું તને બરાબર ઓળખતી તો નથી પણ તું રવિન્દની બાળપણની ફેન્ડ છે તે સારી રીતે જાણું છું." પાર્ટી જોરદાર ચાલી રહી હતી ને બાકી બધા તેમા ખોવાઈ ગયા હતા. રીતલ-રવિન્દ ને ઇશારાથી પુછતી હતી કે તેની લાઈફમાં શું થયું ને તેને તે શહેરને કેમ છોડી દીધું. રવિન્દ કંઈ પુછે સિધ્ધિ ને તે પહેલાં જ તેને તેની કહાની શરૂ કરી દીધી.

" અમારી દોસ્તી તો તે દિવસે જ તુટી ગઈ હતી જે દિવસે મે તે શહેરને છોડી દીધું તેને કંઈ પણ કહયા વગર જ હું ત્યાંથી નિકળી ગઈ. અમારે ત્યાથી નિકળવાનું એક કારણ હતું મારા અને રવિન્દની વધતી દોસ્તી. લોકોને તે દોસ્તીથી નફરત હતી કે એક છોકરો -છોકરી સાથે ફરે છે તે પસંદ ન હતું તે મને નથી ખબર પણ મારા પરિવારની કાનમાં તે લોકોએ ગલત વાત નાખી કે સિધ્ધિ તે છોકરા સાથે રોજ રહે છે તો કંઈક અનહોની થઈ શકે તે વાતનો ડર મારા મમ્મી પપ્પાને તેના મનમાં બેસી ગયોને અમે ત્યાંથી મુંબઈ રહેવા આવી ગયાં. આ વાત સમજવા માટે ત્યારે હું લાઈક પણ નહોતી ને લોકોના ગલત મતલબને કારણે મે મારા સારા દોસ્તને ખોઈ નાખ્યો. તે વાતથી આજે પણ મને ડર લાગે છે કોઈ પણ છોકરા સાથે વાતચીત કરવાથી. કેમકે, જે લોકો બાળપણની રમતો ને ગલત સમજી બીજાને બેહકાવી શકે તે આજે આ ઉંમરે લોકોનું ઘર જરુર ભંગાવી દેઈ. " તેના શબ્દો ત્યાં જ રૂંધાઈ ગયાને તેની આખોમાથી આશું વહી ગયાં

" સોરી, સિધ્ધિ મારા કારણે તારી આ હાલત પણ તારા ગયા પછી મે કોઈની પાસે પણ આ વાત સાંભળી ન હતી. આમ તો નાનપણમાં બધા સાથે રમતા હોય તેનો તે મતલબ થોડો થાય કે કંઈક અનહોની જ થઈ જાય..""

" રવિન્દ તમે આ વાત નહીં સમજી શકો. કેમકે, આ સમાજ લોકોને કોઈ પણ ભ્રમના નાખી શકે. જેમ આપણી સંગાઈ તોડાવાની પણ તે લોકોએ કેટલી કોશિશ કરી પણ ન તુટી કેમકે તે વાતને આપણે સમજતા હતા. પણ છોકરીના મા-બાપ આ વાત નથી સમજતા તેને તેની ઈજ્જત નો ડર લાગે છે. એટલે તેને લોકોથી ડરવું પડે છે." તેમની વાતો શરૂ જ હતી ત્યાં બિનિતા પણ આવી પહોંચી સિધ્ધિને તેમની પાસે બેસેલ જોઈ તે તરત બોલી

"રવિન્દ તું સિધ્ધિને ઓળખે છે ???"

" હા તે મારી ફેન્ડ છે. પણ તું તેને કંઈ રીતે ઓળખે છે?? "

" લો આ કેવી વાત થઈ તારી ફેન્ડ છે ને તું જાણતો નથી કે તે લંડનની સૌથી મોટી સર્જન છે. તેના પપ્પા પહેલા મારા બિઝનેસ પાર્ટનર હતા જે હાલ બિમાર હોવાથી બિઝનેસ નથી કરતા. પણ સિધ્ધિ તેના હોસ્પિટલમાંથી સમય કાઠી મારી સાથે કયારેક બિઝનેસ ડીલમાં જોડાઈ છે." એકીસાથે બધી જ ઓળખાણો આપી રોબીતા પણ તે લોકોની સાથે વાતોમાં લાગી ગઈ. બે -ત્રણ કલાકથી ચાલતી પાર્ટી પુરી થઈ ને બધા એકબીજાથી અલગ થયા.

કેટલા દિવસનો થાકને તેમા પણ આજે આ પાર્ટીનો થોડા વધારે થાકના કારણે રીતલને નિદર જલ્દી આવી ગઈ પણ રવિન્દને નિદર નહોતી આવતી. બાળપણના તે દિવસો ફરી યાદ આવતા તેની આખો આશુથી છલકાઈ ગઈ. હંમેશા જ તેની સાથે રહેતી તેની ડાયરીને તેને બેગમાથી કાઠી તો તેમાં સિધ્ધિના લેટરની જગ્યાએ રીતલનો લેટર હતો. છેલ્લીવાર જયારે આ ડાયરી રીતલે વાંચી તે પછી એમ જ તે અકબંધ બેગમાં પડી રહી ને આટલા વર્ષો પછી તે લેટર જયારે રવિન્દના હાથમાં આવ્યો તો તેને વાંચવાની ઈચ્છા થઈ. સિધ્ધિની યાદો ભુલાઈ ગઈ ને રીતલ સાથે વિતાવેલ તે દિવસો તેને યાદ આવી ગયા. તેને હાથમાં લેટર લીધો ને ડાયરીને બાજુ પર મુકી લેટરને વાંચવાનો શરૂ કર્યો.


♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

સિધધિને રવિન્દની જિંદગીમાં ફરી આવતા રીતલની જિંદગી શું નવી રમત રમી શકે??? શું લખ્યું હતું લેટરમાં તે દિવસે રીતલે તેમાં?? કોઈ તો એવી વાત હતી જે રીતલ કોઈને નહીં પણ રવિન્દને કહેવા માગતી હતી.??? કયા રસ્તા પર જ્ઈ હવે રીતલનની કહાની ઊભી રહશે કે આમ ચાલ્યાં કરશે?? શું તેની જિંદગી હવે કોઈ નવા રસ્તાને વળાંક દેવા જશે ને તુટીને વિખરાઈ જશે તો ??? જયારે આપણી વાર્તા હવે પુરી જ થવાના આરે આવી પહોંચી હોય ત્યારે રીતલની જિંદગી ખુશીની લહેરો ગાતી હશે કે કોઈ તોફાન તેમની રાહને બદલી જશે તે જાણવા વાંચતા રહો જયારે દિલ તુટયું તારા પ્રેમમાં (ક્રમશ :)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED