Naxatra book and story is written by Vicky Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Naxatra is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નક્ષત્ર - નવલકથા
Vicky Trivedi
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વાંચકોને... ( આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ નક્ષત્ર , બીજો મુહૂર્ત અને ત્રીજો ભાગ સ્વસ્તિક. આ ત્રણેય ભાગ અહી માતૃભારતી પર આવશે. ) સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ,
વાંચકોને... ( આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ નક્ષત્ર , બીજો મુહૂર્ત અને ત્રીજો ભાગ સ્વસ્તિક. આ ત્રણેય ભાગ અહી માતૃભારતી પર આવશે. ) સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા ...વધુ વાંચોપાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ,
અમે નાગપુર સ્ટેશને ઉતર્યા ત્યારે પણ મારા મનમાં એ જ દિવસે જોયેલું સપનું રમતું હતું. હું મારા પ્રેમની શોધમાં નીકળી હતી પણ મારા મનમાં સેક્સ પિયરનું એક વાક્ય હથોડાની જેમ ઝીકાતું હતું - ધ કોર્સ ઓફ ટ્રુ લવ નેવર ...વધુ વાંચોરન સ્મૂથ. હું જાણતી હતી મારી આ પ્રેમની શોધ સહેલી નથી. સપના જેમ જ એ ડરાવણી અને ભેદી હશે પણ હું દરેક જોખમ લેવા તૈયાર હતી. નાગપુર સ્ટેશન પર હજુ કઈ બદલાયું ન હતું. સ્ટેશનને ઘેરીને ગોઠવાયેલી જૂની પુરાણી દુકાનો, પાનના ગલ્લા, હું નાની હતી ત્યારે સાંભળવા મળતી એવી જ ફેરિયાઓની બુમો અને એના એ જ હમાલોની દોડધામ, બસ એ
અમે એસન્ટમાંથી ઉતર્યા અને ઘર તરફ જવા લાગ્યા. ઘર હજુ એજ હાલતમાં હતું જે હાલતમાં પપ્પાએ ખરીદ્યું હતું. એના મૂળ માલિકે કરાવેલ આછો ગુલાબી રંગ દીવાલોને સુંદર બનાવી રહ્યો હતો. કયારેક તો મને થતું એ રંગ હજુ સુધી કઈ ...વધુ વાંચોટકી રહ્યો હશે? કદાચ તડકામાં રહીને આટલા વર્ષે એ આછો પડી ગયો હશે કે મૂળ માલીકને આછો રંગ પસંદ હશે એટલે તેણે એવો રંગ જ કરાવ્યો હશે? જે હોય તે પણ અમારે ફરી રંગ માટે ખર્ચ કરવાની જરૂર નહોતી પડી. પપ્પાની સેલેરી અને એમની બ્રાઇબ ન લેવાની આદત જોતા એ કલર અમારા માટે વરદાન હતો. એ વોટરપ્રૂફ કલર હતો એટલે
અંતે એ દિવસ આવી ગયો. એન્ડ ધ મોસ્ટ અવેઈટેડ ડે કેમ! જેને હું સારો અને ખરાબ એમ બંને તરીકે નોધી શકું - સારો દિવસ એટલા માટે કે એ દિવસે મારી કપિલથી મુલાકાત થઇ અને ખરાબ દિવસ એ માટે કે ...વધુ વાંચોમારો કોલેજનો પહેલો દિવસ હતો અને પહેલા જ દિવસે મારા અને કપિલ વચ્ચે અણબન થઇ હતી. એ દિવસે પણ હું એ જ સપનું જોઇને ઉઠી હતી. એ જ હાથને મેં મારી કમર ફરતે વિટળાતા જોયો હતો અને એ જ હોઠોના ચુબન મેળવીને મારા ગાલે લાલી મેળવી હતી. પણ બધુ જ સ્વપ્નમાં. એ કયારે હકીકત બનશે એ વિચારો સાથે હું બેડમાંથી
હું નક્ષત્ર વિશેના બધા પ્રશ્નોને મારા મનમાંથી બહાર કાઢી લેવા ‘કેન સમટાઈમ બી મેજિક બટ મેજિક કેન સમ ટાઈમ જસ્ટ બી એન ઈલ્યુંસન’ ક્વોટને વાગોળતી મારા કલાસમાં દાખલ થઇ. કલાસમાં પ્રવેશતા જ મેં કેટલીયે આંખોને મારા તરફ ફેરવાતી જોઈ. ...વધુ વાંચોઆ જ મારી કમજોરી હતી. કોઈ મારી તરફ ધારીને જુવે એટલે મને ગભરાહટ થવા લાગતી. મને જરાક ડર લાગવા માંડતો. એમાય મારો સ્વભાવ શરમાળ હતો એટલે હું એ બધાની નજરથી બચવા કલાર્ક મેમે આપેલા નિયમોના સૂચિપત્રને જોતી રહી. કાર્ડ તરફ જોવાનો ડોળ કરતા મેં મારી આંખના ખૂણેથી કલાસ પર નજર ફેરવી. કલાસમાં બધા રેન્ડમલી બેઠા હતા. છોકરા છોકરીઓ અલગ અલગ