નક્ષત્ર (પ્રકરણ 3)

અમે એસન્ટમાંથી ઉતર્યા અને ઘર તરફ જવા લાગ્યા. ઘર હજુ એજ હાલતમાં હતું જે હાલતમાં પપ્પાએ ખરીદ્યું હતું. એના મૂળ માલિકે કરાવેલ આછો ગુલાબી રંગ દીવાલોને સુંદર બનાવી રહ્યો હતો. કયારેક તો મને થતું એ રંગ હજુ સુધી કઈ રીતે ટકી રહ્યો હશે? કદાચ તડકામાં રહીને આટલા વર્ષે એ આછો પડી ગયો હશે કે મૂળ માલીકને આછો રંગ પસંદ હશે એટલે તેણે એવો રંગ જ કરાવ્યો હશે? જે હોય તે પણ અમારે ફરી રંગ માટે ખર્ચ કરવાની જરૂર નહોતી પડી. પપ્પાની સેલેરી અને એમની બ્રાઇબ ન લેવાની આદત જોતા એ કલર અમારા માટે વરદાન હતો.

એ વોટરપ્રૂફ કલર હતો એટલે હજુ સુધી ટકી રહ્યો હતો. ખબર નહી કદાચ પ્લાસ્ટિક પેઇન્ટીગ પણ હોઈ શકે પણ પપ્પાએ ઘર ખરીદ્યું એ વખતે પ્લાસ્ટિક પેઇન્ટીગનું ખાસ ચલણ ન હતું એટલે એ તો નહી જ હોય.

અમે ઘરમાં ગયા. પપ્પા ફોયરમાં કોચ પર બેસી પોતાની ડાયરીમાં કઈક ટપકાવવા લાગ્યા. મેં એમાં ડોકિયું ન કર્યું. હું જાણતી હતી પપ્પાને રોજમેળ લખવાની આદત હતી પણ સાંજે જયારે મેઈન બુકમાં લખવા બેસે ત્યારે બધું ભૂલી જતા એટલે દિવસભર જે ખર્ચ કરતા એ પોતાની ડાયરીમાં નોધી રાખતા. હું છેક નાની હતી ત્યારથી મેં પપ્પાને એવું કરતા જોયેલા.

મધ્યમવર્ગનું જીવન એટલે ગણિત મુજબ ચાલવું પડે. મહિનાના અંતે કેટલો ખર્ચ થયો? એમાંથી કેટલો જરૂરી અને કેટલો બિનજરૂરી? કયા ખર્ચમાં કાપ મૂકી શકાય તેમ છે? એ બધું મમ્મી પપ્પા વચ્ચે સતત ડિસ્કસ થતું. હું નાની હતી ત્યારે મને જરાક અજુગતું લાગતું કે મમ્મી પપ્પા કેમ આવો પાઈ-પાઈનો હિસાબ રાખતા હશે પણ જયારે અગીયારમાં ધોરણ પછીના વેકેશનમાં પડોશી કમળાબેનને કહેતા સાંભળ્યા કે બીચારાને છોકરી જ છે છોકરો તો કઈ છે નહિ. છોકરી તો કાલે પરણીને સાસરે જશે પછી કયાં એમને કોઈ કમાવનારું છે. એ ઘરડા થાય ત્યારે? ને ત્યારથી હું સમજી ગઈ કે પપ્પા મમ્મી કેમ પાઈ-પાઈનો હિસાબ રાખે છે. મને કમળાબેનના શબ્દો બહુ ખટક્યા હતા પણ એ હકીકત માટે મારે સ્વીકારવી જ પડી કે મમ્મી પપ્પા એમના લોનલી ફ્યુચર માટે સેવિંગ કરતા હતા.

હું એ બાબતને લઈને વર્ષો સુધી કમળાબેન પર્ત્યે અણગમો રાખતી પણ આખરે મને સમજાઈ ગયું કે તેઓ સાચા હતા. એઝ પર અવર સોસાયટી સી વોઝ રાઈટ. ગર્લ હેઝ નો રાઈટ ટુ ટેક કેર ઓફ હર પેરેન્ટ્સ ઇન અવર સોસાયટી. સિ હેઝ હેડ ટુ લીવ હર પેરેન્ટ્સ અલોન. આ કડવું સત્ય હું સમજી ચુકી ત્યારથી મેં ક્યારેય મમ્મી પપ્પાના પાઈ-પાઈના હિસાબની વિરુધ એક શબ્દ પણ કહ્યો ન હતો.

મમ્મી રસોડામાં જઈ ચા બનાવવા લાગી. અમારા ઘરમાં બધાને જો કયાયથી થાકી કે કંટાળીને આવ્યા હોય તો ચાની આદત. મુસાફરીથી માથું ચડ્યું હોય તો પણ  ઉતરી જાય. અમે પેઈનકીલરને બદલે ચા લેતા એમ કહીએ તો પણ ચાલે. ટી વોઝ સેલ્વેસન ફોર અસ.

હું મારા રૂમમાં ગઈ એ ઉપરના માળે હતો. મારી પાસે હોસ્ટેલમાં કપડા સિવાય કોઈ ખાસ સામાન ન હતો. મારી પાસે એક બેગ કપડા અને એક બેગ ચોળાની હતી. એ બધો સામાન ઉપર લઇ જવા માટે બે ફેરા કરવાની જરૂર ન પડી. હું એક જ ટ્રીપમાં બધો સમાન ઉપર લઇ ગઈ.

અમારું મકાન બે માળનું હતું અને ઉપર જવાની સીડી પણ અંદર જ હતી. શહેરના અંદરના વિસ્તારોમાં તો આવડું મકાન અઢાર વીસ લાખનું ગણાય પણ આ વિસ્તાર જરા છેવાડે. જંગલ વિસ્તારની એકદમ નજીક એટલે અહી એ જ મકાન આઠેક લાખનું ગણાય. પપ્પાએ તો દસેક વરસ પહેલા સસ્તામાં ખરીદેલુ. પપ્પાને વસ્તુઓ સસ્તામાં ખરીદવાની આદત હતી. એમનો શોખ પણ ગણી શકાય! કોઈક વસ્તુ સસ્તામાં મળતી હોય અને જરૂરી ન હોય તો પણ ઉપાડી લાવે. મમ્મી પપ્પા વચ્ચે એ બાબતે ઘણીવાર ચર્ચાઓ થતી અને અંતે મહિનાનું બજેટ ગોઠવાયું હોય એમાની કેટલીક ચીજોમાં કાપ મુકવાનો વારો આવતો.

હું મારા રૂમમાં ગઈ. રૂમ મને એકદમ ફેમીલીઅર લાગ્યો. હું જન્મી ત્યારથી એ રૂમ મારો જ હતો. જમીન પર જૂની નકશીવાળી ટાઈલ્સો, દીવાલો પર આછો વાદળી રંગ, ખૂણામાં એક જૂની લોખંડની પેટી, બે ત્રણ જુના લાકડાના વોર્ડરોબ, ખૂણામાં ઓકના લાકડામાંથી બનેલું ટેબલ, બારીઓ પર પીળા લેશવાળા પરદા, લાઈટ બ્લુ દીવાલો સાથે મેચ થાય તેવી પિક્ડ સીલીંગ, છ બાય અઢીની એક જૂની સેટી એ બધું મારા બાળપણના અવિભાજ્ય અંગ જેવું હતું.

હું નવમા ધોરણમાં હતી ત્યારે એ રૂમ જેવો મુકીને ગઈ હતી હજુ તેવો જ હતો. કોઈ જ ફેરફાર નહિ! હું જેને કાયમ નફરત કરતી હતી એ સસ્તી કિમતના લાકડામાંથી બનાવેલ એક ત્રણ પાયાવાળું ટેબલ ડાબી તરફના ખૂણામાં એમનું એમ પડ્યું મારા પર હસી રહ્યું હતું. મને નવાઈ લાગતી કે પપ્પા જંગલ અધિકારી હતા. બીજા અધિકારીઓ ગાડીઓ ભરીને મોઘા લાકડા વેચતા હતા તો પપ્પાએ કેમ ત્રણ પાયાવાળું ટેબલ હલકી કક્ષાના લાકડામાંથી બનવડાવ્યું હશે? જરાક મોઘું લાકડું લાવ્યું હોત જંગલમાંથી તો કઈ મોટી બેઈમાની ન થઇ જાત. અને આમેય ક્યાં આપણા દેશમાં નેતાઓ ઈમાનદાર છે તે બે ચાર ઈમાનદાર અધિકારીઓથી આપણા દેશની પ્રજાનું ભલું થઇ જવાનું હતું?

આઈ હેટ ડેડસ ઓનેસ્ટી. જોકે મને ડેડની એક આદત બહુ પસંદ હતી. તેઓ મમ્મીની જેમ કદી મારા પર હોવર ન કરતા. પપ્પા ક્યારેય મારા અંગત કામમાં મમ્મી જેમ દાખલ ન કરતા.

થેંક ગોડ! મમ્મી રસોડામાં વ્યસ્ત હતી નહિતર એ મને એકલા મારી રીતે મારો સમાન અનપેક કરી મારા રૂમમાં સેટલ થવામાં પણ મદદ કરવા આવી હોત. જોકે મમ્મીની એ આદત પણ મને ગમતી - એ ગમે તે કામમાં મારી મદદ માટે તૈયાર જ રહેતી. પણ મને એકલા રહેવું વધુ ગમતું કેમકે મમ્મીની સામે મારે ખોટે ખોટા પણ હસતા રહેવું પડતું. હું ઉદાસ છું એ દેખાવા દઈ હું મમ્મીને ક્યારેય ઉદાસ ન થવા દેતી.

મને મારી ઉદાસીની પળોમાં બારી બહાર તાકી રહી બહારના બગીચામાં ફૂલો પર હોવર કરતા પતંગા જોવા કે બારી બહાર વરસતા વરસાદને જોવાનું અને શેડ પર પડતા વરસાદના છાંટાનો અવાજ સાંભળવાનું પસંદ હતું. જોકે અત્યારે એ બધી ચીજો જોઈ રડવાનું મને મન ન હતું ક્મકે મારી પાસે મુંબઈ કોલેજમાં જે એક નરક જેવું વર્ષ વિતાવ્યું એ યાદ કરી રડવા માટે બે તકિયા અને આખી રાત હતી.

મેં જૂની કોલેજની નકામી યાદો ફગાવી દેતા મારી નવી કોલેજ વિષે વિચાર્યું - ત્યાં હું ન્યુ ગર્લ તરીકે ઓળખાઈશ - અ ન્યુ ગર્લ ફ્રોમ બીગ સીટી.

મારા કપડા અને ચોપડા વોર્ડરોબમાં ગોઠવીને મેં બેડની સીટ હટાવી અને બેડમાંથી એક જૂની બૂક બહાર કાઢી. હું એ બૂકને જોઈ રહી. એ બૂક મારા બાળપણ સાથે જોડાયેલી હતી. એને જોતા જ મને મમ્મીના શબ્દો યાદ આવ્યા. “આ કોમિક બૂક મારી મમ્મીએ મને બાળપણમાં આપી હતી અને હું તને આપી રહી છું.” એ બુક જાણે વારસો હોય!

હું પાંચમાં ધોરણમાં ભણું ત્યારે મને મમ્મીએ એ આપી હતી. મમ્મીએ એને આટલા વરસોથી પૂરી માવજત કરીને સાચવી હતી. એકવાર ભૂલમાં મારાથી એના પન્ના ખુલ્લા પડી ગયા હતા. મેં એને સાજી કરવા માટે ખુબ જ મહેનત કરી હતી. મમ્મીએ અડધો દિવસ તો તેના પર હાથ સિલાઈ કરવામાં વિતાવ્યો હતો.

મેં મમ્મીને પૂછેલું કે એ એના પાછળ કેમ એટલી મહેનત કરી રહી છે. આપણે બજારમાંથી નવી પણ લાવી શકીએ ત્યારે મમ્મીએ જે કહ્યું એ મને હજુ યાદ છે. ત્યારે મમ્મીએ કહ્યું હતું કે એ કોમિક બૂકમાં એક છોકરીની જીવન સામેના સંઘર્ષની સાચી કહાની છે.

ત્યારે તો માત્ર મમ્મીના કહેવાથી જ મેં એને પાછી ઘરમાં લાવી મૂકી દીધી હતી પણ જેમ જેમ હું મોટી થતી ગઈ હું સમજી ગઈ કે માનવ જીવન પણ એ કોમિક જેવું જ છે. બહરના દેખાવનું કોઈ જ મહત્વ નથી. કોણ કેટલું સહન કરી શકે છે અને સહન કર્યા પછી કેટલું ટકી શકે છે એનું મહત્વ છે.

માત્ર સુખમાં જીવન વિતાવ્યાનું કોઈ જ મહત્વ નથી પણ જીવન સામે સંઘર્ષ કરવાનું મહત્વ છે. આ બધું મને મારી કોલેજના પહેલા વર્ષે જ સમજાઈ ગયું હતું.

મેં એ બૂકને ફરી બેડમાં એની મૂળ જગ્યાએ મૂકી દીધી. પોતાની જગ્યાએથી ઉભી થઇ અને હજુ હું મારું જુનું કબાટ ફેદવા જતી હતી ત્યાજ મમ્મીએ ચા માટે બુમ લગાવી.

“આવી મમ્મી...” બુમ લગાવતા હું વોસરૂમમાં દોડી અને નળના પાણીએ ચહેરો ધોયો. ટુવાલથી ચહેરો લૂછતાં મેં મારી જાત તરફ નજર કરી. મુસાફરીના લીધે મારા વાળ એકદમ ટેગલ થઇ ગયા હતા. મેં મારા ડેમ્પ હેરમા હાથ ફેરવ્યો - ના, હજુ એમાં હાથ પણ ન ફરી શકે એટલા ટેગલ ન હતા.

મેં આયનામાં ચહેરો જોયો અને મારા ચહેરા પર સ્મિત ઉતરી આવ્યું. મારો ચહેરો એકદમ ટ્રાન્સલ્યુંસેન્ટ અને ક્લીયર હતો - મારી સ્કીન પણ એકદમ ફેર હતી - જોકે અત્યારે તો થાકને લીધે હું એકદમ સેલો અને અન હેલ્થી દેખાતી હતી પણ એકવાર નાહી લઉં પછી સ્લીમ નયના સુંદર દેખાવા લાગશે.

લોકો કહે છે કે બધું કલર પર અધાર રાખે છે અને થેંક મોમ - મને ગોરો વાન એના તરફથી વારસામાં મળ્યો હતો.

“નયના...” મમ્મીની બુમ ફરી સંભળાઈ, “બેટા કેટલી વાર?”

“આવી મમ્મી..” હું ટુવાલ બેડ પર ફેકી, એકદમ ઉતાવળે સીડીઓ ઉતરી નીચે ગઈ અને મમ્મી સાથે ટી પાર્ટીમાં જોડાઈ ગઈ.

ચા સાથે અમે મારી જૂની કોલેજ અને મારા ગયા વર્ષના પરિણામ વિશે વાતો કરી. સદભાગ્યે મારું ગયા વરસનું પરિણામ સારું હતું એટલે ચર્ચા દરમિયાન મમ્મી પપ્પા ખુશ હતા.

ત્યારબાદ ઉપર જઈ મેં મારા રૂમની સફાઈ કરી. આમ તો રૂમ સાફ જ હતો. રૂમ આમેય લોક હતો અને મમ્મી ક્યારેક ક્યારેક ખોલીને સફાઈ કરી જતી હશે એવું મને સફાઈ દરમિયાન લાગ્યું. પણ હવે મારે અહી રહેવાનું હતું એટલે એક વ્યવસ્થિત સફાઈ કાર્યક્રમ તો જરૂરી જ હતો.

એ રાત્રે મને બરાબર ઊંઘ ન આવી. ભલેને એ પોતાનું ઘર હોય ઘણા દિવસે એય અજાણ્યું લાગે છે. મને એ દિવસે હોસ્ટેલની યાદ આવી. અને જરાક અલગ અલગ લાગ્યું. અને એમાય અધૂરામાં પૂરું એમ એ રાતે વરસાદ ચાલુ થઇ ગયો હતો. મકાનને અડીને જ બનાવેલ શેડ પર પડતા વરસાદના ટીપાનો અવાજ ઊંઘમાં ખલેલ પહોચાડવા માટે પુરતો હતો.

આમેય મને ઊંઘ આવી નહી અને એમાં પણ વરસાદનો અવાજ. હું મોડા સુધી વિચારોમાં ખોવાયેલી રહી. લગભગ ખાસ્સો સમય તો મેં પેલા મંદિરે જોયેલ અજાણ્યા સ્ત્રી અને પુરુષ વિશે વિચાર્યું પછી ક્યારે મારી આંખ મળી ગઈ એ મને ખયાલ ન રહ્યો.

હું સપનામાં હતી. મેં સફેદ ફ્રોક પહેરેલુ હતું જેના પર સફેદ અને નેવી બ્લુ કલરના સ્ટોનની ભાત હતી અને તે ફલોરલ ડીઝાઇનથી શણગારેલું હતું. હું એ ફ્રોકમાં એકદમ સુંદર લાગી રહી હતી. કદાચ મારા પર એનાથી વધુ શોભે તેવો કોઈ ડ્રેસ ન હતો. તે મારા પર પરફેક્ટ ફીટ હતો જાણે એ ખાસ મારા માપે જ સીવવામાં આવ્યો હોય.

હું અમારા ઘર પાછળના જંગલમાં ઉભી હતી. હું એ જંગલમાં ભેડાના વોટરફોલ પાસે હતી. ભેડા સપનામાં જ નહિ હકીકતમાં પણ મારી મન પસંદ જગ્યા હતી. માત્ર મારા માટે જ નહિ પણ નાગપુરના દરેક રહેવાસી માટે ભેડો અલાયદું સ્થળ હતો પણ  એ સ્થળ સાથે જાણે મારો તો જન્મ જન્મનો સબંધ હતો. હું કુદરતે છુટ્ટે હાથે વેરેલી સુંદરતાને નિહાળ રહી હતી ત્યાંજ અચાનક મેં મારી કમર પર એક હાથનો સ્પર્શ અનુભવ્યો. એ હાથ મારી કમર ફરતે વિટળાયો. એ હાથ મારી કમર પર સાપની જેમ વીંટળાયો અને એ મને એક ગહેરા આલીગનમાં તાણી ગયો.

હું કોઈકને ભેટી રહી હતી પણ એ માત્ર હવામાં બનેલા ઝાંખા પડછાયા જેવો હતો. જાણે હું કોઈને નહિ પણ હવાને ગળે લગાવી રહી હતી એ છતાં મને ત્યાં મારા ડ્રીમ બોયની હાજરી વર્તાઈ. મને એ અજાણ્યા યુવકનો જરા સરખો ડર કે કઈ પણ અજાણ્યું ન લાગ્યું. જાણે કે હું એ હાથના સ્પર્શને ઓળખતી હતી. મેં એ સપનું ઘણીવાર જોયું હતું. દર વખતે એ હાથ મને પોતાની તરફ ખેચી લેતો અને એ ફેઈન્ટ શેડો મને ચુંબનોના વરસાદમાં નવડાવી દેતો. હું પણ એને એટલો જ પ્રેમ આપતી. હું એને એ રીતે ચાહતી જાણે હું એના માટે જ બની હોઉં પણ બસ સપનામાં જ - ક્યારેક હું એને માનવરૂપે જોતી તો કયારેક નાગરૂપે. હું સપનામાં પણ જાણતી હતી કે એ હાથ વરુણનો હતો.

આ એ જ સપનું હતું જેના માટે હું નાગપુર આવી હતી - આ એ જ ચહેરો હતો જે મને ક્યારેય ન દેખાયો હોવા છતાં એને જોવા હું હમેશા ઝંખતી હતી. એ સપનું મારા પ્રેમનો પુરાવો હતું. એમાં દેખાતી દરેક ચીજ મારા પ્રેમની ટોકન હતી.

જોકે મેં સપનામાં એનો ચહેરો ક્યારેય જોયો ન હતો. કદાચ જોયો હશે તો પણ મને સવારે એ ચહેરો ક્યારેય યાદ નથી હોતો. બહાર કોઈ પક્ષીના બોલવાના અવાજથી હું એકદમ જાગી ગઈ. એ સપના વિશે વિચારી મારા ગાલ લાલ થઇ ગયા, મને શરમની અનુભૂતિ થવા લાગી, હું જરાક ઉદાસ પણ થઈ કેમકે રોજની જેમ મને આ વખતે પણ એનો ચહેરો દેખાયો ન હતો.

મેં મારા સપનામાં ખલેલ કરનાર અવાજ તરફ ધ્યાન આપ્યું. એક અલગ જ દેખાતું પક્ષી મારી બારીની સ્ટીલ પર બેઠેલું હતું. સુરજના કિરણોને રોકવા બારીના પડદા મહેનત કતી રહ્યા હતા એ છતાં જયાંથી પવનને લીધે પડદો ખસી જતો હતો ત્યાંથી એ કિરણો રૂમમાં ઘુસણખોરી કરવામાં સફળ થઇ રહ્યા હતા. પડદાના હલન ચલન મુજબ રૂમમાં તડકો છાયડો સંતાકુકડીની રમત રમી રહ્યા હતા - કયારેક તડકો સંતાઈ જતો હતો તો કયારેક છાયડો.

જે માર્ગે સુરજના કિરણોએ અંદર આવવામાં સફળતા મેળવી હતી એ જ માર્ગે એ નાનકડું પક્ષી પણ રૂમમાં દાખલ થયું. એ જુના લાકડાના ટેબલ પર આવી બેઠું. હું મારા સપનાને છેલ્લી સ્માઈલ આપી બેડમાંથી ઉભી થઇ. મેં એલાર્મ કલોક તરફ નજર કરી. પોણા નવ વાગી ગયા હતા. હું ઉભી થઇ એ સાથે જ નાનકડું પક્ષી ઉડીને ફરી બારીની બારસાખ પર જઈ બેઠું. એ એના મેલોડીયસ અવાજમાં ગાઈ રહ્યું હતું.

હાઉ સ્ટ્રેન્જ ઈટ વોઝ. કેવું વિચિત્ર?

એ પક્ષીને મારાથી ડર નહી લાગ્યો હોય? જાણે એ પક્ષી મને ઓળખતું હોય એમ મારી સામે જોઈ બેસી રહ્યું. એકાએક મારા ધ્યાનમાં આવ્યું કે એના ગાવામાં પણ મારા મોબાઈલના પ્લે લીસ્ટમાં આવીને ગાયબ થઇ ગયેલા પેલા ભેદી ગીત જેવી જ ધૂન હતી.

મને પક્ષીઓ હંમેશાથી ગમતા હતા. હું બારી નજીક ગઈ પણ પક્ષી જાણે મારા સાથે એકદમ ઇન્ટીમેટ હોય એ મારા બગીચામાં મારું પાડોશી બની વર્ષો રહ્યું હોય એમ ત્યાજ બેસી રહ્યું. મને પક્ષીઓને અડવું બહુ ગમતું અને થેંક ધેટ લીટલ બર્ડ ઈટ ગેવ મી ચાન્સ ટુ ડુ સો.

મેં એના ટાઈની હેડ પર અનામિકા આંગળી મૂકી અને એના સિલ્કી ફરની રેશમી કોમળતાનો અનુભવ કર્યો.

એ કેમ ત્યાં બેસી રહ્યું હશે? કેમ એ ઉડી ન ગયું? એને કેમ મારાથી ડર ન લાગી? અને એ મારા મોબાઈલમાં મેં સાંભળેલા ભેદી ગીતની ધૂન કઈ રીતે જાણતું હશે?

મારું ઓવર એક્ટીવ મન અનેક સવાલો વિચારવા લાગ્યુ અને પક્ષી બહાર બગીચા તરફ ઉડી ગયું. એ ગયું પછીયે મને લાગ્યું જાણે હું એ પક્ષીથી પરિચિત હતી પણ એ સમયે હું જાણતી નહોતી કે મારો અંતર-આત્મા સાચો હતો. એ પક્ષી મારાથી ફેમીલીઅર હતું કેમકે મેં એને વર્ષો સુધી મારા હાથથી દાણા ખવડાવ્યા હતા અને તાંબાની વાટકીમાં પાણી પાયું હતું.

ભલે મને એ બધું યાદ નહોતું પણ ભગવાને એ શક્તિ પક્ષીઓમાં મૂકી છે - તેમને પૂર્વ જન્મ યાદ હોય છે એટલે જ કદાચ એ મારાથી ડર્યુ નહી.

કાશ! મને પણ પૂર્વજન્મ યાદ હોત તો હું કયારેય કપિલની નજીક ન જાઓત અને એના મૃત્યુનું કારણ ન બની હોત...

કાશ! ભગવાને માણસને પણ પૂર્વ જન્મ યાદ કરી શકવાની શક્તિ આપી હોત!

                                          *

હું એ સપના અને નાનકડા પક્ષીને ભૂલીને બહાર આવી. નવ વાગી ગયા હતા માટે પપ્પા પોતાની ડ્યુટી પર રોજની જેમ જંગલ ગયા હતા. મને કયારેય ન સમજાયું તેઓ કેટલી હદ સુધી ઈમાનદાર હતા? કોઈ વ્યક્તિ એટલી હદ સુધી ઈમાનદાર કઈ રીતે રહી શકે? મેં બાળપણથી હજુ સુધી કયારેય એમને ડ્યુટી પર મોડા જતા નહોતા જોયા. મને થતું ત્યાં જંગલમાં કોણ જોવા બેઠું છે કે એ સમયસર ગયા હતા કે નહિ? એમની જગ્યાએ હું હોઉં તો આરામથી નવ વાગે ઉઠું ને બાર વાગ્યે જાઉં.

મમ્મી રસોડામાં હતી. કાર ઘરની બહાર ખુલ્લામાં પાર્ક કરેલી હતી. તેના પર તડકાથી તેને બચાવવા માટે કવર ઢાંકેલું હતું. મને ખબર હતી એ કામ પપ્પાએ જ કર્યું હશે. કેમકે પપ્પા કયારેય કારનુ કોઈ કામ કોઈના ભરોસે છોડીને ન જાય અને એમાય એમની કારની ખાસ દુશ્મન એવી મમ્મીને ભરોશે તો નહી જ! અમે ઘરમાં બહુ ઓછા લોકો હતા એટલે કારને સભ્યમાં ગણી લેતા. એને પપ્પાએ દુલારી એવું નામ પણ આપ્યું હતું.

સવારે ઉઠી ત્યારે નવેક વાગી ગયા હતા. એ પરથી હું સમજી ગઈ કે હું લગભગ રાતે બે એક વાગ્યે ઊંઘી હોઇશ. હોસ્ટેલમાં બાર વાગ્યા સુધી જાગતી તો પણ હું સવારે સાતના ટકોરે ઉઠી જતી. મને બારેક વાગ્યા સુધી જાગવાની આદત હતી પણ એ કરતા પણ  લેટ ઊંઘી હોઈશ એટલે જ સવારે મોડી ઉઠી.

                                          *

લગભગ એકાદ અઠવાડિયું મને હોસ્ટેલ અને એ મોટા શહેરની યાદ આવી. આમ તો કઈ યાદ કરવા જેવું મારી પાસે ન હતું. બસ હોસ્ટેલની એકાદ બે સારી ગણી શકાય તેવી બહેનપણીઓ સિવાય ત્યાં મને કઈ જ પસંદ નહોતું.

એક અઠવાડિયામાં હું ફરીથી મારા ઘરમાં સેટ થઇ ગઈ. પોતાના શહેરમાં સેટ થઇ ગઈ. ત્યારબાદ પપ્પાને વેકેશન મળ્યું અને અમે ફરીથી રાજસ્થાન ફરવા ગયા - ત્યાં મને જેસલમેર અને જોધપુર બહુ ગમ્યા. ત્યાના રેતીના ઢગ વચ્ચે શોભતા મહાકાય કિલ્લાઓ એક વિશેષતા કરતા ઓછા નહોતા. જ્યાં સુધી આંખ જોઈ શકે ત્યાં સુધી બસ રેતી જ રેતી અને એ રેતીના સમુદ્ર વચ્ચે પથ્થરના જહાજ જેવા લાગતા કિલ્લાઓ. આઈ લાઈક રાજસ્થાન એન્ડ ઇટ્સ ઓલ્ડ કાસલ. મેં જીવનમાં માણેલા દરેક પ્રવાસ કરતા રાજસ્થાનની મારી ટુર યાદગાર રહી એના બે કારણ હતા એક તો મને હમેશાથી ઐતિહાસિક ચીજો પર્ત્યે આકર્ષણ હતું અને બીજું ગયા વેકેશન જેમ આ વખતે અમારી કારે અમને હેરાન ન કર્યા. એ દિવસ મારા માટે યાદગાર રહ્યા અને ત્યારબાદ આખું વેકેસન મમ્મી મને મોટા ભાગના સગા અને પરિચિત વ્યક્તિઓના ઘરે ફેરવતી રહી. અમે ભેડા, લીલા પહાડ અને નાગ પહાડીની મુલાકાત લીધી. એ સિવાય પણ નાગપુરમાં અનેક જોવા લાયક સ્થળો હતા. નાગ મંદિર, ચોસઠ જોગણી મંદિર, ભેડા પાસેનું શિવ મંદિર, પાતાળ પ્રવેશ ઝરણું - જોકે એ જમીન પર જ વહે છે પણ લોકોનું માનવું હતું કે વર્ષો પહેલા એ પાતાળમાં ઉતરી જતું હતું પણ કોઈએ નાગપહાડીને આપેલા શ્રાપને લીધે એ જમીન પર વહેતું થઇ ગયું. હું શ્રાપ જેવી ચીજોમાં વિશ્વાસ ધરાવતી નહોતી. અમે એ બધા સ્થળોની મુલાકાત લીધી એમાં વેકેશન કયારે પસાર થઇ ગયું ખબરે ન પડી. પપ્પાને વેકેશન હતું એટલે હું મમ્મી અને પપ્પા આખો દિવસ સાથે જ હોતા અને પોતાના લોકો સાથે સમય બહુ ઝડપી જાય છે. પણ મને ખબર નહોતી કે મેં વેકેશનમાં દેખેલા એક એક સ્થળે મારા જીવનમાં ભયાનક તુફાન આવશે...!

                                       ***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Rinkal Patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

Ranjna 3 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 3 અઠવાડિયા પહેલા

Verified icon

Swapnil K Suhagiya 2 માસ પહેલા

Verified icon

mittal thakkar 3 માસ પહેલા