Naxatra - 18 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 18)

હું એકાએક જાગી ગઈ.

“નયના, ઉઠ! તું કોલેજ માટે લેટ થઇ જઈશ.” મેં મમ્મીનો અવાજ સાંભળ્યો. એ ડાઉન સ્ટેરથી બુમ પાડી રહી હતી.

મારી આંખો એક બે વાર બ્લીંક થઇ અને રૂમના આછા ઉજાસમાં ટેવાઈ. મને દુર વરસાદના છાંટાનો અવાજ સંભળાતો હતો. અમારા ઘર બહાર શેડ બનાવેલો હતો એના પર ધીમા વરસાદના ટીપા પણ ડ્રમ જેવો અવાજ ઉત્પન્ન કરતા. વરસાદ પડી રહ્યો હતો. સવાર થઇ ગઈ હતી. હું મારા રૂમમાં હતી, મારા હોટ અને ડેમ્પ રૂમમાં. હું મહોગનીના ક્રીકી બેડ પરથી ઉભી થઇ. મારું ધ્યાન બારી પર ગયું. એ ખુલ્લી હતી.

હું કયારેય બારી બંધ કર્યા વિના ઊંઘતી જ નહોતી. મારું માથું જરા ભારે હતું. હું આટલું લાંબુ ઊંઘી હતી છતાં માથું કેમ ભારે હતું મને સમજાયુ નહિ. જેમ કોઈ વસ્તુ વાગ્યા પછી થોડીવારે એનું દર્દ સણકા સાથે ઉદભવે એમ ગઈ રાતનું સપનું મારા મનમાં ઉદભવ્યું. મારા સુસુપ્ત મને એને મારી આંખો સામે ફ્લેશ બેકની જેમ રજુ કર્યું. મેં સપનામાં કોઈને મરતા જોયું હતું. મેં કોને મરતા જોયું એ મને યાદ ન આવ્યું પણ એ ડરાવણું સપનું જોયું એટલે જ મારું માથું ભારે હતું.

મેં શાવર લીધો અને ગઈ રાતના સપનાને ભૂલી જવા પ્રયાસ કર્યો. મેં સપનામાં જોયેલી ચીજો શાવર સાથે ભુલાવાને બદલે તાજી થઇ હતી. મેં સપનામાં એક યુવક અને યુવતીને ભાગતા જોયા હતા. તેઓ થાકીને ઘાસ પર પડી ગયા ત્યાં સુધી ભાગતા રહ્યા અને તેઓ થાકીને જમીન પર પડી જતા જ શિકારી તેમના પર તૂટી પડ્યા હતા.

મેં સપનાને ભૂલી જવા પ્રયાસ કર્યો. મેં મારા હાથ, ગળા અને આખા શરીર પર ચંદનની સુવાસ સાથેનો સાબુ ઘસ્યો અને સપનામાં જોયેલા લોહીની વાસને ઘોઈ નાખવા પ્રયાસ કર્યો પણ એ મારા મનમાં હતી. મારું સ્ટ્રોંબેરી શેમ્પુ કે સેન્ડલ શોપ એ વાસને ધોઈ શકયા નહિ.

ભગવાનનો અભાર કે જયારે હું કોલેજ જવા નીકળી રસ્તા રાતના વરસાદને લીધે ભીના થયેલા હતા અને ભીની માટીની મીઠી સુવાસે મને રાતે જોયેલા લોહીની વાસને ભૂલી જવા મદદ કરી. જો વરસાદ ચાલુ જ રહ્યો હોત તો હું વધુ ખુશ થાઓત. મને વરસાદ પસંદ હતો.

પહેલીવાર મેં મમ્મીને નિરાશ કરી હતી. રાતે જે જોયું એ જોયા પછી મને સવારે જરાય ભૂખ ન હતી. પહેલીવાર હું બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠા વિના જ કોલેજ જવા નીકળી હતી. મેં ચા પણ લીધી નહોતી.

મેં કલાસમાં જઈ કપિલના આવવાની રાહ જોઈ પણ એ ન આવ્યો. લંચ સુધીના લેકચર મહામહેનતે સાંભળી હું લંચ બેલ વાગતા જ ઉભી થઈને કેફેટેરિયા તરફ જવા લાગી. હોલવેમાં નિશાએ મને સ્મિત આપ્યું, હું પણ એને વળતું સ્મિત આપી આગળ વધી. કપિલ કોલેજમાં નહોતો એટલે મને કઈ ગમ્યું નહી.

“એ તારી ફ્રેન્ડ છે?” અવાજ સાંભળી મેં પાછળ જોયું. જૈનમ મારી પાછળ આવતો હતો. મને સારું લાગ્યું. જૈનમ સાથે વાત કરવાથી મારી એકલતા દુર થશે એમ મને લાગ્યું. જૈનમ એક દિવસમાં એક જુના ફ્રેડ કરતા પણ વધુ ફ્રેન્ડલી બની જાય એવો છોકરો હતો.

“ના, બસ એકવાર એની સાથે વાત થઇ હતી.”

“એ તારા એરિયામાં રહે છે?”

“ના, કિંજલ મારા એરિયામાં રહે છે.”

એણે સવાલો કર્યા અને અમે કેફેટેરિયા તરફ જવા લાગ્યા.

“તો તારે કોલેજમાં બે ફ્રેન્ડસ છે?” એણે મારા તરફ સ્મિત કરતા પૂછ્યું.

“ત્રણ, તું પણ મારા ફ્રેન્ડ લીસ્ટમાં આવી ગયો છે.” મેં એને પ્યોર સ્મિત રીટર્ન આપતા કહ્યું. હું સાચું બોલી રહી હતી, એ મને જુના ફ્રેન્ડ જેવો લાગતો હતો.

“રીયલી?”

“કોઈ શક?” મેં કન્ફરમેશન માટે ફિલ્મી ડાયલોગ સંભળાવ્યો.

“ના, જરાય નહિ.”

“સો, તું કયાં જઈ રહ્યો છે?”

“ગાર્ડન.” એણે કહ્યું, “અને તું?”

“કેફેટેરિયા.”

“ચાલો, ઠીક થયું કોલેજમાં આવેલી નવી બોરિંગ છોકરીને જુનો બોરિંગ દોસ્ત મળી ગયો.” મેં પાછળ જોયું. એ કમેન્ટ નીલે કરી હતી. એ માર ખાધા બાદ પણ હજુ સુધર્યો નહોતો.

“કેમ તારી પાસે કોઈ સારું દોસ્ત નથી એટલે ઈર્ષા થાય છે?” જૈનમેં પાછળ ફરી તેની સામે હસીને કહ્યું.

જૈનમે ભૂલ કરી હતી. મને ફાળ પડી. હું ઉદાસ થઇ ગઈ. મેં જે ભૂલ ગઈ કાલે જ કરી હતી એ જ ભૂલ હું જૈનમને રોકું એ પહેલા જૈનમેં રીપીટ કરી નાખી. જૈનમ નીલ સામે મેચ નહોતો અને મને ખાતરી હતી કે ગઈ કાલે માર ખાધો એની દાઝ નીલ જૈનમ પર નીકાળશે.

નીલે ત્રણેક ફૂટ જેટલી ઊંચાઈની કોરીડોર વોલ પર પોતાની બેગ મૂકી, એ લંચ ટાઈમમાં પણ બેગ હાથમાં જ લઈને ફરતો. કદાચ અને લંચ ટાઈમ બાદ કોલેજ બંક કરવાની હશે. મેં નીલની આંગળીઓને મુઠ્ઠીમાં ભીંસાતી જોઈ. હું જાણતી હતી એ વિવેકે એમની ધુલાઈ કરી એનો ગુસ્સો નીકાળવા માંગતો હતો. તે કોલેજની રેસ્ટલીંગ ટીમનો મેમ્બર હતો. એ કોલેજના લેકચર કરતા વધુ સમય કોલેજ જીમમાં વિતાવતો હતો. જૈનમનુ તેની સામે કશું ગજું નહોતું.

નીલ જૈનમ તરફ ધસ્યો. મને ખાતરી હતી કે એક બે સેકન્ડોમાં જૈનમના મો પર એક નાનકડા અકસમાત જેટલી ઈજા થવાની છે. નીલના વેલ બિલ્ટ મસલ્સ સાથેનો પંચ જૈનમના હજુ બોયીશ દેખાતા ચહેરા માટે એક અકસમાત જેટલો જ નુકશાનકારક સાબિત થાય એમાં કોઈ શક નહોતો.

જૈનમ બિચારો મારા કરતા માંડ પાંચેક કિલો વધુ વજનનો હતો. એ એકદમ કમજોર શારીરિક બાંધાનો હતો. મને એના માટે સોરી ફિલ થયું. કાશ! હું એની સાથે ન હોત તો નીલ એને પોતાનું ટાર્ગેટ ન બનાવત.

કદાચ કપિલ આ બધું જાણતો હતો માટે જ જયારે મેં પહેલીવાર જૈનમ સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો ત્યારે મને એનો અવાજ આકાશવાણી રૂપે સંભળાયો હતો કે તારે એની દોસ્તી ન કરવી જોઈએ. આકાશવાણીનો અવાજ બેધ્યાન કરવો એ મારી ભૂલ હતી એમ મને સમજાયું.

“નીલ, તારે રુડ બીહેવિયર બદલ માફી માંગવી જોઈએ.” નીલે જૈનમ તરફ ફીસ્ટ ઉગામી એ પહેલા જ મને પરિચિત અવાજ સંભળાયો.

મેં અવાજની દિશામાં જોયું. કપિલ અમારાથી બસ કેટલાક ફૂટના જ અંતરે ઉભો હતો. એ કયારે ત્યાં આવ્યો એ કોઈનેય સમજાયું નહી જ હોય.

કદાચ જૈનમની સુરક્ષાની ચિંતામાં મારું ધ્યાન આસપાસ નહોતું. મને ખબર હતી કે નીલ કોલેજમાં તો મને કઈ ન કરી શકે. એ કોલેજમાં જૈનમને ટાર્ગેટ બનાવી શકે એમ હતો માટે મને જૈનમની ફિકર હતી.

આસપાસ ઉભેલા છોકરા છોકરીઓ હસવા લાગ્યા. મારા સિવાય બધાને ખબર હતી કે હવે શું થવાનું હતું. બધા એ જોવા ત્યાં ઉભા રહી ગયા. મને હતું કે નીલ કપિલ પર હુમલો કરશે. કપિલને લીધે બધા એના પર હસ્યા હતા પણ નીલનો ચહેરો એકદમ ફ્રેન્ડલી બની ગયો અને એણે જૈનમ તરફ જોઈ કહ્યું, “સોરી, જૈનમ. મને માફ કરજે.”

બધા નવાઈથી નીલને જોઈ રહ્યા. જૈનમ પણ એને જોઈ રહ્યો. કોઈના ધ્યાનમાં નહોતું આવ્યું પણ મેં નોધ્યું કે નીલ જૈનમની માફી માગતી વખતે પણ કપિલની આંખોમાં તાકી રહ્યો હતો. કપિલની આંખો એકદમ ચમકતી હતી અને નીલની આંખો એકદમ ફિક્કી થઈ ગઈ હતી.

કપિલે એને હિપ્નોટાઈઝ કર્યો હતો. કપિલની આંખોમાં કઈક વિચિત્ર હતું. એનો ચહેરો અને એની આંખોમાં પણ મને કઈક અલગ જ દેખાયું જે મેં પહેલા ક્યારેય નોધ્યું નહોતું.

“નીલ, હવે તું જઈ શકે છે.” કપિલે મીઠા અવાજે કહ્યું પણ જાણે નીલ માટે એ હુકમ હોય એમ એ એક શબ્દ પણ બોલ્યા વિના બીજી દિશામાં ચાલવા લાગ્યો.

મેં નીલને ભીડમાં અદશ્ય થતો જોયા પછી કપિલ જ્યાં ઉભો હતો એ તરફ નજર કરી પણ એ ત્યાં નહોતો. એ ચાલ્યો ગયો હતો. એ મને ગૂડ બાય પણ કહ્યા વિના કઈ રીતે જઈ શકે? એ યોગ્ય નહોતું. હું એને મદદ બદલ થેંક કહેવા માંગતી હતી. થેંક કહેવાનો મોકો પણ આપ્યા વિના ચાલ્યા જવું યોગ્ય તો ન જ કહેવાય. જોકે મને ખબર હતી કે એને થેંક કહેવા માટે મારે ક્યાં જવું પડશે.

હું કોલેજ પાછળના બગીચામાં ગઈ. એ મારા અંદાજ મુજબ ત્યાં જ હતો.

“તને મારાથી શું પ્રોબ્લેમ છે, કપિલ?” એની નજીક પહોચતા જ મેં મારો ગુસ્સો શબ્દો રૂપે ઠાલવ્યો. એણે કોઈ જવાબ ન આપ્યો પણ એની આંખો મારા તરફ ફેરવાઈ, એ આંખો મારી આંખો સાથે મળી, એમાં કઈક અજીબ હતું. હોલ-વેમાં એની આંખો એકદમ અલગ હતી અને હવે પણ એની આંખો એકદમ અલગ હતી. હવે એની આંખો એકદમ બટરસ્કોચ જેવી ડાર્ક હતી અને સાથે સાથે એમાં ગોલ્ડન ટોન પણ હતો.

મને સમજાયું નહિ એની આંખો કેમ એવી હતી. બસ મને એક જ વાત સમજાતી હતી કે છેલ્લા એક અઠવાડિયામાં નાગપૂરે મને પાગલ બનાવી નાખી હતી. મેં મનમાં જે વિચાર્યું એ સાંભળી એ હસ્યો. એના ચહેરા પર એકદમ દૈવી પ્રકાશ જેવી ઓરા ફેલાઈ ગઈ.

“તું મને અવોઇડ કેમ કરે છે?” મેં એની આંખોથી નજર ફેરવી લીધી.

“તારે ખરેખર જાણવું જ છે?” એણે પણ સામે સવાલ જ કર્યો. હું ચુપ રહી. મારે એને જવાબ નહોતો આપવો. મારે પણ એના જેવા જ રુડ બનવું હતું પણ મેં એની આંખો માં જોઈ લેવાની ભૂલ કરી નાખી. એ આંખોની મોહિની મને કામણ કરી ગઈ, અને મેં જવાબ ન આપવાનું નક્કી કર્યું હતું એ હું ભૂલી ગઈ, “હા, હું જાણવા માટે મરી રહી છું.”

જે આંખો મને દુનિયા ભુલાવી જતી હતી એ આંખો મેં ઘડીભર પહેલા શું નક્કી કર્યું એ ભુલાવી નાખે એમાં કઈ નવાઈ ન હતી.

“તને કહેવું જ પડશે.” એણે પોતાનો જમણો હાથ ઉંચકયો અને હળવેથી મારા ખભા પર મુક્યો. હું એકદમ સ્થિર ઉભી રહી. એ સ્પર્શની સંવેદના સ્વર્ગીય હતી. મારું હર્દય મને નાચી અને કુદી લેવા કહેતું હતું પણ એમ કરતા એના હાથનો સ્પર્શ ગુમાવી નાખવાને ડરને લીધે હું સ્થિર જ ઉભી રહી.

મને કઈક થવા લાગ્યું. પણ શું? એ મને ખબર ન પડી. મારું લોહી જાણે નશોમાં રેસ લગાવી રહ્યું હોય એમ દોડવા લાગ્યું અને હું ઇચ્છીને પણ એને ધીમું ન કરી શકી. મારું હ્રદય લુહારના ઘણ જેમ મારી છાતીમાં થડકવા માંડ્યું, કદાચ એ ધબકારા કપિલ પણ સાંભળી શકતો હશે કેમકે એ મને બહુ ઉતાવળે સંભળાઈ રહ્યા હતા. મારા આખા શરીરમાં એક ઝીણી ધ્રુજારી ઉદભવી રહી હતી. મને લાગ્યું જાણે મેં જીવતા વાયરને હાથમાં પકડી લીધો હતો.

“હું તને અવોઇડ કરું છું કેમકે હું તને ચાહું છું.” એની હથેળી મારા ખભા પર સ્થિર થઇ, “ઘણીવાર ચાહત પણ એકમેકને નફરત કરતા હોઈએ એમ દુર રહેવા મજબુર કરી નાખે છે.”

“કેમ?” મેં પૂછ્યું, “તું મને ચાહે છે પછી શું..?”

“મારો પ્રેમ તને દુખ સિવાય કઈ નહિ આપી શકે.” એણે નજર બીજી તરફ ફેરવી લીધી. એ છતાં મેં એ આંખોમાં ઝળઝળિયાં જોઈ લીધા. મારું હૃદય એના આંસુ જોઈ ભરાઈ આવ્યું.

“તારા પ્રેમમાં મળેલું દુખ પણ મારા માટે સુખ કરતા વધુ કીમતી છે.” મેં મારું માથું એની છાતી પર ઢાળી દીધું, “હું તારા પ્રેમ માટે ગમે તે દુખો સહેવા તૈયાર છુ.”

મને એના ધબકારા સંભળાતા હતા. એનું હૃદય પણ મારા જેમ જ તેજ ગતિએ ધબકી રહ્યું હતું.

“નયના..” એનો અવાજ એકદમ ધીમો હતો.

“હમમ..”

“આપણે સાથે ન હોવું જોઈએ..”

“પણ કેમ?”

એણે મારા ખભા પરથી હાથ હટાવ્યો અને નીચે ઘાસ પર બેઠો. મારો હાથ પકડી એણે મને પણ એની બાજુમાં બેસાડી. અમે એકબીજાને જોઇને કેટલો સમય બેસી રહ્યા એ મને યાદ નથી. કદાચ એ મીનીટો, કલાકો, વર્ષો કે યુગો પણ હોઈ શકે, મને લાગ્યું કે હવે વધુ હું એ ચહેરાને તાકી રહીશ તો એ જોયાની ખુશીમાં જ મારું હૃદય બંધ થઇ જશે - હું ગુજરી જઈશ.

“આપણે સિતારાઓ સામે લડી રહ્યા છીએ.”

હું પાગલ હતી જે ચહેરાને જોવા જ ઘરેથી કોલેજ બેગ હાથમાં લેતા જ હું હરખ પદુડી થઇ જતી હતી એ જ ચહેરાને બે ઘડી પણ જોઈ શકવાની તાકાત મારામાં નહોતી - મારું દિલો દિમાગ ખુશીના ઓવરડોઝને સહન કરી શકતું નહિ અને મને લાગવા માંડતું કે હું એને જોતા જોતા જ મારી જઈશ. હું સ્યોર હતી કે હું પાગલ થઇ ગઈ હતી.

“આપણે સિતારાઓ સાથે લડી રહ્યા છીએ, નયના.” કપિલે ફરી કહ્યું ત્યારે હું વિચારોની સાંકળથી આઝાદ થઇ.

“સિતારાઓથી..?” મને એના શબ્દો સમજાય નહિ.

“હા, નયના આપણો પ્રેમ લાંબો ઈતિહાસ ધરાવે છે. પણ એ ઈતિહાસ લોહિયાળ છે. આપણા સિતારાઓમાં કોઈક ગરબડ છે, આપણા સ્ટારમાં ફોલ્ટ છે.” કપિલના આંસુ એના ગાલ પર વહેવા લાગ્યા, “નયના, વી આર સ્ટાર ટચડ લવર્સ.”

“આવું ન હોઈ શકે, કપિલ.” મારા આંસુને કપિલે પોતાની હથેળીમાં ઝીલી લીધા ત્યારે મને ખયાલ આવ્યો કે હું પણ રડવા લાગી હતી. એક તરફ હું એના માટે પાગલ હતી બીજી તરફ મનના એક ખૂણામાં સવાલ થતા હતા કે આટલા સમયમાં કોઈ સાથે પ્રેમ કઈ રીતે થાય? અને એમાય નાગપુરમાં આવીને જીવનમાં જાણે ધમાસાણ મચ્યું હોય. જે વ્યક્તિ સીધી જ મનથી શબ્દો બોલ્યા વગર આકાશવાણી કરી શકતો હોય. એ રહસ્યમય છોકરા સાથે પ્રેમ થાય તો પણ કોઈ છોકરીને તેનાથી ડર ન લાગે શું? મારું મન મને ઘણીવાર કહેતું નયના તું પાગલ થઈ ગઈ છે અથવા તેણે કોઈ જાદુ કર્યું છે. બાકી તું આવી ન હતી.

“નયના..”

“હમમ..”

“મેં ગયા જન્મને અનેક સપનાઓ અને વિઝનમાં જોયો છે, મે ગયો જન્મ અડધા કરતા પણ વધુ જોઈ લીધો છે. મને ખબર છે ત્યારે આપણે કઈ રીતે મળ્યા હતા, કેમ કરતા એકમેકને ચાહવા લાગ્યા હતા અને કઈ રીતે જુદા થયા હતા. મને બચાવવા ગયા જન્મે તે તારો જીવ આપ્યો હતો માટે આ જન્મે હું તારાથી દુર જ રહેતો હતો.”

“પ્રેમ નિર્ભય હોય છે, કપિલ.” મેં એનો હાથ હાથમાં લેતા કહ્યું, “એ મૃત્યુથી નથી ડરતો.”

એ કઈ બોલ્યો નહિ અને ફરી એક યુગ અમે એકબીજાને જોઇને બેસી રહ્યા. મને કલ્પનામાં સંભળાતી એ ધૂન ત્યાં વાગવા લાગી પણ એકાએક કપિલના ફોનની રીંગટોન એને ખલેલ કરી ગઈ. એ ધૂન સંભળાતી બંધ થઇ ગઈ અને એને બદલે કપીલના ફોનની રીંગટોન બગીચાના શાંત વાતાવરણમાં ગુંજી ઉઠી.

તેરે સંગ પ્યારમે નહિ તોડના, ચાહે તેરે પીછે જગ પડે છોડના.

એ કોઈ જુના કલાસિકલ સોંગની ટોન હતી. મેં એને કયાંક સાંભળેલી હોય તો યાદ કરવા પ્રયાસ કર્યો. પણ મને કઈ યાદ ન આવ્યું. એ કોઈ જુના હિન્દી ફિલ્મનું ગીત હતું પણ એમાં સંભળાતી મેલોડી અને ધૂન મારા કલ્પનાની ધૂનને મળતા આવતા હતા.

કોઈ આધુનિક જમાનામાં કોલેજીયન યુવક એટલા જુના ગીતની ટોન કેમ સેટ કરે એ મને ન સમજાયું. કદાચ એને જુના ગીત પસંદ હશે. મેં મારી જાતને કહ્યું. હું ઘરે જઈ એ ગીત ડાઉનલોડ કરી લઈશ. એનું ફેવરીટ હશે. કોઈક વાર એને એકલા હોઈશું ત્યારે ગાઈ સંભળાવીશ. મારો અવાજ સારો હતો. મને થોડુક ગાતા પણ ફાવતું અને એમા પણ હિન્દી ગીત ગાવામાં તો મને એક અલગ જ મજા આવતી.

ફોન પર એ શું વાત કરી રહ્યો છે એ તરફ પહેલા તો મારું ધ્યાન ન ગયું હું પેલા રીંગટોનના વિચારોમાં ખોવાયેલી હતી પણ જયારે એ થોડુક જોરથી બોલ્યો “કયા?” ત્યારે મારું ધ્યાન એ તરફ ગયું.

મેં એની તરફ જોયું. હું એનો ચહેરો જોઈ ડરી ગઈ. હું શું કોઈ પણ એ ચહેરો જોઈ ડરી જાય. મારી નજર એની આંખોથી મળી. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને આખો ચહેરો ઉદાસ થઇ ગયો હતો. કદાચ એને કોઈએ બહુ જ ખરાબ સમાચાર આપ્યા હોય. મને છેલ્લી રાતે જોયેલું એક યુવક અને યુવતીના મૃત્યુનું સપનું યાદ આવ્યું અને મારા શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું.

“શું થયું?” મેં ગભરાયેલા અવાજે પુછ્યું પણ એણે મારા પ્રશ્ન તરફ ધ્યાન ન આપ્યું. એ ફોન પર વાત કરવામાં જ વ્યસ્ત રહ્યો.

“કયારે?” એના અવાજમાં એના પહેલા પ્રશ્ન જેટલી જ ચિંતા અને ઉત્સુકતા હતી. બીજા છેડેથી શું જવાબ મળ્યો હશે એ મને સંભળાયું નહી. મેં અંદાજ લગાવવાનો પ્રયાસ કર્યો પણ હું કોઈ અંદાજ પણ લગાવી શકી નહિ.

“હા.” હજી એની આંખોમાં પાણી હતું.

“હું હમણાજ આવું છું.” એ ફોન કાપતા ઉભો થઇ ગયો.

“શું થયું?” હું પણ એની સાથે જ ઉભી થઇ.

“કઈ નહિ...” એણે જમણા હાથની હથેળીથી આંસુઓ લૂછ્યા, “મારે જવું પડશે.”

“ઓકેય. બટ ટેલ મી વોટ હેડ હેપન્ડ?” મેં જીદ કરી.

“કઈ નહિ.”

“કઈ ન થાય તો કોઈ રડે નહી કપિલ.....” મેં કહ્યું, “કારણ વિના કોઈની આંખમાં આંસુ ન આવે.”

“મેં તને કહ્યું હતું કે હમેશા કારણ જાણવાથી ફાયદો નથી થતો.” તેનો અવાજ એકદમ ઉદાસ હતો.

“એક તરફ તું મને પ્રેમ કરે છે અને બીજી તરફ તું મારાથી બધું છુપાવે છે, કેમ?” મેં કહ્યું.

“તારે બધું જાણવું જ છે તો સાંભળ, અશ્વિની અને રોહિતની લાશ મળી છે.”

હું આવક બની એ સંભાળતી રહી. શું બોલવું એ મને સમજાયુ નહી. મારું હૃદયમાં થડકારા થવા લાગ્યા. પગમાં કંપન શરુ થઈ ગઈ. મારી આંખો સામેથી છેલ્લી રાતે જોયેલું સપનું પસાર થઇ ગયું. મેં સપનામાં પણ એક યુવક અને યુવતીને મરતા જોયા હતા. અશ્વિની અને રોહિત પણ મેં સપનામાં જોયેલા મરનાર યુગલ જેવા જ હતા.

“શું થયું એમને ?” એકાદ મીનીટે કળ વળી એટલે મેં પૂછ્યું

“ખબર નથી. હું ત્યાં જાઉં છું. શું થયું એ ત્યાં ગયા પછી જ ખબર પડશે. કોઈ ફોનમાં કઈ કહેતું નથી.”

“કયા?” મેં કહ્યું.

“તારા ઘર પાછળના જંગલમાંથી. ભેડાઘાટ પર એ લોકોના શબ મળ્યા છે.”

એ શબ્દો સાંભળતા જ મને લાગ્યું જાણે હું એકદમ ઠંડા પાણીમાં ડૂબવા લાગી હતી. હું ધ્રુજવા લાગી.

“શું થયું નયના?”

“મેં ગઈ રાતે એક સપનું જોયું હતું.” હું માંડ બોલી શકી, “મેં સપનામાં એક કપલને ભેડા પર મરતા જોયું હતું.”

“આખરે મને જે ડર હતો એ જ થયું.” મારી વાત સાંભળીને તે બોલ્યો તેના જડબા તંગ થયા અને મુઠ્ઠીઓ બંધ થઇ.

“શું ડર હતો? એમને શું થયું છે?”

“આપણી આસપાસ આપણા ગયા જન્મ જેવું જ થઇ રહ્યું છે. તે ગઈ કાલે સપનામાં જે કપલને ભેડા પર મરતા જોયા એ આપણા ગયા જન્મના કોઈ સબંધી કે મિત્ર કપલનું મૃત્યુ તને સપના રૂપે દેખાયું હતું અને આજે એ જ પ્રમાણે આપણા આ જન્મના મિત્ર અશ્વિની અને રોહિત મૃત્યુ પામ્યા. આપણા આ જન્મમાં દરેક ઘટના આપણા ગયા જન્મ જેવી જ થઇ રહી છે. બધું રીપીટ થાય છે...” કહી એ ચાલવા લાગ્યો.

“હું પણ તારી સાથે આવીશ..” મેં કહ્યું.

“તારે એ બધું ન જોવું જોઈએ. ત્યાં એ લોકોના....?” એ પોતાનું વાકય પુરું ન કરી શકયો. હું એની મનોદશા સમજી શકતી હતી. એવા કપરા સમયે એને મારી જરૂર હતી એટલે જ હું એની સાથે જવા માંગતી હતી. મેં કયારેય કોઈને મરતા જોયું ન હતું. મને ખરેખર એ જોતા બહુ ડર લાગતી પણ કપિલ એકલો ન પડે, કોઈ એનો સાથ આપનાર ત્યાં હોય, કોઈ એના આંસુ લૂછનાર ત્યાં હોય, કોઈ એને સાત્વના આપનાર ત્યાં હોય એ માટે હું તેની સાથે જવા માંગતી હતી.

“મારા પપ્પા એજ જંગલમાં અધિકારી છે. કોઈ સમસ્યા હશે તો આપણી મદદ કરી શકશે.” મને સાથે લઈ જવાનું યોગ્ય કારણ મળે એ માટે મેં તરત જ કહ્યું. એણે કશુંક વિચાર્યું અને પછી બોલ્યો.

“ઠીક છે ચાલ ઝડપથી....” એને મારી દલીલ વાજબી લાગી. એ પાર્કિંગ તરફ ચાલવા માંડ્યો. હું એને ફોલો કરતી પાર્કિંગ લોટમાં પહોચી. કોણ જાણે કેમ આજે પણ લોટમાં ખાસ કારો નહોતી. કપિલ જાણે રીતસર દોડતો હોય એમ એની કાર પાસે પહોચ્યો, એણે ફ્રન્ટ ડોર ખોલ્યો અને ડ્રાયવર સીટ પર ગોઠવાયો. હું તરત જ એની બાજુની સીટ પર ગોઠવાઈ.

“પુટ યોર સીટબેલ્ટ.”

મેં તરત જ બેલ્ટ લાગાવ્યો. બેલ્ટ લાગાવ્યાના સ્નેપ અવાજ સાથે જ કપિલે જમણી તરફનો એક શાર્પ કટ લીધો, અને કારને રીવર્સમાં પણ ચાલીસેક જેટલી ઝડપે એક્ઝીટ બહાર લીધી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED