નક્ષત્ર (પ્રકરણ 27) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નક્ષત્ર (પ્રકરણ 27)

કિંજલ હજુ એ ઝાડ નીચે સુકા પાંદડા અને ઘાસ પર બેઠી હતી. હુ પણ એનાથી થોડીક દુર ઘાસ પર જ ઉભી હતી. મારી ચારે તરફ અજાણ્યા માણસો હતા. બસ એક કિંજલ મારી પરિચિત હતી. હવે મને એ પણ અજાણ્યી લાગવા માંડી. જાણે હું એને કયારેય ઓળખતી જ ન હોઉં.

ખબર નહી કેમ પણ મને લાગવા માંડ્યું કે મારું મોત એકદમ નજીક છે. જાણે એ મારી આસપાસ જ છે. જાણે ભેડા પરના કોઈ વ્રુક્ષની પાછળ લપાઈને બેઠેલુ એ મોત મારી તરફ આંખો માંડીને જ બેઠું છે. જાણે કે મોત દિવસોથી મારો પીછો કરી રહ્યું હતું. જાણે કોલેજના પહેલા જ દિવસે મને કિંજલથી નહી એના અંદર છુપાઈને બેઠેલ મોતથી મિત્રતા થઈ ગઈ હતી. હું એને ઓળખી કેમ ન શકી? કઈ રીતે ઓળખી શકું? કોઈ માણસ પોતાની મોતને ઓળખી શકે તો પોતાની નજીક આવવા જ કેમ દે? હું હતાશ અને નિરાશ થઈ છતાં કિંજલે એવું કેમ કર્યું? એ કેમ મારું મોત બની આવી હતી? એ હું જાણવા માંગતી હતી.

“આ બધું શું છે કિંજલ? મેં મારી જાતને સંભાળતા કહ્યું. આજે મારું બધુ તત્વજ્ઞાન નકામું ગયું હતું. શું ચાલી રહ્યું છે જરાયે અંદાજ લગાવવા હું અસમર્થ હતી. મારી જગ્યાએ કોઈ પણ હોય શું થઇ રહ્યું છે એ સમજી શકાય એમ હતુ જ નહિ. જેના પર સૌથી વધુ વિશ્વાસ હોય એ વ્યક્તિ દગો કરે ત્યારે શું ચાલી રહ્યું છે એ સમજવું શકય રહેતું નથી. કદાચ બધી સમજણ જ ચાલી જાય છે.

“એ જ તું જે જોઈ રહી છે.” કિંજલના ચહેરા પર એક સ્મિત ફરક્યું. મને એ સ્મિતમાં મને ડસેલ સાપથી પણ વધુ ઝેર દેખાયું.

“એટલે?” મારા ગળામાંથી અવાજ માંડ નીકળ્યો. જાણે મારું ગળું કોઈએ પોતાના બંને મજબુત હાથથી દબાવી નાખ્યું હોય અને મારો શ્વાસ રુધાઈ રહ્યો હોય. જાણે મારી આસપાસની હવામાંથી ઓક્સીઝન ખતમ થઇ ગયો હોય અને માત્ર ગ્રીન હાઉસ ગેસને લઈને જ હવા આમ તેમ ફરી રહી હોય.

“એ જ કે તે બહુ મોટી ભૂલ કરી નાખી છે.”

“શું ભૂલ?” મને સમજાયું નહી કે મેં એ શહેરમાં આવીને એક અઠવાડિયામાં કોઈ એવી ભૂલ કરી નાખી હોય જેના લીધે મારે મારું જીવન ગુમાવવું પડે સિવાય કે કિંજલથી દોસ્તી કરવી.

“એ તાવીજ....” તે ઉભી થઈને બોલી, તેનો અવાજ ધીમો હતો પણ મારા મનમાં એનો ઊંડો પડઘો પડી રહ્યો હોય તેમ મને લાગ્યુ, “તે તારું જીવન ઉતારી અમને સોપી દીધું..”

“કેમ?” મેં અજાણ્યા બનાવાનો પ્રયાસ કર્યો. હું જાણવા માંગતી હતી એ તાવીજમાં એવું શું છે. મૃત્યુ વેળાએ પણ મારી બધું જાણવાની ઘેલછા ઘટી નહોતી. કમ-સે-કમ હું એ તો જાણવા માંગતી જ હતી કે એ તાવીજમાં શું છે અને કપિલે મને એ કેમ આપ્યું હશે? કપિલ સાચું કહેતો હતો - અતિજ્ઞાન જાન લેવા છે પણ મેં એની વાત માની નહી. એણે મને ચેતવી હતી કે આ કોલેજ જોખમી છે. આખું નાગપુર નાગના ઝેર જેટલું જોખમી છે.

“તાવીજ એક એવી વસ્તુ હતી જે તને અમારાથી બચવી શકે તેમ હતું.” કિંજલે કહ્યું અને માથુર તરફ જોયું. તેઓ બંને એકબીજા સામે જોઈ હસ્યા. એ બંનેનું હાસ્ય મારા હૃદયમાં ડર પેદા કરવા માટે પુરતું હતું.

“તમે કોણ છો અને મને કેમ મારવા માંગો છો?” મેં સ્વાભાવિક સવાલ કર્યો.

“અમે કોણ છીએ એ મહત્વનું નથી.” કિંજલે ફરી ડોક્ટર તરફ જોયું અને એ બંનેએ એ જ ગંદુ સ્મિત એકબીજાને અદલ બદલ કર્યું, “કોણે કહ્યું અમે તને મારવા માંગીએ છીએ?”

“કારમાં બેઠેલા લોકો બિચારા કંટાળી ગયા હશે એમને બહાર લાવી દઈએ. હવે નાટક પૂરું થઇ ગયું છે?” માથુરની બાજુમાં ઉભેલ એક પાતળા માણસે પૂછ્યું. એણે કાળો શર્ટ અને લુઝ નેરો પેન્ટ પહેરેલ હતું. એ ડોકટરના મદદનીશ જેવો લાગતો હતો.

“હા, એમને બોલાવી લો.” કિંજલે એના તરફ પણ એ જ ગંદુ સ્મિત આપી કહ્યું, “બાકી નાટક તો હજુ ચાલુ જ થયું છે.”

એક પળ પહેલા હું જેને બચાવવા પોતાનો જીવ આપવા તૈયાર હતી એ મારો જીવ લેવા તૈયાર હતી. સાચે જ બધા કહેતા એ સાચું હતું કે હું બહુ ભોળી હતી. મેં ભોળા હોવા બદલ મારી જાતને નફરત કરી. આઈ હેટ માયસેલ્ફ ફોર બીઈંગ સો ઇનોસેન્ટ.

મારી નજર કાર તરફ ફેરવાઈ. હું જોવા માંગતી હતી કે હવે બીજા કયા નવા ચહેરા રંગમંચ પર આ નાટકમાં ભાગ લેવા આવે છે. મારી નવાઈ વચ્ચે એ કારમાંથી કિંજલની મમ્મી અને કેફેટેરીઆના માલિક દાસકાકા ઉતર્યા. એમની સાથે બીજા અજાણ્યા ચહેરા પણ હતા. કિંજલની મમ્મી આજે મેં એના ઘરે જોઈ હતી એવી સાદી અને સરળ ન લાગી. કોઈ સીરીયલની વિલન જેવી રેડ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં એ એકદમ અલગ જ દેખાઈ. અને દાસકાકા સાચે જ કોઈ ગુંડા જેવો લાગ્યો. કેફેટેરીયામાં દરેકને બેટા કહી બોલાવનાર મોહનદાસ કોઈ હત્યારાથી કમ ન લાગ્યો.

એ માહોલ જોઈ હું સમજી ગઈ કે હજુ એ લોકો કઈક મોટી રમત રમવાના છે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને આવનાર નવી તકલીફનો સામનો કરવા માટે માનસીક રીતે તૈયાર કરવાની નિષ્ફળ કોશિશ કરવા લાગી.

“તું શું ઈચ્છે છે કિંજલ?” મેં એને ખમોશ જોઈ કહ્યું, મને એ ખામોસી બરદાસ્ત ન થઇ.

“એ તું નહી સમજી શકે...” એના ગંદા હોઠ એક તરફી ખંધા સ્મિતમાં ફરક્યા.

“તું મને મારવા નથી માંગતી તો મને અહી આ રીતે કેમ લાવી છે?”

“તને હું શું કામ મારું. તું તો બકરી છે જેની મદદથી હું સિંહનો શિકાર કરીશ.” એ ફરી હસી. એ હાસ્ય જંગલના સિહને પણ ડરાવી નાખે એવું ભયાનક હતું, એક લુચ્ચા શિયાળ જેવું એ હાસ્ય, ભારોભાર દગો ભરેલું એ હાસ્ય.... હું ધ્રુજી ઉઠી...

“હું જાણું છું. તું બદલો ઈચ્છે છે?” મેં ગળગળા અવાજે કહ્યું.

“શાનો બદલો?” કિંજલે નવાઈથી કહ્યું એટલે હું સમજી ગઈ કે મેં અંધારામાં લગાવેલું તીર નિષ્ફળ ગયું હતું. એ બધું કોઈ બદલા માટે ન હતું.

“તો શું ઈચ્છે છે તું? તે મારા સાથે વિશ્વાસઘાત કેમ કર્યો?” મારી આંખોમાં મારી લાખ કોશિશો છતાં પાણી આવી ગયુ. હું આસુંને ન રોકી શકી. જયારે કોઈના પર ભરોસો કરીએ અને તે દગો કરી જાય ત્યારે આસુંને રોકવા મુશ્કેલ પડે છે.

“હજી ન સમજી? ખરેખર તું બહુ ભોળી છે નયના. મને તો એમ હતું તું મુંબઈ જેવા શહેરમાં ભણી છે માટે થોડીક ચાલક હોઈશ.”

“શું? શું ન સમજી? તું આ બધું કેમ કરી રહી છે?” મેં આંસુ લૂછતાં કહ્યું.

“મેં પહેલે જ દિવસે તારાથી દોસ્તી કરી, તારી નજીક આવી. પહેલે જ દિવસે મેં તારી આસપાસ એક ઝાળ રચવાનું શરુ કરી નાખ્યું હતું.” કિંજલના ચહેરા પર મારા માટે એક અજબ નફરત દેખાઈ.

“પણ કેમ? તું કેમ મને ફસાવી રહી હતી?” મારી લાખ કોશિશ કરવા છતાં મારા અવાજમાં એક ઢીલાશ રહી, “મેં તારું શું બગાડયું છે?”

“કેમકે મારે તને કપિલ પ્રત્યે આકર્ષિત કરવાની હતી પણ નસીબે મારો સાથ આપ્યો અને એ કામ આપમેળે જ થઇ ગયું.” કિંજલના ચહેરા પર જીતની ખુશી સ્પસ્ટ દેખાઈ.

“તું કેમ મને કપિલથી આકર્ષિત કરવા માંગતી હતી?” મને એનો ઈરાદો ન સમજાયો, “હું કપિલને ચાહવા લાગુ એનાથી તને શું ફાયદો?”

“હું તને બેઈટ તરીકે વાપરવા માંગતી હતી..”

“એટલે?” બેઈટ એટલે શું એ હું જાણતી હતી એ મને કોઈ સોદો કરવા માટે બાન તરીકે ઉપયોગમાં લેવા માંગતી હતી છતાં મેં પૂછ્યું, “બેઈટ?”

“મે જ તને સાપ બની ડંશ માર્યો. જેથી કપિલ તને બચાવવા આવે અને તમારા વચ્ચે પ્રેમ થાય. મેં પહેલે જ દિવસે કોલેજમાં એની આંખોમાં તારા માટે પ્રેમ જોયો હતો. તું પૂછતી હતી ને કે એ કેમ ગુસ્સામાં હતો તો સાંભળ એ પોતાની જાતને તારાથી દુર રાખવાનો પ્રયાસ કરતો હતો પણ એ પોતાની જાતને તારાથી દુર રાખી ન શકયો એટલે એ પોતાની જાત પર ગુસ્સે હતો. અને તું મુર્ખ એમ સમજતી હતી કે એ તારા પર ગુસ્સે હતો. કોલેજના પહેલે દિવસે હું સમજી ગઈ હતી કે કપિલ એવું નહી કરી શકે. એ તારાથી દુર રહી શકશે નહી. મને ખાતરી હતી.”

“તે... તે..... તે મને દંશ આપ્યો? એટલે એટલે તું ઈચ્છાધારી નાગીન છે?” મેં પૂછ્યું. મારી જીભ જાણે જાડી પડી ગઈ હોય તેમ મારો અવાજ થોથવાઈ ગયો.

“હા. હજુ કઈ વધુ સમજુતીની જરૂર છે?”

મને કિંજલના ચહેરામાં મારા જીવનમાં આવીને ડસી ગયેલી નાગિનનું પ્રતિબિંબ દેખાવા લાગ્યું.

“તું કપિલ અને એના પરિવારથી કોઈ બદલો લઇ રહી છે? એમણે તારું કઈક ખરાબ કર્યું છે?”

“ના. કપિલે મારું કઈ બગાડ્યું નથી અને તારી માહિતી ખાતર કહી દઉં કે એ માણસ નહી ઈચ્છાધારી નાગ છે. તારો કપિલ પણ એક ઈચ્છાધારી નાગ છે.”

“વોટ?” હવે મને સમજાયું કેમ કિંજલ મને તે દિવસે ઈચ્છાધારી નાગ વિષે એટલું ચોક્કસ કહેતી હતી, “તો તું એમની પાછળ કેમ છે? તે અશ્વિની અને રોહિતને કેમ માર્યા.?”

“કેમકે અશ્વિની મારી સચ્ચાઈ જાણી ગઈ હતી. એ મને ઓળખી ગઈ હતી કે હું એમનામાંથી એક છું.”

“તો શું ફર્ક પડે? એ પણ એક નાગિન જ હતી ને? એ પોતે એક નાગિન હતી તો એ તારી હકીકત જાણી ગઈ એ માટે તે એને કેમ મારી નાખી? એ તને એક સારી ફ્રેન્ડ સમજતી હતી એ પણ તે એને મારી નાખતા પહેલા એકવાર પણ ન વિચાર્યું. અને રોહિત એ બિચારો એક ગરીબ પરિવારમાંથી હતો. એના મા બાપનો એકમાત્ર સહારો હતો. એ પણ તે ન વિચાર્યું?” મેં મારો બધો જ રોષ ઠાલવી નાખ્યો.

“હા પણ અશ્વિની એક સારી નાગિન જે કોઈ નિર્દોષને સો વર્ષ સુધી ડંખ ન મારી ઇચ્છાધારી બની હતી. એ મારા જેવી લોકોનો શિકાર કરનારી ન હતી. એ મારા વિશે જાણી ગઈ હતી એટલે મારે મજબુરીમાં એને મારવી પડી અને રોહિતથી તો મને કોઈ લેવાદેવા નહોતી બસ એને બેઈટ તરીકે વાપરવામાં એ બિચારાનો જીવ ચાલ્યો ગયો. મને ખરેખર અફસોસ છે હું એ માટે તહેદીલથી માફી માંગુ છું.” કિંજલ નાટકિય ઢબે બોલી.

મને એના શબ્દે શબ્દમાં કાતિલ ઝેર મહેસુસ થયુ. આખરે તો એ એક નાગિન જ હતીને?

“કપિલ સાથે તારે શું દુશ્મની છે? એ તો તારા વિશે જાણતો પણ નથી તો તું એને કેમ મારવા માંગે છે?”

કિંજલે જયારે એ શબ્દો વાપર્યા કે તું બકરી છે જેની મદદથી હું સિંહનો શિકાર કરવા માંગું છું ત્યારે મને ન સમજાયું કે એ શું કહેવા માંગે છે પણ જયારે એણીએ કહ્યું કે રોહિત બેઈટ તરીકે વાપરવામાં મરી ગયો એનો અફસોસ થયો ત્યારે હું સમજી ગઈ કે જેમ અશ્વીનીને મારવા એણીએ રોહિતને બેઈટ તરીકે વાપર્યો એમ કપિલનો જીવ લેવા એ મને બેઈટ તરીકે વાપરવા માંગતી હતી. પણ એ માત્ર એક સંભાવના હતી જે મેં બે એકદેશી વિધાનો પરથી મેળવી હતી. હું એ વિધાનની સત્યતાની ચકાસણી કરવા માંગતી હતી અને એ માટે હજુ બીજા એકદેશી વિધાનો અથવા કોઈ એક સર્વદેશી વિધાનની જરૂર હતી અને એ માટે મારે એનાથી વાતચીત ચાલુ રાખવી જરૂરી હતી.

“કઈ જ નહી. એ બિચારો એક સારો નાગ છે એને મારી સાથે શું દુશ્મની હોઈ શકે?” તે બે ડગલા આગળ આવી, “બસ એની પાસે કઈક એવું છે જે અમારે જોઈએ છે..”

“એ શું છે?”

“એ સરપ્રાઈઝ છે ડીયર.” તે વિલનની માફક હસી, “આખા નાટકના અંતે તને સમજાઈ જશે. તું બેઈટ છે બધું તારી નજરોની સામે જ થવાનું છે બધું આખે જોઈ લેજે. સાંભળવામાં એવી મજા નહિ આવે.”

“તે મારી સાથે આવું કેમ બધું કર્યું? તે મને આમાં કેમ સંડોવી?” હું હવે બસ એ જાણવા માંગતી હતી કે એ મારો શું ઉપયોગ કરવા માંગે છે. કદાચ કોઈ રીતે વાતોમાં જાણી શકુ તેથી મેં વાત ચાલુ રાખી.

“મેં નીલ અને તેના મિત્રો પાસે આપણા પર હુમલો કરાવ્યો પણ કપિલ તારી સામે ખુલ્લો ન થયો. તને સાપ કરડ્યો ત્યારે પણ એ ખુલ્લો ન થયો. અશ્વિની અને રોહિતના મૃત્યુ સમયે પણ એ ખુલ્લો ન પડ્યો. એણે પોતાની જાતને તારી સામે છતી ન કરી. મેં ફરી એક પ્રયત્ન કર્યો અશ્વિની અને રોહિતની હત્યા થઇ એ સ્થળના કેમેરાની તને જાણ કરી. કદાચ એ કેમેરા જોવા માટે એ પોતાનું રૂપ બદલે કેમકે એ કેમેરા માત્ર મોટા ફોરેસ્ટ અધિકારીને જ જોવા મળે છે. તારા પપ્પા જેવા મામુલી અધિકારીને નહી પણ એ ન થયું ઉલટાનું એણે તને તાવીજ પહેરાવી સુરક્ષિત કરી નાખી. હવે મારી પાસે આ બધું કર્યા સિવાય કોઈ રસ્તો ન હતો.”

“તું મને તારી મૂંગી બહેરી માને મળવા કેમ લઇ ગઈ?” એ એક મુદ્દા સિવાય બધુ હું સમજી ગઈ હતી એટલે આખરે મેં એને એ પૂછ્યું.

“મને હતું કે જે અદ્રશ્ય શક્તિ સામે અશ્વિની અને રોહિત પોતાનો જીવ બચાવવા કરગરી રહ્યા હતા. એ વખતે એ લોકો કોની સાથે વાત કરી રહ્યા હતા. એમને કોણે માર્યા એ ખબર પાડવા એક લીપ રીડરની જરૂર પડશે અને એ વખતે તું મારું સજેશન કરીશ એટલે વિડીઓ જોઈ તને કપિલ અને તેના પરિવારની સાચી ઓળખ પણ થઇ જશે અને હું ખોટું લીપ રીડીંગ કરી સચ્ચાઈ પણ છુપાવી નાખત પણ તે એવું કઈ ન કર્યું.”

તેણીએ અત્યાર સુધી જે કહ્યું તે પરથી મને એક વાત સમજાઈ કે તે કપિલ નાગ છે તેવું મારી સામે ખુલ્લું પાડવા માંગતી હતી પણ કેમ એવું કરવા માંગતી હતી તે મને સમજાયું નહી.

“તું કપિલને મારી સામે નાગ રૂપે ખુલ્લો કેમ પાડવા માંગતી હતી?”

“એ એક રહસ્ય છે. એ તને આ નાટકના અંતે સમજાશે. હજી નાટકમાં એક પાત્ર આવવાનું બાકી છે.” કિંજલ હું ધારતી હતી એથી પણ વધુ ચાલાક નીકળી. તેણીએ મને એટલુ જ કહ્યું જેનાથી એને કોઈ ફરક પડતો નહોતો. હું એનાથી વાતચીત કરીને પણ એ મારો શું ઉપયોગ કરવા માંગતી હતી એ સમજી ન શકી.

“કોણ આવવાનું બાકી છે?” મેં જાણવાનો પ્રયાસ કર્યો.

“યોંર વન એન્ડ ઓન્લી કપિલ.” કિંજલ કોઈ ફીલ્મના વિલનની અદાથી મારી આસપાસ આંટા લગાવવા લાગી.

“કપિલ?”

“હા. એ આવશે પછી જ તો આ નાટકનો અંતિમ ભાગ ભજવાશે અને તમારી જિંદગીનો પણ અંતિમ ભાગ. હું તને અત્યારથી મારી નાખું તો એને કેવું દુ:ખ લાગે.” કિંજલે અમારી બાજુમાં ઉગેલા એક છોડના ફૂલને તોડી હાથમાં લીધું અને કચડી નાખ્યું. એ બહુ ઝેરી હતી.

“તમને ભેગા જીવવા ન મળ્યું તો કઈ નહી ભેગા મરવાનો મોકો તો આપવો જ જોઈએ ને?” કિંજલની મમ્મી વચ્ચે બોલી. એના ડાયલોગ પરથી મને લાગ્યું કે એ સ્યોર અક્ષય કુમારની ફેન હશે કેમકે અક્ષય જયારે વિલનની ભૂમિકામાં હોય એવો ટોન એના ડાયલોગનો હતો. એ બોલી શકતી હતી. હું કોલેજમાં આવી એ પહેલા દીવસથી જ મારા આસપાસ રમત રમાવા લાગી હતી અને મને એનો અંદાજ પણ ન હતો.

“તમે બોલી શકો છો?” મેં નકામો સવાલ કર્યો. કદાચ એ ઓવર એક્ટીગમાં કઈક બોલી જાય જેથી મને કોઈક કલુ મળી જાય. બસ ગમે તેમ કરી હું જાણવા માંગતી હતી કે એ લોકો આ બધું કેમ કરી રહ્યા છે.

“હા, બોલી શકું છું પણ તારી હાજરીમાં તને કિડનેપ કરવાની વાત ન કરાય એટલે અમારે ઇશારામાં વાત કરવી પડી હતી.” કીજલની મમ્મી હસી. તે ઓરત ભયાનક લાગતી હતી. મને હજુ એનું નામ પણ ખબર નહોતી, મેં કિંજલને એની મમ્મીનું નામ તો પુછ્યુ જ નહોતું. એ દિવસે મા દીકરી મારી સામે જ મારા કીડનેપીંગનો પ્લાન બનાવતી હતી અને હું મૂરખની જેમ એ બધું જોઈ રહી હતી. સાચે જ કિંજલ માસ્ટર પ્લાન લઈને બેઠી હતી.

“નીલ.. વિક્રમ..” કિંજલે નીલ અને એક બીજા છોકરાને બોલાવ્યા. મને સમજાયું નહી એ શું કરવા માંગતી હશે. એ બંને નજીક આવ્યા એટલે એમને મારા મો પર ટેપ લગાવવા કહ્યું. હું ઘણો વિરોધ કરતી રહી પણ એ બે જણ સામે મારી શક્તિ ઓછી પડી. નીલ અને વિક્રમે મારા મો પર ટેપ લગાવી મારા હાથ નાયલોનની દોરીથી મારી પીઠ પાછળ બાંધી નાખ્યા. એ દોરી સાચે જ હું જેમ છૂટવા જોર લગાવું એમ કડક થવા લાગી અને મારા હાથની ચામડી છોલાઈ ગઈ. મને લાગ્યું થોડીક વારમાં મારા હાથ મારા જ લોહીથી ભીના થઇ જશે.

મેં કિંજલ તરફ જોયું એ ફોન લગાવી રહી હતી. હું સમજી ગઈ એ કોને ફોન લગાવી રહી હતી. કપિલને. એ કપિલને ફોન લગાવી રહી હતી.

“કપિલ... હું કિંજલ...”

સામે છેડેથી કપિલે શું કહ્યું હશે એ મને સાંભળ્યું નહી પણ મેં અંદાજ લગાવ્યો કે એણે કહ્યું હશે “શું થયું કિંજલ?”

“નયના કિડનેપ થઇ ગઈ છે અને તું એકલો જ ભેડા ઘાટ પર આવજે જો એને જીવિતી દેખવા માંગતો હોય તો...”

સામે છેડેથી કપિલે શું કહ્યું એ મને ન સંભળાયું... ત્યારબાદ કિંજલે બે ત્રણ વાર હમમમ... અને હા.. એવું કહ્યું અને છેલ્લે એણીએ હું વધારે રાહ નહી જોઈ શકું કેમકે ડોક્ટર માથુરને કલીનીક જવામાં મોડું થઇ રહ્યું છે કહી ફોન કાપી નાખ્યો.

હું સમજી ગઈ કપિલે કહ્યું હશે હા હું એકલો જ આવું છું એને કઈ ન કરતા. પણ કિંજલે માથુરનું નામ કેમ આપ્યું....? કદાચ માથુરનું નામ કપિલને વધુ ડરાવવા માટે હતું જેથી એ સીધો જ ત્યાં આવી જાય... એનો અર્થ એ હતો કે માથુર જ મુખ્ય ચહેરો હતો... એ લોકો મારા સાથે જે રમત રમ્યા એ રમત કપિલ સાથે રમી રહ્યા હતા... પણ હું મજબુર હતી... હું કશુ જ ન કરી શકી.. ત્યાં ઉભા રહી કપિલને એમની જાળમાં ફસાતો જોવા સિવાય હું કઈ ન કરી શકી... ત્યારે હું કેટલી બેબસ અને લાચાર હતી તે અહી લખી શકવું અશક્ય છે...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky