નક્ષત્ર (પ્રકરણ 15)

એ રાતે હું એકદમ સારી રીતે ઊંઘી અને બીજા દિવસે હું થોડીક મોડી ઉઠી કારણ કે મેં એ જ વિચિત્ર સપનું જોયું હતું જે સપના મને હોસ્ટેલમાં આવતા હતા એ જ સપનું. પણ હોસ્ટેલના સપના હમેશા અધૂરા હોતા આજે સપનું પૂરું તો ન હતું પણ પહેલા કરતા લાંબુ હતું. મને ઘણી બધી એ ચીજો દેખાઈ હતી જે મને પહેલા નહોતી દેખાતી.

હું ફટાફટ તૈયાર થઇ અને ભૂખ ન હોવા છતાં મમ્મીની ખુશી ખાતર હળવો નાસ્તો લઇ કોલેજ જવા નીકળી. મને આખી માર્કેટ રંગ વિનાની દેખાઈ. મારા હ્રદય જેટલી જ કોરી. સગુનથી હું ડાબી તરફ વળી ગઈ કેમકે મારે ખરેખર કોલેજને બદલે ભેડા જવું હતું. હું કોલેજ બંક કરી ભેડા જવા માંગતી હતી. હું એ ખંડેર મંદિર જોવા માંગતી હતી - મારું એની સાથે કોઈક કનેકસન તો હતું.

ત્યાં કઈક તો હશે જ જે મને મારા સપના અને એ સ્થળને જોડતી કોઈક લીંક પૂરી પાડે. મારા અને કપિલ વચ્ચે જે સબંધ હતો એની લીંક પણ ત્યાંથી જ મળવાની મને આશા હતી. મારું ઇન્સ્ટીકટ મને ત્યાં જવા પ્રેરણા આપી રહ્યું હતું અને એ કયારેય ખોટું નથી પડ્યું.

“નયના..” મેં ઓટો રોકવા હાથ કર્યો એ જ સમયે મને પરિચિત અવાજ સંભળાયો. પાછળ જોયા વિના પણ મને ખબર પડી ગઈ કે એ કપિલ હતો. એ અહી ક્યાંથી આવ્યો હશે? શું એ મને ફોલો કરતો હશે?

મેં પાછળ ફરી એની તરફ જોયું. આજે પહેલીવાર એ શર્ટને બદલે - હાલ્ફ સ્લીવ ટીશર્ટમાં હતો.

“હેય..” એ મારી નજીક આવ્યો, એના હાથમાં એની બ્રાન્ડેડ વોચ અને આંગળીમાં વીંટી એમના એમ હતા. મને નવાઈ લાગી કે એ ક્યારેય એ બંને ચીજો ઉતારતો હશે કે કેમ?

“હાય.” મેં મારા એકસાઈટમેન્ટને છુપાવતા એનું ગ્રીટિંગ કર્યું, “તે ગઈકાલે બે બોરિંગ લેકચર મિસ કરી નાખ્યા.”

“એ બંને મને ગમતા લેકચર હતા.” એ હસ્યો, “કદાચ તને વિશ્વાસ નહિ થાય.”

હું પૂછવા માંગતી હતી કે એ તને ગમતા લેકચર હતા તો તે મિસ કેમ કર્યા પણ મને ખબર હતી કે એ જવાબ આપવાને બદલે ફરી કોઈ તત્વજ્ઞાન કરવા લાગશે એટલે મેં કઈ ન પૂછ્યું.

“તો કોલેજને બદલે કયા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે?” એણે પૂછ્યું, અમે બાજુ બાજુમાં હતા.

“આઈ.. હમમ... ધેટ નન ઓફ યોર બીઝનેસ.” મારા ભવાં તંગ થયા - મને એનો સવાલ ગમ્યો નહોતો.

“હવે તું મારા જેવો વર્તાવ કરી રહી છો.” એણે કહ્યું, “ડોન્ટ બિહેવ લાઈક મી - અ રુડ વન.” એની  હિપ્નોટાઈઝ આંખો મારા ચહેરાને તાકી રહી.

“જસ્ટ ટ્રાયિંગ...” મેં એને સ્મિત આપતા કહ્યું, “તારા જેવા બનવાનો પ્રયાસ કરું છું.”

“ગૂડ એટ ફસ્ટ ટ્રાય.”

“વોટ ડુ યુ વાન્ટ ફ્રોમ મી?”

“આ બધું ભૂલી જા અને બીજા લોકો જેમ એક નોર્મલ લાઈફ જીવવાનો પ્રયાસ કર.”

“મારું જીવન બીજા જેટલું નોર્મલ નથી.” મેં વાંધો ઉઠાવ્યો.

“બધાના જીવનમાં કઈક એબનોર્મલ હોય છે પણ એના લીધે લોકો નોર્મલ જીવન જીવવાનું બંધ નથી કરી દેતા.” કમ-સે-કમ એ મારી વાત સાથે સહમત તો થયો કે મારું જીવન નોર્મલ નથી, “વી શૂડ અવોઇડ ઈટ.”

“વાય?”

“ફરી તારે કારણ જોઈએ છે જે માત્ર એક ભ્રમણા છે.”

“મારા માટે તો જિંદગી જ એક ભ્રમણા છે.” મેં કહ્યું, “માય લાઈફ ઈઝ જસ્ટ એન ઈલ્યુંસન.”

“લેટ્સ ગો ટુ માય હોમ.” એણે એકાએક ટોપિક બદલી નાખ્યો.

“ફોર વોટ?”

“મને લાગે તને ભેડા કરતા વધુ રહસ્યો મારા ઘરે પણ જાણવા મળી જશે.” એણે બંને હાથ પોકેટમાં નાખ્યા.

“હું બસ જાણવા માંગુ છું. મને ફરક નથી પડતો એ રહસ્યો મને કયાંથી  જાણવા મળે છે.”

“હમમ...” કપિલે એક હાથ કરી ઓટો રોકી અને અમને એના ઘરે પહોચતા માંડ દશેક મિનીટ જેટલો સમય થયો જે અમે ચુપચાપ વિતાવ્યો કેમકે અમારી દલીલો સાંભળી ઓટો ડ્રાયવર અમને વચ્ચે જ ઉતારી નાખે એમ હતો. એક તો પારસ ભુવન  વિશે નાગપુરમાં અનેક અફવાઓ હતી. કોઈ ત્યાં જવાનું પસંદ ન કરતુ અને ઉપરથી જો અમને આવી વિચિત્ર વાતો કરતા સાંભળી લે તો ઓટો ડ્રાયવર ચોક્કસ અમને રસ્તામાં જ ઉતારી નાખે.

ઓટોમાંથી પારસ ભુવનના મુખ્ય ગેટ આગળ અમે ઉતર્યા. કપિલે ઓટો ડ્રાયવરને ભાડું ચુકવ્યું. હું ઉતરતા જ મુખ્ય ગેટને જોઈ રહી. એ દરવાજો એકદમ અલગ હતો. બંગલાનું વિશાળ પરિસર વૃક્ષોથી ઘેરાયેલું હતું અને એને સુરક્ષિત કરતી ઊંચા કદની દીવાલ અને એ મોટો લોખંડનો દરવાજો.

“આટલો મોટો દરવાજો..?” મેં નવાઈથી પૂછ્યું.

“જૂની ફેશન છે.” કપિલે કહ્યું, “અમારો ટ્રાન્સપોર્ટનો બીઝનેસ છે. ટ્રકો અંદર લાવી શકાય એ માટે આ દરવાજો ઉપયોગી છે.”

હું દરવાજા નજીક જઈ દરવાજાને ઓબઝર્વ કરવા લાગી. એના પર અજાયબ નકશીકામ કરેલું હતી. એ દરવાજાના મધ્યમાં અશ્વિનીની રીંગ જેવું જ કોઈ પાંખોવાળું હ્યુમેનોઈડ નકશીની ભાતથી બનેલું હતું. મને ખાતરી હતી કે એ કોઈ સુરક્ષા માટે જ હતી.  પણ કોનાથી સુરક્ષા માટે? કમ-સે-કમ એ ઘરમાં ઘુસી આવતા ચોર બર્ગલર માટે તો ન જ હતું. એ કોઈ સુપર નેચરલ તત્વથી સુરક્ષા મેળવવા માટે જ હોવું જોઈએ એમ મને લાગ્યું. કોઈ ચોર તો આમ પણ એ ઘરમાં રાત્રે જવાની હિમ્મત ન કરી શકે.

“અંદર જઈશું..” કપિલે દરવાજાની ખડકી ખોલી, “મેં તને કહ્યું એમ ભેડા કરતા તને અહી વધુ જાણવા મળશે.”

હું તેને ફોલો કરતી બંગલાના પ્રેમીસમાં દાખલ થઇ. એ બે માળના મોટા બંગલાને  નવો જ રંગ કરેલો હતો. નવા બ્રાઈટ વાઈટ પર્પલ પાર પણ ઓરીજનલ મસ્ટાર્ડ યેલોની ઝલક દેખાઈ આવતી હતી. ઘરના આગળના ભાગમાં છ સાત જેટલા એકદમ જુના વૃક્ષો હતા. એમાં એક રાયણ અને બે લીમડા સિવાયના ઝાડને હું નામથી ઓળખતી નહોતી. મને નવાઈ લાગી કે એ મારા વિસ્તારમાં થતા ઝાડ હતા કે પછી કોઈં અન્ય વિસ્તારમાં થતા વૃક્ષોને ત્યાં વર્ષો પહેલા કોઈએ વાવ્યા હશે. મારા ધબકારા થોડા વધ્યા. મને ત્યાં શું જાણવા મળશે? કપિલ મને એના ઘરે કેમ લઇ આવ્યો હશે? એ સવાલો મને એકાએક જ થયા.

એક ઊંડો શ્વાસ લઇ હું કપિલ સાથે ઝાંખા ઉજાસથી પ્રકાશિત દીવાન ખંડમાં પ્રવેશી. અંદર એકદમ ઠંડક હતી – બિલકુલ મારા સપના જેવી ઠંડક.

“વેલકમ.” મને ફીમેલ વોઈસ સંભળાયો. એ ક્લાર્ક મેમ હતા - કપિલના મમ્મી. એમના ચહેરા પર એકદમ ફ્રેશ સ્મિત હતું.

“થેંકસ.” મેં સોફટ અવાજે સ્વાગત બદલ એમનો અભાર માન્યો અને ફોયરમાં એક નજર ફેરવી. ત્યાં માત્ર જુનું ફર્નીચર જ હતું. મોટા ભાગની જૂની લાકડાની ખુરશીઓના હેન્ડ પર અજાયબ કોતરણી કામ કરેલું હતું. એ જરાક અજાયબ હતું પણ કપિલ જેવા અજાયબ વ્યક્તિના ફોયર માટે નહિ.

“મમ્મી, અમે મારા રૂમમાં છીએ.” કપિલે કહ્યું.

“કોઈ ચીજની જરૂર હોય તો જસ્ટ મને અવાજ આપજો.”

મેં જવાબમાં માત્ર હકારમાં માથું હલાવ્યું અને કપિલ સાથે ઉપર એના રૂમમાં જવા સીડીઓ ચડવા લાગી. મેં બહારથી જોઈ કલ્પના કરી હતી એના કરતા ઘર એકદમ અલગ હતું. પુરા ઘરમાં લાકડાની મોટી મોટી અલમારીઓ ગોઠવેલી હતી. મને એ ઘર કોઈ જુના મ્યુજીયમ જેવું લાગ્યું. સો વર્ષો કરતા પણ જુના લાકડાની એ અલમારીઓ પર પણ ચિત્ર વિચિત્ર કોતરણી કરેલી હતી. કદાચ ગવર્મેન્ટનું પુરાતત્વ ખાતું એ ઘરની મુલાકાતે આવ્યું હોત તો સોમનાથમાંથી મળેલા લાકડાના સાતસો વર્ષ જુના કોતરણી કામ બાદ એ ઘરની ચીજોને બીજા નંબર પર મૂકી દીધી હોત અને બાળકોને અભ્યાસક્રમમાં એ ઘર વિશે ફરજીયાત એક પાઠ ભણવો પડ્યો હોત.

“તું મને શું બતાવવાનો છો?” અપસ્ટેઈર પહોચતા જ મેં પૂછ્યું.

“આઈ વિલ શો યુ.” એણે મારો હાથ પકડી મને અચંબામાં મૂકી દીધી. હાથનો સ્પર્શ જાણે મને બીજી દુનિયામાં તાણી ગયો. એ સ્વર્ગના અનુભવ જેવો સ્પર્શ થતા જ મારું હર્દય છાતીમાં ફલીપ ફ્લોપ કરવા લાગ્યું. મને એમ લાગ્યું કે જો મારો હાથ વધુ સમય એના હુંફાળા હાથમાં રહ્યો તો મારુ નાજુક હર્દય મારા સીના બહાર આવતું રહેશે.

“ઓકે...”

“તો તું પુનર્જન્મમાં વિશ્વાસ કરે છે?”  કપિલે મને એના રૂમમાં તાણી જતા પૂછ્યું. એ બેડરૂમ કમ સ્ટોરરૂમ વધુ લાગતો હતો.

“લાસ્ટ લાઈફ..” મેં એને સ્મિત આપ્યું, “એ મારા માટે ખાસ સરપ્રાઈઝ જેવું નથી.”

“વાય નોટ?” એણે પૂછ્યું, એના ચહેરા પર સીરીયસ એક્સપ્રેસન હતા.

“નો, લાસ્ટ લાઈફ એ માત્ર ફિલ્મોને હીટ બનાવવા અને બૂકોને બેસ્ટ સેલર બનાવવા માટેનો કોનસેપ્ટ છે.” મેં મારો હાથ એના હાથમાંથી ખેચી લેતા કહ્યું. મારો હાથ એના હાથમાં હોય ત્યાં સુધી હું કોઈ લોજીકલ જવાબ આપી શકું તેમ નહોતી. એ સ્પર્શથી હું અલગ જ દુનિયામાં ખોવાઈ જતી હતી.

હળવું સ્મિત એના ચહેરા પર પણ ફેલાઈ ગયું, “એવરીથિંગ ઈઝ રીયલ. નયના, જો તમે વિશ્વાસ કરો તો એ ચીજ હીકીકત બની જાય છે નહિતર એ એમ જ પડી રહે છે.”

એની આંખો ફરી ડીપ ગોલ્ડ બની ગઈ. એ મને હિપ્નોટાઈઝ કરી રહી હતી. એમાં ગજબ સંમોહીની હતી.

“તું મને શું કરી રહ્યો છે?” મેં પૂછ્યું, “તારી આંખોમાં કઈક એવું છે જે મને સમજાતું નથી.”

“ઓહ! સોરી...” એણે કહ્યું અને પોતાની આંખો બીજી તરફ ફેરવી લીધી.

“મે બી આઈ શૂડ જસ્ટ ગો.” મેં એક ડગલું પાછળ હટી જતા કહ્યું, ખબર નહિ ભયને લીધે કે કેમ પણ મને રુવાડા ઉભા થઇ જતા અનુભવાયા.

“નો, નોટ યેટ, પ્લીઝ. હું તને કઈક બતાવવા માંગુ છું.” એણે આગળ વધી ફરી મારો હાથ પકડ્યો. એ મારો હાથ પોતાના હાથમાં રાખી મને જોઈ રહ્યો. હું એ નજરોનો પ્રતિકાર ન કરી શકી.

“ઓલરાઈટ.” મને લાગ્યું જાણે મેં એનો પ્રસ્તાવ સ્વીકાર્યો એથી કપિલે રાહતનો શ્વાસ લીધો.

“ધીસ વે.” તે મને બેકરૂમના દરવાજા તરફ લઇ ગયો, “અહી જ બધું રહસ્ય છુપાયેલું છે. ફરી એના શબ્દો રહસ્યમયી બની ગયા.

“બેક હિયર ઈઝ વેર ધ મિસ્ટ્રી બીગીન્સ.” મેં નવાઈથી પૂછ્યું.

“યસ.” એણે બેકરૂમનો દરવાજો ખોલ્યો.

જયારે અમે ઝાંખા ઉજાસમાં પ્રકાશીત બેકરૂમમાં પ્રવેશ્યા મારી આંખો નવાઈથી પહોળી થઇ ગઈ. એ આખો રૂમ પણ જુના લાકડાના ફર્નીચરથી કવર થયેલો હતો. બધું જ એન્ટીક - સો વર્ષો કરતા પણ જુનું. મારી આંખો બેકરૂમનું નિરક્ષણ કરવા લાગી. દિવાનખંડ જેવડા જ કદના એ રૂમમાં સો કરતા પણ વધુ લાકડાની બનેલી પેટીઓ અને સામાન્ય કદના લાકડાના પટારા અસ્ત વ્યસ્ત ગોઠવાયેલા હતા.

“હાઉ કેન યુ હેવ સચ અ લાર્જ વેરહાઉસ બેક હિયર?” હું આસપાસ જોતા ગણગણી, “બહારથી તો ઘરમાં આટલા મોટા રૂમ હોય એવું નહોતું લાગતું.”

“બહારથી શું દેખાય છે એનાથી કયારેય છેતરાવું ન જોઈએ.” એણે ફરી તત્વજ્ઞાન શરુ કરી નાખ્યું, “વોટ ઈઝ ઓન આઉટસાઈડ ઈઝ ઓલવેઝ ટુ ડીસીવ.”

“હા, જાણું છુ.” હું હજુ રૂમને ઇડીયટની જેમ જોઈ રહી હતી. લુકસ આર ડીસીવીંગ. મેં વિચાર્યું.

“તું કલ્પના કરી શકે એના કરતા પણ વધુ...” કપિલે કહ્યું.

“તે ફરી મારું મન વાંચ્યું.?” મેં અવિશ્વાસ સાથે કહ્યું. મને વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે કોઈ મારા વિચારો પણ સાંભળી શકે.

“મેં એ ઈરાદાપૂર્વક નથી કર્યું..” એણે મારું મન વાંચ્યાનું કબુલ્યું, “કોઈ પણ ટ્રાય કર્યા વિના જ તારા વિચારો ઘણીવાર મને આકાશવાણીની જેમ સંભળાવા લાગે છે.”

“તું એકદમ વિચિત્ર છો.” રૂમમાં આગળ વધતા મેં કહ્યું, હું એ રૂમની દરેક ચીજ જોવા માંગતી હતી. ખરેખર કપિલ એકદમ વિચિત્ર હતો પણ સાથે સાથે એ સુપર ક્યુટ પણ હતો. મને એના વિચિત્ર હોવાથી કોઈ વાંધો નહોતો.

“તું મને શું બતાવવા માંગે છે?”

“ઘણું બધું એવું છે જે હું તને બતાવવા માંગુ છું બસ હું ન કહું ત્યાં સુધી કોઈ ચીજને અડીશ નહિ.”

“કેમ?”

“કેમકે હું તને ફરી હોસ્પિટલમાં જોવા નથી માંગતો.”

“હોસ્પીટલમાં?” મને નવાઈ લાગી.

“હા, કેમકે એ દરેક ચીજો એ રીંગની જેમ અજબ વિઝન બતાવે છે.” કપિલે કહ્યું, “ધે ઓલ ગીવ શોકિંગ વિઝ્ન્સ, યુ કેન બી ફેઈન્ટ.”

“ફાઈન.” મેં બેફિકરાઈથી કહ્યું.

“મોટાભાગની ચીજો મેં ભેડા ઘાટ પાસેના ખંડેર મંદિર આસપાસથી કલેકટ કરી છે. એને હેન્ડલ કરવામાં તારે બહુ કાળજી રાખવી પડશે.” એનો ચહેરો એકદમ ગંભીર બની ગયો, “સમ ઓફ ધીઝ આઈટમસ કેન બી ડેન્જરસ ઇફ યુ ડોન્ટ નો વોટ યુ આર ડુઈંગ.”

“આઈ હેવ અલરેડી બીન વોર્ન્ડ.” મેં એની આંખોમાં જોયું, ફરી મને એ જ સંમોહન અનુભવાયું.

તેણે નીચા નમી એક લાકડાની પેટી ખોલી. હું એની તરફ ગઈ એ પહેલા જ એણે એ બંધ કરી નાખી, “સોરી! એમાં તારા કામની કોઈ ચીજ નથી.”

“કેમ?”

એણે કઈક કહેવા મોં ખોલ્યું પણ એનું મન બદલાઈ ગયું હોય એમ કઈ બોલ્યો નહિ.

“સો..” મેં કહ્યું, “તને કઈ બતાવવા લાયક ન મળી રહ્યું હોય તો હું આવતી કાલે ફરી આવીશ. ત્યાં સુધી કદાચ એ તને મળી જશે.”

“તને સત્ય કહેતા મને સમય તો લાગે જ ને..?” એણે નીચા નમી એક બીજી લાકડાની પેટીનું ઢાંકણ ખોલ્યું, “રહસ્ય શોધવું તને સહેલું લાગે છે?”

મેં ખુલ્લી પેટીમાં જોયું. એ નાનકડા પટારા જેવી હતી. પેટીના ઢાંકણ પર ત્રણ સાપ એકબીજાને વીંટળાયેલા હોય એવા નાગ મંડળની આકૃતિ રચાયેલી હતી. એ સાપ એકદમ સાચુકલા હોય એવું લાગ્યું. પેટી ચાંદીના ઘરેણાથી ભરેલી હતી, બ્રેસલેટ, નેકલેસ, ઈયર-રીંગઝ, કટિબંધ અને એવા કેટલાય ભારતીય પરંપરા મુજબના ઘરેણાથી ટંક છલકાઈ રહ્યો હતો.

મેં નીચા નમી એક કંદોરો હાથમાં લીધો - એના પરની કોતરણીમાં એક નામ દેખાયું - અનન્યા. મને મારી આંખો પર વિશ્વાસ ન થયો. મેં એ કોતરણી પર હાથ ફેરવ્યો એ સાથે જ મારી આસપાસનું દ્રશ્ય બીજા એક દ્રશ્યમાં ઓગળી ગયું.

હું એક જુવેલરી શોપમાં ઉભી હતી. એ શોપ આજના જેવી મોડર્ન નહોતી પણ ૧૯૮૦ કે ૯૦ ના દાયકાની હતી. એ દુકાન કરતા કોઈ સોનીનું ઘર વધુ લાગતું હતું. મારા માથા પર ખપરેલના છજા વાળી સીલીંગ હતી. એ કોઈ જુના ઘરની ઓસરી જેવું હતું છતાં મને ખાતરી હતી કે એ સોનીની દુકાન હતી અને હું એક ઓલ્ડ એજ ગોલ્ડસ્મિથ સામે ઉભી હતી.

“કમરબંધ પર એનું નામ કોતરવાનું છે.” મારી બાજુમાં ઉભેલી સ્ત્રીએ કહ્યું.

“કઈ તરફ?” સોનીએ પૂછ્યું.

“ડાબી તરફ.” મારી બાજુમાં ઉભેલી સ્ત્રીને બદલે મેં જ જવાબ આપ્યો.

કપિલે મારા હાથમાંથી એ કમરબંધ તાણી લીધો અને ફરી જુના જમાનાના જુવેલરી શોપનું દ્રશ્ય અદ્રશ્ય થઈ ગયું.

“એ મારી મમ્મી હતી.” મેં કહ્યું, મારી આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા, “મને એમ લાગ્યું જાણે એ મારી મમ્મી હતી.”

“હા, પણ તારા ગયા જન્મની મમ્મી.” કપિલે મારો હાથ પોતાના હાથમાં લીધો, “મેં તને ચેતવી હતી, આ બધી ચીજો કોઈને કોઈ વિઝન આપે છે. મને પણ ઘણી એવી વિઝન દેખાઈ છે જે જોયા પછી હું કલાકો રડ્યો હોઉં.

“એ શું હતું?” મને કઈ સમજાયુ નહી, “મને કેમ વિઝન દેખાઈ?”

“મને ખબર નથી પણ મેં જયારે આ બધી ચીજોને પહેલીવાર ટચ કરી મને અલગ અલગ વિઝન દેખાઈ હતી. હજુ ઘણી એવી ચીજો છે જે વિઝન આપી શકે છે. તું ચકાસવા માંગીશ?”

“હા..” મેં હકારમાં ઉતર આપ્યો, ભલે એ વિઝન મને દુખ પહોચાડતી હોય હું જાણવા માંગતી હતી કે મારા સપનાઓનું શું રહસ્ય છે.

એણે મારો હાથ છોડ્યો. નીચા નમી એક લાકડાનું બોક્ષ ખોલ્યું, એના ઢાંકણ પર પર એ જ નાગ-મંડળની આકૃતિ રચાયેલી હતી. મને નવાઈ લાગી કે ત્યાં લાકડાની દરેક પેટી પર નાગ-મંડળની આકૃતિ કેમ હશે?

કપિલે એ એકસો સાઈઠ વર્ષ કરતા પણ જુના પટારામાંથી એક જુનું પુસ્તક નીકાળ્યું અને મારી સામે લંબાવ્યું, “કેરફુલી, ઈટ ઓલ્સો હેઝ અ વિઝન.”

મેં હકારમાં આંખો નમાવી અને જેવી બૂક હાથમાં લીધી મને એમ લાગ્યું જાણે હું એક બૂકસ્ટોલમાં ઉભી હતી. એકદમ ગરમ વાતાવરણ હતું. દુકાનમાં લાગેલા બંને પંખા ફૂલ સ્પીડ પર હતા અને છતાં દુકાનમાં બળી જવાય એટલી ગરમી હતી. ખુલ્લા શટર તરફના કાચના પાર્ટીસન આરપાર બપોરના દઝાડી નાખતા કિરણો તાપ લઈને દુકાનમાં પ્રવેશી રહ્યા હતા. લાકડાની અલમારીઓમાં ગોઠવેલું દરેક પુસ્તક એ કિરણોમાં ચમકી રહ્યું હતું.

દુકાનમાં ચારે તરફ નવા નકોર કાગળની અને એ કાગળો પર તડકો પડતા નવી શાહીની સુવાસ ફેલાયેલી હતી. એ પુસ્તકોના કોઈએ વાંચ્યા વીનાના અક્ષરો જાણે હવામાં આમ તેમ ફરી રહ્યા હતા.

હું કાચના પાર્ટીસનનો દરવાજો ખોલી અંદર દાખલ થઇ એ સાથે બહારની ગરમ હવાનો મોટો જથ્થો અંદર ધસી આવ્યો. મેં ગરમા હવાના વધુ જથ્થાને અંદર આવતો અટકાવવા માટે ઉતાવળે દરવાજો બંધ કર્યો અને દુકાનમાં દાખલ થઇ.

હું કાઉન્ટર પર ગઈ ત્યારે ત્યાં બેઠેલો છોકરો પુસ્તક વાંચવામાં મગ્ન હતો. મેં રોમાન્સ જેનરના સારા પુસ્તકો વિશે પૂછ્યું. એ મારી ફેવરીટ જેનર હતી. કાઉન્ટર પરના યુવકે કાચના શો કેસમાંથી કેટલાક પુસ્તકો નીકાળી કાઉન્ટરના કાચ પર મુક્યા. મેં એ પુસ્તકોમાંનું એક પુસ્તક હાથમાં લીધું અને એ સાથે જ એ દ્રશ્ય હવામાં ઓગળી ગયું.

ફરીવાર હું કપિલ સાથે એના બેડરૂમ કમ સ્ટોરરૂમમાં આવી ગઈ. મારા હાથમાં કપિલે એ જ પુસ્તક આપ્યું હતું જે મેં વિઝનમાં જોયું હતું.

“તું... તું મારી વિઝનમાં હતો.” મને હવે ખુબ નવાઈ થઇ. મારા મનમાં ભયાનક તુફાન મચ્યું.

“આઈ નો.”

“તારે પહેલા બુક શોપ હતી?”

“ગયા જન્મમાં હશે તો મને ખબર નથી.” એના ચહેરા પર સ્મિત આવ્યું, “આ જન્મમાં તો હું તારા કલાસમાં ભણતા વિધાર્થી સિવાય કઈ નથી. હું કોઈ બુક શોપનો ઓનર નથી.”

“મારે હવે જવું જોઈએ.” હું ગભરાવા લાગી હતી.

“ઓકેય.” એણે કહ્યું, “હિયર, આઈ વિલ વોક યુ આઉટ.”

“ઓકેય.” હું બહાર જવા પાછી ફરી ચાલવા લાગી એ જ સમયે મારા પગે એક નાનકડા બોક્ષને ઠોકરે ચડાવી દીધું અને હું એક ખુલ્લા બોક્ષ સાથે ટ્રીપ ઓવર થઈ. કપિલે મને સમયસર પકડી ન લીધી હોત તો હું એ ખુલ્લા બોક્ષમાં પડવાની હતી, મેં એનો મજબુત હાથ મારી કમર પર અનુભવ્યો, મારા આખા શરીરમાંથી વીજળી દોડી ગઈ.

“હું તને એક પ્રશ્ન પૂછી શકું?” મેં વિનંતી કરી, હું હજુ એના હાથની પકડમાં જ હતી, જો તેની એ પકડ છૂટી જાય તો ચોક્કસ હું ખુલ્લી પેટીમાં પડું તેમ હતી.

“હા, પણ એક જ.” એ સહમત થયો.

“તને કઈ રીતે ખબર કે હું કોલેજ જવાને બદલે ભેડા જઈ રહી છું?” મેં એની આંખમાં જોઈ રહેતા કહ્યું.

“હું તારા વિચારો સાંભળી શકું છું.” એણે મારાથી નજર ન ફેરવી, એ મારી આંખોમાં જોઈ રહ્યો.

“હાઉ ડઝ ઈટ વર્ક - ધ માઈન્ડ રીડીંગ થિંગ?” મેં પૂછ્યું, “તું ગમે તેનું મન વાંચી શકે છે?”

“ધેટ ઈઝ મોર ધેન વન.” એણે મારી આંખોમાં જ જોતા રહી કહ્યું, “તે એક પ્રશ્ન પૂછવાની શરત કરી હતી.”

હું કઈ બોલી નહિ બસ એની આંખોમાં તાકી રહી. મારા શરીરમાં હજુ વીજળી દોડી રહી હતી કે આખું શરીર ઈલેક્ટ્રીફાય થઇ ગયું હતું એ મને સમજાયું નહિ.

“ના, હું માત્ર તારા જ વિચારો વાંચી શકું છું. એ પણ હમેશા નહિ.”

“મતલબ.”

“આઈ હેવ નો કંટ્રોલ ઓવર ધીસ થિંગ.”

“હવે મારે જવું જોઈએ.” મેં કહ્યું, પણ હજુ હું એ જ સ્થિતિમાં હતી કે જો એ મને છોડે તો હું નીચે પડી જાઉં, “કદાચ હું જઈ શકીશ કે કેમ..?”

“તારે ઘણું પહેલા જ ચાલ્યા જવું જોઈતું હતું.” એણે કહ્યું.

“હું તને છોડીને ક્યારેય જવા નથી માંગતી.” હું બબડી, એની આંખોમાં મેં આંખો પરોવી રાખી હતી.

“ધીસ ઈઝ સમથીંગ આઈ એમ અફ્રેડ ઓફ, ઇન્ડીડ.” એણે કહ્યું, “મારા સાથે રહેવું તારા માટે ફાયદાકારક નથી.”

“લવ ઈઝ નેવેર ફોર બેનેફિટ.” મેં એની ઊંડાણવાળી આંખોમાં જ તાકી રહેતા કહ્યું.

“પ્રેમ એ શું છે?” એણે મારો હાથ હાથમાં લઇ મને એક તરફ ઉભી કરી. હવે ફરી હું મારા પોતાના સહારે આવી - મારા પોતાના પગ પર.

“ખબર નથી..” મારો અવાજ એટલો ધીમો થઇ ગયો હતો કે એને સંભળાયો હશે કે કેમ એ મને નવાઈ લાગી. તેણે મારા જવાબને સાંભળ્યો હતો કે કેમ પણ મારો ચહેરો પોતાની બંને હથેળીમાં લઇ કહ્યું, “હું તારી સલામતી ચાહું એ જ પ્રેમ છે.”

હું એના હાથના સ્પર્શને મારા ગાલ પર બ્રીથ કરી રહી હતી. એની આંગળીઓ મારા હોઠને અડી જે મારા માટે એના પ્રેમનું ટોકન હતું. દુનિયાની સર્વ શ્રેષ્ઠ ભેટ તો એ મને હોસ્પીટલમાં આપી ચુક્યો હતો - એના હોઠ જયારે મારા પગને અડ્યા એ મને મૃત્યુની ગોદમાંથી બહાર લઇ આવ્યા હતા - કદાચ એના કરતા વધુ પવિત્ર ચુંબન કોઈ પ્રેયસીએ આજ સુધી નહિ મેળવ્યું હોય.

“કપિલ..” મારા શરીરનું લોહી જાણે અનેક ગણી ઝડપે દોડવા લાગ્યું, “આઈ લવ યુ.”

“આઈ ટુ બટ...” એ મારાથી દુર ખસી ગયો. હવે એના હાથ મારા ગાલ પર નહોતા. એ ઉલટું ફરી ગયો.

“પણ શું..?”

“આપણે એકબીજા માટે બન્યા છીએ પણ એકબીજા સાથે રહેવું આપણા નશીબમાં નથી લખ્યું.” તેની આંખો મારી આંખોને મળી, ત્યાર બાદ એ આંખો ઉદાસ બની મારા ચહેરાને તાકી રહી.

“એવું તે શું છે કે આપણે એકબીજા સાથે ન રહી શકીએ.?”

“એ સમય આવ્યે તને સમજાઈ જશે..” એણે નજર ફેરવી લીધી અને દરવાજા તરફ જવા લાગ્યો, “હવે તારે જવું જોઈએ.”

“ઓકેય. આપણે સાથે નહિ રહીએ પણ તું મને ચાહે તો છે ને?” મેં મારું બેગ ખભા પર વ્યવસ્થિત કરી એની તરફ જતા પૂછ્યું.

“ચાહતનું કોઈ મહત્વ નથી.” એની આંખો વધુ ઉદાસ બની, “એ પણ એક ભ્રમણા જ છે.”

મને જવાબ મળી ગયો હતો. કપિલે ના કહી નહોતી. મતલબ એ મને ચાહતો હતો બસ એ કોઈક સંજોગોથી ડરી રહ્યો હતો. હું એ સંજોગો વિશે જાણીને જ રહીશ. એ મને કેમ દુર રાખવા માંગે છે એ સમજીને જ રહીશ એવા નિર્ણય સાથે મારી છાતીમાં મારું હ્રદય હથોડા ઝીંકાતા હોય એમ ધબકતું હતું. હું ફોયરમાં કલાર્ક મેમને બાય કહી ઉતાવળે બહાર નીકળી ગઈ.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Tejal ba 3 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 1 માસ પહેલા

Verified icon

Punam 3 માસ પહેલા

Verified icon

tushar trivedi 3 માસ પહેલા

Verified icon

Mukesh 3 માસ પહેલા