Naxatra - 5 books and stories free download online pdf in Gujarati

નક્ષત્ર (પ્રકરણ 5)

હું નક્ષત્ર વિશેના બધા પ્રશ્નોને મારા મનમાંથી બહાર કાઢી લેવા ‘કેન સમટાઈમ બી મેજિક બટ મેજિક કેન સમ ટાઈમ જસ્ટ બી એન ઈલ્યુંસન’ ક્વોટને વાગોળતી મારા કલાસમાં દાખલ થઇ. કલાસમાં પ્રવેશતા જ મેં કેટલીયે આંખોને મારા તરફ ફેરવાતી જોઈ.

બસ આ જ મારી કમજોરી હતી. કોઈ મારી તરફ ધારીને જુવે એટલે મને ગભરાહટ થવા લાગતી. મને જરાક ડર લાગવા માંડતો. એમાય મારો સ્વભાવ શરમાળ હતો એટલે હું એ બધાની નજરથી બચવા કલાર્ક મેમે આપેલા નિયમોના સૂચિપત્રને જોતી રહી. કાર્ડ તરફ જોવાનો ડોળ કરતા મેં મારી આંખના ખૂણેથી કલાસ પર નજર ફેરવી. કલાસમાં બધા રેન્ડમલી બેઠા હતા. છોકરા છોકરીઓ અલગ અલગ નહોતા પણ એ મારા માટે પ્રોબ્લેમ ન હતો. હું મોટા શહેરમાં ભણી હતી જયાં બધા રેન્ડમ જ બેસતા અને આમેય ત્યાં સાડા ત્રણ હજારમાંથી કોઈ છોકરાએ કયારેય મારા તરફ ખાસ ધ્યાન નહોતું આપ્યું તો અહી તો હતા જ ક્યાં? માંડ પાંચ-સો - એ પણ છોકરા છોકરીઓ ભેગા મળીને!

મને કોઈ છોકરી જોડે સીટ ખાલી દેખાઈ નહી. વર્ગમાં સાત-આઠ છોકરીઓ હતી જે ડાબી તરફ પોતપોતાના મિત્રો સાથે ગોઠવાયેલી હતી. મને જમણી બાજુની ત્રીજી બેંચ પર એક સીટ ખાલી દેખાઈ. બધી જ બેંચ બે જણ બેસે એવી હતી પણ એ બેંચ પર એક છોકરો જ બેઠો હતો. એક સીટ ખાલી હતી.

હું એ બેંચ તરફ ગઈ. ચાલતી વખતે પણ હું બધાની નજરથી બચવા પેલા કાર્ડને જોઈ રહી હતી. એમાંથી કઈક વાચતી હોઉં એવો ડોળ કરી રહી હતી. બાકી એ કાર્ડમાં એ જ નકામાં નિયમો હતા જે મેમે મને સંભળાવ્યા હતા એમાં કામનું કે વાંચવા જેવું કશુ જ લખેલું ન હતું પણ ત્યારે મને એ ખયાલ ન આવ્યો કે બધાને પહેલે દિવસે જ આ કાર્ડ મળ્યું હતું એટલે બધા જાણતા હતા કે એ નકામું હોય છે એમાં વાંચવા માટે કશું હોતુ જ નથી. પણ સારું જ થયું કે મને એ દિવસે એ ખયાલ ન આવ્યો એટલે એ બોરિંગ કાર્ડને હું કોઈ રસપ્રદ પુસ્તકની જેમ વાંચતી હોવાનો ડોળ કરી શકી.

હું એ બેચ પાસે પહોચું એ પહેલા જ મારો પગ એક છોકરાએ બાજુ પર રાખેલ બેગ સાથે અથડાયો અને હું સંતુલન ગુમાવી બેઠી. માંડ એક બેંચનો ખૂણો પકડી મેં મારી જાતને પડતા બચાવી. ત્યારે મને ભાન થયું કે બધાની નજરથી બચવા હું એ કાર્ડમાં કઈક વધારે જ ઘુસી ગઈ હતી.

હું લકી હતી કે પડી નહી પણ એટલી લકી ન હતી કે કલાસમાં થંડર થતા લાફટરને રોકી શકું. મને પાછળની બેંચ પરથી હસવાનો અવાજ સંભળાયો. હસવાનો મોટા ભાગનો અવાજ છોકરીઓ તરફથી જ આવ્યો હતો. પણ હું એ તરફ ધ્યાન આપ્યા વગર જ પેલી ખાલી સીટ પર ગોઠવાઈ ગઈ. મને આદત પડી ગઈ હતી લોકોને મારા પર હસતા જોવાની. દરેક વખતે એવુ જ થાય છે, નવી આવનાર છોકરીની હાંસી ઉડાવનાર કોઈ છોકરો નથી હોતો પણ કલાસની કોઈ જૂની છોકરી જ હોય છે અને પછી એને જોઇને બીજા પણ એવું કરતા શીખે છે. આઈ હેટ ગર્લ્સ ફોર ધેઈર ચિપનેસ.

હું બેંચ પર બેઠી એટલે એ છોકરો બેંચ પર પોતાની તરફ જરાક ખસ્યો જેથી મને બેસવા માટે પુરતી જગ્યા મળે. મેં એને થેંકસ કહેવા એની તરફ જોયું પણ એના ચહેરા પર મને ખુબ જ ગુસ્સો દેખાયો. મેં મારું મો બંધ જ રાખ્યું મને એને અભાર કહેવાની હિમત ન થઇ. કેમકે હું પહેલા જ દિવસે કોઈનાથી ઈન્સલ્ટ થવા નહોતી માંગતી.

મેં આંખને ખૂણે એના ફેસિયલ પોસ્ટરને બદલાતા જોયા, એ મારાથી ખસી શકાય તેટલા દુર જવા બેચના બીજી તરફના છેડા પર બેઠો હતો - એટલો છેડા પર કે કોઈ સહેજ ધક્કો આપે તો નીચે પડી જાય.

મને એની તરફ જોતા ડર લાગતી હતી છતાં મારી મરજી વિરુધ પણ મારી નજર અમારા વચ્ચે રહેલી હવાનું આવરણ ચીરી એના સુધી પહોચી. મારું ધ્યાન એના હાથ પર ગયું અને મને ફરી એક નવાઈ લાગી.

એના હાથમાં પણ એ જ વિચિત્ર નક્ષત્ર કંડારેલી રીંગ હતી. શું એ મારો ડ્રીમબોય હતો? મને વિશ્વાસ જ ન થયો કે હું કોલેજમાં પહેલા દિવસે આવી અને પહેલા જ દિવસે મારો ડ્રીમબોય મારી સાથે હોય. મારી જ કોલેજમાં, મારા જ કલાસમાં અને મારી જ બેંચ પર.

પહેલા તો એની આંગળી પરની વીંટી જોઈ મને શોક લાગ્યો પણ પછી ખુશી થઇ કેમકે એ જ તો હતો જેની શોધમાં હું નાગપુર આવી હતી. મેં એને સપનામાં અનેક વાર જોયો હતો પણ રૂબરૂ એને જોતા જ હું એકદમ ખુશીથી પાગલ થઇ ગઈ કારણ મને હમેશા અંદરથી ડર હતો કે એ ડ્રીમબોય હકીકતમાં હશે કે માત્ર મારા સપનામાં જ હશે?

જયારે મને ખાતરી થઇ કે એ માત્ર મારા સપનામાં જ નહિ હકીકતમાં પણ અસ્તિત્વ ધરાવે છે મને લાગ્યું મારું હૃદય ખુશીથી બંધ થઇ જશે - મારા ધબકારા વધ્યે જતા હતા. એ છતાં હજુ મારા હ્રદયનો કોઈ એક ભાગ એ સ્વીકારવા તૈયાર નહોતો કે એ મારો ડ્રીમબોય જ હોય.

જો એ સપનાનો યુવક આ જ હોય અને આટલી સહેલાઇથી મને મળી જવાનો હોય તો મારા સપાનામાં આવતા સાપ....? એ કેમ હતા..? વોટ વોઝ ધ રોલ ઓફ સ્નેક ઇન માય ડ્રીમ? આટલા જલ્દીથી કોઈ નિર્ણય પર આવવું યોગ્ય નહોતું છતાં મને લાગ્યું કે એ મારો ડ્રીમબોય ન હોઈ શકે કેમકે મને કલાસમાં દાખલ થયાને દશેક મિનીટ થઇ ગઈ હતી - હું એની બાજુમાં જ બેઠી હતી પણ એણે હજુ એકવાર પણ મારા તરફ નજર નહોતી કરી. એ મારો ડ્રીમબોય હોય તો મારા તરફ જોયા વિના કઈ રીતે રહી શકે?

કદાચ એ બધું મારા ઓવર એક્ટીવ માઈન્ડને લીધે હતું.

‘તારે એના વિશે ન વિચારવું જોઈએ.’

“વોટ?” હું ચમકી. મેં આસપાસ નજર કરી, પણ કોઈ મારી સાથે વાત કરી રહ્યું નહોતું. મેં મારી બાજુમાં બેઠેલા એ છોકરા તરફ જોયું એ એની નોટબુકમાં કઈક લખવામાં વ્યસ્ત હતો. ના, એ લખી નહોતો રહ્યો પણ એની નોટના છેલ્લા પન્ના પર કઈક દોરી રહ્યો હતો.

ગ્રેટ!

સપનામાં સાપ જોવા - મોબાઈલમાં હોય જ નહિ એવું અજાણ્યું કાલ્પનિક ગીત સંભળાવું એ બધું ઓછું હોય એમ હવે મને કાલ્પનિક અવાજો પણ સાંભળવા લાગ્યા હતા. સો ટકા હું પાગલ થઇ ગઈ હતી. એ બધું એક સપનાને લીધે થઇ રહ્યું હતું. એ સપનું મને દિવસેને દિવસે વધુ પાગલ બનાવ્યે જતું હતું.

એ સપનું મને પાગલ બનાવી ગયું હતું. મેં માત્ર કાલ્પનિક અવાજ સાંભળ્યો હતો - બીજું કઈ નહિ.

પણ એ કલ્પના નહોતી. મને એ અવાજ ફરી સંભળાયો. એક શાંત, ગહેરો અવાજ, હું માંડ એ સાંભળી શકી, એમ લાગ્યું જાણે એ અવાજ ક્યાય બહારથી નહિ પણ મારા મગજમાં જ ઉતપન્ન થતો હોય.

એ અવાજ કોઈ દૈવી આકાશવાણી જેવો હતો.. હું સપનામાં જે અવાજ સાંભળતી હતી એવો જ અવાજ - ધેટ વોઝ ધ સેમ વોઈસ.

ઓહ! ઈશ્વર! મારી સાથે શું થઇ રહ્યું છે? વોટ ધ હેલ ઈઝ ગોઇંગ ઓન? હું મનમાં જ બબડી.

મને એ ભેદી અવાજ ફરી સંભળાયો. મેં કલાસમાં નજર ફેરવી પણ કોઈ બોલ્યું નહોતું. બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હતા - કોઈને નવા એડમીશન સાથે પરિચય કરવાની ફુરસત પણ નહોતી.

મેં મારી બાજુમાં બેઠેલા છોકરા તરફ એકદમ ક્લોઝ્લી જોયું. તે હજુ એની નોટબુકમાં વ્યસ્ત હતો. હવે એ કાળી શાહીની પેનથી નોટબુકમાં કઈક દોરી રહ્યો હતો. તે પન્નામાં બે સાપો એકબીજા સાથે લડતા હોય એવું ચિત્ર દોરી રહ્યો હતો - ચિત્રોના સાપ એટલા રીયલ હતા કે જાણે હમણા પાનાં બહાર ખરેખર નીકળી લડવા લાગશે.

કદાચ એ ચિત્રકાર હશે - પણ તો પછી એ તત્વજ્ઞાનના કલાસમાં શું કરતો હતો? એણે આર્ટ વિભાગમાં હોવું જોઈએ.

‘યુ સુડ નોટ જોઈન ધીસ કોલેજ.’

મને ફરી એ અવાજ સંભળાયો. આ વખતે તો હું ડરીને એકદમ બેંચ પરથી ઉભી જ થઇ ગઈ. બધા મને જોવા લાગ્યા છે એ ધ્યાનમાં આવતા હું ફરી બેસી ગઈ. કદાચ મારું કોલેજનું બીજી વર્ષ પહેલા વર્ષ કરતા પણ વધુ ખરાબ રહેવાનું હતું. મને લાગ્યું પણ થેંક ગોડ પ્રોફેસર કલાસમાં દાખલ થયા અને મને એ વિચિત્ર અવાજો સંભળાતા બંધ થયા.

પ્રોફેસરે કલાસમાં દાખલ થતા જ મારા તરફ જોયું, “નવું એડ્મીસન.....?”

મેં હકારમાં માથું હલાવ્યું અને તેઓ એમના કામે લાગી ગયા. તત્વજ્ઞાન સમજાવવા લાગ્યા. મને થયું કદાચ આ નાની કોલેજમાં નવા આવનારનો પરિચય કલાસને આપવાનો રીવાજ નહિ હોય. એક જ શહેરના હોય બધા એટલે એકબીજાને ઓળખતા જ હોય. ત્યાં કોઈ આમેય ક્યાં બહારથી ભણવા આવેલુ હોય કે નવું હોય? બસ હુ જ એક મૂરખ હતી જે બહારથી આવી હતી.

પ્રોફેસર શર્માએ વિધાનની સત્યતા વિશે સમજાવવાનું શરું કર્યું.

એ પ્રોફેસરનું નામ અમિત શર્મા હતું. એ મને કોલેજના ત્રીજે દિવસે ખબર પડી હતી. એ પણ કિંજલે કહ્યું ત્યારે. અહી નવા વિધાર્થીને પોતાનો પરિચય આપવાનો કે પરિચય કરાવવાનો એકેય રીવાજ ન હતા. હા કિંજલ પહેલા જ દિવસે લંચ બ્રેક દરમિયાન બનેલી મારી પહેલી ફ્રેન્ડ હતી.

શર્મા સર જે સમજાવે એ હું પહેલા પણ શીખેલી હતી. મને વિધાનની સત્યતા, સત્યતા કોઠા, એકદેશી અને સર્વદેશી વિધાન વિશે પહેલેથી જ ખયાલ હતો. અહી કોઈ પણ ટોપિક ચાલુ થાય ત્યારે બેઝીકથી જ ચાલુ થતો. પહેલા વરસે શીખ્યા હોઈએ એ બધું પહેલા રીપીટ થાય પછી નવું શીખવે. મેં મારી બાજુમાં બેઠેલ છોકરા તરફ આંખના ખૂણેથી નજર કરી. હું જોવા માંગતી હતી કે એ હવે ગુસ્સામાં છે કે નહિ. એના ચહેરા પર ગુસ્સાના ભાવ એમ જ અકબંધ હતા. મેં ફરી શર્મા સર તરફ નજર કરી. એ બધું ધ્યાનથી સાંભળતી હોઉં એવો ડોળ કરવા લાગી.

“કોઈ પણ વિધાન માટે બે જ સંભાવનાઓ હોય છે. કા’તો એ સાચું હોય છે કા’તો એ ખોટું હોય છે. જો વિધાન ‘એ’ સાચું છે તો એ ખોટું નથી અને જો વિધાન ‘એ’ ખોટું છે તો એ સાચું નથી. વિધાનનું સત્યતા મુલ્ય ‘ટી’ (ટ્રુ) અથવા ‘એફ’ (ફાલ્સ/ફોલ્સ) બેમાંથી એક જ હોઈ શકે. ત્રીજી સંભાવનાનો તત્વજ્ઞાનમાં કોઈ અવકાશ નથી. ઉદાહરણ તરીકે 2+૩=5નું સત્યતા મુલ્ય ‘t’ છે એટલે તે વિધાન સાચું છે માટે એ વિધાનનું સત્યતા મુલ્ય ‘f’ ન હોઈ શકે એટલે કે એ ખોટું ન જ હોઈ શકે.”

શર્મા સર જે ભણાવી રહ્યા હતા એમાં મારું જરાયે ધ્યાન ન હતું. પુસ્તકમાં સરળ વસ્તુને અઘરી કરીને લખવામાં આવે અને પછી ફરી શિક્ષક એ અઘરી વસ્તુને સરળ કરી સમજાવે. મને નવાઈ લાગતી કે આ પુસ્તકો કોણ લખતું હશે? અને કેમ? આ બાકવાસ ભણવાનું કોણે બનાવ્યું હશે?

હું વિચારી રહી હતી કે કેમ એ છોકરો આટલો ગુસ્સામાં હશે? હું એની જોડે બેંચ પર બેઠી એટલે? એને મારી સાથે બેંચ શેર કરવી નહી ગમી હોય? હું એટલી પણ બદસુરત નહોતી કે હું કોઈ છોકરા પાસે બેસું તો પણ એને ગુસ્સો આવે. કોઈ મારા સાથે બેંચ શેર કરવા ન માંગે.

એ કેમ ગુસ્સે હશે એ વિચારોમાં જ શર્મા સરનું લેકચર પૂરું થઇ ગયું પણ મને મારા સવાલનો જવાબ ન મળ્યો. કદાચ મારે ફીલોશોફી નહી સાયકોલોજીના લેકચરણી જરૂર હતી - મારે કોઈ સારા સાયકાટ્રીસ્ટને મળવાની અને એની સલાહ લેવાની જરૂર હતી.

“અનન્યા, તું મહેરબાની કરી બીજે બેસીસ..” શર્મા સર ક્લાસ છોડી ગયા એ સાથે જ મને અવાજ સંભળાયો.

ના. આ વખતે અવાજ મારા મગજમાં નહોતો. મેં કોઈ કલ્પના કરી નહોતી. કોઈ આકાશવાણી થઇ નહોતી. મારી બાજુમાં બેઠેલા એ ગુસ્સેલ છોકરાએ કહ્યું હતું.

“વોટ..?” મેં એની તરફ ફરી પૂછ્યું - ખરેખર એ શું કહેવા માંગે છે અ હું સમજી નહી.

“અનન્યા, પ્લીઝ તું બીજી બેંચ પર બેસીસ.” એણે એના શબ્દોમાં જરાક નમ્રતા લાવી એમને રીપીટ કર્યા.

“મારું નામ અનન્યા નથી..” મેં ચોખવટ કરી.

“તારું નામ શું છે એનાથી મને કોઈ લેવા દેવા નથી. તું મહેરબાની કરીને બીજી બેંચ પર બેસીસ.” એના શબ્દો કહી ગયા કે એ ગુસ્સામાં જ હતો બસ પહેલા જરાક નમ્ર બનાવાનો પ્રયાસ કરતો હતો.

“એક્સક્યુઝ મી...” હું એકદમ ડઘાઈ ગઈ હતી છતાં મેં હિંમત કરીને વાત કરી.

“યુ હેવ હર્ડ ઈટ કરેકટ.”

“બટ વાય?” મારા મોમાંથી એક ટૂંકો પ્રશ્ન આપમેળે બહાર આવી ગયો.

“કોઈની સાથે બેંચ સેર કરવી મને પસંદ નથી.”

હાઉ રુડ હી ઈઝ! એ મારો ડ્રીમબોય ન હોઈ શકે. મારો ડ્રીમબોય આટલો રુડ ન જ હોઈ શકે. મારા મનમાં એક જ મીનીટમાં એ નિર્ણય લેવાઈ ગયો.

“એક્સક્યુઝ મી.. ધીસ ઈઝ નોટ યોર પ્રાઈવેટ પ્રોપર્ટી, ધીસ ઈઝ અ કોલેજ.” મેં બનાવટી ગુસ્સા સાથે કહ્યું, ખરેખર તો હું ડરેલી અને ડઘાયેલી હતી પણ મેં મારો ડર કોઈને દેખાવા દીધો નહિ. મારી જૂની કોલેજમાં એ જ થયું હતું. હું પહેલા દિવસથી જ બધાનું સહન કરવા લાગી અને બધા મારા માથા પર ચડી બેઠા હતા.

મને ખબર હતી કે આજે હિમ્મત કરી બેક ફાઈટ ન આપું તો મારી હાલત આ કોલેજમાં પણ મુંબઈ કોલેજ જેવી જ થશે. એ મુંબઈ હતું, ત્યાની વાત અલગ હતી પણ આ નાગપુર હતું - મારું જન્મ સ્થળ. મારા પોતાના શહેરમાં મને કોઈ કઈ રીતે ડરાવી શકે? આઈ વોઝ નોટ રેડી ટુ ગીવ અપ વિધાઉટ ફાઈટીંગ બેક. મેં બની શકે એટલા મજબુત રહેવાનો દેખાવ કર્યો.

“ઓકે.” એણે એક નાનકડો શબ્દ જ કહ્યો અને પોતાની બેગ લઇ બેંચ પરથી ઉભો થઇ ગયો.

“એન્ડ વન મોર થિંગ, મારું નામ નયના છે અનન્યા નહિ, આવી બધી ટ્રીક ક્યાંક બીજે વાપરજે.” એણે બેચ પરથી લઈને ચોપડા બેગમાં ભર્યા ત્યાં સુધીમાં મેં એને પીછે હટ કરતો જોઈ થોડીક વધુ હિમ્મત કરી, “નેવર ગીવ મી સચ ફૂલ ઓલ્ડ નેમ્સ...”

“એ નામનું અપમાન કરાવાની તારી હિમ્મત કેમ થઇ...” મેં એને ઘણું બધું સંભળાવ્યું ત્યાં સુધી એ કઈ ન બોલ્યો અને એણે ઉપજાવી કાઢેલા નામને જરા કઈ કહ્યું એમાં એ ગુસ્સાથી તપી ઉઠ્યો. એની ભૂરી કે નીલી આંખોમાં ગુસ્સો ઉપસી આવ્યો. જોકે તે પહેલેથી જ ગુસ્સામાં હતો. તેના ચહેરા પર સ્મિત નામની કોઈ ચીજ હતી જ નહી.

હું એકદમ ડરી ગઈ... હું એને ગુસ્સામાં જોઈ એકદમ થીજી ગઈ.

“તું તારું જ અપમાન કરવા માંગતી હોય તો મને વાંધો નથી.” બેંચ છોડીને જતા પહેલા ફરી એકાએક એની પર્સનાલીટી બદલાઈ ગઈ હોય એમ બોલ્યો. હું એ વિચિત્ર છોકરાને જોઈ જ રહી. એ છેલ્લી બેંચ પર બે જણ બેઠા હતા એમને થોડા ખસાવી જગ્યા કરી ત્યાં બેસી ગયો.

હું ડઘાઈ ગઈ. તેણે એવું કેમ કર્યું. શું હું એકદમ બદસુરત હતી? મેં એને કહેલા શબ્દો સંભળાવાનો પ્રયાસ કર્યો. તું તારી જાતનું આપમાન કરવા માંગતી હો તો મને વાંધો નથી. એનો શો મતલબ? એનો કોઈ મતલબ નહોતો. કદાચ મારી જેમ એ છોકરાને પણ સાઈકાટ્રીસ્ટની જરૂર હતી.

બીજું લેકચર નેહા મેમનું હતું. મને હિસ્ટ્રીમાં ખાસ રસ ન હતો. ભૂતકાળમાં શું થયું એ જાણવાની મને કોઈ જ ખાસ જરૂર ન લાગતી. જોકે મને એ સમયે ખબર નહોતી કે નાગપુર હિસ્ટ્રી મારા સાથે જોડાયેલી હતી અને હું ચાહું કે ન ચાહું હું ઇતિહાસનું એક અવિભાજ્ય અંગ હતી.

મારા મત મુજબ ઈતિહાસ ભણવાથી કોઈ ફાયદો થતો હોય તો બસ તમારું માથું દુ:ખવા આવે અને તમારે એક પેઈન કિલરની જરૂર પડે. તમે જે કંપનીની પેનકિલર ટેબલેટ લો એ કંપની સિવાય કોઈને ઇતિહાસથી ફાયદો થતો નથી. હિસ્ટ્રી ક્યારેય સાચી નથી હોતી. શાસક બદલાય એટલે જે બહાદુર ગણાતા હોય તેમને નપુંસક જાહેર કરી દેવાય અને જે નપુંસક ગણાતા હોય એમને બહાદુર બતાવી દેવાય. અરે ભગવાન પણ બદલી ડે છે શાસકો.

કેટલું ઊંડું તત્વજ્ઞાન હતું હિસ્ટ્રી અને બાયોલોજી વચ્ચેનું? બંને વચ્ચે ગર્ભિતાર્થ સંબંધ હતો. હિસ્ટ્રીનો ફાયદો બાયોલોજીને થતો હતો. નેહા મેમ ઈતિહાસ ભણાવતા હતા એટલે એ કલાસમાં આવ્યા પહેલા જ મેં નક્કી કરી લીધું કે મેમ બોરિંગ હશે પણ હું ખોટી ઠરી. મેમ બીલકુલ બોરિંગ ન હતા. આખી કોલેજમાં સૌથી સારા અને પ્રેમાળ નેહા મેમ જ હતા.

“ન્યુ એડમીશન...?” કલાસમાં દાખલ થતા જ એમણે મને પૂછ્યું.

“યસ... મેમ.” મેં ઉભા થયા વિના જ કહ્યું.

“ધેન વાય આર યુ સીટીંગ લાઈક સ્ટ્રેન્જર?” નેહા મેમનો અવાજ પણ એકદમ પ્રેમાળ હતો, “પ્લીઝ ઇન્ટ્રોડયુસ યોર સેલ્ફ..”

મેં થોડાઘણા સ્ટેમર, બ્લ્સ અને ફીયર સાથે મારી જાતને નયના હરેશભાઈ મેવાડા તરીકે કલાસ સામે રજુ કરી. કમ-સે-કમ પહેલા દિવસે મારો કલાસને પરિચય આપવાનું કામ કરનાર પણ નેહા મેમ બોરિંગ હતા એમ તો ન જ કહી શકાય.

નેહા મેમનું લેકચર પૂરું થતા જ કલાસના કેટલાક બહાદુર છોકરા છોકરીઓ સામેથી મને પોતાનો પરિચય આપવા અને મારો પરિચય મેળવવા આગળ આવ્યા. દરેક કોલેજમાં એવા બહાદુર છોકરા છોકરીઓ હોય જ છે. કેટલાકે મને નાગપુર કોલેજ કેવી લાગી એમ પણ પુછ્યું. મેં ડિપ્લોમેટીક બનાવાનો પ્રયાસ કર્યો અને એ માટે મારે મોટા ભાગે બધું જુઠ્ઠું જ બોલવું પડ્યું.

કોઈને એમ તો ન જ કહી શકાય ને કે તારી કોલેજ બાબા આદમના જમાનાની અને બકવાસ છે?

ખાસ તો હું એ કોલેજમાં કેમ આવી એ વિશે બધાને અલગ અલગ કારણો આપવા પડ્યા જેમાં સો ટકા જુઠ્ઠાણું જ હતું.

બીજા લેકચર પછી લંચબ્રેકનો સમય હતો. મોટાભાગના કેફેટેરીયા પહોચી ગયા હતા. મારી સાથે પરિચય કેળવવા રોકાયા હતા એ પણ પરિચય લઈ દઈને કેફેટેરીયા તરફ જવા લાગ્યા. કલાસના બધા જ વિધાર્થીઓ બહાર કેફેટેરિયામાં લંચ માટે ગયા હતા. મને કઈ ખાસ ભૂખ તો ન હતી પણ કદાચ કેફેટેરિયામાં કોઈક ફ્રેન્ડ બની જાય એ વિચારે હું કેફેટેરિયા તરફ ગઈ. કોલેજ નાની હતી પણ કોલેજની સરખામણીમાં કેફેટેરિયા ખાસું એવું મોટું હતું. મારી જૂની કોલેજમાં સાડા ત્રણ હજાર વિદ્યાર્થીઓ વચ્ચે હતું એવડું.

સાતેક જેટલા લાકડાના ટેબલ અને દરેક ટેબલ પાસે એવી જ જૂની લાકડાની ત્રણ ત્રણ ખુરસીઓ પડી હતી. હું પહેલા જ ટેબલ પર બેઠી. મારી આસપાસના ટેબલ પર મારા કલાસના જ છોકરા છોકરીઓ બેઠા હતા. એમાંના ખાસ્સાએ મને પોતાનો પરિચય આપ્યો હતો પણ મારા મગજને નકામી ચીજો જ યાદ રાખવાની આદત હતી - એમણે પરિચય આપ્યાની પાંચેક મીનીટમાં હું મોટા ભાગના નામ ભૂલી ગઈ હતી.

મને કેફેટેરીયામાં પણ એ જ એહસાસ થયો જે મને કોલેજમાં પ્રવેશતા થયો હતો. મને ખબર નહોતી કેમ પણ મારી આંખો એ સપનામાં દેખાતા વ્યક્તિને શોધી રહી હતી. મેં એનો ચહેરો કયારેય સપનામાં પણ જોયો ન હતો એટલે એ મારી આસપાસ હોય તો પણ મારા માટે તેને ઓળખવો મુશ્કેલ હતું. બસ હું એને મહેસુસ કરીને જ ઓળખી શકું તેમ હતી. અને એ સમયે મને મહેસુસ થઇ રહ્યું હતું કે એ મારી આસપાસ જ કયાક છે.

હું કઈ મંગાવું એ પહેલા ગોળ ભરાવદાર ચેહરા અને બ્લોન્ડ હેરવાળી એક છોકરી મારી બાજુની ચેર પર આવીને ગોઠવાઈ. હું એનો ચેહરો ઓળખતી હતી એ મારા કલાસમાં જ હતી - ડાબી તરફની ત્રીજી બેંચ પર. ના, એ મારા પર હસનાર છોકરીઓમાંની એક ન હતી.

“હાય, નયના.” એણીએ મારા તરફ જોઈ કહ્યું, એના અવાજમાં મીઠાશ હતી.

“હાય......” મેં એ રીતે લંબાવ્યું કે એ સમજી ગઈ કે હું એનું નામ જાણવા માંગું છું.

“આઈ એમ કિંજલ.” કોલેજ ગર્લમાં અંગ્રેજીનો ક્રેજ નાના શહેરોમાં પણ એટલો જ હોય છે જેટલો મોટા શહેરોમાં હોય.

“હાય કિંજલ.” મેં કહ્યું અને ત્યારબાદ અમે માતૃભાષા પર આવી ગયા.

“ન્યુ ઇન સીટી?” કિંજલે સ્વાભાવિક સવાલ કર્યો.

“નોટ એક્ચ્યુલી. હું અહીની જ છું પણ બહાર ભણતી હતી.”

“ધેન?”

“ઈટ ડઝ નોટ સુઈટ મી.” મેં વાતને ટાળવા બની શકે એટલો પોલાઈટ આન્સર આપ્યો.

પછી કિંજલે મોટા ભાગના સ્ટુડન્ટસ અને ટીચર્સ વિશે મને જણાવ્યું. હું પાંચેક મીનીટમાં સમજી ગઈ કે આખી કોલેજમાં સૌથી બોલકણી છોકરી કિંજલ જ હશે. તે મારા કરતા સહેજ નીચી, બેઠી દડીની અને ગોળ ભરાવદાર ચહેરા વાળી હતી. શરીર પર થોડીક એક્સ્ટ્રા ચરબીને લીધે એ હેલ્થી લાગતી હતી તો સાથે એટલી જ સુંદર પણ હતી. એના ચહેરાનો સૌથી સુંદર ભાગ એની ઘેરી કોલ બ્લેક આંખો હતી.

કિંજલ એકદમ સારા સ્વભાવની હોય એમ મને લાગ્યું છતાં મને એની બહુ બોલવાની આદત ખટકી - ખાસ તો કઈ છોકરીને કોની સાથે અફેર છે અને કયા છોકરાએ કઈ છોકરી સાથે બ્રેકઅપ થયું છે. એ મને પસંદ ન આવ્યું હજુ મને જેમના નામ પણ ખબર નહોતા એમની પર્સનલ લાઈફમાં મને કઈ રીતે રસ પડી શકે?

કિંજલે કયા ટીચરને કોની સાથે અફેર છે એ વિશે પણ ખાસ્સો એવો બકવાસ કર્યો જેના પર મેં બિલકુલ ધ્યાન આપ્યું નહોતુ. વાત કરતા વચ્ચે વચ્ચે એ કેફેટેરીયામાં આવતા જતા એના દરેક મિત્રને મારો પરિચય આપ્યે જતી હતી અને મને પણ એમનાથી પરિચિત કરાવ્યે જતી હતી - મારા ટેબલ પર જ કોલેજની સૌથી ટોક એક્ટીવ ગર્લ હતી એટલે જેમણે મને કલાસમાં પોતાનો પરિચય આપ્યો હતો અને બહુ જલ્દી હું જેમના નામ ભૂલી ગઈ હતી એમને ખોટું ન લાગ્યું કેમકે કિંજલ એ દરેકના નામ મને કહ્યે ગઈ આથી એમને ખયાલ પણ આવ્યો નહિ કે હું એકદમ તરત જ એમના નામ ભૂલી ગઈ હતી.

“મારા સાથે બેંચ સેર કરી એ છોકરો કોણ છે?” મેં થોડીક આડાઅવળી વાત કરી થોડોક પરિચય કેળવી પછી મનનો સવાલ પૂછ્યો.

“યુ મીન કપિલ... એ પથ્થરની મૂર્તિ.” કિંજલે જરાક હસીને કહ્યું અને મને એનું નામ જાણવા મળ્યું કે એ કપિલ હતો.

“શું એ કાયમ ગુસ્સામાં જ હોય છે...?” હું મારી જાતને પૂછતાં ન રોકી શકી.

“હા, જાતે જ જોઇલે ને એ બેઠો સામે ટેબલ પર.” કિંજલે એક તરફ ઈશારો કર્યો. મેં એ તરફ આંખો ફેરવી. ત્યાં એ કપિલ એના બે ત્રણ મિત્રો સાથે બેઠો હતો. એ બધા અંદરો અંદર કઈક વાત કરી રહ્યા હતા. એની સામેની ખુરસી પર બેઠેલ છોકરો એનાથી જરાક પાતળો હતો અને એના ચહેરા પર પણ ગુસ્સાના ભાવ હતા.

“ને એ કોણ છે?” મેં કિંજલને પૂછ્યું.

“કોણ એ સુકલકડી...?”

“હા.” મેં કહ્યું.

“એ રોહિત છે, આખી કોલેજમાં બસ એ જ એનો મિત્ર છે, બાકી કોઈનાથી પણ મેં હજુ એને વાત કરતા જોયો નથી.” કિંજલ દરેક સવાલ પર વધુ માહિતી આપતી છોકરી છે તે મને પહેલી જ મુલાકાતમાં સમજાઈ ગયું.

મેં ફરી એ તરફ એક નજર કરી. આ વખતે એણે પણ મારા તરફ જોયું એટલે મેં જલ્દીથી નજર ફેરવી લીધી. હું ફરી કિંજલથી વાતો કરવા લાગી. પણ મારા આંખના ખૂણેથી હું વારેવારે એના તરફ જોયા કરતી હતી.

“તું નસીબદાર છે.” કિંજલે મને કહ્યું.

“કેમ?” મેં મારી આંખો જીણી કરી પૂછ્યું, મને નવાઈ લાગી કે આમ અચાનક વાતો કરતા કરતા કિંજલે મને નસીબદાર કેમ કહી.

“એ હેન્ડસમ તને જોઈ રહ્યો છે. કદાચ એ આ કોલેજમાં આવ્યા પછી પહેલીવાર કોઈ છોકરી તરફ જોઈ રહ્યો છે. એ કોઈ છોકરી સાથે બેંચ સેર નથી કરતો.”

“હું પણ કયાં એટલી લકી છું કે એણે ઈન્સલ્ટ કરી મને ઉઠાડી મુકવાનો પ્રયાસ ન કર્યો હોય?.” હું કલાસમાં એણે કરેલું અજીબ વર્તન યાદ કરવા લાગી.

“જે હોય તે પણ અત્યારે તો એ તને જ જોઈ રહ્યો છે.” કિંજલ એકદમ શરારતી બાળકની જેવું વર્તન કરતી હતી.

“એ મારા પર ગુસ્સે છે એટલે ઘૂરી રહ્યો છે, મને જોઈ નથી રહ્યો.” મેં કહ્યું.

“કેમ?”

“એ તો મને ખબર નથી પણ હું એના પાસે જઈને બેઠી ત્યારથી એ ગુસ્સામાં જ દેખાય છે. તે કહ્યું ને એમ હું એની બેંચ પર બેઠી એટલે ગુસ્સે હશે.” મેં કહ્યું.

“એ રોજ એમ જ હોય છે, કયારેક કયારેક તો કોઈ કારણ વગર કોલેજ છોડીને જતો રહે છે, ઘણીવાર તો ચાલુ લેક્ચરે પણ.....”

“એ બંક કરે છે..?”

“ના, જરાક અલગ. એ કયારેય કોઈની સાથે કોલેજ બંક નથી કરતો. હમેશા એકલો જ કયાંક ગાયબ થઇ જાય છે. બસ કોઈક વાર એની સાથે એનો એ પાતળો મિત્ર રોહિત કે અશ્વિની પણ બંક કરે છે.”

“પ્રોફેસર એ ચલાવી લે છે?” મેં સવાલ કર્યો. મને નવાઈ લાગી. ચાલુ લેકચર છોડીને જવાની તો હવે કોઈ સામાન્ય કોલેજે પરવાનગી નથી આપતી. ત્યા પણ લેકચર પૂરું થયા પછી જ નીકળવા મળે છે તો આ તો નાગપુરની સૌથી સારી કોલેજ હતી - બાબા આદમ બિલ્ડીંગને બાદ કરતા બધી રીતે સારી હતી.

“ક્લાર્ક મીના બહેન એના મમ્મી છે. તને એમણે જ એ નિયમોનું સૂચિપત્ર આપ્યું હશે જે તું કલાસમાં આવી ત્યારે વાંચતી હતી.” કિંજલે મજાક કરતા કહ્યું.

“હા, મેં એમને જોયા છે.” મેં કહ્યું, હું નકામું કાર્ડ વાંચવાનો ડોળ કરતી હતી એ બધાને ખબર હતી એ જાણીને મને જરાક સંકોચ થયો. મારા ગાલ પર જરાક લાલાશ આવી ગઈ. આ પણ મને મમ્મી તરફથી વારસામાં મળેલ હતું. શરમ અનુભવીએ ત્યારે ગાલ લાલ થાય અને ડર લાગે ત્યારે આંસુ આવી જાય. જીવનમાં મને કોઈએ બહાદુર બનાવી હોય તો એ હતો કપિલ. એણે જ મને સમજાવ્યું હતું કે ડર એ એક કમજોરી છે જેમાંથી બહાર આવવું જ પડે છે.

“એ હવે મને જોઈ રહ્યો છે..?” મેં પૂછ્યું.

“ના એ તો એકાદ મિનીટ પહેલા જ એ ટેબલ પરથી ચાલ્યો ગયો છે.” કિંજલે કહ્યું અને મેં એ તરફ જોયું, એ સાચે જ ત્યા ન હતો. એ ટેબલ બિલકુલ ખાલી હતું. મેં એ ટેબલ તરફથી નજર હટાવીને કિંજલ તરફ ધ્યાન આપ્યું ત્યારે એક બીજી છોકરી અમારી પાસે આવી.

“હાય કિંજલ.”

મેં એ છોકરી તરફ જોયુ. એ ઉંચી હતી અને એના વાળ ભૂરા હતા. એ કિંજલ પાસે આવી ઉભી રહી.

“હાય અશ્વિની, લાઈક ટુ સીટ વિથ અસ? કિંજલે તેને વળતો જવાબ આપ્યો.

“નો થેંકસ...” અશ્વિનીએ કહ્યું. ત્યારબાદ એણીએ મારી તરફ જોયું. એ જ આંખો એની આંખો ક્લાર્ક મેમ જેવી જ હતી અને એની મને જોવાની રીત પણ એવી જ હતી. એવું લાગતું હતું જાણે કે એ મારા શરીર આરપાર કઈક જોઈ રહી હોય.

“હાય, નયના.” અચાનક એને લાગ્યું હોય કે હું એના એમ જોવાથી ગભરાઈ રહી છું એમ અશ્વિનીએ નજર જરાક ટેબલ તરફ કરી કહ્યું.

“હાય, અશ્વિની.” મેં કહ્યું. પણ એ પહેલા એ પાછળ ફરીને અમારી તરફ બાય કહેવા સ્ટાઈલથી હાથ હલાવતી ચાલી નીકળી. મારું ધ્યાન એના હાથ પર ગયું. એના હાથની ત્રીજી આંગળીમાં પણ એજ ચાંદીની વીંટી હતી. એ વીંટીમાં એ જ નક્ષત્ર કંડારેલું હતું. એક સાપ જેવું પાંખોવાળું એક પ્રાણી એની વીંટી પર કંડારેલું હતું. મને હવે આ કોલેજ અને કોલેજના લોકો વિચિત્ર લાગતા હતા.

એક ગજબ ભય મારા મનમાં ઠંડી હવાના લખલખા જેમ ઘૂમવા લાગ્યો. કઇક અનિષ્ઠ થવાનો અણસાર મને મારી ઈન્દ્રીઓ આપવા લાગી હતી. લંચ બ્રેક પતાવી અમે કલાસમાં ગયા. હું એ જ બેંચ પર જઈને બેઠી. થોકીકવારમાં શીતલ મેમ પોતાનું લેકચર લેવા આવ્યા. મારું ધ્યાન લેકચરમાં જરાય ન હતું. હું વારે વારે દરવાજા તરફ જોતી હતી એકાએક મારી સાથે બેંચ સેર કરનાર કપિલ કલાસમાં આવ્યો. એ કલાસમાં આવ્યો પણ મારી પાસે એની મૂળ જગ્યા પર બેસવાને બદલે છેલ્લી બેંચ પર ખૂણામાં એક જગ્યા ખાલી હતી ત્યાં જઈ ગોઠવાયો.

કોલેજનો પહેલો દિવસ હતો, મને ડર હતો કે કોઈ મને હેરાન કરશે પણ ઉલટુ જ થયું કોઈ મારા લીધે બેંચ છોડીને ગયું હતું. ના. એવું નહી હોય એ છેલ્લી બેંચ પર એનો કોઈ મિત્ર હશે માટે ત્યાં ગયો હશે. હું મારું મન મનાવતી રહી કે એ મારા લીધે નહી ગયો હોય. સાયકોલોજીના લેકચર પછી ફાઈનલ બેલ સંભળાયો અને અમે બધા કલાસ બહાર નીકળ્યા.

એ બધાથી છેલ્લે ઉઠ્યો ત્યાં સુધી હું દરવાજે ઉભી રહી એને જોતી રહી. એ ઉભો થઇ મારા પાસેથી પસાર થયો. એણે મને જોઈ પણ ન હોય એમ મારી પાસેથી નીકળી ગયો.

“હેય, કપિલ...” મેં એને બોલાવ્યો.

એ ચોકી ગયો હોય એમ એકદમ ઉભો રહી ગયો. હું એની નજીક ગઈ.

“વોટ..?” એણે એવા જ સપાટે ચહેરે કહ્યું. એનો અવાજ એકદમ અલગ હતો. જાણે પૃથ્વીના ગર્ભ કે સમુંદરના તળિયેથી આવતો હોય એવો એ અવાજ હતો.

“જસ્ટ ઇન્ટરો...” મેં એની તરફ હાથ લંબાવ્યો.

“આઈ એમ નોટ ઇંટરેસ્ટેડ ઇન મેકિંગ ફ્રેન્ડ્સ...” એના શબ્દો મારા જીવનનો સૌથી મોટો શોક હતો. મે પોતાનું આવું ઈન્સલ્ટ ક્યારેય જોયું ન હતું.

“મને પણ તારાથી દોસ્તી કરવાનો કોઈ શોખ નથી.. બસ તું ઉઠીને બીજી બેંચ પર જતો રહ્યો એટલે...” મેં ગુસ્સાથી કહ્યું.

“તું ફરી મારી પાસે બેસીશ તો મારે એમ જ કરવું પડશે..”

હું કાઈ જવાબ આપું એ પહેલા એ એક્ઝીટ તરફ ફરી ચાલવા લાગ્યો.

અજીબ માણસ હતો. એને મારી સાથે એવી શું દુશ્મની હોઈ શકે કે હું એની નજીક બેસું એ પણ એને ન ગમે. કાશ! હું જાણતી હોત કે એ મને કેમ અવોઇડ કરી રહ્યો છે. મને ખબર નહોતી કે જેમ મને અદ્રશ્ય અવાજ દ્વારા ચેતવણીઓ મળતી હતી એમ એ પણ મેન્ટલ વોર્નિંગ મેળવી રહ્યો હતો. એનો ઇન્સ્ટીકટ એને મારાથી દુર રહેવા કહી રહ્યો હતો. એ જાણતો હતો કે અમારા સ્ટારમાં ફોલ્ટ હતો. એ જાણતો હતો કે અમે એકબીજા માટે તો બન્યા હતા પણ એકબીજા સાથે રહેવું અમારા નશીબમાં લખાયેલું નહોતું.

કાશ! કે એ હકીકત હું પણ જાણતી હોત કે અમે સ્ટાર ટચ લવરની પેર છીએ તો મેં ક્યારેય એ કોલેજમાં એડમીશન ન લીધું હોત પણ જીવન કઈક અલગ જ હોય છે. કોઈ ભૂતકાળ કે ભવિષ્યને જાણી શકતું નથી પણ કદાચ મારા બાજુમાં બેઠેલો એ છોકરો એમાં અપવાદ હતો. એ ભવિષ્ય જાણતો હતો કે મારો પ્રેમ એના માટે મૃત્યુ છે અને એનો પ્રેમ મારા મૃત્યુનું કારણ બનાવાનો છે. કાશ! હું પણ એ જાણતી હોત તો મને એ અવોઇડ કરી રહ્યો હતો એનું મને જરા પણ દુખ ન થયું હોય!

હું પણ એક્ઝીટ તરફ જવા લાગી. મોટા ભાગના છોકરા છોકરીઓ પોત પોતાના ટુ-વીલર લેવા પાર્કિંગ લોટ તરફ વળ્યા. કેટલાક જે કાર લઈને આવતા હતા એ લોકો પોતાની કાર તરફ ગયા. મને સવારે પપ્પા છોડવા આવ્યા હતા પણ વળતા તો મારે ચલાતા જ જવાનું હતું. વાતાવરણ મારી સાથે હતું. હવામાં જરાક નમી ઉતરી આવી હતી. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. ઠંડો પવન જાણે ખબર લઈને આવ્યો હતો કે વરસાદ આવવાની તૈયારી હતી. એકંદરે ચાલતા જવામાં પણ ઉત્સાહ રહે એવું આહલાદક વાતાવરણ હતું. હું કોલેજના દરવાજા સુધી ગઈ ત્યાજ કિંજલ મારી પાસે આવી, “તું ચાલતી આવે છે?”

મેં હકારમાં માથું હલાવ્યુ.

“હું પણ.” તેણીએ ટૂંકમાં કહ્યું.

“હું એસપનમાં રહું છું.” મેં કહ્યું.

“હું કાદંબરીમાં, આપણે એકબીજાની નજીકની સોસાયટીમાં જ રહીએ છીએ.” કિંજલે જરાક ખુશ થઇ કહ્યું.

“હા, સારું છે એકલા એકલા તો ઘર સુધી નહી જવું પડે.” મેં કહ્યું.

“તમે એસ્પનના કયા છેડે રહો છો?”

“જંગલ તરફના છેડે.” મને એ સવાલ ન ગમ્યો છતાં મેં એને જવાબ આપ્યો, અમે જંગલ તરફના છેડે આવેલા સસ્તા મકાનમાં રહેતા એટલે મને એ વિશે વાત નીકળે ત્યારે જરાક શરમ મહેસુસ થતી. મને હજુ સુધી નવાઈ લાગતી પપ્પાએ શું વિચારીને ત્યાં મકાન લીધું હશે? એ જ કિમતમાં શહેરમાં પણ મકાન મળી શકત... થોડુક નાનું મળત તોય શું ફેર પડત?

થેંક ગોડ! મેં મનોમન ભગવાનો અભાર માન્યો કે મારે એકલા એકલા ઘર સુધી ચાલવાનું તો નહોતું. કમ-સે- કમ એક કંપની આપવાવાળી સહેલી તો મને પહેલે જ દિવસે મળી ગઈ હતી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED