નક્ષત્ર (પ્રકરણ 12)

હું કોલેજ જવા તૈયાર થતી હતી અને મારા મનમાં એનાજ વિચારો હતા. આજે કોલેજ જઈ એને મળીશ. એનાથી વાત કરીશ. એનો સારી રીતે આભાર માનીશ. તો વળી ક્યાંક ડર પણ હતો. એ કોલેજ આવ્યો તો હશેને?

જેમ તેમ કરી હું મારા વિચારોને ખંખેરી, મારા વાળને ઉપર પોનીટેલમાં બાંધવાને કે પફ કોમ્બ કરવાને બદલે એમને ખુલ્લા રાખી બ્રેકફાસ્ટ ટેબલ પર પહોચી. એ જ ઓલ્ડ ચાઈનાવેરમાં બટરટોસ્ટ અને ચાનો માગ પતાવી હું મમ્મીને બાય કહી કોલેજ તરફ નીકળી. મમ્મી તો આજે પણ મને ઘરે જ રાખવા માંગતી હતી પણ મેં જીદ કરી કે હું લેકચર મિસ કરવા માંગતી નથી.

મેં મારી લકી ટી-શર્ટ પહેરી. પર્પલ હાફ સ્લીવ ટી-શર્ટ જે મેં ગયા એટલે કે સત્તરમાં જન્મ દિવસે મમ્મી તરફથી ભેટમાં મેળવી હતી. મારે આજે કઈક અલગ દેખાવું હતું. કઈક ખાસ દેખાવું હતું. ભલે અઢાર વરસ બે મહિનાને અગિયાર દિવસ મારા પર કોઈએ ધ્યાન ન આપ્યું પણ એ દિવસે મારે કોઈકના ધ્યાનમાં આવવું હતું.

કપિલ.

બસ હું કોલેજ પહોચું, કલાસમાં પગ મુકું અને મારી બેંચ સુધી જાઉં ત્યાં સુધી એ મને દેખતો જ રહી જાય. યસ, ઈટ વોઝ લવ એટ ફર્સ્ટ સાઈટ. આઈ ફેલ ધેટ આફટર ઓલ ધીઝ યર્સ, આઈ હેવ ફાઈનલી ફાઉન્ડ માય સોલમેટ. મને બારબરા હેરસીના શબ્દો યાદ આવ્યા. જોકે આ બધા શબ્દોનું મહત્વ પ્રેમ થયા પહેલા સમજાતું નથી ત્યારે એ શબ્દો માત્ર સારા વાક્યો જ દેખાય છે એના ગેહરા અર્થ તો પ્રેમની ગેહરાઈમાં ડૂબ્યા બાદ જ સમજી શકાય છે.

મારે સુંદર દેખાવું હતું. અઢાર વર્ષમાં પહેલીવાર મેં આયના સામે એક કલાક વિતાવી હતી અને છતાય મને સંતોષ થયો નહોતો. આમ તો મારી પાસે એક નવી પિંક હુડી ટી-શર્ટ હતી જે મને વધુ સ્લીમ અને સુંદર દેખાડી શકોત પણ મેં એ દિવસે એ લકી ટી-શર્ટ પહેરવાનુ જ પસંદ કર્યું. પ્રેમમાં નસીબની જરૂર પડે છે નહિતર લેલા મજનું અને સીદી ફરાદ જેવાએ નસીબ વગર ક્યાં એકબીજાને મેળવી શક્યા હતા? મને ત્યારે ક્યાં ખબર હ્તી કે જે લેલા મજનું અને સીદી ફરાદના હું દાખલા આપતી હતી એમનાથી પણ અમારા પ્રેમનો અંત વધુ કરુણ લખેલો હતો. મને ક્યાં ખબર હતી કે જે પ્રેમના હું સોનેરી સપના દેખતી હતી એનો અંત ભગવાને કાળી શાહીથી લખ્યો હતો.

મેં મારી જાતને ઘણા ઉદાહરણ આપ્યા હતા પણ દુનિયા જેમ હું પણ એક એવા જ પ્રેમીઓની જોડથી અજાણ હતી. અનન્યા અને વરુણ - અ પેર ઓફ  સ્ટાર ટચ લવર.

હું કોલેજ જવા માટે ઘરથી નીકળી. કદાચ એ દિવસે હું એકલી ન હતી મારી સાથે મારી આંખોમાં હજારો સપના હતા. મનમાં આશાઓ અને દિલમાં કપિલ હતો. એ દિવસે મને એમ લાગ્યું કાશ હું પણ કપિલની જેમ કાર લઈને કોલેજ જતી હોત તો ફટાક દઈને કોલેજ પહોચી જાત અને એને મળી શકોત. કાર નહી તો કમ-સે-કમ અશ્વિની જેમ મારી પાસે એકટીવા હોત તો પણ હું અડધા કલાકને બદલે પાંચ મિનીટમાં મારો સુંદર ચહેરો જોઈ રહેલા કપિલને જોતી રહોત.

સાચું કહું તો એ દિવસે મને લાગ્યું કે ભગવાને મને પાંખો કેમ નથી આપી? હું ઝડપથી ચાલતી હતી. રોજ મને સુપર માર્કેટ સુધી પહોચતા પંદર મિનીટ થતી એને બદલે એ દિવસે હું દસ જ મિનીટમાં ત્યાં પહોચી ગઈ. મારું હૃદય જોરથી ધડકતું હતું. કદાચ ઉતાવળે ચાલી એટલે કે પછી એ મારા ઓવર એક્ટીવ મનમાં ચાલી રહેલી ઓવર થીંકીંગનું પરિણામ હતું.

લગભગ રોજ કરતા દસેક મિનીટ વહેલી હું કોલેજ પહોંચી ગઈ. કોલેજના દરવાજામાં દાખલ થઇ એટલે મને જરાક ગભરાહટ થવા લાગી. હું એને શું કહીશ? થેંકસ કપિલ કહીને વાતચીત ચાલુ કરીશ. ના, એ યુઝલેસ હતું. કપિલ વેલકમ કહેશે અને વાતચીત પૂરી થઇ જશે. એટલામાં તો એનો ચહેરો પણ મને બરાબર નહી દેખાય.

તો શું કહું?

મને કઈ સુજતુ ન હતું.

તું વાત તો ચાલુ કર એ તો આપોઆપ લંબાઈ જશે. કઈ બધા વાતચીત કરતા પહેલા નક્કી નથી કરતા કે શું વાત કરવી. જરાક હિંમત રાખ નયના, આમાં આટલું બધું ગભરાવાની જરૂર નથી. હું મારી જાતને હિંમત આપી રહીં હતી. હું ગેટમાં દાખલ થઇ અને કેફેટેરિયા સુધી પહોંચી. કેટલાયે છોકરા છોકરીઓ આમ તેમ ફરતા હતા પણ મને કપિલ દેખાયો નહી. મને થયું આજે નહી આવ્યો હોય?

બી બ્રેવ, બી બ્રેવ એન્ડ ફોલો યોર હાર્ટ. મેં મારી જાતને કહ્યું. હું જાણતી હતી કે કપિલ કયાં હશે. કિંજલે મને કહ્યું હતું કે કપિલ હમેશા એકલો જ રહેવાનું પસંદ કરે છે. એ ક્યારેય બીજા જેમ જીમમાં કે કેફેટેરીયામાં સમય પસાર નથી કરતો એને બગીચામાં બેસી રહેવાની આદત છે. ઘણીવાર તો એ લેકચર ભરવાને બદલે પણ બગીચામાં જ બેસી રહે છે.

બગીચા તરફ જવા મારા પગ ઉતાવળા થયા. હું ઝડપથી એ તરફ ચાલવા લાગી પણ આજે રસ્તામાં હજારો અવરોધ હતા. જે મળે તે બસ સવાલો જ પૂછતું હતું. શું થયું હતું...? કેમ ત્રણ દિવસથી દેખાતી ન હતી...?

સારું થયું હું ત્યાં નવી હતી અને મને કોઈ ખાસ ઓળખતા ન હતા એટલે મારે માત્ર ત્રણ ચાર મારા કલાસના છોકરા છોકારીઓને જ જવાબ આપવા પડ્યા.

કેવી નવાઈની વાત હતી...? જૂની કોલેજમાં મને કોઈ બોલાવવાવાળું ન હતું. અહી હું નવી હતી તો પણ બધા મારા ખબર અંતર પૂછતાં હતા અને તોયે એ લોકો મારો સમય બરબાદ કરી રહ્યા હોય એમ મને લાગતું હતું. એક પળ માટે મને થયું કદાચ હું ઘમંડી બની ગઈ છું. કદાચ હું લોકોને નજર અંદાજ કરવા લાગી છું.

હું એ બધાને ટૂંકા જવાબ આપી ફટાફટ કેફેટેરીયા પાસેથી પસાર થઇ. વળી ત્યાં પણ મને વાતોમાં રોકી ન રાખે એ ડરે હું એકદમ ઉતાવળે પગલે ચાલી હતી. કેટલાક છોકરા છોકરીઓ કેફેટેરિયામાં બેસી વાતો કરી રહ્યા હતા.

થેંક ગોડ! એ બધા મારા માટે અજાણ્યા ચહેરા હતા - કોઈ મારા કલાસનું નહોતું નહિતર મને અવાજ આપોત અને મારે હું કેમ ત્રણ દિવસ ગેહાજર હતી એનું લાંબુ ક્લેરીફીકેસન એમને સમજાવવું પડ્યું હોત.

કેફેટેરીયાના પાછળના ભાગે ટોળે વળી સિગારેટની લહેજત ઉડાવતા છોકરાઓ તરફ પણ મેં ધ્યાન ન આપ્યું કેમકે હું જાણતી હતી કપિલ એમની સાથે તો ન જ હોય. એને ભીડ પસંદ નહોતી.

હું કેમ્પસના પાછળના ભાગમાં ગાર્ડન નજીક પહોચી ત્યારે દુરથી જ મને કપિલ દેખાયો. હાશ! મેં એક હાશકારો અનુભવ્યો. એ કોલેજ તો આવ્યો હતો. એ ગેરહાજર ન હતો. મેદીની વાડ પાસેના ખુલ્લા એન્ટ્રેન્સથી હું બગીચામાં દાખલ થઇ. એ બગીચો પણ અમારા ઘર પાછળના બગીચા જેમ જંગલનો જ એક ભાગ હતો. નગરપાલિકાની પરવાનગી લઇ કોલેજના કેમ્પસ પાછળના ખાસ્સા ત્રણ ચાર એકરના વિસ્તારને કોલેજ ઓથોરીટીએ જે.એમ. વોહરા બાગ તરીકે વિકસાવ્યો હતો.

કપિલ એના સુકલકડી મિત્ર રોહિત સાથે વાત કરવામાં વ્યસ્ત હતો. હું બગીચામાં દાખલ થઇ પણ એનું ધ્યાન મારા તરફ નહોતું. રોહિત વિશે મને કિંજલે કહ્યું હતું એ કોલેજમાં લવર બોય તરીકે ફેમસ હતો. એનો અશ્વિની સાથેનો અફેર કોલેજમાં બધાને જાણ હતી અને મોટાભાગની ચર્ચાનો વિષય અશ્વિની અને રોહિત જ હોતા.

હું કપિલની નજીક ગઈ છતાં કપિલે મને નોટીસ કરી નહિ. હું એના પરફેક્ટ ફેસને જોતી રહી. એ ચહેરો મેં સપનામાં અનેકવાર જોયો હતો. હકીકતમાં પણ એનો ચહેરો સપના જેટલો જ સુંદર હતો. ભેડા ઘાટના વોટરફોલ પાસે મેં સપનામાં જોયેલા એના ચહેરા અને હકીકતના એના ચહેરા વચ્ચે ખાસ ફરક નહોતો. વાસ્તવિકમાં એ ઓર સુંદર દેખાતો હતો. છ ફૂટની ઊંચાઈ સાથે એ ગ્રીક ગોડથી જરાય કમ લાગતો નહોતો.

હું એને એકદમ યુનિક રીતે પ્રપોઝ કરીશ. મેં મનોમન વિચાર્યું. મેં એની સુંદરતા જે વોટરફોલ પાસે ભેડાઘાટ પર જોઈ હતી એનાથી પણ એ સુંદર લાગી રહ્યો હતો. એના હાથમાં એજ નક્ષત્ર કંડારેલ વીંટી હતી. મને હતું કે હમણાં હું એને યુનિક વેમાં પ્રપોસ કરીશ અને સ્વપ્નની જેમ એ મને પૂરી કોલેજ વચ્ચે ચુંબનના વરસાદમાં નવડાવી દેશે. હું પણ એને એટલા જ ચુંબન આપીશ એટલો જ પ્રેમ આપીશ જેટલો હું એને સ્વપ્નમાં આપતી, હું કદાચ દિવસે સપના દેખવા લાગી હતી કેમકે હું જાણતી હતી કે એ બધું કોલેજમાં બધાની વચ્ચે શકય નહોતું.

કાશ! એ મારા સપનાની જેમ ભેડા ઘાટ પર હોત! એ જગ્યા એકાંત છે અમે ત્યાં હોત તો વાત અલગ હતી. હું છેકથી ડે-ડ્રીમર હતી અને એમાય કપિલને જોયા પછી તો લ્યુસીડ-ડ્રીમર થઇ ગઈ હતી.

અશ્વિની પણ ત્યાં હતી. એ કપિલથી થોડેક દુર ગુલાબના છોડ પાસે ઉભી હતી. તે કિંજલ સાથે કઈક વાતચીતમાં વ્યસ્ત હતી. કિંજલને જોઈ મને રાહત થઇ. એની હાજરીના લીધે મારો આત્મવિશ્વાસ જરા વધ્યો. કદાચ આવી મોમેન્ટસ દરમિયાન જ મિત્રોની સૌથી વધારે જરૂર વર્તાય છે. અ ફ્રેન્ડ ઇન નીડ ઈઝ ફ્રેન્ડ ઇન્ડીડ. મને યાદ આવ્યું.

“હાય.” મેં કપિલ પાસે જઈ કહ્યું. મને હવામાં એક અલગ જ સેન્ટ ફેલાયેલું મહેસુસ થયું. હું ફૂલોથી ભરેલા બાગમાં ઉભી હતી અને એ દરેક ફૂલ વસંતના આગમન સાથે ખીલી ઉઠ્યા હતા. છતાં એ બાગ કરતા મારા હ્રદયમાં વધુ વસંત ખીલેલી હતી. હું એને કહેવા માંગતી હતી કે તે મને શું કર્યું છે? કયુ કામણ લગાવી ગયો છે તું? આટલા દિવસોથી તું મને મારા સપનામાં આવીને સતાવતો હતો અને હવે આમ અચાનક મારી આંખો સામે આવી ગયો.

કપિલ તું મને મોહિની કેમ લગાવી જાય છે? અને તારી આંખોમાં આ અલગ જ જાદુ શું છે? સપનામાં અલગ વાત હતી પણ વાસ્તવિકતામાં હું તારી સામે હોઉં ત્યારે હું હોશ ખોઈ બેસું છું મને મારું ભાન નથી હોતું. સાચે જ મને મારી જાતનું ભાન નથી હોતું. તને જોતા જ હું ફરી સપનાઓની દુનિયામાં ખોવાઈ જાઉં છું. કેમ, કપિલ કેમ..? તુ જ મને કહે તને જોયા પછી હું દિલને કઈ રીતે કાબુમાં રાખું? મારી જાતને તારા વિચારોથી દુર રાખવી મારા માટે કેમ મુશ્કેલ છે? હું કેમ તારા ખયાલોમાં જ ખોવાયેલ રહું છું? કેમ તું રોજ મારા સપનામાં કોઈ ચોરની જેમ આવે છે અને ચહેરો પણ બતાવ્યા વિના જતો રહે છે? કેમ?

હું ફરી એક વાર મારી જાત પર હસી. હું પાગલ બની રહી હતી. પણ મારા હાયનો જવાબ ન આવ્યો. મારા ગ્રીટિંગનો કોઈ જવાબ ન આવ્યો એટલું જ નહી પણ કપિલે મારી તરફ જોયુ જ નહિ. એક પળ માટે મારી બધી ખુશી મરી ગઈ.

માય હાર્ટ ફોરગોટ ટુ બીટ બીકોઝ હી ડીડન્ટ રીપ્લાય. મારી બધી હિંમત તૂટી ગઈ. ના, ના. કપિલે સાંભળ્યું નહી હોય. મેં મારી જાતને સાંત્વના આપી.

“હાય.” મેં ફરી કહ્યું, આ વખતે થોડા ઊંચા સ્વરમાં.

“નયના તને બોલાવી રહી છે.” તેના સુકલકડી મિત્રએ કહ્યું ત્યારે એણે મારી તરફ જોયું.

“હા, શું હતું?” એણે મને સામે હાય કહેવાને બદલે સવાલ કર્યો.

“હું થેંકસ કહેવા માંગતી હતી.” મેં મારી લાગણીઓના ઉભરાને રોકી રાખતા કહ્યું. “થેંક યુ સો મચ.”

“એ તો તે ગઈ કાલે જ કહી દીધું હતું. હવે તું જઈ શકે છે.” કપિલે કહ્યું, એના ચહેરા પરના ભાવ વાંચી શકવા અશકય હતા. કદાચ એનો ચહેરો ભાવશૂન્ય હતો.

પણ... પણ મારું હ્રદય તો ભાવશૂન્ય ન હતું... મને એમ લાગ્યું જાણે કે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય... મને એમ લાગ્યું જાણે મારા નાનકડા હ્રદયને કોઈએ પોતાની મજબુત મુઠ્ઠીમાં દબાવી નાખ્યું હોય... એક પળ પહેલા મારું હૃદય જે આખા બાગની સુવાસને ફૂલોના રંગ ભરીને બેઠું હતું એ એક પળમાં કોરા કાગળ જેવું બની ગયું. એમાંના સપના ઉડી ગયા જાણે કે હવાના તૂફાનમાં સુકા પાંદડા ઉડી જાય. એમાંના સપના એમ વિખેરાઈ ગયા જેમ પાણીમાં પલળતા કાગળ પરની સહી વિખેરાઈ જાય.

“આઈ વાન્ટ જસ્ટ ફ્રેન્ડશીપ...”  મેં ગળગળા અવાજે કહ્યું.

“આઈ ડુ નોટ નીડ એની ફ્રેન્ડ. સ્પેસીઅલી નોટ વિથ યુ.” એણે એ જ કોઈ જ લાગણી વગરના અવાજે કહ્યું. એના અવાજમાં કોઈ ઈમોશન હતા કે નહિ એ મને ન સમજાયું પણ એના અવાજ અને આંખોમાં મને ગુસ્સો દેખાયો. બોલ્યા પછી એના હોઠ ગુસ્સામાં ભીંસાઈ ગયા.

હું પ્રેમના સપના દેખી રહી હતી અને એને મારાથી દોસ્તી કર્યાનો પણ અફસોસ હતો. મને મળ્યાનો એને અફસોસ હતો. જે ચહેરાને હું સજાવીને લાવી હતી એ ચહેરો જોયાનો એને અફસોસ હતો. મને લાગ્યું જાણે હું શ્વાસ લેવાનું ભૂલી રહી હતી. મારા હ્રદયને ઓક્સીજન મળતો બંધ થઇ ગયો હતો. જાણે હું મરી રહી હતી. કદાચ એ સમયે મને એટલું દર્દ થઇ રહ્યું હતું જેટલું સાપ કરડ્યો ત્યારે પણ નહોતું થયું.

“તું કેમ મને આમ ઇગ્નોર કરે છે.” મેં માંડમાંડ મારો શ્વાસ પાછો મેળવતા કહ્યુ, “આઈ જસ્ટ થેંક...”

હું મારું વાક્ય પૂરું ન કરી શકી. મારો અવાજ આંસુમાં ફેરવાઈ ગયો. મારો આંસુ પર કયારેય કાબુ નહોતો. મને શું બોલવું એ ન સમજાયું. એક પળમાં શું થઇ ગયું? કેમ એ મને આમ અપમાનિત કરી રહ્યો છે? તો મને બચાવીજ કેમ? તે મારાથી દોસ્તી કરી જ કેમ? તું મારા ઘરે જ કેમ આવ્યો? મેં કેટલાય સવાલો કર્યા પણ માત્ર કલ્પનાઓમાં - ખરેખર તો હું ત્યાં માત્ર રડી રહી હતી.

હું એના ચહેરાને જોઈ રહી. એનો ચહેરો એકદમ પ્લેન હતો - એના પર કોઈ જ ઈમોશન નહોતા. મને લાગ્યું જાણે મારા પગ નીચેની જમીન પાણી બની રહી છે. મારા હ્રદયમાં હવે કોઈ સુવાસ નહોતી. આસપાસના ફૂલો પણ જાણે સુવાસ વગરના બની ગયા હતા. આંસુઓ મારા ગાલ પરથી વહીને ઘાસના પેટલ પર ટપકી રહ્યા હતા. પણ મારા આંસુઓની કપિલ પર કોઈ જ અસર ન થઇ. મેં તો સાંભળ્યું હતું કે આંસુથી પવિત્ર કોઈ ચીજ નથી. તેઓ કમજોરીની નિશાની નથી પણ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આંસુ એક હજાર જુબાન કરતા પણ વધુ બોલી શકે છે અને તેઓ માત્ર દુખ જ નહિ પણ ન બોલાયેલા શબ્દો અને અસીમ પ્રેમનો પણ સંદેશો આપે છે. તો મારા આંસુઓની એના પર કોઈ અસર કેમ ન થઇ?

એ બધા મહાન વાકયો બકવાસ છે. ફિલોસોફી પુસ્તકોમાં જ સારી લાગે છે પણ રીયલ લાઈફ કોઈ બુક જેવી નથી હોતી.

એકાએક મારી વિચાર શૃંખલા તૂટી કેમકે મને ધીમા અવાજે પેલી વિચિત્ર ધૂન સાંભળવા લાગી અને બીજી જ પળે એ બગીચો હવામાં ઓગળી ગયો અને ત્યાં મસાણ બની ગયું - મેં સપનામાં જોયું હતું એવું સ્મશાન - મારા સપનામાં દેખાયેલો અઘોરી પણ ત્યાં હાજર હતો.

હું એકલી હતી - આખા મસાણમાં હું એકલી ઉભી હતી - મને આસપાસ મડદાં સળગતા દેખાયા - અનેક લાશો લાકડાના ઢગ પર તડતડ અવાજો સાથે સળગી રહી હતી - એમને ગળી જતી આગ નાગણની જીભ જેમ લપકારા લઇ રહી હતી.  લાકડાના ઢગલાઓ પર હજુ કેટલીક આગ ચાંપવાની બાકી હોય તેવી લાશો પણ ગોઠવાયેલી હતી. કુતરાઓ રડી રહ્યા - ચીબરીઓ ચર્રાટા કરી રહી હતી અને આકાશમાં સુરજને બદલે ચંદ્ર હતો.

અને હું હોશ ગુમાવી જમીન પર ઢળી પડી...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Rinkal Patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

DrHetal Trivedi 4 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 1 માસ પહેલા

Verified icon

tushar trivedi 3 માસ પહેલા

Verified icon

mittal thakkar 3 માસ પહેલા