નક્ષત્ર (પ્રકરણ 6)

એ સ્થળ આ બધાની શરૂઆત હતું અને એ સ્થળે જ આ બધાનો અંત હતો એ બાબતથી અજાણ હું ભેડા ઘાટના શિવ મંદિર પાસે ઉભી હતી. હું ફરી સપનું જોઈ રહી હતી.

હું સો ટકા સ્યોર હતી કે એ સપનું જ હતું. મારા ચોક્કસ હોવા પાછળ ખાસ કારણ હતું - હું એ મંદિર સામે ઉભી હતી જે હવે હયાત નહોતું. એ મંદિરને બદલે હવે ત્યાં માત્ર એક ખંડેર જ ઉભું છે. મેં એ મંદિર વિશે સાંભળ્યું હતું. લોકો કહેતા કે ભેડાઘાટ પર એક વિશાળ શિવ મંદિર હતું પણ એ મારા જન્મ પહેલાની વાત હતી. હવે ત્યાં માત્ર એક ખંડેર જ ઉભું છે પણ હું એક પરફેક્ટ મંદિર સામે ઉભી હતી.

વર્ષો જુનું વૃદ્ધ બીલીપત્રનું ઝાડ મને સુરજના કિરણો સામે ઢાલ પૂરી પાડી રહ્યું હતું. એ પણ મારી ડ્રીમ થીયરી માટે બીજો પુરાવો હતો કેમકે હવે એ ઝાડને બદલે બસ એનું સુકું ઠુંઠું જ ત્યાં ઉભું છે. જયારે મારા માથા પર તો એ વિશાળ વૃક્ષ લાખો પાંદડાઓ ફેલાવી છાયો કરી રહ્યું હતું એટલે મને ખાતરી થઇ કે એ સપનું જ હતું.

“અનન્યા...” મને અવાજ સંભળાયો. મેં અવાજની દિશામાં જોયું. કપિલ દુરથી મને અવાજ આપી રહ્યો હતો. એ મારી તરફ આવી રહ્યો હતો પણ એક ચીજ ન સમજાય તેવી હતી. એણે જુના જમાનાના કપડા પહેરેલા હતા. એ બ્રાન્ડેડ જીન્સ અને ટી - શર્ટની પેરને બદલે ટ્રેડીસનલ ફોર્મલ કપડામાં હતો. એના સફેદ શર્ટની સ્લીવ રોલ કરેલી હતી પણ એના હાથમાં મેં કોલેજમાં જોઈ હતી એ બ્રાન્ડેડ વોચ નહોતી.

તેણે મને કોલેજમાં પણ અન્યના કહીને બોલાવી હતી અને હવે અહી સપનામાં પણ એ મને અનન્યા કેમ કહી રહ્યો હશે?

એકાએક બધું બદલાઈ જવા લાગ્યું. દિવસ જાણે કાજળ ઘેરી રાતમાં પલટાઈ ગયો. જાણે મધરાત થઇ હોય તેવો અંધકાર ફેલાઈ ગયો. દુર ક્યાંક શિયાળવાની લાળી અને કુતરાના ભસવાના અવાજ સાથે આકાશમાં ચંદ્ર દેખાવા લાગ્યો.

મારી આંખોએ એક અજાણ્યા મુલાકાતીની હાજરી નોધી. એ કપિલની વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યો હતો. અંધકારમાં પણ એ અજાણ્યો મુલાકાતી એવી સરળતાથી ચાલી રહ્યો હતો જાણે એના માટે એ સ્થળ વર્ષોથી પરિચિત હોય.

એ મુલાકાતી ચાંદનીના તેજમાં મને કોઈ મદારી જેવો દેખાયો.

પણ ના, એ કોઈ મદારી નહોતો. નાગપુરમાં અનેક મદારીઓ રહેતા હતા. મેં બાળપણથી મદારીઓ જોયા હતા પણ એ અજાણ્યા માણસનો દેખાવ અને કપડા કોઈક રીતે મદારી સાથે મેળ ખાતા નહોતા. મેં એની તરફ ધ્યાનથી જોયું. એ છ ફૂટ ઊંચાઈના ટાવરની જેમ ફેલાઈને ઉભો હતો. એનો મસ્ક્યુલર બાંધો બેટલ હાર્ડન દેખાઈ આવતો હતો. એની ઉઘાડી છાતી ચાંદનીના તેજનું પરાવર્તન કરતી વખતે પોતાના પર પડેલા જૂની લડાઈના જખમો દેખાડી રહી હતી. તેના વાળ ડ્રેડ-લોકમાં બંધ થયેલા અને તેની દાઢી તથા મૂછના વાળ પણ એવા જ હતા. તેનું આખું કપાળ રાખથી ખરડાયેલુ હતું- કદાચ મસાણી રાખ.

મેં આટલી ભયાવહ અને ડરાવણી માનવ આકૃતિ જીવનમાં પહેલા ક્યારેય જોઈ નહોતી. મને લાગ્યું એ અઘોરી હશે. એ ચાલી રહ્યો હતો ત્યારે એનું પૂરું ફોકસ મારા તરફ જ હતું. મારી આંખો આપમેળે કપિલ તરફ ફેરવાઈ - કદાચ એ ભયને લીધે.

કપિલના ચહેરા પર પણ કોઈ ભેદી ભય ઘેરાયેલો હતો. એ ઓચિતો મારા તરફ દોડવા લાગ્યો. કપિલ કેમ મારા તરફ દોડ્યો એ સમજતા મને વાર ન લાગી. મેં મારા આસપાસ નજર કરી - હું જ્યાં ઉભી હતી એ સ્થળ બદલાઈ ગયું હતું - મારા પગ નીચેનું કુણું ઘાસ હતું કે ન મારા માથા પર બીલીનો છાયો હતો - ત્યાં ન કોઈ હરિયાળી હતી કે ન કોઈ મંદિર. ધ લેન્ડસ્કેપ ચેન્ઝડ ઇટસેલ્ફ.

“અનન્યા..” મને ફરી કપિલનો અવાજ સંભળાયો. મેં એને મારી નજીક અનુભવ્યો. એ મારી નજીક પહોચી ગયો હતો. તેણે પોતાની આંખો બંધ કરી અને ટીયર તેની આંખોમાંથી ટેકલ ડાઉન થયું. એ આંસુ એના ગાલ પર નાગની જેમ વળાંક લેતું નીચે ઉતારવા લાગ્યું. એ આંસુ શા માટે હતું એ મને ન સમજાયું. એ સમજવું મુશ્કેલ હતું.

“આઈ એમ સોરી...” એણે આંખો ખોલતા કહ્યું, “હું તને બચાવી ન શકયો., અનન્યા..”

મને એના શબ્દો ન સમજાયા પણ એ સપનું હતું એ જાણતી હોવા છતાં મને એના આંસુ જોઈ દુખ થયું. હું એને રડતો જોઈ એકદમ ઉદાસ થઇ ગઈ. એ કેમ રડતો હશે? મને સમજાયું નહી. એણે મને સોરી આઈ કુડન્ટ સેવ યુ એવું કેમ કહ્યું...?

મેં અઘોરી તરફ નજર કરી. તે અમને પહોચવા જ આવ્યો હતો. એ મારી તરફ આવતી વખતે કઈક બબડી રહ્યો હતો - એ કોઈ મંત્રો ચેન્ટ કરી રહ્યો હતો. એ અમારાથી થોડેક દુર અટકી ગયો અને એની નજર મારા પરથી ખસીને કપિલ પર સ્થિર થઇ.

કપિલ અને અઘોરી એકબીજા તરફ જંગલી પ્રાણીની જેમ જોઈ રહ્યા - બંનેની આંખોમાં જનુન અને ગુસ્સો હતો. બંને એકબીજા તરફ થોડોક સમય ઘૂરી રહ્યા બાદ વીજળીની ગતિએ એકબીજા તરફ દોડ્યા. આકાશી વીજળી કોઈ તોતિંગ ઝાડ પર અથડાય એવા કડાકા સાથે બંને એકબીજા સાથે ક્રેશ થયા અને જમીન પર પટકાયા. બીજી પળે બંને કોઈ પુરાતન યોદ્ધા હોય એમ ઉભા થયા - અઘોરી કપિલ કરતા વહેલો ઉભો થયો હતો એ જોઈ હું સમજી ગઈ કે એ કપિલ કરતા વધુ શક્તિશાળી હતો.

કપિલે રૂપ બદલ્યું. મને સપનામાં પણ એ જોઈ વિશ્વાસ ન થયો. હી સિફ્ટ હીઝ શેપ. તે એક મોટા સાપમાં પરિવર્તિત થઇ ગયો - કદાચ કીંગ કોબ્રા. હું એના શેપ-સિફટીંગના શોકમાંથી બહાર આવું એ પહેલા જ મેં અઘોરીના હોઠોને કઈક ચેન્ટીગ કરતા જોયા અને એના શરીરમાંથી સાત સાપો ઉદભવ્યા અને કપિલ પર હુમલો કરવા જમીન પર કપીલ તરફ સરક્યા.

સાપ બનેલા કપિલે મરણીયો પ્રયાસ કર્યો પણ એક સાથે સાત સાપો સામે લડવું અશકય હતું. એકાદ મીનીટમાં તો એનું આખું શરીર લોહીથી ખરડાઈ ગયું.

સાત સાપો એકબીજામાં સમાઈ ગયા અને એક વિશાળ સાપ બન્યો જે કપિલને ગળી જવા લાગ્યો. મેં ચીસ પાડવાનો પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ રહી - મારો અવાજ મારા ગાળામાં જ અટકી ગયો - એ બિહામણું દ્રશ્ય મને છળી ગયું હતું. 

અઘોરીની ફાયર બર્નિંગ આંખો મારી તરફ ફેરવાઈ - એણે સળગતા અંગારા જેવી આંખે મારા સામે જોયું અને એક રાક્ષસી હાસ્ય હસ્યો.

મારી આંખો ખુલી ગઈ. હું એક ઝાટકા સાથે બેડમાં બેઠી થઇ ગઈ. મેં મારા શ્વાસ મેળવવાનો પ્રયાસ કર્યો. મારું માથું લબાકા લઇ રહ્યું હતું. હું પાછી બેડમાં પછડાઈ, મારામાં બેઠા રહેવાની શક્તિ રહી નહોતી. હું મારા બેડરૂમમાં સલામત હતી, મારા બેડ પર સુતી હતી એ છતાં સપનામાં દેખેલા મસાણનો ભય હજુ મને લાગી રહ્યો હતો.

મેં છત તરફ જોયું. છત પરના આછા વાદળી રંગને જોઈ મને જરા રાહત થઇ.

મારી સાથે શું થઇ રહ્યું છે? એ માત્ર એક સપનું જ હતું. મેં મારી જાતને યાદ અપાવ્યું. હા, માત્ર એક સપનું પણ મેં આજ સુધીમાં જોયેલા સપનામાં સૌથી ડરાવણું સપનું.

હું ગ્રીન વેલ્વેટી મેટ્રેસ હટાવી પલંગ નીચે ઉતરી. બારી તરફ નજર કરી તો બહાર અજવાળું થઇ ગયું હતું. સૂરજ હજુ ક્ષિતિજ પર હતો અને એનું ઝાંખું અજવાળું ચારે તરફ ફેલાયેલું હતું. સારું થયું કે હું સપનામાંથી જાગી ત્યારે સવાર હતી - જો અંધકાર હોત તો હું છળી મરી હોત.

બહારનું સ્વર્ગ જેવું વાતાવરણ પણ મારા મનને શાંત ન કરી શક્યું. હું હજુ મારા સપનામાં જ હોઉં એવો ભાસ મને થઇ રહ્યો હતો.

વોટ ધ હેલ હેપન્ડ વિથ યુ? મેં મારી જાતને કહ્યું.

કુદરત પણ મને સાંત્વના ન આપી શકી એ કઈ રીતે શક્ય હતું? હું તો એક ફૂલ પર બેઠેલા પતંગાને જોઇને પણ ખુશીથી નાચી ઉઠતી એને બદલે આખી સવાર પણ મને તાજગી આપવા ઓછી ઉતરી એ કઈ રીતે શક્ય હતું?

હું વિચાર ખંખેરી બાથરૂમમાં ગઈ. મેં મારા શરીર પર સેન્ડલની સુવાસવાળો સાબુ ઘસી છેલ્લી રાતે જોયલા મસાણના ભયને ધોઈ નાખવાનો પ્રયાસ કર્યો. જો મેં કોલેજ અને કપિલ વિશે ઊંઘતા સમયે વિચારો ન કર્યા હોત તો એ સપનું ન આવ્યુ હોત. મને કપિલે કોલેજમાં કેમ અનન્યા કહીને બોલાવી એ જ વિચારો મારા મનમાં ફરતા હતા માટે જ એ સપનું આવ્યું હશે. મારી પાસે એ સપના માટે બીજું કોઈ લોજીકલ કારણ નહોતું પણ હું જાણતી હતી કે એમાં મેં વાપરેલ લોજીક નકામું હતું. હું કેટલીયે ચીજો વિશે વિચારતી હતી એ બધાને બદલે કેમ નાગના જ સપના મને આવે છે એ કોઈ લોજીકની મદદથી સમજાવી શકાય તેમ નહોતું.

છેલ્લા કેટલાક મહિનાઓથી દેખાતા વિવિડ ડ્રીમ્સ માટે મારી પાસે એક જ એપ્રોચ હતો. જો હું એ ચીજો વિશે ન વિચારું તો મને એવા સપના ન દેખાય. પણ હું મારી જાતને સપનામાં દેખાતા એ યુવક વિશે વિચારતા રોકી ન શકતી. વેન ઈટ કમ ટુ હિમ, આઈ કાન્ટ હેલ્પ માયસેલ્ફ. હું હમેશા એના વિશે જ વિચારતી રહેતી. મારી પાસે સમજાવવા માટે કશું નહોતું. હું કોઈ સારા સાઈકાટ્રીસ્ટની મુલાકત લેવા ઇચ્છતી હતી પણ હું એને શું કહું?

મારી પાસે કહેવા માટે માત્ર એટલું જ હતું - હું સત્તર વર્ષની હતી, હું કોઈ એવા વ્યક્તિના પ્રેમમાં હતી જેને મેં આજ સુધી માત્ર સપનામાં જ જોયો હતો. અને હું ધીમે ધીમે પાગલ થઇ રહી હતી. પહેલા મને એમ હતું કે એ બધું મારા સપનામાં જ હતું - પણ હવે વન પ્લસ હતું - મારા સપનામાં દેખાતો છોકરો હકીકતમાં પણ હતો - મારા જ શહેરમાં, મારી જ કોલેજમાં, મારા જ કલાસમાં અને મારી જ બેંચ પર.

મારા સેન્ડલ સોપ અને આઈવરી શેમ્પુની સુંગંધ હજુ સુધી મારા સપનાની સુંગંધ ન મિટાવી શકી. મને બીલી પત્રના ઝાડ અને મસાણની સ્મેલ ફિલ થઇ રહી હતી.

મને એક વાતની ખાતરી થઇ ગઈ હતી કે કપિલ જ મારા સપનાનો એ ડ્રીમબોય હતો - જોકે એ મારા સપના જેમ શેપ સિફટર હતો કે નહિ એ મને ખાતરી નહોતી.

મેં સપનાને ભૂલીને મારી જાતને બ્લુ જીન્સ સાથેની મેચિંગ રેડ ટી - શર્ટમાં પરોવી અને સીડીઓ ઉતરી મમ્મી સાથે બ્રેકફાસ્ટ ટેબલ પર જોડાઈ. બ્રેકફાસ્ટ ટેબલ પર સપના જેમ કોઈ વિવિધતા નહોતી. મમ્મીએ એ જ જૂની સફેદ ચાઈના પ્લેટ મારા તરફ ખસાવી, મેં ડીસ તરફ નજર કરી - એમાં પણ કોઈ ખાસ વિવિધતા નહોતી - મમ્મીએ બટર લગાવેલા ટોસ્ટથી ડીસ ભરેલી હતી. મેં ચાનો માગ હાથમાં લીધો અને ચા સાથે ટોસ્ટને ગળા નીચે ઉતારવા લાગી.

મને ટોસ્ટ ખાસ પસંદ નહોતા - એમાં પણ બટર સાથેના ટોસ્ટ તો બિલકુલ નહી. છતાં મેં ડીસ ફીનીશ કરી કેમકે આજે હું મમ્મી સાથે દલીલ કરવાના મુડમાં નહોતી. કોણ જાણે કેમ પણ મમ્મી શરીર પર એક્સ્ટ્રા ફેટ જોવા પાગલ થયેલી હતી. મને બટર અને ઘી બિલકુલ નાપસંદ હોવા છતાં બ્રેકફાસ્ટ ટેબલ કે ડાઈનીંગ ટેબલ પર મારા સામે મુકાતી ડીશમાં મમ્મીની મરજી મુજબ એ બંને મને ન ગમતી ચીજો હાજર જ રહેતી.

નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં સાડા નવ થઇ ગયા હતા. મેં ફટાફટ બેગ લીધી અને કોલેજ જવા નીકળી પડી. પપ્પા હું બ્રેકફાસ્ટ ટેબલ પર પહોચી એ પહેલા જ ડ્યુટી પર નીકળી ગયા હતા - મને એમની કાર માત્ર પહેલા દિવસે જ કોલેજ ડ્રોપ કરવાની હતી એ હું જાણતી હતી.

કોલેજનો બીજો દિવસ હતો એટલે કોલેજ ગેટ પાસેથી જે ચહેરા દેખાયા એમને હું ઓળખવા માંડી હતી. મને એક દિવસમાં ઘણા બધા ચહેરા નામ સાથે યાદ રહી ગયા હતા - એ કિંજલની મહેરબાની હતી.

જે. એમ. વોહરાના સાઈન બોર્ડ નીચે જ કપિલ એના સુકલકડી દોસ્ત સાથે ઉભો હતો. એને જોઇને મારા ચહેરા પર અનાયાસે જ સ્મિત તરી આવ્યું જે છુપાવવા મારે મારો હોઠ કરડવો પડ્યો. હું એની તરફ જોઈ રહી પણ એણે ચહેરો ફેરવી લીધો. મને એમ લાગ્યું જાણે એના ગાલ જરાક ઉપસ્યા હતા - એણે પણ બીજી તરફ જોઇને સ્મિત આપ્યું હતું.

ઓહ! ગોડ! આઈ વોઝ લુઝીંગ માય માઈન્ડ.

ધેર ઈઝ ઓલવેઝ સમ મેડનેસ ઇન લવ, બટ ધેર ઈઝ અલ્સો રીઝન ઇન મેડનેસ. સાચે જ મને એ વાકય સાચું લાગ્યું.

જયારે હું કિંજલ સાથે કલાસમાં દાખલ થઇ, કપિલ છેલ્લી બેંચ પર એના મિત્ર જોડે બેઠો હતો. પહેલા દિવસની જેમ આખી બેંચ મારા એકલા માટે હતી. હું ઉદાસ હૃદયે બેંચ પર ગોઠવાઈ. મને એ જરાય ન ગમ્યું. હું જાણતી હતી કે એ મારો ડ્રીમબોય હતો. હું એની બાજુમાં બેસવા માંગતી હતી. જોકે એની બેંચ પર એના બે નેબર માંડ સમાતા હતા માટે મેં જે વિચાર્યું એ અશક્ય હતું. એ  જગ્યા ખાલી હોય તો પણ હું ત્યાં જઈ બેસવાની હિમ્મત ન કરી શકોત કેમકે જો કપિલને મારી નજીક બેસવું ન ગમતું હોય તો કલાસ છોડી જવા સિવાય એની પાસે કોઈ ઓપ્સન ન બચે. હું એવું ન જ કરી શકું.

એ છતાં હું એને આંખને ખૂણેથી જોતા મારી જાતને ન રોકી શકી. એ પણ મને જ જોઈ રહ્યો હતો. મેં કઈક અલગ ચીજ નોધી - એની આંખો - એ આંખો એકદમ અલગ હતી - એ આંખો હેઝલ હતી - એકદમ ગોલ્ડ જેવી હેઝલ.

મારી આંખો એને જ જોઈ રહેવા ઇચ્છતી હતી પણ મેં એ તરફ ફરી નજર ન કરી - મેં મારી ટોફી બ્રાઉન આંખોને જબરદસ્તી પણ ટીચર તરફ ફેરવી રાખી. જોકે પહેલું જ લેકચર ફિલોસોફીનું હતું.

ટીચર વોઝ બીઝી ઇન એક્સપ્લેનીંગ સમથીંગ અબાઉટ ટ્રુથફૂલનેસ ઓફ અ સ્ટેટમેન્ટ. મને એમાં જરાય રસ નહોતો છતાં હું એ તરફ ધ્યાન આપવાનો ઢોગ કરતી રહી.

મને એ પહલુ લેકચર હતું છતાં કંટાળો આવવા લાગ્યો. એ જાણે કેટલીયે કલાકોથી ચાલતું હોય અમ લાગ્યું. ફિલોસોફી મારા માટે બોરિંગ વિષય ન હતો. એ મને ગમતો વિષય હતો પણ કદાચ હું લેકચર પૂરું થાય અને એક નજર કપિલ તરફ જોવા માંગતી હતી માટે એ મને લાંબુ લાગ્યું.

જોકે લેકચર પૂરું થાય ત્યાં સુધી હું મારી જાતને રોકી ન શકી. મેં એક નજર કપિલ તરફ કરી અને એ તરફ જોવા બદલ મારી જાતને ઠપકો આપ્યો - એ મને જ જોઈ રહ્યો હતો - એની સોનેરી કીકીઓ મને ધારી ધારીને જોઈ રહી હતી. મને નવાઈ લાગી કેમ એની આંખોમાં એક ગજબ સોનેરી ચમક છે? કેમ એની આંખો મને મોહિની જગાડી રહી છે? શું એનામાં કોઈ હિપ્નોટીઝમ પાવર હશે? શું એ વોરલોક હશે? કે પછી એ કાસ્ટર હશે?

હું એ બધા અંગ્રેજી શબ્દોથી પરીચિત હતી પણ મને એ સમયે હકીકતનો અણસાર નહોતો કે ઈચ્છાધારી નાગના માથા પર એક મણી હોય છે અને એ જયારે માનવરૂપ ધારણ કરે ત્યારે એના મણીની બધી ચમક તેની આંખોમાં રહે છે. એના લીધે તેની આંખો ડીપ ગોલ્ડ દેખાય છે અને મણીની ઉર્જાને લીધે એની આંખોમાં એક અજબ આકર્ષણ શક્તિ હોય છે - સાયન્ટીફિકલી કહીએ તો નાગમણીમાં સો ઇલેક્ટ્રિક બલ્બ કરતા વધુ લાઈટ હોય છે.

મને એની આંખોમાં ઓન્લી લૂક કેન કિલ એટીટ્યુડ દેખાયો. અને સામે મારી આંખો પણ ઓન્લી ઇફ આઈ નો યુ એટીટ્યુડ બતાવી ફરી ટીચર તરફ જોવા લાગી.

જયારે પહેલું લેકચર પૂરું થયાનો બેલ વાગ્યો ત્યારે મને ભાન થયું કે હું એના વિચારોમાં ખોવાઈ ગઈ હતી અને લેકચર પૂરું થઇ ગયું હતું - પીસ્તાળીસ મિનીટ સુધી હું અવિરત એના વિશે જ વિચારતી રહી. સ્યોર મારે કોઈ મનોચિકિત્સકને મળવાની જરૂર હતી.

“હાય..નયના. આઈ એમ જૈનમ..” મને એક મેલ વોઈસ સંભળાયો. મેં અવાજની દિશામાં જોયું. મને એક ક્યુટ બોય દેખાયો. એ એકદમ સલીમ હતો, એના કાળા વાળ એકદમ સારી રીતે ઓળેલા અને ટૂંકા કાપેલા હતા. સ્યોર મમ્મી મને જે બટર અને ઘી ડાઈનીંગ ટેબલ પર ફોર્સ કરતી હતી એની જરૂર એ ક્યુટ બોયીસ છોકરાને હતી. મેં એની સામે એકદમ ફ્રેન્ડલી વેમાં સ્મિત ફરકાવ્યું.

“હાય, આઈ એમ નયના..” મેં એને ગ્રીટ કર્યું ત્યારે પણ મારા ચહેરા પર એ જ સ્મિત હતું.

‘તારે કોઈની સાથે દોસ્તી ન કરવી જોઈએ.’ મને મારા બેક ઓફ માઈન્ડમાં વિચિત્ર અવાજ સંભળાયો. મારા પાછળના મગજમાં એ વાક્ય જાણે સીધું જ ઉદભવ્યું હોય તેમ મને લાગ્યું. મેં આસપાસ જોયું પણ કોઈ બોલ્યું નહોતું.

મને નવાઈ ન લાગી કેમકે હું જાણતી હતી કે મને ભ્રમણાની બીમારી થઇ ગઈ છે. હું મારી આસપાસ કાલ્પનિક ચીજો જોતી અને સંભળતી હતી.

“ટેલ મી ઇફ યુ નીડ એની હેલ્પ. આઈ નો ધીસ કોલેજ વેરી વેલ..” મને મૂંઝાયેલી જોઈ જૈનમે કહ્યું.

“સ્યોર..” મેં પેલા વિચિત્ર અવાજને નેગલેક્ટ કરતા કહ્યું, “આભાર.”

એ જ સમયે મેમ આવ્યા. ટીચરને રૂમમાં પ્રવેશતા જોઈ જૈનમ મને હળવેથી વેલકમ કહી ઉતાવળે એની બેંચ પર ગયો.

ઇતિહાસના લેકચર વિચારોમાં જ પતી ગયું. મારા ઓવર એક્ટીવ મગજે મને આખું લેકચર કપિલ વિશે વિચારવામાં વ્યસ્ત રાખી. હું એના વિશે જેટલું ન વિચારવા ચાહું મારું મન એટલા જ એના વિચારો તાણી લાવતું હતું.

લંચ માટેનો બેલ એટલો જોરથી વાગ્યો કે હું કુદીને બેંચ પરથી ઉભી થઇ ગઈ. મેં ફરી કપિલ તરફ નજર કરી. એ બેંચ પરથી ઉભો થઇ ગયો હતો. મારી કલ્પના કરતા એ વધુ ઉંચો હતો. એ લગભગ મને સપનામાં દેખાતા કપિલ કરતા પણ જરાક વધુ ઉંચો હતો - લગભગ છ ફૂટ - ટોલર ધેન આઈ હેડ ઈમેજીન.

કલાસ છોડતા પહેલા એણે પણ મારા પર એક નજર કરી - એની આંખો એકદમ અલગ હતી - એક આંખમાં મને લીલા રંગની ઝાય દેખાઈ અને બીજી આંખ એકદમ હેઝલ હતી - હેઝલ લાઈક ગોલ્ડ.સોનેરી.

હું ડઘાઈને ઉભી રહી ગઈ અને અનિમેષ પણે એને જોઈ રહી. એણે મને એકદમ ઓકવર્ડ લૂક કેમ આપ્યો? ઈટ ઈઝન્ટ ફેર. મને એના પર એકદમ ગુસ્સો આવ્યો - જોકે મારું હૃદય પાગલની જેમ એને ચાહતું હતું. મને હમેશાથી મિસ્ટ્રી પસંદ હતી અને એ કોઈ મિસ્ટ્રી કરતા ઉતરતો નહોતો. તેની આંખોમાં એક અજાણ્યું રહસ્ય હતું - એક એવું રહસ્ય જે મને રોમાંચથી ભરી દેતુ.

મને કઈ રીતનો ગુસ્સો આવ્યો એ મને ન સમજાયું - હું કેમ ગુસ્સે હતી એ પણ મને ન સમજાયું. હું રડવા માંગતી હતી. હું ચીસો પાડી એને પૂછવા માંગતી હતી તું મારા તરફ પ્રેમથી પણ જોઈ શકતો હતો ને? ઓહ! ગોડ! હેલ્પ મી.

“આરન્ટ યુ કમિંગ ટુ કેફેટેરીયા?” કિંજલના અવાજે મારી વિચાર શ્રુંખલાને તોડી.

“યસ...” મેં મારા હ્રદયમાં ઉભરી રહેલા ગુસ્સાને શાંત કરવાનો પ્રયાસ કરતા કહ્યું.

હું કિંજલ સાથે કેફેટેરીયા ગઈ. રસ્તામાં એ જ બોલતી રહી તે એકદમ ચેટરર હતી - જયારે પણ એ મારી સાથે હોય મોટા ભાગની કન્વરશેસન એ જ સપ્લાય કરતી. જોકે એનાથી મને ફાયદો હતો. આમ પણ મને ગુસ્સામાં બોલવું સુજતુ જ નહિ.

કપિલના ઓકવર્ડ લૂકને લીધે મારી ભૂખ મરી ગઈ હતી છતાં હું કિંજલ સામે ટેબલ પર ગોઠવાઈ - કદાચ કેફેટેરીયામાં સમોસા ફ્રાય થયાની સુગંધ અને બેક થતા ટોસ્ટની સુવાસ મારા મનને ફ્રેશ કરી શકે.

અમે છેલ્લા કાચની સ્લાઈડીંગ બારી પાસેના છેલ્લા ટેબલ પર હતા. બધા ટેબલ પેક હતા. મને પહેલા દિવસ જેમ જ લાગ્યું કે મને કોઈ અજાણ્યી આંખો કયાંકથી જોઈ રહી છે. સમવન વોઝ સ્પાયિંગ ઓન મી. મારા ઇન્સ્ટીકટે મને ચેતવી કે કોઈ મારા પર નજર રાખે છે પણ મેં એને મારા મનનો ભ્રમ સમજી નેગલેક્ટ કર્યું. કદાચ એ જ મારી મોટામાં મોટી ભૂલ હતી. માણસે કયારેય પોતાના અંતરઆત્માને અવોઇડ કરવો ન જોઈએ.

અમે ફૂડ અર્ડર કરીએ એ પહેલા જ અશ્વિની મારી સામે ખાલી સીટમાં કિંજલ પાસે ગોઠવાઈ. તેનો બ્લોન્ડ ચહેરો અને કોલ બ્લેક હેર એને એકદમ સુંદર બનાવી રહ્યા હતા.

“હાય, અશ્વિની..” અમારો પરિચય ગઈ કાલે જ થઇ ગયો હતો એટલે મેં તેને હાય કર્યું.

“હાય, નયના..” તેણીએ એક સ્માઈલ આપી. એ સ્માઈલ એકદમ નાઈસ સ્માઈલ હતી. જરાય ઓકવર્ડ ન હતી, “આર યુ ન્યુ ઇન સીટી?”

“નો એકચ્યુલી આઈ એમ ફ્રોમ નાગપુર. જસ્ટ વોઝ ઇન મુંબઈ ફોર સ્ટડી.” મેં એના જેમ જ સ્મિત ફરકાવવા પ્રયાસ કર્યો.

“ધેન..?” એને નવાઈ લાગી પણ મને નહિ. મને ખબર હતી કે મેં કહેલું વાક્ય ગમે એને ચોકાવી નાખે એમ હતું. કોઈ છોકરી મુંબઈ જેવા શહેરને છોડી નાગપુર કોલેજમાં કેમ આવે?

ઈટ વોઝ ફુલીશ - જોકે મારી પાસે પોતાનું કારણ હતું પણ હું એ કહીને બધાને હસાવવા માંગતી નહોતી.

“ઈટ ડીડન્ટ સ્યુટ મી.”

“વેલકમ બેક ઇન નાગપુર.” એના ચહેરા પરથી સ્મિત જાણે ખસતું જ ન હોય તેમ એ હસીને બોલી. એ એકદમ હસમુખી હતી.

“થેંકસ.” મેં એને બેક સ્માઈલ આપી, એના જેવી જ નાઈસ સ્માઈલ આપવા પ્રયાસ કરો છતાં એના જેવું મીઠું હું ન હસી શકી. કદાચ કપિલે ઓકવર્ડ લૂક આપ્યો એની અસર હજુ મારા હર્દયમાં હતી. એ અસર સાથે મીઠું સ્મિત ફરકાવવું મુશ્કેલ હતું.

“ઓકે..” અશ્વિની ઉભી થઇ, “મારે હવે જવું પડશે..”

“શું થયું?” મને નવાઈ લાગી, “યુ હેવ જસ્ટ જોઈન અસ?”

“એને જવા દે..” કિંજલે ટેબલ નીચેથી મને પગનો હળવો ઈશારો આપ્યો, “રોહિત બગીચામાં એની રાહ જોઈ રહ્યો છે.” કિંજલ ગાંડાની જેમ હસવા લાગી.

“બાય, ગાયઝ..” અશ્વિની બ્લસ થતી, અમારી તરફ વેવ કરી ચાલી ગઈ.

મેં અશ્વિનીમાં બે ચીજો નોધી – એક તો એના હાથની ત્રીજી આંગળી પર નક્ષત્ર કંડારેલી એ રહસ્યમય રીંગ હતી. એ રીંગ પણ ચાંદીની હતી. એના પર કંડારેલું નક્ષત્ર જરાક અલગ હતું - એ સાપ જેવું એક નાનકડું હ્યુમેનોઈડ હતું જેને બે પાંખો હતી. કદાચ એ નક્ષત્ર નહિ પણ કોઈક બીજી જ કોતરણી હતી. અને બીજું જયારે એ બ્લસ થઇ એની આંખો એકદમ બદલાઈ ગઈ હતી - એની આંખો પણ ક્લાર્ક મેમ અને કપિલ જેમ હેઝલ ગોલ્ડ બની ગઈ હતી. એની આંખોમાં પણ ગોલ્ડન લાઈટ અને હિપ્નોટીઝમ હતું.

મારી કોલેજ પળે ને પળે વધુ રહસ્યમય બન્યે જતી હતી. મારા આસપાસ રહસ્ય રચાઈ રહ્યું હતું અને હું એનાથી એકદમ અજાણ પ્રેમના સપનાઓમાં રાચતી હતી. કદાચ મારું એ બધા રહસ્યમય લોકો સાથે કોઈ કનેક્શન હતું. કદાચ હું પણ એ રહસ્યમય રીંગ સાથે કોઈક રીતે જોડાયેલી હતી - એવું ન હોય તો મારા સપનામાં એ રીંહ કેમ આવે?

મને એ બધા વિચારો સાથે ડર લાગવા માંડી. મને જરાય ભૂખ નહોતી છતાં કિંજલે ખાસ મારા માટે મંગાવેલા બે સમોસા મારે એનું મન રાખવા માટે પણ ખાવા પડ્યા. અને ચા માટે તો હું ના કહી શકું એમ હતી જ નહિ. એ કોલેજમમાં દાખલ થતા જ મારું માથું ફરવા લાગતું અને એ સમયે મને કોઈ ચીજની સૌથી વધુ જરૂર હોય તો એ હતી ચા.

એ બધા માટે મારી ના કહેવા છતાં કિંજલે જ કાઉન્ટર પર બીલ ચુકવ્યું. તે ખેરેખર એક સારી દોસ્ત હતી. હું બીલ આપવા માંગતી હતી પણ કિંજલે ધીસ ઈઝ ફોર અવર ફ્રેન્ડશીપ કહી મારા હાથ બાંધી નાખ્યા.

લંચબ્રેક પછી પણ કપિલ છેલ્લી બેંચ પર જ બેઠો. મારી જૂની કોલેજ કરતા કેટલું અલગ હતું. મને એમ હતું કે ન્યુ એન્ટ્રી તરીકે મારે રેગીંગનો ટ્રોમા સહન કરવો પડશે પણ ઉલટું જ થયું મારા લીધે કોઈ બેંચ છોડીને બીજે જઈ બેઠું હતું. શું મારા લીધે કોઈ બેંચ છોડીને જાય એટલી ખરાબ હતી હું? નો, નેવર. આઈ કુડન્ટ બી સચ બેડ ગર્લ. સચ અ બેડ ગર્લ ધેટ કેન મેક યુ લીવ યોર કોલેજ વિધાઉટ યોર વિશ. આઈ વોઝ નોટ વન ઓફ ધેમ. મારો ઉછેર સારા ઘરમાં થયો હતો - મારામાં એવા સંસ્કારો નહોતા.

લાસ્ટ લેકચર પૂરું થતા બધા પોત પોતાની બેગ લઇ કલાસ બહાર નીકળ્યા. અહી આવી ત્યારથી મેં વિચારવા સિવાય કોઈ કામ કર્યું જ નહોતું. પણ હવે મારા ઘણા સવાલોના જવાબ મને મળવાના હતા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Tejal ba 2 અઠવાડિયા પહેલા

Verified icon

Rinkal Patel 2 અઠવાડિયા પહેલા

Verified icon

aarohi patel 3 અઠવાડિયા પહેલા

Verified icon

Anjan 2 માસ પહેલા

Verified icon

Nishi Pandya 2 માસ પહેલા