નક્ષત્ર (પ્રકરણ 10) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નક્ષત્ર (પ્રકરણ 10)

મમ્મીએ પપ્પાને પણ ફોન કઈ લીધો હતો. શક્ય એટલી ઝડપે પપ્પા પણ હોસ્પિટલ પહોચી ગયા.

“નયના...” તેઓ વેઈટીંગ રૂમમાં આવતા જ મારી પાસે દોડી આવ્યા.

“હું ઠીક છું, પપ્પા..” હું એમને ભેટી પડી, “મને કઈ નથી થયું. હું એકદમ ઠીક છું.”

મારા એટલું કહેવા છતાં પપ્પાની આંખોના ખૂણા ભીના થયેલા મેં જોયા. પપ્પા પણ મારી જેમ જ આંસુ સામે નબળા હતા - એમનો પણ આંસુઓ પર કોઈ કાબુ નહોતો.

મારો પપ્પા સાથેનો ભરતમિલાપ ખતમ થાય એ પહેલા કપિલના પપ્પા પણ વેઈટીંગ રૂમમાં દાખલ થયા. તેઓ કોઈની સાથે બોલવાને બદલે સીધા મમ્મી પાસે ગયા અને કઈક વાત કરી ઈમરજન્સી રૂમની બાજુના ડોક્ટરના કાન્સલટન્સી કક્ષમાં દાખલ થયા.

મને લાગ્યું હતું કે કપિલને ઠીક થતા દિવસો થશે પણ કપિલ અડધા કલાક કરતા પણ ઓછા સમયમાં ઈમરજન્સી વોર્ડ બહાર આવ્યો એ જોઈ હું ખુશીથી પાગલ થઇ ઉઠી. એ બહાર આવી સીધો જ મારી પાસે આવ્યો. એની આંખો હજુ એકદમ લીલાશ પડતી હતી - ગ્રીનીસ ગોલ્ડ.

“હાય.” કપિલે મારા પાસે આવી કહ્યું, “હવે તને કેમ છે?” એનો અવાજ એકદમ અદભૂત હતો. અદભુત એટલા માટે કે એનું વર્ણન કરવા મારી પાસે બીજો કોઈ શબ્દ નથી. એના ચહેરા પર એ વખતે ગુસ્સો ન હતો. કોલેજમાં એ મને થોડો અકડું લાગ્યો હતો પણ અહી તેના ચહેરા પર જરાય ગુસ્સાના ભાવ ન હતા. મેં મનોમન વિચાર્યું કપિલ કોલેજમાં કેમ ગુસ્સામાં રહેતો હશે? ગુસ્સામાં ન હોય તો એનો ચહેરો કેવો મસ્ત લાગે છે.?

હું વિચારોમાં ખોવાઈ ગઈ હતી. મેં કેટલું મિસઅંડરસ્ટેન્ડ કર્યું હતું. હું એને નાગ સમજવા લાગી હતી. એ એક ઇચ્ચ્ધારી નાગ છે એમ મને લાગવા માંડ્યું હતું પણ એ નહોતો. એ કોઈ નાગ નહોતો. જો એ નાગ હોય એના પર ઝેરની અસર કેમ થાય?

છતાં મારું દિલ વાર વાર કહેતું હતું કે એ સામાન્ય માણસ પણ નહોતો. કોઈ સામાન્ય વ્યક્તિ કીંગ કોબ્રાના ફટલ વેનોમથી કઈ રીતે આટલી જલ્દી રીકવર થઇ શકે? કપિલે મારા શરીરમાંથી બધું ઝેર ચૂસી લીધું હતું અને એ છતાં અડધા કલાકમાં એ ઈમરજન્સી વોર્ડ બહાર આવી ગયો હતો જે કોઈ પણ સામાન્ય માનવ માટે અશક્ય હતું. કદાચ એ હાફ હ્યુમન- હાફ નાગ હતો.

“હાઉ આર યુ ફીલિંગ નાઉ?” કપિલે ફરીવાર એ જ પૂછ્યું.

હું એને એકીટસે જોતી જ રહી.

“આર યુ ઓકે?” કપિલે જરાક હસીને પૂછ્યું ત્યારે મને ખબર પડી કે હું એના ચહેરાના વિચારોમાં એવી ખોવાઈ ગઈ હતી કે એણે હાય કહ્યું પણ મેં જવાબ ન આપ્યો.

“આઈ એમ ફાઈન, થેન્ક્સ.” મેં કહ્યું.

“વેલકમ.” એણે સ્માઈલ સાથે કહ્યું.

હું એના ચહેરા પરના એ સ્મિતને જોતી જ રહી, એનો હસતો ચહેરો..... મને એક પળ માટે થયું કોઈ ખરેખર આટલું સુંદર હોઈ શકે? બીજી જ પળે મેં વિચાર્યું સારું થયું કે કોલેજમાં કપિલ ગુસ્સામાં જ રહે છે હસતો નથી... નહિતર...!! મારી એનાથી મુલાકાત થઇ એ પહેલા જ એ કોઈ બીજાનો બની ચુક્યો હોત. હું એ કલ્પના માત્રથી ધ્રુજી ગઈ.

“ડોકટરે હોશ આવે એટલે કલાક પછી રજા મળી જશે એમ કહ્યું છે.” કપિલે કહ્યું.

“હમમમ.” મેં કહ્યું. શું બોલવું એ જ મને સુજ્યું નહી. અચાનક મને યાદ આવ્યું.

“તું ત્યાં બગીચામાં કઈ રીતે આવ્યો?” મેં પૂછ્યું.

“પગે ચાલીને.” એણે મજાક કરતા કહ્યું પણ મને એની આંખોએ કહી દીધું કે એ કઈક છુપાવી રહ્યો હતો. કદાચ એની આંખો પણ મારી આંખો જેમ જ બધું જાહેર કરી દેનારી હતી.

“પણ તું ત્યાં ક્યાય ન હતો, અને હું પડતી હતી ત્યાં તું એકદમ કયાંથી આવી ગયો?” મેં કહ્યું.

“હું ત્યાજ હતો બસ તારું ધ્યાન એ છોડ તરફ હતું. એના પરથી પાંદડા હટાવવામાં..”

“પણ મેં એ સમયે.....” હું કઈક કહેવા જતી હતી પણ અચાનક અટકી ગઈ. મેં એની તરફ જોઈ નવાઈથી કહ્યું, “તને શું ખબર, હું છોડ પરથી પાંદડા ખસેડવા ઇચ્છતી હતી?”

“તે જ કહ્યું હતું.” એણે જરાક વિચારીને કહ્યું. પણ ફરી એની આંખોએ એને દગો આપ્યો. હું સમજી ગઈ કે એ સાચું નથી બોલી રહ્યો. એની આંખો કહી રહી છે કે એ કઈક છુપાવી રહ્યો છે. અને આમેય એના વિધાનની સત્યતા મુલ્ય ‘એફ’ જ હતી કેમકે એની પાસે ત્યાં આવવા માટેનું કોઈ જ કારણ ન હતું. એ મને ઉદાહરણ સાથે વ્યાપતી આપી શકે તેમ ન હતો.

“ના, મેં કોઈને કહ્યું જ નથી...”

“તને યાદ નથી, તું ઘેનમાં હતી.”

“હું ઘેનમાં ન હતી અને હા, તને કઈ રીતે ખબર પડી કે મને ઓછા ઝેરવાળો બેલ કરડ્યો છે?”

“મેં એવું ક્યારે કહ્યું?”

“મમ્મીને, હું સાંભળતી હતી, હું પૂરી બેભાન ન હતી.” મેં કહ્યું.

“એ તો એમ જ, મમ્મી ગભરાય નહી એટલે.”

“બધું એમ જ ન હોઈ શકે.” મેં જરાક બેઠા થવાનો પ્રયત્ન કરતા કહ્યું.

“શું બધું?”

“એજ કે તું...?” હું કઈક પૂછવા જતી હતી પણ કપિલના પપ્પાને નજીક આવતા જોઈ હું અટકી ગઈ.

“હવે કેમ છે? ચક્કર બીજાતો નથી આવતાને?” એમણે આવતા જ પૂછ્યું.

“ના, હવે સારું છે.” મેં કહ્યું.

“સર આપને ડોકટર સાહેબ બોલાવે છે.” એક નર્સે આવી કપિલના પપ્પાને કહ્યું. મને નવાઈ લાગી ડોકટરને કપિલના પપ્પાનું શું કામ હશે? કપિલના પપ્પા નર્સ સાથે ડોક્ટરની કન્સલ્ટીગ ચેમ્બરમાં ગયા. હું ફરી કપિલ વિશે વિચારવા લાગી. એ મને હમણાં જ મળ્યો હતો. એ મારા ઘરે કેમ આવ્યો હશે? શું એ આકસ્મિક ત્યાં આવ્યો હશે કે પછી એ જાણતો હશે કે હું ત્યાં રહું છું? પણ એ કઈ રીતે જાણી શકે કે હું ક્યાં રહું છું? એ અશક્ય હતું. કોલેજમાં ગુસ્સામાં દેખાનાર કપિલ મારી સામે આટલો ખુશ કેમ રહે છે? જે હોય તે પણ સારું જ હતું કે એ આવી ગયો. એ મને તરત દવાખાને લાવ્યો ન હોત અને ઝેરની અસર વધી ગઈ હોત તો મારે ત્રણ કલાકને બદલે ત્રણ દિવસ સુધી દવાખાને રહેવું પડત. એ મારા માટે અશક્ય હતું.

મેં કપિલ તરફ જોયું. એ પપ્પા સાથે વાત કરવામાં વ્યસ્ત હતો.

“આભાર યંગમેન.” પપ્પાએ કપિલનો અભાર માન્યો.

“ઈટ વોઝ માય ડ્યુટી ટુ સેવ માય કલાસમેટ.” કપિલે જરાક હસીને કહ્યું.

“ઈટ ઇઝ યોર ગ્રેટનેસ.” પપ્પાએ તેનું વાક્ય સુધાર્યું, પપ્પા આમ તો દસ પાસ હતા પણ આખો દિવસ ફોરેસ્ટ ઓફિસરો સાથે રહેવાનું થતું એટલે સારું એવું અંગ્રેજી બોલી અને સમજી લેતા.

એ પછી અમે બધા વાતો કરતા હોસ્પિટલ બહાર આવ્યા. વાતાવરણ શાંત હતું. આકાશમાં એકલ દોકલ વાદળ હતા પણ વરસાદ આવે તેવું વાતાવરણ બિલકુલ નહોતું. પપ્પા કાર તરફ ગયા. મને કોલેજની ત્રણેક છોકરીઓ અને બે છોકરાઓ ઘેરી વળ્યા.

“હવે કેવું છે?” બધા પૂછવા લાગ્યા.

“સારું છે.” મેં બધાનો આભાર માન્યો, “થેંકસ.”

“પણ કેમ કરતા...” અશ્વિની કઈક પૂછવા જતી હતી પણ કપિલે વચ્ચે જ તેને અટકાવી.

“એ કાલે કોલેજ આવે ત્યારે કેફેટેરિયામાં બધું પૂછી લેજો અત્યારે એને આરામની જરૂર છે.”

ખરેખરે મને આરામની જરૂર હતી. હોસ્પિટલથી છુટ્ટી મળી જાય માટે મેં ઠીક હોવાનું બહાનું બતાવ્યું હતું બાકી માથું હજુ ભારે હતું. કપિલને મારી કેટલી ફિકર હતી? એ મારી લાગણીને સમજતો હતો. જરૂર અમારા વચ્ચે કોઈક તો સંબંધ હતો.

“બાય. નયના.” અશ્વિની મારા તરફ વેવિંગ કરતી ચાલી ગઈ. એની પાછળ કિંજલ અને બીજા છોકરાઓ પણ ચાલ્યા ગયા. એ ચહેરા ઓળખીતા હતા. એ કોલેજના હતા. મને એમના નામ યાદ નહોતા. એક પાતળો છોકરો કપિલનો બેસ્ટ ફ્રેન્ડ હતો. એનું નામ મને યાદ હતું. એ રોહિત હતો.

“હવે મારે પણ જવું જોઈએ.” એ બધા ગયા એટલે કપિલ મારી પાસે આવ્યો. એ જાણતો હતો મમ્મી પપ્પા કાર પાસે રાહ જોઈ રહ્યા હતા.

“બધા જવાબ?” હું હોસ્પિટલને જોઈ રહી. હું એ હોસ્પીટલમાં કલાકો રહ્યા પછી હવે એને ધ્યાનથી જોતી હતી. હોસ્પિટલ આવી ત્યારે આંખો બંધ હતી. હોસ્પિટલનો બહારનો દેખાવ જ ભવ્ય હતો. એ ત્રણેક માળની હતી. એમા ઉપરના બે માળ જાણે કાચમાં મઢેલા હતા. કાચથી બનાવેલા કોઈ મોટા જાયન્ટ જેમ એ અડીખમ ઉભી હતી. એના બહારના દેખાવ અને ભપકા પરથી લાગ્યું કે ટ્રીટમેન્ટ વીસેક હજારે તો પહોચી હશે. શહેર નાનું હોય કે મોટું હોસ્પિટલના ભાવમાં કોઈ ફરક નથી પડતો. આપણા દેશમાં ડોક્ટરની અછત હોવાનું આ એક ખરાબ પરિણામ છે. મેં વિચાર્યું.

“કયા સવાલો? એ બધું ધેનની અસર છે, કાલ સુધીમાં તું બધું સમજી જઈશ.”

“ઓ.કે. હું જાઉં અને જો હું કાલ સુધીમાં ન સમજુ તો મને સમજાવવું પડશે.”

“હા. ચોકકસ.” કપિલ મારી તરફ પીઠ ફેરવી એના પપ્પા જે મોઘી કાર લઈને આવ્યા હતા એ તરફ ચાલવા લાગ્યો. હું એને જોતી રહી. મને અચાનક ખયાલ આવ્યો કે મમ્મી સામે કારમાં મારી રાહ જોઈ રહી હતી. હું ઉતાવળે કાર તરફ ચાલવા લાગી.

મારે કપિલને જોવો હતો. બસ મને એ દસેક ડગલા એ તરફ ગયો ત્યાં સુધી જોવા મળ્યો. હું એને વધુ સમય ન જોઈ શકી. મમ્મી કાર પાસે મારી રાહ જોઈ રહી હતી. કદાચ મમ્મીને લાગે કે કોલેજમાં પહેલા દિવસે એની દીકરી ફ્લેટ થઇ ગઈ હતી. પહેલે દિવસે એ કોઈના પ્યારમાં ડૂબી ગઈ હતી. મારા પેરેન્ટ્સ ફ્રી-માઈન્ડ હતા. એમને ખબર પડે તો કઈ વાંધો નહોતો. મમ્મી તો મને કહેતી જ બેટા લવ થાય તો એરેંજ મેરેજની લાલચ ન કરતી. પણ કોલેજના પહેલા દિવસે એ જરા ઠીક નહોતું. તેઓ મારા લવ એટ ફસ્ટ સાઈટને લસ્ટ ફોર વન નાઈટ પણ સમજી શકે. હું મુંબઈમાં રહીને બગડી છું એમ સમજી લે તો.

હું અને મમ્મી કારમાં બેસી પપ્પાની રાહ જોવા લાગ્યા. પપ્પા હજી ડોકટર સાથે કઈક વાત કરતા હતા. પપ્પા ડોકટર પાસેથી મારે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ, કઈ દવા દિવસમાં કેટલીવાર લેવી જોઈએ જેવી અનેક સૂચનાઓ લઇ હોસ્પિટલ બહાર આવ્યા.

“નયના. આ બધું કઈ રીએ થયું બેટા..?” પપ્પા ફ્રન્ટડોર ખોલી ડ્રાયવર સીટ પર ગોઠવાયા એ સાથે જ સવાલ કર્યો.

“હું મારા ધ્યાનમાં ઝાડ નીચેથી પાંદડા સાફ કરી રહી હતી અને એકાએક....”

“પણ બેટા તારે ધ્યાન રાખવું જોઈએ..” પપ્પાએ કાર ચાલુ કરી, “આપણે જંગલ વિસ્તારમાં રહીએ છીએ. થોડીક સાવધાની તો રાખવી પડે ને..”

“ભગવાનનો આભાર નયનાને કઈ થયું નથી..” મમ્મીએ મારે જવાબ શોધવો પડે એ પહેલા કહ્યું, “બસ, હવે એને જરા આરામ કરવા દો....”

પપ્પા સાય્લન્ટલી કાર ચલાવતા રહ્યા. ઘર સુધી કોઈ કઈ બોલ્યું નહિ. મારી ટોક એક્ટીવ મમ્મી પણ નહિ. એ એકદમ નવાઈની વાત હતી. મેં મમ્મીને કયારેય દશ મિનીટ કરતા વધુ સમય ચુપ બેસતી જોઈ નહોતી.

મારા મનમાં એ વખતે પણ હજારો સવાલ હતા.

કપિલ મારા બગીચામાં કેમ આવ્યો? આજે હોસ્પીટલમાં મેં એની આંગળી પર એ નક્ષત્ર કંડારેલી વીંટી જોઈ હતી. એ વીંટી જે એની મમ્મીની આંગળીમાં હતી. એ વીંટી જે અશ્વિનીની આંગળીમાં હતી. આ બધા એ ચાંદીની વીંટી કેમ પહેરે છે? વીંટી કયું નક્ષત્ર હતું? મેં એ સંદેશ... નહી ગુજરાત સમાચારની પૂર્તિ ધર્મલોકમાં જોયું હતું... મેં કપિલને કહ્યું નહોતું તો એને કઈ રીતે ખબર કે હું છોડને તડકો મળે એ માટે પાંદડા હટાવતી હતી? એ શું છુપાવતો હતો? એ કેમ ખોટું બોલ્યો કે મે જ એને કહ્યું હતું? મને યાદ છે હું ઘેનમાં નહોતી.

આવા અનેક સવાલો રોજની જેમ મને થતા હતા...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky