રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા???

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

પ્રતિક્ષા - ૧

રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા??? ...વધુ વાંચો

2

પ્રતિક્ષા - 2

રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા, બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પ્રેમ ની , વિશ્વાસ ની કોઈ ના આગમન ની, કોઈ ની મૃત્યુ ની અને તેમાં ઉત્પન્ન થતાં સવાલો ના જવાબ માટે ની આજીવન પ્રતિક્ષા... ...વધુ વાંચો

3

પ્રતિક્ષા - ૩

છોકરાઓ તો બહુ જોયા છે, એની એક જલક ને જોવા તરસતા, એની બુદ્ધિ થી અભિભૂત થતાં, બે ઘડી વાત પ્રયાસ કરતાં, એક વખત કોફી પીવાને મથતા અનેક કાયલ છોકરાઓ તેણે જોયા છે પણ લાગણીઓ ને પેલે પાર જઈને, તેની અંદર ની બધી તકલીફો ભુલાવી, બહુ મેચ્યોરિટી થી તેને સમજાવી તેનું ખિલખિલાટ હાસ્ય અકબંધ રાખતા, દૂર રહીને પણ તેની દિવાનગી નું માન જાળવતા, રૂઠે તો એક બુંદને પણ તરસાવી જતાં અને રીજે તો નખશિખ ભીંજાવી જતાં પુરુષ ની તલાશ તો ઉર્વિલ સુધી આવીને જ પૂરી થાય છે. ઉર્વિલ જ રેવા ની તલાશ નો અંત હતો કહાન ...વધુ વાંચો

4

પ્રતિક્ષા - 4

ઉર્વીલ પોતે પણ હજી માની નહોતો શકતો કે કોઈ અજાણી સ્ત્રીના ઘરમાં આમજ બેફામ તે આવી ગયો હતો. અને ના રોકાય ત્યાં સુધી ત્યાંજ રોકાવાની ચોખવટ પણ તેણે કરી નાખી હતી. ખબર નહિ ક્યાં આકર્ષણના જોરે તેનામાં આટલી હિંમત આવી હતી. ઉર્વીલના આવા વર્તનથી રેવાના ચહરા પર આશ્ચર્યમિશિત હાસ્ય વારે વારે આવી જતું હતું જે ઉર્વીલ ને છેક હ્રદયના ઊંડાણ સુધી ઘાયલ કરી જતું. રસોડામાં આમ થી તેમ આંટા મારતો ઉર્વીલ ફરી એક મોકાની શોધમાં હતો પોતાની માફી મેળવવા માટે ત્યાંજ પ્લેટફોર્મ પર ડુંગળી સમારી રહેલી રેવાની આંગળીમાં ચીરો પડતાં તેના મુખમાંથી ઊંહકારો નીકળી ગયો અને ઉર્વીલે એક પણ ...વધુ વાંચો

5

પ્રતિક્ષા - ભાગ - ૫

ઉર્વીલ ચુડા મનસ્વીના ઘરે પહોંચી તો ગયો પણ તેનું મન હજી મુંબઈ રેવાના ઘરે જ હતું. મયુરીબેન સતત ઉર્વીલને ને કઇંક કહે રાખતા હતા પણ ઉર્વીલ ના લાખ કોશિશ કરવા છ્તાં પણ તેના કાને કોઈ શબ્દો પડી રહ્યા નહોતા.તેના મગજમાં ચાલી રહેલા તોફાનને શાંત કરવાના તે રસ્તા શોધતો જ હતો ત્યાં ચાની ટ્રે લઈને જાંબુડી સાડીમાં સુશોભિત મનસ્વી ઉર્વીલની સામે આવી. એક ક્ષણ પૂરતું તેનું ધ્યાન તેની તરફ ગયું અને તેની સરખામણી મનોમન રેવા સાથે થઈ ગઈ. રેવા કરતાં મનસ્વી તદ્દન અલગ હતી. નાજુક નમણી સુંદર ડેલિકેટ છોકરી. જોતાંવેત ગમી જાય તેવો નાજુક ગોળ ચેહરો, નાની પણ ભાવવાહી સુંદર ...વધુ વાંચો

6

પ્રતિક્ષા - ૬

મનસ્વીએ થોડા કલાકો પહેલા જ પહેરાવેલી સગાઈની વીંટી જોઈ ઉર્વીલનું મન ચકરાવે ચડ્યું હતું. તે કોઈપણ રીતે આ સગાઈથી માંગતો હતો. સગાઈની વિધિથી લઈને મનસ્વીના ઘરેથી બહાર નીકળવા સુધી ઉર્વીલના ગળામાંથી એક શબ્દ પણ નીકળ્યો નહોતો. તેણે મનસ્વી તરફ નજર સુધ્ધાં કરી નહોતી. મનસ્વી અને મયુરીબહેન બધુ જ સમજવા છ્તા અજાણ બનવાનો ઢોંગ કરી રહ્યાઉર્વીલને રેવા સાથે વાત કરવી હતી પણ તે કોઈ રીતે શક્ય થઈ શકે તેમ નહોતું.તેણે કાંડા ઘડિયાળમાં જોયું તો સાંજના સાત વાગી રહ્યા હતા. કોઈ જ શક્યતા નહોતી કે રેવા આ સમયે મુંબઈની ઓફિસે હોય. અને જો તે ઓફિસે હોય તો પણ તેને ફોન કરવો ...વધુ વાંચો

7

પ્રતિક્ષા - ૭

“અને આવતીકાલે જે સ્ત્રી મારી જિંદગીમાં આવશે તેનું શું?” રેવાને અળગી કરતાં અકળાઇને ઉર્વીલે કહ્યું.“જે પણ સ્ત્રી તારી જિંદગીમાં તે તો કિસ્મત હશે તારી, સારી હશે તો શ્વાસ ચાલે ત્યાં સુધી સાથ આપશે... પણ હું, હું તો તારા અસ્તિત્વનો ભાગ છું. શ્વાસ ખતમ થયા પછી પણ મને તારાથી અલગ નહીં કરી શકે તું... ક્યારેય જોયું છે તે રેવાના ઉર્વીલમાં ભળ્યા પછી તેનાથી અલગ થતાં...?” રેવા પ્રેમથી સમજાવી રહી...“શું ઈચ્છે છે તું? હું લગ્ન કરી લઉં એ જ ને?? સારું જા કરી નાખું છું મારી જિંદગી બરબાદ... કરી લઉં છું મનસ્વી સાથે લગ્ન... નહીં બતાવું તને ક્યારેય મારો ચેહરો...” ઉર્વીલ ...વધુ વાંચો

8

પ્રતિક્ષા - ૮

એપ્રિલની અમદાવાદની કાળજાળ ગરમીથી તો મુંબઈનું વાતાવરણ ક્યાંય ઠંડુ હતું પણ ઉર્વીલના મનના ઉકળાટમાં તો વધારો જ થઈ રહ્યો સવારનો સમય અને મુંબઈ સેંટ્રલથી બાંદ્રાનો ટ્રાફિક ઉર્વીલના મસ્તિષ્કનો ઉચાટ સતત વધારી રહ્યા હતા. તે જલ્દીથી જલ્દી ઉર્વાને મળવા માંગતો હતો. રેવા અને ઉર્વીલની ઉર્વા વિષે જાણવા માંગતો હતો. પિતૃત્વની આ ક્ષણ માણવા માંગતો હતો. પણ હજી થોડો સમય કદાચ શેષ હતો. આ રસ્તાઓ જ્યાં ક્યારેય ના ચાલવાની તેણે કસમ ખાધી હતી ત્યાં જ તે ફરીથી જઈ રહ્યો હતો. ૨૦ વર્ષમાં જે મુંબઈની સામે ફરીને નહોતું જોયું આજે તે જ મુંબઈમાં ઉર્વીલ રેવાના ઘરે જઈ રહ્યો હતો... ઉર્વીલ નહોતો યાદ ...વધુ વાંચો

9

પ્રતિક્ષા - ૯

“રઘુ ભાઈની ગાડી સાથે અથડાઇ છે તેનું નુકસાન કેટલું હોય એ ખબર છે તને?” તે ગુંડા જેવો માણસ ફરી અવાજે બોલ્યો અને રેવા શું જવાબ આપવો ને ઉર્વીલને કેમ ઘરે પહોંચાડવો તે વિચારતી ઊભી રહી. તેને કઈંજ સમજાઈ રહ્યું નહોતું કે ઉર્વીલ તેની પાસે પડેલા વ્હીસ્કી ફ્લાસ્કમાંથી ઘૂંટ ભરતા ફરી નશામાં જ કારની બહાર ઉતર્યો અને પોતાની લાલઘુમ આંખો ચોળતા ચોળતા બોલી રહ્યો.“ગાડી જ અથડાઇ છે ને. એમાં આટલી રાડો શાની નાખો છો?”રેવા સમજતી હતી કે તકલીફ વધશે. આ સામે ઉભેલા માણસો કોઈ ગેંગના ગુંડાઓ જ લાગતાં હતા... આજુબાજુ ભીડ પણ જામવાં લાગી હતી અને રેવા વધુ તમાશો નહોતી ...વધુ વાંચો

10

પ્રતિક્ષા - ૧૦

“હેલો ઉર્વીલ...” સુકા રણમાંથી આવતો હોય તેવો એક સાવ ખાલી શૂન્યમાં પડઘાતો અવાજ સાંભળી ઉર્વીલની જુકેલી નજરો ઉપર ઉઠી.સાવ એવા શૂન્ય ભાવ, ઘણું બધું એકસાથે કહી જાતું સ્મિત અને ઉર્વીલ જેવી જ ભાવવાહી બદામી આંખો જોઈ ઉર્વીલ ક્ષણભર સ્થિર થઇ ગયો. ઉર્વાને શું પ્રતિક્રિયા આપવી તે હજી તે સમજી જ નહોતો શકતો. જે પિતૃત્વની પળ માટે તેણે આજીવન વલખા માર્યા હતા તે આજે તેની સામે હતી. તેની દીકરી, રેવા અને ઉર્વીલની ઉર્વા તેની સામે હતી પણ તેની પાસે કહેવા માટે શબ્દો જ નહોતા અત્યારે.તે બસ જોઈ રહ્યો ઉર્વાને...“ઉર્વીલ અંદર આવશો કે અહીં જ વાત કરશો બધી??” હસીને ઉર્વાએ કહ્યું ...વધુ વાંચો

11

પ્રતીક્ષા - ૧૧

પોતાના આગવા લહેકા સાથે બંદિશ બોલી અને ફોન કાપી નાંખ્યો. રઘુ એમજ ફોન પકડી ત્યાં ખુરશી પર બેસી રહ્યો સામે કમ્પ્યુટર સ્ક્રીન પર ફરી રેવાના ફોટા સામે તાકી રહ્યો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલ રેખાઓ તેની તકલીફ ની સચોટ સાબિતી આપી રહી હતી. તેણે આંખો બંધ કરી દીધી અને બંધ આંખોમાં એક નમણો, ચાળીસી વટાવેલો સહેજ ભીનેવાન સ્ત્રીનો ચેહરો તેની સામે તરવરી રહ્યો... તે કમર સુધી લહેરાતા લાંબા સીધા કેશ વાળી સ્ત્રીનો રંગ બહુ ગોરો તો નહિ પણ દુધમાં ભેળવેલા ચંદન જેવો હતો. માછલી જેવી ગ્રે કલરની સમર્પણથી ભરપુર આંખો, એકદમ તીક્ષ્ણ નેણ નક્શ અને પરવાળા જેવા હોઠ અનાયાસે જ રઘુને પોતાની પાસે ખેંચી રહી હતી. ગજબ આકર્ષણ જન્માવી રહી હતી ...વધુ વાંચો

12

પ્રતિક્ષા ૧૨

“તું રેવા ને રેવા જ કહે છે? મમ્મી કે મોમ નહિ?” વાત બદલવાના અને ઉર્વા વિષે જાણવાના આશયથી ઉર્વીલે ની ડાયરીમાં પેજ નંબર ૧૫ વાંચી લેજો, જવાબ મળી જશે... હવે જવાબદારીનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. હવે આવે છે હકની વાત. મારો એક પ્રશ્ન છે.” ઉર્વા બોલી.“બોલને...” ઉર્વીલે લાગણીવશ થતા કહ્યું“શું રેવાનું ખૂન તમે કર્યું છે?” ઉર્વીલની આંખોમાં આંખો નાંખી કંઇક સમજવાનો પ્રયાસ કરતી હોય તેમ ઉર્વા પૂછી રહી ને ઉર્વીલ એકદમ સ્થિર થઇ ગયો. “હું રેવાનું ખૂન કરી શકું ક્યારેય?? તને લાગે છે હું એવું કરું?” સહેજ ગળગળા થતા ઉર્વીલ બોલ્યો ને ઉર્વાના ચેહરા પર કટાક્ષ ભર્યું ...વધુ વાંચો

13

પ્રતિક્ષા ૧૩

“હાથ લંબાવો તો મળી જાય તેટલી નજીક હતી રેવા તેની બધી જ ખુશીઓથી... હેં ને?? પણ તેને તે કંઇજ જેના માટે તે તરસતી રહી. હવે તમે પણ હંમેશા હાથ લંબાવો તો મળી જાય એટલા જ નજીક રહેશો તમારી કોઇપણ તમન્નાથી... પણ મળશે નહિ તમને. હું તમને મારીશ નહિ ઉર્વીલ પણ જીવવા પણ નહિ દઉં.” ઉર્વા શૂન્યમાં જોતા બોલી અને ઉર્વિલના ચેહરા પર ભય વ્યાપી ગયો.તેણે વિચાર્યું હતું કે ઉર્વાનું વર્તન ક્રૂર હશે પણ સાવ શુષ્ક લાગણીવિહોણું પથ્થર જેવું બિહેવિયર તેને ધ્રુજાવી ગયું. તે કલ્પી પણ નહોતો કે આટલી નિષ્ઠુરતા જે કારણોથી જન્મી હશે તે કારણો કેવા હશે!! રેવા ખરેખર ...વધુ વાંચો

14

પ્રતિક્ષા ૧૪

“ઉર્વિલ, તું તારી જાતને બચાવતો હતો. તારી પોતાની નજરમાં પડવાથી તું પોતાને બચાવતો હતો... આદર્શ પતિની છાપ બગાડવાથી બચાવતો આજ્ઞાંકિત દીકરાના લેબલને બચાવતો હતો તું... અને રઘુભાઈ થી પોતાનો જીવ બચાવતો હતો તું...” દેવ એકધારું બોલી રહ્યો અને ઉર્વિલની સજળ આંખે તેની સામે જોઈ રહ્યો“બોલી લીધું?” પોતાનો જમણો હાથ ઉંચો કરી સહેજ તીખાશ સાથે ઉર્વિલ બોલ્યો“મેં બહુ પ્રેમ કર્યો છે રેવાને... પણ જે દિવસે મેં એકરાર કર્યો ને એ જ દિવસે મારી મમ્મીએ જીદ પકડી મારા લગ્નની... મારી મમ્મી રેવાને ના સ્વીકારી શકત ક્યારેય. એની જીદ સામે ઝૂકીને મારે લગ્ન કરી લેવા પડ્યા... તો મારો શું વાંક હતો આમાં?”“સીરીયસલી ...વધુ વાંચો

15

પ્રતિક્ષા ૧૫

“એ લોકો પાસે એવી ઇન્ફર્મેશન છે કે ઉર્વિલ મને બાંદ્રા વાળા ફલેટે મળવા આવ્યા છે. નહિ કે અંધેરી વાળા...” ખુબ શાંતિથી બોલી અને દેવની આંખો ફાટી ગઈ“દેવ અંકલ, ત્યાં કઈ ઇન્ફર્મેશન છે અને કઈ રીતે છે એ બધી જ મને પહેલેથી ખબર હોય છે. ઉર્વિલને કંઇજ નહિ થાય. આઈ પ્રોમિસ.”“ઉર્વા, આ બધું શું છે!!! ક્યારથી તને બધી ખબર છે’?! કહાનને ખબર છે? તું કંઈ આડી અવળી જગ્યાએથી તો નથી ઇન્ફોર્મેશન લેતીને??” દેવના એક પછી એક પ્રશ્નનો મારો શરુ થઇ ગયો“દેવ અંકલ રીલેક્સ... જસ્ટ કામ ડાઉન. આટલી ચિંતા ના કરો બધું ઠીક જ છે. હું કહું તમને શાંતિથી બધુય” ઉર્વા ...વધુ વાંચો

16

પ્રતિક્ષા ૧૬

“ઉર્વાનો ફોન ઉપાડતું નથી કોઈ એટલે તને કહું છું ધ્યાનથી સાંભળ...” કહાન હેલો કહે તે પહેલા જ સામે છેડેથી આવ્યો“હમમ”“ઉર્વિલનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ.”“ઓકે. હું ઉર્વાને કહી દઈશ” પોતાના ચેહરા પર કોઈજ એક્સપ્રેશન લાવ્યા વિના કહાન બોલ્યો“આર યુ શ્યોર કહાન? ઉર્વા મારી નાખશે હો મને જો તું એને ટાઈમસર વાત નહિ પહોંચાડે તો...” સામે છેડેથી અવાજમાં ગભરાહટ ભળી“હા, ભાઈ કહી દઈશ એને”“આગળની સ્ટ્રેટેજી શું છે તો? ક્યારે કહીશ મને?” સામે છેડેથી ઉચાટમાં ફરી પ્રશ્ન આવ્યો“ભાઈ પહેલા ઉર્વા સાથે વાત તો કરવા દે, હું ફોન કરું તને... સીઝને આવ્યો છું કામથી...” કહાન વાત બને તેટલી જલ્દી પતાવવાનો પ્રયાસ કરી ...વધુ વાંચો

17

પ્રતિક્ષા ૧૭

“જે બદામી આંખોએ તારી પાસેથી પ્રેમ કરવાનો હક છીનવી લીધો એ બદામી આંખો મીચાવી તો તારા હાથે જ જોઈએ એ આશિકને તારે તારી આંખે મરતા નથી જોવાનો, તારે જ મારવાનો છે. ઉર્વિલને મારવાનો હક ખાલી તને છે.” આટલું કહી રઘુની ઉઘાડી છાતી પર હાથ રાખી તેણે ઉમેર્યું,“અહિયાં, એકઝેટ અહિયાં ગોળી મારજે એને, જે દિલમાં રેવા રહી છે ને... એ દિલના ફુરચેફુરચા બોલાવી નાખજે તારા હાથે જ...” બંદિશનો અવાજ કાંપી રહ્યો હતો. તેની આંખોમાં ઉપસી રહેલી લાલાશ જોઈ રઘુ પણ કંઈ જવાબ આપવા ના રહ્યો“બંદિશ, તને શું કામ આટલી નફરત થઇ ગઈ એનાથી?? તું તો ઓળખતી પણ નથી એને...” બંદિશના ...વધુ વાંચો

18

પ્રતીક્ષા ૧૮

“બેબ, એનું મર્ડર અમદાવાદમાં થશે, અહિયાં નહિ... કહાને તને કીધું નહિ? અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ રઘુભાઈ ભેગા ગયા છે અમદાવાદ...” મોઢે આટલું સાંભળી તેના હોશ ઉડી ગયા પણ તેનું મગજ બમણી ઝડપે ચાલવા લાગ્યું. કોફીનો મોટો ઘૂંટડો ભરી તે અચાનક જ બોલી પડી“તું અત્યારે જ જુહુ આવ, આપણે અમદાવાદ માટે નીકળીએ છીએ.”“શું? કેમ... અ...ત્યારે...” રચિત આ જવાબ માટે તૈયાર નહોતો તેને સુઝ્યું જ નહિ કે તે આગળ શું કહે... તે ચુપચાપ ઉર્વા ના આગળના વિધાનની રાહ જોઈ રહ્યો ત્યાં જ ઉર્વા બરાડી ઉઠી“રચિત, તું આવે છે કે નહિ?”“હા, આવું છું... તું સામાન પેક કરી આવ... ઘરે જઈને.” તે થોથવાઈ રહ્યો ...વધુ વાંચો

19

પ્રતિક્ષા ૧૯

ઘરે આવ્યો ત્યારથી જ કહાન ચુપચાપ હિંડોળે ઝૂલી રહ્યો હતો. દેવે તેને અત્યાર સુધીમાં ત્રણ વખત જમવા માટે બોલાવ્યો તેણે કોઈ જ પ્રત્યુત્તર નહોતો આપ્યો. તે ઘૂંટાઈ રહ્યો હતો મનમાં ને મનમાં. તે જાણતો હતો કે ઉર્વાથી છુપાવીને તે મુર્ખામી કરી રહ્યો છે.જયારે તેને ખબર પડી કે ઉર્વિલનું ડેથ પ્લાનિંગ અમદાવાદમાં છે ત્યારે તો તેણે ઉતાવળમાં નિર્ણય લઇ લીધો હતો ઉર્વાથી બધું જ છુપાવવાનો પણ હવે તેને પસ્તાવો થઇ રહ્યો હતોતેને વારંવાર અત્યારે જ જઈને ઉર્વાને બધું કહી દેવાની ઈચ્છા થઇ આવતી પણ હવે બહુ મોડું થઇ ગયું હતું... જો હવે તે ઉર્વાને કંઈ પણ કહેશે તો ઉર્વા તને ...વધુ વાંચો

20

પ્રતિક્ષા ૨૦

રઘુની સીધી આંખમાં વેગેનારની પીળી લાઈટ ઘુસી આવી હતી. તે લાઈટથી અંજાઈ તેણે પળવાર પુરતી જ આંખો મીંચી હતી. ત્રણ વાર ઉપરાઉપરી પલકો ઝપકાવી ફરીથી ઉર્વિલ તરફ જોવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં તો ઉર્વિલ વેગેનારમાં બેસી ગયો હતો. રઘુ સાથે આવેલા ત્રણેય છોકરાઓને કોઈજ વાતમાં કોઈ રસ નહોતો રહ્યો હવે. તે આમ પણ ઉર્વિલથી સહેજ છેટે ઉભા હતા. તે હજુ પગ ઉપાડે તે પહેલા તો વેગેનાર તે ત્રણેયને સામે જ આવતી દેખાઈ. રઘુ કારથી બહુ દુર નહોતો તે ઉતાવળે સીધો કારમાં બેસી ગયો અને તે ત્રણેય પણ હાંફળા ફાંફળા થતા કારમાં ગોઠવાઈ ગયા અને રઘુએ વેગેનાર પાછળ બોલેરો ...વધુ વાંચો

21

પ્રતિક્ષા ૨૧

કહાનનું અણછાજતું વર્તન જોઇને દેવને ક્યારનું અજુગતું લાગતું જ હતું પણ તે જાણતો હતો કે કહાન જ્યાં સુધી પોતે વાત ના કરે ત્યાં સુધી એને કંઇજ પૂછવું યોગ્ય નહોતું. અને તે જાણતો હતો કે કહાન તેને કંઈ કહ્યા વગર નહિ જ રહે એટલે જ એ તેને સમય આપવા માંગતો હતો અને તેણે ધાર્યું હતું એવું જ બન્યું. કહાનનું આવીને સીધું વળગી પડવું જ સાબિતી હતું કે તે કેટલો મૂંઝાઈ રહ્યો હતો. પણ કહાને જેમ જેમ વાત કરવાની શરુ કરી તેમ તેમ દેવનું લોહી ઉકળતું ગયું. દેવ હંમેશાથી ખુબ શાંત જ રહેતો પણ કહાનની વાતો સાંભળી તેનું મગજ રીતસરનું છટક્યું“તને ...વધુ વાંચો

22

પ્રતિક્ષા-૨૨

“ઓફીસનું થઇ જશે ઉર્વા એને મુક સાઈડમાં” રચિત ચીડાતા બોલ્યો અને પછી ધીમેથી પોતાનો હાથ ઉર્વાના હાથ પર મુકતા “પણ આપણે શું કરશું હવે આગળ? અત્યારે જ નીકળી જવું છે કે થોડો રેસ્ટ કરવો છે તારે?”“હું નથી આવવાની રચિત, હું તો અહિયાં જ રોકાઇશ...” ઉર્વા શુષ્ક નિર્લેપ ભાવે બોલી. રચિત તેની સામે જોઈ રહ્યો. તે તેના ચેહરા પરથી તેના વિચારો કળવાની કોશિશ કરી રહ્યો હતો પણ તેને કંઇજ સમજાઈ નહોતું રહ્યું“શું કામ?”“રચિત મને નથી લાગતું રઘુભાઈ આટલી સહેલાઇથી ઉર્વિલને જવા દેશે. એ અત્યારે અમદાવાદ જ હશે, મારે એકવખત એમને મળીને બધું ક્લીયર કરવું જ પડશે.” ઉર્વા શાંતિથી કહી રહી ...વધુ વાંચો

23

પ્રતિક્ષા - ૨૩

અમદાવાદના IT હબ કહેવાતા સૌથી પોશ એરિયા પ્રહલાદ નગર ક્રોસ રોડની બિલકુલ સામે જ ‘અધિષ્ઠાન રેસીડન્સી’માં રેવાનો ફ્લેટ હતો. પાંચ માળનું આ બિલ્ડીંગ દુરથી જ બહુ સુંદર લાગતું હતું. ઉર્વિલ પોતે પણ બહુ સારું કમાતો હતો પણ આ એરિયામાં આવો ફ્લેટ લેવા માટે તેને પણ બહુ લાંબા પ્લાનિંગ કરવા પડે એમ હતા અને રેવાએ અમદાવાદમાં ફ્લેટ એમજ લઇ લીધો?? શું કામ?? ઉર્વિલને ફ્લેટ સામે જોઇને સતત એકજ વિચાર આવી રહ્યો હતો.કેબમાંથી ઉતરીને તે છોલાયેલા પગે બિલ્ડીંગમાં દાખલ થયો. ત્યાં અંદર એન્ટર થતા જ તેના હાલ જોઈ વોચમેને તેને રોક્યો“ક્યાં જવાનું છે?” તે ઉર્વિલને પૂછી રહ્યો“રેવા દીક્ષિત, પાંચમાં માળે” ઉર્વિલ ...વધુ વાંચો

24

પ્રતિક્ષા- ૨૪

“માસી એક કામ હતું થોડું...”“હં બોલને...”“મારી ફ્રેન્ડ છે, મારી સાથે મુંબઈથી જ આવી છે. પણ મારે એક અરજન્ટ કામ તો પાછુ જવું પડે એમ છે. સો ૨ દિવસ એ અહિયાં રહી શકે. અમદાવાદમાં એ કોઈને નથી ઓળખતી એટલે...” રચિતે સીધી જ વાત કરી“અરે પૂછવાનું હોય કંઈ, ચોક્કસ રહી શકે.” મનસ્વીએ પણ વધુ વિચાર્યા વિના હા કહી દીધી “હેલ્લો...” દરવાજેથી અંદર એન્ટર થતા ઉર્વા સ્મિત સાથે બોલી.મનસ્વી અને ઉર્વાની આંખો અથડાઈ ને મનસ્વી જોઈ જ રહી ઉર્વાને. વિખરાયેલા ખુલ્લા વાળ, ચેહરા પર થોડો એવો થાક, ઉજાગરા વાળી આંખો, સાવ સાદા જીન્સ અને ટોપમાં હોવા છતાં નિખરતું વ્યક્તિત્વ અને મોહક સ્મિત.“આવ બેસ ...વધુ વાંચો

25

પ્રતિક્ષા - ૨૫

“શું કામ છે? કોણ બોલે છે?” રઘુને કંઇજ સમજણ નહોતી પડી રહી“ઉર્વા રેવા દીક્ષિત...”“ઉર્વા...? રેવાની દીકરી ઉર્વા!!” રઘુને હજુ નહોતું આવતું કે ઉર્વાએ તેને ફોન કર્યો. અને શું કામ કર્યો?“યસ, મારે મળવું છે તમને... પોસીબલ થશે?” ઉર્વાનો અવાજ ધીમો હતો પણ મક્કમ હતો.“હા ભલે તું કહે ત્યાં અને ત્યારે મળી લઈએ. બોલ ક્યાં મળવું છે?” રઘુએ વધુ વિચાર્યા વિના જ મળવાની હા કહી દીધી“હું અમદાવાદમાં જ છું. તમે કહો ત્યાં હું આવી જઈશ.” હવે રઘુ ચોંકી ગયો કે ઉર્વાને કેમ ખબર પડી કે પોતે અમદાવાદમાં છે અને તે પોતે અહિયાં શું કરતી હતી?? ક્યાંક ઉર્વિલને લીધે...!! રઘુના મસ્તિષ્કમાં એક ...વધુ વાંચો

26

પ્રતિક્ષા - ૨૬

તે સીધી જ પોતાના રૂમમાં આવી અને રૂમ અંદરથી બંધ કરી દીધો અને ફોન પર નંબર ડાયલ કર્યો.“મને અત્યારે અત્યારે અહિયાંથી લઇ જા...”“શું થયું ઉર્વા??”“મને બસ લઈ જા અહિયાંથી અત્યારે જ” કોઈ ના સાંભળે તેમ ઉર્વા બોલી રહી હતી“હું નીકળી ગયો છું. બરોડા ય વટી ગયું છે... શું થયું એ તો કહે”“હું ઉર્વિલના ઘરે છું...” ઉર્વાનો અવાજ ફાટી રહ્યો હતો. તે હેબતાઈ ગઈ હતી“ઉર્વા કામ ડાઉન... પ્લીઝ કામ ડાઉન ડીયર. મને પહેલેથી કહે શું થયું? હું તો તને આંટીના ઘરે જ મૂકી ગયો હતો. શું થયું છે?” રચિત ના શ્વાસ પણ અધ્ધર થઇ ગયા હતા“આ... આ... તારા આંટી ઉર્વિલના ...વધુ વાંચો

27

પ્રતિક્ષા - ૨૭

ઉર્વાએ જેવું કહાનનું નામ રચિતના મોઢે સાંભળ્યું તેણે તરત જ ફોન કટ કરી નાંખ્યો. તે પોતે પણ શ્યોર નહોતી તે જે વિચારે છે એ સાચું હશે કે નહિ પણ છતાંય અત્યારે ચોખવટ કરવાની કોઈ જ પરિસ્થિતિમાં નહોતી તે. કહાને તેનો ભરોસો તોડ્યો હતો તે વસ્તુ ક્લીયર હતી અને રચિત પણ તેનાથી ખોટું જ બોલતો હશે તેવું તેનું અનુમાન હતું. ઉર્વિલ, કહાન, રચિત એક પછી એક આવેલા જાટકા તેનાથી હવે ખમાતા નહોતા.અત્યાર સુધી તે બહુ જ મજબુત રહી હતી પણ અત્યારે તે ક્ષણેક્ષણમાં તૂટી રહી હતી. પ્રેમ પર ઉઝરડો અને ભરોસાની મૃત્યુ તેને ડંખી રહી હતી. તેને રડવું હતું. બુમો ...વધુ વાંચો

28

પ્રતિક્ષા - ૨૮

રઘુએ વાત કરતા તો કરી લીધી ઉર્વા સાથે અને કહી દીધું કે આવતીકાલે સવારે એને મળશે પણ હવે તેને લાગી રહ્યો હતો કે મળીને કહેશે શું? આમ તો કહેવા માટે કંઇજ નહોતું પણ તો ય તેનો જીવ સતત ઉંચો નીચો થતો હતો. તેને અત્યારે કંઇજ વધારે સુજી રહ્યું નહોતું. તેને એક જ નામ યાદ આવ્યું અને સામે પડેલો ફોન લઇ સીધો એ નંબર ડાયલ કરી બેઠો.“ખુશીનો એહસાસ છે આ તમારો કે કોઈ મુશ્કેલી, ખબર નહી. બંદિશને યાદ કરી અત્યારે એનાથી વધારે નસીબ શું હોય અમારા??” પોતાના આગવા જ અંદાજમાં બંદિશનો અવાજ મધરાતે પણ એટલો જ તાજગીભર્યો હતો.“બંદિશ, આટલો પ્રેમ ...વધુ વાંચો

29

પ્રતિક્ષા ૨૯

રઘુની આંખ ખુલી ત્યારે હજુ ચારેકોર સુનકાર વ્યાપેલો હતો. તે હોટેલના રૂમમાં એકલો સુતો હતો. તેની સાથે આવેલા ત્રણેય તેને અડીને જ આવેલા બીજા રૂમમાં હતા. રઘુના રૂમની બધી લાઈટો બંધ હતી અને બારીઓ પર જાડા પડદા પડેલા હતા એટલે તેને કંઇજ સાફ દેખાઈ રહ્યું નહોતું. સમય કેટલો થયો હશે તે તો તે નહોતો જાણતો પણ હજુ પરોઢ નહોતી થઇ તે નક્કી હતું. તેણે પલંગથી ઉભા થઇ એક દરવાજો ખોલ્યો અને બહારની ખુલ્લી હવા તેને સ્પર્શી ગઈ. રાતનો છેલ્લો પ્રહર જ ચાલતો હશે કદાચ એટલે અંધારું ગાઢ હતું. રઘુ બાલ્કનીમાં મુકેલી ખુરશી પર બેસી સામે મુકેલી ટીપોય પર પગ ...વધુ વાંચો

30

પ્રતિક્ષા - ૩૦

રાતના છેલ્લા પ્રહરમાં જેમ આખું શહેર અંધકારની ચાદર ઓઢીને સુઈ જાય તેમ ઉર્વા પણ છેલ્લા પ્રહરમાં મીઠી ઊંઘ માણી હતી. ખુબ રડવાને લીધે તેના ગાલ પર સુકાયેલા આંસુના ડાઘ થઇ ગયા હતા. તે ગાઢ ઊંઘમાં હતી તો પણ તેના ચેહરા પર ઉચાટ અકબંધ હતો. મનસ્વી ત્યાંજ તેની સેટી સામે પડેલી ચેર પર બેસીને ઉર્વાને મન ભરીને નીરખી રહી હતી. જો તેના બાળકો હોત તો કદાચ આ જ ઉંમરના હોત. આવા જ દેખાતા હોત. આ રૂમમાં જ આમ સુઈ રહ્યા હોત. મનસ્વીની અંદર આ વિચારો વારાફરતી આવીને શમી જતા હતા.તે જાણવા ઈચ્છતી હતી કે ઉર્વા એમજ આટલું બધું કેમ રડી? ...વધુ વાંચો

31

પ્રતિક્ષા - ૩૧

૧ ના ટકોરે શાર્પ ઉર્વા રઘુભાઈને મળવા હેવમોર પહોંચી ગઈ હતી. રાતે રડી લીધા પછી તેનું મગજ આમ પણ હળવાશ અનુભવી રહ્યું હતું. મનસ્વી સાથેની વાતચીતે પણ તેને ઘણું બેટર ફિલ કરાવ્યું હતું. સવારથી તે મનસ્વીને નાનામોટા કામમાં મદદરૂપ થઇ રહી હતી. તેને પણ નહોતી ખબર શું કામ પણ તે માયાના બંધને મનસ્વી સાથે જોડાઈ રહી હતી.મનસ્વી એ જ સ્ત્રી હતી જેના લીધે ઉર્વિલ અને રેવા સાથે નહોતા છતાં તેના મનમાં મનસ્વી માટે કોઈ દ્વેષ નહોતો જન્મી રહ્યો. તેને માન જ થઇ રહ્યું હતું તેના માટે. કદાચ તે રચિતની આંટી હતી એટલે કે તેણે જે રીતે ઉર્વાને સંભાળી એટલે ...વધુ વાંચો

32

પ્રતિક્ષા - ૩૨

“ઉર્વા ઉર્વિલના ઘરે છે.” બંધ આંખે જ તેણે બોમ્બ ફોડી દીધો. કહાન અને દેવ બન્ને બસ તેની બંધ આંખો રહ્યા. રચિતે થોડું સ્વસ્થ થતા, અમદાવાદ પહોંચવાથી લઈને ટ્રેઈનમાં મનસ્વી સાથે થયેલી વાત સુધીની બધી જ વાત કહી દીધી. દેવ અને કહાન બન્નેના મસ્તિષ્ક સુન થઇ ગયા હતા.“તારે પહેલા કહેવાયને હું તને બોલાવત જ નહિ અહિયાં... અમે જ કોઈ રસ્તો કાઢી લેત. એટલીસ્ટ ફોન પર કહી દેવાય...” કહાન રચિત પર ચિડાઈ રહ્યો.“ઓહ હેલ્લો! તે ઉર્વાથી કંઈ છુપાવ્યું ના હોત તો આ જે કંઈ થયું ને એમાંથી કંઇજ ના થઇ રહ્યું હોત. મને બ્લેમ ના કર.” રચિત પણ સામે જવાબ આપી ...વધુ વાંચો

33

પ્રતિક્ષા - ૩૩

મનસ્વીને શું સુજ્યું કે તેણે તરત જ પૂછી નાંખ્યું,“અહીં રહેવું ગમશે??”“અહીં?” ઉર્વા પોતે પણ હવે આશ્ચર્યમાં પડી ગઈ. આ આટલી સહેલાઈથી કોઈને પોતાના ઘરમાં અને મનમાં જગ્યા આપી શકતી હશે? આટલો વિશ્વાસ કેમ કરી શકતી હશે?“અં...અં... હા તને ગમે તો! તું અહીં રહી શકે છે. મને ગમશે તું અહીં રહીશ તો...” મનસ્વીને પણ નહોતું સમજાઈ રહ્યું કે પ્રસ્તાવ મુકતા તો મૂકી દીધો તેણે ઉર્વા પાસે પણ હવે કહેવું શું?“આં...ટી. તમે કંઇજ નથી જાણતા મારા વિષે...” ઉર્વા પણ સામે એટલો જ ખચકાટ અનુભવી રહી હતી. પછી અચાનક યાદ આવતા તેણે ઉમેર્યું,“અને તમારા હસબન્ડ! એમને પણ તો પૂછવું જોઈએ...! આમ અચાનક ...વધુ વાંચો

34

પ્રતિક્ષા ૩૪

“હેલ્લો ઉર્વિલ...” એક જાણીતો અવાજ તેના કાને અથડાયો અને એક જ ઝાટકે તેણે નજર ઉંચી કરી. સામે ઉભેલી ઉર્વાને તેને ધ્રુજારી ઉઠી આવી. તેની હાલત ફરીથી એવી જ થઇ રહી હતી જેવી ઉર્વાનું નામ પહેલી વખત લેટરમાં વાંચીને થઇ હતી. તેણે આંખો પટપટાવીને ફરી ખાતરી કરી જોઈ કે સામે ઉર્વા જ છે ને!“ઉ...ર્વા...” તેના હોઠ ધીમેથી ફફડ્યા. ઉર્વાના ચેહરા પર કોઈ જ ભાવ નહોતા. સાવ સ્થિર નજરે તે બસ ઉર્વિલની કફોડી થતી હાલત જોઈ રહી હતી. ઉર્વિલ હજુ સમજવાની કોશિશ કરી રહ્યો હતો કે વાત શું હોઈ શકે પણ સામેથી મનસ્વીને આવતી જોઇને તે વધુ આશ્ચર્યમાં પડી ગયો.તેના મગજમાં ...વધુ વાંચો

35

પ્રતિક્ષા - ૩૫

“કહાનને પ્લીઝ સાચવી લેજો. હું હવે ક્યારેય...” ઉર્વાથી એક નિસાસો નંખાઈ ગયો. પોતાની આંખમાં આવેલા ઝળઝળિયાંને આંખમાં જ રોકી રાખીને તેણે ઉમેર્યું, “હું હવે ક્યારેય તેની સાથે કોઈ જ વ્યવહાર નથી રાખવા માંગતી. પ્લીઝ”“ઉર્વા... કહાન મરી જશે!” દેવ બહુ સારી રીતે જાણતો હતો કે કહાનની હાલત શું થશે ઉર્વા વિના. સ્વાતિના મૃત્યુ પછી રેવાએ અને રેવાના મૃત્યુ પછી ઉર્વાએ જ તેને સાચવ્યો હતો. ઉર્વા વિનાના કહાનની તો કલ્પના પણ શક્ય નહોતી થઇ રહી તેના માટે. દેવે ફટાફટ કહાનના રૂમમાં ડોકિયું કરી જોઈ લીધું કે તે સુતો હતો એટલે ત્યાંથી ધીમા પગલે નીકળી પોતાના રૂમમાં બારી પાસે બેસી ફરી વાત કરવા ...વધુ વાંચો

36

પ્રતિક્ષા - ૩૬

રઘુ ઉર્વાને મળીને આવ્યો તેને ૮ કલાક ઉપર વીતી ચુક્યા હતા પણ આ ૮ કલાકમાં ૮ મિનીટ પણ રઘુનો શમ્યો નહોતો. તેને વારંવાર આજની મુલાકાત માં કંઇક ખૂટતું હોવાનો આભાસ થતો હતો. કંઇક તો હતું જે વિચિત્ર હતું પણ તેને સમજાઈ નહોતું રહ્યું. રઘુએ ઉર્વા સાથે થયેલી વાતચીતને ફરીવાર પોતાના મગજમાં જ રીપીટ કરી જોઈ પણ છતાં કંઇ ચિત્ર ક્લીયર નહોતું થતું. પોતાની હોટલના રૂમના બાથરૂમમાં જઈ તેણે પાણીની છાલક પોતાના ચેહરા પર મારી અને સામે લગાવેલા લંબચોરસ અરીસામાં પોતાના પ્રતિબિંબમાં પોતાના ચેહરાથી નીતરી રહેલા પાણીની બુંદોને કંઇક સમજવાનો પ્રયાસ કરતા એકીટશે જોઈ રહ્યો.“ઉર્વા શું કરવા માંગતી હતી? શું ...વધુ વાંચો

37

પ્રતિક્ષા - ૩૭

“મને ખબર છે તમારા મનમાં વિચાર ચાલી રહ્યો છે પણ એક વાયદો કરશો?”રઘુ ફક્ત હકારમાં માથું ધુણાવી રહ્યો.“જ્યાં સુધી આ પૃથ્વી પર છે એના ઉર્વિલને તકલીફ થાય એવું તમે કંઇજ નહિ કરો!” રેવાની આંખો કોરી હતી છતાં પણ એમાં ભારોભાર વિનવણી હતી. રઘુએ ફક્ત તેનો હાથ જોરથી દાબી છોડી દીધો. અને ડોક્ટર તેને લેબર રૂમમાં લઇ ગયા. *** દેવ અને સ્વાતિ રઘુની સામે જ ઉભા હતા પણ રઘુ બન્નેમાંથી કોઈ સાથે કંઇજ વાત કરવા સમર્થ નહોતો. એકતરફ ત્યાં અંદર રેવા ઠીક હશે કે નહિ તેની ચિંતા હતી અને બીજી તરફ તેના મગજમાં હજુ ઉર્વિલને જોડાયેલો ફોન જ ચાલી રહ્યો ...વધુ વાંચો

38

પ્રતિક્ષા - ૩૮

“તારે બહુ જ ચોકસાઈથી એમનો ભરોસો જીતીને જાણવાનું છે કે સ્વાતી મજુમદારના મર્ડર વિષે કેટલા લોકો જાણે છે?”“સ્વાતી... મજુમ..દાર. મીન”“યેસ કહાનના મમ્મીના મર્ડર વિષે. એન્ડ આ તારે જ કરવું પડશે.”રચિત બહુ ખરાબ રીતે ડઘાઈ ગયો. તેણે હજુ ઉર્વાને કહ્યું નહોતું કે કહાન તેની સાથે છે. અને કહાનની મમ્મીના મર્ડર વિશે તેને જાણવાનું હતું!“ઉર્વા! કહાન જાણે છે સ્વાતી મજુમદાર મર્ડર વિષે?” રચિતે પોતાના અવાજમાં ઉચાટ ના ભળે તેની ખાસ તકેદારી રાખતા અવાજ સાવ ધીમો કરી પૂછ્યું.“ના, કહાનને ફક્ત એક્સીડન્ટની જ ખબર છે પણ દેવ અંકલને બધી હકીકત ખબર છે. અને હા, તને યાદ છે મેં રેવાની ડેથના થોડા દિવસો પછી ...વધુ વાંચો

39

પ્રતિક્ષા - ૩૯

“સ્વાતી મોમની રીંગ!!!” આંખ ખોલતા જ ઉર્વા બોલી પડી.“યસ...”“કહાન તને મતલબ ખબર છે ને આ વસ્તુનો? આર યુ ઇવન ઉર્વા અચંબામાં હતી.“હું શ્યોર છું...” કહાનના અવાજમાં એક અજબ રણકો હતો. “મને બહુ સારી રીતે યાદ છે કે મેં જ કીધું હતું કે હું આ વીંટી ક્યારેય કોઈના હાથમાં નહી પહેરાવું. ક્યારેય કોઈ કમીટમેન્ટમાં નહિ બંધાઉં, કોઈને પ્રપોઝ નહિ કરું. અને ગમે તે થાય મોમને માફ નહિ કરું. એ શરદ પુનમની રાત મને આખે આખી યાદ છે ઉર્વા. અને હું તારી સામે ઉભો છું. મારી મોમની રીંગ તારી આંગળીમાં પહેરાવીને ઉભો છું. બોલ હવે... શું જવાબ છે તારો?”ઉર્વા માટે અત્યારે ...વધુ વાંચો

40

પ્રતિક્ષા - ૪૦

“તને આટલું શું બળે છે!!” મયુરીબેનને આવા રીએક્શનની કલ્પના પણ નહોતી. તે પણ ઉર્વિલને આટલો ગુસ્સામાં જોઈ ડઘાઈ ગયા. પોતાની દીકરી છે એ. મારી અને રેવાની દીકરી છે એ...” ઉર્વિલ રીતસરનો પલંગ પરથી ઉભો થઇ ગયો. “ક..કોણ રેવા?? શું કંઈપણ બોલે રાખે છે તું?!” મયુરીબેનને આંચકો લાગ્યો. તે માની જ નહોતા શકતા કે ઉર્વિલની વાતમાં કંઈ તથ્ય પણ હોય! “રેવા દીક્ષિત!! ભૂલી તો નહિ જ હોય તું એને. યાદ કર!” ઉર્વિલનો ઉદ્વેગ પ્રત્યેક ક્ષણે વધી રહ્યો હતો. “મને કંઈ યાદ નથી આવતું. અને જે કંઈ પણ હોય તે એ બધું મુક અને અત્યારે જે કંઈ છે એના પર ધ્યાન ...વધુ વાંચો

41

પ્રતિક્ષા - ૪૧

કહાનના ગયા ને ૧૫ મિનીટ ઉપર થઇ ચુક્યું હતું. ટેબલ પર પડેલા પીઝા ત્યાંજ પડ્યા પડ્યા ઠંડા થઇ ચુક્યા પણ રચિત કે ઉર્વા બન્ને માંથી કોઈ તે પીઝા અડી પણ નહોતું રહ્યું. એક બહુ જ વજનદાર મૌન પુરા માહોલમાં છવાઈ ચુક્યું હતું અને તે તોડવાની શરૂઆત કોણ કરશે તે બન્નેમાંથી કોઈ જ જાણતું નહોતું. “તું કોલ્ડડ્રીંક લઈશ?” રચિતે થમ્સઅપની બોટલ હાથમાં લઇ પૂછ્યું “હં...” ઉર્વા કંઈ સમજી ના શકી. આવા સમયે રચિત કોલ્ડડ્રીંકની વાત કરશે તે તેને નહોતું માનવામાં આવતું. "થમ્સઅપ તું પીવાની છે? તો બીજી મંગાવું એટલે...” રચિતે પેપરના ગ્લાસમાં થમ્સઅપ ઠાલવતા કહ્યું “તને અત્યારે થમ્સઅપ કઈ રીતે ...વધુ વાંચો

42

પ્રતિક્ષા - ૪૨

“ચાલો મારે નીકળવું છે.” ઉર્વિલને સંભળાવતા હોય તેમ મયુરીબેન બોલ્યા પણ ઉર્વિલે કંઈ પ્રતિક્રિયા આપી નહિ. “ઉર્વિલ...” મયુરીબેન ફરી બોલ્યા. “વાંધો ના હોય તો હું મૂકી જાઉં તમને??” ઉર્વા સિફતથી પૂછી રહી. “ના ના, તારે આવવાની કોઈ જ જરૂર નથી. ઉર્વિલ આવશે મુકવા.” મયુરીબેન સહેજ મોઢું બગાડીને બોલી રહ્યા. “હું ક્યાંય નથી આવવાનો. જેને જવું હોય જાતે જઈ શકે છે...” ઉર્વિલે મયુરીબેન સામે નજર સુદ્ધા કર્યા વિના પોતાનો અંતિમ નિર્ણય કહી દીધો. મનસ્વીને લાગ્યું કે વાત વણસી જશે પણ અત્યારે વચ્ચે બોલવું એ બળતામાં ઘી હોમવા જેવું હતું. “સારું હું રીક્ષામાં ચાલી જઈશ.” મયુરીબેનને બહુ જ ખરાબ લાગી રહ્યું ...વધુ વાંચો

43

પ્રતિક્ષા - ૪૩

ઉર્વાને આ જ કાર લઈને ડ્રાઈવ પર જવું હતું એટલે આ કાર અંદર પાર્ક ના કરતા તેને બહાર જ મૂકી તે ઘરના દરવાજા તરફ દોડી ગઈ. તે ડોરબેલ વગાડવા જતી જ હતી કે ઉર્વિલનું મનસ્વીને પોતાની તરફ ખેંચતું દ્રશ્ય જોઈ તે ત્યાં જ ઉભી રહી ગઈ. રેવાની પ્રતિક્ષાના દિવસોની આખી ફિલ્મ તેની આંખોની સામેથી એક જ ક્ષણમાં પસાર થઇ રહી. તે ઉભી રહી એક ક્ષણ એ વિચારવા માટે કે અત્યારે અંદર જવું કે નહિ અને વળતી જ ક્ષણે તે હળવેથી દરવાજાને ધક્કો મારી રહી. દરવાજો ખુલ્લો જ હતો ને ઉર્વા રીતસર તેના પગરવનો અવાજ સંભળાઈ તે રીતે હોલમાં એન્ટર ...વધુ વાંચો

44

પ્રતિક્ષા - ૪૪

“અચ્છા મેં તમને કોઈ બર્થડે ગીફ્ટ તો આપ્યું નહિ...” રચિત ઉર્વિલના જતા જ ઉર્વા બોલી “એવું કંઈ હોતા હશે?” લાડમાં બોલી. “આને બર્થડે ગીફ્ટ કહી શકાય કે નહિ એ તો ખબર નહિ પણ કંઇક નક્કી કર્યું છે... એટલે તમે કંઇક પૂછવાનું છે... એટલે કંઇક કહેવાનું છે...” ઉર્વા સાવ ધીમે ધીમે પોતાની વાત કહી રહી. “અરે આટલું શું અચકાય છે? બોલને શું વાત છે?” મનસ્વી તેની સામે જોઈ પૂછી રહી. “હું પી.જી તરીકે ઓર તમારી ફેમીલીના નાનકડા હિસ્સા તરીકે તમારી સાથે રહી શકું?” ઉર્વા આટલું જ બોલી ને મનસ્વી હરખાઈ રહી. તે આટલું જ તો ઈચ્છતી હતી કે તેના સુનકાર ...વધુ વાંચો

45

પ્રતિક્ષા - ૪૫

અડધીરાતના સુમસાન રસ્તા પર રચિત મધ્યમ ગતિએ કાર ચલાવી રહ્યો હતો. ઉર્વા બાજુમાં જ બેસીને કારની બારીમાંથી અનંત અંધકારને રહી હતી. આટલા અંધકારમાં પણ તે બેનમુન જ લાગતી હતી. આજનો દિવસ બહુ લાંબો ગયો હતો તેનો. મયુરીબેનનું આવવું, કહાનનું આવવું અને મનસ્વી સાથે ઉર્વીલને જોવું... એક દિવસમાં ઘણી ઘટનાઓ બની ગઈ હતી. બધી લાગણીઓનો ભાર તેના મસ્તિષ્ક વાટે તેની આંખો પર વર્તાઈ રહ્યો હતો. વારંવાર તેના પોપચા બીડાઈ રહ્યા હતા. “ઊંઘ આવતી હોય તો સુઈ જા. આમ પણ આપણે થોડીવારમાં ફલેટે પહોંચી જ જઈશું.” ઉર્વાની આંખોથી ડોકિયા કરતી ઊંઘને જોઇને રચિતે કહ્યું. “ના... આ તો જસ્ટ બહુ ટાઈમ થઇ ...વધુ વાંચો

46

પ્રતિક્ષા - ૪૫

અડધીરાતના સુમસાન રસ્તા પર રચિત મધ્યમ ગતિએ કાર ચલાવી રહ્યો હતો. ઉર્વા બાજુમાં જ બેસીને કારની બારીમાંથી અનંત અંધકારને રહી હતી. આટલા અંધકારમાં પણ તે બેનમુન જ લાગતી હતી. આજનો દિવસ બહુ લાંબો ગયો હતો તેનો. મયુરીબેનનું આવવું, કહાનનું આવવું અને મનસ્વી સાથે ઉર્વીલને જોવું... એક દિવસમાં ઘણી ઘટનાઓ બની ગઈ હતી. બધી લાગણીઓનો ભાર તેના મસ્તિષ્ક વાટે તેની આંખો પર વર્તાઈ રહ્યો હતો. વારંવાર તેના પોપચા બીડાઈ રહ્યા હતા. “ઊંઘ આવતી હોય તો સુઈ જા. આમ પણ આપણે થોડીવારમાં ફલેટે પહોંચી જ જઈશું.” ઉર્વાની આંખોથી ડોકિયા કરતી ઊંઘને જોઇને રચિતે કહ્યું. “ના... આ તો જસ્ટ બહુ ટાઈમ થઇ ...વધુ વાંચો

47

પ્રતિક્ષા - ૪૬

“એ રિસ્ક બહુ મોટું થઇ જાય ત્યારે?? ઉર્વા દરેક વખતે ઝેરના પારખા ના હોય...” પતી ગયેલી સિગરેટને પગ નીચે રચિતે કહ્યું “એટલે?” ઉર્વા તેની સામે જોઈ રહી. “ઉર્વા... મને ખોટો નહિ સમજ પણ મને સાચે તારી બહુ જ ચિંતા થાય છે.” બીજી સિગરેટ સળગાવી ઉર્વાની લગોલગ જઈ રચિતે કહ્યું. “શું કામ?” ઉર્વા જાણતી હતી કે રચિતના કહેવાનો અર્થ શું છે છતાં તેણે અજાણ્યા થઇ પૂછ્યું. “ઉર્વા જે રસ્તે ચાલી રહી છે એ તને ખબર પણ છે કે ક્યાં જઈ રહ્યો છે? કોઈપણ પ્લાન છે તારી પાસે? કોઈ પ્રેક્ટીકલ થોટ પ્રોસેસ છે? શું કરી રહી છે? અને શાના જોખમે કરી ...વધુ વાંચો

48

પ્રતિક્ષા - ૪૭

દુર ક્ષિતિજથી રાતનો છેલ્લો પ્રહર ખતમ થતો તે ચોખ્ખો નિહાળી રહી હતી. આકાશમાં સાવ ધીમે ધીમે ઉજાસ આવી રહ્યો લાલ રંગ રેલાઈ રહ્યો હતો. “મીણબતીની જેમ પીગળી રહ્યું છે ને આ આકાશ!!” ઉર્વાની બાજુમાં આવી રચિત બોલ્યો. “હા, એમ જ જેમ અહીં મારું અસ્તિત્વ પીગળી રહ્યું છે!!” ઉર્વાની આંખોમાં ભીનાશ હતી. ઘણા વર્ષે તે આંખો હતાશ હતી. “ઉર્વા, તું દોસ્ત છે મારી. તને પોતાને સળગાવતા, આમ પોતાના જ અસ્તિત્વને ઓગાળતા કઈ રીતે જોઈ શકું હું? કોશિશ કરવી મારી ફરજ હતી. એ કોશિશનો એ મતલબ હોય જ ના શકે કે હું તારી સાથે નથી! આપણે સાથે શરુ કર્યું છે આ ...વધુ વાંચો

49

પ્રતિક્ષા - ૪૮

“ઓહ...! મને નહોતી ખબર તમે બધું જ તમારી વાઈફને કહીને કરો છો!” ઉર્વા ધારદાર નજરે ઉર્વિલ સામે જોતા બોલી પછી ઉમેર્યું, “તો તો મારી મધર વિષે, રેવા વિષે પણ ઇન્ફોર્મ કર્યું જ હશે ને બધું...!” “ચાલો વોક પર જઈએ...” આગળ કંઈજ દલીલ કર્યા વિના ઉર્વિલ ઉભો થઇ દરવાજા તરફ ચાલવા લાગ્યો ને ઉર્વા પણ વિજેતાની મુસ્કાન સાથે દરવાજાની બહાર નીકળી ગઈ. સવારનો સોનેરી તડકો રોડ પર પ્રસરવાની તૈયારીમાં હતો. વાહનોની સામાન્ય અવરજવર શરુ થઇ ગઈ હતી. ફૂટપાથની એક તરફ ઉર્વા અને ઉર્વિલ ચુપચાપ ચાલી રહ્યા હતા. સેંકડો સવાલો ઉર્વિલના હોઠ સુધી આવીને રહી જતા હતા. એમાંથી એકપણ સવાલ ઉર્વાને ...વધુ વાંચો

50

પ્રતિક્ષા - ૪૯

મનસ્વી ઉઠી તો તેના પલંગ પર અલગ અલગ જગ્યાએ લોહીના ડાઘ હતા. ફટાફટ કપડાં બદલી તેણે ચાદર બદલી નાંખી. મોઢું ધોઈ ઘર છોડવાના મક્કમ વિચાર સાથે પોતાનો સામાન પેક કરવા લાગી. તે બેગમાં બધું ભરી જ રહી હતી કે નીચે ડોરબેલ રણકી. પોતાના ઉતરેલા ચેહરાને સરખું કરતા તે તરત જ નીચે દોડી ગઈ. તેને લાગ્યું જ કે નીચે ઉર્વા હશે. તેને હજુ સમજાઈ નહોતું રહ્યું કે પોતે ઉર્વાને શું કહેશે અને કઈ રીતે કહેશે! હજુ ગઈકાલે તો ઉર્વાએ એને આ ઘરે રહેવા માટે હા કહી હતી અને આજે તે પોતે જ ઘર છોડીને જતી રહેશે તો કેવું લાગશે...! “ઉર્વા... ...વધુ વાંચો

51

પ્રતિક્ષા - ૫૦

મનસ્વી અને ઉર્વાને ઉર્વિલના ઘરમાંથી ગયે ત્રણ અઠવાડિયા ઉપર વીતી ગયા હતાં પણ ઉર્વિલે તે બંનેમાંથી એકપણને એકવખત પણ કર્યો નહોતો. તેના સાસુ સસરાનો ફોન આવતા તેમની સાથે વિવેક ખાતર એક બે વખત વાત કરી હતી જેથી કોઈને ખબર ના પડે કે મનસ્વી ખરેખર ક્યા કારણોથી ગઈ છે! પરિસ્થિતિઓ જયારે જયારે પણ પ્રતિકુળ થતી ત્યારે તેને સાચવવાને બદલે કે તેને બદલવા માટે મહેનત કરવાને બદલે ત્યાંથી ભાગી છૂટવું અને પૂરેપૂરું ઇગ્નોર જ કરવું એ ઉર્વિલનો સ્વભાવ થઇ ગયો હતો. બાળપણમાં કોઈ ગમતા રમકડાંની વાત હોય, મનગમતી જોબ કરવાની કે બીજા સિટીમાં સેટલ થવાની... પોતાની ઈચ્છાઓ માટે લડતાં કે જમીન ...વધુ વાંચો

52

પ્રતિક્ષા - ૫૧

મનસ્વીના સમાચાર સાંભળી ત્યાં ઉપસ્થિત દરેક લોકોના ચેહરા પર રોનક છવાઈ ગઈ હતી. બધા વારાફરતી અંદર રૂમમાંજઈ મનસ્વીને મળી હતા બસ એક ઉર્વા સાવ શાંત મૂંઝાયેલી અને ગભરાયેલી એક ખૂણામાં બેઠી હતી. મનસ્વીનું પૂરું ફેમિલી આ સમાચારથી એટલું બધું ખુશ હતું કે તે કોઈનું ધ્યાન ઉર્વા તરફ હજુ સુધી ગયું જ નહોતું. વિચારોના દરિયામાંથી તે બહાર આવવાની જેમ જેમ કોશિશ કરી રહી હતી તેમ ને તેમ તે વધુ ને વધુ ઊંડાણમાં જઈ રહી હતી. ત્યાંજ તેનો ફોન રણક્યો અને તે નામ વાંચી બધાથી દુર દોડી ગઈ. “હેલ્લો...” ઉર્વાથી હજુ સુધી સરખીરીતે બોલાતું નહોતું. તે હજુ આઘાતમાં જ હતી. “ઓ ...વધુ વાંચો

53

પ્રતિક્ષા - ૫૨

“હેલ્લો, ઉર્વા રેવા દીક્ષિત બોલું છું.” પોતાનો સ્વર મક્કમ કરતા ઉર્વા બોલી “અરે ઉર્વા કેમ છે, હું વિચારતો જ તને ફોન કરવાનું આજે...” સામે છેડેથી અવાજ આવ્યો. “અચ્છા, બોલોને શું કામ પડ્યું મારું?” સહેજ અચંબામાં ઉર્વાએ પૂછ્યું. “પરમદિવસે અમદાવાદમાં જ લગ્ન કરું છું. તું હાજરી આપી શકીશ તો મને બહુ જ ખુશી થશે.” “ઓહ માય ગોડ! આ તો બહુ જ ખુશીની વાત છે. હું ખરેખર બહુ ખુશ છું તમારા માટે રઘુભાઈ... હું પૂરી કોશિશ કરીશ આવવાની.” ઉર્વા પોતે શોક હતી પણ પોતાના અવાજમાં જરાપણ અણસાર લાવ્યા વિના તે બોલી રહી. “થેંક્યું ઉર્વા... અરે તે કંઇક કામ માટે ફોન કર્યો ...વધુ વાંચો

54

પ્રતિક્ષા - ૫૩

ડોરબેલનો અવાજ સાંભળી ઉર્વા તરત જ દરવાજો ખોલવા દોડી ગઈ. જેવું તેણે ધાર્યું હતું રઘુ તેની વાગ્દત્તાને લઇ સમયસર ગયો હતો. “આવો આવો... ફ્લેટ શોધવામાં કોઈ તકલીફ ના પડી ને!” ઉર્વા આવકારતા પૂછી રહી. “ના... ના... બિલકુલ નહિ. અચ્છા આ બંદિશ છે. મારી થવા વાળી વાઈફ...!” રઘુ ફ્લેટમાં અંદર આવતા બંદિશની ઓળખાણ કરાવી રહ્યો. ઉર્વા જોઈ રહી બંદિશને... પીળા બુટ્ટાવાળી કેસરી રંગની ગુજરાતી ઢબે પહેરેલી સાડી તેના ભરાવદાર શરીર પર જચી રહી હતી. તે ૩૫-૪૦ ની વયે પહોંચેલી કોઈ ગૃહિણી જેવી દેખાતી હતી. તેનો વર્ણ હલકો શ્યામ હતો પણ તેના નેણ નક્શ તીખા હતા. એકબાજુ વ્યસ્થિત ગુંથેલા કેશ તેની ...વધુ વાંચો

55

પ્રતિક્ષા - ૫૪

“તેના કોન્ટેક્ટ વધી રહ્યા હતા. અને એ કોન્ટેક્ટમાંથી જ તેના હાથે નેલ્સનની સ્ટોરી ચડી. તે એની જડ સુધી જવા હતી. તેને ખબર હતી કે આ સ્ટોરી પુરા મુંબઈમાં સનસની મચાવશે. અને એ જ સ્ટોરીની લ્હાયમાં તે મારી જાણ બહાર કુમુદની અડફેટે ચડી ગઈ...” રઘુના ચેહરા પર પરસેવો વળી રહ્યો. તેણે હાથમાં રાખેલા રૂમાલથી પરસેવો લૂછ્યો. “હું ચા મુકું...” રઘુને થોડો સ્વસ્થ થવાનો બ્રેક મળી રહે તે માટે ઉર્વા ઉભી થઇ કિચનમાં ચાલી ગઈ. રચિત પણ તેની પાછળ દોરવાયો ઉર્વાને આગળ વાત જાણવાની ઉત્કંઠા તો હતી પણ તે જાણતી હતી કે રઘુ સ્વસ્થતાથી વાત નહિ કહે તો વાતનો કોઈ અર્થ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો