રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

(4.4k)
  • 159.2k
  • 170
  • 79k

"અહીંયા ઉપસ્થિત સર્વે રાજાઓ અને કુંભમેળામાં આવેલા શ્રધ્ધાળુઓની હાજરીમાં હું આ શુભ પ્રસંગે એક ખુશ ખબર આપ સૌ સાથે વહેંચવા માંગુ છું અને એ ખુશ ખબર છે મારી દીકરી રાજકુમારી મેઘનાનાં વિવાહ અંગેની!" "મેઘનાનાં થનારાં જીવનસાથી માટે મેં જેની ઉપર પસંદગી ઉતારી છે એનું નામ છે સાત્યકી. ઈન્દ્રપુરનાં રાજા મહેન્દ્રસિંહનો તેજસ્વી અને શૂરવીર પુત્ર સાત્યકી રાજકુમારી મેઘના માટે યોગ્ય વર સાબિત થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. "રાજા મહેન્દ્રસિંહના પુત્ર સાત્યકી તરફ હાથ કરી રાજા અગ્નિરાજે કહ્યું.

Full Novel

1

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 1

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અઘોરી સિરીઝ દ્વિતીય ચરણ સૌપ્રથમ તો સર્વે વાંચકોની માફી માંગી રહ્યો છું કેમકે રુદ્રની પ્રેમકહાનીનો ખંડ પૂરો થયાંનાં બે મહિના પછી મને હવે આગળનો ભાગ લખવાનો સમય મળ્યો. પણ મિત્રો હું પણ એક માણસ છું એટલે અમુક જવાબદારી અને તકલીફો ...વધુ વાંચો

2

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 2

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:2 રુદ્રને મેઘનાનો અંગરક્ષક નિયુક્ત કરીને અગ્નિરાજે પોતાનાં પગ ઉપર જાણીજોઈને કુહાડી મારી હતી એ પ્રેક્ષકોમાં બેસેલાં રુદ્રના બંને ભેરુ ઈશાન અને શતાયુ સમજી ચૂક્યા હતા. "ભાઈ, આજે તો તે યુદ્ધમેદાનમાં સાબિત કરી દીધું છે એ જગતમાં તારાં સમોવડીયો બીજો કોઈ યોદ્ધા નથી!" રુદ્ર જ્યારે શતાયુ અને ઈશાન જોડે આવ્યો ત્યારે શતાયુએ રુદ્રના વખાણ કરતાં કહ્યું. "મિત્ર, આપણે જે કાર્ય સિદ્ધ કરવા આવ્યાં છે એને જો સાચી દિશામાં આગળ ધપાવવું હોય તો હવે તમારે બંનેએ તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યાં વીનાં મારું કહેલું જ કરવાનું છે." રુદ્રના અવાજમાં સ્પષ્ટતા માલુમ પડતી હતી. "અમે હંમેશા તારાં પડછાયાની ...વધુ વાંચો

3

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 3

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:3 દોલત અને લોલાક દ્વારા રુદ્રને સૈનિકોનાં ઉતારામાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં મોજૂદ સૈનિકોનાં પર પોતાનાં માટે માન હોવાનું રુદ્રને જોતા જ સમજાઈ ગયું. પૃથ્વીલોક પર વાનુરાનાં મેદાનમાં વિજેતા બનતો યોદ્ધા મહાબળી હોવાનું બધાનું માનવું હતું. રત્નનગરીનાં સૈનિકો માટે જે પોશાક હતું એમાં લાલ રંગનું બખ્તર ઉપયોગ થતું હતું પણ અંગરક્ષક તરીકે રુદ્રને જે પહેરવેશ આપવામાં આવ્યો એમાં શ્યામરંગના બખ્તરની વચ્ચે લાલ રંગનો સૂર્ય બનેલો હતો. આ સાથે રુદ્રને અમુક ખાસ હથિયારો આપવામાં આવ્યાં. જેમાં એક બે ધારી તલવાર, પંચધાતુની ઢાલ, ચાંદીની ધારદાર કટાર અને નાના વિષેલા સોયાનો સમાવેશ થતો હતો. આ સોયાને એક ...વધુ વાંચો

4

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 4

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:4 "વીરા, આજથી એકાદ માસ પહેલા એવી ઘટના પ્રથમ વખત બની જેને મને અને મહારાજને વાત માનવા મજબૂત કરી મૂક્યાં. બન્યું એવું કે રાજકુમારી પોતાની સખી વૃંદ સાથે મહેલનાં ઝરૂખે બેઠી વાર્તાલાપ કરી રહી હતી એ સમયે અચાનક મહેલનાં ઝરૂખાનો પાયો હચમચી ઉઠ્યો અને થોડી જ ક્ષણોમાં ઝરૂખો નીચે પડ્યો." "રાજકુમારીનાં સદનસીબે એ અને એની સખીઓ છેલ્લી ઘડીએ ત્યાંથી ખસી ગઈ અને એમનો જીવ બચી ગયો. ભયાનક વાવાઝોડામાં પણ રત્નનગરીનાં મહેલનો એક કાંકરો હલે એમ નથી ત્યારે આ રીતે ઝરૂખાનાં પાયાનું આમ ધ્વસ્ત થઈ ગયું ઘણી વિસ્મયની વાત હતી.!" "આ પછી અહીં આવવાં નીકળ્યાં એનાં ...વધુ વાંચો

5

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 5

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:5 "આ તો એ જ વનસ્પતિની સુવાસ છે જે પાતાળલોકમાં ભસ્મા સરોવરની નજીક મોટા પ્રમાણમાં છે. સર્પદેશનાં જે પ્રદેશમાં યક્ષરાજ બકારના અંગ પડ્યાં હતા એની અસરરૂપે ત્યાં વસતાં નિમલોકોની સાથે ત્યાંની જે વનસ્પતિ પણ ઝેરીલી થઈ ચૂકી હતી એમાં સર્પમિત્રા મોખરે હતી. જે સર્પોને પોતાની અંદર વિષત્વની ઉણપ વર્તાય એ આ વનસ્પતિની તીવ્ર સુવાસ હેઠળ એની તરફ આકર્ષિત થાય છે." "પણ આ ઝેરીલી વનસ્પતિની સુવાસ આમ અચાનક આટલી તીવ્રરૂપે રાજકુમારીનાં શયનકક્ષમાંથી આવવાનું કારણ?" પોતાનાં નાકમાં આવેલી સુવાસને ઓળખતો રુદ્ર મનોમન બોલ્યો. અચાનક નાકમાં આવેલી આ સુવાસે રુદ્રને દ્વિધામાં મૂકી દીધો. આખરે આ ઝેરીલી વનસ્પતિની આટલી ...વધુ વાંચો

6

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 6

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:6 રુદ્રએ ત્યાં પહોંચીને જોયું તો એ પાત્રમાં પાણી ભરેલું હતું અને એ પાણીમાં સર્પમિત્રા પાન તરી રહ્યાં હતા. રુદ્રએ બારીકાઈથી જોયું તો આ બધાં પાન સૂકાં હતા જેને પાણીનાં પાત્રમાં નાંખવામાં આવ્યાં હતા. આવાં સૂકાં પાનને પાણીમાં ત્રણ પ્રહર જેટલાં સમય સુધી ડુબાડી રાખવામાં આવે તો એ પોતાની સુવાસ પ્રસરાવા લાગે છે. આ વિષયમાં વિચારતા રુદ્રને યાદ આવ્યું કે પોતે સાંજનાં સમયમાં એક સંગિગ્ધ વ્યક્તિને રાજકુમારી મેઘનાનાં શયનકક્ષની આજુબાજુ ફરતો જોયો હતો. નક્કી એ વ્યક્તિ જ આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર હોવો જોઈએ એવું રુદ્રને લાગ્યું. "આ પાણીને અહીંથી દૂર એવી જગ્યાએ ઢોળી આવો ...વધુ વાંચો

7

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 7

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:7 પોતાને નામથી બોલાવનાર અને ધમકીભર્યા સુરમાં ચેતવણી આપનાર વ્યક્તિ આખરે કોણ હતો એ જોવા અવાજની દિશામાં પોતાની ગરદન ઘુમાવી. પોતાને નામથી બોલાવનાર વ્યક્તિનો ચહેરો જોતાં જ રુદ્ર એને ઓળખી ગયો. એ વ્યક્તિ એ જ હતો જેની રહસ્યમય હાજરી મેઘનાનાં શયનકક્ષ જોડે રુદ્રએ નોંધી હતી. પોતાનો પીછો કરનાર અને મેઘનાને મારી નાંખવાની કોશિશ કરનાર વ્યક્તિ એકબીજાનાં ભાઈ હોવાનું પણ રુદ્ર સમજી ચુક્યો હતો. હાથમાં ધારદાર તલવાર લઈને પોતાનાંથી માંડ સાત-આઠ દૂર ઊભેલા વ્યક્તિને રુદ્ર પગથી લઈને માથા સુધી અમુક ક્ષણો સુધી જોતો રહ્યો. "તને મારું નામ કઈ રીતે ખબર?" રુદ્રએ એ વ્યક્તિને ઉદ્દેશી આશ્ચર્ય સાથે ...વધુ વાંચો

8

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 8

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:8 "આખરે આટલાં સમયથી શું વિચારી રહ્યાં છો રાજકુમાર રુદ્ર?" રુદ્રને વિશારશીલ મુદ્રામાં ઊભેલો જોઈ પ્રશ્ન કર્યો. "જરા અને દુર્વા, તમારી સાથે જે કંઈપણ થયું એ ખરેખર અક્ષમ્ય ગુનો છે. રાજા અગ્નિરાજને એનાં આ ઘાતકી કૃત્યની સજા આપવી આવશ્યક છે. પણ ગુનો અગ્નિરાજ કરે અને એની સજા એમની નિર્દોષ દીકરી ભોગવે એ ક્યાંનો ન્યાય? જો આવું જ કરશો તો તમારાં અને અગ્નિરાજ વચ્ચે શું ભેદ રહી જશે?" રુદ્રના પૂછાયેલા આ પ્રશ્નોનાં કોઈ ઉત્તર ના મળતાં જરા અને દુર્વા નતમસ્તક થઈને નિરુત્તર ઊભા રહી ગયાં. એ બંનેને આમ નિરુત્તર ઊભેલા જોઈ રુદ્ર એમની નજીક ગયો અને ...વધુ વાંચો

9

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 9

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:9 રાજા અગ્નિરાજનો વિશાળકાય કાફલો એની નિયત ગતિએ રત્નનગરી તરફ આગળ વધી રહ્યો હતો. આ સંપૂર્ણ જવાબદારી બાહુકના માથે હતી. જેને અડધી યાત્રા સુધી તો બાહુક ઉમદા રીતે નિભાવતો રહ્યો. અડધી યાત્રા સુધી બાહુકે નક્કી કરેલું અંતર ચોક્કસ સમયમાં પૂરું થઈ જતું હતું. જેનાં લીધે જમવાનો અને આરામનો સમય સચવાઈ જતો. પ્રયાગરાજથી નીકળી વિદર્ભ સુધીની યાત્રા કોઈપણ જાતની અડચણ વીનાં માત્ર પાંચ દિવસમાં કાપીને બાહુકે સાબિત કરી આપ્યું હતું કે એ પોતાનાં પિતાજીનું સ્થાન લેવાં માટે યોગ્ય ઉમેદવાર છે, પણ કહ્યું છે ને કે ધાર્યું તો અલખધણીનું જ થાય! આ વિધાનને યથાર્થ કરતી ઘટના રાજા ...વધુ વાંચો

10

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 10

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:10 આખરે રુદ્રની નજર સૈનિક વેશમાં સજ્જ દુર્વા અને જરા પર સ્થિર થઈ. જરા અને પણ રુદ્રને જોઈ ચહેરાનાં હાવભાવ થકી જ બધું સકુશળ હોવાનો ઈશારો કરી દીધો. આટલી લાંબી યાત્રા બાદ અગ્નિરાજે પોતાની સાથે યાત્રામાં આવેલાં તમામ લોકોને વિશ્રામ કરવાનું જણાવી પોતાનાં રાજકક્ષમાં પ્રવેશ કર્યો. ઘણાં વખતથી પોતાની સખીઓને મળી ન હોવાથી મેઘનાએ એમને મળવાં જવાની ઈચ્છા પોતાનાં માતા-પિતા સમક્ષ જાહેર કરી જેને મને-કમને એમને સ્વીકારી લીધી. મેઘનાનાં જતાં જ અગ્નિરાજ પોતાની પત્ની રાણી મૃગનયની સાથે એમનાં ખાસ રાજકક્ષમાં બેઠાં હતા. આર્યાવતનાં ખાસ કારીગરોને બોલાવી આ રાજમહેલની રચના વાસ્તુશાસ્ત્રનાં દરેક નિયમોને ધ્યાને રાખીને કરવામાં ...વધુ વાંચો

11

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 11

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:11 બીજાં દિવસની સવાર થતાં જ અગ્નિરાજ અને મૃગનયની એમનાં રાજ્યનાં કુલગુરુ સુધાચાર્યને મળવાં રત્નનગરી આવેલાં મલય પર્વતની તળેટીમાં આવેલાં આશ્રમ તરફ જવા નીકળી પડ્યાં. અગ્નિરાજ અને મૃગનયની જ્યારે સુધાચાર્યનાં પાવન આશ્રમ સુધી પહોંચ્યાં ત્યારે સુધાચાર્ય પોતાનાં નિત્યક્રમ મુજબ ગૌશાળામાં ગાયોને નિરણ નાંખી રહ્યાં હતા. સાતથી આઠ એકર જેટલાં વિસ્તારમાં ફેલાયેલાં ગુરુ સુધાચાર્યનાં આશ્રમમાં સેંકડોની સંખ્યામાં બાળકો વેદો, પુરાણો, ઉપનિષદો ની સાથે યુદ્ધકળાનું જ્ઞાન મેળવતાં. આ ઉપરાંત સુધાચાર્યનાં આશ્રમમાં મોટી ગૌશાળા પણ આવેલી હતી, જેમાં હજારો ગાયોની પૂરતી કાળજી લેવાતી. મલય પર્વતની તળેટીમાં આવેલ આ આશ્રમનું શાંત અને પાવન વાતાવરણ કોઈનાં પણ વિચલિત મનને શાંત ...વધુ વાંચો

12

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 12

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:12 "મારાં અહીંથી માનસરોવરની યાત્રા માટે પ્રયાણ કરતાં જ રત્નનગરીનાં વહીવટીકર્તા તરીકેની જવાબદારી હું વીરાને છું. વીરા પોતાની કુશાગ્ર બુદ્ધિ અને નિર્ણયશક્તિનાં બળે રાજ્યનો વહીવટ ઉત્તમ રીતે નિભાવી શકશે એ વાતમાં કોઈ મીનમેખ નથી." રાજા અગ્નિરાજના આ શબ્દોની સૌથી પહેલી અસર અકિલા પર થઈ હોય એમ એ વિસ્મયમાં મુકાઈ ગયો. રત્નનગરીનાં સર સેનાપતિ હોવાનાં નાતે પોતાને જ રાજ્યનાં વહીવટની જવાબદારી સોંપવામાં આવશે એવી પ્રબળ આશા અકિલાને હતી. કુંભમેળામાં જ્યારે અગ્નિરાજ જવાનાં હતા ત્યારે પણ એમને અકિલાને જ આ જવાબદારી આપી હતી પણ એ વખતે અકિલાને કુંભમેળામાં જવાની ઈચ્છા હોવાથી એને આ જવાબદારી પોતાનાં ભાઈ આરાનને ...વધુ વાંચો

13

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 13

રુદ્રની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૩ "મને કેમ એવું લાગે છે કે તમે પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યાં છો?" મેઘનાનાં શબ્દો સાંભળી રુદ્ર એક ક્ષણ તો અચંબિત થઈ ગયો પણ બીજી જ ક્ષણે એને પોતાની જાત પર કાબુ મેળવી વિનમ્ર ભાવે કહ્યું. "આવું લાગવાનું કારણ જાણી શકું?" "એક સામાન્ય વેપારી આટલો બુદ્ધિશાળી, પ્રખર યોદ્ધા અને વધારામાં આટલો સુંદર કઈ રીતે હોઈ શકે. આ તો કોઈ રાજકુમારના લક્ષણ માલુમ પડે છે." "હવે આ થોડું વધુ થઈ ગયું હોય એવું નથી લાગતું તમને? ક્યાં હું દર દર ભટકતો એક સામાન્ય મનુષ્ય અને ક્યાં કોઈ રાજકુમાર!" રુદ્ર પણ ગાંજ્યો જાય એવો નહોતો. કોઈપણ ...વધુ વાંચો

14

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 14

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૪ મેઘનાનાં આદેશ પર રાજમહેલનાં મુખ્ય ઉદ્યાનમાં યુદ્ધ અભ્યાસ માટેની સંપૂર્ણ ગોઠવણ કરી દેવામાં હતી. યુદ્ધ અભ્યાસ માટે ઢાલ, તલવાર, કટાર ઉપરાંત ધનુષ-બાણ અને ભાલાને પણ ઉદ્યાનની વચ્ચે બનેલાં લંબચોરસ બાંધકામની મધ્યમાં રાખવામાં આવ્યાં. આજથી પહેલાં ક્યારેય મેઘનાએ આવી કોઈ યુદ્ધ તાલીમ મેળવી નહોતી એટલે ત્યાં મોજુદ સૈનિકો અને રાજમહેલમાં કામકાજ સંભાળતા અન્ય કાર્યકર્તાઓ પણ રાજકુમારીની આ તાલીમ જોવાં એકઠાં થયાં. "રાજકુમારી, બોલો આજે પ્રથમ દિવસે કયાં હથિયારથી શરૂ કરીશું?" રુદ્રએ ત્યાં સ્થિત હથિયારો તરફ ઈશારો કરતા કહ્યું. "તલવાર!" મેઘનાએ એક ત્રણ હાથ લાંબી તલવાર હાથમાં લેતાં કહ્યું. "રાજકુમારી તમારી પસંદ ઉચિત નથી. તમે ...વધુ વાંચો

15

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 15

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૫ બીજા દિવસે બપોરનું ભોજન લઈ લીધાં બાદ રુદ્ર જ્યારે મેઘનાના કક્ષમાં પહોંચ્યો ત્યારે યુદ્ધ અભ્યાસ માટે સંપૂર્ણ તૈયાર માલુમ પડતી હતી. આજે એનાં ચહેરા પર રાજકુમારીને હોય એવાં નાજુક ભાવને બદલે યુદ્ધમેદાનમાં જતાં કોઈ ક્ષત્રીયની માફક દૃઢ ભાવ દ્રશ્યમાન થઈ રહ્યાં હતાં. "રાજકુમારી, તૈયાર છો ને?" રુદ્રએ મેઘનાનાં કક્ષમાં પ્રવેશ કરતાં કહ્યું. "એકાંતમાં મેઘના કહી શકો છો.!" સસ્મિત આટલું કહી મક્કમ ડગલે મેઘના ઉદ્યાન તરફ ચાલી નીકળી જ્યાં એની તાલીમ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. મેઘનાની પાછળ રુદ્ર પણ ઉદ્યાન તરફ અગ્રેસર થયો. આજે તો મેઘનાએ તાલીમ માટેનાં સ્થાને પહોંચતાં જ પોતાની ...વધુ વાંચો

16

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 16

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૬ રત્નનગરીમાં જ્યાં રાજકુમાર રુદ્ર નિમલોકો સાથે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી અત્યાચારી અને અન્યાયી નાશ કરવાની ઈચ્છા સાથે અગ્નિરાજના મહેલમાં પહોંચી ચૂક્યો હતો ત્યાં પાતાળલોકમાં રુદ્રનું પૃથ્વીલોકમાંથી પાતાળલોકમાં પુનરાગમન નહીં થતાં ચિંતિત રાજા દેવદત્ત ગુરુ ગેબીનાથનાં આશ્રમે પહોંચી ચૂક્યાં હતાં. દેવદત્ત જ્યારે ગેબીનાથનાં આશ્રમમાં પહોંચ્યાં ત્યારે ગેબીનાથ ધ્યાનમાં બેઠાં હતાં. ત્રિકાળ જ્ઞાન ધરાવતાં ગેબીનાથને રાજા દેવદત્તનાં આશ્રમમાં પગ મુકતાં જ એમનાં આગમનની જાણ થઈ ગઈ એટલે તેઓ પોતાની ધ્યાન પ્રક્રિયામાં વિરામ લઈ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યાં. ગેબીનાથને જોઈ દેવદત્ત એમની તરફ આગળ વધ્યો, જોડે પહોંચી ચરણસ્પર્શ કરતાં બોલ્યાં. "પ્રણામ ગુરુવર." "નિરોગી ભવ. અહીં આમ ...વધુ વાંચો

17

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 17

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૭ મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વ પવન સાથે વાતો કરતો હોય એમ દિશામાં પુરપાટ ઝડપે આગળ વધી રહ્યો હતો. મેઘના પર આવી ચડેલી આ સંકટને ગમે તે ભોગે ટાળવા માટે રુદ્ર બીજા એક અશ્વ પર સવાર થઈને મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વનો રસ્તો રોકવા આગળ વધી રહ્યો હતો. "રાજકુમારી, તમે અશ્વની લગામ છોડી દો!" મેઘનાને સંભળાય એમ મોટેથી રુદ્રએ કહ્યું. આવી વિપરીત પરિસ્થિતિમાં કોઈ હોય તો લગામ પકડી રાખવાનું કહે, પણ રુદ્ર લગામ છોડવાનું કહી રહ્યો હતો એ મેઘના માટે વિચારવાનો વિષય હતો. લગામ છોડવી કે ના છોડવી એ વિચારવામાં ...વધુ વાંચો

18

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 18

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૮ પચાસ સૈનિકોની ટુકડી સાથે અકીલા એ મેદાનમાં આવી પહોંચ્યો જ્યાં થોડાં સમય પહેલાં મેઘનાને અશ્વરોહણની તાલીમ આપી રહ્યો હતો. રુદ્ર દ્વારા રાજકુમારી મેઘનાને શસ્ત્રવિદ્યાની તાલીમ આપવામાં આવી રહી છે, એવું જ્યારે અકીલાએ સાંભળ્યું ત્યારથી જ એનું મગજ રુદ્રની હત્યા માટેનું ષડયંત્ર બનવવામાં પરોવાઈ ગયું હતું. રુદ્ર દ્વારા સામે ચાલીને અગ્નિરાજ દ્વારા આપવામાં આવેલ રાજ્ય વહીવટકર્તાનાં પદનો ત્યાગ કરી અકીલાનું નામ આ પદ માટે સૂચિત કરવામાં આવ્યું હતું. આમ છતાં ભવિષ્યમાં રુદ્ર પોતાનાં પુત્રનું સેનાપતિ બનવાનું સપનું તોડવામાં કારણભૂત બની શકે છે એવી શંકા હેઠળ અકીલાએ રુદ્રની હત્યા કરવાનું હીચકારું પગલું ભર્યું હતું. અકીલાના ...વધુ વાંચો

19

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 19

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૯ મેઘનાની ઢળેલી આંખો એ વાતનો મૂક સ્વીકાર હતો કે એ પણ રુદ્રને પ્રેમ છે. એનાં અધરોનું કંપન એ તરફ સંકેત કરી રહ્યું હતું કે એ પણ કંઈ ઝંખે છે. મેઘનાનાં જોરજોરથી લેવાતાં શ્વાસોશ્વાસની સાથે ઊંચા-નીચા થઈ રહેલાં એનાં સ્તનયુગમ રુદ્રની ધીરજની પરીક્ષા લઈ રહ્યાં હતાં. "વીરા.."રુદ્રને પોતાની તરફ ખેંચી મેઘનાનાં મુખેથી નીકળેલ નામમાં રહેલી કામુકતા એ ઇશારત કરી રહી હતી કે હવે એ રુદ્રને ઝંખે છે. એનાં મજબૂત બાહુપાશમાં પોતાની જાતને સમાવી લેવાં વિહ્વળ છે. આ ક્ષણને અહીં જ અટકાવી એને સદાયને માટે રુદ્રની થઈ જવાની પ્રબળ ઈચ્છા છે. "મેઘના..!" રુદ્રએ થોડી ક્ષણોથી ...વધુ વાંચો

20

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 20

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૦ મેઘનાને પથ્થર પાછળ સુરક્ષિત રાખવાનાં હેતુથી રુદ્રએ પોતાની સામે ઊભેલાં બે ભીમકાય દૈત્યોનો કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. એક અંગરક્ષકની સાથે રુદ્ર હવે મેઘના માટે એનું સર્વસ્વ બની ચૂક્યો હોવાથી રુદ્ર માટે પોતાનાં જીંદગી દાવ પર મૂકીને મેઘનાનો જીવ બચાવવો પોતાનું પરમ કર્તવ્ય બની ગયું હતું. હજુ પણ એ બંને દૈત્યો ઘુરકાટ કરતાં રુદ્રની તરફ જોઈ રહ્યાં હતાં. એમની આંખોમાં દેખાતી ક્રૂરતા એ તરફ ઈશારો કરી રહી હતી કે રુદ્રને તેઓ પોતાનો શિકાર માની રહ્યાં છે. પોતાનાં હાથમાં રહેલાં શિયાળનું વધ્યું ઘટ્યું માંસ પોતાનાં મોંઢામાં નાંખ્યા પછી એ બંને દૈત્યોએ પોતાનાં બંને ...વધુ વાંચો

21

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 21

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2: અધ્યાય-૨૧ રુદ્રના શ્વાસ હજુ ચાલુ હતાં પણ કેટલો સમય એનો જવાબ કોઈની જોડે નહોતો? મેઘના અર્ધપાગલ થઈ ગઈ હોય એમ સેનાપતિ અકીલાને આદેશ આપતાં બોલી કે તાત્કાલિક વીરાને રાજવૈદ્ય જોડે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. મેઘનાનો સત્તાવાહી સુર સાંભળી અકીલાએ રુદ્ર અને મેઘનાને તાત્કાલિક રત્નનગરી પહોંચાડવાની સગવડ કરી દીધી. વીતતી દરેક પળ સાથે રુદ્રના જીવિત રહેવાની શક્યતાઓ ઘટી રહી હતી એ જોઈ મેઘનાની આંખો ઉભરાઈ આવી હતી. જો રુદ્રને કંઈ થયું તો પોતે પોતાનું જીવન ટૂંકાવી દેશે એવો દૃઢ નીર્ધાર મેઘના મનોમન કરી રહી હતી. બે પાણીદાર અશ્વો પર બેસીને રત્નનગરી પહોંચવા સુધીમાં લાગેલો એક ...વધુ વાંચો

22

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 22

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૨ રુદ્રની કમર નજીક બનેલું નિમલોકોનું રાજચિહ્ન જોઈને હતપ્રભ બનેલાં રાજવૈદ્ય જગતેશ્વરને એ નહોતું રહ્યું કે પોતાને આગળ શું કરવું જોઈએ? એક વૈદ્ય તરીકે કોઈપણ જરૂરિયાતની મદદ કરવી એ એમનો વૈદ્ય ધર્મ હતો પણ પોતાની ઓળખ છુપાવી પોતાનાં રાજાનાં આશ્રિત બનેલાં રાજ્યનાં દુશ્મનની મદદ કરવી એ દેશદ્રોહ હતો. આખરે પોતાને શું કરવું જોઈએ એનો જવાબ મેળવવાં જગતેશ્વરે બહાર ઊભેલી મેઘનાને પોતાનાં કક્ષમાં આવવાં જણાવ્યું. મેઘનાનાં અંદર પ્રવેશતાં જ જગતેશ્વરે પોતાનાં બંને સહાયક પ્રેમવતી અને મનુને ઈશારાથી બહાર જવા જણાવ્યું. એમનાં જતાં જ જગતેશ્વરે કક્ષનો દરવાજો ફટાફટ બંધ કર્યો. "શું થયું વૈદ્યરાજ, વીરા બચી તો ...વધુ વાંચો

23

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 23

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૩ મેઘના જે શંકાભરી નજરે પોતાને નિહાળી રહી હતી એ રુદ્ર માટે અસહ્ય હતું. પ્રેમ આજે પોતાને એ સવાલો કરી રહ્યો હતો જેનાં જવાબ આપવા રુદ્ર અત્યારે ઈચ્છતો નહોતો. છતાં જે રીતે થોડાં દિવસોમાં એની અને મેઘનાની વચ્ચે જે કંઈપણ થયું છે એ અંગે વિચાર આવતાં જ રુદ્રને થયું કે જે યુવતી પોતાને સંપૂર્ણ સમર્પિત હોય એને સઘળું સત્ય કહી દેવું જોઈએ. રુદ્રએ પોતાની વાતને કઈ રીતે મેઘના સમક્ષ રજુ કરવી એ મનોમન નક્કી કર્યું અને મેઘનાની આંખમાં આંખ પરોવીને બોલ્યો. "મેઘના તું સાચું કહે છે. મારું નામ વીરા નથી." રુદ્રના આમ બોલતાં જ ...વધુ વાંચો

24

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 24

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૪ "રાજકુમાર સાત્યકીને અતિથિ વિશેષ કક્ષમાં ઉતારો આપો અને એમનાં માટે ઉત્તમ રાત્રીભોજનો પ્રબંધ એમનાં આતિથ્યમાં કોઈ કચાશ ના રહેવી જોઈએ." મેઘનાએ સાત્યકીના આગમનનો સંદેશો લઈને આવેલાં સૈનિકને આદેશત્મક સ્વરે કહ્યું. મેઘનાની રજા લઈને એ સૈનિક ત્યાંથી ગયો એ સાથે જ મેઘનાએ પોતાની જોડે બેસેલાં રુદ્ર તરફ ચિંતિત નજરે જોતાં કહ્યું. "રુદ્ર, ઈન્દ્રપુરનાં રાજકુમારનું આમ અહીં પધારવું અકારણ તો નહીં જ હોય, નક્કી એ કોઈ આશય સાથે જ અહીં આવ્યો હોવો જોઈએ." "એ જે કંઈપણ હશે એ એનાં સમયે સમજાઈ જશે. અત્યારથી એ વિશે વધુ વિચારવાની જરૂર નથી મારી વ્હાલી." મેઘનાની તરફ જોઈ આંખ ...વધુ વાંચો

25

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 25

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૫ બૃહદ સાત્યકીનો ગુપ્તચર હતો એ જાણ્યાં બાદ રુદ્રને સમજાઈ ગયું હતું કે હોય હોય સાત્યકી અહીં બૃહદના કહેવા ઉપર જ આવ્યો હતો. બૃહદનો અંતિમ સંસ્કાર પૂર્ણ કરી રુદ્ર જ્યારે રાજમહેલ પહોંચ્યો ત્યારે મધરાતનો સમય થઈ ચૂક્યો હતો. રુદ્ર રાજમહેલમાં પ્રવેશતાં જ સીધો જ મેઘનાને મળવા એનાં કક્ષમાં પહોંચી ગયો. રુદ્ર મેઘનાનો અંગરક્ષક હોવાથી મેઘનાનાં કક્ષ બહાર ઊભેલાં સૈનિકોમાંથી કોઈએ એને રોકવાની કોશિશ ના કરી. રુદ્રના આશ્ચર્ય વચ્ચે મેઘના હજુ પણ જાગતી હતી. રુદ્ર જેવો જ એનાં કક્ષનો દરવાજો બંધ કરી અંદર પ્રવેશ્યો એ સાથે જ મેઘનાએ એને પોતાનાં આલિંગનમાં લઈ લીધો. "ક્યાં હતો ...વધુ વાંચો

26

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 26

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૬ "મેઘના, તે આ શું કરી દીધું?" મેઘનાની પાછળ એનાં કક્ષમાં પ્રવેશેલા રુદ્રએ પૂછ્યું. જે કર્યું એ ઉચિત જ છે! એની હિંમત કઈ રીતે થઈ સ્ત્રીઓને નિમ્ન કહેવાની?" મેઘનાનો ક્રોધ એની આંખોમાં ઊભરી આવ્યો હતો. "તે એને દ્વંદ્વનો પડકાર તો આપી દીધો પણ તમને લાગે છે કે તું સાત્યકીને દ્વંદ્વમાં હરાવી શકશો?" "એને દ્વંદ્વમાં પરાજિત કરવા કોણ માંગે છે? મારે તો બસ એની જોડે મુકાબલો કરી એ સાબિત કરવું છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં સહેજ પણ ઉતરતી નથી." "સારું, હવે જો તે નક્કી કરી દીધું જ છે તો કાલે જોયું જશે." રુદ્ર મેઘનાને આલિંગનમાં ...વધુ વાંચો

27

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 27

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૭ સાત્યકીને દ્વંદ્વમાં પરાજય આપી સ્ત્રીઓની ગરિમાનું સમ્માન જાળવાવમાં સફળ રહેલી મેઘના જ્યારે પોતાનાં પ્રવેશી ત્યારે એનું સમસ્ત સખીવૃંદ એને અભિનંદન પાઠવવા ત્યાં આવી પહોંચ્યું. મેઘનાને શાંતિથી એકાંતમાં મળશે એમ વિચારી રુદ્ર મેઘનાને મળ્યાં વગર પોતાનાં કક્ષમાં જઈને નિંદ્રાધીન થઈ ગયો. એકતરફ જ્યાં મેઘના જોડેથી મળેલાં પરાજયથી લજ્જિત અને રુદ્ર તથા મેઘના વચ્ચેનાં પ્રેમસંબંધ વિશે જાણ્યાં બાદ ક્રોધિત થયેલો સાત્યકી રત્નનગરીથી ઈન્દ્રપુર જવા પ્રસ્થાન કરી ચૂક્યો હતો તો બીજીતરફ રાજમહેલનાં એક ગુપ્તકક્ષમાં અકીલા પોતાનાં ખાસ ગુપ્તચરો સાથે મંત્રણા કરી રહ્યો હતો. "વિશ્વા, આ ગુપ્ત મેળાપ માટે એકત્રિત થવાનું કોઈ ખાસ કારણ?" પોતાની જમણી તરફ ...વધુ વાંચો

28

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 28

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૮ બીજાં દિવસે સવારે જ વિશ્વાનાં કહ્યાં મુજબનો એક સંદેશો અકીલાએ અગ્નિરાજને મોકલાવી દીધો. સાફ-સાફ લખ્યું હતું કે અકીલાને ગુપ્તચરો જોડેથી માહિતી મળી છે કે મેઘનાનાં અંગરક્ષક તરીકે નિયુકય વ્યક્તિ પોતાની સાચી ઓળખ છુપાવી રહ્યો છે અને એ શક્યવત પાતાળલોકનો રાજકુમાર રુદ્ર છે. આ ઉપરાંત એ સંદેશામાં મેઘના અને રુદ્રની વધી રહેલી નિકટતાનો પણ ઉલ્લેખ હતો. એકતરફ અકીલાએ અગ્નિરાજને આ સંદેશો મોકલાવ્યો તો બીજી તરફ સાત્યકીએ પણ રત્નનગરીથી નીકળતાં જ મેઘના અને રુદ્ર વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી હોવાની જાણ કરતો સંદેશો અગ્નિરાજને મોકલાવી દીધો. જેમાં ભવિષ્યમાં આ કારણથી રત્નનગરી અને ઈન્દ્રપુરનાં મૈત્રીપૂર્ણ સંબંધોનો ...વધુ વાંચો

29

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 29

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૯ અગ્નિરાજના કક્ષમાં રહેલાં દર્પણની પાછળથી મળેલાં ચર્મપત્રમાં બનેલો નકશો રુદ્ર અને મેઘનાએ જેવો જોયો એ સાથે જ એમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. આ નકશો નિમલોકો સાથે કરવામાં આવેલી સંધિનું સ્થાન દર્શાવતો હતો, જે હતું રત્નનગરીની દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલી મંદાકિની ગુફા. "રુદ્ર, તું વહેલીતકે આ ગુફામાં જઈને એ સંધિ શોધી કાઢ જેનાં લીધે નિર્દોષ નિમલોકો આટઆટલા વર્ષોથી અન્યાયનો સામનો કરી રહ્યાં છે. એ સંધિનો તું એકવાર નાશ કરી દે એટલે એ લોકો પર લાદવામાં આવેલાં નિયમોનો તત્કાળ અંત આવી જશે." મેઘના રુદ્રને ઉદ્દેશીને બોલી. "મેઘના, હું અત્યારે જ જરા અને દુર્વાને લઈને મંદાકિની ...વધુ વાંચો

30

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 30

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૦ બીજાં દિવસે સવાર થતાં જ ભોજરંગ વીંધ્યાચલની પહાડીઓમાં આવેલાં ત્રિદેવ માર્ગે થઈને પાતાળલોકમાં પહોંચ્યો. ત્યાં પહોંચી ભોજરંગે પોતાનું રૂપ બદલ્યું અને સર્પ રૂપ ધારણ કરી લીધું. સાત્યકીને સમગ્ર આર્યાવતનો સમ્રાટ બનવું હતું અને આ માટેનું પ્રથમ ચરણ હતું રત્નનગરીની રાજકુમારી મેઘના સાથે વિવાહ કરવા. જો આવું થાય તો એ ઈન્દ્રપુરની સાથે રત્નનગરીનો પણ ઉત્તરાધિકારી બનવાનો હતો, જેનો મતલબ હતો આર્યાવતના સૌથી મોટાં બે સમૃદ્ધ વિસ્તારોનો રાજા બનવું. આ સાથે જ એનાં આર્યાવતનાં સમ્રાટ બનવાનાં કોડ પૂરાં થઈ જવાનાં હતાં. આ બધી વાતમાં રુદ્ર એનાં માટે એક મોટું વિઘ્ન બનીને આવ્યો હતો. રુદ્ર અને ...વધુ વાંચો

31

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 31

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૧ ઈશાન કેદમથી ભાગી ગયો છે એમાં સમાચાર મળતાં જ અકીલા ક્રોધથી રાતોચોળ થઈ એને તાત્કાલિક ભોજનકક્ષમાં મોજુદ શતાયુ શોધ ચલાવી, પણ કમનસીબે શતાયુ પણ ત્યાં હાજર નહોતો. આટઆટલી સુરક્ષા વચ્ચે ઈશાન અને શતાયુ કઈ રીતે ત્યાંથી છટકવામાં સફળ રહ્યાં એ અકીલાને સમજાઈ નહોતું રહ્યું. ઈશાન અને શતાયુના ત્યાંથી ભાગી જવાનો અર્થ સાફ હતો કે વીરા સાચેમાં પાતાળલોકનો રાજકુમાર રુદ્ર જ હતો. અકીલાએ ઈશાન અને શતાયુને પકડવા સૈનિકોને ચોતરફ દોડાવ્યા પણ એમનો ક્યાંય પત્તો ના લાગ્યો. અચાનક અકીલાના ધ્યાને આવ્યું કે રુદ્ર પણ એ સમયે મહેલમાં નહોતો. રુદ્ર વિશે તપાસ કરતા અકીલાએ જાણ્યું કે ...વધુ વાંચો

32

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 32

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૨ અગ્નિરાજ જેવાં જ રત્નનગરી પધાર્યા એ સાથે જ તેઓ સીધા જ પોતાની દીકરી મળવા એનાં કક્ષમાં જઈ પહોંચ્યાં. છેલ્લાં ચાર દિવસથી અગ્નિરાજના બદલાયેલાં વ્યવહારને લીધે રાણી મૃગનયની પણ ચિંતિત જણાતાં હતાં. એમને આ બદલાયેલાં વ્યવહારનું કારણ પણ અગ્નિરાજને પૂછ્યું પણ એનાં પ્રત્યુત્તરમાં અગ્નિરાજે એક શબ્દ પણ કહેવાનું કષ્ટ ના લીધું. "પિતાજી..!" અગ્નિરાજને પોતાનાં કક્ષમાં આવેલાં જોઈ મેઘના દોડીને એમને ભેટી પડી અને બોલી. "કેવી છે તમારી અને માંની તબિયત? કાલે તમારાં આગમન વિશે જાણ્યું તો મને ભારે આશ્ચર્ય થયું કે તમે તમારી માનસરોવર યાત્રા અડધે રસ્તે જ ટૂંકાવી પાછા આવી રહ્યાં છો." "એ ...વધુ વાંચો

33

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 33

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૩ પોતાનાં માતા પિતાનાં અંતિમ સંસ્કાર બાદ રુદ્રએ રડવામાં અને દુઃખ વ્યક્ત કરવામાં એક પણ સમય વ્યર્થ ના કર્યો. દેવદત્તની ચિતાની સાથે જ રુદ્રએ નિમલોકો જોડે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી સંધિને સળગાવી દીધી. પોતાનાં મહારાજ અને મહારાણીની અંતિમ સંસ્કાર વિધિમાં આવેલાં તમામ નિમલોકો ઉપસ્થિત હતાં. વિધિ પૂર્ણ થતાં જ રુદ્ર એમની સામે આવ્યો અને દરેકને એનો અવાજ પહોંચે એમ મોટેથી બોલ્યો. "મહારાજ અને મહારાણીનાં આ અંતિમ સમયે તમે અહીં આવ્યાં એ બદલ હું રુદ્ર, તમારો ભાવિ રાજા અંતઃકરણથી તમારો આભારી છું." "પિતાજીને સદાયથી આપ સૌની ખૂબ જ ચિંતા હતી. એમનાં માટે પાતાળલોકમાં વસતાં દરેક ...વધુ વાંચો

34

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 34

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૪ અચાનક ધૂળની ડમરીઓ શાંત થઈ, ઘોડાનાં અવાજ ધીમા થયાં. દ્રશ્યક્ષમતા પુનઃ પહેલાં જેવી જ રુદ્રએ જોયું તો ત્યાં પોતાનાં ઘોડેસવારો સાથે હિમાન મોજુદ હતો, હિમાલ દેશનો રાજા હિમાન. પોતાનાં અશ્વ પરથી ઉતરી હિમાન અને હિમાલ દેશનો સેનાપતિ વારંગા રુદ્રની તરફ અગ્રેસર થયાં. "રાજકુમાર રુદ્રને હિમાલ નરેશ હિમાનનાં નમસ્કાર." રુદ્રની સામે વિનયપૂર્વક હાથ જોડી હિમાન બોલ્યો. "મહારાજ હિમાનનું હું રાજકુમાર રુદ્ર અંતઃકરણથી સ્વાગત કરું છું." "રાજકુમાર, મને કાલે રાતે જ મહારાજ દેવદત્ત અને મહારાણીનાં અપમૃત્યુનાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયાં. મહાદેવ એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના." રુદ્રને આશ્વાસન આપતાં હિમાન બોલ્યો. "આપની હમદર્દી માટે ...વધુ વાંચો

35

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 35

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૫ અગ્નિરાજ રાજદરબારમાં પોતાનાં સંત્રીઓ સાથે બેસીને મેઘનાનાં વિવાહની વ્યવસ્થા સંબંધી ચર્ચાઓ કરી રહ્યો આ સમયે રાજા મહેન્દ્રસિંહ અને સાત્યકી પણ ત્યાં હાજર હતાં. બે દિવસ બાદ થનારાં વિવાહને લઈને બધાં ખૂબ ઉત્સાહિત જણાતાં હતાં. આ સમયે અચાનક ત્યાં આવેલાં એક વ્યક્તિને જોઈને બધાં અચરજભરી નજરે જોઈ રહ્યાં. અકીલા એ વ્યક્તિને જોતાં જ ઓળખી ગયો કે આ વ્યક્તિ તો પહેલા રત્નનગરીનાં સૈન્ય દળમાં સામેલ હતો. "મહારાજ અગ્નિરાજ માટે હું એક સંદેશો લઈને આવ્યો છું." આટલું કહી દુર્વાએ રુદ્રનો સંદેશો અગ્નિરાજને કહેવાનું શરૂ કર્યું. "પાતાળલોકનાં મહાન ચક્રવર્તી રાજા રુદ્રએ તમને યુદ્ધ માટે પડકાર ફેંક્યો છે. ...વધુ વાંચો

36

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 36

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૬ ઈશાન જ્યારે નિમલોકોની યુદ્ધ છાવણી તરફ અગ્રેસર થવાં દુર્વા જોડે નક્કી કરવામાં આવેલાં પહોંચ્યો ત્યારે એને જોયું કે ત્યાં બાંધેલાં બંને અશ્વ કે દુર્વા કોઈ ત્યાં હાજર નહોતું. "દુર્વા ઉતાવળમાં અહીંથી નીકળી ગયો લાગે છે." મનોમન આટલું વિચારી ઈશાન ઉતાવળાં ડગલે પોતાની યુદ્ધ છાવણી તરફ અગ્રેસર થયો. ઈશાન જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે રુદ્રએ એને પહોંચતાં જ સવાલ કર્યો "ઈશાન, દુર્વા કેમ તારી જોડે નથી આવ્યો?" "રુદ્ર, મને એમ કે દુર્વા મારી પહેલાં આવી ગયો હશે." "વાંધો નહીં એ હમણાં આવી જશે! તું એ જણાવ કે મેઘનાને મળ્યો? એની તબિયત કેવી છે?" રુદ્રના આ ...વધુ વાંચો

37

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 37

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૭ રુદ્ર આમને આમ તો આપણાં બધાં સૈનિકો મરી જશે.! પ્રક્ષેપાસ્ત્રમાંથી છોડવામાં ભીમકાય પથ્થરથી બચતાં-બચાવતાં વીરસેને રુદ્રને કહ્યું. રુદ્રને પણ આ વાત સમજાઈ ચૂકી હતી કે જો આવું ને આવું એકાદ ઘડી ચાલુ રહેશે તો એમનાં સૈન્યમાંથી કોઈપણ સૈનિક જીવિત નહીં બચે. આ મુશ્કેલીમાંથી કઈ રીતે છૂટકારો મેળવવો એ અંગે રુદ્ર વિચારી રહ્યો હતો ત્યાં એને પોતાનાં ખિસ્સામાં પડેલાં એ મોતીની યાદ આવી જે ગુરુ ગેબીનાથે એને આપ્યું હતું. આ મોતીની અંદર ત્રણ અગનપક્ષી હતાં જે આ કપરી પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવાં સમર્થ નીવડશે એ જાણતાં રુદ્રએ પોતાનાં અંગરખામાંથી ગુરુ ગેબીનાથે આપેલું મોતી નિકાળ્યું. ...વધુ વાંચો

38

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 38 - છેલ્લો ભાગ

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૮ "બાહુક!" દરવાજે ઊભેલાં અકીલાના પુત્ર બાહુકને જોઈ આશ્ચર્ય સાથે અગ્નિરાજે કહ્યું. "મહારાજ, હું અહીંથી છોડાવવા આવ્યો છું." બાહુકે ધીમા અવાજે કહ્યું. "પણ કેમ? તને ખબર છે અમને અહીં કેદ કોને કરાવ્યાં છે?" અગ્નિરાજે શુષ્ક સ્વરે પૂછ્યું. "હા મહારાજ, હું જાણું છું કે આ દુષ્ટતા મારાં પિતાશ્રીની છે. એમને રાજગાદી મેળવવાની મંછા સાથે જે અધમ કૃત્ય આચર્યું છે એનાં લીધે હું ખૂબ જ લજ્જિત છું. તમારે એમને જે સજા આપવી હોય એ આપી શકો છો મને એનો કોઈ વિરોધ નથી." "મને હમણાં જ ખબર પડી કે સાત્યકી અને મારાં પિતાજીએ જે ષડયંત્ર રચ્યું છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો