Talash book and story is written by Bhayani Alkesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Talash is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તલાશ - નવલકથા
Bhayani Alkesh
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
23-01-1999 શનિવાર: પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ઓફ્ફ વ્હાઇટ કલરની એક કૉન્ટૅષા ક્લાસિક કાર `લગભગ 60 કિમિ ની સ્પીડે વાસીમ નાકા પાસેથી પસાર થતી હતી. ડ્રાઇવિંગ કરી રહેલા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. યાની જેજેજે કારના સ્ટીરીયો ની સાથે સાથે વાગતી ગઝલ "હમ તેરે શહેર મે આયે હે મુસાફિર કી તરહ" ગણગણી રહ્યો હતો. અચાનક મોબાઈલની રીંગ વાગી. અત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કોને મારું કામ પડ્યું. એમ વિચારતા એણે મોબાઇલની સ્ક્રીન નજીક લાવીને નામ કે નંબર જોવા લાગ્યો સાથે સાથે વિચાર્યું કે આ પોણા ઇંચની સ્ક્રીન કરતા થોડી મોટી સ્ક્રીન હોય જેમ કે 3-4 ઈચની તો કેવું સારું પડે. પણ 1999માં એ સૌથી લેટેસ્ટ મોબાઇલ એની પાસે હતો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર હતો. શીટ ... 8 રૂપિયા લાગી જશે ઈન કમીંગ ના જો રોંગ નંબર હશે તો.. પણ એનું કામ જ એવું હતું કે ગમે તે ગમે ત્યારે એનો સંપર્ક કરે તો જવાબ આપવો પડે.એણે કાર ને રોડની સાઈડમાં લીધી અને ઉભી રાખી, મુંબઈના ઉભરતા સૌથી ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ જેજેજે એ કારની બારી ખોલી અને મોબાઈલ ઉઠાવ્યો.
તલાશ 1 23-01-1999 શનિવાર: પોષ મહિનાની કડકડતી ઠંડીમાં ઓફ્ફ વ્હાઇટ કલરની એક કૉન્ટૅષા ક્લાસિક કાર `લગભગ 60 કિમિ ની સ્પીડે વાસીમ નાકા પાસેથી પસાર થતી હતી. ડ્રાઇવિંગ કરી રહેલા જીતેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. યાની જેજેજે કારના સ્ટીરીયો ની સાથે સાથે ...વધુ વાંચોગઝલ "હમ તેરે શહેર મે આયે હે મુસાફિર કી તરહ" ગણગણી રહ્યો હતો. અચાનક મોબાઈલની રીંગ વાગી. અત્યારે રાત્રે પોણા અગિયાર વાગ્યે કોને મારું કામ પડ્યું. એમ વિચારતા એણે મોબાઇલની સ્ક્રીન નજીક લાવીને નામ કે નંબર જોવા લાગ્યો સાથે સાથે વિચાર્યું કે આ પોણા ઇંચની સ્ક્રીન કરતા થોડી મોટી સ્ક્રીન હોય જેમ કે 3-4 ઈચની તો કેવું સારું પડે. પણ 1999માં એ સૌથી લેટેસ્ટ મોબાઇલ એની પાસે હતો. સ્ક્રીન પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર હતો. શીટ ... 8 રૂપિયા લાગી જશે ઈન કમીંગ ના જો રોંગ નંબર હશે તો.. પણ એનું કામ જ એવું
તલાશ 2 ટ્રીન ટ્રીન વાગતી મોબાઈલની રિંગે જીતુભા નીંદર માં ખલેલ પહોંચાડી દીવાલમાં લટકતી ઘડિયાળમાં જોયું તો સવા પાંચ થયા હતા. અત્યારે કોણ હશે. કદાચ સોનલ. વિચારતા એણે મોબાઈલ સ્ક્રીન પર જોયું પ્રાઇવેટ એમ સ્ક્રીન પર લખેલું હતું... ...વધુ વાંચોજીતુભા એ ફોને ઉચક્યો. અને કહ્યું "હેલ્લો " " જાસૂસ તારી નીંદર ઉડી ગઈ, ભલભલાની નીંદર મારા ફોનથી ઉડી જાય છે." એક ઘૂંટાયેલો અવાજ એના કાને પડ્યો. અચાનક જીતુભાને લાગ્યું કે એના કાનમાં સેંકડો તમરા બોલી રહ્યા છે. એની રહી સહી નીંદર ઉડી ગઈ. " કોણ બોલે છે." એણે રાડ પાડી. "ધીરે બેટા, ધીરે બોલવાનું. ખાસ તો જયારે મારી સાથે વાત કરતો હો." ખુંખાર અવાજથી જીતુભાના કાનની સાથે આખું શરીર કાંપી ઉઠ્યું. "ઓફ્ફ વ્હાઈટ કલરની કૉન્ટૅસા ક્લાસિક
" હા બોલો ભાઈ શું કામ હતું? અને શું નામ છે તમારું" સાકરચંદે જીતુભાને પૂછ્યું. ''અમમમ હું મારૂ, મારે એક વસ્તુ પુછવી છે.” “હા બોલો. અને શું નામ કીધું તમે? ફરીથી નામ જાણવાનો આગ્રહ કર્યો." “જી મારું નામ ...વધુ વાંચો" જીતુભા એટલે દરબાર રાજપૂત તો અટક કઈ તમારી? એમાં વાત એવી છે ને કે અમારા ગામમાં ય ઘણા દરબાર રહે છે." “જીતુભા જોરાવરસિંહ જાડેજા ગામ કુંભરડી તાલુકો ભચાઉ. જીલ્લો કચ્છ રાજ્ય ગુજરાત" જીતુભાએ અકળાઈને કહ્યું જવાબમાં સાકરચંદે ફરીથી અટ્ટહાસ્ય કર્યું. " બાપુ સમજી ગયો બધ્ધું તમે તો આકરા થઇ ગયા. હા બોલો શું કામ પડ્યું મારું?" ”એમાં એવું છે ને કે મારે.. મને..."
જે વખતે જીતુભા પેલા ખૂંખાર અવાજવાળા સાથે વાત કરતો હતો એ જ વખતે સાકરચંદ શંકર રઘુ અને વિનય (ભંગારના ગોડાઉનમાં 3જો માણસ હતો એ)ને પોતે અહીંથી જાય છે પાછળથી શું કરવાનું છે એની સૂચના આપતા હતા. તો એજ વખતે ...વધુ વાંચોઅને બીજી એક છોકરી જીગ્ના અને એની મેમ તૈયાર થઈને અરીસા સામે ઉભા હતા. સરલા બહેન સોનલની સુંદરતાના વખાણ કરતા હતા. સોનલની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગ્યા હતા. તેણે લાઈટ બ્લુ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. પોણા છ ફીટની સોનલ આંખમાં કાજલ લગાવ્યા પછી અવર્ણનીય લગતી હતી. તો બીજી છોકરીએ બ્રાન્ડેડ જીન્સ પર મોંઘુ પિંક કલરનું સ્પેગેટી ટોપ અને એના પર ડેનિમનું જેકેટ પહેર્યું હતું. પૈસાદાર માં-બાપની લાકડી દીકરી પણ
નાહીને પૃથ્વી બહાર આવ્યો. ડ્રેસિંગ ટેબલ પર પડેલા દાંતિયાથી વાળ સરખા કર્યા . પછી પોતાનું મનપસંદ ઓલ્ડ સ્પાય ડિયો આખા બદન પર સ્પ્રે કરીને એણે કપડાંચૂઝ કર્યા. જીન્સ પર એણે વ્હાઈટ શર્ટ પહેરવાનું નક્કી કર્યું. પછી કંઈક વિચારીને ...વધુ વાંચોપહેરવાનું માંડી વાળ્યું એની જગ્યાએ બ્રાઉન કલરનું "હૂંડી" પહેર્યું. પછી એના પર "બોસ" પરફયુમ છાંટીને એક વખત આયનામાં જોયું. પછી એને મરુન કલરના શૂઝ પહેર્યા. હાથમાં ઘડિયાળ બાંધી પછી કંઈક યાદ આવતા ગઈ રાત્રે લગભગ 3 વાગ્યે જ્યારે એ આવ્યો હતો, ત્યારે સાથે લાવેલી બેગ ખોલી તેમાંથી એક લીલીપુટ પિસ્તોલ બહાર કાઢો અને ડાબા પગના મોજા માં ભરાવી. આમ તો એ ગન સ્ત્રીઓની ફેવરિટ છે પણ પૃથ્વીને એવો કોઈ છોછ ન હતો ફાઈનલી એક વાર આયનામાં