TALASH - 13 books and stories free download online pdf in Gujarati

તલાશ - 13

એરપોર્ટની બહાર આવીને પૃથ્વીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પોતાની કાર ભગાવી પણ ત્યાં ટ્રાફિક જામેલો હતો. એની મંઝિલ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વાળો રસ્તો હતો ત્યાં જનરલી મુંબઈના પ્રમાણમાં ટ્રાફિક અને ભીડ ઓછા રહેતા હતા. આ આખો એરિયા બહુ જ ઝડપથી ડેવલપ થઈ રહ્યો હતો ઠેકઠેકાણે છૂટું છવાયું કન્સ્ટ્રકશન કામ સિવાય લગભગ આખો રસ્તો સુમસામ રહેતો અને આમેય આજે રવિવાર હતો પૃથ્વીએ મનોમન ગણતરી કરી કે અહીંથી બાંદ્રા નો લગભગ 12-14 કી મી નો રસ્તો પસાર કર્યા પછી એકવાર એ હની અને એના સાથીઓને બાંદ્રા કુર્લા વાળા રોડ પર લઇ જાઉં પછી એની સાથે ફાઈટ કરવાની મજા આવશે એણે કાર ભગાવી એ લગભગ 20 મિનિટ પછી એ બાન્દ્રાથી કુર્લા જવાના નવા બની રહેલા રસ્તે પહોંચ્યો. એણે વારે વારે પાછળ જોઈને નોંધ્યું હતું કે એક કારમાં હની અને બીજા 3 જણ એની બરાબર પાછળ લગભગ 70-80 મીટરના અંતરે હતા. પણ હનીએ પોતાને મારવા માટે માત્ર આટલાં જ લોકોને લઈને આવે એવો મૂર્ખ ન હતો ચોક્કસ હજી બીજી કોઈ કાર કે બીજા કોઈ વાહન હોવા જોઈએ એણે કાર ધીમી કરી હવે અહીંથી લગભગ 10 કી મી પછી કુર્લા આવતું હતું. અચાનક એનું ધ્યાન પડ્યું કે એક કાર કે જેમાં 4-5 જણ બેઠા હતા એ ઝડપથી એની પાસેથી પસાર થઈ એમાં બેઠેલા લોકો એને જ ઘુરી રહ્યા હતા. પૃથ્વીના ચહેરા પર એક સ્મિત આવ્યું અને એણે કારની સ્પીડ વધારી લગભગ 3 કિમિ પછી જોયું તો એક્કા દુકકા વાહન સિવાય રોડ ખાલી જ હતો. એને ઘુરતા હતા એ લોકોની કાર લગભગ 50-60 મીટર આગળ હતી તો હનીની કાર લગભગ એટલી જ પાછળ હતી. એણે કારને ઉભી રાખી અને ખરાખરીનો ખેલ ખેલવા માટે કારની બહાર નીકળ્યો એણે ખભે પોતાનું પાઉચ લટકાવ્યું હતું કેમ કે એમાં ઘણા અગત્યના ડોક્યુમેન્ટ હતા. અને પોતાના ડાબા પગમાં ભરાવેલી લીલીપુટ બહાર કાઢી અચાનક પૃથ્વીએ કાર ઉભી રાખી એટલે હની ચોંક્યો હતો એ એવું જ સમજતો હતો કે પૃથ્વીને કઈ સમજાય એ પહેલા જ એને પતાવી નાખું, એને પોતાની કાર રોકાવી અને આગળ ગયેલી કારને પાછી બોલાવવાની સૂચના આપી એની કાર પૃથ્વીની કારથી લગભગ 20 મીટર દૂર હતી " વીંધી નાખો સા .... ને "રાડ નાખીને એણે પોતાની પિસ્તોલ પૃથ્વી તરફ ફેરવી. પૃથ્વીને આ અંદાજ હતો જ હવે હનીના સાથીઓ પણ બહાર આવી ગયા હતા પૃથ્વીએ રાડ પડી " જેને જીવ વ્હાલો હોય એ અત્યારે જ નીકળી જાય હું લોકોને મોત સિવાય કંઈ આપતો નથી માફી તો નહીં જ." જવાબમાં હનીના સાથીઓએ તેની તરફ ફાયરિંગ કર્યું એ સાથે જ પૃથ્વીની લિલીપુટે પણ આગ ઓકી અને 2 ફાયર કર્યા અને હનીના 2 સાથીઓ જમીન પર ઢળી પડ્યા એક ને જમણા ખભે તો બીજાને ડાબા ઘૂંટણમાં ગોળી વાગી હતી એ બન્ને ઉભા રહેવાની પોઝિશનમાં ન હતા.પણ હની સાથે હજી એક સાથી હતો અચાનક એક ગોળી પાછળથી પૃથ્વીના હુડીમાંથી એના કાંન અને ગળા વચ્ચે થી પસાર થઇ ગઈ માત્ર 3-4 મિલીમીટર આંતરે એનું ગળું બચ્યું હતું. છતાં જાણે પસાર થયેલ ગોળીની ગરમાટો એ અનુભવતો હતો એણે પાછળ જોયું તો માત્ર 15-18 મીટરના આંતરે 4 જણા એની તરફ ધસમસતા આવતા હતા. એને એકસામટા 3 ફાયર પાછળ કર્યા અને ફરીથી હની તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યાં જ પાછળથી 2-3 સામટી ચીસો સંભળાઈ અને પૃથ્વીના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. વધુ એક ગોળી એણે હની તરફ મારી અચાનક હનીએ પોતાના સાથીને ખેંચી ને પોતાની આગળ ઉભો કરી દીધો પેલો કઈ સમજે એ પહેલાં જ ગોળીએ એનું કામ કર્યું અને એને છાતીમાં જમણી તરફ વાગી. "ઓ બાપરે." રાડ નાખીને એ પડી ગયો પહેલા પડેલા 2 જણા જેમ તેમ ઉભા થવાનો પ્રયાસ કરતા હતા. પણ અસહ્ય દર્દને કારણે તેઓ ઉભા થઇ ન શકતા હતા. હનીના ચહેરા પર પરસેવો ફૂટતો હતો. પૃથ્વીએ એક નજર પાછળ કરી ત્યાંના 4 માંથી એક જાણ ને કઈ ઇજા થઇ ન હતી પણ એ બઘવાઈ ગયો હતો મારામારી તો એણે ઘણી કરી હતી પણ આમ ફાયરિંગમાં એ કદી ફસાયો ન હતો. એણે મુઠ્ઠી વાળીને ભાગવા માંડ્યું. હવે પૃથ્વી અતિ આત્મવિશ્વાસથી હની તરફ આગળ વધ્યો એ એની ભૂલ હતી બહુ મોટી ભૂલ.

હનીએ એના ઘાયલ સાથીઓને બૂમો મારી મારીને ઉશ્કેરીને ઉભા કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ કઈ સાંભળવાં મૂડમાં કે હાલતમાં ન હતા એ ઝૂક્યો અને એના સાથીઓની ત્યાં પડેલી 2 ગન ઊંચકી લીધી અને ધડાધડ પૃથ્વી તરફ ફાયરિંગ કર્યું પોતાની જીત પર મુસ્તાક પૃથ્વીને આ કલ્પના ન હતી કે હની એ રીતે એના પર ફાયરિંગ કરશે. હનીએ ગન એના તરફ તાકી એ વખતે જ પૃથ્વી એ ઝૂકીને એના તરફ દોટ મૂકી પણ એની ઉંચાઈ એને નડી અને હનીએ આડેધડ કરેલા ફાયરિંગમાંથી એક ગોળી એના ડાબા હાથમાં ઘુસી ગઈ. આમેય એ "ઓહ્હ" કરીને એની રાડ નીકળી ગઈ. એની લીલીપુટમાં રહેલી છેલ્લી ગોળી એણે હનીને મારી દીધી. પણ હની આ વખત પહેલેથી તૈયાર હતો. જેવું પૃથ્વીએ ટ્રીગર દબાવ્યું કે તરતજ એણે ડાબી બાજુ જમ્પ માર્યો અને પછી ઉભો થઇ રોડ ક્રોસ કરીને ભાગવા માંડ્યું.થોડેક દૂર જઈને એ ઉભો રહ્યો.અને લગભગ 80-90 કદમ દૂરથી જોયું તો પૃથ્વી પોતાનો ડાબો ખભો દબાવી રહ્યો હતો. એની લીલીપુટ એના હાથમાં ન હતી. હવે હનીમાં હિંમત આવી એણે પૃથ્વીએ કરેલા ફાઇટિંગ કાઉન્ટ કાર્ય અને એના ચહેરા પર સ્મિત આવ્યું 7 રાઉન્ડ ફાયર થઈ ગયા હતા. અને પૃથ્વી પાસે હવે બીજી ગોળી નથી. હા. એ હાથોહાથની ફાઇટમાં મને આરામથી હંફાવી દેશે. પણ એ ઈજાગ્રસ્ત છે. તો હું મારી કારથી એને ઉડાવી દઉં અથવા બાજુમાં જઈને એને ગોળી મારી ભાગી જાઉં. એણે નજર મારી પૃથ્વી રોડ પર બેસી પડ્યો હતો એના ડાબા હાથમાં ઊંડે સુધી ગોળી ઘૂસી હતી અસહ્ય પીડા એના ચહેરા પર દેખાતી હતી.હની ફરીથી રોડની એ સાઈડ આવ્યો જ્યાં એની કાર હતી પૃથ્વી લગભગ 40 ડગલાં આગળ હતો એનું ધ્યાન હની તરફ ન હતું. એને એવો ખ્યાલ હતો કે હની ભાગી ગયો છે. હની એ પોતાની ગન ચેક કરી હજી 3 ગોળી એમાં હતી. કારનો દરવાજો લોક ન હતો અને હનીના 2 સાથીઓ હજી કણસતા ત્યાં પડ્યા હતા જયારે 3જો મરી ગયો હતો. હનીએ જ એને પોતાની વચ્ચે ખેંચીને પોતાને બચાવ્યો હતો. એણે કાર સ્ટાર્ટ કરી અને ફૂલ રેઈઝ કરી. અચાનક કારનો અવાજ સાંભળીને પૃથ્વી ચોંક્યો અને ઊંચું જોયું. હની અને સાથીઓ ઉતર્યા હતા એ કારને ચાલુ થતા એણે જોઈ. "ઓહ શિટ હજી કોઈ મુકાબલાની અવસ્થામાં છે". એણે લીલીપુટ કારની દિશામાં ફેરવી ટ્રીગર દબાવ્યું પિટ્ટ એવો અવાજ આવ્યો પણ અંદરની ચેમ્બર ખાલી હતી. હનીએ કારમાં બેઠાબેઠા અટ્ટહાસ્ય કર્યું અને કાર ભગાવી અને પૃથ્વી તરફ દોડાવી પૃથ્વી એનો ઈરાદો સમજ્યો અને રોડની વચ્ચે તરફ છલાંગ લગાવી પણ એ 2 સેકન્ડ મોડો હતો. કાર એના પર ફરી વડે એ પહેલા છલાંગ તો લગાવી દીધી પણ એનું આખું શરીર કારની રેન્જમાંથી બહાર નીકળે એ પહેલા એને ટક્કર વાગી હતી.એના બન્ને પગ કારના બોનેટમાં ભટકાયા હતા અને જોરદાર મૂઢ માર વાગ્યો પણ નસીબથી કારની ટક્કર મરણતોલ ન હતી. લગભગ 40-50 ફૂટ દૂર જઈને હની કાર ઉભી રાખી અને પછી મિરરમાં જોયું પૃથ્વી ઉભો થવાનો પ્રયાસ કરતો હતો. એના ઘૂંટણ વળેલા હતા વળી જમ્પ મારવાથી એ ડાબે પડખે પડ્યો હતો. જ્યાં 3 મિનિટ પહેલા વાગેલી ગોળી હજી ખૂંચેલી હતી એના મ્હોંમાંથી એક ચીસ નીકળી ગઈ. હની ને પોતાની સફળતા હાથવેંતમાં દેખાતી હતી એણે કાર થોડી આગળ લઈને ટર્ન માર્યો પૃથ્વીએએ જોયું એના પગમાં જબર માર વાગ્યો હતો અને ડાબો હાથ લગભગ નક્કામો થઇ ગયો હતો એનું સોલ્ડર પાઉચનો પટ્ટો તૂટી ગયો હતો અને પાઉચ એની બાજુમાં પડ્યું હતું. પાઉચ પર નજર પડતાંજ પૃથ્વીના ચહેરા પર સ્મિત આવ્યું. "થેંક્યુ મનસુખ” કહીને એણે જમણો હાથ લંબાવ્યો અને પાઉચ ખોલ્યું અને એમાં મનસુખવાળી ગન હતી એ એણે બહાર ખેંચી. લગભગ 15 સેકન્ડમાં આ બન્યું હતું. રોડની વચ્ચોવચ પડેલા પૃથ્વી તરફ હનીની કાર ધસમસતી આવતી હતી પૃથ્વીનો હાથ ઉંચો થયો અને એણે ગનનું ટ્રીગર દબાવ્યું. "ઢાઈ" કરીને એક ગોળી છૂટી અને હનીની કારના આગળના કાચના ભુક્કા ઉડાવી દીધા. અચાનક જ આ બન્યું આથી હની ગભરાયો "ઓ બાપરે આના હાથમાં તો હજુ ગન છે." એણે અચકાઈ ને જોરદાર બ્રેક મારી પૃથ્વીથી લગભગ 20 કદમ પહેલા કાર રોકાઈ.હનીએ પોતાના પર પડેલા કાચના ટુકડા દૂર કર્યા અને પોતાનો હાથ લંબાવી ગન બહાર કાઢી અને એક ફાયર પૃથ્વી પર કર્યો પણ હાથમાં આવેલ ગનથી પૃથ્વીની હિંમત વધી હતી. થોડું ઝૂકીને એણે ગોળી ચૂકવી, ગોઠણભેર ઉભા થવાનો પ્રયાસ કરતા કરતા એણે બીજા 2 રાઉન્ડ ફાયર કર્યા પણ હનીએ કાર સ્ટાર્ટ કરી હતી સ્ટિયરિંગ આડુંઅવળું ફેરવતા ફેરવતા પોતાની ગનમાંથી એક સાથે 2 ફાયર કર્યા. પણ ચાલુ કારથી કરેલા બન્ને ફાયર ફેલ ગયા. એણે ફરી એકવાર પૃથ્વી પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો પણ આ વખતે એના ઈરાદામાં દમ ન હતો કાર પૃથ્વીથી લગભગ અડધો ફૂટ દૂરથી પસાર થઈ હતી એણે કાર ભગાવી પૃથ્વીએ ફરીથી 2 રાઉન્ડ ફાયર કર્યા એક ગોળી પાછળના બોનેટ પર વાગી જયારે બીજી ફેલ ગઈ. હનીની કાર નજરથી ઓઝલ થઇ ગઈ હતી પૃથ્વીએ નિરાંતનો શ્વાસ લીધો એણે આજુબાજુ નજર ફેરવી હનીની સાથે રહેલા 3 જણા માંથી એક મરી ગયો હતો જયારે 2 ઈજાગ્રસ્ત હજી કણસતા ત્યાં જ પડ્યા હતા. જ્યારે બીજી બાજુ રહેલા 4 જણમાંથી એક તો શરૂઆતમાં જ ભાગી ગયો હતો જયારે બીજા 3 વધતે ઓછે અંશે ઘવાયા હતા. પણ જ્યારે હની પૃથ્વી પર કાર ચડાવવા પ્રયાસ કરતો હતો ત્યારે ઉઠ્યા હતા અને જેમ તેમ ઘસડાતા બાજુમાં ચાલતા એક કન્સ્ટ્રકશન સાઈટ પર પહોંચીને છુપાયા હતા. થોડા રૂપિયાની લાલચમાં તેમણે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો એ વાતનો એમને અહેસાસ થતો હતો. હનીની કાર નજરથી દૂર થઇ પછી પૃથ્વીએ હિંમત ભેગી કરીને પગ ઘસડ્યા ઘસડતાં રોડની એક સાઈડ પહોંચ્યો હતો પછી ગન સાઈડમાં રાખી જમણા હાથે એણે પોતાનો મોબાઇલ બહાર કાઢીને ફોન લગાવ્યો. સામેથી કોઈએ ફોન ઉચક્યો એટલે એણે "બાંદ્રા કુર્લા રોડ અરજન્ટ" એટલું કહીને ફોન કટ કરી નાખ્યો એના ડાબા હાથમાં અસહ્ય પીડા થતી હતી. એના બન્ને પગમાં મુઢ માર વાગ્યો. હતો.એને ચક્કર આવતા હતા. રવિવાર ના બપોરે જ્યારે આમિરગરીબ, નોકરીયાત, વેપારી બધા આરામ કરતા હોય ત્યારે. એક નાનકડી રિયાસતનો રાજકુમાર,એક બિઝનેસમેન, ભારતના ટોપ 10 ઉદ્યોગપતિમાંથી એકનો જમણા હાથ સમાન એક માસુમ ચહેરો ધરાવતો પણ મક્કમ ઈરાદોવાળો એક જવાન.કોઈનો લાડકવાયો, ભારતના દુશ્મનોનો કાળ, બાંદ્રા કુર્લા રોડ પર મરણાસન્ન હાલતમાં પડ્યો હતો અત્યારે કોઈ સામાન્યમાં સામાન્ય દુશમન એને આરામથી મારી નાખે એમ હતું. હનીના કમનશીબ કે એ ભાગ્યો હતો.રોડની કિનારે પહોંચ્યા પછી પૃથ્વીએ ફોન માંડ બંધ કર્યો એ બેહોશ થઇ ગયો હતો. અચાનક એના ફોનમાં રીંગ વાગી એ ફોન શેખર કરતો હતો. 2 વખત રિંગ વગાડીને શેખરે કંટાળી ફોન બંધ કર્યો અને એરપોર્ટ તરફ પોતાની કાર ચલાવી બરાબર એ વખતે સરલાબેન આગ્રા એરપોર્ટમાંથી બહાર નીકળતા હતા. જોકે એ નસીબદાર હતા કેમ કે ઈરાનીએ જયપુરથી બંદોબસ્ત કરેલા 3 જણા હજી એરપોર્ટ પહોંચ્યા ન હતા.

ક્રમશ: સરલાબેન ખરેખર નશીબદાર છે.? પૃથ્વીનુ હવે શું થશે.? અનોપચંદની અસલિયત શું છે.? એક ઉદ્યોગપતિના ઈશારે પૃથ્વી ઘાતકી બનીને શુકામ લોકોના ખૂન પર ખૂન કરી રહ્યો છે? જાણવામાટે વાંચતા રહો તલાશ-14.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED