Talash synopsis and Talash 2 Announcement books and stories free download online pdf in Gujarati

તલાશ વિષે થોડુંક અને હા તલાશ 2 વિષે પણ...

વાચક મિત્રો લગભગ 3 મહિના પછી ફરીથી આપણી સમક્ષ હાજર થયો છું. આપનો જે અપાર સ્નેહ મળ્યો છે એ અવર્ણનીય છે. તલાશ વાર્તા ચાલુ હતી ત્યારે આપના પ્રતિભાવ અને સૂચનો એ વાર્તાને વધુ સારી રીતે લખવામાં ખુબ મદદ કરી એ બદલ ખુબ ખુબ આભાર.

 

તલાશ પોતાના અસ્તિત્વની. 

તલાશ પોતાના સ્વજનો ની સલામતી, સુખ, શાંતિની.

તલાશ દેશ માટે જાનની બાજી લગાવનાર નરબંકાઓની  

તલાશ દેશના દુશમનોની  

તલાશ દેશમાં છુપાયેલા દેશદ્રોહીઓની  

 

તલાશ-1 ના મુખ્ય પાત્રો.

શેઠ અનોપચંદ 70 વર્ષ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી થી લઈને ભારતના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એમના મેનેજર ના એક ફોન થી તરત મુલાકાત માટે સમય આપે એવી પહોંચ ધરાવનાર ભારતના ટોપ ટેન ઉદ્યોગપતિ માંથી એક. અબજોપતિ.જે પોતાના સ્ટાફનો એક ખાસ ઉદ્દેશ માટે ઉપયોગ કરે છે. કોઈને પણ મરાવી નાખવા એ એને મન રમત વાત છે. 

જીતુભા: (કથા નાયક) 25 વર્ષ મુંબઇનો ખ્યાતનામ પ્રાઇવેટ ડિટેક્ટિવ 

મોહિની: 22 વર્ષ  જીતુભા ની પ્રેમિકા, સોનલની ખાસ બહેનપણી 

પૃથ્વી: 26 વર્ષ, જીતુભા ને સોનલ નું અપહરણ કર્યું હોવાની,તથા સુરેન્દ્રસિંહ ને ફસાવી દેવાની અને જીતુભા ની માં ને મારી નખાવવાની ધમકી આપનાર રહસ્યમય માણસ. કે જે શેઠ અનોપચંદ નો ખાસ માણસ છે. 

સોનલ: 21 વર્ષ જીતુભાની બહેન (મામાની દીકરી) અલ્લડ મસ્તીખોર હેપ્પી ગો લક્કી છોકરી. મોહિનીની ખાસ બહેનપણી 

સુરેન્દ્રસિંહ: 52 વર્ષ, જીતુભાનાં મામા કે જેના ઘરમાં જીતુભા પોતાની માં સાથે રહે છે.રિટાયર્ડ પોલીસ ઓફિસર, જીતુભા સાથે પોતાની એક પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી ચલાવે છે.

મોહનલાલ: 55 વર્ષ, શેઠ અનોપચંદ નો મેનેજર. 

સુમિત: 45 વર્ષ અનોપચંદ નો મોટો દીકરો. 

સરલાબહેન: 34 વર્ષ, પૃથ્વીની માનેલી બહેન અને શેઠ અનોપચંદ ની ખાસ કર્મચારી 

હની - ઈરાની: પાકિસ્તાની ખુંખાર જાસુસો, જે બોમ્બ બ્લાસ્ટ કરવા તથા ખુનામરકી ફેલાવવા ના ખતરનાક ઈરાદાઓ સાથે ભારતમાં મુંબઈમાં ઘુસ્યા છે, 

નાઝનીન: 23 વર્ષ પાકિસ્તાની ખૂબસૂરત ખતરનાક જાસૂસ, જે જેસલમેરની ઘમરોડવાના ઈરાદા સાથે ભારતમાં ઘુસી છે. ઇરાનીની ભત્રીજી અને હની ની ભાણેજ

અઝહર: ઈરાની નો દીકરો પાકિસ્તાની જાસૂસ એને નાઝને પરણવું  છે. 

શાહિદ: હની નો દીકરો  પાકિસ્તાની જાસૂસ એને પણ નાઝને પરણવું છે

માઈકલ: નાસા (નિનાદ અગ્રવાલ સિક્યુરિટી એજન્સી)નો યુરોપનો ઇન્ચાર્જ 

સિન્થિયા: માઈકલની પત્ની, અને નાસા ની એક સૌથી કાબેલ એજન્ટ 

આ ઉપરાંત મોહિત, સલમા, અબ્દુલ, ચાર્લી, માર્શા, જ્યોર્જ, ચતુરસિંહ, ગુલાબચંદ ગુપ્તા, અમીચંદ, ગિરધારી, ભીમસિંહ, પ્રદીપભાઈ, હેમા બહેન, ત્રિલોકી,અમર વિગેરે અગત્યના પાત્રો.

 

હવે તલાશ-1ની વાર્તા ટૂંકમાં.   

 

તલાશ નો આરંભ થાય છે 23 જાન્યુઆરી 1999ના રાત્રીના લગભગ પોણા અગિયાર વાગ્યે. જીતુભા ગુજરાતનું એક અઘરું કામ પતાવીને પોતાની કાર માં મુંબઈ તરફ આવી રહ્યો છે. લગભગ 3 રાતનો ઉજાગરો અને ભાગાદોડી થી થાક્યો છે. ઘરે જઈને ગરમ પાણીમાં બબલ બાથ લઇ ને સુઈ જવું છે. કેમ કે મામા દિલ્હી કોઈ કામે ગયા છે. સોનલ કોલેજની ટ્રીપ માં જલગાવ ગઈ છે. અને માં યાત્રા કરવા ગઈ છે "કાલે આરામથી બપોરે ઉઠીશ' એવું મનોમન વિચારે છે. ત્યાં જ એના મોબાઈલમાં એક અજાણ્યા નંબરથી ઘંટડી વાગે છે. જીતુભા કાંટાળા સાથે ફોન ઊંચકે છે સામેથી એની બહેન સોનલ એને કહે છે કે પોતે ગીતાંજલિ એક્સપ્રેસમાં આવી રહી છે જે દાદર 12-30 વાગ્યે પહોંચશે. તું મને લેવા આવી જ જે. જીતુભા બીજું કઈ પૂછ એ પહેલા ફોન કટ થઈ જાય છે.  જીતુભા વિચારમાં પડી જાય છે એની બહેન સોનલ તો કોલેજની ટ્રીપમાં કોલેજની બસમાં ગઈ છે.અને એમાં જ કાલે સાંજે પછી આવવાની હતી તો અત્યારે ટ્રેન માં કેમ? એના જાસૂસી દિમાગમાં કઈ સૂઝતું નથી કંટાળી એ દાદર સ્ટેશન પહોંચે છે, ટ્રેન લગભગ 1 વાગ્યે આવશે એવું જાણી ને એ નાસ્તો કરી ને પછી પ્લેટફોર્મ પર રાહ જોતો બેસે છે. લગભગ 1.20 વાગ્યે ટ્રેન આવે છે. પણ સોનલે કહેલા કમ્પાર્ટમેન્ટ માંથી સોનલ ઉતરતી નથી જીતુભા બધે ફરી વળે છે. પણ સોનલ મળતી નથી કંટાળીને જીતુભા ઘરે પહોંચે છે 'નક્કી સોનકી એ પ્રેન્ક કર્યો છે' વિચરતા એ શાવર લઈને પથારીમાં પડે છે ત્યારે રાત્રીના અઢી વાગ્યા હોય છે. 

અચાનક મોબાઈલની ઘંટડીથી જીતુભાની નીંદર તૂટે છે.જે એક પ્રાઇવેટ નંબરથી કરવામાં આવ્યો હોય છે.  સવારના 5-20 વાગ્યા હોય છે. જીતુભા ફોન ઊંચકે છે. "સામેથી એક ખતરનાક અવાજ એને કહે છે કે તારી બહેન સોનલ અત્યારે મારી બાજુની રૂમ માં આરામથી સૂતી છે. હું એની સાથે ધારું એ કરી શકું છું. તું જાસૂસ હોય તો સવારના 11 વાગ્યા સુધીમાં મને કે તારી બહેન ને શોધી કાઢ. 

જીતુભા ફટાફટ તૈયાર થઈને મોહિનીના ઘર તરફ જાય છે કદાચ મોહિનીના પપ્પાને કઈ ખબર હોય. રસ્તામાંથી એ એના મિત્ર મોહિત (કે જે સબ ઇન્સ્પેકટર છે) ફોન કરીને જે અજાણ્યા નંબરથી સોનલે ફોન કર્યો હતો એની ડીટેલ કઢાવવાનું કહે છે. મોહિની એને ત્યાં મળે છે અને કહે છે કે પોતે ટ્રીપ માં નથી ગઈ કેમ કે વિદેશથી એના મામા નું ફેમિલી 4 વર્ષ પછી આવ્યું હતું. જીતુભા એને ટ્રીપ માં કોણ ગયું છે અને અત્યારે એ લોકો ક્યાં છે એ તપાસ કરવાનું કહી ત્યાંથી નીકળે છે ત્યાં મોહિત મેસેજ કરીને ફોન ના માલિક નું એડ્રેસ આપે છે. જીતુભા એડ્રેસ પર મુલુન્ડ પહોંચે છે અને સાકરચંદ (તેના ફોનમાંથી સોનલે ફોન કર્યો હતો)ને મળે છે. સાકરચંદ એને કહે છે કે ફોન કરનાર છોકરી (સોનલ) અને એની ઉંમરની બીજી એક છોકરી અને એક મેડમ સાથે જ હતા અને અચાનક કલ્યાણ સ્ટેશને ઉતરી ગયા જીતુભા ત્યાંથી વિદાય થાય છે હવે કલ્યાણમાં ક્યાં ગોતીસ. જીતુભા નીકળી જાય છે પછી સાકરચંદ કોઈને મોબાઈલ લગાવે છે, 

હતાશામાં પોતાના ઘર તરફ જતા જીતુભા નાં ફોનમાં ફરીથી પ્રાઇવેટ નંબર થી ફોન આવે છે. અને પૂછે છે કે "પેલા સાકરચંદે તારી બહેનના કઈ ખબર આપ્યા? મને લાગે છે કે તારે  તારા મામા ને એની દીકરી ગાયબ છે એવું જણાવવું જોઈએ. જો એનો કોન્ટેક થાય તો. હું તારી બહેનને લઈને થોડીવારમાં મુંબઈમાં ફરવા નીકળીશ." જીતુભાને લાગે છે કે મામાને ખબર દેવી જોઈએ એ મામાની હોટલમાં ફોન લગાવે છે તો રિસેપ્શનિસ્ટ કહે છે કે તારા મામાને પોલીસ વાળા કૈક તપાસ કરવા લઇ ગયા છે. જીતુભાને સમજાય છે કે નક્કી આ પેલાના જ કારસ્તાન છે. ત્યાં મોહિનીનો ફોન આવે છે કે "ટ્રીપમાં 2 પ્રોફેસર મેમ 2 પ્યુન અને 23 છોકરા-છોકરીઓ ગયા હતા જેમાંથી સોનલ જીજ્ઞા અને સરલા મેમ, સરલા મેમ ના હસબન્ડ ની તબિયત બગડવાથી ગઈકાલે ટ્રેનમાં પાછા ફર્યા અને સરલા મેમ આજે જ મેટરનિટી લીવ પર મુંબઈ છોડી પોતાના શહેરમાં જાય છે એનું ફેરવેલ ફંક્શન છે"

જીતુભા બધી વાતનો તાળો  મેળવીને નક્કી કરે છે કે. અત્યારે એની બહેન સલામત છે. અને એ ચોક્કસ ફેરવેલ ફંક્શન માં આવશે. એને એ પણ સમજાય છે કે પ્રાઇવેટ નંબર વાળાનો ઈરાદો સોનલને નુકસાન પહોંચાડવાનો નથી પણ કૈક બીજું જ કામ છે. પણ શું કામ હશે?

ઘરે જઈને જીતુભા ફ્રેશ થઈને સન્મુખાનંદ હોલ પર પહોંચે છે. એને ખાસ તો સરલા મેડમ ને મળવું હતું જેની સાથે સોનલ આવી હતી. પણ સનમુખાનંદ હોલ પર એ સોનલ ને મળે એ પહેલા કૈક અંધાધુંધી ફેલાય છે. અને જયારે એ સોનલ ને મળે છે ત્યારે સરલા બહેન અને એનો કહેવાતો ભાઈ (જીતુભાનાં માનવા પ્રમાણે એને જેણે ફોન કરીને ધમકી આપી હતીએ)બંને ત્યાંથી નીકળી ગયા હોય છે. સોનલ અને મોહિની ને લઈને જીતુભા પોતાના ઘરે પહોંચે  છે. એને આંતરસ્ફૂર્ણા થાય છે કે પેલા પ્રાઇવેટ નંબર વાળાનો ફોન આવવો જોઈએ. એટલે એ કૈક બહાનું કરી ને સોનલ મોહિનીને ઘરમાં પહોંચવાનું કહી બહાર નીકળે છે. ત્યાં એના મામાનો ફોન આવે છે (કે જેને જીતુભા એ મોકલેલ એક ઓળખીતા વકીલે પોલીસ સ્ટેશન માંથી પોતાના ઘરે લાવ્યા હતા.) હવે મામા અને સોનલ સલામત છે અને માં સાથે હમણાં જ વાત કરી છે. એટલે જીતુભા થોડો નિશ્ચિત થાય છે ત્યાંજ ફરીથી પ્રાઇવેટ નંબર પરથી ફોન આવે છે. "જાસૂસ તારી બહેન ઘરે આવી ગઈ એટલે શું તું જંગ જીતી ગયો?" કાનશ ઘસાતી હોય એવા અવાજે એણે કહેવા માંડ્યું.

"તારા મામાને પોલીસ પાસેથી છોડાવી લાવ્યો. પણ અત્યારેજ ભારદ્વાજ અને એના ઘરના લોકોની તપાસ ચાલુ થઈ ગઈ છે. અને ઓલા સબ ઇન્સ્પેક્ટરની કુંડળી મારા હાથમાં આવી જશે હમણાં. જેણે તને સાકરચંદનું એડ્રેસ આપ્યું હતું. કંઈ નહીં એને પણ એનું ઇનામ હું આપીશ."

“શું જોઈએ છે તારે મારી પાસેથી? કંઈક વાત કર તો સમજાય. જીતુભાએ કહ્યું.

"હવે તું લાઈન પર આવ્યો. સાંભળ તને એક એડ્રેસ લખાવું છું. 2-3 કલાક આરામ કરીને ત્યાં પહોંચી જ જે. સાડા પાંચ વાગ્યાની તારી એપોઇન્ટમેન્ટ છે શેઠ અનોપચંદ સાથે. જો જે 5 વાગ્યા ઉપર એકત્રીસ મિનિટ ન થાય, કેમ કે શેઠનો સમય બહુ કિંમતી છે. આમેય તારી માં આજે સાંજે ઘાટ પર સ્નાન અને આરતી માટે જવાની છે. એમાં એવું છે ને કે હમણાં ત્યાં અકસ્માતે ઘણા શ્રદ્ધાળુ ડૂબવાના બનાવ બને છે' કહીને એને ફોન કટ  કરી નાખ્યો.

હવે માં ને મારવાની ધમકી તથા પોતાને મદદ કરનાર તમામ ને ફસાવી દેવાની  ધમકી થી જીતુભા મનોમન નક્કી કરે છે કે શેઠ અનોપચંદ ને મળવા જવું જ. દરમિયાન માં પૃથ્વી (સરલા મેડમનો ભાઈ, જેણે  જીતુભાને ફોન કરીને ધમકી આપી હતી એની ટક્કર હની અને એના ગુંડાઓ સાથે થાય છે. જેમાં પૃથ્વી ઘાયલ થાય છે. પણ હની છટકી જાય છે.) 

સાંજે જીતુભા શેઠ અનોપચંદની ઓફિસમાં એને મળવા પહોંચે છે. તો એના આશ્ચર્ય વચ્ચે શેઠ અનોપચંદ એને પોતાને ત્યાં પોતાની તમામ કંપનીના  સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ની જોબ ઓફર કરે છે જેને જીતુભા ન્રમતા પણ મક્કમતાથી ઠુકરાવીને કહે છે કે મેં મિલિટરીની જોબ છોડ્યા પછી નક્કી કર્યું હતું કે હવે હું કોઈની નોકરી નહીં કરું હું નથી ઈચ્છતો કે કોઈ મને હુકમ કરે. જેના જવાબમાં શેઠ અનોપચંદ કહે છે કે "તારી ઈચ્છા અનિચ્છાથી મને કઈ ફરક નથી પડતો છોકરા. અડધા કલાકમાં આખા ફેમિલીને ખોઈ બેસીસ, મારા ઇશારાથી રોજના 25-30 જણા આ દુનિયામાંથી ઓછા થાય છે. તારા ઘરના 3 અને 5-7 તારા પાડોશી, દોસ્તો એમ દસ બાર જણાને મરાવી નાંખવાથી મને કઈ પસ્તાવો નહિ થાય." જીતુભા મનોમન વિચારે છે કે અત્યારે એની વાત માની લઉં  અને પછી વખત આવ્યે એને બરાબર જવાબ આપીશ. અને એ નોકરી સ્વીકારવાની હા પડે છે.  

બસ પછી શરૂ થાય છે તલાશ પોતાના સ્વજનોને બચાવવા જીતુભા નોકરીમાં જોડાય છે અને એની બુદ્ધિ અને હોશિયારીથી હની-ઈરાનીના મુંબઈમાં ડ્રગ હથિયારોનો કારોબાર અને મુંબઈમાં અંધાધૂંધી ફેલાવવાના ઇરાદાઓને ધ્વસ્ત કરે છે. અને ત્યાર બાદ એને બીજું અસાઈન્ટમેન્ટ મળે છે જેસલમેરમાં ઘૂમતી ત્યાંના એક  વેપારી ગુલાબચંદ ગુપ્તાની કહેવાતી ભત્રીજી નાઝનીન ઉર્ફે નીના ને રોકવાનું અને એને જેસલમેરથી ભગાડી મુકવાનું.

જીતુભા એના મામાને બધ્ધી વાત કહે છે અને એ બન્ને ને સમજાય છે કે અનોપચંદ તો ખરેખર દેશ સેવા જ કરી રહ્યો છે. દેશના દુશ્મનો નો સામનો કરી રહ્યો છે. બસ પછી તો જીતુભા પોતાની બુદ્ધિ અને સુમિત દ્વારા માઈકલ અને સિન્થિયા ની મદદથી ગુલાબચંદ ગુપ્તાની હકીકત જાણે છે અને એની કહેવાતી ભત્રીજી નીનાને (કે જેનો ઈરાદો પુરા જેસલમેરની સ્કૂલો કોલેજો અને મિલિટરી કેન્ટોન્મેન્ટ માં એક સાથે બૉમ્બ બ્લાસ્ટ કરવાનો છે જેમાં દેશમાં છુપાયેલા ગદ્દારો એને મદદ કરી રહ્યા છે) જેસલમેરમાંથી પકડીને એની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. પણ હની - ઈરાની અને એને સાથ આપનારી ટીમ પણ નાઝનીન ઉર્ફે નીનાની મદદમાં છે પછી....

જેસલમેરમાં જાનની બાઝી લગાવીને દેશના દુશ્મનો સામે બાથ ભીડનાર જીતુભા આ બધાની સાથે સાથે પોતાની પ્રેમિકા મોહિની અને એના કુટુંબ પર આવેલી મુશ્કેલીઓ દૂર કરે છે અને સાથે પોતાની બહેન સોનલના મનના માણીગર ની તલાશ પણ કરે છે.

તલાશ 1 આખી વાંચવા માટે માતૃભારતી ગુજરાતી એપ જુઓ.

 https://www.matrubharti.com/bhayani

 

હવે મારા પ્રિય વાચકો માટે એક ખુશખબર. તલાશ 2 બહુ જલ્દીથી માતૃભારતી ગુજરાતી પર રજૂ થશે. બહુ ઇન્તજાર કર્યો હવે બસ થોડા દિવસ ઓર. અને પછી તમે પણ જોડાઈ જજો અને હા તમારા સગા-વ્હાલા અને કુટુબીઓને મિત્રોને જોડવાનું ન ભૂલતા આ તલાશ 2માં 

 

 

 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED