Talash - 45 books and stories free download online pdf in Gujarati

તલાશ - 45

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

દસ વાગ્યે જેસલમેર એરપોર્ટમાંથી મોહિની હેમા અને પ્રદીપ શર્મા બહાર નીકળ્યા. મોહિનીએ ફરીથી જીતુભાને ફોન જોડ્યો પણ રિંગ જ વાગી, "પપ્પા, આ જીતુ ફોન કેમ નહીં ઉપાડતો હોય? હું સોનલને પૂછું છું તમે RJ15 - 5445 નંબરનો સુમો ચેક કરો ક્યાં છે."

"હા હું જોઉં છું. અને મને લાગે છે કે સુરેન્દ્રસિંહની સાથે વાત કરવી જોઈએ" કહી. પ્રદીપ શર્મા એ સુરેન્દ્રસિંહ ને ફોન જોડતા જોડતા.બહાર નીકળીને જીતુભા એ કહેલા સુમોને શોધવા માંડ્યો. મોહિનીને સોનલે કહ્યું કે જીતુ એનો ફોન પણ ઉપાડતો નથી આથી સહેજ નિરાશામાં મોહિની એના મમી હેમાબહેન સાથે બહાર આવ્યા. સુરેન્દ્ર સિંહે પ્રદીપ ભાઈને કહ્યું કે તમે ચિંતા ન કરો હું કૈક તપાસ કરું છું અને ત્યાં તમારી મદદ માટે કંઈક વ્યવસ્થા કરું છું. આ બધું ચાલતું હતું એટલામાં એમને જીતુભાએ કહેલો સુમો દેખાયો. એ ત્રણે જણા સુમો પાસે પહોંચ્યા. ડ્રાઈવર સીટ પર એક ઉંચો પણ પીઠમાં રહેલી ખૂંધ ને કારણે બરડાથી ઝૂકેલો કાળો માણસ લગભગ બેવડ વળી ગયો હોય એવો માણસ બેઠો હતો. મોહિની એને જોઈને ડરી ગઈ. સુમો પાસે એ લોકોને ઉભેલા જોઈ એણે સુમોનો કાચ ખોલ્યો અને કહ્યું. તમે જીતુભાનાં મહેમાન છો?"

"હા" પ્રદીપભાઈએ ટૂંકમાં જવાબ આપ્યો. પછી એણે ઉતરીને સુમોના બન્ને દરવાજા ખોલી આપ્યા. ખુંધ ના કારણે એને ઝૂકીને ચાલવું પડતું હતું. એ ત્રણે લોકો સુમોમાં ગોઠવાયા એટલે એને સુમો સ્ટાર્ટ કરીને પૂછ્યું "ક્યાં જવાનું છે."

આગળ બેઠેલા પ્રદીપ ભાઈએ જવાબ આપ્યો કે "પટવારી ઓફિસ, પોખરણ"

"ભલે હુકમ" કહી એને સુમો આગળ વધાર્યો. પાછળ ગોઠવાયેલ મોહિનીએ ઉચાટમાં પૂછ્યું. "જીતુભા ક્યાં છે?"

"મને નથી ખબર ઈનફેક્ટ હું એને ઓળખતો પણ નથી, હું અનોપચંદજી ની કંપનીમાં કામ કરતા એક ડ્રાઈવરને ઓળખું છું એણે જ કહ્યું હતું કે જીતુભા અનોપચંદ જી ની કંપનીમાં કોઈક મોટા સાહેબ છે અને તમે એમના મહેમાન છો આજે મારે તમને અહીંથી બેસાડીને પોખરણ પહોંચાડવા."

"એટલે તમે અમને ઉતારીને વયા જશો? પછી અમારે રિટર્નમાં પાછા આવવાનું છે સાંજે અમારી રિટર્ન ફ્લાઇટ છે."

"રિટર્નની કઈ વાત થઇ નથી પણ, તમને પાછા ન પહોંચાડવા એવું પણ કહ્યું નથી પણ મારે તમને ઉતાર્યા પછી 2-3 કલાકનું કામ છે. તમે કહો તો હું પાછો 3 - 4 વાગ્યે આવી શકું."

"ઓકે. ભાઈ તો તમે સાડા ત્રણ વાગ્યે ગોમત ગામમાં આવી જજો ત્યાં ત્રિલોકી શેઠની વાડી પૂછજો એટલે કોઈ પણ બતાવશે. અમે ત્યાં જ હશું અને તમારો મોબાઈલ નંબર લખવો હવે તમે જ આવજો અમે કોઈ બીજી ગાડી નહીં કરીએ. અને તમારું નામ શું છે."

"ફૂલ, ફૂલ કુંવર છે મારુ નામ" સાંભળીને મોહિની આટલા ટેન્શનમાંય હસી પડી.અને મનમાં વિચાર્યું કે આટલો બેડોળ માણસ અને નામ ફૂલ કુંવર. એને હસતી જોઈ અને ડ્રાઈવર પણ સહેજ હસ્યો.

xxx

"હા ભીમ ભાઈ તમારા સાહેબના મહેમાન આવી ગયા છે. અમે મ્યુઝિયમ ક્રોસ કર્યું છે કલાકમાં પહોંચી જશું." ડ્રાઈવર ફોનમાં કોઈને કહી રહ્યો હતો. પાછળથી મોહિનીએ એણે કહ્યું. 'એ ભાઈ ને પૂછો ને જીતુભા ક્યાં છે. અને એને કહો મને ફોન કરે."

"હા ભીમ ભાઈ સાંભળ્યું? મેડમ પૂછે છે કે તમારા સાહેબ જીતુભા ક્યાં છે. લો વાત કરો" કહીને પોતાનો સસ્તો ફોન મોહિની તરફ લંબાવ્યો. મોહિનીએ ફોન હાથમાં લીધો એ જાણતી હતી કે સામે વાત કરનાર જીતુભા જુનિયર છે એટલે સહેજ ઓથોરિટી થી એણે કહ્યું. "જરા જીતુભાને ફોન આપો. મારો ફોન લાગતો નથી. કદાચ એનો ફોન ખરાબ થઇ ગયો છે."

"સોરી મેડમ પણ સાહેબ તો કંઈક કામે બહાર ગયા છે. અને મારે હમણાં જ એમની સાથે વાત થઇ એ થોડી વારમાં આવી જશે. હું પટવારી ઓફિસની બહાર જ તમારી રાહ જોઈ રહ્યો છું. મારુ નામ ભીમ સિંહ છે અને મારો દેખાવ નામ મુજબ છે તમે મને જોઈને દૂરથી જ ઓળખી જશો. સાહેબ મને કહી ગયા છે કે મારે તમારું કામ પૂરું થઈ જાય ત્યાં સુધી તમારી સાથે જ રહેવું."

"પણ મારે એની સાથે અગત્યની વાત કરવી છે."

"સોરી હાલમાં એ શક્ય નથી જેવા એ દેખાય કે તરત હું તમારી સાથે વાત કરવાનું કહીશ." કહીને ભીમસિંહે ફોન કટ કર્યો.

xxx

"ચિંતા ન કરો સુરેન્દ્ર સિંહ હું કંઈક કરું છું." મોહન લાલે ફોન મૂકતા મુકતા સુરેન્દ્રસિંહ ને ધરપત આપી કહ્યું. પછી પોતાના ટેબલ પર પડેલા એક લેન્ડલાઈન ઇન્ટરકોમમાં 808 નંબર ડાયલ કરીને કહ્યું" મોહનલાલ બોલું છું મને ‘ગોલ્ડનસ્ટાર 105' નું લોકેશન આપો અને શક્ય હોય તો વાત પણ કરવો પાંચ મિનિટમાં" કહી ફોન બંધ કર્યો.

xxx

"સર એમનો કોન્ટેક્ટ નથી થઇ શકતો એમનું લોકેશન અત્યારે રાજસ્થાનમાં પોખરણની આજુબાજુ માં છે. એક્ઝેક્ટ લોકેશન ટ્રેસ થતા થોડો સમય લાગશે. કદાચ બહુ જ મુશ્કેલ છે કેમ કે લોકેશન મુવિંગ છે. જગ્યા બદલી રહ્યું છે. "

પણ એવું કેમ બને?" મોહનલાલે પૂછ્યું.

"કદાચ એ કોઈ વાહન માં હોય ટ્રાવેલિંગ કરી રહ્યા હોય."

"એનો મતલબ કે એ કોઈ વાહન માં બેહોશ હોય એમને"

"હા અથવા એમના હાથ પગ અને મોં બાંધેલા હોય જેથી એ જવાબ ન આપી શકે, મેં ઓડિયો મેસેજ 2-3 વાર મુક્યો પણ સામેથી કોઈ રિસ્પોન્સ નથી."

"ઠીક છે. તમે સતત કોશિશ કરો અને જો કોન્ટેક્ટ થઇ તો મને કહો. ઉપરાંત જો એ પોખરણ ની બહાર ક્યાંય 10 કિમી દૂર જાય તો તુરંત મને જણાવો."

xxx

"લો સાહેબ, આ જ પટવારી ઓફિસ છે." કહી ખૂંધિયા ડ્રાઈવરે સુમો ઉભો રાખ્યો અચાનક સામેથી ત્રિલોકી અને અમર દોડતા આવ્યા.પ્રદીપ શર્મા અને હેમા - મોહિની સુમો માંથી બહાર આવ્યા. એટલે ત્રિલોકી પ્રદીપ શર્મા ને ભેટી પડ્યો જ્યારે અમર એને પગે લાગ્યો હેમાને નમસ્તે કર્યા અને મોહિનીને કહ્યું. "હાય મોહિની કેમ છે તું. મજામાં?"

"હા તમે લોકો કેમ છો." કહેતા મોહિની ત્રિલોકી ને પગે લાગવા ઝૂકી તો ત્રિલોકી એ કહ્યું રહેવા દે બેટા દીકરી- વહુ પગે લાગે એ સારું નહિ. પ્રદીપ શર્મા આ વાક્યનો અર્થ સમજીને મનમાં ધૂંધવાઈ રહ્યા. એને મનમાં પસ્તાવો થતો હતો કે પોતે આ કોના પર ભરોસો કર્યો. જેને પોતાના મોટા ભાઈ જેવો માન્યો હતો એ ત્રિલોકી આટલા હલકા વિચાર ધરાવે છે. આ તો સારું છે કે સુરેન્દ્રસિંહ ની વાત માનીને ચાલુ દિવસે સેંકડો લોકોની હાજરીમાં સરકારી ઓફિસમાં પેપર વર્ક પૂરું કરવા આવ્યા. પણ જીતુભા ક્યાં ગાયબ થઇ ગયો. એ ક્યાંક મુસીબતમાં તો નહીં હોય ને? મોહિનીએ ગઈ સાંજે એની સાથે વાત કરી ત્યારે તો એ ગોમત માં હતો સવારે પણ એને ફોન ઉચક્યો હતો પણ વાત ન થઇ પછી એ ફોન કેમ નથી ઉપાડતો?

"ચાલો અંદર પટવારી સાહેબ રાહ જ જુવે છે. ફટાફટ 10 મિનિટમાં પેપરમાં સહી સિક્કા થઇ જાય એટલે હું છુટ્ટો. તારી જમીન પછી તારા હાથમાં" ત્રિલોકી એ કહ્યું.

"ઉભા રહો એક મિનિટ," મોહિની એ કહ્યું. અને આજુબાજુ નજર દોડાવી. પેલો ભીમ સિંહ ક્યાંય દેખાય તો.

"શું ગોતે છે મોહિની?" અમરે જરા નજીક આવી કહ્યું.

"તને તો નથી જ ગોતતી" સહેજ દાંત પીસ્તા મોહિની ધીરેથી બોલી.

"તું જેને શોધે છે. એ તને નહીં દેખાય મોહિની. એ કાલે પટવારીને ધમકાવવા ગયો હતો. પોતાને દિલ્હીથી આવેલા અધિકારી કહેતો હતો. 6 ફૂટની ઉંચાઈ, સહેજ પાતળો પણ મજબૂત બાંધો. તલવાર કટ મૂછ પાણીદાર આંખો. અને કદાચ એનું નામ જીતુભા છે." કુટિલ મુસ્કાન સાથે અમર બોલતો હતો. મોહિનીના ધબકારા વધી ગયા પણ એક જ સેકન્ડમાં એને પોતાની જાત પર કાબુ મેળવ્યો અને કહ્યું. "કોણ જીતુભા? હું તો અમને અહીં પહોંચાડનાર ડ્રાઈવરને શોધું છું એની પાસેથી મારે એનો મોબાઈલ નંબર લેવો છે. વળતી ફ્લાઈટમાં સાંજે ટાઈમે પહોંચવા માટે."

"હવે તો પોખરણની હદ બહાર મારી સાથે જ જઈશ સમજી." કહી સહેજ હસીને અમર એનાથી દૂર થયો. મોહિનીને થોડે દૂર ખૂંધિયો ડ્રાઈવર દેખાયો. એ એની પાસે દોડી જઇ ને કહ્યું "તમારો મોબાઈલ આપો મારે એ ભાઈને ફોન કરવો છે. જેણે તમને અમને રિસીવ કરવા મોકલેલ જેનો બોસ જીતુભા છે."

ખૂંધિયા ડ્રાઈવરે એના હાથમાં ફોન આપતા કહ્યું." એના ઘણા જુના દુશ્મનો અહીં ફરે છે એટલે એ સામે ની હોટેલની પાછળના ઘેઘુર વડલા પર બેઠો છે. એનું ધ્યાન તમારા લોકો પર છે" તમે અંદર જશો એટલે એ પાછળ આવી જશે."

"એ મૂર્ખ છે. જીતુભા કિડનેપ થઈ ગયો છે. અને અમરના માણસોએ એને ક્યાંક છુપાવ્યો છે. તમારા એ મૂર્ખ દોસ્તને કહો એને શોધે નહીં તો.સાંજ પહેલા મારે પરાણે અમરને પરણવું પડશે. જીતુભાનો જીવ બચાવવા" કહી મોહિનીએ એના હાથમાં ફોન આપ્યો અને પછી પ્રદીપભાઈ ની નજીક આવી કહ્યું "ચાલો પપ્પા સાઈન કરવાની ફોર્માલિટી પૂરી કરીએ."

xxx

"હવે છુપાવાનો કોઈ અર્થ નથી. હું મોહનલાલને ફોન કરું છું .જીતુભાને ટ્રેસ કરવા. અને હું અંદર જાઉં છું."

"ભીમભાઇ મારુ કઈ કામ હોય તો રોકાઉં નહિ તો હુકમે મને એક કામ સોંપ્યું છે. 2-3 કલાક જવું પડશે. પછી સાડા ત્રણ વાગ્યે મુંબઈના મહેમાનોએ ત્રિલોકી શેઠની વાડી એ બોલાવ્યો છે."

“હા તું જા. અને શું નામ તારું?”

“ફૂલ કુંવર, પણ હું પાછો આવું ત્યાં સુધી આ લોકો સલામત રહેશે?” ખૂંધિયાએ પૂછ્યું અને ભીમસિંહ એને તાકી રહ્યો. પછી ગુસ્સાથી કહ્યું. "તું મને સમજે છે શું. ભીમસેન છે મારુ નામ આવા મોતિયાને અને એની ગેંગ ને હું ખિસ્સામાં રાખું છું. સમજ્યો. નીકળ તારું કામ કર."

"ભલે ભીમ ભાઈ જેવી તમારી મરજી” કહી ખૂંધિયો પોતાના સુમો તરફ આગળ વધ્યો, ભીમસિંહ ને સમજાતું ન હતું કે શું કરવું. મનમાં થતું હતું કે આને રોકી રાખું પણ એમાં પોતાનો અહમ ઘવાતો હતો. વળી જીતુભા કિડનેપ થઈ ગયો છે એવી ખબર મોહિનીએ પહોંચાડી હતી એટલે એની પણ ચિંતા થતી હતી. આખરે એણે પોતાના ફોન માંથી નંબર શોધીને મોહનલાલને ફોન જોડ્યો. મોહનલાલ સાથે વાત કરવાનો એનો આ પહેલો પ્રસંગ હતો. ખૂંધિયાએ પોતાના સુમોને જેસલમેર જવાના રસ્તે વળી બેંક મીટરમાંથી એને જોયું કે રસ્તાની વચ્ચો વચ ભીમસિંહ ચિંતા ગ્રસ્ત ઉભો છે એની આજુબાજુ માંથી પસાર થતા વાહન પર પણ એનું ધ્યાન નથી એક બાઈક એને ઉડાવવાની જ હતી. છેક છેલ્લી સેકન્ડમાં બાઇક સવારે જમણી બાજુ હેન્ડલ ફેરવી લીધું. અને ભીમસિંહ માંડ બચ્યો. આ જોઈને એક સ્મિત ખૂંધિયાના ચહેરા પર આવી ગ્યું."

xxx

શું કહો છો? ભીમસિંહને આશ્ચર્ય થતું હતું. મેં તો, મેતો મારી રીતે જ તપાસ કરી હતી તમને તો મેં હમણાં જ ફોન કર્યો. તમે તપાસ ચાલુ પણ કરી દીધી છે? તમને કેવી રીતે ખબર પડી.?

"એ બધું છોડ ભીમસિંહ, હવે સાંભળ.તું અત્યારે ક્યાં છે.?"

"પટવારી ઓફિસના પ્રાંગણમાં"

"બરાબર દોઢ મિનિટ પહેલા જીતુભાનું લોકેશન પટવારી ઓફિસનું હતું હાલમાં એ મિલિટરી રિસ્ટ્રિક્ટેડ એરિયા બાજુ આગળ વધી રહ્યો છે. તું શોધી કાઢ. જરૂર હોય તો પૃથ્વી જેસલમેરમાં છે એને ફોન કર."

"ઓ.કે મોહનલાલ જી પણ દોઢ મિનિટ પહેલા તો અહીંથી તમે કહેલા રસ્તે 2-3 વાહન જ ગયા છે. જેમાંથી એક તો પૃથ્વી જી એ મોકલેલી સુમો હતી. અને હા યાદ આવ્યું બીજું કોઈ મોટું વાહન જેમાં કોઈ માણસને છુપાવી શકાય એવું અહીંથી પાસ થયું જ નથી. ચાલો હું જ પૃથ્વીજીને કહીને મદદ મંગુ છું. કે એ પેલા કુબડા ખૂંધિયા ડ્રાઈવરને પાછો મારી મદદે મોકલે."

"ઠીક છે એક નંબર લખી લે. એ નંબર પરથી તને લાઈવ લોકેશન મળશે જીતુભાનું" કહીને મોહનલાલે એને એક નંબર લખાવી ફોન કટ કર્યો.

xxx

"સર, મારાથી તમારું આ કામ નહિ થાય. મને લાગ્યું કે આ સહેલું કામ છે. પણ દોઢ કલાકમાં મને પરસેવો વળી ગયો." બાઈક સવારે હેલ્મેટ ઉતારતા ઉતારતા કહ્યું. એ સાંભળીને જીતુભા હસી પડ્યો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED