Talash - 35 books and stories free download online pdf in Gujarati

તલાશ - 35

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

કલાક પછી ગિરિજા ગુલાબચંદ ગુપ્તા કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા. " હા હા હું સમજી ગઈ. ના ના કઈ વાંધો નથી લઇ લેશું. અચાનક નાઝનીને એમના બેડરૂમમાં ધસી આવી અને કહ્યું. "ચાચી ચાલોને તમે જોવા બધા રીહર્સલ કરે છે બહુ જ આવશે."

"ના બેટી હું તો હોલમાં જ જોઇશ પ્રોગ્રામ. "

"હવે આવો ને તમને કહ્યું ને, અને કોનો ફોન હતો?"

"તારી દીદીનો જયપુરથી, કહેતી હતી એને આ વખતે આટો દેવા આવે ત્યારે 40 તોલા નો સેટ બનાવડાવવો છે. "

"ઓહો દીદીને તો જલસા છે. મને શું આપશો?'

"આજે તારું બેલી ડાન્સ નું પરફોર્મન્સ છે પણ જો તું રાજસ્થાની ગીત "મોરની બાગામાં બોલે" વાળો ડાન્સ કરવાની હોત તો મેં આ તારા માટે કાઢી રાખ્યું છે કહીને એમને નાઝને એક પોટલું બતાવ્યું. હીરા મોતી ટાંકેલ ચણીયો બ્લાઉઝ ઓઢણી ઉપરાંત હાથ પગ ગળામાં પહેરવાના સાચા સોનાના આભૂષણો નો ઢગલો હતો નાઝ ની આંખો ફાટી રહી. ઓછામાં ઓછો 10-12 લાખના ઘરેણા હતા. એણે કહ્યું ચાચી તમારી ઈચ્છા છે તો બેલી ડાન્સ પછી વચ્ચે વિરામ લઈને હું ચોક્કસ આ ડાન્સ કરીશ."

"મારી નહીં તારી ઈચ્છા હોય તો લઈ જા આ પોટલું તારું. અને એકાદ બે વાર પ્રેક્ટિસ કરી લેજે કહેતી હો તો 2 આર્ટિસ્ટ બોલાવી લઉં હમણાં પ્રેક્ટિસ કરાવવા.
"1 કલાક પછી બોલાવી રાખો. હું જમીને પછી અડધો કલાક પ્રેક્ટિસ કરી લઈશ કહીને એ પોટલું ઉપાડીને નીચે હૉલમાં એનું ગ્રુપ પ્રેક્ટિસ કરતું હતું ત્યાં ગઈ ત્યારે, મિસિસ ગિરિજા ગુલાબચંદ ગુપ્તાના ચહેરા પર લગભગ 12 દિવસે પહેલીવાર મુસ્કુરાહટ આવી.

xxx

જીતુભાએ જનરલ મેનેજરને કંઈક સૂચનાઓ આપી અને પછી ગેસ્ટહાઉસ પહોંચ્યો જમીને સંભુભાઈને સૂચના આપી કે મને 3 વાગ્યે ઉઠાડી.દેજો પછી પોતાને ફાળવેલ રૂમમાં આરામ કરવા ગયો. પોણા ત્રણ વાગ્યે એના મોબાઈલમાં ઘંટડી વાગી એણે ઊઠીને જોયું તો સુમિત નો ફોન હતો. "હા બોલો શું થયું?" જીતુભાએ પૂછ્યું.

"દેશમાં તો બધું બરાબર છે. પણ વિદેશમાં લોચો છે" સુમિતે કહ્યું.

"મને લાગ્યું જ કંઈક આવું જ હશે. હવે?"

"કઈ નહીં. એ જે લોચો છે એ થોડા કલાકમાં સુધરી જશે. ટેન્શન ના લે." સુમિતે કહ્યું.

"પણ કેવી રીતે?" જીતુભાએ પૂછ્યું

"મારી પાસે તારા જેવા જ કાબેલ માણસો દુનિયાભરમાં છે." કૈક અભિમાનથી સુમિતે જવાબ આપ્યો.

"પણ તો પછી હમણાં જ કેમ નહીં?" જીતુભાએ પૂછ્યું.

"જીતુ મને માત્ર 3 મિનિટ પહેલા ત્યાંની પરિસ્થિતિ સમજાઈ છે. ઓપરેશન કરવા માટે મારી પાસે કાબેલ માણસો પણ છે. પણ તું ભૂલે છે કે આપણી અને લંડનના સમયમાં લગભગ 6 કલાકનો ગેપ છે એટલે અત્યારે ત્યાં સવારના લગભગ 10 વાગ્યા હશે. અત્યારે ધોળે દહાડે એ જ્યાં રહે છે એ એરિયામાં ઓપરેશન કરવું એના કરતા રાત્રે સાડા આઠ વાગ્યે એ લોકો ફૂડ ઓર્ડર કરે ત્યારે આરામ થી વધુ શોર શરાબા વગર ઓપરેશન પતી જશે. એટલે સવારના 6 વાગ્યા પહેલા તને ખુશખબરી મળી જશે."

"ઓકે. ઓપરેશન કોણ કરશે એ પૂછી શકું."

"હા વળી તું તો આ બધા નો બોસ છે. છે એક છોકરી 32-33 વર્ષની અને એની પાછળ બેકઅપ ટીમ મદદમાં રહેશે."

"શું એક છોકરી?" જીતુભા એ આશ્ચર્યથી પૂછ્યું.

"હા તે એમઆઈ 6 નું નામ સાંભળ્યું છે? એમાં એણે 10 વર્ષ કામ કર્યું છે.

"ઓહ વાઉ.ખુબ જ કાબેલ હશે તો તો"

" હા 2 કલાકમાં મને ત્યાંની પુરી પોઝિશન, મકાનનો નકશો, કેટલા લોકો છે એમની દિનચર્યા. બધું જણાવી દીધું અને સાથે કેવી રીતે ઓપરેશન પાર પાડશે એ પણ પ્લાન મોકલી આપ્યો. પણ તું કઈ ઓછો કાબેલ નથી માત્ર એક માણસની સાથેની 2-3 મિનિટની વાતમાં તે પકડી પડ્યું કે દર્દ ક્યાં છે. અને પીડાય કોણ છે."

"તો હવે મેનેજર ને કહો સાડા પાંચ વાગ્યા ની મિટિંગ નું" જીતુભાએ કહ્યું.

"હું શું કહું છું. આપણે ગુલાબચંદ ને કઈ ન કહીયે અને કામ પૂરું કરીયે તો?" સુમિતે પૂછ્યું.

"ના.આપણે કોઈ અહેસાન કરીયે તો અહેસાન મનાવવાની વાત નથી પણ એને ખબર તો હોવી જોઈએ કે કોણે એની મદદ કરી છે. અને એ ગુલાબચંદ અહીં બહુ મોટો માણસ છે. ભવિષ્યમાં આપણને બહુ કામ આવશે."

"ઠીક છે.હું મેનેજર ને કહું છું કે કોઈ બહાને એપોઇન્ટમેન્ટ લઇ લે. પણ બધી વાત તું જ કરજે. મેનેજર માત્ર તને એમની પાસે લઇ જશે. અને હા હું કાલે ચેન્નાઇ જાઉં છું 2 મહિના માટે. મોહનલાલ તને સવારે ખુશખબર આપી દેશે. અને પપ્પા કાલે રાત્રે 10 દિવસ માટે વિદેશ જાય છે. પણ તું જે પ્રશ્નો પપ્પાને પૂછવા માંગતો હતો એના વિશે સુરેન્દ્રસિંહ સાથે વાત થઇ છે અને તું મુંબઈ આવે ત્યારે મોહનલાલ તને બધું જણાવશે. કાલે બપોર સુધીમાં આ બધું પૂરું થઈ જાય પછી તું તારી પ્રેમિકા નો પ્રોબ્લેમ સોલ્વ કરવા ત્યાં રોકાઈ શકે છે. કાલે સવારે 10 વાગ્યા પછી તારે જોઈતા રૂપિયા મેનેજર તને આપી દેશે. બીજી કોઈ મદદ જોઈતી હોય તો મોહનલાલને ફોન કરજે. ચાલ હવે હું મૂકું છું. બેંગ્લોરમાં આપણા માણસનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે."

"સુમિતભાઈ તમારી સાથે વાત કરીને મજા આવી. એન્ડ સોરી શરુઆતની એક બે વાર મેં થોડું રૂડલી બિહેવ કર્યું હતું. પણ એ વખતે હું માનસિક રીતે અસ્વસ્થ હતો"

"કઈ વાંધો નહીં જીતુ. કોઈ વાર માણસનો મૂડ એવો હોય. અહીં હું કે પપ્પા કે મોહનલાલ અરે નિનાદ, મારો નાનો ભાઈ બધા માથા પર બરફની પાટ રાખીને જ બેસીયે છીએ. એની વે. હું અને પપ્પા નથી અને 10 દિવસમાં નિનાદ નો કઈ અરજન્સી માં ફોન આવે તો જોઈ લેજો. આમ તો કોઈએ તને ડિસ્ટર્બ ન કરવો એની સૂચના પપ્પાએ બધાને આપી જ છે કેમ કે તને 'બોસ' નથી ગમતા" સહેજ હસીને સુમિતે કહ્યું.

"તમે લોકો 'બોસ' નથી એ મને સમજાઈ રહ્યું છે. માત્ર તમે ભાઈઓ અને શેઠજી કે મોહન લાલ નહીં.આપણા તમામ સ્ટાફને કહી દેજો જીતુભા 24 કલાક 365 દિવસ જયારે જરૂર હોય ત્યાં અને ત્યારે અવેલેબલ છે."

xxx

શેઠ ગુલાબચંદ ગુપ્તા માથા પર હાથ દઈને બેઠો હતો.એની સામેની ખુરશીમાં એનો મેનેજર કનૈયાલાલ હતો. એને સમજાતું ન હતું કે શું થઇ રહ્યું છે. કેમ કે છેલ્લા 10-12 દિવસથી એના શેઠ નું વર્તન વિચિત્ર થી ગયું હતું. કારણ વગર એ કોઈ પર ગુસ્સો કરી નાખતા હતા. તો ક્યારેક કોઈની બિઝનેસમાં મોટી ભૂલ ભરેલા નિર્ણયને પણ 'હશે બીજી વાર ધ્યાન રાખજો 'કહીને ટાળી દેતા હતા. અત્યારે 20 મિનિટ પહેલા શેઠે એને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો પણ કઈ કહ્યું ન હતું એણે કંટાળીને પૂછ્યું 'હા શેઠજી કઈ કામ હતું મારુ?' સાંભળીને ગુલાબચંદ ચોંક્યો હતો અને કહ્યું " ના ના કોઈ ખાસ નહીં સાંજ પોગ્રામની બધી વ્યવસ્થા ચેક કરી લો અને આપણા તરફથી આપવાનો 1 લાખનો ચેક બનાવડાવીને મારી સાઈન લઇ લો".

"ઠીક છે કહીને કનૈયાલાલ પોતાની કેબિનમાં અને ગુલાબચંદ ફરીથી પોતાના વિચારોમાં ચડી ગયો. એને એ મનહુષઃ દિવસ 14 જાન્યુઆરી યાદ આવી ગયો. ઘરમાં એ એની પત્ની ગિરિજા બધા ખુશ હતા.એનો દીકરો નવીન પાછો ભારત આવી રહ્યો હતો હજુ એનું 1 સેમેસ્ટર બાકી હતું એ મહિનો રોકાઈ અને પાછો કમ્પ્લીટ કરવા જવાનો હતો 26 જાન્યુઆરી એની સગાઈ ગોઠવાઈ હતી ગુલાબચંદની દીકરીના સગામાં. છોકરી પણ લંડનમાં ભણતી હતી. નોકર ચાકરો પણ ખુશ હતા. અચાનક એક ફોન આવ્યો અને બધું બદલાઈ ગયું.

'પપ્પા" નવીનનો લગભગ પીડાથી કણસતો અવાજ સાંભળીને ગુલાબચંદ ચીકી ગયો હતો નવીનતો અત્યારે ફ્લાઈટમાં હોવો જોઈએ. "સાંભળ ગુલાબચંદ" એક ખતરનાક અવાજ એના કાનમાં ઉતર્યો.

"કોણ બોલે છે?" ગુલાબચંદે ત્રાડ પાડી.

"ધીરે બોલ તારો બાપ બોલું છું. તારા છોકરાનો અવાજ સાંભળ્યો. હવે સાંભળ અડધા કલાકમાં એક છોકરી તારા ઘરે આવશે. તારી ભત્રીજી તરીકે ઓળખ આપશે. એને જે સગવડ જોઈએ એ કરી આપજે. પોલીસને કે બીજા કોઈને સૂચના આપી એ જ મિનિટે તારો છોકરો દુનિયા છોડી જશે. મારા માણસો તારી આજુબાજુ છે. એટલે છોકરાને સલામત જોવો હોય તો એ છોકરી કહે એમ કરજે. એ 20-22 દિવસ રોકાશે. પછી ત્યાંથી નીકળી જશે એટલે તારા દીકરાની એ જ દિવસની ફ્લાઇટ હું બુક કરાવી આપીશ. પછી આરામથી એની સગાઈ કરજે."

"પણ હું મારા વેવાઈ ને શું કહીશ. એની દીકરી તો અહીં આવી ગઈ છે. અને તમે કોણ છો.?"

"કહ્યું ને તારો બાપ. અને તારા વેવાઈને કઈ મુહૂર્તનું કે કોઈ માનતાનું બહાનું બતાવી દેજે. હું બીજી વાર કા તો તારા દીકરાને છોડીશ ત્યારે અથવા એને ખતમ કરી નાખીશ ત્યારે ફોન કરીશ. હવે એને જીવાડવો કે મરવા દેવો એ તારા હાથમાં છે. તારી પત્નીને પણ સમજાવી દેજે કે છોકરાની સગાઈ 20-22 દિવસ પછી ગોઠવશું. અને તારી ભત્રીજી હમણાં આવી રહી છે." કહીને ખતરનાક અવાજવાળાએ ફોન કટ કરી નાખ્યો. ગુલાબચંદે તરત નવીનને ફોન લગાવ્યો તો મેસેજ આવ્યો કે આ નંબર અસ્તિત્વમાં નથી. એણે નવીન સાથે ભણતા એના મિત્રો કે જે થોડા ગરીબ પરિવારના હતા એટલે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા એને ફોન કર્યો તો જણાયું કે નવીન તો 4 કલાક પહેલા ભારત જવા નીકળી ગયો છે. યુનિવર્સીટીમાં એણે 25 દિવસની રજાની ચિઠ્ઠી આપી છે. અને નવીન જે રો હાઉસમાં રહેતો હતો ત્યાંના પાડોશીઓ સાથે એના કોઈ એવા સંબંધો ન હતા કે એને કઈ પૂછી શકાય. એટલામાં એનો ફોન ફરી રણક્યો આ વખતે અજાણ્યો નંબર હતો. "હલ્લો "ધ્રુજતા અવાજે ગુલાબચંદ બોલ્યો.

"ચાચુ એ બધા ફાંફા મારવા રહેવા દો નવીન નજરકેદમાં છે 3 જણા ચોવીસ કલાક એની સાથે રહેશે એનો ફોન અત્યારના એના ઘરથી 20 કિલોમીટર દૂર ગાર્બેજ માં પડ્યો છે. અને આખું લંડન જાણે છે કે મારો ભાઈ નવીન સગાઈ કરવા ઇન્ડિયા ગયો છે. માટે મુખોટો પહેરીને બહાર આવો અને મારુ તમારા ઘરમાં સ્વાગત કરો આ તમારો વોચમેન મને અંદર નથી આવવા દેતો. નકામી અહીં મને તકલીફ પડશે એટલી ત્યાં નવીનને.. " નાઝનીને કૈક રમતિયાળ અવાજથી ગુલાબચંદને કહી રહી હતી. એણે એક મિનીટમા પત્નીને કહ્યું કે 'હવે આજે નવીન નહીં આવે અને મારી એક ભત્રીજી બહાર આવીને ઉભી છે. પછી તને બધું સમજાવીશ' કહીને બહાર નીકળીને વોચમેનને કહ્યું. "એ મારી ભત્રીજી છે. એને આવવા દો અંદર."

બસ નાઝનીન એને ત્યાં ગોઠવાઈ ગઈ એણે આવતાની સાથે જ ચા નાસ્તો કરી અને પોતાના તાબામાં રહે એવી એક ડ્રાઈવર સાથેની કાર માંગી. અને પોતાના મિશનમાં લાગી ગઈ. 'શું કામ હશે એને એવુ, કેમ એ બધા મિલિટરીવાળાને અને રાજા રજવાડાવાળા લોકો સાથે ઓળખાણ કરવા માંગે છે. પોલીસ ને તો કઈ કહેવાય એમ હતું નહીં. માંડ 6-7 દિવસે એણે ગિરિજાને સમજાવ્યું હતું કે એનો દીકરો મુસીબતમાં છે. અને નાઝની વાત માન્ય વગર છૂટકો નથી. જયપુરમાં રહેલી પોતાની દીકરીને પણ સગાઈ 1 મહિનો ટાળવા માંડ મનાવી જો કે એક વાતની શાંતિ હતી કે દીકરી સલામત હતી અને દીકરીના, અને દીકરાના થનારા સાસરિયાઓ પણ સમજદાર હતા 'હવે આ બલા જટ જાય તો સારું.રૂપિયા પાણીની જેમ વપરાતા હતા પણ એ પ્રોબ્લેમ નથી દીકરો સલામત હોય તો"

"શેઠજી" અચાનક કનૈયાલાલનો અવાજ સાંભળીને ગુલાબચંદ વસ્તવમાં પાછો ફર્યો અને કહ્યું." હા બોલો"

"શેઠજી" કનૈયાલાલ ઉત્સાહથી કહી રહ્યો હતો. "સ્નેહા ડિફેન્સના જનરલ મેનેજરનો ફોન હતો એમને કંઈ અર્જન્ટ કામ માટે આપણી પાસેથી અમુક માલ જોઈએ છે અને જો બધું સમું સુતરું પાર ઉતરે તો વર્ષે 6-7 કરોડનો ધંધો આપણને આપવા માંગે છે. મેનેજર અને મુંબઈથી આવેલા કોઈ એમડી. હમણાં સાડા પાંચ વાગ્યે મળવા આવશે."

"અરે પણ પોગ્રામ તો પાંચ વાગ્યે શરૂ થશે નીના નારાજ થશે."

"તમે હમણાં જ એને કહી દો કે સાડા પાંચે તમારી અરજન્ટ મિટિંગ છે. અનોપચંદની કંપની સાથે કામ કરવા આપણે 3-4 વર્ષથી પ્રયાસ કરીએ છીએ માંડ મોકો મળ્યો છે આ હાથથી ન જવા દેવાય"

"તારી વાત તો સાચી છે. કનૈયાલાલ એક કામ કરું હું હમણાં જ ઘરે જાઉં અને નીના ને મનાવું છું. " કહી ગુલાબચંદ ઉભો થયો કનૈયાલાલ લાવેલા ચેક પર સહી કરી અને ઘરે જવા નીકળ્યો.

xxx

"પણ ચાચુ," નાઝે અકળાતા કહ્યું. એને મનમાં લાગતું હતું કે કંઈક ગરબડ છે.

"બેટી માંડ 4 વર્ષે આ મોટી પાર્ટી હાથમાં આવી છે." ગુલાબચંદે કહ્યું. જવાબમાં નાઝે થોડું ઝુકી ને એના કાનમાં કહ્યું. "ચાચુ કઈ ખેલ કરવાનું વિચારતા હો તો સામે લટકતા નવીન ના ફોટા પર એક નજર નાખી લો ક્યાંક કાલે એના પર ફુલહાર ન ચડાવવા પડે." સાવ બાજુમાં ઉભેલ ગિરિજા એ એ સાંભળ્યું અને એ ધ્રુજી ઉઠી.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED