તલાશ - 4 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 4

જે વખતે જીતુભા પેલા ખૂંખાર અવાજવાળા સાથે વાત કરતો હતો એ જ વખતે સાકરચંદ શંકર રઘુ અને વિનય (ભંગારના ગોડાઉનમાં 3જો માણસ હતો એ)ને પોતે અહીંથી જાય છે પાછળથી શું કરવાનું છે એની સૂચના આપતા હતા. તો એજ વખતે સોનલ અને બીજી એક છોકરી જીગ્ના અને એની મેમ તૈયાર થઈને અરીસા સામે ઉભા હતા. સરલા બહેન સોનલની સુંદરતાના વખાણ કરતા હતા. સોનલની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગ્યા હતા. તેણે લાઈટ બ્લુ શર્ટ અને ડેનિમ પહેર્યું હતું. પોણા છ ફીટની સોનલ આંખમાં કાજલ લગાવ્યા પછી અવર્ણનીય લગતી હતી. તો બીજી છોકરીએ બ્રાન્ડેડ જીન્સ પર મોંઘુ પિંક કલરનું સ્પેગેટી ટોપ અને એના પર ડેનિમનું જેકેટ પહેર્યું હતું. પૈસાદાર માં-બાપની લાકડી દીકરી પણ ખુબ જ સુંદર દેખાતી હતી.

XXX

જીતુભાએ એના મામા સુરેન્દ્રસિંહનો મોબાઇલ નંબર લગાવ્યો. સામેના મોબાઈલની ઘંટડી સંભળાતી હતી. આખી રિંગ પુરી થઇ પણ જવાબ ન મ્ળ્યો. એણે ફરીથી ફોન લગાવ્યો. પણ ફરીથી જવાબ ન મળ્યો.આખરે એણે સુરેન્દ્રસિંહ જે હોટલમાં રોકાયા હતા. એનો નંબર ડાયલ કર્યો. 2 રિંગ પછી કોઈ યુવતી નો અવાજ આવ્યો "હેલો હોટેલ સનરાઈઝ"

" હેલો પ્લીઝ રૂમ નંબર 302માં લાઈન આપશો?" જીતુભાએ કહ્યું.

"લેટ મી ચેક ત્યાં કોઈ છે કે નહીં. તમારે મિસ્ટર સુરેન્દ્રસિંહનું કામ છે ને?"

" હાજી પ્લીઝ જરા જલ્દીથી લાઈન આપોને"

"સોરી પણ તેઓ રૂમમાં નથી."

રૂમમાં નથી? વોટ ડુ યુ મીન રૂમમાં નથી. મારે ગઈ કાલે રાત્રે જ વાત થઇ હતી આજે તે ક્યાંય બહાર જવાના ન હતા. એમને મળવા કેટલાક ગેસ્ટ લગભગ 10 વાગ્યે આવવાના હતા. તો ક્યાં ગયા છે. પ્લીઝ જલ્દીથી જરા જુઓ કદાચ તમારા રેસ્ટોરાંમાં જ નાસ્તો કરતા હશે. બહુ જ અર્જન્ટ કામ છે."

"સોરી અગેઇન પણ તેઓ અહીંયા નથી. એમાં થયું એવું કે લગભગ 10 મિનિટ પહેલા કર્નાટ પ્લેસ પોલીસચોકી માંથી એક ઇન્સ્પેક્ટર અને 2 હવાલદાર આવેલા અને એમને કૈક પૂછપરછ કરવા માટે ચોકીએ લઇ ગયા છે."

"શુ ઉઉઉ" જિતુભા નો અવાજ ફાટી ગયો. "એમને કેમ ચોકીએ લઇ ગયા છે? શું કહ્યું એમણે? શા માટે મારા મામાને ચોકી પર લઇ ગયા છે?."

" મેં એટલે કે અમારા લોબી મેનેજરે પૂછેલું ઇન્સ્પેક્ટરને, કે તમે અમારી હોટેલ ના રિસ્પેક્ટેબલ ગેસ્ટને શુ કામ ચોકી પર બોલાવો છો." કેમકે હું જાણું છું સુરેન્દ્રસિંહજીને તેઓ વર્ષોથી અમારી હોટેલમાં આવે છે હું તમને પણ જાણું છું. તમારું નામ કંઈક જીતેન્દ્રસિંહ કે એવું જ છે. એટલે અમે પોલીસ લોકોને પૂછ્યું અને જણાવ્યું કે સુરેન્દ્રસિંહ પોતે ભૂતપૂર્વ પોલીસ અધિકારી છે. તમે વોરંટ વગર તમે એમ ચોકી પર ન લઇ જઈ શકો. અમારી હોટેલ નું નામ પણ ખરાબ થાય. તો એમણે કહ્યું કે અમે માત્ર કોઈ એક કેસની ડીટેલ પૂછવા જ લઇ જઈએ છે.

"ઓકે" જીતુભાએ કહ્યું અને મામા આવે તો તુરંત ફોન કરવા સૂચના આપી.

"શું પેલો હરામખોર જાણતો હતો કે મામા ને પોલીસ લઇ ગઈ છે. ઓહ્હ એટલે જ એ એવું કહેતો હતો કે મારા વિચાર પ્રમાણે તો તારે એમને જણાવવું જોઈએ જો એમનો કોન્ટેક્ટ થાય તો, એનો મતલબ ... એનો મતલબ એ કે એને ખબર હતી મામાનો કોન્ટાક્ટ નહીં, જ થાય. ઓહ્હ. એ માણસ ખરેખર ખતરનાક છે. હવે મારે શું કરવું જોઈએ.... ના એની બદલે એમ વિચારું કે હવે એ શું કરશે. યસ મામા ને દૂર કર્યા પછી હવે એ મારી માં ને કંઈક નુકસાન પહોંચાડવાનું કરશે..." એણે એની મમ્મી જે પ્રાઇવેટ ટુરમાં (પાડોશી સાથે)યાત્રા પર ગઈ હતી એ ગ્રુપના વ્યવસ્થાપક એવા પંકજભાઈ ને ફોન જોડ્યો.

" હેલો પંકજ અંકલ "

"કોણ બોલો છો " પંકજે જવાબ આપ્યો.

"હું જીતુભા, સુરેન્દ્રસિંહ નો ભાણેજ, મારા મમ્મી તમારી સાથે ટુરમાં આવ્યા છે."

" ઓહ્હ્હ હા બોલો "

"જરા મારી માં સાથે વાત કરાવી આપશો?પ્લીઝ."

"અરે એમાં પ્લીઝ શું. પણ, સોરી હમણાં વાત નહીં કરાવી શકું"

"પણ કેમ? શું પ્રોબ્લેમ છે? જુઓ.."

" અરે બેટા વાત એમ છે કે એ બધા લોકો અત્યારે ધર્મશાળામાં જ છે, અને હું અને બીજા એક ભાઈ કૈક પરચુરણ વસ્તુઓ લેવા બહાર નીકળ્યા છીએ એટલે હું જ્યારે ધર્મશાળા એ પહોંચીશ ત્યારે વાત કરાવીશ. હમણાં નહીં કરાવી શકું. "

વાત સાંભળીને જીતુભાએ નિરાંતનો શ્વાશ લીધો.અને પછી પંકજ ભાઈ નો આભાર માની ફોન કટ કર્યો. અને એક સિગરેટ સળગાવી ફરીથી વિચારવાનું શરુ કર્યું કે, ગઈ રાત્રે જયારે સોનલે ફોન કર્યો ત્યાં સુધી બધું બરાબર હતું. ક્યાંય, કોઈ ગરબડ ન હતી બધું નોર્મલ હતું. શિવાય કે સોનલનું ટ્રીપમાંથી અચાનક અધવચ્ચેથી નીકળી જવું અને મુંબઈ તરફ આવવું. પણ શું કામ,? કોણ હતી એ પ્રોફેસર જેવી બાઈ કે જેને સોનલ અને બીજી છોકરી "મેમ" કહીને બોલાવતી હતી અને લગભગ 18-20 છોકરાં -છોકરીઓ અને 3-4 પ્રોફેસર માંથી માત્ર આ 3 જણ જ શું કામ અધવચ્ચેથી પાછા આવ્યા? કૈક લોચો છે. ત્યાં ટ્રીપમાં ગઈ કાલે બપોરે એવું કંઈક બન્યું હતું કે જેના કારણે આ લોકો આ 3 જણા ત્યાંથી નીકળી ગયા. અને ... પણ શું બન્યું હતું. કોની સાથે. એનો જવાબ ... એનો જવાબ તો ત્યાં બાકી બચેલા લોકો જ આપી શકે.અને એ પછી એ ... ધારો કે અનિવાર્ય સંજોગો ને કારણે આ 3 જાણ પાછા આવ્યા. કે આવતા હતા. તો મને દાદરનું કહીને સોનલ અને બીજા લોકો અધવચ્ચે કેમ ઉતરી ગયા. એનો મતલબ ગઈ કાલે બપોર સુધી બધું બરાબર હતું. ગઈકાલે બપોરે કંઈક બન્યું પછી 2 છોકરી (સોનલને બીજી 1છોકરી ) અને એક પ્રોફેસર એમ 3 જણા મુંબઈ આવવા નીકળ્યા અને દાદરને બદલે કોઈ કારણથી કલ્યાણ ઉતરી ગયા લગભગ 12-35 રાત્રે. લગભગ 1-20 ટ્રેન દાદર આવી.10-12 મિનિટ શોધખોળ પછી એટલે કે લગભગ રાત્રે 1-40 વાગ્યે મેં સોનલને ફોન કર્યો તો નોટ રિચેબલ આવતો હતો અને પેલા સાકરચંદે કહ્યું એ પ્રમાણે સોનલના ફોનની બેટરી ઉતરી ગઈ હતી. પણ તો પછી એ લોકો જ્યારે પેલી મેમના પિયરમાં ગયા ત્યાંથી ફોન શું કામ ન કર્યો? ત્યાં જઈને પોતાના ફોનને ચાર્જ કેમ ન કર્યો? ચાર્જર તો એની પાસે હતું જ. એનો મતલબ કે કદાચ અત્યારે એનો ફોન ચાર્જ થઇ ગયો હશે. વિચારતા વિચારતા એણે સોનલનો નંબર ડાયલ કર્યો. પણ મોબાઈલ કંપની નો મેસેજ સંભળાયો કે તમે જે નંબર ડાયલ કરો છો એ નેટવર્ક ક્ષેત્રની બહાર છે. 2-3 વાર ડાયલ કર્યા પછી એનો એ જવાબ સાંભળીને એ કંટાળ્યો. અને આખરે એણે કંટાળીને ફોન બંધ કર્યો અને કાર સ્ટાર્ટ કરી. ફરીથી કાર રોકીને એણે મોહિનીનો નંબર ડાયલ કર્યો. ફોન એન્ગેજ્ડ આવતો હતો. એણે ફોન સાઈડ માં મૂકીને ફરીથી એક સિગરેટ સળગાવી. જો મોહિની ને ખબર પડશે તો એ ચોક્કસ ગુસ્સે થશે આટલી બધી સિગરેટ બાબત, પણ અત્યારે મગજ ચલાવવું જરૂરી હતું. એણે 2 કસ લીધા ત્યાં મોબાઇલ રણક્યો. સિગરેટ ડેશબોર્ડ પર જ મસળીને ફેંકી દીધી પછી જીતુભા એ ફોન ઉચક્યો અને કહ્યું "હેલ્લો ' એની ધારણા મુજબ મોહિનીનો જ ફોન હતો.

" હેલ્લો જીતુભા ... અમમ સોરી યાર મને આવું બધું નહીં ફાવે હું જીતુ જ કહીશ ચાલશેને?"

"હા હા ચાલશે" જીતુભાને બોલવાનું મન હતું કે તું જાનું કહીશ તો વધારે ગમશે, પણ અત્યારની પરિસ્થિમાં એણે પોતાના દિલ પર કાબુ રાખીને કહ્યું

"સાંભળ, મેં મારા ગ્રુપમાં વાત કરી લીધી છે. કુલ 23 જણા ટ્રીપમાં ગયા હતા. એક પ્યુન બહેન એક પ્યુન 1 ક્લાર્ક અને 2 પ્રોફેસર મેમ. અને 18 સ્ટુડન્ટ જેમાં 11 છોકરીઓ અને 7 છોકરાઓ." આટલો ડિટેઇલ રિપોર્ટ સાંભળીને જીતુભાને થયું હવે જલ્દી પરણી જવું જોઈએ એક પ્રાઇવેટ જાસૂસ ની પત્ની બનવાના તમામ ગુણ મોહિનીમાં છે એવું તેને લાગ્યું.

" ઓકે તો પછી કાલે કેમ સોનલ..."

"એ જ કહું છું". એની વાત અધવચ્ચે કાપીને મોહિની એ કહ્યું. "અમારા એક ફેવરિટ મેમ છે, સરલા મેડમ, એ તો એટલા સીધા અને સરળ છે અને મધ્યમવર્ગી છે કે મોબાઇલ પણ નથી વાપરતા. કાલે બપોરે એમને એટલેકે બીજા મેડમના ફોન પર સરલાબેન માટે કોઈનો ફોન આવ્યો કે તમારા પતિની તબિયત એકદમ ખરાબ છે. અને હોસ્પિટલમાં છે. તે ગભરાઈ ગયા.પછી બધા ટ્રીપ ટૂંકાવી પાછા ફરવાનું નક્કી કર્યું એ લોકો જ્યાં ઉતર્યા હતા ત્યાંથી ખબર પડી કે ગીતાંજલિ ટ્રેન કે જે લગભગ બપોરે 2 વાગે આવે છે એ ટ્રેન 4 કલાક લેટ છે.પછી મેડમે એવું નક્કી કર્યું કે હું એકલી ટ્રેનમાં જતી રહું પણ સાવ એકલા મોકલવા યોગ્ય ન લાગતા, સાથે કોઈ હોય તો દિલાસો રહે એટલે બીજા મેડમે નક્કી કર્યું કે સરલામેમ સાથે કોઈ એકાદ જણ જાય અને બાકીના લોકો ટ્રીપ કન્ટિન્યુ કરે એટલે સોનલ અને એક બીજી છોકરી જીગ્ના એમ 2 છોકરી અને સરલા મેમ એમ 3 જણા જલગાંવ થી સાંજે લગભગ 6 વાગ્યે ટ્રેન માં ચડ્યા થોડી રીકવેસ્ટ થી એમને 3 એ/સીની ટિકિટ મળી ગઈ. પછી ટ્રેન લગભગ રાત્રે 1.30 વાગ્યે દાદર પહોંચી. એ તો તે જ મને કહ્યું હતું." મોહિનીએ એક શ્વાસે આખો રિપોર્ટ આપ્યો.

"ઓકે તો તમારા એ સરલા મેમ કલ્યાણમાં રહે છે. એમને?" જીતુભાએ પૂછ્યું.

"ના એતો સાંતાક્રુઝમાં રહે છે."

"ઓકે તો પછી જીગ્ના કલ્યાણમાં રહે છે?

" કેમ તારે જીગ્નાનું શું કામ છે? હું ક્યાં રહું છું એ તને ખબર છે એટલું ઘણું છે. બીજી છોકરી ના એડ્રેસ નું શું કરવું છે તારે?” મોહિની એ બળતરાથી પૂછ્યું. જીતુભા બીજી છોકરી વિશે પૂછતો હતો એનાથી એને ઝાળ લાગી ગઈ.

"અરે મારી..... (જીતુભા 'જાન ' શબ્દ ગળી ગયો ) મારી વાત સંભાળ" કહીને જીતુભાએ સાકરચંદ સાથે થયેલી વાત એને કહી. ત્યારે માંડ મોહિની નો મૂડ ઠેકાણે આવ્યો.

"પણ મેમ તો સાંતાક્રુઝમાં રહે છે તો ... કલ્યાણ ... કેમ ઉતર્યા. અને હા એક વાત હું કહેતા ભૂલી ગઈ રાત્રે લગભગ 10 વાગ્યે મેમે સોનલના ફોનમાંથી ફોન કરીને ત્યાં ટ્રીપના ગ્રુપમાં કહ્યું હતું કે એના પતિદેવ કઈ થયું ન હતું. કોઈકે એમને ખોટો ફોન કર્યો હતો એમણે હમણાં જ એમની સાથે વાત કરી છે. બધું ઓલરાઈટ છે.”

"સાકરચંદ કહેતો હતો કે મેમે કહ્યું કે અહીંયા મારુ પિયર છે. અને એમની તબિયત કૈક અચાનક ખરાબ થવા લાગી હતી એટલે "

" ઓહ્હ. અને સંભાળ જીતુ બીજા એક બ્રેકિંગ ન્યુઝ છે કે ... મેમ આજથી જ મેટરનિટી લીવ પર જવાના છે. એટલે કે નોકરી છોડીને ક્યાંક બીજે ગામ શિફ્ટ થાય છે. મને હમણાં જ મારી એક ફ્રેન્ડનો મેસેજ આવ્યો. એમની "સી ઓફ"નું નાનકડું ફંક્શન આજે અમારો એક કલ્ચરલ પ્રોગ્રામ 'સંમુખાનંદ' હોલમાં છે એ પૂરો થાય પછી ત્યાં જ છે.“

"મને તારી એ મેમ કંઈક રહસ્યમય લાગે છે." જીતુભા એ કહ્યું. એનો વિચાર એકદમ સાચો હતો સરલાબહેનને ગણ્યાગાંઠ્યા લોકો સિવાય કોઈ ઓળખી શક્યું ન હતું. સીધા સાદા દેખાતા અને સસ્તા કોટનની સાડી બ્લાઉઝ પહેરતા સરલાબેન જરૂરત પડે ત્યારે કેવા ખતરનાક થઇ શકતા હતા, એનો અંદાજ તો એમની સાથે એમના એવા સ્વરૂપમાં જેને પનારો પડ્યો હોય એમને જ ખબર હતી.

ક્રમશ:

શું સરલાબેનને ખરેખર કોઈકે એના પતિ બીમાર હોવાનો ખોટો કોલ કર્યો હતો? કલ્યાણમાં સરલાબેનના પિયરમાં પહોંચીને સોનલે જીતુભાને ફોન શું કામ ન કર્યો.? શુ સોનલનું ખરેખર અપહરણ થયું છે.? કોણ છે આ લગભગ ગરીબ એવા સીધાસાદા દેખતા સરલાબેન. જાણવા માટે વાંચો તલાશ - 5