તલાશ - 43 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 43

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.


"શાહિદ તારી થનારી બેગમનું એટલું કામ નહીં કરે?" નાઝ કૈક નખરા ભેર આંખો નચાવતા શાહિદને કહી રહી હતી.

"અઝહર આ પાગલ છોકરીને કંઈક સમજાવ નહીં તો હું એનું ગળું દબાવી દઈશ" શાહિદે ગુસ્સા ભર્યા અવાજે અઝહરને કહ્યું

"એ પાગલે મને પણ એજ કહ્યું હતું અને મેં ના પાડી તો છેલ્લી 10 મિનિટમાં, મનમાં મારુ 15 વાર મર્ડર કરી નાખ્યું છે એણે" અઝહરને હવે મજા આવતી હતી કેમ કે હવે શાહિદ ફસાયો હતો.

"તમે બન્ને મારી વાત કેમ સમજતા નથી. દોઢ બે કલાકમાં આપણે ત્યાં પહોંચી જઈશું.ત્યાં ડ્યુટી 4 વાગે બદલાય છે. હું કોઈ નર્સ ને બેહોશ કરીને એની રૂમમાં પહોંચી જઈશ અને 10 મિનિટમાં આપણે નીકળી જશું." નાઝ હવે અકળાઈને કહી રહી હતી.

"મુરખી ત્યાં પહેરો દેવા તારા મામુ કે ચાચુ નથી બેઠા કે તને આરામથી એનું મર્ડર કરવા જવા દે અને પછી આરામથી પછી આવવા દે. ભૂલી ગઈ 5 કલાક પહેલા દેવી કોટ પહોંચવાની ભીખ માંગતી હતી." સાહિદ ગુસ્સાથી બોલ્યો.

"પણ ત્યારે હું એકલી હતી અને કોઈ પ્લાન વગર ભાગી નીકળી હતી. અત્યારે તમે બે મારી સાથે છો."

"જો નાઝ એક વાત તારા દિમાગમાં ઘુસાડ કે એ મિશન ફેલ થયું છે. અને એ પેલા ડ્રાઈવરને કારણે જ થયું છે. પરંતુ એ બદલો લેવાનો મોકો મળશે જો આપણે સલામત હશું તો અત્યારે તારી ચાચી તારી રાહ જોતી ઘરે બેઠી છે. અમારા 2 સિવાય બીજા 4 જણા છે જેને તારી સલામતી ની ફિકર છે. એની લાગણીનો વિચાર કર." અઝહરે કહ્યું.

"એની મામી પણ રાહ જુવે છે એ અત્યારે મારી સાથે મારા ઘરે આવશે. સમજ્યો" શાહિદે કહ્યું.

"અરે અરે.. તમે બન્ને માંડ ભેગા થયા છો પાછા લડવા મંડ્યા. હું ના તો શાહિદ તારા ઘરે આવીશ ના અઝહર તારા ઘરે મારા માં-બાપે મારા માટે એક ઘર મૂકી ગયા છે હું ત્યાં જઈશ અને મામી-ચાચી ને હું કાલે નિરાંતે મળી લઈશ. અને પાછા મારા ઘરે,, મારા ઘરે કરો છો મૂર્ખની જેમ એ 2 ઘર વચ્ચે એક જ તો દીવાલ છે."

"પણ તારા વગર મારુ ઘર અધૂરું છે" અઝહરે કહ્યું.

"મારુ પણ" શાહિદે કહ્યું.અને ઉમેર્યું. "નાઝ હવે એ ડ્રાઈવરને ભૂલી જા અને ઘરે ચાલ અને પછી જલ્દીથી મોલવીને પૂછીને તારા અને મારા નિકાહ.."

"નાઝના નિકાહ તો મારી સાથે જ થશે.સમજ્યો તું " કૈક ઉશ્કેરાટથી અઝહરે શાહિદે કહ્યું.

"અરે એ મુર્ખાઓ લડવાનું બંધ કરીને કોઈ મને તો પૂછો કે મારે નિકાહ કોની સાથે કરવા છે." નાઝે હસતા હસતા કહ્યું. અને ઉમેર્યું. "યાદ કરો આજથી 4-5 વર્ષ પહેલા મોહલ્લામાં કોઈ અજાણ્યો આવે તો એને કોઈ કહે નહીં ત્યાં સુધી ખબર પણ ન પડતી કે તમે બન્ને સગા ભાઈઓ કે કઝીન પણ નથી. બન્ને એકબીજાના ઘરમાં આરામથી પોતાના ઘરની જેમ જ રહેતા. આ જ્યારથી મારી સાથે નિકાહ કરવા નું ભૂત તમારા બન્નેના દિમાગમાં ઘુસ્યું છે એ દિવસથી એક બીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું અને મિશનમાં પણ એક બીજાને સાથે નથી રાખવા માંગતા. પણ આજે સવારના પોરમાં તમને બંને ને સાથે 'નાઝને બચાવો' મિશન માં જોયા તો બહુ આનંદ થયો.

"તો હવે તું જ જલ્દી નક્કી કરીને કહે કે અમારા બન્ને માંથી કોની સાથે નિકાહ કરવાની છો." અઝહર અને શાહિદે એક સાથે પૂછ્યું.

"તમને યાદ છે આપણે વિડિઓ પર એક ફિલ્મ જોઈ હતી 'આંખે' ગોવિંદા અને ચંકી પાંડે વાળી"

"હા તો એનું શું છે." અઝહરે અકળાઈને કહ્યું.

એમાં એક બહુ ફેમસ ડાયલોગ હતો જે કાદરખાન અને સદાશિવમરપુરકર વાળો એ યાદ છે.?'

"હા તો એવું શું છે એ ડાયલોગમાં "હવે શાહિદ અકળાયો.

"બહુ ફેમસ ડાયલોગ છે જે અત્યારે તમને બંને ને લાગુ પડે છે "લેકિન, કુરબાની દેગા કૌન" હસતા હસતા નાઝે કહ્યું એ સાંભળીને અઝહ અને શાહિદ પણ હસી પડ્યા.

xxx

"જીતુભા હવે ભૂખ લાગી છે હો"

"તો કોઈ સારી રેસ્ટોરાં જોઈને કાર ઉભી રાખી. કંઈક ખાઈ લઈએ"

થોડીવારમાં એક રેસ્ટોરાં પાસે કાર ઉભી રહી. જીતુભા ફ્રેશ થવા બાથરૂમમાં ગયો કે તરત ભીમસિંહે પૃથ્વી ને ફોન લગાવ્યો અને જીતુભાને ગોમત ગામના તલાટી નું કૈક કામ છે. એ કહ્યું.

"હમમ એનો મતલબ કંઈક જમીનનો મામલો છે. પણ એનું વતન તો કચ્છમાં છે. તો કોના માટે...?"

"હુકમ એ કોઈ મોહિની અને પ્રદીપ અંકલનું નામ લીધું હતું અને હા કોઈક માં અને સોનલ સાથે વાત કરી" સોનલનું નામ સાંભળતા જ પૃથ્વીના શરીરમાં ઝણઝણાટી ઉપડી, પણ એણે મનોમન વિચાર્યું કે આ મોહિની કોણ હશે. સોનલની એક ફ્રેન્ડ તો પેલી જીગ્ના હતી. તો આ મોહિની ... અને જીતુભાની પ્રેમિકા જો મોહિની હોય તો સોનલ કે એની માં સાથે શું કામ એના વિશે જીતુ વાત કરે. અચાનક પૃથ્વીને સાંભર્યું કે તે દિવસે કોલેજમાં એ સરળ બહેન ને પોતે બહાર જાય છે. એવો મેસેજ આપવા ગયો ત્યારે સોનલે એને સ્માઈલ આપી હતી એ વખતે 2 છોકરી સોનલની સાથે હતી એક જીગ્ના અને બીજી .. બીજી કોઈ અજાણી છોકરી કે જેનો ચહેરો પોતે જોયો ન હતો. જીતુભાને બ્લેકમેલ કર્યો ત્યારે એની પ્રેમિકા નો ઉલ્લેખ કરેલો પણ એનું નામ પૃથ્વી ભૂલી ગયો હતો..

"મને લાગે છે કે એ એની પ્રેમિકા ની ફેમિલી વિશે વાત કરે છે. સાંભળ ભીમ તારી જવાબદારી હવે વધી રહી છે. તું એક કામ કર અહીંથી બીજા કોઈને મોકલું છું. તું જીતુને આટલું કહી દેજે " કહીને પૃથ્વી એ ભીમસિંહ ને કૈક સમજાવવા માંડ્યું.

xxx

"હું તમને બરાબર કહું છું તમે આ ગાડીનો નંબર તમારા આવનારા મહેમાનોને આપી દો. એ આપણી ભરોસાની વ્યક્તિ છે." ભીમસેન જીતુભાને ગળે વાત ઊતારવામાં સફળ રહ્યો અને જીતુભાએ પ્રદીપ શર્માને (મોહિનીના પપ્પા) એક ગાડીનો નંબર લખાવ્યો. " આ સુમોના નંબર મોકલું છું એનો ડ્રાઈવર મારો વિશ્વાસુ છે. કઈ ભાવ તાલ કરવાની જરૂર નથી. સવારે 9 વાગ્યે એ એરપોર્ટ પર પહોંચી જશે. તમે સીધા સુમોમાં ગોઠવાઈ જજો અને એને ક્યાં જવું છે એ કહેશો એટલે તમને પહોંચાડી દેશે."

"ભલે. પણ અમારે રાતની ફ્લાઈટમાં પાછું આવવું છે."

"એ વ્યવસ્થા પણ થઇ જશે. અને અંકલ હું આટલામાં જ હોઈશ એટલે બીજું કોઈ ટેન્શન નહીં રહે."

xxx

પોખરણમાં 2-3 કલાક આરામ કરીને જીતુભાઇ ડોક્ટર જયંત મીણાના તલાટી દીકરા યોગેશ મીણા ને ફોન લગાવ્યો અને ગુલાબચંદની ઓળખ આપી મળવાનું કહ્યું. જવાબમાં યોગેશે કહ્યું મારા ઘરે જ આવો અહીં આરામથી બેસીને વાતો કરીશું.

કલાક પછી જીતુભા એના ઘરે પહોંચ્યો ત્યારે સાંજના સાડા પાંચ વાગ્યા હતા.

"હા બોલો, શું કામ હતું મારુ?" યોગેશે પૂછ્યું.

"અહીં ડોક્ટર અંકલ બેઠા છે એની હાજરીમાં મને વાંધો નથી. મને એમકે તમારા બાપુ સામે હશે તો તમને સંકોચ થશે.

"શેનો સંકોચ, કંઈક સમજાય એવું બોલો?"

"ખેર તમારી મરજી, હા તો મારે એટલું જાણવું છે કે કાલે સવારે તમે જે ગોટાળા કરવાના છો એમાં તને કેટલા રૂપિયા મળશે?'" જીતુભાની આ વાત સાંભળી ને નખશિખ ઈમાનદાર ડોક્ટરની આખો પહોળી થઈ ગઈ. એમના પત્નીની આંખો લાલ થવા માંડી તો યોગેશ ની પત્ની શરમથી નીચું જોઈ ગઈ જ્યારે યોગેશને ચહેરા પરથી પરસેવાના રેલા ઉતરવા મંડ્યા. છેવટે કૈક હિંમત ભેગી કરીને એ બોલ્યો." કેવા ગોટાળા અને શું વાત, તમે ગુલાબચંદ અંકલના મોકલેલ મહેમાન છો નહીં તો સરકારી અધિકારી વિષે આવી વાત કરવા બદલ હું તમને લોકઅપમાં પૂરાવત"

"હજી ન સમજ્યો યોગેશ? કાલે જે જમીનના પેપરો સાઈન થવાના છે, જેમ પ્રદીપ શર્મા, હેમા શર્મા અને મોહિની શર્માની ખોટા પેપરો પર સાઈનો લઈને એમની જમીન ત્રિલોકીચંદ અને એના દીકરા અમરના નામે ચડાવી દેવાનો છો એ જમીન.."

"યોગેશ આ બધું શું છે?" ફાટતા અવાજે ડોકટરે પૂછ્યું.

"બાપુ મને કઈ ખબર નથી, હું આ ભાઈને ઓળખતો પણ નથી મેં કઈ રૂપિયા ખાધા નથી"

"તું કાલે પ્રદીપ શર્માના ફેમિલી ની જમીનના કાગળ માં કઈ કરવાનો છે? ડોકટરે હળવા અવાજે પૂછ્યું.

"હા એ લોકો મુંબઈ રહે છે, અહીં આવતા જ નથી એમને પાવર ઓફ એટર્ની ત્રિલોકી ચંદજીને અને અમરના નામે કર્યો છે. એ પાવરના પેપર ફરીથી બનાવવા એ લોકો કાલે મુંબઈથી આવવાના છે. પણ જમીનની માલિકી હક્કના બદલાની કઈ વાત નથી. ઉલ્ટાનું મેં સાંભળ્યું છે કે એમની દીકરી મોહિની અમરને પાગલની જેમ પ્રેમ કરે છે અને પરણવા માંગે છે." યોગેશનું આ વાક્ય સાંભળીને જીતુભાનો પારો છટક્યો અને એક અવળા હાથની ઝાપટ એણે યોગેશ ને ફટકારી. ભીમસેને એને પકડી લીધો નહીં તો એ કૂટાઈ જાત. યોગેશ ની મા ને પત્ની રડવા લાગ્યા. એ જોઈને એના 3 વર્ષના દીકરાએ એમાં સાથ પુરાવવા રડવા માંડ્યું. ડોક્ટર ખિન્ન નજરે જીતુભાને તાકી રહ્યા.

"સોરી અંકલ આ તમારો દીકરો ખોટું બોલી રહ્યો છે. તમે અહીં બહુ લોકોની સેવા કરી છે. અને તમારી નામના છે. એ મને ગુલાબચંદજીએ કહ્યું હતું એટલે હું અહીં તમારા ઘરે મળવા આવ્યો. બાકી કાલે સવારે જ્યારે એ આ બેગમાં રહેલા નકલી પેપર પર પ્રદીપ શર્માની સહી કરવત ત્યારે એને ગિરફ્તાર કરત.. તલાટી મામલતદાર ઓફિસમાં હાજર સેંકડો લોકોની સામે એને હાથકડી નાખીને ઘસડીને લઈ જાત. આ તો તમારી આબરૂ ખાતર.. પણ એણે મને ઉશ્કેર્યો અને મારો હાથ ઉપડી ગયો.. સોરી"

"યોગેશ તારી બેગમાં આ સાહેબ કહે છે એવા કોઈ કાગળ છે?"

યોગેશે કઈ જવાબ ન આપ્યો. "તને પૂછું છું"

"બાપુ એ લોક ખતરનાક છે. એમનું કામ નહીં કરું તો.. તો મને મારી નાખશે"

"મતલબ આ સાહેબ સાચું કહે છે. બરાબર?" જવાબમાં યોગેશે નજર ઝુકાવી લીધી. અને ડોક્ટર માથું પકડીને બેસી ગયા એના પત્ની બધું સાંભળતા હતા એ ઉભા થયા. અને યોગેશની સામે જઈને 2 કચકચાવીને લાફા એના બન્ને ગાલ પર માર્યા. અને પછી કહ્યું ""નીકળીજા હરામખોર મારા ઘરમાંથી" કહી અને ડોક્ટર તરફ ફરી અને કહ્યું.”કાઢો આ નપાવટ આપણા ઘરની બહાર, કોણ જાણે કેટલા વખતથી આપણા પવિત્ર ઘરમાં એ હરામ ની કમાણી લઇ આવતો હશે.” છોકરું રડતું રડતું યોગેશ પાસે ગયું તો યોગેશની પત્નીએ એને ખેંચી લીધું. અને કહ્યું "માં બાપુ હું મારે પિયર જતી રહીશ જો આ અહીં રહેવાના હશે તો."

જીતુભાએ બધાને શાંત પડતા કહ્યું. " થોડી શાંતિ રાખો. ભૂતકાળમાં એને જે કર્યું છે એ તમે એની સાથે સમજી લેજો પણ જે આવતી કાલે સવારે એ કરવા માંગે છે એ રોકી શકાશે. કોઈના હક્કની કરોડો રૂપિયાની જમીન માત્ર થોડા હજાર રૂપિયા માટે એ બીજાને નામે ચડાવી દેવાનો છે. અને એના પુરાવા એની બેગમાં જ છે. છતાં હું એને માફી આપી એક નવી શરૂઆત કરવાની તક આપી શકું છું તમે લોકો પણ એને માફ કરી દો."

"પણ, પણ સાહેબ તમે તમે અમારી મદદ શા માટે કરવા માંગો છો." ડોકટરે પૂછ્યું.

હું મદદ કરીશ કેમ કે એમાં મારો સ્વાર્થ છે. હું યોગેશને બચાવી લઈશ પણ મારી કેટલીક સરતો છે." જીતુભાએ કહ્યું.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર