તલાશ - 30 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 30

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"બાપુ હવે બહુ થઇ ગયું તમે પ્રદીપ અંકલ સાથે વાત કરવાના છો કે પછી હું કઈ કરું?"

"ના. તારી વાત સાચી છે. હું જ કંઈક કરું છું."

"પણ ક્યારે?"

"હમણાં જ ફોન કરું" કહીને ત્રિલોકચંદ્ર શર્માએ ફોન લગાવવા મંડ્યો. જયારે એની સામે બેઠેલો એનો દીકરો અમર ધ્યાનથી એમની વાત સાંભળવા માંડ્યો.

xxx

પ્રદીપ શર્માના ઘરમાં ધમાલ ચાલતી હતી. આજે દીકરીના થનારા સાસરિયા અને જમાઈ પહેલી વખત એમના ઘરે જમવા આવવાના હતા. રસોડામાં મોહિની અને એની મમ્મી હેમા બહેન જાતભાતની વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હતા. આમ તો સુરેન્દ્રસિંહે સોનલ દ્વારા કહેવડાવ્યું હતું કે. જમવાનો પ્રોગ્રામ ન રાખો પણ પ્રદીપ શર્માએ ખુબ આગ્રહ કર્યો હતો. છેવટે સાવ સાદુ જમવાનું બનાવવાની વાત થઇ હતી. પણ હેમા બહેન માન્ય ન હતા. 'દીકરી તું ગુજરાતી ઘરમાં જવાની તો ભલે ત્યાં જઈને બધું બનાવતા શીખજે, પણ આજે જોઈ તો લે કે કેટલી વાનગીઓ હોય છે. મહેમાન આવે ત્યારે ' કહીને એમણે ટિપિકલ ગુજરાતી મેન્યુ આખેઆખું બનાવવાની કોશિશ સારું કરી દીધી. એમના આસ પડોશમાં લગભગ બધા ગુજરાતી હતા. એટલે રસોઈ બનાવવામાં કઈ જાજી મુશ્કેલી પડી ન હતી. પણ ખીચડી કઢી છુટ્ટી દાળ શ્રીખંડ પુરી અથાણું સંભારો પાપડ સલાડ. મોહિની આશ્ચર્યથી એની મમ્મી સામે જોતી હતી એણે કહ્યું." મોમ સોનલે કહ્યું છે. સાદું જ જમવાનું બનાવજો."

" હા તો સાવ સાદું જ બનાવ્યું છે."

"અરે પણ આટલી વસ્તુ"

"હા આમ તો સાવ સાદું જ છે. ખાલી એ લોકો પહેલીવાર જમવા આવે છે. એટલે શ્રીખંડ બનાવ્યું છે. આમાં ખીચડી કઢી પુરી અને છત્તી દાળનું મારી પાસે બીજું ઓપ્શન હતું. બાજરાના રોટલા ઓળો, ખાટા ઢોકળા કે પછી ખાંડવી કે પછી ભરેલી દાળઢોકળી. અને દાળભાત સાથે છાસ "

"મોમ તું મને પાગલ કરી નાખીશ."

"અરે તમે માં દીકરી કઈ બનાવો છો કે પછી વાતોજ કરો છો" પ્રદીપ શર્માએ રસોડામાં ડોકિયું કરતા પૂછ્યું.

"રસોઈની ચિંતા છોડો અને ઓલો આઇસ્ક્રીમ પાર્સલ વાળો ક્યાં પહોંચ્યો એ જુઓ. એ ફ્રિજમાં મુકાઈ જાય એટલે એક કામ થાય."

"ભલે" કહીને પ્રદીપ શર્મા રસોડામાંથી દીવાનખાનામાં આવ્યા એજ વખતે એમનો ફોન રણક્યો. "હલ્લો" કહેતા એ સોફા પર ગોઠવાયા.

"કેમ છે પ્રદીપ" સામેથી ત્રિલોકચંદ્ર શર્માનો અવાજ આવ્યો. ત્રિલોકચંદ્ર શર્મા એના બાળપણનો મિત્ર હતો. એ રાજસ્થાનમાં જ રહેતો હતો જ્યાં પ્રદીપ શર્માનું પૈતૃક ગામ ખેતીવાડી હતા. પ્રદીપ શર્માની કેટલીક જમીન હતી એના પર વાવણી કરવાથી લઈને ઉપજના ભાગ સુધીનું બધું કામ ત્રિલોકચંદ્ર શર્મા અને એનો દીકરો અમર સંભાળતા. કેટલાક વર્ષ પહેલા ટૂંકી બીમારીમાં અનિલની માં મૃત્યુ પામી હતી. હેમા લગ્ન પછીના જે 2-3 વર્ષ ગામડે રહી ત્યાં અનિલની માં એની સહેલી હતી. પારિવારિક સંબંધો હતા.

"અરે વાહ ત્રિલોક, શું ચાલે છે. આજ કલ."

"કઈ ખાસ નહીં. શું ચાલે છે. મુંબઈ માં?"

"બસ રામજીની ક્રિપા છે."

"તો ક્યારે આવે છે. અહીં જેસલમેર?"

"હમણાં તો કોઈ પોગ્રામ નથી કેમ કઈ ખાસ વાત છે?"

"હા અમુક જમીન સરકારની યોજનાઓમાં ડૂબમાં જાય છે. એટલે તારી હેમા અને મોહિનીની સહીઓ જરૂરી છે. વળતર ખાસ્સું મળશે. પણ જે લોકોના કાગળ અપડેટ નથી કે પ્રોપર સાઈન નહીં થાય એ લોકોની જમીન તો જશે જ પણ વળતર માટે વરસો સુધી કોર્ટના ચક્કર કાપવા પડશે. મેં ગોઠવણ કરી છે. તલાટી મામલતદાર સાથે અત્યારે જ નીકળી જાઓ બધા કાલે અહીં મારા જ ઘરે એ લોકોને બોલાવી લઈશ 26 જાન્યુઆરી છે. અહીં ઘરે જ બધા કાગળ કમ્પ્લીટ થઈ જશે. લગભગ 40-45 લાખ હાથમાં આવશે. "

"પણ અત્યારે ને અત્યારે"

"હા કાલે એ લોકોને થોડી પ્રસાદી આપીને ઘરે બોલાવ્યા છે. પછી ઝટ હાથમાં નહીં આવે ને કામ રખડી જશે. અને હું તો કહું છું કે આવે જ છે તો અમર અને મોહિનીની.."

"જો ત્રિલોક, તું મારો મિત્ર છે. અને અમર પણ ખુબ સારો છોકરો છે. પણ સૌથી પહેલી વાત અત્યારે છોકરાઓની મરજી મુજબ જ લગ્ન ગોઠવવા જોઈએ. અને" કંઈક મન મક્કમ કરીને પ્રદીપ ભાઈએ કહ્યું. "મોહિની કોઈકને પસંદ કરે છે. છોકરો ખુબ જ સારો અને હોશિયાર છે. અને અત્યારે એના ઘરના બધા મારે ત્યાં જમવા આવી રહ્યા છે. એટલે આજેને આજે નહીં નીકળાય ઉપરાંત મારી ફેકટરીમાં બધું કામકાજ ગોઠવીને નીકળવું પડે એટલે શનિ-રવિ સિવાય પોસિબલ નથી."

"પણ આપણી મિત્રતા, તારી મારી દોસ્તી સુશીલા અને હેમાનું સખીપણુ. અને 2-3 વર્ષે મોહિની અને અમર તમે લોકો વેકેશનમાં આવો છો ત્યારે મળે છે. એટલે અમરને તો મોહિની ખુબ જ ગમે છે. તો આપણે વેવાઈ બની જઇયે તો શું વાંધો છે. અમર મારો એક માત્ર વારસદાર છે લગભગ 15-18 કરોડની મારી મિલ્કત..."

"તો અમરને સમજાવી દેજે ત્રિલોક" સહેજ ઘાટો પાડીને પ્રદીપ ભાઈએ કહ્યું એ સાંભળીને મોહિની અને હેમા બહેન રસોડામાંથી ધસી આવ્યા. એમને જોઈને પ્રદીપભાઈએ ફોનનું સ્પીકર ઓન કર્યું. અને કહ્યું. "ત્રિલોક, અમર ખુબ હોશિયાર છે તારો ઘંધો સાંભળી લીધો છે. એને ખુબ સરસ છોકરી મળશે. પણ એને કહેજે મોહિનીને ભૂલી જાય. ક્યાંક એવું ન થાય કે આપણા વરસોનાં સંબંધો ખરાબ થઇ જાય."

"અરે પ્રદીપ" ત્રિલોકચંદ્રનો અવાજ સ્પીકર માંથી આવતો હતો." આ તો મોહિનીનું મન હોય અને તમારા લોકોનું મન માને તો જ વાત હતી. તું તો આકરો થઇ ગયો. મોહિનીની સગાઇ - લગ્ન થશે ત્યારે તારા કરતા પહેલા હું જ આશિષ આપીશ. ચાલ તો જલ્દી મળીયે." કહીને એણે ફોન કટ કર્યો.

"શું કહેતા હતા ત્રિલોક ભાઈ?'" હેમા બહેને પૂછ્યું.

"એના અમર હારે મોહિનીના લગ્ન કરાવવા છે એને" પ્રદીપભાઈએ ગુસ્સાથી કહ્યું. અને ઉમેર્યું "એની પાસે 10-15 કરોડની પ્રોપર્ટી છે. પણ એવી અફવા પણ ગામના લોકો પાસેથી સાંભળવા મળી છે કે અમરની નજર જરાય સારી નથી. એટલે ગામમાં કૈકનો માર ખાધો છે. અને ઘરમાં બાપ-દીકરો એકલા જ છે. એટલે એના 32 વર્ષના ઢાંઢાં હારે મારી 21 વર્ષની દીકરીને પરણાવવા માંગે છે. ખેર તમે લોકો કઈ ચિંતા ન કરો આપણે આમેય શનિ-રવીમાં ગામમાં જવાનું જ છે. એટલે રૂબરૂ એને બધું સમજાવી દઈશ. અને અમુક જમીન આપણી ડૂબમાં જવાની છે એ સિવાયની બાકીની જમીન પણ કોઈ સારો માણસ ગોતી ને વેચી નાખશુ. મારે હવે એ હલકટ સાથે કોઈ સંબંધ રાખવો નથી એની હિંમત કેવી રીતે થઇ"

xxx

"બાપુ શું કહ્યું પ્રદીપ અંકલે?" અમરે ફોન કપાતા જ પૂછ્યું.

"દીકરા લાગે છે કે સીધી આંગળીએ ઘી નહીં નીકળે. હવે તો આપણો અસલી રંગ બતાવવો પડશે એ પ્રદીપિયાને આટલા વરસો સુધી એની જમીનની માવજત કરી કે ચાલો આખરે તો આપણા જ ભાગમાં આવશે મુંબઈ ગયા પછી મોહિની નો જન્મ થયો પછી એક વાર એ લોકો સહકુટુંબ આવેલા ત્યારે પ્રદીપ ને કહ્યું હતું કે મોહિની - અમરનું ગોઠવી નાખીયે ભલેને લગ્ન પછી કરશું. પણ એણે ના પાડી દીધી. પછી તારી માં મરી ગઈ ત્યારે ખરખરો કરવા આવ્યા ત્યારે મેં હેમા અને પ્રદીપ બેઉને કહ્યું તો બન્નેએ ઘસીને ના કહી દીધી હતી. આજે એટલે જ એને 40-50 લાખની લાલચ આપીને બોલાવ્યા અને આપણી 10-15 કરોડની મિલકત વિશે પણ કહ્યું. પણ એ હરામખોર મને સંબંધ તોડી નાખીશ એવું કહે છે. હવે આવવા દે એને અહીં ગામમાં. મોહિનીને આપણા ઘરની વહુ બનાવ્યા વગર એને જીવતો અહીંથી નહીં નીકળવા દઉ. એક કામ કર વાડીએ થોડા માણસોનો બંદોબસ્ત કરી નાખ હું એને ફોન કરીને સીધો વાડીએ જ બોલાવી લઈશ એટલે ગામમાં જા જો ગોકીરો ન થાય."

xxx

"હેલ્લો સુમિત જી ગુડ ઇવનિંગ બ્રિગેડિયર સતનામ સિંહ બોલું છું."

"બોલો સાહેબ, હુકમ કરો."

"સુમિતજી સ્નેહા જી ને ક્યારનો ફોન કરું છું નોટ રિચેબલ આવે છે. એટલે તમને ડિસ્ટર્બ કર્યા એક અગત્યની વાત હતી. તમારી થોડી ફેવર જોઈએ છે."

"કઈ વાંધો નહીં બોલો હું શું કરી શકું?'

"જેસલમેરમાં એક સ્થાનિક મોટા વેપારી છે. ગુલાબચંદ ગુપ્તાજી." કહીને બ્રિગેડિયરે એમને મિલિટરી ઇંટેલિજંસ દ્વારા મળેલ માહિતી સુમિતને આપી કે જે એમને જગતસિંહ દ્વારા એના ઉપરીઓ પાસેથી થઈને મળી હતી.

"ઓકે. તો તમે હવે મારા પાસેથી શું ઈચ્છો છો?' સુમિતે પૂછ્યું.

"મારે મારા માણસોને આમ નથી સંડોવવા. હું ઈચ્છું છું કે તમારી કંપની આ છોકરી વિશે તપાસ કરીને એને આ મામલામાંથી તુરંત દૂર કરે. આપણી જે 'ડીલ' છે. એ પ્રમાણે સપ્લાય ચાલુ રહે અને. કોઈ અડચણ ન આવે. જરૂરત લગતી હોય તો હું અનોપચંદજી સાથે વાત કરું." બ્રિગેડિયરે કહ્યું.

"એની કોઈ જરૂર નથી માત્ર તમારા ખબરીનો કોન્ટેક્ટ મારા માણસ સાથે કાલે બપોરે કરાવી આપવાની તમારા યુનિટને સૂચના આપી દેજો બાકી હું ફોડી લઈશ કાલે બપોરે મારો માણસ તમારા જગતસિંહ સાથે વાત કરશે."

"કોને મોકલો છો એનું નામ?"

"રાત્રે 10 વાગ્યા સુધીમાં જણાવી દઈશ. કોઈ કેપેબલ માણસ હોવો જોઈએ એટલે અત્યારે નામ નથી આપી શકતો પપ્પા સાથે વાત કરી તમને 10 વાગ્યે જણાવું છું."

"ઠીક છે. તો હું મારા સોર્સને કહું છું કે કલ બપોર સુધીની મૂવમેન્ટ પર નજર રાખે પછી તમારી જવાબદારી."

ફોન કટ થયા પછી સુમિતે અનોપચંદને ફોન કરીને જણાવ્યું અરજન્ટલી કોઈને કોઈને જેસલમેર જઈને આ આખા કિસ્સાને હેન્ડલ કરવા કહ્યું. અને 10 વાગ્યા પહેલા બ્રિગેડિયર સાથે સામેથી વાત કરવાની પણ તાકીદ કરી.

xxx

ડાયનિંગ ટેબલ પર બધા બેઠા હતા. હલકી ફૂલકી વાતોનો દોર ચાલુ હતો. અચાનક જીતુભાનાં મોબાઈલની રીંગ વાગી. સ્ક્રીન પર જોયું તો અનોપચંદનું નામ હતું. "હા બોલો કહીને એને ફોન ઉચક્યો "સાંભળ જીતુ, તને લાગશે કે હું તારી પાસે બહુ જ કામ કરવું છું. પણ મારી પાસે અત્યારે તારો કોઈ વિકલ્પ નથી."

"કઈ વાંધો નહીં બોલો શું હતું?"

"સવારે 6-30 વાગ્યાની તારી ફ્લાઇટ છે. તારે જેસલમેર જવાનું છે."

"શું જેસલમેર? પણ આપણે તો સવારે 10 વાગ્યે તમારી ઓફિસમાં"

"તું પાછો આવીશ પછી આપણે વાત કરીશું. તારા બધા સવાલના જવાબ આપીશ."

"પણ મારા મામા સુરેન્દ્રસિંહ તમે ઓળખો છો એ તમને અરજન્ટલી મળવા માંગે છે. કેટલીક કામની વાત છે." સાંભળીને અનોપચંદ ચોંક્યો. પણ એણે કળાવા ન દીધું માત્ર એટલું જ કહ્યું." હું તને સુમિતનો મારા મોટા દીકરાનો નંબર મોકલું છું. શું કામ છે એ એના પાસેથી સમજી લે. તું તારું કામ કરવા જેસલમેર જા. અને એમને અગર સમય હોય તો સવારે 10 વાગ્યે ઓફિસે આવી જાય. હું એમને 10 થી 10-30 સુધી મળી શકીશ."

"એક મિનિટ તમે મામાને કહી દો " કહી જીતુભાએ સુરેન્દ્રસિંહ ને ફોન આપ્યો.એમણે પ્રશ્ન સૂચક રીતે જીતુભા સામે જોયું જીતુભાએ કહ્યું.'અનોપચંદજી છે.' સાંભળીને બધા ચોંકી ઉઠ્યા. આવડો મોટો ઉદ્યોગપતિ જીતુભા સાથે ડાયરેક્ટ વાત કરી રહ્યો હતો.

"સુરેન્દ્રસિંહ તમને સમય હોય તો સ્વરે 10 વાગ્યે મારી ઓફિસમાં મળો. કંપનીની કાર તમને લેવા સવારે 9 વાગ્યા આસપાસ આવી જશે. ફાવશે ને?' અનોપચંદનો ઘૂંટાયેલો અવાજ સુરેન્દ્રસિંહના કાનમાં રેલાતો હતો.

"હા. હા. ફાવશે. પણ કાર મોકલવાની શું જરૂરત છે, હું ટ્રેનમાં કે ટેક્સી કરીને."

"જરૂરત છે. સુરેન્દ્ર સિંહ મારી કંપનીમાં કામ કરનાર તમામ કર્મચારી કે એના કુટુંબી મને મળવા આવે ત્યારે મારી કંપનીના વાહનમાં જ આવે છે. તો સવારે 9 વાગ્યા આજુબાજુ તમારા ઘર નીચે મારો ડ્રાઈવર તમારી રાહ જોતો હશે."

.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર