તલાશ - 38 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 38

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

67 આલબર્ટ સેન્ટ રોડના કોર્નર પર પબ્લિક પાર્ક ની બાજુમાં આવેલ એક 3 માળના રોમન શૈલીમાં બનાવેલ બિલ્ડિંગના મુખ્ય દરવાજા પર બોર્ડ હતું. 'NASA' યાને નિનાદ અગ્રવાલ સિક્યુરિટી સર્વિસ. એમાં ત્રીજે માળે આવેલા એક આલીશાન ચેમ્બરમાં માઈકલ કૈક વ્યગ્રતાથી બેઠો હતો. આજે સવારે 7 વાગ્યે મોટા બોસ સુમિત અગ્રવાલ નો ફોન આવ્યો અને એક અરજન્ટ કામ એને સોંપ્યું હતું. કે એક ઇન્ડિયન છોકરો કે જે ઓક્સફર્ડમાં ભણે છે એ ક્યાં રહે છે એ શોધી અને એ જ્યાં રહે છે ત્યાં એ નજરકેદ છે એને છોડાવીને ભારત પહોંચતો કરવો. માઈકલ એ વખતે ઘરે હતો. " સર હું એક કલાકમાં રિપોર્ટ આપું."

"રિપોર્ટ તો આપજે માઈકલ પણ મને રિઝલ્ટ જોઈએ છે. વધુમાં વધુ 24 કલાક. સમજાયું. તને કોઈ દિવસ આટલી ટૂંકી ડેડલાઇન નું કામ સોંપાયું નથી આના પરથી અર્જન્સી સમજજે." કહીને સુમિતે ફોન કટ કર્યો. માઈકલે એના ઓક્સફર્ડમાં રહેલા સોર્સને ફોન કરી છોકરાનું વ્હેર અબાઉટ અને ઘરનું એડ્રેસ શોધવાનું કામ સોંપ્યું. અને પછી પોતાની પત્ની સિન્થિયા ને જગાડી. સિન્થિયા રાત્રે મોડી લગભગ 32 વાગ્યે એક પાર્ટીમાંથી આવી હતી. "સિન્થિયા ઉઠ, ચાલ એક ઓપરેશન પૂરું કરવાનું છે. સુમિત સર નો ફોન હતો અરજન્ટ છે. કહીને એને ઉઠાડી. પોતે પોતાની દીકરી મિશેલને સ્કૂલ માટે તૈયાર કરવામાં લાગ્યો. મિશેલને સ્કૂલમાં રવાના કરી એટલી વારમાં હાઉસ ટેકર મિસિસ બ્રિગેન્ઝા આવી પહોંચ્યા હતા. અને નાસ્તો બનાવી નાખ્યો હતો. નાસ્તો કરી પતિ પત્ની 'નાસા' ઓફિસ પહોંચ્યા. રસ્તામાંથી ફોન કરીને ચાર્લી, જ્યોર્જ અમે માર્શા ને પણ ઓફિસમાં બોલાવી લીધા. અને અને ઓક્સફર્ડ ના સોર્સનો બધી ડીટેલ વાળો જવાબ મળતા સિન્થિયા અને બાકીનાં 3 'ઓપરેશન ડેઝર્ટ' માટે નીકળ્યા. જ્યારે લંડન જ નહીં આખા યુરોપનો 'નાસા' નો બોસ માઈકલ ઓફિસમાં જ રહ્યો કેમ કે સબ્જેક્ટ (નવીન)ને ત્યાંથી છોડાવીને ફ્રાન્સ શિફ્ટ કરવાનો હતો અને ત્યાંથી ભારત મુંબઈની કનેક્ટિંગ ફ્લાઈટમાં ચડાવવાનો હતો. જો લંડન થી ફ્લાઈટમાં ચડાવે તો કદાચ એને કિડનેપ કરવા વાળા બીજો કોઈ હુમલો કરે અથવા દિલ્હી ઉતારે તો ત્યાં પણ કદાચ એ લોકો ઘાત લગાવીને બેઠા હોય તો? એટલે પેરિસ થી મુંબઈ નું નક્કી થયું. એને ઉચકવા માટે ચોપર પાઇલટ અને ટિકિટની વ્યવસ્થા ઉપરાંત હાથમાં રહેલા બીજા સિક્યુરિટી રિલેટેડ કામ પુરા કરવા માટે સિન્થિયા અથવા માઈકલની હાજરી ઓફિસમાં જરૂરી હતી. . "નાસા' એ ચાર વર્ષમાં ગજબનું નામ ઉભું કર્યું હતું. ધન કુબેરો ને તથા એમના કુટુંબને પર્સનલ સુરક્ષા ગાર્ડ પુરા પાડવા ઉપરાંત અગત્યના સ્થળો અને ખાનગી મિલકત ફેક્ટરીઓને સુરક્ષા ગાર્ડ પુરા પાડવાનું તેનું મુખ્ય કામ હતું. એ સિવાય યુરોપ બહાર વસતા ધનકુબેરો પોતાના સુરક્ષાકર્મીઓને પોતાના ખર્ચે 'નાસા'માં ટ્રેનિંગ માટે મોકલતા. જેથી પોતાની સુરક્ષા સારી રીતે થઇ શકે. સુમિત નો ફોન આવ્યો એને લગભગ 15 કલાક થવા આવ્યા હતા માઈકલ સિન્થિયા તરફથી મળનારા જવાબની રાહ જોઈને બેઠો હતો ત્યાં એના મોબાઈલમાં ચાર્લી નો ફોન આવ્યો 'ઓપરેશન ડેઝર્ટ સફળ થયું છે. માઈકલે પૂછ્યું તમે ચોપર ના સ્થળે કેટલી વારમાં પહોંચશો?"

"20 મિનિટમાં" ચાર્લી જવાબ આપ્યો 

"ત્યાં એટલી વારમાં ચોપર પહોંચી જશે. કેટલા મુસાફર?"

 "હું અને નવીન" ચાર્લી જવાબ આપ્યો. અને ઉમેર્યું સિન્થિયા કહેતી હતી કે એ લિફ્ટ લઈને લંડન પહોંચશે. જ્યારે જ્યોર્જ અને માર્શા અમે સવારે આવ્યા એ વેનમાં."

"ઠીક છે એમને કહેજો નંબર પ્લેટ બદલી નાખે અને હેડ લાઇટની ડિઝાઇન ચેન્જ કરે ક્યાંક બીજે કાલે આખો દિવસ રોકાય  કાલ સાંજે લંડનમાં આવે." કહીને માઈકલે ફોન કટ કર્યો અને ચોપર માં રેડી રહેલા પોતાના એજન્ટને ફોન કર્યો "ડેસ્ટિનેશન તને ખબર છે. હવામાન સાફ છે. 15 મિનિટ."

"ઓ કે સર" કહી પાઇલટે ફોન કટ કર્યો અને ચોપર સ્ટાર્ટ કર્યું. 'નાસા' બિલ્ડિંગની ટેરેસ પર પાર્ક થયેલું ચોપર ધીરેથી ઉચકયું અને ઓક્સફર્ડની દિશામાં આગળ વધ્યું.

xxx

"મહેરબાની કરીને મને મારતા નહીં. મારા પપ્પાને કહીને તમને જોઈએ એટલા રૂપિયા અપાવીશ. ભાનમાં આવેલ નવીન કરગરતો હતો.'

"મિસ્ટર નવીન તમે હવે આઝાદ છો. સુમિત સર કે જે મુંબઈમાં છે અમે એમની મોકલેલ ટીમ છીએ અમે તમને છોડાવ્યા છે. હવે અમારી સાથે ચાલો આપણે થોડું ચાલતું જવાનું છે. પછી ચોપરમા ફ્રાન્સ પેરિસ ત્યાંથી ઇન્ડિયા મુંબઈ ની ફ્લાઇટ. " સિન્થિયા એને કહી રહી હતી પણ નવીન ના સમજમાં કઈ આવી રહ્યું ન હતું. બેત્રણ વાર સમજાવીને સિન્થિયા કંટાળી આખરે એણે સુમિતને ફોન લગાવ્યો. "સર આ મિસ્ટર નવીન કહે છે એ તમને ઓળખતા નથી. અને એના ફાઘર સાથે વાત કરવા જીદ કરે છે."

"એને ફોન આપો હું વાત કરું છું રાત્રે બે વાગ્યે કાચી નીંદરથી ઉઠેલા સુમિતે કહ્યું. નવીન લાઈન પર આવ્યો એટલે સુમિતે એને કહ્યું "નવીન આ લોકો મારા માણસો છે અને સારા માણસો છે. હું તારા પપ્પા ગુલાબચંદ ગુપ્તાને ઓળખું છું તે 'અનોપચંદ એન્ડ કૂ 'નું નામ સાંભળ્યું હશે એ અનોપચંદ નો મોટો દીકરો છું આ લોકો કહે એમ કર એટલે 10-12 કલાક માં તારા માં-બાપ પાસે પહોંચી જઈશ. અને હવે કઈ કામ હોય તો જીતુભાને ફોન કરજે. મારી 2 કલાકમાં ફ્લાઇટ છે મારો કોન્ટેક નહીં થાય. સિન્થિયા પાસે જીતુભા નો નંબર છે."

"થેન્ક્યુ સુમિતભાઈ. તમારો ઉપકાર કહી નવીને ફોન કટ કર્યો પછી નવીનના પાસપોર્ટ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ લઈને બધા ત્યાંથી ચોપર ઉતરવાનું હતું એ તરફ રવાના થયા. 

xxx

અડધો કલાક પછી ચોપર રવાના થયું એમાં ચાર્લી અને નવીન હતા.  એના પહેલા માર્શા અને જ્યોર્જે કારની નંબર પ્લેટ અને હેડ લાઈટની ડિઝાઇન ચેન્જ કરી હેડલાઇટ ની ડિઝાઇન મોડીફાય કરવામાં આવી હતી. અને એ લોકો નીકળી ગયા. ચોપર પેરિસ માં આવેલ 'નાસા'ની ઓફિસના નિયત કરેલ પાર્કિંગ લોટમાં પહોંચ્યું ત્યારે. ત્યાં એક એજન્ટ નવીન ની ટિકિટ લઈને તૈયાર ઉભો હતો. ચોપર ઉતર્યું ત્યાંથી પેરિસનું એરપોર્ટ 'ચાર્લ્સ દ ગોલ' 15 મિનિટ ના રસ્તે હતું. એજન્ટ પોતાની કાર લાવ્યો હતો. ચાર્લી અને નવીન ને એરપોર્ટ પર ઉતારી એ વિદાય થયો નવીનની ઇન્ડિયાની ફ્લાઇટ ઉપડવાને હજી કલાકની વાર હતી. બોર્ડિંગ પાસ બનવાનું જસ્ટ શરૂ થયું હતું. "આ ફોન રાખ. આમ મારા ‘સર' જીતુભા નો નંબર છે. પ્રિ પેડ કરાવેલ છે. આ થોડા પાઉન્ડ અને થોડા ઇન્ડિયન રૂપિયા છે. મુંબઈમાં તમને અનોપચંદ એન્ડ કૂ નો કોઈ માણસ મળશે જે તને તારા ઘર સુધી પહોંચાડશે. ત્યાંથી તારું ઘર કેટલું દૂર છે.?" ચાર્લી એ પૂછ્યું. 

" લગભગ 16 કલાક" નવીને જવાબ આપ્યો. 
"ઓ કે ચિંતા ન કર કૈક થી જશે તું જલ્દી તારા મોમ ડેડ ને મળીશ કહી ચાર્લી વિદાય થયો એજ વખતે ચાલતી નીકળેલ સિન્થિયા ને લીફ્ટ મળી હતી લંડન માટેની.  એ પહેલા એણે કબજે કરેલા બધા ફોન ના સીમ કાર્ડ માંથી 3 તોડીને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા 2 સિમ કાર્ડ ચાર્લી ચોપરમાંથી તોડીને ફેંક્યા હતા તો 2 સીમકાર્ડ જ્યોર્જ ઉત્તર તરફ જતી વખતે ક્યાંક ફેંક્યા હતા. 

xxx

નાઝનીન, હની-ઈરાની ના પાકિસ્તાની આકા ને સમજાતું નહોતું કે નાઝે એવું કેમ પૂછ્યું કે બધું બરાબર છેને? સાંજને સાડા સાત વાગ્યે એણે  ફોન કરેલો તો બધું ઓકે હતું. અચાનક એની નીંદર રાત્રીના અઢી વાગ્યે ઉડી ગઈ. કંઈક આંતર સ્ફૂર્ણાથી એણે  'કીડલિંગટનમાં ફોન લગાવ્યો પણ  અવેલેબલ આવ્યો એનું હૈયું ધડકન ચુકી ગયું કંઈક અમંગળ ના ભણકારા એના મનમાં સાંભળવા લાગ્યા. એને 2જા માણસનો ફોન જોડ્યો એ પણ નોટ રિચેબલ આવ્યો. પછી 3-4-5-6-7 બધાના ફોન લગાવી જોયા. એક પણ ફોન લાગ્યો નહીં. "ઓહ કંઈક ગરબડ છે. નક્કી કંઈક લોચો વાગ્યો છે.” વિચારતા એને પોતાના લંડનના સોર્સ ને ફોન જોડવા માંડ્યો. 

xxx

જે વખતે નાઝનો પાકિસ્તાની આકા લંડન વાત કરતો હતો એ વખતે  રિંગ વાગી. એ ફોન મોહિની નો હતો. "સોરી જીતુ મેં તને અડધી રાત્રે જગાડ્યો."

"અરે એમાં સોરી શું. ઉલ્ટાનું મારે આજ ટાઈમે ઉઠવાનું હતું. "

"કેમ આટલું વહેલું ક્યાં જવું છે તારે?"

"છે કોઈ ભારત છોડીને ભાગવાની તૈયારીમાં એને પકડવા. બોલ તે શું કામ ફોન કર્યો હતો.?

"જીતુ, મને બહુ જ ડર લાગે છે. ગુરુવારે સવારે અમે જેસલમેર ફ્લાઈટમાં જશું. ત્યાંથી ટેક્સી કરીને અમારે ગામ સાંજ  પેપર વર્ક પૂરું કરીને રાત્રે પાછા ફ્લાઈટમાં મુંબઈ."

"તો સારું છે ને તારે ઓલ તારા કહેવત અંકલને ઘરે જવું નહીં પડે."

"જીતુ બધા લોકો તારા કે સુરેન્દ્રમામાં જેવા સજ્જન ન હોય મને બહુ જ ડર લાગે છે. એ લોકોની ગામ માં ધાક છે. મારી તો નીંદર ઉડી ગઈ છે. "

"તને મારા પર વિશ્વાસ છે?"

"હા એટલે તો તને અત્યારે જગાડ્યો. પણ તું કોઈ  ને પકડવામાં તારી નોકરીમાં બીઝી હોઈશ. અને એ લોકો દગો કરશે એવો ડર છે."

"રિલેક્સ કઈ નહીં થાય. તને એવું લાગે કે મુસીબતમાં છો તો ફોન કરી દે જે હું તરત જ આવી જઈશ."

"પણ ફોન કરવા  હોય કે મારો ફોન કોઈ છીનવી લે તો?" 

"તો તું મોટેથી મારુ નામ લઈને રાડ પાડજે બસ. જીતુભાએ મજાક કરતા કહ્યું અને મોહિની હસી પડી. "તું ચિંતા ન કર હું તને કઈ નહીં થવા દવ" જીતુભા એ કહ્યું.  

xxx

જીતુભા બાથરૂમમાં ગયો ત્યાં  મોબાઈલમા રિંગ વાગી.બહાર આવી ને જોયું તો મોહનલાલ નો ફોન હતો. "હા મોહનલાલ બોલો."

"ઓપરેશન ડેઝર્ટ' સક્સેસ રહ્યું છે. આપણી ટીમ ને માઈનર ઇજા થઇ છે. પણ બધા હરતા ફરતા છે. સબ્જેક્ટ પેરિસ પહોંચી ગયો છે. 1 કલાકમાં ઇન્ડિયા આવવા નીકળશે."

"થેંક્યુ. મોહનલાલ હવે હું એ પાકિસ્તાની બલાને પકડવા જાઉં છું."    

"સ્નેહા ડિફેન્સ ની બાજુમાં નીતા કોસ્મેટિક નું યુનિટ છે. એમાં એક ખાલી ગોડાઉન છે. તું પૂછપરછ માટે ઉપયોગ કરી શકીશ જો એ તારા હાથમાં આવશે તો." કહીને મોહનલાલે ફોન કટ કર્યો.

xxx

'ટ્રીનનનનન' મોબાઈલમાં વાગતી ઘંટડી થી  નાઝની નીંદર તૂટી. બાજુમાં પડેલ ફોન ને કાંન પર લગાવી બંધ આંખે એને કહ્યું. "હલ્લો"

"નાઝ જલ્દીથી નીકળ ત્યાંથી. લંડનમાં આપણા કોઈ માણસ ફોન રિસીવ નથી કરી રહ્યા. કંઈક ગરબડ લાગે છે. "

"પણ મેં બધું ગોઠવ્યું છે. રવિવારે કેન્ટોન્મેન્ટ માં જવાનું અને અલગ અલગ સ્કૂલોમાં એક સાથે. 150 સ્કૂલમાં ધમાકો.મને 2-3 દિવસ નો સમય જ જોઈએ છે. રવિવાર રાત સુધી."

"પાગલ છોકરી, ત્યાં ના માણસો મરી ગયા હશે તો આપણી પાસે ત્યાં રોકવા માટે કોઈ આધાર નહીં હોય. એક કામ કર ત્યાંથી નીકળ. મને પાકી ખબર મળે એટલે ફોન કરું છું તારી પાસે નીકળવા માટે 3 મિનિટ છે." સાંભળીને નાઝ ઝડપ ભેર બાથરૂમમાં ગઈ ફ્રેશ થઇ અને ઉતારી એક ટોપ અને જીન્સ પહેર્યા. અને કારની ચાવી હાથમાં લીધી. ડ્રેસિંગ ટેબલ પર ગિરિજા ગુપ્તાએ આપેલ પોટલું પડ્યું હતું એ ઉપાડ્યું.  ચેક કરી દોઢેક લાખ ભારતીય રૂપિયા એમાં હતા. રમ લોક કરીને એ પ્રાંગણમાં આવી વોચમેને એને જોઈ. "દરવાજા ખોલો," સત્તાધીશ અવાજે નાઝે કહ્યું. 

"જી હુકુમ કહીને એણે દરવાજો ખોલ્યો.  અને નાઝે કાર રોડ પર લઈને ભગાવી.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર