ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.
"કા. તને ક્યાં પહાડ તોડવાનું કામ સોંપ્યું છે મેં કે તું ના પડે છે. આમેય તારા કાકા કહે છે કે તું આખો દી હડિયાપટ્ટી કરતો હોય છે."
"અરે કાકા, આ તમારી ઘડિયાળ કાંડા માં ઘડીયે ઘડીયે ખુંચે છે. અને થોડી થોડી વારે તમારા નામની બૂમો પડે છે."
"ઠીક છે. હવે તું એક કામ કર. અત્યારે એક વાગ્યો છે. તું તારા કાકાની ઓફિસે જઈને બેસ. સાડા ત્રણ વાગ્યે એ મને મળવા આવશે. ત્યારે આ ઘડિયાળ એમને આપી દેજે." કહી ને એને પોતાના ફોન માંથી કોઈ ને ફોન જોડ્યો. "હલ્લો સુરજસિંહ. જીતુભા બોલું છું. આ તમારો ભત્રીજો તો થાકી ગયો એ તમારી ઓફિસે આવે છે. એને સાડા ત્રણ વાગ્યા સુધી ત્યાં જ બેસાડજો. અને પછી સાડા ત્રણ વાગ્યે મને મેં કહ્યું છે ત્યાં મળજો. અને હા પોખરણ સબ્જી મંડી માં તમારા નામના ત્રણ કોથળા રાખ્યા છે. એ હમણાં જ ઉપડાવી લ્યો."
xxx
"હુકમ, તમને કોઈ બીજો ડ્રાઈવર ન મળ્યો કે આ કુબડા ફુલકુંવરને મારી માથે માર્યો" ધૂંધવાતા ધૂંધવાતા ભીમસિંહ પૃથ્વીને કહી રહ્યો હતો.
જો ભીમ, કોઇ પણ જંગ જીતવા ની પહેલી શરત એ હોય છે કે તમારા માથા પર બરફની પાટ રહેવી જોઈએ. પરિસ્થિતિ ગમે તે આવે. તું એક જીતુભાને ન જાળવી શક્યો. હદ છે."
"સોરી હુકમ તમારી વાત સાચી છે. પણ એ ખૂંધિયા ને જોઈને મને અકારણ ગુસ્સો આવ્યો હતો એને મારા વતી સોરી કહેજો. અને એને પાછો મોકલાવો. મેં મોહનલાલ સાથે વાત કરી જીતુભા એટલામાં જ ક્યાંક છે. એને કોઈ વાહનમાં રાખ્યા છે કદાચ બેહોશ પણ હોય. હું એક વાર એમની પ્રેમિકા મોહિની મેડમને મળી આવ્યો મને એમની સામે જતા પણ શરમ આવે છે. હા એક વાર મોતિયો દેખાણો પણ એના કોઈ સાગરીતો દેખાતા નથી. હું તો કહું છું તમે અહીં આવી જાવ એકવાર આ મુંબઈના મહેમાન સુખરૂપ રવાના થયા પછી હું મોતિયાને ચીરી નાખીશ એનો મરેલો બાપ પણ આવીને બતાવશે. કે જીતુભ ક્યાં છે એ."
"ફરી પાછો ગુસ્સો ? અને મેં તને કહ્યું ને કે મારુ આવવું શક્ય નથી. જે છે એ કૂબડો જ છે તારી મદદમાં તારે જોઈએ તો બાકી હું એને ફોન નથી કરતો. "
"સોરી મારી ભૂલ થઈ ગઈ પ્લીઝ એને જલ્દીથી મોકલો જોવો સામેથી મોહિની મેડમ મને ગોતતા આવે છે હું ફોન કટ કરું છું." કહી ભીમસિંહે ફોન કટ કર્યો.
xxx
"દીકરા જોઈ લે બધી સહી સિક્કા બરાબર છેને." ત્રિલોકી એ અમરને સાઈડમાં બોલાવીને કહ્યું.
"હા હવે અને આમેય મોહિની ઓલા જીતુભાને ખુબ પ્રેમ કરે છે એ આપણા કબજામાં છે એટલે આપણી આજ્ઞા વગર એ એક ડગલુંય નહીં ભરે. હાલો હવે ગામના પંચને વાહનોમાં ચડાવો એટલે વાડી ભેગા થઈ જઈએ. મસ્ત ચા પાણી પીતા પીતા પ્રમોદ અંકલને જોર નો ઝટકો આપીશું.”
"અત્યારે દોઢ વાગ્યે ખાલી ચા પાણી થી ન પતાવાય. અહીં બાજુમાં સારી હોટલ છે બધાને ત્યાં જમાડીને પછી વાડીએ જઈશું." ત્રિલોકીએ કહ્યું.
"બાપુ મારા લગ્નનું તો ગામ જમાડવું જ પડશે પાછું આટલો ખર્ચ. દોઢ બે હજાર ખર્ચ થઇ જશે."
"ભલે થતો. આજે હું બહુ જ ખુશ છું. હૂતો તારા લગ્નની દરેક વર્ષગાંઠે ગામને ધુમાડા બંધ જમાડવાનો છું. ઓલી ગોમતીને પરણ્યો હોત તો એના માં-બાપને આપણે માણસાઈના ધોરણે ય જરૂર પડ્યે મદદ કરવી પડત. પણ મોહિનીના બાપ પાસે તો 10-12 કરોડનો દલ્લો છે પ્રમોદ અને હેમા વાપરી વાપરી ને કેટલું વાપરશે. અને હજી પ્રમોદ કમાય છે. એ બધું આપણું જ છેને.
"બાપુ મને ડર લાગે છે એ ગોમતીને મેં 2 વાર પેટે કરેલી ને હવે તમારા કહેવાથી લગ્નની ના કહી દીધી એના નિસાસા ક્યાંક ન લાગે."
"શુભ શુભ બોલ, અને એવા બધાના નિસાસા જો લાગતા હોય તો દુનિયાના 25 ટકા પુરુષો બરબાદ થઇ જાય.
xxx
"જો ફુલકુંવર સાંભળ, તને હુકમે શું કામ કહ્યું હતું?"
"જી ભીમ ભાઈ એક મેસેજ દેવા જવાનું હતું. ફ્લોદી."
"કોનો અને શું મેસેજ?"
"એ મને કહેવાની ના પડી છે. જેને મેસેજ દેવાનો છે એને જ કહીશ. મને હુકમે કહ્યું કે તમારે મારી મદદની જરૂર છે. મેસેજ દેવા ન જઉ તો હાલશે એટલે હું પાછો આવ્યો."
"તો હવે ફટાફટ કામે લાગી જ. જો ઓલો લીલી પાઘડી વાળો દેખાય છે. એ મોતિયાની ગેંગનો મેમ્બર છે. અને ઓલો લાલ પાઘડીવાળો છે એ મોતિયો છે. એ બે જણા ઉપર નજર રાખજે એ આ ટોળામાંથી બહાર જાય તો એનો પીછો કરજે. અને બીજા કોઈને મળે તો તરત મને ફોનથી ખબર કરજે સમજાયું."
"હા ભીમ ભાઈ, પણ મને હુકમે કહ્યું છે કે ઓલ જીતુભાની પ્રેમિલ્ક મોહિની મેડમનું ખાસ ધ્યાન રાખવાનું એને કોઈ ધમકાવે કિવુ કઈ થાય તો એને ઠમઠોરવાનું. જો હું આ લોકોનો પીછો કરું ને પછી પાછળથી કૈક થાય તો હુકમ મને મારી નાખશે. એટલે તમે આ લોકોનું ધ્યાન રાખો અને હું મોહિની મેડમની રક્ષા કરવા એની બાજુમાં જ રહું."
"તને જેટલું કીધું એટલું કર. હુકમે તને કહ્યું છે ને કે હું કહું એ કરવાનું."
"પણ"
"હવે પણ ની પૂંછડી સીધો તો ઉભો થઇ નથી શકતો અને મેડમનો બોડીગાર્ડ બનીશ. કોક એક અડફેટે મારશે તો ઉડી જઈશ ક્યાંને ક્યાં."
"તમે મારુ અપમાન કરો હચો ભીમ ભાઈ."
"અચ્છા ભાઈ સોરી, પણ મેડમની રક્ષા કરવા હું એકલો પૂરતો છું તું આ બે નમુનાનું ધ્યાન રાખ ખાલી.
xxx
"આવો ભીમ ભાઈ તમે પણ જમી લ્યો અમારી સાથે" મોહિનીએ ભીમની નજીક આવી ને કહ્યું.
"ના મેડમ મને થોડું કામ છે." તમે લોકો જમો" પછી ધીમેથી કહ્યું. "મેં તપાસ કરાવી છે. અમારી ઓફિસમાંથી અને ખબર મળ્યા છે કે જીતુભા આટલામાં જ છે" પછી ખોટું કહ્યું. "મારા 5-7 માણસ એને શોધી રહ્યા છે"
"મને જીતુની બહુ ચિંતા થાય છે, ક્યાંક આ અમરના માણસો એને કંઈક નુકસાન ન પહોંચાડે" મોહિનીએ ડૂસકું મુક્ત કહ્યું.
"ચિંતા ના કરો અડધા કલાકમાં તમે લોકો જમી રહેશો એ પહેલા જીતુભા અહીં હાજર થઇ જશે." ભીમ સિંહે કહ્યું ત્યાં અમર એ લોકો ની નજીક આવ્યો અને મોહીને કહ્યું "હાલ મોહિની આપણે માટે એક ટેબલ ખાલી રાખ્યું છે ત્યાં બેસીને જમીયે. અને આ કોણ છે?"
"આ ભીમ સિંહ છે મારા થનારા પતિ નો ખાસ માણસ, મેં એમને હું અહીં આવું છું એ કહ્યું હતું એટલે એમણે આમને મને મળવા અને ધ્યાન રાખવા મોકલ્યા છે." એટલામાં ભીમ સિંહ ના ફોનમાં ઘંટડી વાગી એટલે એ જરા દૂર થયો કે તરત અમરે કહ્યું " આ ભીમ સિંહ નહીં તારો એ કહેવાતો થનારો પતિ જીતુભા પણ તારું ધ્યાન રાખવા અહીં આવ્યો હતો. ક્યાં ગાયબ થઇ ગયો. જોવું છે તારે" કહી ને ખિસ્સા માંથી એક ફોટો કાઢીને બતાવ્યો. જેમાં જીતુભા ખુરશી સાથે બંધાયેલો હતો અને એની આજુબાજુ બે નકાબપોશ હાથમાં પિસ્તોલ લઈને ઉભા હતા. આ જોઈને મોહિનીને પરસેવો વળવા માંડ્યો.એટલે અમરે કહ્યું. "મને પરણવાની ગામના પંચ સમક્ષ હા પાડી દે એટલે એને હું છોડી દઈશ અને હું કઈ હત્યારો નથી. તું મને ગમે છે. એટલે તારી સાથે મારે પરણવું છે અને આમેય પ્રેમ અને યુદ્ધમાં કઈ પણ કરી શકાય."
"એટલે તું મને પ્રેમ કરે છે" મોહિનીએ પૂછ્યું.
"હા દુનિયામાં સૌથી વધારે અને હવે આ તું કહેવાનું બંધ કર અને આપ કે તમે કહેવાની પ્રેક્ટિસ શરૂ કર" અમરે કહ્યું.
"તું તો ઓલી ગોમતીને પ્રેમ કરતો હતો એકાદ વાર પ્રેગ્નેન્ટ પણ થઇ હતી બરાબરને" દાંત પિસ્તાં મોહિનીએ કહ્યું. સાંભળીને અમર સહેજ થડકી ઉઠ્યો પણ પછી કહ્યું. "જો જીતા વોહી સિકન્દર" 5 વાગ્યા સુધીમાં જો તારા તરફથી મારી સાથે લગ્નનું એનાઉન્સમેન્ટ ગામના પંચ સમક્ષ નહીં થઈ તો જીતુભાનું ખૂન ઓલો જો સામે બેઠો એ મોતિયો અને એના માણસો કરી નાખશે. તારો આ ભીમસિંહ કઈ નહિ કરી શકે આમેય એ પહેલા મોતિયાની ગેંગમાં જ કામ કરતો હતો."
xxx
"ભીમ સિંહ જીતુભાનું લોકેશન પકડાયું છે એ છેલ્લી 45 મિનિટથી પોખરણ ની પોલીસ ચોકી નું બતાવે છે. જલ્દી પહોંચ ત્યાં. અને જરૂર પડે તો પૃથ્વીને ફોન કરજે એ ત્યાંના ઉપરી અધિકારી સાથે વાત કરી લેશે." મોહનલાલે કહ્યું.
"ઓકે. થેંક્યુ મોહનલાલ એક વાર જીતુભ મળી જાય પછી આ મોતિયાના તો હું જરાસંઘ ની જેમ 2 ફાડિયા કરી નાખીશ."
"શાંતિ ભીમ સિંહ. તારે પહેલા ધ્યાન રાખવાની જરૂર હતી અને અકારણ ગુસ્સાનો કોઈ મતલબ નથી. જીતુભા સાથે કેટલી વારમાં વાત કરાવીશ?" સહેજ કડક અવાજે મોહનલાલે કહ્યું.
"20 મિનિટમાં" કહી ભીમસિંહે ફોન કટ કર્યો અને પછી મોહિનીને એક સાઈડમાં બોલાવીને કહ્યું કે "હું આવું છું જીતુભા નો પત્તો મળી ગયો છે. 15-20 મિનિટમાં એમને લઇ ને આવું છું." સાંભળીને મોહિનીના ચહેરા પર સ્મિત આવી ગયું.
xxx
"સાહેબ, મારા બોસ જીતુભા સવાર થી ગાયબ છે. અને એમનું 10 મિનિટ પહેલાનું લોકેશન આ પોલીસ સ્ટેશનનું બતાવે છે."
"તમને કેવી રીતે ખબર પડી કે એ ગાયબ થયા છે? અને સવારથી ગાયબ છે તો તમે કમ્પ્લેઇન ક્યાં પોલીસ સ્ટેશનમાં લખાવી?" કાંન ખજવાળ્યા હવાલદારે પૂછ્યું. સાંભળીને ભીમસિંહને રીયલાઈઝ થયું કે બધે પોતાનો રોબ ન ચાલે પૃથ્વીની મદદ લેવી જ પડશે.
"સોરી સાહેબ એમાં એવું છે ને કે હું અનોપચંદ એન્ડ કૂ .માં કામ કરું છું અમારા એક મોટા સાહેબ સાથે કાલે અહીંની રૂપાલી હોટેલમાં અમે ઓફિસના કામે રોકાયા હતા. સવારે હું ઉઠ્યો ત્યારે રિસેપશન પર બેઠેલા ક્લાર્કે કહ્યું કે એ તો જોગિંગ કરવા ગયા છે. મેં થોડીવાર રાહ જોઈ પણ એ આવ્યા નહીં પછી મેં એમને બધે શોધ્યાં.પણ એ મળ્યા નહીં છેવટે મેં મારી ઓફિસમાં મુંબઈ વાત કરી એમને કહ્યું તમે ઓફિસનું કામ પતાવો. પછી હમણાં મને ફોન આવ્યો કે એમનું લોકેશન અહીંના પોલીસ સ્ટેશનમાં બતાવે છે. એટલે હું પૂછવા આવ્યો. તમે કોઈની એરેસ્ટ કરી છે કે કોઈ ગુંડા ને પકડ્યા છે કે કોઈ બેહોશ માણસ તમને મળ્યું છે."
"ના" ફરીથી કાન ખજવાળતા હવાલદારે કહ્યું.
"તમારા મોટા સાહેબ સાથે વાત કરાવી આઓ પ્લીઝ" ભીમ સિંહે હાથ જોડતા કહ્યું."મારી ઓફિસ બહુ મોટી છે. કદાચ તમારા સાહેબ મને કૈક મદદ કરે." એટલામાં સામેની કેબિનમાંથી એક ઇન્સ્પેકટર બહાર આવ્યો અને હવાલદારને પૂછ્યું "શું થયું?" હવાલદારે બધી વિગતે વાત કરી. એટલે ઇન્સ્પેકટરેકહ્યું." ઠીક છે. અનોપચંદજીની કંપની વિષે મેં સાંભળ્યું છે. તમે એક કામ કરો અને મને એક ફરિયાદ લખાવી દો એટલે હું તપાસ કરવું. અને તમારા જે સાહેબ કહેતા હોય કે એનું લોકેશન અહીંનું છે એમને ફોન જોડો હું વાત કરું. એટલામાં ભીમ સિંહ નો ફોન વાગ્યો મોહનલાલ ફોન કરતા હતા એમને કહ્યું કે "ભીમસિંહ તને ત્યાં પહોંચતા વાર લાગી લગભગ 4-5 મિન્ટ પહેલા એનું લોકેશન ત્યાંથી મુવ થયું છે હવે એ જોધપુર બાજુ આગળ જાય છે." સાંભળીને ભીમ સિંહ માથે હાથ દઈ બેસી પડ્યો એ જોઈને હવાલદાર અને ઇન્સ્પેકટર હસી રહ્યા હતા.
આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર