તલાશ - 21 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ - 21

"એક્સ્ક્યુઝમી સર" કહીને નીનાએ ફરીથી કેબિનમાં પ્રવેશી એ વખતે જોશી સર ફોન કટ કરીને મનોમન પૃથ્વીને બતાવી દેવાનું વિચારી રહ્યા હતા. અચાનક ફરીથી નીનાનો અવાજ સાંભળીને તેઓ ચોંકી ઉઠ્યા.

"ઓહો નીનાજી તમે ફરીથી.?”

"ફરી પાછું નીનાજી? હવે મને ખરાબ લાગશે હો.” કહીને નીના હસી. અને ઉમેર્યું “જુઓને કેવા સંજોગો ઉભા થયા છે હું બહાર નીકળી અને મારી કાકીની બહેનનો ફોન આવ્યો એની દીકરીની સગાઈ છે. કાકી તો 2 દિવસ પહેલા જ ત્યાં પહોંચી ગયા છે પણ આજે એમની દીકરી કે જે મારી ફ્રેન્ડ છે એનો કોલ આવ્યો અને મને બહુ આગ્રહ કર્યો કે હું એની સગાઈમાં હાજરી આપું. લાઈનમાં ડિસ્ટબન્સ હતું એટલે મેં સ્પીકર ચાલુ રાખ્યું હતું એ તમારા પ્યુને સાંભળ્યું અને એ બોલી ગયો કે ‘સાહેબ પણ આજે દિલ્હી જાય છે.’ બોલો મને તો ખબર જ નહીં કે તમે દિલ્હી જઈ રહ્યા છો. હવે એક કામ કરો તમે ઘરે જઈને ફ્રેશ થાવ હું તમારા પ્રેમજીભાઈ મારી સાથે લઈ જઉ છું એ મને તમારું ઘર બતાવી દેશે. આપણે અડધો કલાક પછી તમારા ઘરે મળીયે. તૈયાર રહેજો એટલે મોડું ન થાય."

"અરે પણ"

"પ્લીઝ જોષીજી આમ મારો પણ ફાયદો છે." કહીને નીના જરા ઝૂકી, કદાચ એણે પહેરેલું ટોપ વધારે ટાઈટ હતું અને એનું એક બટન ફરીથી ખુલી ગયું હતું એવું જોષીને લાગ્યું. "આપણે બન્નેને દિલ્હી જવાનું છે. મારે એકલીએ ડ્રાઈવર સાથે મુસાફરી કરવી એ મને અન્કમ્ફર્ટેબલ લાગે છે. પ્લીઝ તમે સાથે હશો તો કાકા મને ડ્રાઈવે કરવાની ના નહીં કહે આમેય તમે બસ કે ટેક્સી કરવાનાજ છો. તો સાથે શું કામ નહીં. ચાલો પ્રેમજીભાઈ ને કહો મારી સાથે આવે.” હકીકતમાં તો એને રોકનાર કોઈ ન હતું. એ જેને કાકા કહેતી હતી એ ગુલાબચંદ ગુપ્તા ભલે મોટો વેપારી હતો પણ એને કેવી રીતે બ્લેકમેલ કરીને આ નાઝનીનને એની ભત્રીજી તરીકે ગોઠવવામાં આવી હતી એ તો નાઝનીનના ઉપરીઓને જ ખબર હતી.

xxx

જોશી ઘરે પહોંચ્યા અને ફટાફટ નાહીને જમી લીધું. પોતાની એટેચી તૈયાર કરી સારામાં સારા શર્ટ-પેન્ટ પહેરીને પછી પ્રસંગમાં વાપરવા માટેનું પરફ્યુમ કે જેનો તેઓ દિલ્હી જઈને ઉપયોગ કરવાના હતા એ લગાવ્યું. ત્યાં નીના પોતાની લક્ઝરી કાર લઈને આવી પહોંચી જોષીજી કારમાં ગોઠવાયા. નીનાએ પ્રેમજીને એના ઘરે છોડી દેવાની ઓફર કરી પણ એને ના કહી નીનાએ એને બોલાવીને 200 રૂપિયા આપ્યા અને કહ્યું "છોકરાઓને મીઠાઈ ખવડાવજો"

"પણ બેન બા તમે મીઠાઈ તો આપી જ છે."

"તો બીજું કંઈક લઇ લેજો" કહીને નીનાએ કાર સ્ટાર્ટ કરી.

xxx

કારમાં બેઠા પછી જોશીએ પૃથ્વીને ફોન જોડ્યો પણ એનો ફોન બંધ આવતો હતો. એટલે ખડકસિંહને ફોન લગાવ્યો અને કહ્યું "પ્રણામ બાપુ સા."

"ઓહો કુંવરસા. બધું કુશળ તો છે ને."

"હા બાપુ સા. બધું બરાબર, અત્યારે દિલ્હી જાઉં છું. લગ્નમાં પછી હું અને સરલા ગુરુવારે પાછા આવશું."

"ઠીક છે જઈ આવો. અને વળતી સફરમાં પહેલો ઉતારો આપણે ત્યાં કરજો."

"ના બાપુ સા મારી હાજરી ગુરુવારે જરૂરી છે સ્કૂલમાં. અને પછી 2 -3 દિવસમાં આમેય સરલા ત્યાં રોકવા આવવાની જ છે."

"ઠીક છે જેવી તમારી અનુકૂળતા. પણ સરલા આવે ત્યારે તમારો 8-10 દિવસનો પ્રોગ્રામ બનાવજો ભેગા રજા મૂકી જ દેજો તમારી સાથે વાત કરવાથી ઘણું નવું જાણવા મળે છે."

"ઠીક છે બાપુ સા કૈક ગોઠવણ કરું છું. પ્રણામ" કરીને એણે ફોન કટ કર્યો અને મનોમન વિચાર્યું "સરલાના બાપુ પણ હવે ગઢમાં જ રહે છે. અને ખડકસિંહ બાપુનું આમંત્રણ છે એટલે નીનાને કહી દઈશ કે ફ્લોદી આવી જાય એનું કામ પણ ચાલુ થઇ જશે અને પછી ખડકસિંહ બાપુની ઓળખાણથી જોધપુર, જેસલમેરના રાજમહેલના દ્વાર પણ મારા માટે અને નીના માટે ખુલી જશે. એમના એક ફોનથી. એટલે જ અત્યારે ખડકસિંહને ફોન કર્યો હતો. (પૃથ્વીના રૂપિયા વાપરવામાં તેનું સ્વમાન ઘવાતું પણ ખડક સિંહની ઓળખાણથી ગુલાબચંદ ને વ્હાલા થવામાં એમને કોઈ નાનપ લાગતી ન હતી.) અને ખડકસિંહને પોતે નીનાની ઓળખ આપશે કે આસપાસના 10 જિલ્લાના સહુથી મોટા વેપારીની ભત્રીજી છે. તો પોતાના કેટલો વટ પડશે. વિચારતા વિચારતા તે ઝોલે ચડ્યા.નીનાએ એ નોંધ્યું અને કહ્યું. "જોશી સર, ઓ જોષીજી."

અચાનક અવાજથી જોષીજી ઉઠી ગયા, અને નીનાને કહ્યું "સોરી હું જરા વિચારમાં ચડી ગયો હતો. મારા સસરા અહીં બાજુના ગામ ફ્લોદીના રાજા છે. આવતા અઠવાડિયે આપણે ત્યાં જશું. પછી જેસલમેર જોધપુર ચિતોડ કુંભલગઢ બધ્ધે ગોઠવશું."

"હવે છોડો જોષીજી એ બધું આપણે એ કામ કરીયે ત્યારે જોશું. અત્યારે તો આ જેસલમેર-દિલ્હી ની સફરની મોજ માણીએ. તમારે કઈ નાસ્તો કરવો છે તો કોઈ ધાબા પર કાર થોભવું આમેય લગભગ 11 કલાકની મુસાફરી છે. મારો વિચાર તો અત્યારે હાઇવે ખાલી છે તો કાર ભગાવવાનો છે. બાકી પાછળની સીટ પર કોલ્ડડ્રીંકનું બોક્સ અને ચિપ્સના પેકેટ છે કઈ ઈચ્છા હોય તો લઇ લો." કહીને એણે કારનું ગિયર બદલ્યું.

xxx

"કેમ છે?' અનોપચંદે ફોનમાં પૂછ્યું.

"પહેલા કરતા ખુબ સારું પણ મને નથી લાગતું કે એને 1 મહિના સુધી કોઈ કામ કરવું જોઈએ. એને રજા આપો. આરામ કરવા દેજો. એનો હાથ ઠીક થતાં. લગભગ 20-22 દિવસ થશે." સામેથી જવાબ મળ્યો.

"જેમાં હાથનો ઉપયોગ ન કરવાનો હોય એવું કામ તો કરી શકે ને?"

"શેઠજી એના ઘા ભરાવા દો. બહુ વખતે એને આરામ મળ્યો છે એને આરામની જરૂર છે."

"અરે ભાઈ હુ તો બીજું જ વિચારતો હતો કે એને થોડા દિવસ એને ઘરે એટલે કે એના ગામ મોકલી દઉં."

“બેસ્ટ આઈડિયા શેઠજી પણ એ માનશે?"

"માનવું પડશે,.એ બધું મારા પર છોડી દો. એને રજા ક્યારે મળશે?"

"2 દિવસ પછી.”

"ઓકે. બને તો પરમ દિવસ સાંજનું ગોઠવો."

"ઠીક છે. પરમ દિવસે બપોરે 3 વાગ્યે રજા મળી જશે."

xxx

"ખડક સિંહ જી કેમ છો મજામાં? અનોપચંદ બોલું છું. મુંબઈથી."

"ઓહો. શેઠ જી તમે પોતે? નક્કી કંઈક અણધાર્યું. બન્યું લાગે છે. બોલો હુકમ"

"રાજપૂતાણીજી ને કહેજો કાલે બપોરે પૃથ્વી સાથે વાત કરે. અને થોડા દિવસ ઘરે બોલાવે."

"ભલે. કહી દઈશ પણ કેમ અચાનક?"

"કઈ ખાસ નથી એને થોડી ઇજા થઈ છે. ડોક્ટરનું કહેવું છે કે મહિનો આરામ જરૂરી છે."

"જીવે તો છે ને? કે કાલે ફોન કરવાનું કહીને તમે અમારો આઘાત ઓછો કરવાનું વિચારો છો. મને સાચું કહી દો, મને કઈ નહીં થાય."

"નારે ના એવું કઈ નથી ડાબા ખભામાં એક ગોળી ઘુસી ગઈ હતી. ઓપરેશન કરીને ગોળી કાઢી લીધી છે. પણ હાથમાં પાટો લગભગ 20 દિવસ રહેશે. થોડું પગમાં લાગ્યું છે. પણ વહીલચેર ની જરૂર નથી. હા થોડા પગ લંગડાય છે. પરમ દિવસે હોસ્પિટલમાંથી બહાર આવશે."

"ઓકે. પણ મને નથી લાગતું એ ફોનથી માને. કોઈ વાંધો નહીં. હું અને રાજપૂતાણી કાલે રાત્રે ત્યાં મુંબઈ આવીયે."

"ઠીક છે. કહો તો મિલિટરી એરપોર્ટ સુધીનું" અનોપચંદે વાક્ય અધૂરું મૂક્યું.

"કઈ જરૂર નથી. અમે કારમાં આવશું.

" ભલે. હોસ્પિટલનું એડ્રેસ મોકલું છું. પણ પહેલા મારા ઘરે આવજો પછી સાથે હોસ્પિટલ જાશું."

"આ વખતે ઘરનું રહેવા દો ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચશું . વળી 2-3 દિવસમાં સરલા આવવાની છે. એને ખબર છે કે નહીં?" ખડકસિંહે પૂછ્યું.

"નહી સુધી કોઈને કંઈ કહ્યું નથી. અમારી ટીમ અને હું અને મોહનલાલ એટલા જ જાણીએ છીએ."

"વાંધો નહીં એને કહેવાની જરૂર નથી. નાહક બિચારી ચિંતા કરશે. ચાલો તો કાલે મળીયે. જાય ભગવાન" કહીને ખડકસિંહ ફોન કટ કર્યો.

xxx

અચાનક એની નીંદર ઉડી ગઈ આંખો ખોલી પછી પોતાનો ફોન શોધ્યો જે એના તકીયાની બાજુમાં જ હતો. ફોનમાં સમય જોયો લગભગ 10.15 વાગ્યા હતા. એણે બાજુમાં લટકતી સ્વીચ દબાવી અને નર્સને બોલાવી. એકાદ મિનિટમાં નર્સ દોડતી આવી. અને કહ્યું "ઓહો તમારી નીંદર ઉડી ગઈ આટલી જલ્દી.? દુખાવો થાય છે? પેઈન કિલર આપું ? ડોક્ટરને બોલવું?

"ના ડોક્ટરની કઈ જરૂર નથી. હા થોડો દુખાવો છે ખભામાં અને પગમાં, પણ એટલો નહીં કે ડોક્ટરને બોલાવવા પડે. મારે વોશરૂમમાં જવું છે. અને બીજું સખત ભૂખ લાગી છે. દવાખાનાનું ફિક્કું નહીં.કંઈક મસાલેદાર ખાવું છે. અને સાથે આઈસ્ક્રીમ ઓછામાંઓછી 3 પ્લેટ." કહીને પૃથ્વી પલંગ પરથી ઉભો થયો અને એટેચ્ડ બાથરૂમ બાજુ ચાલવાનો પ્રયાસ કર્યો પણ એનો જમણો પગ વજન આવતા વંકાય ગયો નર્સે દોડીને એને પકડી લીધો અને કહ્યું "સાહેબ તમે આરામ કરો તમારી હાલત હજી ફરવા ફરવાની નથી.ચલો મારા ખભા પર હાથ રાખી દો હું તમને લઇ જાઉં." એ નર્સ પૃથ્વીને ઓળખતી નહોતી પણ જે રીતે ડોકટરે એની ટ્રીટમેન્ટ કરી હતી અને જે રીતે ટ્રસ્ટીના જનરલ મેનેજર ખુદ પૃથ્વીને જોવા આવ્યા હતા એ પરથી એ સમજી ગઈ હતી કે આ કોઈ ખાસ માણસ છે.

"ના સિસ્ટર તમારી મદદની જરૂર નથી. હું મેનેજ કરી લઈશ. કહીને પૃથ્વી એ જરા લંગડાતા વોશરૂમમાં ગયો. પછી બહાર આવી અને.મોહનલાલ ને ફોન લગાવ્યો. રિંગ વાગી છતાં મોહનલાલે ફોન ઉચક્યો નહીં. તેથી પૃથ્વીને નવાઈ લાગી. આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. પૃથ્વી ફરીથી ફોન ડાયલ કરવાનું વિચારતો હતો એટલામાં એની રૂમનું બારણું ખુલ્યું અને મોહનલાલે અંદર પ્રવેશ કર્યો. "અરે મોહનલાલજી તમે અત્યારે.?"

"હું તો સાડા સાત વાગ્યે પણ ચક્કર મારી ગયો હતો. પણ તું સૂતો હતો એટલે પછી વિચાર્યું જમીને ચક્કર મારી આવીશ વોકિંગ પણ થઇ જાય અને તને મળી પણ લેવાય?"

"એ બધું તો ઠીક છે. પણ સરલાબેન?"

"સરલા અત્યારે મથુરામાં હોટેલ પર છે એને કઈ નથી થયું ઈરાનીના 3 ગુંડા એની પાછળ હતા એમાંથી 2 પોલીસ નિગરાનીમાં હોસ્પિટલમાં છે 3 જા ને પોલીસ ગોતી રહી છે એની ચિંતા છોડ તું કેમ છે?"

“ઠીક છું."

"ઓકે હવે આરામ કર"

"જીતુભાનું?"

"એને શેઠજીએ બરોડા મોકલ્યો છે.સવારે આવશે."

"ઠીક છે પછી એનું.?"

"ખબર નથી. શેઠ જી કૈક વિચારે છે. કાલે નક્કી કરશે. ઓલું તું જે મનસુખનું પાઉચ લાવ્યો હતો એના ડોક્યુમેન્ટ મેં તપસ્યા. તેમાંથી કંઈ કામનું મળ્યું છે. આ જો આને ઓળખે છે તું?" કહી મોહનલાલે પૃથ્વીને એક ફોટો બતાવ્યો.

"ના" ફોટોને ધ્યાનથી જોતા પૃથ્વીએ કહ્યું. ."કોણ છે આ?'

"ખબર નથી પણ એ ક્યાંક બહારથી મુંબઈ આવે છે અને સવારે હોટલ મુંન વોકમાં 10-30 વાગ્યે કેટલાક લોકોને મળવાનો છે. ઓળખ માટેનો આ ફોટો મનસુખ અહીં મુંબઈની પાર્ટીને આપે એ પહેલાં તે એને ઉપર પહોંચાડી દીધો."

"તો હવે?"

"હવે મુંન વોકમાં કૈક વોચ ગોઠવશું."

"હું જાઉં?" પૃથ્વીએ પૂછ્યું.

“તને આ રૂમની બહાર જવાની ઈજાજત નથી." સૂતો રહે ચુપચાપ." મોહનલાલે એક વડીલ તરીકે અધિકારપૂર્વક કહ્યું.

"ઓકે ચાલો મારુ જમવાનું આવી ગયું. તમે જમ્યા કે નહીં?" પૃથ્વીએ વાત બદલતા કહ્યું.

xxx

જે વખતે અનોપચંદ ખડક સિંહ સાથે વાત કરી રહ્યો હતો એ વખતે સરલાબેને જમીને પછી પોતાના રૂમમાંથી હોટલની લેન્ડલાઇન માંથી જોશી સાહેબ ને ફોન લગાવ્યો અને કહ્યું."તમે ટેક્સી પકડી કે નહીં?'

"હા પકડી લીધી હું સવારે લગભગ 9 વાગ્યે પહોંચી જઈશ." પોતાના નાક પર આંગળી રાખી નીનાને ચૂપ રહેવાનો ઈશારો કરીને જોશીએ કહ્યું. નીનાએ આ વાતની મનોમન નોંધ કરી અને મનમાં મુસ્કુરાઈ અને મનમાં જ બબડી "મિસ્ટર જોશી 2 કલાક પહેલા તો તમે સાવ અજાણ્યા હતા. અને અત્યારે મારા માટે થઈને તમારી પત્નીને ખોટું કહો છો 4 દિવસ મારી સાથે ફરશો એટલે તમારી પત્નીને ભૂલી જશો.

"કોનો ફોન હતો જોશી જી" જોશી એ ફોન મુક્યો એટલે નીનાએ ડ્રાઇવિંગ કરતા કરતા પૂછ્યું.

"મારી પત્નીનો. પૂછતી હતી કે ટેક્સી પકડી કે નહીં?"

"તો સાચું કહી દેવું હતું ને કે તમે મારી સાથે મારી કારમાં આવો છો. કે પછી ટેક્સીના ખર્ચ બતાવી એ રૂપિયા તમારા જલસા માટે વાપરવા છે. " નીનાએ મજાકના સૂરમાં હસતા હસતા કહ્યું.

"ના રૂપિયાનો સવાલ નથી, ખોટો એ વહેમ કરે." જોશીએ કહ્યું.

"ઓ હો તો દીદી વહેમીલા છે એમને."

"ના સાવ એવું નથી. અમારા સંબંધ સાવ એવા સંકુચિત નથી. પણ અત્યારે ફોનમાં એને બધું સમજાવવું તારી ઓળખ આપવી મને યોગ્ય ન લાગ્યું. કાલે સવારે તારી એની સાથે મુલાકાત કરાવીશ."

"ના હું તમારા એડ્રેસ પર ઉતારીને નીકળી જઈશ ગુરુવારે હું તમારા ઘરે આવું ત્યારે મારી ઓળખ કરાવજો. અને ટેક્સીના રૂપિયામાંથી આપણે જ્યારે રાજસ્થાનના રાજપૂતો વિશે માહિતી માટે બહાર નીકળીએ ત્યારે મને મસ્ત ટ્રીટ આપજો." નીનાએ કહ્યું અને પછી મનોમન બબડી "દીદી એક વાર મને મળો પછી જુઓ હું તમારી એવી હાલત કરીશ કે તમે ન કઈ કહી શકશો અને ના સહી શકશો. બહુ મજા આવશે.
"ચોક્કસ." જોશીએ કહ્યું. પછી મનોમન વિચાર્યું કે આ 3 દિવસમાં ટાઈમ જોઈને સરલાને આ નીના વિશે કહી રાખીશ અને પછી ગુરુવારે એની મુલાકાત કરાવીશ. પણ જોષીજીનો આ વિચાર ખૂબ મોટી ભૂલ સાબિત થવાનો હતો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર