Talash - 36 books and stories free download online pdf in Gujarati

તલાશ - 36

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

'જો બેટી હું કઈ ખેલ કરવાની પોઝિશન માં હોત તો તું આવી ત્યારે કર્યો હોત" ધીમેથી ગુલાબચંદે કહ્યું અને ઉમેર્યું. "ધંધો તો કરવો જ પડે ને. તું જ જુવે છે કેટલા ખર્ચ થઈ રહ્યા છે."

"ઠીક છે. પણ તમે હમણાં મારી સાથે ટાઉનહોલ પર આવશો અને મારો પરિચય પ્રેક્ષકોને કરાવો પછી તમે 5-10 વાગ્યે નીકળી જજો. ચાચી આખા પ્રોગ્રામ દરમિયાન પહેલો રો માં જ બેસી રહેશે. અને 6-45 વાગ્યે હું 'મોરની બાગામાં' વાળો ડાન્સ કરીશ એ પહેલા તમે ચાચી ની બાજુમાં બેઠેલા હોવા જોઈએ. અને મારો ડાન્સ કેવો રહ્યો એ કહેજો."

"ભલે બેટી હું કોશિશ કરી શું કે સવા છ વાગ્યા સુધીમાં પાછો આવી જાઉં."

"એ તમારા અને નવીન બન્ને માટે સારું રહેશે." મેકઅપને ફાઈનલ ટચ આપતા નાઝે કહ્યું.

xxx

હકડેઠઠ ભરાયેલા ટાઉનહોલમાં ગુલાબચંદે પ્રારંભિક પ્રવચન સરસ આપ્યું. દરમિયાનમાં નાઝે પોતાના આકાઓને પૂછ્યું 'કઈ હલચલ તો નથી ને? સબ સલામત નો મેસેજ મળતા બેકસ્ટેજ થી એક નજર એણે પ્રેક્ષકો પર નાખી.એ કોઈને શોધી રહી હતી ધ્યાનપૂર્વક જોતા છેવટે 5મી લાઈનમાં વચ્ચેની સીટ પર એક વ્યક્તિ પર એની નજર પડી અને એને હાશ થઈ. મેકઅપની પાછળ છુપાયેલો હનીનો ચહેરો એ 2 સેકન્ડમાં ઓળખી ગઈ. "ચાલ બેટી હું હવે જાઉં અને તરત જ પાછો આવું છું." ગુલાબચંદ એને કહી રહ્યો હતો.

"ભલે ચાચુ મેં હમણાં જ લંડન વાત કરી નવીનભાઈ દુઃખભરી ગઝલો સાંભળી રહ્યા છે. જલ્દી પાછા આવી જજો નહીં તો એને રાતનું જમવાનું નહીં મળે." હસતા હસતા એણે કહ્યું.

"ભલે કલાકમાં આવું છું." બોલીને ગુલાબચંદ બહાર નીકળ્યો.

xxx

"આવો સુભાષજી આવો સાહેબ શેઠ જી તમારી જ રાહ જોઈ રહ્યા છે." કનૈયાલાલે કહ્યું

"હલો ગુલાબચંદજી કેમ છો." સુભાષ જૈને કહ્યું અને પછી ઉમેર્યું "આ છે જીતુભા. મુંબઈ હેડ ઓફિસ માં બેસે છે અને હમણાં થોડો વખત પહેલા 'સ્નેહા ડિફેન્સમાં એમડી નિમાયા છે. અમારે થોડા મટીરિયલ ની જરૂરત છે એ વિશે વાત કરવા આવ્યા છે."

"બેસો જીતુભા કેમ છો. કનૈયાલાલ કંઈક ચા નાસ્તો મોકલો "

"જી શેઠજી મોકલું અને હું મારી કેબિનમાં છું કઈ જરૂર પડે તો મને બોલાવજો."

"અરે સાંભળો તમે હોલ પર જાઓ અને ત્યાં કઈ તકલીફ ન ઉભી થાય એ જોજો. બાકી અત્યારે તો કઈ કામ નહીં પડે. આ સાહેબ સાથે વાત થાય પછી પેપર વર્ક કરવું હશે તો સવારે થઈ જશે." ગુલાબચંદે કહ્યું. અને કનૈયાલાલ વિદાય થયો. "હા બોલો સાહેબ તમારે શું જોઈતું હતું?"

"દસ મિનિટ મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો ચા પાણી થતા રહેશે હું અગત્યના કામે આવ્યો છું. મારે એ જાણવું છે કે આ તમારી ભત્રીજી કે જેનો પોગ્રામ અત્યારે ટાઉનહોલમાં ચાલે છે એ કોણ છે. મને ખબર છે કે તમારી કોઈ ભત્રીજી નથી" જીતુભા બોલતો હતો અને ગુલાબચંદના માથે પરસેવો બાઝવા માંડ્યો. એટલામાં ચા નાસ્તો લઈને એક પ્યુન આવ્યો બધા ખામોશ થઈ ગયા..

"સાંભળ"ગુલાબચંદે પ્યુનને કહ્યું. "અત્યારે બિઝનેસ ની વાતો ચાલી રહી છે એટલે હું ન બોલવું ત્યાં સુધી કોઈ અંદર ન આવે" સત્તા સીલ અવાજમાં ગુલાબચંદે કહ્યું.

"જી હુકમ" કહીને પ્યુન બહાર નીકળ્યો. "હ' હા તો શું કહેતા હતા તમે. મારી ભત્રીજી, એ તો મારા સાઉથ આફ્રિકા માં રહેતા 3જી પેઢીએ થતા ભાઈની દીકરી છે."

"ગુલાબચંદજી ફિફા ખાંડવા બંધ કરો. અને તમે જે જાણતા હો એ કહો તો કંઈક રસ્તો નીકળે." જીતુભાએ કહ્યું.

"સુભાષજી આ કોને તમે લઈને આવ્યા છો? તમને તો હું 5 વર્ષથી ઓળખું છું. આ જે સાહેબ હોય એમને કહો ચૂપ રહે. અમારા ફેમિલી મેટર માં હસ્તક્ષેપ કરનાર કોણ છે આ?"

"જીતુભા, જીતુભા છે મારું નામ. અને હું શેઠ અનોપચંદ એન્ડ કૂ નો સિક્યુરિટી ઇન્ચાર્જ છું. અને તમારી એ કહેવાતી ભત્રીજી ને કારણે અમારા ક્લાયન્ટ ડિસ્ટર્બ થઇ રહ્યા છે. એટલે મારે એને અહીંથી ભગાડવી પડશે. પણ એ તમને બ્લેકમેલ કરીને અહીં રહે છે. એટલે એના પહેલા મારે નવીનને બચાવવો પડશે." જીતુભાએ કહ્યું અને ગુલાબચંદ એને તાકી રહ્યો.

"મને ખબર છે નવીન અત્યારે 'કીડલિંગટનમાં એના માટે તમે ખરીદેલ રો હાઉસમાં નજર કેદ છે એના પર 7 માણસો દિવસ-રાત પહેરો દઈ રહ્યા છે. એના હાથમાં એનો ફોન પણ નથી 12 દિવસથી એ એના ઓરડામાં જ છે.પણ તમે ચિંતા ના કરો મારા માણસો વોચ રાખી ને બેઠા છે અત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા હશે. 9-10 કલાકમાં મારા માણસો એને આઝાદ કરાવી લેશે."

"ભાઈ ધીરે બોલ, મારી અને ગિરિજા સિવાય કોઈને આ વાતની ખબર નથી. મારી દીકરીને પણ નહીં. અને જો તું મને આ મુસીબત થી છોડાવીશ તો તારો ગુલામ થઈને રહીશ." રડમસ અવાજે ગુલાબચંદે કહ્યું.

"ગુલાબચંદજી હિંમત રાખો. સહુ સારા વાના થશે. એટલી તો મને ખબર હતી. આ સિવાય તમે એના વિષે જાણતા હોવ તો કહો.અને પછી ફટાફટ પાછા એની સામે પહોંચી જાવ જેથી એને વહેમ ન પડે. બસ 8-10 કલાક સચવાઈ જાય એટલે કામ પૂરું"

"સાચું કહું તો એ કઈ મને કહીને નથી કરતી એટલે હું વધારે કઈ નથી જાણતો. હા એ મિલિટરી અને રાજા રજવાડામાં ઓળખાણો ઉભી કરી રહી છે એનો ઈરાદો શું છે એ મને ખબર નથી ઉપરાંત એ કોઈ પ્રિન્સિપાલની પાછળ પડી છે એનાથી એને શું કામ છે ખબર નહીં પણ આજે જ એ પ્રિન્સિપાલની એક મહિનાની રજા મને વચ્ચે નાખીને મંજુર કરાવી છે."

"થેંક્યુ મને એ પ્રિન્સિપાલનું નામ અને સરનામું આપો. અને બીજી કઈ માહિતી મળે તો સુભાસ જીને મેસેજ આપજો કે ડીલ વિશે વાત કરવી છે. એટલે હું ગમે ત્યાંથી તમારો કોન્ટેક્ટ કરીશ. હવે તમે નીકળો. અને હા. ખરેખરી ડીલ વિષે હું શેઠ અનોપચંદજી ને તમારી ભલામણ કરીશ."

"સાહેબ, જીતુભા હું તમને રૂપિયાથી નવડાવીશ. તમે મારી આટલી મદદ કરો છો તો."ગુલાબચંદ ગળગળો થઈને બોલ્યો.

"એની કઈ જરૂર નથી મારા શેઠ મારી જરૂરિયાત થી ડબ્બલ રૂપિયા મને આપે છે હા દેશને લગતી તમારી કોઈ મદદ જોઈતી હશે તો હું જરૂર તમને તકલીફ આપીશ."

"ગમે ત્યારે મેસેજ આપજો હું હંમેશા તૈયાર રહીશ."

xxx

ટાઉનહૉલનો રંગારંગ કાર્યક્રમ બહુ જ સફળ રહ્યો. નાઝના ગ્રૂપે મસ્ત ગીત સંગીત અને ડાન્સ વડે જમાવટ કરી હતી તો સ્પે. આઈટમ તરીકે નાઝે જે બેલી ડાન્સ પરફોર્મ કર્યું અને છેલ્લે 'રાજસ્થાની ડાન્સ 'મોરની બાગામાં બોલે' માં તો બધા ઝૂમી ઉઠ્યા હતા. જેસલમેરના દરેક મોટા માથા વેપારી નોકરિયાત સર્વિસમેન એ પોગ્રામ માં હાજર હતા. મિલિટરી દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ફેસેલિટી વધારવા માટે આ પ્રોગ્રામ નું આયોજન હતું એટલે મિલિટરીના મોટા સાહેબો પણ હાજર હતા. કેટલાક ઓફિસર અને હોસ્પિટલના ડીન બેંક સ્ટેજમાં આવીને નીના ગુપ્તાને મળ્યા પણ ખરા. અને એનો આભાર માન્યો."સાહેબ થેન્ક્યુ મને નહીં આ મારા ચાચુને કહો" ગુલાબચંદ તરફ આંગળી દેખાડી એને કહ્યું. "આજે 1 લાખ રૂપિયા એમના તરફથી આપ્યા છે ઉપરાંત આ હોંલનું ભાડું અને અન્ય ખર્ચ બાદ કર્યા પછી ટિકિટના વેચાણમાંથી લગભગ 2 લાખ બચ્યા છે. અને અમે કોઈ કલાકારે 1 પણ રૂપિયો ફી નથી લીધી. બધા આયોજનમાં એમણે ખુબ મહેનત કરી છે. અને હવે હું થોડું સેટિંગ કરું છું 10-15 દિવસમાં પુરા જેસલમેરમાં સ્કૂલ અને હોસ્પિટલ માં મારા ચાચુના ટ્રસ્ટ તરફથી શુદ્ધ સાત્વિક ભોજન અને ફળનો પ્રબંધ ગોઠવાશે."

"તમારો ખુબ ખુબ આભાર નીના જી" તુષાર જોશી જે કેન્ટોન્મેન્ટ સિક્યુરિટી ઓફિસર હતા એમને કહ્યું.

"તમે જનક જોષીજીને ઓળખો છો? અચાનક નીના ઉર્ફે નાઝનીને એમને પ્રશ્ન કર્યો.

"હા એ મારો ભત્રીજો છે.અહીં સ્કૂલમાં પ્રિન્સિપાલ છે."

"ઓહ. મને જોશી સરનેમ સાંભળીને લાગ્યું જ કે તમે ઓળખતા હશો. એક્ચ્યુલી માં હું રાજસ્થાનના રાજપૂતો વિશે PHD કરવા માંગુ છું અને તેઓ મને હેલ્પ કરી રહ્યા છે. "

"અરે વાહ એ તો સારી વાત છે. અને આમેય એ સજ્જન માણસ છે. એ ખુબ હેલ્પ કરશે. "

"સાહેબ તમારી થોડી મદદ જોઈતી હતી." નાઝે એકદમ એની પાસે આવીને કહ્યું. બીજા ઓફિસર પણ આજુબાજુમાં હતા.

"હા બોલો. મિલિટરીના કોઈ રુલ ના ભંગ ન થાય એવી બાબતમાં હું તમને મદદ કરીશ."

"મારે કેન્ટોન્મેન્ટની 2-3 વખત મુલાકાત લેવી છે. ત્યાં ચાલતી સ્કૂલ જાહેર રસ્તાઓ ઘરો અને ખાસ તો એ બધું સંચાલન કેવી રીતે થઇ છે એ જોવું છે. મેં લંડન માં અને સાઉથ આફ્રિકામાં ત્યાંના આર્મીના રેસિડેન્સ જોયા છે. એની તુલના કરતો એક લેખ મારે યુનોના પીસકીપીંગ ફોર્સના ઓફિસિયલ પબ્લિકેશનમાં મોકલવો છે. એટલે યુરોપ આફ્રિકા અને એશિયાની 'સર્વિસમેન અને એના ફેમિલીને મળતી સગવડો વિશે સમજાય. ચિંતા ન કરો હું લખીને પહેલા તમારું એપ્રુવલ લઈને પછી જ છપાવા મોકલીશ.

"ઓહ. મારે ઉપરથી પરમિશન લેવી પડશે. ત્યાં સીવીલીયનને આવવાની પરમિશન નથી."

"હા મને ખબર છે. પણ હું જનક સર સાથે આવીશ. એ તો તમારા સગા છે એટલે આવીશકેને?'

"ના એને પણ અમુક ફોર્માલિટી પુરી કરવી પડે પણ હું કંઈક ગોઠવીને તમને કહું. હું ગુલાબચંદજીને ફોન કરીશ. પણ એ લેખ છાપવા મોકલતા પહેલા મને વંચવવો પડશે."

"ચોક્કસ વંચાવીશ અને આ મારુ કાર્ડ આમ મારો મોબાઈલ નંબર છે. બને તો આ રવિવારની પરમિશન અપાવી દો. પછી હું જોશી સર સાથે બિકાનેર ચિતોડ વગેરે નીકળી જઈશ.તો 15-20 દિવસ થઇ જશે."

"હા હું કાલે જણાવું. જો મેળ પડે તો તમને હા કહી દઈશ." કહીને તુષાર જોશી અને બીજા ઓફિસર વિદાય થયા.

xxx

"ચતુર આજની રાત બહુ ઉથલપાથલ થવાની છે. અત્યારે દસ વાગ્યા છે. તારા શેઠના ઘરમાં હમણાં બધા પોગ્રામમાંથી ઘરે જશે પછી તું તારા ઘરે ન જતો ગુલાબચંદના બંગલાની આજુબાજુમાં ક્યાંક રહેજે અને કઈ અજુગતું દેખાય તો તરત મને ફોન કરજે. " જીતુભા ચતુરસિંહ ને કહી રહ્યો હતો.

"ભલે શેઠના બંગલા પછીના 3જ બંગલામાં મારો દોસ્ત ડ્રાઈવર છે એને રહેવા એક ઓરડો મળ્યો છે ત્યાં રોકાઈ જઈશ અને ઘરે કહી દઈશ કે આજે નહીં આવું. શું ખરેખર કોઈ મોટી ગરબડ છે?'

"હા કાલે તને ક્યાંક મળીને સમજાવીશ જો બધું સમુસુતરું પાર ઉતરશે તો તારી નીના મેડમ કાલથી જેસલમેર છોડીને ચાલી જશે."

xxx

સવારે 8 વાગ્યે લંડનથી નીકળેલ એક વેનમાં 4 જાણ બેઠા હતા. પિકનિક નો માહોલ હતો સિન્થિયા. જ્યોર્જ માર્શા અને ચાર્લી. પહેલા તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ફર્યા અને ત્યાંથી કીડલિંગટન નામના એક મોટું ગામડું કહો કે નાનું શહેર કહો ત્યાં પહોંચ્યા. અને નદી કિનારે એક ટેન્ટ ઊભો કર્યો સિન્થિયા અને માર્શા ગામમાં પરચુરણ ખરીદી કરવા ને આટો મારવા નીકળ્યા. તો જ્યોર્જ અને ચાર્લી હાથમાં બિયરની બોટલો લઈને ફિશીગ કરવા બેસી ગયા. લગભગ દોઢ કલાકે સિન્થિયા અને માર્શા પાછા આવ્યા. સાથે લાવેલ નાસ્તાના પેકેટ ખોલીને ચારેય નાસ્તો કરવા લાગ્યા.

"કુલ 7 જણા છે. એ સિવાય આજુબાજુ કોઈ નથી લાગતું, કોઈ બેકઅપ ટીમ નથી ઘરથી થોડે દુર આવેલા એક રેસ્ટોરાં માંથી રોજ જમવાનું ફોનથી મળેલા ઓર્ડર પ્રમાણે જાય છે. કલાક પછી તમે બેય મરદ આટો માર્ટા આવો. આમ તો એ 7 જ છે. ગેટ બંધ જ રાખે છે. જમવાનું દેવા ગયેલા રેસ્ટોરાંની છોકરીએ ખખડાવ્યું ત્યારે દરવાજો ખોલ્યો. રાત્રે હું અને માર્શા જશું. તમે પાછળ રહેજો અને અહીંથી 5 કિમિ દૂર હેલીકૉપટર બરાબર રાત્રે 10 વાગ્યે આવી જાય ઇ સુચના આપી દે." સિન્થીયાએ બધામાં બોસ હતી એ કહેતી હતી.

"ઓકે." ચાર્લી કહ્યું. એ 2 નંબરનો ટીમ લીડર હતો." હું અને જ્યોર્જ અલગ અલગ જશું. ને ગામમાં 2-3 કલાક આટો મારશું બને તો એ ઘરની આજુબાજુ ની દુકાનમાં અડ્ડો જમાવશું જેથી કોઈ વધારાનો સાથી એ લોકોનો હોય તો સમજાય. બસ પછી જ્યોર્જ અને માર્શા અને સિન્થિયા અને ચાર્લી નદીમાં ન્હાવા અને પ્રેમાલાપ માં પડી ગયા. લગભગ સાંજના 4વાગ્યા સુધી એમની આ મસ્તી ચાલી પછી જ્યોર્જ ને ચાર્લી ગામમાં આટો મારવા નીકળ્યા ત્યારે ભારતમાં રાતના દસ વાગ્યા હતા. અને ગુલાબચંદ અને નાઝ ઘરે જવા ટાઉનહોલ પરથી નીકળ્યા હતા.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED