“...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...” ‘શ્રીજી વિલા’ની સવાર રોજ આમ જ પડતી. સવારે સાડા છ વાગ્યે તમે ઘડિયાળ મેળવી શકો એટલી નિયમિતતાથી વસુમાના અવાજમાં ભજન ગુંજવા લાગતું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે કબીરના દોહા, ‘શ્રીજી વિલા’ની સવાર વસુમાના અવાજના અલાર્મથી પડતી. આ અવાજને આસપાસનાં ઘરોમાં વસતા ગુજરાતીઓ ‘વસુમા’ કહીને સંબોધતા. છેલ્લા અઢી દાયકાથી વસુમા અહીં જ, ‘શ્રીજી વિલા’માં વસતાં હતાં. આસપાસનો વિસ્તાર પચીસ વર્ષમાં બાળકમાંથી યુવાન થઈ ગયો હતો. વિલે પાર્લેના પશ્ચિમ વિસ્તારના રેલવેસ્ટેશનની નજીક કોઈ એક જમાનામાં સુંદર નાના નાના બંગલાઓ હતા. ધીમે ધીમે બિલ્ડરોએ એમાંથી ફ્લેટ્સની સ્કિમ્સ ઊભી કરતાં કરતાં સાવ ગણ્યા ગાંઠ્યા બંગલાઓ હજી બંગલાના સ્વરૂપમાં ઊભા છે. વિલે પાર્લે સ્ટેશનથી એસ.વી. રોડ સુધી બધું જ બદલાઈ ગયું હતું. સાઉથ ઇન્ડિયન ઉડિપીની જગ્યાએ મેકડૉનાલ્ડ્સ આવી ગયું હતું, પરંતુ ‘શ્રીજી વિલા’ અને સાડા છ વાગ્યે ગુંજતો વસુમાનો એ અવાજ ત્યાં જ, એમ ના એમ જ હતા !
Full Novel
યોગ-વિયોગ - 1
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧ “...અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ... જૂજવે રૂપે અનંત ભાસે... દેહમાં દેવ તું, તત્ત્વ તું... શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે...” ‘શ્રીજી વિલા’ની સવાર રોજ આમ જ પડતી. સવારે સાડા છ વાગ્યે તમે ઘડિયાળ મેળવી શકો એટલી નિયમિતતાથી વસુમાના અવાજમાં ભજન ગુંજવા લાગતું. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં હોય કે કબીરના દોહા, ‘શ્રીજી વિલા’ની સવાર વસુમાના અવાજના અલાર્મથી પડતી. આ અવાજને આસપાસનાં ઘરોમાં વસતા ગુજરાતીઓ ‘વસુમા’ કહીને સંબોધતા. છેલ્લા અઢી દાયકાથી વસુમા અહીં જ, ‘શ્રીજી વિલા’માં વસતાં હતાં. આસપાસનો વિસ્તાર પચીસ વર્ષમાં બાળકમાંથી યુવાન થઈ ગયો હતો. વિલે પાર્લેના પશ્ચિમ વિસ્તારના રેલવેસ્ટેશનની નજીક કોઈ એક જમાનામાં ...વધુ વાંચો
યોગ-વિયોગ - 2
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૨ વિલે પાર્લે સ્ટેશનની પાસે લીલાછમ બગીચાની વચ્ચોવચ આવેલા ‘શ્રીજી વિલા’ની સવાર આજે સારી નહોતી જ પડી. વૈભવી જે બોલી એનાથી અલય અને અજય નાસ્તો કર્યા વિના જ પોતપોતાના રસ્તે પડી ગયા. લજ્જા ખાધું-ન ખાધું કરીને બહાર નીકળી ગઈ. આદિત્યે દાદીમાની માફી તો માગી પણ, આ આખીય ઘટનામાં એનું ય દિલ દુભાયા વિના નહોતું રહ્યું... અને, સૌથી વધારે દિલ દુભાયું હતું વસુમાનું. આટલાં વરસો એમણે કદીય પોતાનો વિચાર જ નહોતો કર્યો. આ ઘર, આ કુટુંબ અને બાળકો માટે જ જીવ્યા હતા એ. એમને શું ગમે છે અથવા એમને શું જોઈએ છે, એવું વિચારવાનો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 3
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૩ “હલો.. ” એમણે કહ્યું અને સામેથી જવાબ આવે ત્યાં સુધીમાં તો એમનું બમણી ઝડપે ધડકી રહ્યું. લોહી નસોમાં જે વેગથી ફરવા લાગ્યું હતું, એનાથી એમને લાગ્યું કે હવે લોહી નસો ફાડીને ફર્શ પર વહેવા લાગશે. વૈભવી પોતાના કમરામાંથી બહાર નીકળીને સીડી પર આવીને ઊભી. જાનકી પણ પોતાના રૂમમાંથી નીકળીને દરવાજે આવીને ઊભી. અજય ઊભો તો ન થયો પણ એનું સમગ્ર અસ્તિત્વ ફોનની બાજુમાં જઈને ઊભું હતું. “હલો... ” વસુમાએ ફરી જોરથી બૂમ પાડી અને બધા સામેથી આવનારા જવાબની રાહ જોઈ રહ્યા. ‘હેલ્લે મા...’ અલય હતો. ‘‘અલય !’’ વસુમાએ કહ્યું અને સૌ પોતપોતાના ...વધુ વાંચો
યોગ-વિયોગ - 4
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૪ ફોન કપાઈ ગયો હતો. સૂર્યકાંત ક્યાંય સુધી કપાઈ ગયેલા ફોનની ઘરઘરાટી સાંભળતો અને પછી એણે ફોન પછાડ્યો.... કોફી લઈને રૂમમાં આવતી લક્ષ્મીની રાખોડી આંખોમાં એક તરલ ભાવ હતો. એના સોનેરી વાળ છૂટ્ટા હતા. એણે પહેરેલી ઘુંટણથી સહેજ ઊંચી શોર્ટ્સમાંથી એના લાંબા પાતળા અમેરિકન લેગ્સ અને પાતળી દોરીવાળા નાઈટ શુટના ટોપમાંથી એની ગોરી અમેરિકન ચામડી દેખાતી હતી. લક્ષ્મી લગભગ સૂર્યકાન્ત જેટલી ઊંચી હતી. એણે રૂમમાં દાખલ થઈને સૂર્યકાન્તને ફોન પછાડતો જોયો. એણે સૂર્યકાન્તની સામે જોયું. “ડેડ, એની થિંગ રોંગ?” “કમ હીયર માય ચાઈલ્ડ.” સૂર્યકાન્તે કહ્યું. લક્ષ્મીએ કોફીની ટ્રે મૂકીને સૂર્યકાન્તની નજીક આવી. સૂર્યકાન્તએ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 5
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૫ ધ્રૂસકે ધ્રૂસકે રડતી અંજલિની પીઠ પર વસુમાનો હેતાળ હાથ ફરી રહ્યો હતો. મનોમન આગ લગાડવાની પોતાની તરકીબ કામ ન લાગી એમ વિચારીને અકળાઈ રહી હતી. જાનકીએ વસુમાના શબ્દો સાંભળ્યા, “આવતી કાલે સવારે મારી અડતાલીસ કલાકની મુદત પૂરી થાય છે. બેટા, જો આવતી કાલ સવાર સુધી તારા પિતા નહીં આવે તો હું મંગળસૂત્ર ઉતારીને મૂકી દઈશ. આપણે કાશી જઈને એમના શ્રાદ્ધની વિધિ કરી દઈશું. એ પછી એ આવે તો પણ...” જાનકીને આ સ્ત્રીની સ્વસ્થતા અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાની આખીયે રીત બહુ નવાઈ ભરેલી લાગી. ‘કેટલી બધી સ્વાભાવિકતાથી એણે સત્યોને સ્વીકાર્યાં હતાં !’ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 6
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૬ સૂર્યકાંતને મનોમન લક્ષ્મીની વાત ફરી સંભળાઈ, “વિચાર નહીં બદલતા, કામનું બહાનું પણ કાઢતા, આપણે ઇન્ડિયા જઇએ છીએ.” અને એમનું ઢચુપચુ થઈ રહેલું મન ફરી એક વાર દૃઢ થઈ ગયું. એમણે સામે લગાડેલા સ્મિતા અને લક્ષ્મીના ફોટા તરફ જોયું. આ ખરેખર સ્મિતાની જ દીકરી હતી. સ્મિતા જેટલી જ મજબૂત, સ્મિતા જેટલી જ સાચી અને ઇમાનદાર. જિંદગી સાથે સ્મિતાની જેમ જ જોડાયેલી... પળપળને જીવી લેવામાં માનતી સ્મિતા સાવ મૃત્યુના બિછાને હતી ત્યારે પણ એનું સ્મિત ઝંખવાયું નહોતું. એણે સૂર્યકાંતને પાસે બોલાવ્યો હતો. એનો હાથ પકડીને થોડી વાર એની આંખોમાં જોઈ રહી હતી. બોલતાં બોલતાં ...વધુ વાંચો
યોગ-વિયોગ - 7
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૭ મુંબઈમાં જુલાઈ મહિનાની સવાર વાદળોથી ઘેરાયેલી હતી. આજે પણ ‘શ્રીજી વિલા’ના કમ્પાઉન્ડમાં અવાજ ગુંજતો હતો. આમ તો આ સવાર રોજની સવારો જેવી જ હતી. પરંતુ, વસુમાની છાતી ઉપર જાણે પચ્ચીસ વરસનો ભાર હતો. સંતાનોને એમણે વચન આપ્યા મુજબ ૪૮ કલાક પૂરા થઈ ગયા હતા. અને એમને જે સમાચાર કે ઉત્તરની અપેક્ષા હતી એ નહોતો જ આવ્યો. વસુમાને જાણે રહી-રહીને ડૂમો ભરાઈ આવતો હતો. આજથી પચીસ વરસ પહેલા પતિના ચાલ્યા જવાનું દુઃખ એમણે જે રીતે છાતીમાં ભરી રાખ્યું હતું, એ રીતે એમને રહી-રહીને ડર લાગતો હતો કે, કદાચ હળવી ઠેસ વાગશે તોય એ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 8
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૮ અભયે ઘડિયાળમાં જોયું. સવારે ત્રણ ને પાંત્રીસ... એ સફાળો બેઠો થઈ ગયો. શીટ...” અને ઝડપથી બાથરૂમમાં જઈ મોઢે પાણી છાંટ્યું. પછી વીખરાયેલાં કપડાં શોધવા માંડ્યાં... આછા બ્લ્યુ અંધારામાં એને કપડાં જડ્યાં નહીં એટલે એણે લાઇટ કરી. “ઓહ માય ગોડ ! યુ આર લિવિંગ ?” બેડમાં ઊંધી સૂતેલી છોકરીએ માથું ઊંચકીને અભય સામે જોયું. એ કમર સુધી ચાદર ઓઢીને સૂતી હતી. એની આરસપ્હાણમાંથી કંડારી હોય એવી ડાઘ વગરની સુંદર પીઠ ઉઘાડી હતી. લાઇટ પડતાં જ એની ગોરી ચામડી ચમકી ઊઠી. એ હાથને કોણીમાંથી વાળીને માથા નીચે મૂકી ઊંધી સૂતી હતી. ઓઢેલી ચાદરમાંથી પણ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 9
પ્રકરણ - 9 “હા, બેટા.” સૂર્યકાન્તે કહ્યું અને લક્ષ્મી ઝટકાથી ઊભી થઈ. વિમાનને સીડી લાગી અને બાપ-દીકરી હેન્ડ લગેજ નીચે ઊતરવા લાગ્યાં. મુંબઈની હવાનો પહેલો શ્વાસ સૂર્યકાન્તનાં ફેફસાંમાં ભરાયો અને એમને લાગ્યું કે જિંદગી જાણે પચ્ચીસ વરસ પાછળ ધકેલાઈ ગઈ હતી. આ શહેર સાથેનાં ગણી ના શકાય એટલાં સ્મરણો એમના મન અને મગજમાં ધમસાણ મચાવવા લાગ્યાં. અહીંથી જ અમેરિકા ગયા હતા એ, આજથી બરાબર પચ્ચીસ વરસ પહેલાં. કેટલું બધું પાછળ છોડીને... અને આજે આવ્યા હતા તોય પાછળ કેટલુંય છોડીને આવ્યા હતા ! શું હતું આ શહેરમાં, જે ખેંચી લાવ્યું હતું એમને ? સૂર્યકાન્ત મહેતાએ કોઈ કારણ વગર ઊભેલા લોકો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 10
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૦ સૂર્યકાંત જ્યારે ‘શ્રીજી વિલા’ની બહાર નીકળ્યા ત્યારે એમના આખા શરીરે પરસેવો વળતો પગ પાણી પાણી થતા હતા, આંખે અંધારાં આવતાં હતાં અને હવે કઈ દિશામાં જવાનું છે એની જાણે સૂઝ જ પડતી નહોતી. બહાર આવીને એ થોડી વાર રસ્તા પર એમ જ ઊભા રહ્યા. નમતી બપોરનો ટ્રાફિક પ્રમાણમાં હળવો થઈ ગયો હતો. સૂર્યકાંતને કંઈ સૂઝ્યું નહીં એટલે પસાર થતી ટેક્સીને હાથ કરી ઊભી રાખી. બારણું ખોલીને પાછળ બેસી ગયા... “કિધર જાના હૈ ?” ટેક્સીવાળાએ પૂછ્યું. “ક્યા ?” સૂર્યકાંતને વિચાર આવ્યો. “ક્યાં જવાનું છે મારે ? જ્યાં જવા માટે આવ્યો હતો...” પછી પ્રયત્નપૂર્વક ...વધુ વાંચો
યોગ-વિયોગ - 11
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૧ કનખલ પાસે આવેલા ઉત્તરપ્રદેશ ટુરીઝમના ગેસ્ટ હાઉસની પાછળની તરફ ફાંટો પાડીને ઊભો ગંગાનો આર્ટિફિશિયલ પ્રવાહ ઉછાળા મારતો વહી રહ્યો હતો. મૂળ ગામ હરિદ્વારથી બે-ત્રણ કિ.મી.ના અંતરે આવેલું યુ.પી.ટી.ડી.સી.નું મકાન હરિદ્વારની ચહલ-પહલ અને કોલાહલથી થોડું દૂર હતું. મોટે ભાગે અહીંયા ફોરેનર્સ ઊતરતાં. હરિદ્વારની સામાન્ય ધર્મશાળાઓ કરતાં થોડું મોંઘું, પણ જો સાચા અર્થમાં ગંગા માણવી હોય તો આ સ્થળ એકદમ યોગ્ય હતું. તમામ રૂમોની બાલ્કની પાછળની તરફ પડતી હતી. કોઈ પણ એન્ગલમાં કોઈ પણ રૂમમાંથી બહાર નીકળીને ઊભા રહો તો સીધી ગંગા દેખાય. ધસમસતો- ફીણ ફીણ થઈ જતો ધોળા પાણીનો પ્રવાહ, પગથિયા બાંધીને બનાવેલો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 12
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૨ નિરવના મગજમાં મગજમાં વસુમાના ઘરના ડ્રોઇંગરૂમમાં વર્ષોથી એકધારો લટકતો એક બ્લેક ઍન્ડ ફોટો ઝૂલી રહ્યો હતો... એનું મગજ જાણે કામ કરતું અટકી ગયું હતું. “તમે ?!!...” એણે સૂર્યકાંત તરફ એવી રીતે જોયું જાણે હમણાં જ બેભાન થઈ જશે. એ તદૃન બીજી દુનિયામાં હોય એમ અન્યમનસ્ક હતો. ઘડીભર પહેલાંનો રોમાન્સ આ બે રાખોડી આંખોમાં ડૂબવાની-તરવાની ઝંખનાની ક્ષણો અને લક્ષ્મીનું રણકતું હાસ્ય જાણે ભૂંસાઈ ગયું હતું, કાચની દીવાલ પરના ભેજની જેમ. પેલે પારનું દૃશ્ય સ્પષ્ટ થયું હતું અને એ દૃશ્યમાં જે દેખાતું હતું એ મન કે બુદ્ધિ કોઈ માની શકે તેમ નહોતું. “ત...તમે ?!” ...વધુ વાંચો
યોગ-વિયોગ - 13
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૩ અંજલિ કોઈ પણ હિસાબે વસુમા અને ભાઈઓ સાથે હરિદ્વાર જવા માગતી હતી. પ્રેગનન્સીની સાવ શરૂઆત હતી. પેટમાં પાણીયે ટકતું નહોતું. ખાવાનું, જ્યૂસ, દૂધ, ફ્રુટ્સ- બધું જ નીકળી જતું. થોડી નબળી પણ થઈ ગઈ હતી. એના ડૉક્ટરે એને પ્રવાસ કરવાની ના પાડી, અને સમજાવી કે પ્રેગનન્સીના શરૂઆતના ત્રણ મહિના સાચવી લેવા અનિવાર્ય છે. ત્યારથી જ એનું મન ઉદાસ થઈ ગયું હતું. વસુમા અને ભાઈઓ નીકળ્યા ત્યારે એ ખૂબ રડી. વસુમા અને ભાઈઓ ગયા એ પછી પોતાના ઘરે જઈને એને ફરી ઊલટી થઈ. ભયાનક ચક્કર આવવા માંડ્યાં અને છતાં ટેબલ પર બેસીને એ ક્યાંય ...વધુ વાંચો
યોગ-વિયોગ - 14
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૪ વૈભવીએ ફરી નંબર જોડ્યો અને ૧૦૧૧ માગ્યો. ‘‘ફોન એન્ગેજ છે મેડમ...’’ ‘‘એન્ગેજ? રાત્રે ને દસે?’’ વૈભવીને ફાળ પડી. એને સૌથી પહેલો વહેમ જાનકી ઉપર પડ્યો. હજી આજે સાંજે જ એને જાનકીએ પૂછ્યું હતું... ‘‘પપ્પાજી તો નહોતા ને ?’’ એણે એ વખતે તો હસીને ટાળી દીધું હતું પણ જો સૂર્યકાંત મહેતા પાછા આવે તો પોતાની સ્થિતિ કફોડી થશે. આવા સમયે એણે પોતાને બચાવવાનો પ્રયાસ કરવો પડે. એને બદલે એ જો સામેથી સૂર્યકાંતને શોધીને, વસુમાની સામે ઊભા કરી દેતો... તો?!!! તો?!!! વૈભવીનું ચિત્ત ચકડોળે ચઢ્યું હતું. એણે મહેનત કરીને સૂર્યકાંતનો પત્તો તો કાઢ્યો, પણ તાજનો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 15
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૫ બહાર નીકળીને પ્રિયાએ અભયનો નંબર ડાયલ કર્યો. અભયનો ફોન સ્વીચઓફ હતો ! પ્રિયા નંબર ડાયલ કરતી જતી હતી અને દરેક વખતે સ્વીચઓફનો સંદેશો સાંભળીને એની અકળામણ એક ડિગ્રી વધતી જતી હતી... પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયાં. એને ગઈ કાલે રાતનો અભયનો અવાજ યાદ આવી ગયો, ‘‘શેનું બાળક, કોનું બાળક ? ચૂપચાપ અબોર્શન કરાવી લે. આ ભૂલને બાળક કહીને કારણ વગરના ઇમોશન્સમાં ઘસડાઈશ નહીં અને મને પણ ઘસડવાનો પ્રયત્ન ના કરીશ...’’ પ્રિયા ક્યારેક અભયને સમજી નહોતી શકતી. ક્યારેક તો અભય એવો વહી જતો કે પ્રિયાને લાગતું કે એ પ્રિયા વિના જીવી નહી શકે. તો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 16
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૬ ‘‘આજે પૂજામાં જરા વધારે વાર લાગી ગઈ નહીં?’’ વસુમાએ કહ્યું અને જવાબની રાહ વિના જ પોર્ચમાં ઊભેલી ગાડી તરફ ચાલવા માંડ્યું. વસુમાની પાછળ ત્રણે ભાઈઓ દોરાયા. ચારેય જણ બહાર ઊભેલી ઇન્ડિકા ટેક્સીમાં બેસીને હરકી પૌડી તરફ રવાના થયા. ગંગાના કિનારે હરકી પૌડી પર ગંગાજીનું મંદિર છે. મંદિરની બિલકુલ સામે ગંગાજીનો પ્રવાહ વાળીને ઊભો કરાયેલો આર્ટિફિશિયલ ઘાટ છે. ઘાટ ઉપર પંડાઓ-બ્રાહ્મણોની સાથે સાથે ગંગાસ્નાન કરવા, પિતૃદોષ નિવારણ અને શ્રાદ્ધ કરવા આવનારા શ્રદ્ધાળુઓની ભીડ બારેમાસ રહે છે. ગંગાના પ્રવાહમાં વર્ષમાં બે વાર પાણી ધસમસતું વહે છે. પહેલી વાર, જ્યારે મે મહિનામાં હિમાલયનો બરફ પીગળે અને ...વધુ વાંચો
યોગ-વિયોગ - 17
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૭ દિલ્હી-મુંબઈની જેટ એરવેઝની ફ્લાઈટ મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પણ લેન્ડ થઈ ત્યારે રાતના દસ થવા આવ્યા હતા. બપોરે શ્રાદ્ધ પતાવી, જમી અને એ જ એ.સી. ઇન્ડિકા ટેક્સીમાં વસુમા અને ત્રણ ભાઈઓ હરિદ્વારથી દિલ્હી આવવા નીકળ્યા હતા. દિલ્હીથી સાડા આઠની જેટ એરવેઝની ફ્લાઇટ પકડીને એ લોકો મુંબઈ ઊતર્યા ત્યારે રાતના સાડા દસ થયા હતા. શહેર આખું વરસાદમાં તરબોળ હતું. ધોધમાર વરસાદ પડી રહ્યો હતો... એરપોર્ટના અરાઈવલ ટર્મિનલની બહાર ઉતાવળે નીકળીને અભયે ચારે બાજુ જોયું. ‘‘વૈભવી પાસે ફ્લાઇટની વિગતો હતી જ એટલે એ લેવા તો આવી જ હશે !’’ એ જ વખતે પાછળ પાછળ અલય, ...વધુ વાંચો
યોગ-વિયોગ - 18
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૮ જાનકી સામેથી આવતા અજય તરફ આગળ વધી. વૈભવી ત્યાં જ ઊભી રહી, અભયની જોઈને... અજયે કંપાઉન્ડમાં દાખલ થતાં જ જાનકીનો ચહેરો જોયો. ખબર નહીં એને શું થઈ ગયું, પણ એણે જાનકીનો હાથ પકડી લીધો. જ શ્રાદ્ધ પૂરું કરીને આવેલા અજયને ક્યારનુંય કોઈને વળગીને રડી પડવું હતું. જાનકી જાણતી હતી આ વાત કે અજય જ્યારે પણ હરિદ્વારથી આવશે ત્યારે ઢીલો થઈ ગયો હશે. અજયની એના પિતા માટેની લાગણી જાનકી જાણતી. ઘરમાં કોઈ પણ સૂર્યકાંત મહેતા વિશે ઘસાતું બોલે એ અજયને બહુ ગમતું નહીં એની જાનકીને ખબર હતી. ચારેય ભાઈ-બહેનોમાં અજયને એના પિતા માટે થોડો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 19
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૯ વૈભવી પોતાના બેડરૂમમાં પડખાં બદલી રહી હતી. અભયે આજે જે કર્યું હતું એ એના માટે આ ઘરમાં કોઈને પણ મોઢું બતાવવું શક્ય નહોતું. અભયે જાહેરમાં તમાચો માર્યો હતો એને, અને એ પણ વસુમાની હાજરીમાં ! પોતાનું વર્ચસ્વ આ ઘરમાં જમાવવા માટે પરણીને આવી એ દિવસથી વૈભવી ઝઝૂમી રહી હતી. એનો પૈસો, એની સુંદરતા કે એની બુદ્ધિ કશુંયે કામ નહોતું લાગ્યું હજુ સુધી. આ ઘર વસુમાનું હતું અને એમના બધા જ દીકરાઓ- વૈભવીનો પતિ સુદ્ધા- આજની તારીખ સુધી એમનો પડ્યો બોલ ઝીલતા હતા. પોણા બે થવા આવ્યા હતા. પોણા અગિયાર- અગિયાર વાગ્યાનો ગયેલો અભય ...વધુ વાંચો
યોગ-વિયોગ - 20
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૦ વૈભવીએ જમીન પર પડ્યાં પડ્યાં દાંત પીસીને અભયને ગાળ આપી, ‘‘સાલો બાયલો... બૈરી હાથ ઉપાડે છે...હજી તો બાપ ઘરમાં નથી આવ્યો અને એનાં લક્ષણો આવી ગયાં ?’’ તે જ વખતે વસુમા રસોડામાંથી બહાર આવ્યાં... આખેઆખું ડાઇનિંગ ટેબલ ધરતી ફાડીને શ્રીજી વિલાની જમીનમાં ઊતરી જાય તો સારું એવું લગભગ બધાના મનમાં થયું. ‘‘બેટા વૈભવી, આ ઘરમાં આ ભાષા છેલ્લાં પચીસ વર્ષમાં વપરાઈ નથી, ન વપરાય એવો મેં પ્રયાસ કર્યો છે... આજે જ્યારે તમારા સસરા પચીસ વર્ષે પાછા ફરે છે ત્યારે આટલાં વર્ષો દરમિયાન મેં શું કર્યું એનો હિસાબ આ રીતે ન આપો તો સારું ...વધુ વાંચો
યોગ-વિયોગ - 21
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૧ સૌ જમવા બેઠા ત્યારે સૂર્યકાંત મનોમન સહેજ મલકાયા, ‘‘ભલે જરા કડક વર્તી લે બાકી વસુ કશુંયે ભૂલી નથી. બધી જ મારી ભાવતી વાનગીઓ, મને ગમે એવી જ રીતે બનાવાઈ છે. ઘરનો શ્રીખંડ, બટાકાનું લીલા મસાલાનું શાક, મિક્સ કઠોળ ઉપર કાચું તેલ અને ઝીણા સમારેલાં કાંદાં, લવિંગવાળા ભાત અને સહેજ ગળી કઢી.... ‘‘આટલા વર્ષો પછી પણ વસુના હાથની રસોઈ એવી ને એવી છે.’’ સૂર્યકાંતથી વસુની સામે જોઈને વખાણ કર્યા વિના ના રહેવાયું. ‘‘હું તો રસોડામાં ગઈ જ નથી. બધું જાનકીએ જ બનાવ્યું છે.’’ ‘‘પણ મેનુ તો તેં બનાવ્યું ને ? તું કશુંયે ભૂલી નથી ...વધુ વાંચો
યોગ-વિયોગ - 22
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૨ રાજેશ અને અંજલિ પોતાને ઘેર જવા નીકળ્યાં ત્યારે સૂર્યકાંતને ભેટેલી અંજલિનું રૂદન છૂટી આટલાં વર્ષોની ફરિયાદ અને અભાવો જાણે અંજલિની આંખોમાંથી વહી રહ્યા હતા. આમ તો અંજલિ આવી હાલતમાં રડે એ રાજેશ માટે અસહ્ય હતું, પણ અત્યારે રાજેશ ચૂપચાપ એની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. એ જાણતો હતો કે અંજલિને રોકવાથી કંઈ નહીં થાય. આટલાં વર્ષોની પીડા એની આંખોમાંથી વહી રહી હતી અને એ વહી જાય તો જ એનું મન હળવું થાય એવું હતું. ‘‘બાપુ, આઇ મિસ્ડ યુ બાપુ !’’ અંજલિ કહી રહી હતી. ‘‘આઈ મિસ્ડ યુ ટુ માઇ ચાઇલ્ડ, આઇ મિસ્ડ યુ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 23
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૩ સૂર્યકાંતે હળવેકથી વસુમાના કપાળથી વાળ સુધી હાથ ફેરવવા માંડ્યો... અત્યાર સુધી ડૂમો બનીને રહેલું રૂદન બંધ આંખે જ વસુમાની આંખોના ખૂણામાંથી ગાલ ઉપર થઈને ગળા સુધી વહી આવ્યું. સૂર્યકાંતે હળવેથી વસુના કપાળે હાથ ફેરવવા માંડ્યો, ‘‘વસુ, બધું જ જાણતી હોવા છતાં તેં કેમ કાંઈ ન કહ્યું ? શું કામ ચૂપ રહી ?’’ વસુમાની આંખો હજુયે બંધ જ હતી. એમણે બંધ આંખે જ થૂંક ગળાની નીચે ઉતાર્યું. એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ હળવેથી પોતે જ સાંભળી શકે એમ કહ્યું, ‘‘હું તો પરણીને આવી એ રાતથી જ મને ખબર હતી કે મારું કંઈ નથી. ...વધુ વાંચો
યોગ-વિયોગ - 24
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૪ લક્ષ્મી અને નીરવ હજી ગાડી કાઢે એ પહેલાં એક માણસ તાજની અંદરથી હાંફળો-ફાંફળો બહાર આવ્યો. સૂટ-બૂટ પહેરેલો એ માણસ આમતેમ ફાંફા મારી રહ્યો હતો. એણે દરવાનને, ડોરકીપરને ઘાંઘોવાંઘો થઈને પૂછી રહ્યો હતો, ‘‘અનુપમા ? અનુપમા ઘોષ કે દેખા કિસી ને ? વો હીરોઈન... અનુપમાજી જાનતે હો ના ? દેખા કિસીને ?’’ દરવાને, બેલકેપ્ટને, બધાએ એક જ જવાબ આપ્યો, ‘‘અભી તો યહાં થી, પતા નહીં કહા ચલી ગઈ...’’ ‘‘શીટ...’’ પેલો માણસ માથે હાથ દઈને તાજમહાલ હોટેલની પોર્ચના પગથિયામાં બેસી ગયો ! ‘‘શું થયું ?’’ નીરવે પૂછ્યું. ‘‘કશું નહીં. એક્ચ્યુલી... ’’ આ અજાણ્યા માણસ પર ...વધુ વાંચો
યોગ-વિયોગ - 25
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૫ વૈભવી ચૂપચાપ રૂમનું બારણું બંધ કરીને પાછી આવીને અભયની બાજુમાં આવીને સૂઈ ગઈ પણ આજે એની ઊંઘ વેરણ થઈ ગઈ હતી. અભયે સૂતેલી સાપણની પૂંછડી મરડીને એને જગાડી હતી... ‘‘તમારા માતુશ્રીએ ભગાડી મૂક્યા તમારા પિતાશ્રીને.’’ અભયે જવાબ જ ના આપ્યો. ‘‘મારું માનવું છે કે તમારે કાલે જઈને પપ્પાજીને અહીંયા લઈ આવવા જોઈએ.’’ વૈભવીએ ઊંધા ફરીને સૂતેલા અભયને હાથ લપેટ્યો. અભયની ચૂપકિદી વૈભવીને અકળાવા લાગી, ‘‘હું જાણું છું કે તમે બહેરા નથી.’’ ‘‘હોત તો સારું થાત.’’ અભયે હાથ ઝટકાવી નાખ્યો અને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ વૈભવી કોઈ પણ રીતે સૂર્યકાંતને આ ઘરમાં લઈ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 26
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૬ સંજીવ એક કલાકથી અનુપમા સાથે માથાં ઝીંકી રહ્યો હતો. અનુપમાએ આખા મહિનાની બધી કેન્સલ કરી હતી અને સળંગ અલયને તારીખો આપવાનું કહી રહી હતી. ‘‘પણ મેડમ, એની ફિલમના હજુ ઠેકાણા નથી.’’ ‘‘પડશે, પડશે, એનું ઠેકાણું પડી જશે, મેં શૈલેષ સાવલિયા સાથે વાત કરી છે. એક સારા માણસે બીજા સારા માણસ સાથે ધંધો કરવો જોઈએ... શૈલેષ સાવલિયાએ બે હિટ પિક્ચર આપ્યાં છે. આ ત્રીજું પણ...’’ ‘‘મેડમ, તમે એને ઓળખો છો ? ફ્રોડ હશે તો ?’’ ‘‘નહીં હોય.’’ ‘‘પણ મેડમ, રાજીવ ગુપ્તા, મહેશ અચરેકર અને મકસુદ મુસ્તાક... મેડમ, આ બધાને આપણે તારીખો આપી છે. સન્ની, ...વધુ વાંચો
યોગ-વિયોગ - 27
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૭ જાનકી અને લક્ષ્મી શાકભાજીના બે મોટા થેલા ઊંચકીને ઘરમાં દાખલ થયાં ત્યારે વૈભવી મેગેઝિનનાં પાનાં ઉથલાવી રહી હતી. ‘‘કોઈ નથી ?’’ જાનકીએ આમતેમ જોયું. ‘‘હું આવડી મોટી બેઠી છું ને ?’’ ‘‘ડેડી...’’ ‘‘બહાર ગયા છે. મારાં સાસુ જોડે.’’ ‘‘ખરેખર !’’ લક્ષ્મીના ચહેરા પર આનંદ છાનો ના રહ્યો, ‘‘મને ખાતરી હતી કે એક વાર અહીં રહેવા આવી જઈશું તો ડેડી અને મા વચ્ચે નાના નાના પ્રસંગોમાં સમાધાન થતું જશે...’’ ‘‘એવું તો મને પણ લાગે છે કે તમે જ્યારે પાછા જશો ત્યારે બે નહીં, ત્રણ ટિકિટ લેવી પડશે. સવાલ માત્ર એટલો જ છે કે તમે ...વધુ વાંચો
યોગ-વિયોગ - 28
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૮ લક્ષ્મી સૂર્યકાંત મહેતાની બાજુમાં બેઠી હતી. સૂર્યકાંત મહેતાના મનમાં એક અજબ જેવો ઉચાટ એમને કોઈ રીતે સમજાતું નહોતું કે વસુના મનમાં આખરે હતું શું ? અહીં બોલાવીને શું ઇચ્છતી હતી ? ‘‘બોલાવ્યા પછી એણે ન કોઈ ફરિયાદ કરી કે ન મારા આવ્યાનો કોઈ મોટો આનંદ જાહેર કર્યો. જાણે કોઈ એક માણસ બહારગામથી આવ્યો હતો, થોડું રોકાવાનો હતો અને પછી ચાલી જવાનો હતો !’’ લક્ષ્મી હળવે હળવે સૂર્યકાંત મહેતાના માથામાં હાથ ફેરવતી હતી. એ પિતાનો ઉચાટ અને અસુખ જોઈ શકતી હતી. થોડું ઘણું સમજી પણ શકતી હતી. સૂર્યકાંત મહેતાના મનમાં જાણે વિચારોનું ચક્ર ભયાનક ...વધુ વાંચો
યોગ-વિયોગ - 29
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૨૯ કોઈ કંઈ સમજે એ પહેલાં વસુમા આગળ વધ્યાં, ‘‘બસ, બહુ થયું.’’ એમણે અલયનો પકડ્યો, ઘસડીને સૂર્યકાંત મહેતાની સામે લઈ ગયાં અને શાંત, સંયત છતાં સત્તાવાહી અવાજમાં કહ્યું, ‘‘માફી માગ તારા પિતાની...’’ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૌથી વધારે અલય. એને સમજાતું નહોતું કે એણે તો એની મા માટે જ દલીલ કરી હતી. માની આટલાં વર્ષોની પીડા સમજીને એણે પિતાને આ વાત કહી હતી અને હવે એની મા જેણે આટલાં વર્ષોમાં આ બધું જ સહ્યું, જેની આંખોમાં એણે આ બધી ફરિયાદો છેલ્લા કેટલાય દિવસોમાં અનેક વાર વાંચી હતી એ મા, એને એક એવા માણસની ...વધુ વાંચો
યોગ-વિયોગ - 30
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૦ શ્રીજી વિલાની બહાર નીકળીને અંજલિએ તરત ટેક્સી પકડી, ‘‘જે. ડબલ્યુ. મેરિયટ...’’ એની આંખો હતી અને એનો મોબાઇલ રણક્યો. એણે ફોન ઉપાડ્યો અને જોયા વગર જ ધારી લઈને કહ્યું, ‘‘નીકળી ગઈ છું, પહોંચું છું.’’ એક ક્ષણ માટે સામેથી કોઈ કશું ના બોલ્યું, પછી રાજેશનો અવાજ સંભળાયો, ‘‘બેબી, હું છું. આર યુ ઓ. કે....’’ ‘‘ઓહ, હા.. હા...’’ અંજલિ થોથવાઈ ગઈ, ‘‘પહેલા મા, પછી ભાભી અને હવે રાજેશ... શફ્ફાકને મળવાનું મારા નસીબમાં જ નથી. હમણાં જ પૂછશે ક્યાં જાય છે ?’’ ‘‘પછી ફોન કરું ? બિઝી છે ?’’ રાજેશના અવાજમાં એક અચકાટ હતો. ‘‘ના, ના, બોલોને...’’ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 31
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૧ ‘‘ના રાજેશ, હું આજે રાત્રે તો નહીં જ આવું.’’ ‘‘કાલે ? કાલે લઈ તને ?’’ ‘‘હું ફોન કરીશ...’’ અને આગળ વાત કર્યા વિના અંજલિએ ફોન કાપી નાખ્યો. રાજેશે ફરી ટ્રાય કર્યો પણ અંજલિનો ફોન સ્વીચઓફ થઈ ગયો હતો. થોડી વાર પહેલાં જ્યારે રાજેશે ફોન કર્યો ત્યારે અંજલિએ ફોન ઉપાડીને કહેલું વાક્ય રાજેશના મગજમાં ઘૂમરાઈ ગયું. ‘‘નીકળી ગઈ છું, પહોંચું છું.’’ ‘‘ક્યાં જતી હશે એ ? પેલાને મળવા ? એને છૂટથી મળી શકાય એટલા માટે શ્રીજી વિલા ચાલી ગઈ હશે ?’’ રાજેશના મનનો પુરુષ પછડાટ ખાવા લાગ્યો. એના મનની અંદર સેંકડો જાતના વિચારો ઊભરાવા ...વધુ વાંચો
યોગ-વિયોગ - 32
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૨ અંજલિ કોફીશોપમાંથી નીકળીને જાનકી ગઈ હતી તેની વિરુદ્ધ દિશામાં ચાલવા લાગી. ગ્લાનિ અને એનું મગજ ફાટફાટ થતું હતું. એને કોઈ પણ સંજોગોમાં શફ્ફાક સાથેના સંબંધોમાં લાંબુ ભવિષ્ય નહોતું જ દેખાતું... પરંતુ એક પળભરના પ્રણયમાંથી એને અજબ પ્રકારનું સુખ મળવા લાગ્યું હતું ! એવું નહોતું અંજલિ રાજેશ સાથે સુખી નહોતી, પણ એની અંદર અચાનક બટકીને તૂટી ગયેલા શફ્ફી સાથેના સંબંધની કણી ખૂંચ્યા જ કરતીહતી. છેલ્લાં પાંચ વર્ષથી એને રાત-દિવસ શફ્ફીના વિચારો આવતા હતા એવું નહોતું, પણ ક્યારેક એ છાપામાં કે ટેલિવિઝન પર એનો ચહેરો જોતી અને એનો વિચાર આવતો ત્યારે અંદર એક પીડાની હૂક ...વધુ વાંચો
યોગ-વિયોગ - 33
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૩ અંજલિની બંધ આંખોમાંથી આંસુનું એક ટીપું સરી પડ્યું. રાજેશે એ ટીપું લૂછી નાખ્યું, હાથ પકડ્યો, ‘‘આઈ લવ યુ અંજુ. તું ધારે છે અને માને છે એનાથી ઘણો વધારે પ્રેમ કરું છું હું તને...’’ અંજલિએ હળવેકથી આંખો ઉઘાડી. પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવી, પછી રાજેશની સામે જોયું- ‘‘રાજેશ, કદાચ આજે સમજી છું પ્રેમનો અર્થ...’’ વસુમા નજીક આવ્યાં. એમણે અંજલિના માથે હાથ ફેરવ્યો, ‘‘કોઈ વાત માટે જીવ ના બાળીશ બેટા, પહેલાં સાજી થઈ જા. પછી બધી વાત.’’ ‘‘સાજી ? સાજી થતાં તો હવે દોઢ મહિનો થશે. ફ્રેક્ચર છે પગમાં...’’ પછી ચહેરો બીજી તરફ ફેરવી ...વધુ વાંચો
યોગ-વિયોગ - 34
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૪ અભય એની સામે ઝેર ઓકતી નજરે જોઈને ઉપર ચડી ગયો. જાનકી જવાબ આપ્યા પોતાના ઓરડા તરફ આગળ વધી ગઈ. ડ્રોઇંગરૂમની વચ્ચોવચ ઊભેલી વૈભવી ફસ્ટ્રેશનમાં બરાડી, ‘‘હું આજે આ વાત કરવાની છું, ઘરના બધા લોકોની હાજરીમાં...’’ અને પછી પોક મૂકીને રડી પડી. જાનકી આગળ વધી. એણે વૈભવીના ખભે હાથ મૂકવાનો પ્રયત્ન કર્યો, ‘‘ભાભી ! ’’ પણ વૈભવીએ એનો હાથ ઝાટકી નાખ્યો, ‘‘મને કોઈની સિમ્પથીની જરૂર નથી. હું મારા પ્રશ્નો જાતો જ સોલ્વ કરી લઈશ.’’ એ સોફા પર બેસી ગઈ. ગુસ્સામાં ને અપમાનમાં અકળાયેલી વૈભવીને કંઈ જ સૂઝતું નહોતું. એને એટલું સમજાતું હતું કે અભય ...વધુ વાંચો
યોગ-વિયોગ - 35
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૫ વસુમાને જોતાં જ એ સોફામાંથી ઊઠીને એમના તરફ દોડી. વસુમા કંઈ સમજે એ એમને ભેટીને એણે મોટી પોક મૂકી, ‘‘માઆઆઆઆ....’’ ‘‘જાનકી, વૈભવીને પાણી આપજો.’’ વસુમાનો અવાજ આશ્ચર્યજનક રીતે સ્વસ્થ અને સંયત હતો, ‘‘રડવાથી વાતનો ઉકેલ નહીં આવે. બેસો વૈભવી, આપણે વાત કરીએ.’’ ‘‘મા...’’ વૈભવીનું રડવાનું હજુ ચાલુ જ હતું. સૂર્યકાંતને ખૂબ નવાઈ લાગી હતી આ આખીયે પરિસ્થિતિ જોઈને. ‘‘રોજેરોજ આ અને આવા કેટલા પ્રશ્નોમાંથી પસાર થઈ હશે મારી વસુ !’’ એમને વિચાર આવી ગયો, ‘‘એક પુરુષ ઘરમાં નથી હોતો ત્યારે એક મા ઉપર કેટલી બધી જવાબદારી આવી પડતી હોય છે. ચાર-ચાર સંતાનોને અને ...વધુ વાંચો
યોગ-વિયોગ - 36
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૬ ખૂબ રિંગ વાગ્યા પછી જ્યારે શ્રેયાનો ફોન ન ઉપડ્યો ત્યારે અલયને નવાઈ લાગી અચાનક જ ઝબકારો થયો, એણે અનુપમાને ફોન કર્યો. ‘‘યેસ...’’ ‘‘એક નંબર પરથી મિસ્ડ કોલ્સ છે ?’’ ‘‘કયો નંબર...’’ અલયનું મગજ ફાટી ગયું ! એણે પોતાનો ફોન ...વધુ વાંચો
યોગ-વિયોગ - 37
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૭ ઠાકોરજીની પૂજા કરીને એ ઊભાં થયાં ત્યારે સવારના સાડા પાંચ થયા હતા. રાતના હજીયે વસુમાની છાતી પર જાણે વજન થઈને એમને વળગ્યા હતા. સામાન્ય રીતે કોઈ વાતે વિચલિત ન થતાં વસુમા આજે વારે વારે પોતે જે રીતે સૂર્યકાંતને ખભે માથું મૂકીને રડી પડ્યાં એ વિચારતા પોતાની જાતને જ પ્રશ્નો પૂછવા લાગ્યાં હતાં.ઠાકોરજીની સામે સામે બેઠા બેઠા, પૂજા કરતાં કરતાં પણ એમને વારે વારે એ જ દૃશ્ય દેખાયા કરતું હતું. ‘‘શું હું હજીયે સૂર્યકાંતમાં કોઈ આધાર, કોઈ સલામતી શોધું છું? શ્રેયાને કહેવાની વાત તો સામાન્ય હતી... મારા ભૂતકાળની એક સાવ સાદી વાત, જે મેં ...વધુ વાંચો
યોગ-વિયોગ - 38
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૮ ‘‘મદદ એટલે ?’’ સૂર્યકાંતે વસુમાની સામે જોયું. વસુમાએ જવાબ આપ્યા વિના નજર ફેરવી પરંતુ સૂર્યકાંતની આંખો હવે યશોધરા તરફ ફરી હતી. યશોધરાની આંખોમાંથી હજીયે પાણી વહી રહ્યાં હતાં, ‘‘મદદ... મારા હોસ્પિટલનાં બિલો ચૂકવવાથી શરૂ કરીને આજ સુધી વસુ દર મહિને મને પૈસા મોકલે છે.’’ ડગમગતા અને હાલતા શરીરે, વાંકા મોઢે યશોધરા વારે વારે વસુમાને હાથ જોડી રહી હતી. સૂર્યકાંતે વસુમા સામે જોયું, ‘‘વસુ !’’ અને એમની આંખોમાં વસુંધરા માટેનો અહોભાવ છલકાઈ ગયો. ‘‘કાન્ત, હવે એ વાત કંઈ બહુ મહત્ત્વની નથી.’’ ‘‘અરે ! મહત્ત્વની કેમ નથી ? તમારા હસબન્ડ તમને જેના માટે છોડીને ભાગી ...વધુ વાંચો
યોગ-વિયોગ - 39
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૩૯ ‘‘હું હાર નહીં માનું.’’ વૈભવીએ મનોમન કહ્યું અને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ સામે રહી... એક- બે- ત્રણ- ચાર... કોણ જાણે કેટલી ક્ષણ પસાર થઈ અને વૈભવીએ અભયની ગાડી ેગેટની બહાર નીકળવાનો અવાજ સાંભળ્યો. એના ચહેરા પર એક સ્મિત આવ્યું અને અચાનક વૈભવીએ ડ્રેસિંગ ટેબલ પર પડેલી પરફ્યુમની બોટલ ઊંચકીને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ પર છૂટ્ટી મારી. એમાંથી તૂટીને નીચે પડેલા કાચના એક ટુકડાને એણે સાવચેતીથી ઉપાડ્યો. એ ટુકડો વાગે નહીં એમ હાથમાં લઈને એ ધીરે ધીરે નીચે ઊતરી. ડ્રોઇંગરૂમમાં બેસીને શ્રીજી વિલાના કંપાઉન્ડનો દરવાજો ખૂલવાનો અવાજ આવે એ પળની બેચેનીથી પ્રતીક્ષા કરવા માંડી. ...વધુ વાંચો
યોગ-વિયોગ - 40
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૦ અભયે અજયના ફોનના જવાબમાં એવું કહી તો દીધું કે ‘‘હું મિટિંગમાં છું અને ઘરે આવીશ.’’ પણ એના સ્વભાવે એ ચિંતા તો થઈ જ હતી. એ.સી. ઓફિસમાં એને અચાનક જ પરસેવો થવા લાગ્યો. એણે ટાઇ ઢીલી કરી. શર્ટનું પહેલું બટન ખોલી નાખ્યું. પગ લાંબા કરીને રિવોલ્વિંગ ચેર પર જાતને લંબાવી દીધી. બે કેબિન વચ્ચેની કાચની દીવાલમાંથી પ્રિયાએ આ જોયું. એણે અભયના ચહેરા પર ચિંતાના અને અકળામણના ભાવ જોયા. અભય પાસે કામ લઈને, કે કંઈ પૂછવા ગયેલા બે-ત્રણ માણસોની સાથે અન્યમનસ્કની જેમ વર્તતા અભયની અકળામણ એનાથી કોઈ રીતે છાની રહે એમ નહોતી. પ્રિયા ઊભી થઈ, ...વધુ વાંચો
યોગ-વિયોગ - 41
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૧ ઘસઘસાટ ઊંઘતા સૂર્યકાંતનો મોબાઇલ ક્યારનો રણકી રહ્યો હતો. લક્ષ્મીએ ઘડિયાળમાં જોયું. ત્રણ ને ‘‘૦૦૧, ઘરેથી ?’’ લક્ષ્મીએ ફોન ઉપાડ્યો, ‘‘હા મધુકાંતભાઈ...’’ ‘‘લક્ષ્મી બેટા... રોહિતને... રોહિતને...’’ ‘‘શું થયું રોહિતને ?’’ લક્ષ્મીએ લગભગ ચીસ પાડી. સૂર્યકાંત ગભરાઈને બેઠા થઈ ગયા. ‘‘શું થયું બેટા ? કોનો ફોન છે ?’’ એમણે ઘડિયાળમાં જોયું અને ફોન લીધો. આંખો ચોળી ચશ્મા પહેર્યા, ‘‘બોલો મધુભાઈ.’’ ‘‘ભાઈ, બાબાને પોલીસ લઈ ગઈ છે.’’ ‘‘એ તો થવાનું જ હતું મધુભાઈ.’’ લક્ષ્મીને પિતાના અવાજની સ્વસ્થતાથી નવાઈ લાગી, ‘‘કેમ કરતાં થયું બધું ?’’ ‘‘રોહિતબાબા મારા ઘરે આવ્યા હતા. પૈસા માગ્યા, હું તમારી રજા વિના કેમ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 42
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૨ નવ વાગવા આવ્યા હતા. ઘરના બધા સભ્યો જાણે એક નાનકડા ઉચાટમાં શ્વાસ લઈ હતા. મોટી મોટી બેગ્સ પેક થઈને ડ્રોઇંગરૂમમાં મુકાઈ ગઈ હતી. લક્ષ્મી નીરવની સાથે બહાર ગઈ હતી. બહાર જમીને આવવાની હતી. બાકીના સૌ જમીને હવે જાણે આવનારી પળની રાહ જોતાં છૂટાછવાયા વીખેરાયેલા આમથી તેમ પોતાની જાતને ગોઠવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અભય ઉપર પોતાના ઓરડામાં કોઈ કારણ વગર લેપટોપ ખોલીને હિસાબો તપાસી રહ્યો હતો. વૈભવી ગેલેરીમાં બેઠી હતી. બહાર દેખાતાં વાહનોની અવરજવર સાથે એના મનમાં પણ છેલ્લા થોડાક સમયની ઘટનાઓ અને પોતાના વર્તન અંગે વિચારોની અવરજવર ચાલતી હતી. એ ચૂપચાપ બેઠી ...વધુ વાંચો
યોગ-વિયોગ - 43
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૩ એસ.વી. રોડ પરના ટ્રાફિકમાં અલય બરાબરનો સલવાયો હતો. ના આગળ જઈ શકાય એવું ના પાછા વળી શકાય એવી સ્થિતિ ! એનું મગજ અકળામણથી ફાટ ફાટ થતું હતું. ઘડિયાળ દસ ને પચીસનો સમય બતાવતી હતી અને હજી તો એ મલાડ પણ ક્રોસ નહોતો કરી શક્યો. રિક્ષાવાળાએ એને બેસતાની સાથે જ પૂછ્યું હતું, ‘‘હાઇવે સે લૂં ક્યા ?’’ ત્યારે અલયે કારણ વગરની બુદ્ધિ વાપરીને એને કહ્યું હતું, ‘‘નહીં, નહીં, એસ.વી. રોડ સે લે લો.’’ ‘‘સાબ, બહોત ટ્રાફિક લગેગા...’’ અલયને ત્યારે એમ હતું કે પાર્લા વેસ્ટ જવા માટે કારણ વગર આગળ-પાછળ કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે ...વધુ વાંચો
યોગ-વિયોગ - 44
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૪ શ્રીજી વિલાની સવાર આજે રોજ કરતા જુદી નહોતી. પોતાના ઓરડામાં સૂતેલાં અજય અને અને તૈયાર થઈ રહેલા અલયને વસુમાનું ભજન સાંભળીને સહેજ નવાઈ લાગી. બધાએ ધાર્યું હતું કે સૂર્યકાંત જે રીતે આવ્યા અને આટલું રોકાઈને ગયા એ પછી એમના જવાથી વસુમા સહેજ વિચલિત થયાં હશે. આજની સવાર કદાચ સહેજ જુદી સવાર બનીને ઊગે તો વસુમાને સંભાળી લેવાની માનસિક તૈયારી સાથે જાનકી તૈયાર થઈ રહી હતી. પરંતુ સાડા છના ટકોરે વસુમાના ગળામાંથી સૂરીલું ભજન સાંભળીને શ્રીજી વિલાનો બગીચો ગદગદ થઈ ગયો. ‘‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? ‘તે જ હું’ ‘તે જહું’ શબ્દ બોલે, ...વધુ વાંચો
યોગ-વિયોગ - 45
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૫ અભય અને અજય ટેબલ પર બેઠા હતા.જાનકી અલયના ખભે માથું મૂકીને રડી રહી ‘‘શું થયું ?’’ કોઈએ જવાબ ના આપ્યો, ‘‘શું થયું જાનકીને?’’ ‘‘પોતાના નસીબને રડે છે.’’ અજયના અવાજમાં કડવાશ હતી, ‘‘રડવા દો.’’ ‘‘જે થવાનું હતું એ થઈ ચૂક્યું જાનકી, હવે તમારી ભૂલ છુપાવવા માટે રડવાનો કોઈ અર્થ નથી.’’ અભયે કહ્યું અને અજય તરફ જોઈને કહ્યું, ‘‘તું કહે છે કે મારે કહેવાનું છે ?’’ ‘‘શું?’’ વસુમાએ પૂછ્યું અને ખુરશી ખેંચીને ટેબલ પર ગોઠવાયાં, ‘‘જાનકી બેટા, સવારના પહોરમાં શા માટે રડીને દિવસ શરૂ કરો છો ? શું થયું છે ?’’ જાનકી એક પણ અક્ષર ...વધુ વાંચો
યોગ-વિયોગ - 46
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૬ અભય અને વસુમા બગીચામાં બેસીને વાત કરી રહ્યાં હતાં. અલય એ જ વખતે લઈને બહાર નીકળ્યો. ‘‘મા, હું નીકળું છું.’’ અલય વસુમાને પગે લાગ્યો. ‘‘બેટા, હું જાણું છું તું બિઝી હોઈશ, પણ સંપર્કમાં રહેજે દીકરા.’’ અલયથી અકારણ જ પુછાઈ ગયું, ‘‘બાપુનો કોઈ મેસેજ ?’’ ‘‘એટલે જ ચિંતા થાય છે. જે સ્થિતિમાં અહીંથી ગયા છે એ સ્થિતિમાં ત્યાં શું થયું હશે...’’ ‘‘બે દિવસ થયા, મા, હું ફોન કરું.’’ અભયે ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો, ‘‘ક્યારના પહોંચી ગયા હોવા જોઈએ.’’ ‘‘ફ્લાઇટ ડીલે હશે.’’ અલયે નીકળવાની તૈયારી કરી. ‘‘અરે, પણ એવું કેવી રીતે ચાલે ? પરમ દિવસે રાતના ...વધુ વાંચો
યોગ-વિયોગ - 47
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૭ ત્રણ દિવસ પછી વસુમાનો અવાજ સાંભળીને સૂર્યકાંતનું ગળું ભરાઈ આવ્યું. એ, ‘‘વસુ...’’થી આગળ બોલી જ ના શક્યા. ‘‘શું વાત છે કાન્ત ? બધું બરાબર તો છે ને ? રોહિત...’’ ‘‘રોહિત નથી રહ્યો વસુ.’’ આટલું કહેતાં તો સૂર્યકાંતની આંખ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 48
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૮ એરપોર્ટ ઉપર ઊભેલી શ્રેયાએ પોતાની ઘડિયાળ જોઈ. લગભગ સાડા આઠ થવા આવ્યા હતા. નવની ફ્લાઇટ એને સાડા દસે ગોવા ઉતારે. અલયની હોટેલ પહોંચતા બીજો અડધો કલાક... ‘‘ત્રણ કલાકમાં તો હું અલયના બાહુપાશમાં હોઈશ.’’ શ્રેયા રોમાંચિત થઈ ઊઠી. એણે અલયને કહ્યું હતું કે પોતે ચાર દિવસ પછી આવશે, પણ એનું કામ બે જ દિવસમાં પતી ગયું. બહુ મહત્ત્વની ડીલ માટે શ્રેયા કેટલાય દિવસથી બિઝી હતી. એને મુહૂર્ત પછી અલયના શૂટ પર જવાનો સમય પણ નહોતો મળ્યો. સૂર્યકાંત અમેરિકા ગયા ત્યારે થોડી વાર માટે શ્રીજી વિલા ગઈ એટલું જ... ઘણા દિવસ થયા એ અલયને નિરાંતે ...વધુ વાંચો
યોગ-વિયોગ - 49
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૯ સૂર્યકાંત છાતી પર ડાબી તરફ હાથ દબાવતા ઊભા થવા ગયા, પણ જમીન પર પડ્યા... યશોધરા, શૈલેષ, દેવશંકર, ગોદાવરી, અજય, અભય, અલય, વસુંધરા, સ્મિતા, રોહિત... વારાફરતી એની સામે આવતાં હતાં અને કાન ફાડી નાખે એવા અવાજે એને સવાલો પૂછતા હતા... સૂર્યકાંતને ગભરામણ થતી હતી. પરસેવો પરસેવો વળી ગયો હતો. ચીસ પાડવી હતી, પણ જાણે ગળામાંથી અવાજ નહોતો નીકળતો. એમને કોઈને બોલાવવા હતા... પણ લક્ષ્મીના રૂમ સુધી એમનો અવાજ પહોંચે એમ નહોતો. સૂર્યકાંતને લાગ્યું કે આ એમની જિંદગીની આખરી પળ હતી. માસિવ હાર્ટઅટેકમાં હવે એમનું મૃત્યુ થવાનું... એમણે આંખો મીંચી દીધી અને છાતી પર હાથ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 50
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૦ ‘‘મોમ...’’ ‘‘નીરવ...?! અત્યારે ? બધું બરાબર તો છે ને ? તારા ડેડ...’’ ‘‘દરેક ડેડની ચિંતા થાય છે તને ? હું મારા કામ માટે ફોન ના કરી શકું ?’’ ‘‘કરી જ શકે બેટા, પણ ક્યારેય કરતો નથી એટલે નવાઈ લાગી. એકાદ પેગ ગળા નીચેઊતરે પછી જ તને મા યાદ આવે છે. એટલે મને નવાઈ લાગી...’’ ‘‘બસ ! બોલી લીધું ?’’ ‘‘હા, હવે તું બોલ.’’ રિયાના અવાજમાં થોડું આશ્ચર્ય અને થોડીક મજાક હતા. ‘‘મેં સેટલ થવાનું નક્કી કરી લીધું છે.’’ ‘‘એટલે અત્યાર સુધી તું સેટલ નહોતો, એમ ને ?’’ રિયાએ મનોમન ગણતરી માંડી અને એને ...વધુ વાંચો
યોગ-વિયોગ - 51
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૧ સૂર્યકાંતની આંખો ખૂલી ત્યારે એ હોસ્પિટલના બિછાને હતા. બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થઈ હતું. સૂર્યકાંત હજીયે પૂરેપૂરા ભાનમાં નહોતા આવ્યા. હાર્ટ અટેક આવ્યો ત્યારે એમની સામે પસાર થયેલાં જિંદગીનાં દૃશ્યો આજે જ્યારે ફરી એક વાર એમની આસપાસ ગોળગોળ ફરતાં નાચી રહ્યાં હતાં. પોતાની જીવાઈ ગયેલી જિંદગીનાં વર્ષો ફરી જીવવાનો સૂર્યકાંતને જાણે થાક લાગતો હતો. એ આંખો મીંચીને પડ્યા હતા, પણ શાંત નહોતા ! અર્ધતંદ્રામાં અડધા પોતાની જાત સાથે... અને અડધા બીજે ક્યાંક ! થોડાક વર્તમાનમાં અને થોડાક ભૂતકાળમાં ઝોલા ખાતા સૂર્યકાંત જાગતી દુનિયા સાથે, વર્તમાન સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 52
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૨ સૂર્યકાંતની આંખો ખૂલી ત્યારે એ હોસ્પિટલના બિછાને હતા. કોણ જાણે કેમ, છાતીનો દુખાવો થયો એ ક્ષણથી શરૂ કરીને આજ સુધી સૂર્યકાંતને ભૂતકાળ જાણે ફિલમની પટ્ટીની જેમ યાદ આવી રહ્યો હતો. જીવાયેલી એક એક ક્ષણ સૂર્યકાંતની નજર સામે જીવતી થઈને આવતી હતી. એ બધાં જ પાત્રો, જેને આ છેલ્લા બે દાયકામાં લગભગ ભૂલી ગયા હતા એ બધાં જ પાત્રો, એમના ચહેરાઓ અને એમની સાથે બનેલું એ તમામ, જેને સૂર્યકાંત ભૂલવા મથતા હતા એ સૂર્યકાંતને ફરી ફરીને સતાવી રહ્યું હતું. સૂર્યકાંત મુંબઈ છોડીને ચાલી નીકળ્યા ત્યાંથી શરૂ કરીને મુંબઈ પાછા પહોંચ્યા ત્યાં સુધી એક વસુંધરાને ...વધુ વાંચો
યોગ-વિયોગ - 53
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૩ નીરવ વિષ્ણુપ્રસાદના ઓરડાનો દરવાજો હળવેકથી બંધ કરીને પોતાના રૂમમાં આવ્યો. આવીને થોડીક વાર પર પડી રહ્યો... ‘‘વ્હોટ નોનસેન્સ... વ્હોટ નોનસેન્સ... વ્હોટ નોનસેન્સ...’’ એના કાનમાં વિષ્ણુપ્રસાદનો અવાજ જાણે ગૂંજી રહ્યો હતો. ‘‘એક દીકરો બાપને છોડીને જવાની વાત કરે ત્યારે પણ એક બાપનું આવું જ રિએક્શન હોય ?’’ નીરવના મનમાં વિચાર આવ્યો, ‘‘આ માણસને પોતાના સિવાય કોઈનોય વિચાર નથી આવતો. મારી મા સાચું કહે છે ! હવે એકલા પડશે ત્યારે સમજાશે...’’ પોતાની બાજુમાં પડેલા મોબાઇલ ફોનને ઉપાડીને નીરવે ફોટોગ્રાફ્સનું ઓપ્શન ક્લિક કર્યું, સૌથી પહેલો ફોટો રિયાનો હતો. હસતી, ગાલમાં ઊંડા ઊંડા ડિમ્પલવાળી રિયાને જોઈને નીરવ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 54
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૪ ભીની આંખે હસતી જાનકી એનો હાથ પકડીને એને જબરદસ્તી બોલડાન્સ કરાવતો અલય અને ઊભેલી ઉદાસ આંખે, પણ પરાણે સ્મિત કરતી વૈભવી... એક ગજબનું ફેમિલી પોટ્રેટ બનતું હતું આ ! ટ્રેજી કોમિક ? કે કોમીટ્રેજીક ? બહાર આ દૃશ્ય હતું તો વસુમાના ઓરડામાં અજય વસુમા સાથે વાત કરી રહ્યો હતો. ‘‘મા, હું તારી પરિસ્થિતિ સમજી શકું છું.’’ અજયને વાત કઈ રીતે શરૂ કરવી એ સમજાતું નહોતું. ‘‘પરિસ્થિતિ ? કઈ પરિસ્થિતિ ?’’ ‘‘હું આવી રીતે અચાનક અમેરિકા...’’ ‘‘તને સાચું કહું બેટા, તો તારે માટે આ પરિસ્થિતિ કદાચ અચાનક હશે, મારા માટે નહીં.’’ અજયે ધ્યાનથી જોયું. ...વધુ વાંચો
યોગ-વિયોગ - 55
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૫ નીરવ પોતાના પલંગ પર સૂઈને લક્ષ્મીના એક પછી એક ફોટા જોઈ રહ્યો હતો. નોન સેન્સ... વ્હોટ નોન સેન્સ... વ્હોટ નોન સેન્સ...’’ એના કાનમાં હજુયે વિષ્ણુપ્રસાદનો અવાજ જાણે ગૂંજી રહ્યો હતો. ‘‘કેવો માણસ છે આ ?’’ નીરવે વિચાર આવ્યો, ‘‘મેં અમેરિકા જવાની વાત કરી તો પણ મને વહાલથી કારણ પૂછવાને બદલે એણે માત્ર બૂમો પાડવાનું પસંદ કર્યું...’’ ‘‘આટલી કાળજીથી અને આટલા વહાલથી એની મા વગર ઉછેર્યો મેં... અને હવે એને અમેરિકા જવું છે, એની મા પાસે !’’ રોકિંગ ચેરમાં આંખ બંધ કરીને બેઠેલા વિષ્ણુપ્રસાદ ચોકસી વિચારી રહ્યા હતા, ‘‘આખરે તો એની માનો જ દીકરો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 56
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૬ સૂર્યકાંતને લઈને લક્ષ્મી બંગલાના પગથિયા ધીરે ધીરે ચડી રહી હતી. આમ તો સૂર્યકાંતની ઘણી સારી હતી, પરંતુ હજી એમણે આરામ કરવાનો હતો. પોતાના જ ઘરમાં દાખલ થતાં સૂર્યકાંતને લાગ્યું કે જાણે એ કોઈ નવી જગ્યાએ આવી ગયા છે. એમની છાતીમાં હજીયે આછો દુખાવો થયા કરતો હતો. ઘરમાં દાખલ થતાં જ એમણે લક્ષ્મી સામે જોયું, ‘‘બેટા, વસુને ફોન લગાડ.’’ ‘‘હા, હા, લગાડું છું.’’ લક્ષ્મીના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘‘મને ખબર છે કે ઘરમાં દાખલ થયા પછી સૌથી પહેલો અવાજ તમારે માનો સાંભળવો છે.’’ ‘‘મારે તો એનો ચહેરો જોવો હતો.’’સૂર્યકાંતથી નિઃશ્વાસ નખાઈ ગયો, ‘‘મૃત્યુના ...વધુ વાંચો
યોગ-વિયોગ - 57
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૭ એરપોર્ટથી બી.એમ.ડબ્લ્યુ.માં બેસીને ઘર તરફ આવતો અજય આ દેશ જોઈને ચકિત થઈ ગયો. સ્વચ્છતા, અહીંની ટ્રાફિક ડિસિપ્લિન અને અહીંની શહેર વ્યવસ્થા એને માટે આશ્ચર્યચકિત કરી નાખનારી બાબત હતી. ‘‘કેવી તબિયત છે બાપુની ?’’ ‘‘તમે ઘરે જઈને જાતે જ જોઈ લેજો.’’ મધુભાઈએ સ્મિત કર્યું, ‘‘બસ, તમારી જ રાહ જુએ છે.’’ ઘર સુધીના રસ્તે ટનલ્સમાંથી પસાર થતા, હાઈવે ઉપર કે શહેરના માર્ગો પર અજય આ શહેરની સમૃદ્ધિ જોઈ રહ્યો હતો. અહીં સમૃદ્ધિ છાકમછોળ હતી. ભાગતા-દોડતા, અટકતા માણસો અને ગાડીઓ હતી. બધું જાણે સતત ક્યાંક પહોંચવા માટે, કોઈ હરીફાઈમાં ઊતરીને પહેલા પહોંચવા માટે ઉતાવળું થઈને સરકી ...વધુ વાંચો
યોગ-વિયોગ - 58
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૮ બ્રુકલીન બ્રિજના ખૂણે રેલિંગને અઢેલીને શાંતિથી ઊભેલા બાપ-દીકરો ધીમે ધીમે દરિયાના કાળા થતાં પાણીને જોઈ રહ્યા હતા. ખાસ્સી વારથી બંને ચૂપચાપ ઊભા હતા. જોકે સૂર્યકાંતને ઘરની બહાર નીકળવાની ડોક્ટરે ચોખ્ખી ના પાડી હતી, તેમ છતાં આજે જીદ કરીને સૂર્યકાંત અજયની સાથે બહાર નીકળ્યા હતા. ગાડીને થોડે દૂર પાર્ક કરીને બ્રુકલિન બ્રિજના લાકડાનાપ્લેટફોર્મ પર દીકરાનો હાથ પકડીને ધીરે ધીરે ચાલતા સૂર્યકાંતને લાગ્યું કે એમનું જીવન સફળ થઈ ગયું ! આખી જિંદગી સૂર્યકાંતે આવી જ કોઈ ક્ષણનાં સપનાં જોયાં હતાં. ભારત છોડીને અમેરિકા આવીને વસી ગયેલા સૂર્યકાંતને ખરું પૂછો તો સંતાનો ક્યારેય ભૂલાયાં નહોતાં. એમાં ...વધુ વાંચો
યોગ-વિયોગ - 59
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૫૯ અજયનો હાથ પકડીને પોર્ચમાંથી હળવે હળવે પગથિયા ચડતા સૂર્યકાંતને જાણે ભીતર સુધી એક સંતોષ થતો હતો. ‘‘શું આટલા માટે જ માણસ સંતાનને જન્મ આપતો હશે ? પહેલાં ચાલતા શીખતા દીકરાને આંગળી પકડીને સશક્ત બાપ જિંદગીનાં પહેલાં ડગલાં માંડતા શીખવે... અને પછી અશક્ત થઈ ગયેલા બાપને જુવાન દીકરો હાથ પકડીને ધીમે ધીમે જીવનના છેલ્લાં ડગલાં ભરાવે.’’ સૂર્યકાંતના ચહેરા પર આ વિચારે જ જાણે સ્મિત આવી ગયું. સામે ઊભેલી જાનકીએ સૂર્યકાંત તરફ જોઈને સ્મિત કર્યું અને એ પણ બે-ચાર પગથિયા ઊતરી આવી. ‘‘બેટા, એક તરફ દીકરો ને એક તરફ વહુ, મને લાગે છે મારી જિંદગીનો ...વધુ વાંચો
યોગ-વિયોગ - 60
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૦ વહેલી સવારે અજય જ્યારે તૈયાર થઈને ઓફિસ જવા નીકળ્યો ત્યારે જાનકી, હૃદય, રિયા અને સૂર્યકાંત સૌએ એનો મૂકવા પોર્ચ સુધી આવ્યાં. લક્ષ્મીએ દહીં ખવડાવ્યું, જાનકીએ અજયના કપાળે તિલક કર્યું, સૂર્યકાંત પગે લાગવા જતા અજયને ભેટી પડ્યા. ‘‘બસ બેટા, દેવશંકર મહેતાની પેઢીનું નામ અમર રાખજે. ઇમાનદારી અને સત્યને ક્યારેય તારાથી દૂર નહીં થવા દેતો, લક્ષ્મી આપોઆપ તારી નજીક રહેશે.’’ ‘‘લક્ષ્મી તો અમસ્થીય મારી નજીક જ છે બાપુ !’’ અજયે કહ્યું અને સૌ હસી પડ્યાં, ‘‘ક્યારે આવે છે નીરવ? તને અમારાથી દૂર લઈ જવા...’’ અજયે લક્ષ્મી સામે જોઈને પૂછ્યું. ‘‘આવતી કાલે.’’ લક્ષ્મીએ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 61
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૧ પથ્થરની બેઠક ઉપર બેસીને શૂન્યમાં જોઈ રહેલી વૈભવી અને ઓફિસમાં ટેબલ ઉપર મૂકેલા કાગળમાં આડાઅવળા લીટા દોરતા અભયની મનઃસ્થિતિ લગભગ સરખી હતી. અહીં વસુમા વૈભવીને અને ત્યાં પ્રિયા અભયને જોઈ રહ્યાં હતાં. બંને સમજતાં હતાં કે આ સ્થિતિમાંથી પસાર થયા વિના જિંદગી સાથે સમજૂતી કરવી લગભગ અશક્ય છે. પ્રિયા કેબિન વચ્ચેના કાચમાંથી અભયને જોઈ રહી હતી. એના ચહેરા પર સતત બદલાતા હાવભાવ પ્રિયાથી છાના નહોતા. જોકે અભયને આવી મનઃસ્થિતિમાં પ્રિયાએ ઘણી વાર જોયો હતો. ઘણી વાર વૈભવી સાથે ઝઘડીને અહીં આવ્યા પછી અભય ઘરે જવાનું ટાળતો. સ્ટાફ ચાલી જાય પછી ...વધુ વાંચો
યોગ-વિયોગ - 62
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૨ અલયે પાછળ પડેલી ખુરશીને ઉશ્કેરાટ અને આક્રોશમાં લાત મારી. ખુરશી પડી. મોટો અવાજ થયો. અલયે શ્રેયાને ખભામાંથી પકડીને હચમચાવી નાખી, ‘‘સુહાગરાતે તારો લોહાણો વર તને અડકે એ પહેલાં તારી આ ઈંચે ઈંચ ચામડી ઉપરથી મારી ફિંગર પ્રિન્ટ લૂછાવી નાખજે... ’’ અલય નાના બાળકની જેમ જેમ રડું રડું થઈ રહ્યો. એના હોઠ થરથરી રહ્યા હતા. નાકનાં ફણાં ફૂલી ગયાં હતાં, ‘‘મને એમ હતું કે મારી કારકિદર્ીના આ ભયજનક વળાંક ઉપર તું મારો હાથ પકડીને મને થોડો વધારે આગળ લઈ જઈશ... પણ મને લાગે છે કે આ વળાંકે તું કોઈ પણ રીતે ...વધુ વાંચો
યોગ-વિયોગ - 63
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૩ અલયની જાણ બહાર સામેની દિશામાં શ્રેયાની ઓટો પસાર થઈ. શ્રેયાએ આમતેમ જોતો જોયો, પણ રોડ ડિવાઇડરને કારણે એ ઊતરે અને આ તરફ આવે એ પહેલાં તો અલય સામેથી આવતી ઓટોને હાથ કરીને અંદર બેસી ગયો. શ્રેયા ઓટોના પૈસા આપીને આ તરફ આવી. કોણ જાણે કઈ સિક્સ્થ સેન્સથી કે અલયની ચિંતાને કારણે એણે તરત જ પાછળ આવેલી બીજી ઓટોને હાથ કર્યો અને એમાં બેસીને કહ્યું, ‘‘વો આગે વાલી ઓટો કે પીછે લે લો...’’ અલયની ઓટો સડસડાટ જઈ રહી હતી. શ્રેયાની ઓટો એની પાછળ હતી. જે રીતે રસ્તો જઈ રહ્યો હતો એ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 64
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૪ બોસ્ટનથી ન્યૂયોર્કના ડ્રાઇવ દરમિયાન નીરવ ક્યારનોય લક્ષ્મી જોડે વાત કરી હતો. બોસ્ટનથી નીકળતી વખતે નીરવનું મન સહેજ ઉદ્વેગમાં હતું. રિયા સાથે જે કંઈ થયું એ પછી તરત ન્યૂયોર્ક આવવા માટે નીકળી જવું એને પોતાને જ સહેજ ખૂંચ્યું હતું,પણ લક્ષ્મીને જોવા, મળવા અને વહાલ કરવા માટે તરફડતો એનો જીવ એક ઘડી પણ રહી શકે એમ નહોતો. સાંજ ઢળી ગઈ હતી. નીરવની કાર વીજળીની ઝડપે જઈ રહી હતી. હેન્ડ્સ ફ્રી પહેરેલો નીરવ લક્ષ્મી સાથે મીઠી મીઠી વાતો કરતો ન્યૂયોર્કની દિશામાં આગળ વધતો હતો. ‘‘હું કલ્પી નથી શકતો કે કોઈને મળવા માટે, કોઈ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 65
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૫ સૂર્યકાંતની ફ્લાઇટ ન્યૂયોર્ક છોડીને મુંબઈની દિશામાં ઊડી ત્યારે એમને સૌથી વિચાર એ આવ્યો કે માણસ આખરે તો જન્મભૂમિ તરફ પાછો ફરતો હોય છે. કઈ શોધમાં ક્યાંથી શરૂ કરેલો પ્રવાસ ફરી ત્યાં જ પૂરો થઈ રહ્યો હતો... જે વસુંધરાને છોડીને નીકળ્યા હતા સૂર્યકાંત, પ્રેમની, કારર્કિદીની, સંપત્તિની અને કદાચ સ્વની ખોજમાં- એ જ સૂર્યકાંત બધું જ મેળવ્યા પછી ફરી એક વાર વસુંધરા તરફ પાછા ફરી રહ્યા હતા ! ‘‘શું આ જ હશે પ્રવાસ ? જ્યાંથી નીકળો ત્યાં જ પાછા પહોંચવાનો? તો નીકળવાનું જ શું કામ ?’’ સૂર્યકાંતના ચહેરા પર સ્મિત આવી ગયું, ...વધુ વાંચો
યોગ-વિયોગ - 66
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૬ સૂર્યકાંતને ભેટેલાં વસુમા જાણે જિંદગીના પચીસ વર્ષે રોમરોમ ભીંજાઈ રહ્યાં એમની આંખોમાં પાણી આવી ગયું હતું. કદાચ એમને ખબર નહોતી, પણ પેલી તરફ ઊભેલાં અભય અને વૈભવીએ પણ વહાલ અને વિયોગના વરસાદથી રેલાતી સૂર્યકાંતની આંખો જોઈ લીધી. ‘‘કાન્ત !’’ સુખની સમાધિમાંથી જાગેલાં વસુમાએ હળવેથી સૂર્યકાંતના કાનમાં કહ્યું, સામાન્ય ગુજરાતી છોકરીઓ કરતાં વસુમાની ઊંચાઈ સહેજ વધારે હતી એટલે એમનું માથું લગભગ સૂર્યકાંતના ખભે આવતું હતું અને પાતળો અને સુંદર બાંધો સૂર્યકાંતના બાહુપાશમાં એવી રીતે સમાઈ ગયો હતો જાણે બંને એકબીજા માટે જ બન્યાં હોય. ‘‘કાન્ત ! છોકરાંઓ જુએ છે.’’ ‘‘એ પણ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 67
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૭ ‘‘મેટ્રો’’માં સાંજ જાણે ઝળાહળા થઈ રહી હતી. લાઇવ બેન્ડ ‘તેરે મેં’નાં ગીતોની ધૂન વગાડી રહ્યું હતું. આખું થિયેટર ઝીણી ઝીણી લાઇટ્સથી શણગારવામાં આવ્યું હતું. ‘તેરે શહર મેં’ના સ્ટીલ્સનાં મોટા લાઇફસાઇઝ કટઆઉટ્સ અને બ્લોઅપ્સ ચારે તરફ લગાડવામાં આવ્યાં હતાં. ફૂલોથી રંગોળી કરવામાં આવી હતી. સીડી ઉપર, લિફ્ટ પાસે, સ્નેક્સ કાઉન્ટર પાસે, ફૂલોની હાર અને લાઇટ્સ લગાડવામાં આવી હતી. ‘તેરે શહર મેં’ના થીમ ઉપર ડિઝાઇન કરેલું આખુંય ડેકોર અનુપમા અને અભિષેકના જુદા જુદા ફોટોગ્રાફ્સથી સજાવવામાં આવ્યું હતું. સુંદર વસ્ત્રોમાં સજ્જ હોસ્ટેસ આવનારા મહેમાનોને ફૂલો અને અત્તરથી આવકારતી હતી... હવામાં સંગીત અને સુગંધ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 68
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૮ લગભગ સરખી ઊંચાઈના બાપ-દીકરો સામસામે ઊભા હતા. સૂર્યકાંત અલયની આંખોમાં રહ્યા હતા. બંને થોડી વાર એકબીજા સામે જોઈ રહ્યા અને પછી સૂર્યકાંત અલયને ખેંચીને ભેટી પડ્યા... ‘‘દીકરા મારા...’’ એમની આંખોમાં પણ પાણી હતાં, ‘‘મને ગર્વ છે તારા પર.’’ સૂર્યકાંતને ભેટીને ઊભેલો અલય આ સાંભળતો હતો, પણ એને સમજાતું નહોતું કે એણે શું કરવું જોઈએ. ધીમે રહીને એણે પોતાની જાતને સૂર્યકાંતના બાહુમાંથી છોડાવી, એ છૂટો પડીને સહેજ દૂર ઊભો રહ્યો, ‘‘તમે... ક્યારે આવ્યા ?’’ ‘‘હું ગઈ કાલે... આઇ મીન આજે જ આવ્યો.’’ સૂર્યકાંતે અલયને હાથ પકડી લીધો, ‘‘હું માત્ર તારી ફિલ્મ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 69
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૬૯ ડોમરૂમની પાટરી પૂરી થઈ ત્યારે લગભગ અઢી વાગવા આવ્યા હતા. શ્રેયા, અભિષેક, લજ્જા અને શૈલેષ સાવલિયા સહિત સાવ અંગત બે-ચાર જણા બીજા હતા. ખૂણાના એક ટેબલ પર માથું મૂકીને, હાથ લંબાવીને આડી પડેલી અનુપમા પણ ત્યાં જ હતી. એની સાડીનો છેડો ખભેથી નીકળીને કારપેટ પર ફેલાઈ ગયો હતો. એના ઓલ્ટર બ્લાઉઝની પાછળ બાંધેલી દોરીઓ ઢીલી થઈ આવી હતી. જેને કારણે બ્લાઉઝનું ગળું સહેજ નીચું ઊતરી ગયું હતું અને શરીરના વળાંકો જરા વધુ સ્પષ્ટ દેખાતા હતા. એના વાળ થોડા ટેબલ પર અને થોડા ટેબલની નીચે લટકતા હતા. એક-બે લટ ચહેરા પર ...વધુ વાંચો
યોગ-વિયોગ - 70
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૦ ચૂડો, કપાળ પર કાઢેલી પીર, સાડી પર ઓઢેલી ચુંદડી... શ્રેયા જાતને નીરખી નીરખીને જોઈ રહી હતી. બરાબર એ જ સમયે શ્રેયાનો સેલફોન રણક્યો. ‘‘અનુપમા બોલું છું...’’ શ્રેયાને સહેજ થડકારો થયો. ‘‘કોણ જાણે અત્યારે શું હશે એના મનમાં ?’’ પછી હિંમત રાખીને એણે પૂછ્યું, ‘‘બોલ...’’ ‘‘તું લગ્ન કરે છે ?’’ શ્રેયા જરા ગૂંચવાઈ, ‘‘હા કહેવી કે ના ? કોણ જાણે એના મનમાં શું હશે ? કંઈ આડુંઅવળું તો નહીં કરે ને ?’’ આટઆટલાં વિઘ્નો પછી માંડ બધું ઠેકાણે પડ્યું હતું. શ્રેયા નહોતી ઇચ્છતી કે હવે આ લગ્નમાં કોઈ વિઘ્ન આવે. એ ...વધુ વાંચો
યોગ-વિયોગ - 71
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૧ એ મુખ્ય દરવાજા પાસે આવી, વૈભવીએ આરતીનો થાળ લઈ એને પાણીનો લોટો લઈ એને પોંખી અને બારણાની બંને તરફ તેલ રેડી એને અંદર આવવાનો ઇશારો કર્યો. ‘‘એક મિનિટ... એક મિનિટ... એક મિનિટ...’’ લજ્જા અને અંજલિ એકબીજાનો હાથ પકડી દરવાજો રોકીને ઊભાં રહી ગયાં. શ્રેયા કંઈ બોલે એ પહેલાં અંદરના ટેલિફોનની રિંગ વાગી. ‘‘હલ્લો...’’ અભયે ફોન ઉપાડ્યો. અંજલિ અને લજ્જા હજી અહીં તોફાન કરી રહ્યાં હતાં. હાથમાં એક હજારની નોટ લઈને અલય ગોળ ગોળ ફેરવી રહ્યો હતો... એ નોટ લેવા માટે અંજલિ અને લજ્જા અલયનો હાથ ફરે તેમ ઝૂટવવાનો પ્રયત્ન કરતા ...વધુ વાંચો
યોગ-વિયોગ - 72
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૨ ‘‘હું ક્યાં ખોટો હતો મા ?’’ રુંધાયેલા અવાજે વસુમાને વળગેલો પૂછી રહ્યો હતો, ‘‘મેં એને બધું જ કહ્યું હતું- સત્ય. એને છેતરી નથી મેં. તો પછી... તો પછી એણે આવું કેમ કર્યું ?’’ ડાઇનિંગ ટેબલની આસપાસ ઊભેલા સૌના ચહેરા પર અલયનો જ સવાલ ઓછી-વત્તી તીવ્રતાથી પડઘાતો હતો અને સૌ પોતાના મનની આ ગૂંચવણનો જવાબ જાણવા વસુમાના જવાબની રાહ જોઈ રહ્યા હતા. વસુમાનો હાથ હળવે હળવે અલયના વાળમાં ફરી રહ્યો હતો. એ પોતે પણ જાણે ઊંડા વિચારમાં પડ્યાં હતાં. એમનું મન જાણે આજથી ત્રણ દાયકા પહેલાંના સૂર્યકાંતને યાદ કરી રહ્યું હતું. ...વધુ વાંચો
યોગ-વિયોગ - 73
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૩ ઓરડાની બત્તી બુઝાઈ ગઈ પણ વસુમાની આંખો જલતી રહી. એમને સવાલ રહી રહીને સંભળાતો રહ્યો, ‘‘હવે તારે કોઈ જવાબદારી નથી, હવે શું બાંધે છે તને ?’’ વસુમા સવાર સુધી લગભગ જાગતાં રહ્યાં અને પોતાની જાતને એ જ સવાલ રહી રહીને પૂછતાં રહ્યાં... ‘‘ખરેખર મારે કોઈ જવાબદારી નથી ? તો પછા કયા બંધને, કયા કારણે હું અહીં છું ?’’ આ વિચારનું બીજ વસુમાના મનમાં પડ્યું એ પછી એ કંઈકેટલીયે સ્મૃતિની ગલીઓમાંથી પસાર થયાં હતાં. આખી રાત જાણે એમણે જીવાયેલી જિંદગીને એક સરસરી નજરથી રિવાઇન્ડ કરીને જોઈ હતી. એમને રહી રહીને એક ...વધુ વાંચો
યોગ-વિયોગ - 74
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૪ ‘‘મેં તો કબ સે તેરી શરણ મેં હૂં, કભી તૂં તો મેરી ઓર ધ્યાન દે... મેરે મન મેં ક્યૂં અંધકાર હૈ ? મેરે ઈશ્વર મુઝે જ્ઞાન દે...’’ વહેલી સવારે વસુમાનો અવાજ ગૂંજી રહ્યો હતો ત્યારે ઉપરથી નીચે ઊતરતી શ્રેયાએ વૈભવીના ઓરડાનો દરવાજો ઊઘડતો જોયો. બંને જણા સામસામે સ્મિત કરીને સાથે દાદરા ઊતરવા લાગ્યાં. શ્રેયા રસોડા તરફ જવા વળી કે વૈભવીએ એને રોકી, ‘‘હજુ મહેંદીનો રંગ તો ઉતરવા દે...’’ ‘‘મહેંદીનો રંગ તો અનુપમાનાં આંસુમાં ધોવાઈ ગયો ભાભી.’’ શ્રેયાએ ઊંડો નિઃશ્વાસ નાખીને કહ્યું. વૈભવીએ એનો હાથ પકડ્યો. પછી કોણ જાણે શું વિચાર્યું ...વધુ વાંચો
યોગ-વિયોગ - 75
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૫ રિયા બેગ પેક કરી રહી હતી. એની સામે બેઠેલી લક્ષ્મી વાળ, ડેનિમની બ્લૂ શોર્ટસ અને સ્લીવલેસ ટી-શટર્ ઉપર કોણી સુધી મૂકેલી મહેંદી અને લાલ રંગના ચૂડા સાથે જાણે સાક્ષાત ફ્યુઝન હોય એવી દેખાતી હતી. એના મહેંદી મૂકેલા પગમાં એક સિંગલ સેરનાં ઝાંઝર હતાં... અને ગળામાં મંગળસૂત્ર ! સોફાના હેન્ડરેસ્ટ ઉપર પગ ઊંચા કરીને આડેધડ પડેલો નીરવ ખડખડાટ હસી રહ્યો હતો. લક્ષ્મી નવાઈથી ક્યારેક માને તો ક્યારેક દીકરાને જોઈ રહી હતી. રિયા બેગ પેક કરતાં કરતાં બડબડ કરી રહી હતી, ‘‘તારો બાપ તને ચીરી નાખશે.’’ ‘‘તો પોલીસ પકડી જશે.’’ ‘‘એ મને ...વધુ વાંચો
યોગ-વિયોગ - 76 - છેલ્લો ભાગ
યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય શ્રી ગણેશાય નમઃ પ્રકરણ -૭૬ નીરવ, રિયા અને લક્ષ્મી જ્યારે મુંબઈ એરપોર્ટ પર ઊતર્યાં ત્યારે રહી રહીને ભાગી છૂટવાની ઇચ્છા થતી હતી. દર બીજી મિનિટે એને એક જ વિચાર આવતો હતો અને એ હતો, વિષ્ણુપ્રસાદ ચોકસીના ગુસ્સાનો વિચાર... નીરવ અને લક્ષ્મી જે રીતે અમેરિકામાં લગ્ન કરીને અહીં આવ્યાં હતાં એ પછી જે આગ લાગવાની હતી એની તમામ માનસિક તૈયારી સાથે રિયા મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતરવા માગતી હતી, પણ એના હૃદયમાં બેસી ગયેલી દહેશત એને વારે વારે એ પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા ઉશ્કેરતી હતી. જોકે એ ભાગી શકે એમ નહોતી... વોક થ્રૂ ચેનલમાંથી સામાન લઈને એ ...વધુ વાંચો