વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, વિવેક, જાદુગર સોમર, કિંજલ, ડોક્ટર સ્વામી, કદંબ આવ્યા. ભેડાઘાટ અને નાગપુર શહેર તેમાં વણાયા. જોકે એક સ્પસ્ટતા અહી કરવી રહી કે આ કથામાં આવતું નાગપુર શહેર
Full Novel
સ્વસ્તિક (પ્રકરણ 1)
વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું. ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું. નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, વિવેક, જાદુગર સોમર, કિંજલ, ડોક્ટર સ્વામી, કદંબ આવ્યા. ભેડાઘાટ અને નાગપુર શહેર તેમાં વણાયા. જોકે એક સ્પસ્ટતા અહી કરવી રહી કે આ કથામાં આવતું નાગપુર શહેર ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 2)
વિવેક કથાનક નવ નાગની લડાઈની રખડપટ્ટીને લીધે મારી ત્વચા જરા શ્યામ પડી હતી. પણ હમણાં બે વર્ષથી લીધે મારી ચામડી પાછી ચમકવા લાગી હતી. અલબત્ત મારું શરીર અને ચહેરો પણ ઠીક ઠીક બદલાયા હતા. હવે મને કોઈ કીડ કે બાળક કહી શકે તેમ નહોતું. મારે દાઢી અને મૂછોના વાળ આવ્યા હતા અને ખાસ્સી ગ્રોથ પણ થઇ હતી. કોમળ ચહેરો બદલાઈને યુવાન થયો. શરીર પણ વધારે મજબુત થયું અને કસાયું હતું. આજે સવારથી જ હું એ શોની રાહ જોતો હતો. કાંડા ઘડિયાળ જોઈ જોઇને મારી આંખો થાકી ગઈ હતી પણ મારું મન નહિ. ક્યારે સાંજના સાત વાગે અને ક્યારે ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 3)
નયના કથાનક હું કોલેજના ઓડીટોરીયમ હોલમાંથી પસાર થઇ જમણી તરફના ડ્રેસિંગ રૂમમાં દાખલ થઇ. ડ્રેસિંગ રૂમ જીમની તરફ હતો. એક્ઝેક્ટ એ ક્લાસની સામે જે ક્લાસમાં મેં પહેલીવાર કપિલને જોયો હતો. રૂમમાં સેજલ, રશ્મી અને બીજી બે ત્રણ છોકરીઓ વૈશાલીને ધેરીને ટોળે વળેલી હતી. સેજલ એટલે નંબર સિક્સ જે દિલ્હીથી રાજસ્થાનના રણમાં કદંબથી બચવા માટે ગઈ હતી. ત્યાંથી નીકુલ (નંબર ફોર) સાથે તે ગુજરાત આવી અને પછી તે સ્ટાઈલ ચોકલેટી બોય શ્લોક ( નંબર સેવન ) ના પ્રેમમાં પડી હતી. કદંબના મૃત્યુ પછી (નંબર થ્રી) અંશ તેની માનવ મા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. નંબર વન, નંબર ટુ અને ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 4)
“શું સર?” રઘુ ત્યાં જ અટકી ગયો, એણે પાછળ ફરીને વિવેક તરફ જોઈ પુછ્યું. “તારી ઘડિયાળ તારા હાથમાં સહી છે અને છતાં તું મારા ત્રણ હજાર રૂપિયા લઈને જઈ રહ્યો છે! તારી ઘડિયાળ તને મળી ગયા પછી તારા જેવા સંસ્કારી માણસો કોઈની રકમ હજમ નથી કરી જતા.” રઘુએ પોતાના હાથ તરફ જોયું, એના કાંડામાં એની એ ઘડિયાળ પહેરેલી હતી- સ્ટેજ પર ગયા પહેલા હતી એવી જ સાજી અને નવી નકોર. “સોરી સર...” રઘુ પાછો સ્ટેજ તરફ ગયો. બધા પ્રેક્ષકો પોતપોતાની ઘડિયાળ જોવા લાગ્યા, દરેકની ઘડિયાળ સાજી થઇ ગઈ હતી. “વિવેક - ધ ગ્રેટ..” “ગ્રેટ મેજીસિયન ઓફ અવર સીટી..” જેવી ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 5)
કપિલ કથાનક જયારે વિવેક શો માટે આવ્યો અને એણે કહ્યું કે મારી પાસે વૈશાલી માટે એક સરપ્રાઈઝ મેં એ સરપ્રાઈઝ જાણવા માટે એનું મન વાંચ્યું હતું. એ જીવનભર એક જ જાદુ શીખવા માંગતો હતો. કોઈને સ્ટેજ પરથી અદ્રશ્ય કરવું - એના માટે એ મેજિક એની મહત્વકાંક્ષા હતી. કોઈ અજ્ઞાત દુશ્મને એની એ મહત્વકાંક્ષાનો મિસયુઝ કર્યો હતો. કેમકે નયનાએ જાદુગર સોમરને કોલ કર્યો તો તે મુંબઈમાં હતા મતલબ મેં વિવેકની યાદોમાં જે જોયું એ માત્ર બનાવટ હતી. મેં જોયું હતું કે વિવેકની તાજી યાદોમાં તે હમણાં જ સોમર અંકલને અરુણની ગેરેજમાં મળ્યો હતો. પણ વિવેક એ બનાવટને સમજી કેમ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 6)
નયના કથાનક કપિલ અને હું કારમાં પેસેન્જર સીટ પર હતા. શ્લોક કાર ચલાવતો હતો અને સેજલ અન્યાને લઇ બાજુમાં બેઠી હતી. માત્ર કારના એન્જીનનો અવાજ સંભળાઈ રહ્યો હતો. કોઈ કઈ જ બોલી શકવાની સ્થિતિમાં ન હતું. શું બોલવું? નક્કી થઇ શકે તેમ ન હતું. ક્યારેય સપને પણ વિચાર્યું ન હોય એવી ઘટના થઇ હતી. કદાચ કુદરતે અમારા નશીબમાં સુખ કે શાંતિભર્યું જીવન કહેવાય એ લખ્યું જ ન હતું. હવે તો કુદરત શબ્દ વિચારીને પણ મને હસવું આવતું હતું. હું એક નાગિન હતી. મને ઉછેરનારા મારા માતા પિતા માનવ હતા. પપ્પાને કોઈ સંતાન હતું જ નહિ. હું એમને ભેડાઘાટ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 7)
વિવેક કથાનક મારી સાથે ગ્રેટ ટ્રેચરી થઇ હતી. મને કોઈ આબાદ રીતે બનાવી ગયું હતું. દુશ્મન એક ચાલ ચાલી ગયો હતો જે સમજવામાં હું બિલકુલ નિષ્ફળ રહ્યો હતો. મેં એને ઓળખવામાં થાપ ખાધી હતી. એ એવી રીતે ડીસગાઈઝ થયેલો હતો કે હું એને ઓળખી ન શક્યો. જયારે મેં વૈશાલીને શોમાંથી ગાયબ કરી ત્યારે તેની આંખોમાં ડર ન હતો એની આંખોમાં અપાર ખુશી હતી પણ જે પળે એ ગાયબ થઇ એ પળે મેં એની આંખોમાં અનહદ વેદના જોઈ હતી. એ વેદના મને કહી ગઈ હતી કે કઈક ગરબડ છે. હું સમજી ગયો કે કોઈ રમત રમાઈ હતી પણ ત્યાં ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 8)
નયના કથાનક ડોરબેલના આવજે મને વિચારોમાંથી બહાર લાવી. કપિલ અને શ્લોક આવી ગયા હશે. મારા મને મને કદાચ સોમર અંકલ હશે. જે હશે એ પણ વિવેકના કઈક સમાચાર તો મળ્યા જ હશે. હું ઉતાવળે ઉભી થઇ. એક નજર મમ્મી અને સેજલ તરફ કરી. સેજલ અને મમ્મીની આંખોમાં પણ મને મારા જેવી જ અધીરાઈ દેખાઈ. હું દરવાજા તરફ ઉતાવળે પગલે ગઈ. હું દરવાજે પહોંચુ એ પહેલા ફરી એકવાર ડોરબેલ વાગી. હું રીતસર દોડતી હોઉં એમ દરવાજા તરફ ધસી. દરવાજા સુધી પહોચી મેં દરવાજાની સેફટી ચેઈન હટાવી ત્યાં સુધીમાં મારા મનમાંથી અનેક વિચારો આવી ને જતા રહ્યા. મેં દરવાજો ખોલ્યો. ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 9)
કપિલ કથાનક અમે મોડા પડ્યા હતા. વિવેકે મુઝીયમ ઓફ મેજીક પર હુમલો કરી ક્રિસ્ટલ બોલ ચોર્યો હતો સંભળાત જ હું સમજી ગયો હતો કે એ હવે એનો ઉપયોગ કરવા માંગતો હશે. અને તેનો ઉપયોગ કરવા એને ક્યા જવું પડશે એ પણ હું જાણતો હતો. એને વૈશાલી સાથે જોડાયેલ સ્થળની જરૂર હતી અને એ સ્થળ હતું વૈશાલી જ્યાં રહેતી હતી એ પી.જી. અમે એ સ્થળે પહોચ્યા ત્યારે એ સ્થળે ભીડ જમા થયેલી હતી. મને ડર લાગ્યો કે કઈક અમંગળ થયું હશે પણ અંદર જઈ જોયા પછી રાહત થઇ કે અમે વિચાર્યું એવું કઈ અમંગળ થયું ન હતું. વિવેકે પોતે ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 10)
વિવેક કથાનક. મારી પાસે વિશ્વાસ મૂકી શકાય એવો અરુણ અને આયુષ સિવાય કોઈ મિત્ર બચ્યો ન હતો. અને બાકીના નાગ-નાગિન વિશ્વાસ પાત્ર હતા પણ જ્યાં સુધી સામે દુશ્મન કોણ છે એ ખબર ન પડે ત્યાં સુધી કપિલને કે કોઈ પણ નાગને એમાં ઇન્વોલ્વ કરવો બહુ જોખમી હતું. જોકે જોખમ તો આયુષને એમાં ઇન્વોલ્વ કરવામાંય હતું જ પણ એટલું નહિ કેમકે એ સામાન્ય માણસ હતો કોઈ નાગ નહિ દુશ્મન માટે એ કોઈ કામનો ન હતો, અને બીજું એ કે મને ઊંડે ઊંડે લાગતું હતું કે ભલે અત્યારે કોઈ ખુલાશા થયા ન હતા પણ વૈશાલીના ગાયબ થવાને કપિલ અને ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 11)
હું ફરી ઓલ્ડ ફોર્ટમાં આવ્યો, મારી આસપાસના પવનનું તોફાન ન રહ્યું કે ન સામેના ટેબલ પર બે સંમોહન શક્તિ એ બંને છોકરીઓ રહી. વૈશાલીના પ્રેમની શક્તિએ મને એ છોકરીઓની સંમોહન શક્તિથી બચાવી લીધો. હું એમના સંમોહનથી આઝાદ થયો એટલે તેઓ અદ્રશ્ય થઇ ગઈ. એ ભ્રમણાની દુનિયા હતી. ત્યાં કઈ જ અસલ ન હતું છતાં બધું અસલ જેવું લાગતું હતું. હું હજુ એ પવનની અસર મારા શરીર પર અનુભવી શકતો હતો. મેં માથું ધુણાવી દીધું. એ છોકરીઓ બેઠી હતી એ ટેબલ એકદમ ખાલી થઇ ગયું. હું ફરી આગળ વધવા લાગ્યો. વૈશાલીનો પ્રેમ મને એકવાર ફરી ભ્રમણામાંથી બચાવી ગયો. હું જાણતો ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 12)
તેણે મારું કાંડું પકડી લીધું. એ સેફ મુવ લઇ મારી પીઠ પાછળ પહોચી ગયો. મારો હાથ મરડાયો, મને ખભાના કાળી બળતરા થવા લાગી. કદાચ એ મારા હાથને તોડી નાખવા માંગતો હતો એમ મને લાગ્યું પણ ફરી મારો અંદાજ ખોટો પડ્યો. મેં એના બુટ સાથેના પગની કિક મારા ઘૂંટણના પાછળના ભાગે અથડાતા અનુભવી. હું લથડ્યો એ જ સમયે એણે મારો હાથ છોડી દીધો અને હું જમીન ઉપર પટકાયો. હું જમીન પર પછડાયો એની બીજી જ પળે હું રોલ થઇ એની પહોચ બહાર નીકળી ગયો કેમકે હું એને ફરી કિક કરવાનો મોકો આપવા માંગતો ન હતો. હું મારા પગ પર ઉભો ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 13)
મણીયજ્ઞ કથાનક હું અને કપિલ મમ્મીએ કહ્યા મુજબ નાગમણી યજ્ઞમા જોડાયા. કપિલે બંને હાથની હથેળીઓ ભેગી કરી સાથે ઘસી અને જયારે એની હથેળીઓ એકબીજાથી દુર થઇ એના જમણા હાથની હથેળીમાં એક ચમકતો પદાર્થ દેખાયો. એ સોપારી જેવા કદ અને આકારનો પથ્થર મારા માટે અપરિચિત ન હતો. એમાંથી સૂર્યના તેજ જેવો ઉજાસ ફેલાવા લાગ્યો. એ કપિલનું નાગમણી હતું. મેં એ પહેલા પણ જોયું હતું. એને અડકીને જ મેં મારી અનન્યા તરીકેની યાદો મેળવી હતી. મેં વરુણ માટેની અનન્યાની અનંત આશક્તિ અનભવી હતી, વરુણનો પ્રેમ અને બાલુની દોસ્તી નિહાળી હતી. અનન્યાના અધૂરા અરમાનો અને અનન્યાથી એકલા પડ્યા પછી વરુણના દર્દને ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 14)
કપિલ કથાનક મને મણીયજ્ઞ એ જીવન બતાવવા લાગ્યો જે જન્મે હું સુનયનાને મળ્યો. તે જન્મે મારું નામ હતું. પણ હું સુનયના જેમ નાગલોકમાં જન્મ્યો ન હતો. હું મૃત્યુલોકનો નાશવંત માનવ હતો. હું એક મંદિર જેવા સ્થળે ઉભો હતો જયાં લોકોની ઘણી મોટી ભીડ જમા થયેલી હતી. સિપાહીઓ આમતેમ કોઈને શોધતા હતા. સિપાહી જેમને શોધતા હતા એ વ્યક્તિઓ તરફ મારું ધ્યાન ગયું - એ બે બુકાનીધારી માણસો હતા. હું અત્યારે જાણે ત્યાં હોઉં તેમ બધું અનુભવવા લાગ્યો. બાકી એ સમય તો વર્ષો જુનો હતો. મને એ બુકાનીધારી યુવક અને વૃદ્ધની વાતચીત સંભળાતી હતી. “આપણે નીકળવું પડશે...” વૃદ્ધની આંખો ભીડ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 15)
કપિલ કથાનક નાગમણી યજ્ઞએ એ બાપ દીકરાનું દ્રશ્ય પૂરું થતા જ એક બીજું દ્રશ્ય બતાવવાનું શરુ કર્યું. રાજ મહેલમાં ગુપ્ત ચર્ચા ચાલી રહી હતી. દિવાન ચિતરંજન, રાજમાતા ધૈર્યવતી અને દંડનાયક કર્ણસેન રાજમાતાના કક્ષમાં એક ખાનગી ચર્ચામાં વ્યસ્ત હતા. “દિવાન ચિતરંજન, આમ એકાએક ગુપ્ત સભા બોલાવવાનું કારણ?” રાજમાતા પોતાની લાકડાની ખુરશી પર ગોઠવાયા. એમના હાથ સુંદર કોતરણીવાળા ખુરશીના હેન્ડ્સ પર સ્થિર થયા, “મને ખાતરી છે મંદિર પર જે હુમલો થયો અને પાંચ સિપાહીઓ માર્યા ગયા એ મામૂલી ઘટના માટે તો તમે આ સભા નહી જ બોલાવી હોય.” “એ કામ માટે તો મારે એ વૃદ્ધ અને યુવક સાથે સભા ગોઠવવી ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 16)
“હું માર્કા વગરના ઘોડા અને એ બાપ-બેટો કર્ણિકાની કોઠી પર હારી શકે એ માટે રાજની મોહર વિનાના સોનાના સિક્કા આદેશ મોકલાવું..” દંડનાયકે કહ્યું અને એ ગુપ્ત સભા બરખાસ્ત થઇ. કર્ણિકાના કોઠા આગળ બ્રુચ જેવી દેખાતી ઘોડાગાડી ઉભી રહી પણ એ લેન્ડું હતી. લેન્ડું મોટાભાગે ઉપરથી ખુલ્લી અને બંધ બંને પ્રકારે જોવા મળતી. ખાસ છત ફોલ્ડીંગ કરી શકાય એવી જ હોતી પણ કોઠીના દરવાજે થોભેલી લેન્ડું પર પરમાનેન્ટ વુડન છત અને કાચની બારીઓ હતી. ગોરાઓ એ બારીઓને કવાટર લાઈટ કહેતા જે જરાક અજીબ લાગતું. તેમણે પોતાની બુદ્ધિમતા મુજબ ઘોડાના પાછળના પગને લીધે ઉડતા કીચડ અને ધૂળથી બચવા ગાડીના ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 17)
સુરદુલ અને સત્યજીતે રાજ પરિવારે મોકલાવેલા મોઘા મખમલી વેપારી જેવા કપડા પહેર્યા હતા. સુરદુલ લાલ મખમલ અને સત્યજીત ઘેરા કલરના મખમલમાં શોભતા હતા. એમની બગી કોઈ શાહ સોદાગર જેવી શણગારવામાં આવી હતી. સત્યજીતે વેપારીના કપડામાં પણ એવી સિલાઈ પસંદ કરી હતી જેથી એની વિશાળ ભુજાઓ ખુલ્લી દેખાઈ શકે. એ કર્ણિકાને મોહાંધ કરવા માટે હતી. જોકે એ પોતાની જમણી ભુજા પરના ચિલમ પિતા શિવના છુંદણા પર મખમલી રૂમાલ બાંધવાનું ભૂલ્યો ન હતો. કદાચ એ શિવને એ પાપી દુનિયા બતાવવા માંગતો ન હતો કે પછી એ એની ઓળખ છુપાવવા માટે હતું. ગોરાઓ જેવા જ ભપકાવાળી કોચને માર્કા વગરના ઘોડા કર્ણિકાની પાપી ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 18)
બિંદુ સત્યજીત અને સુરદુલને લઈને પાછળને બારણેથી અંધકારમાં વિલીન થઇ ગઈ. એ ગુપ્ત માર્ગ હતો. એક અંધારિયો કોરીડોર, બસ ક્યાંક માટીના દીવા સળગતા હતા. પણ એ રોશની બહુ ઝાંખી હતી. ત્યાના વાતાવરણને અનુકુળ ઉજાસ હતો. ગલીમાં અત્તર સાથે દીવામાં બળતા તેલની વાસ ભળેલી હતી. એક રૂપક હતું. જેમ એ સ્વર્ગ જેવી ઝાકમઝોળવાળી જગ્યાએ નરકની પાશવીયતા ભળેલી હતી એમ જ મોગરાના અત્તરની સુવાશમાં તેલના બળવાની વાસ ભળેલી હતી. દીવાઓ પર ધુમાડો સર્પાકાર ઘૂમરી લઇ થોડેક સુધી ઉપર જઈ અદ્રશ્ય થઇ જતો હતો. એ અંધારી ગલીના બંને તરફ હારબંધ ઓરડીઓ હતી જે ઝાંખા અજવાળામાં પણ ફૂલોથી સજાવેલી લાગતી હતી. દરેક ઓરડી ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 19)
સુરદુલે ટેબલ પર એક હીરો મુક્યો, સોપારીના કદના એ હીરાનુ તેજ માશાલોના અજવાળાને પણ ફિક્કું બનાવતું હતું. ઓબેરીએ પોતે સોના, હીરા, અને કેટલીક અન્ય કિમતી પત્થરોનો ઢગલો કર્યો. એ ગોરો મોટા હીરાની કિંમત અચ્છી તરહ જાણતો હતો. તેણે પણ તેની પૂળા જેવી મૂછો ઉપર હાથ ફેરવ્યો. હિન્દુસ્તાનના લોકોને જોઇને તે મૂછોને તાવ દેતા શીખ્યો હતો. તેના મનમાં એવી ગ્રંથી બંધાઈ હતી કે કામ ગમે તે કરો મૂછો એ પુરુષાતનનું પ્રતિક છે. કર્ણિકાએ હાથમાં પાસા રોલ કર્યા પણ એ પાસા ફેકે એ પહેલા જ સત્યજીતે એનો હાથ કાંડામાંથી પકડી લીધો. કર્ણિકા અને ગોરો બંને ચમકી ગયા. “શું થયું સ્વામી?” કર્ણિકાએ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 20)
સત્યજીતે ગુપ્તમાર્ગ બહાર નીકળતા પહેલા ચહેરા પર કાળી બુકાની બાંધી લીધી અને સુરદુલનો ચહેરો પણ બુકાનીમાં ઢંકાઈ ગયો પણ ધ્યાનમાં ન હતું કે જયારે બીદુએ એના ખભા પરના કાળા મખમલી કપડામાં છુપાવેલું નાનકડું ખંજર ખેચી કાઢ્યું એ સમયે એ કાપડનો ટુકડો કપાઈને નીચે પડી ગયો હતો. સત્યજીતના બાજુ પર બનાવેલું ચિલમ પિતા શિવનું છુંદણું દેખાવા લાગ્યું હતું. બહારના માર્ગે કોઈ નહિ હોય એમનો એ અંદાજ પણ ખોટો પડ્યો હતો. અંદર થયેલા શોર બકોરને લીધે બહાર પહેરો ભરતા ગોરાઓ અને હિન્દી સંત્રીઓ સચેત થઇ ગયા હતા. એમણે અંદર આવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ અંદર દાખલ થઇ શક્યા નહી. મલિકા ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 21)
મે બેહોશ અવસ્થામાં અનેક ઘટનાઓ જોઈ પણ એ બધી મારા સાથે કઈ રીતે સંકળાયેલી હશે એ મને અંદાજ ન સત્યજીત એ જ વિવેક હતો એનો અંદાજ મને એને બુકાનીમાં જોયો ત્યારે આવ્યો ન હતો પણ જયારે એણે કર્ણિકાના કોઠા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને રાજમાતાએ માત્ર ઓબેરીને મારવાનો જ હુકમ આપ્યો હતો એ છતાં આખા કોઠાનો નકશો બદલી નાખ્યો એ પરથી આવ્યો. અલબત્ત સત્યજીત આજના વિવેક જેવો જ આબેહુબ હતો. બસ તેના વાળ લાંબા હતા, મૂછો મોટી હતી, કપડા એ જમાનાના હતા, હાથમાં શિવનું છુંદણું હતું અને એ જમાનામાં જંગલો પર્વતોમાં રખડવાનું હતું એટલે થોડોક વિવેક કરતા ઓછો ઉજળો ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 22)
રાજકુમાર સુબાહુ વહેલી સવારે ઘોડેસવારી પર નીકળવાને બહાને એક અપરાધીની શોધમાં નાગ જંગલમાં નીકળી ગયો હતો. નાગ જંગલ ખુબ અને અભેદ જંગલ હતું. તેમાં જંગલી જાનવરો અને તેના કરતા પણ ભયાનક નાગ જાતિના લોકો રહેતા હતા જેના વિષે સામાન્ય લોકોમાં એવી અફવાહ હતી કે એ નાગ જાતિના લોકો માનવ અને નાગ એમ બે રૂપ લઈ શકે છે. સુબાહુ ક્યા જઈ રહ્યો છે એ વાતની જાણ એના માટે ઘોડો તૈયાર કરનાર જશવંતને પણ ન હતી. કુમારે એને કઈ કહ્યું ન હતું પણ જશવંત રાજનો જુનો વફાદાર અને ચાલાક સેવક હતો. એની નજર, એની તલવાર અને એનું દિમાગ ત્રણેય તેજ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 23)
“જીદગાશા...” સુબાહુ વધુ પડતું પાણી પી ગયો હતો એવું એના અવાજ પરથી જ દેખાઈ જતું હતું, “સત્ય...” આપના પેટમાં પાણી પહેલા નીકળવું પડશે.” જીદગાશાએ કહ્યું. “નહિ પહેલા સત્ય...” “આપ હજુ આપણે બાળકો હોઈએ એમ જીદ કરો છો..” જીદગાશાએ બાળપણના દિવસો ફરી યાદ આવ્યા હોય એમ કહ્યું. “મને તો તમે બધા બાળક જ સમજો છોને...?” સુબાહુના અવાજમાં ભારે રોષ હતો, “મહેલમાં ચાલતી દરેક ચર્ચા મારાથી ગુપ્ત રાખવામાં આવે છે. મતલબ મને બધા હજુ બાળક સમજે છે.” જીદગાશા જાણતો હતો સુબાહુની વાત વાજબી હતી. એણે તો પરાસર અને દંડનાયાકને કહ્યું પણ હતું કે સુબાહુને રાજનીતીમાં દાખલ કરી દેવા જોઈએ પણ દંડનાયક ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 24)
સુબાહુએ હવે માત્ર એમને જ સવાલો કરવાના રહ્યા હતા. સુબાહુ અને જીદગાશા બુકાનીધારીઓના ઈશારે ઘોડા પર સવાર થયા. તેમના આગળ રખાવી તેઓ હુમલો ન કરી શકે એ રીતનું અંતર રાખી બે બુકાનીધારી ઘોડે સવારો એમને નાગપુર જંગલની સીમા તરફ દોરી જવા લાગ્યા. સુબાહુએ રસ્તામાં બે ત્રણ વાર ઘોડો થંભાવી પાછળ જોઈ ખાતરી કરવાનો પ્રયાસ કર્યો કે એ કોણ હોઈ શકે પણ એમના ઘોડા માર્કા વગરના હતા. જીદગાશા ખામોસ જ રહ્યો. એ બુકાનીધારીઓના હુમલાથી લઈને હમણા સુધી બિલકુલ ચુપ હતો. એણે ત્યાં એક હરફ પણ ઉચ્ચાર્યો ન હતો. સુબાહુ ઘોડો રોકતા જ પાછળના બુકાનીધારી અસવારો પણ થોભી જતા હતા. ઉંદર ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 25)
સત્યજીત અને જીદગાશાના ઘોડા જયારે મહેલના પ્રેમીસમાં દાખલ થયા જશવંત અને બીજા સિપાહીઓ બેબાકળા બની એમની રાહ જોતા હતા. સુબાહુએ ઘોડા પરથી ઉતરી લગામ જસવંતના હાથમાં આપી, “આ માર્કા વગરના ઘોડા કોના છે અને ક્યા વેપારી પાસેથી ખરીદાયેલા છે એની તપાસ ચલાવવાની છે..” “આપ ગયા પવન પર અને પાછા આવ્યા અજાણ્યા ઘોડા પર..?” જશવંતે સુબાહુએ કહેલા સ્ટેટમેન્ટને ધ્યાનમાં ન લેવા માંગતો હોય એમ બીજો જ મુદ્દો આગળ ધરી દીધો. જશવંત પોણા છ ફૂટનો જાડી મૂછોવાળો માણસ હતો. તેના ગોળ ચહેરામાં કુદરતે ગોઠવેલી આંખોની ચમક જોઇને જ ખ્યાલ આવે કે તે ઘોડાનો જાણકાર હતો. અલબત્ત ગમે તેવા ઘોડાને કે ઘોડીને ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 26)
જાગીરદાર જોગસિહે પોતાના ખજાનામાં એટલું ધન ભેગું કરેલું હતું કે એ એની સાત પેઢીઓ સુધી ખૂટે એમ ન હતું એની લાલચ ઓછી થઇ નહોતી. દુનિયામાં કદાચ બે ચીજો એવી છે જેનાથી માનવ મન ક્યારેય ધરાતું નથી - એક ધન અને બીજી સત્તા. ધન અને સત્તા માટે આજ સુધીનો લોહીયાળ ઈતિહાસ લખાયો છે. એ બાબત જોગસિંહ જાણતો હતો છતાં પોતાની એ લાલચ રોકી શકવામાં નિષ્ફળ રહ્યો હતો અને એની બગી રાતના અંધકારમાં મંદિર પરની ગુપ્ત ચર્ચામાં ભાગ લેવા એને લઇ જવા દોડી રહી હતી. નવરાત્રીનો ઉત્સવ મનાવી લોકો થાકીને પોતાના ઘરે ગયા. જયારે આખું નાગપુર ઘસઘસાટ ઊંઘતું હતું એ મધરાતે ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 27)
જયારે બિંદુ મંદિરની પરસાળમાં દાખલ થઇ એના પ્રત્યે આચાર્યની આંખોમાં કરુણા હતી. ગુનેગારોમાં પણ એકબીજા પ્રત્યે લાગણીના અલગ જ હોય છે. બિંદુ આવ્યા પછી સમય બગાડવાનો કોઈ અર્થ ન હતો. બધા જોગસિંહ અને સર મેક્લની બંધ બગીઓમાં ગોઠવાયા. બગીઓ પર લાલટેન હતી પણ એ સળગાવવામાં ન આવી, કેમકે કામ જ કઈક આવું હતું. જોગસિંહે ઘોડાઓને વીપ ફટકારી એની બગીમાં એની સાથે ડેવિડ મેસી, રાજોસિહ અને મેકલ ગોઠવાયા હતા. મેક્લની પોર્ચ હતી એમાં બિંદુ, આચાર્ય, હુકમ અને જોન કેનિંગ ગોઠવાયા હતા. હુકમ ડ્રાયવરના પાટિયા પર હતો એણે જોગસિંહની સાથે ઘોડાઓને વીપ ફટકારી અને બગીઓ દક્ષીણની ટેકરી તરફ દોડવા લાગી. બગીઓ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 28)
બિંદુને પણ એ જ અંધકાર નડતો હતો. અંધકારને લીધે એને દિશા સુજતી નહોતી. પોતે યાદ રાખવાનો ઘણો પ્રયાસ કર્યો છતાં નાગપુર કઈ દિશામાં હતું એ અંદાજ આવી શકે એમ ન હતો. એ જાણતી હતી કેપ્ચર મીન્સ ડેથ. પકડાઈ જશે તો મોત નિશ્ચિત છે કેમકે ગોરાઓ ક્યારેય જાસુસને બક્ષતા નથી. જોકે પછી એ જ અંધકાર એના માટે વરદાન પણ બન્યો. અંધકારમાં ઓગળી ગયેલી બિંદુ કઈ તરફ ઉતરી હશે એ અંદાજ આવી શકે એમ ન હતો. બિંદુ રાજમાતાની ખાસ દાસીની પુત્રી હતી. એના માટે રાજમાતા એના માતા પિતા બધા કરતા મહત્વના હતા. પોતે જાણી લીધેલા ષડ્યંત્રનું રહસ્ય રાજમાતા સુધી પહોચાડ્યા પહેલા ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 29)
રાજમાતાના વિશ્વાસુ જગદીપ અને અરજીતની આગેવાની હેઠળ ત્રીસેક જેટલા સિપાહીઓ રાજમહેલથી આયુધ લઇ ભેડાઘાટ પરના નાગમંદિરે પહોચ્યા ત્યારે મીરાંમાંની તૈયારીઓ ચાલી રહી હતી. મીરામાંને દેવી માનનારા અનેક લોકો ત્યાં એકઠા થયેલા હતા. “લોકો આયુધ પુજાના દિવસે રાજ મહેલમાં સ્વાદિષ્ઠ ભોજન અને સુંદર વાતાવરણ છોડી અહી આવતા હશે..” અરજીતની પાછળ ચાલતા એક સિપાહીએ કહ્યું, “મને એમની મૂર્ખાઈ પર હસવું આવે છે.” “ચુપ કર મુર્ખ..” અરજીતે પાછળ ફર્યા વિના જ કહ્યું, “એનું ધતિંગ આપણા માટે ફાયદાકારક છે. એ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચી રાખે છે.” સિપાહી કઈ બોલ્યા વિના ખામોશ થઇ ગયો. એ રાજના વફાદાર સિપાહીઓમાનો એક હતો માટે જ મહેલ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 30)
ભેડાઘાટથી ઉત્તર તરફની પહાડીઓની અંડર ગ્રાઉન્ડ ટનલમાં હલચલ મચેલી હતી. એ પહાડીઓના બહારને ભાગે ત્રણ ઘોડાગાડીઓ ઉભી હતી. ત્રણેને વેગન જોતા એ માલવાહક ગાડીઓ લાગતી હતી. એક નજરે એ ગાડીઓ નાગ અને મદારી જાતિના કબીલાના માર્કાવાળી અને એમના વચ્ચે થયેલી સંધી મુજબ જંગલ પેદાશોને લઇ જનારી સામાન્ય ગાડીઓ લાગતી હતી પણ કોઈ ધ્યાનપૂર્વક ઘોડાઓ પર નજર કરે તો ચાલાક વ્યક્તિને એ સમજતા વાર ન લાગે કે એ ઘોડાઓ સામાન્ય જંગલી કબીલાના ન હોઈં શકે. એ ઘોડાઓ ગજબ તાકાતવર અને કાળજી લીધેલા દેખાતા હતા. ગમે તેટલું વજન ખેચીને પહાડી પણ ચડી શકે એવા કસાયેલા અને મજબુત ઘોડા ગાડીઓ ખેચવા ઉતાવળા ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 31)
બિંદુ બે દિવસ સુધી એક જ પથ્થરની આડશે છુપાઈ રહી હતી. એ જંગલમાં વહેતા નાનકડા ઝરણા પાસેના પથ્થરો વચ્ચે રીતે છુપાઈને પડી રહી હતી કે આખું જંગલ ફેદી નાખવા છતાં હુકમ કે એના સિપાહીઓ એને શોધી શક્યા ન હતા. એક ગુપ્તચર બનવા માટેની પૂરી તાલીમ એને દિવાન ચિતરંજન તરફથી આપવામાં આવી હતી. એ પરિસ્થિતિ મુજબ પોતાની જાતને જીવિત રાખવાનું જાણતી હતી, ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ સરવાઈવ કરી શકવું દરેક સ્પાય માટે કેટલું અગત્યનું છે એના પાઠ શીખી હતી. એ દિવસ દરમિયાન ઝરણા પાસેની એક શીલા જ્યાંથી ઝરણાનું થોડુક પાણી લીક થઇ બીજી તરફ જતું હતું ત્યાં ટૂંટિયું વાળીને ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 32)
“પિતાજી...” સત્યજીતે ઘોડા પર બેઠા બેઠા જ કહ્યું, “દગો થયો છે જંગલમાં અરણ્ય સેનાના સિપાહીઓ ફરી રહ્યા છે..” સુરદુલ પળ માટે તો પોતાના કાન પર વિશ્વાસ ન કરી શકયો પણ સત્યજીતે ત્યાં જે બન્યું એ કહી સંભળાવ્યું ત્યારે એ પથ્થર બની ગયો. “પિતાજી..” સત્યજીતે સુરદુલના ખભા પકડી એને હચમચાવી નાખ્યો, “આમ બુત બની જવાથી કઈ નહિ વળે..” “શું કરીએ?” “આપ સવારી પાછી વાળી ભઠ્ઠી પર લઈ જાઓ. બીજી સવારી નીકળવાને હજુ વાર છે. હથિયારોને પાછા નાગ પહાડીમાં છુપાવી નાખો અને કોઈ પીછો ન કરે એનું ધ્યાન રાખો..” “અને તું..?” “હું નાગદેવતાના મંદિરે ગયેલા સિપાહીઓને બચાવવા જાઉં છું.. એ હથિયાર ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 33)
ખાસ સભાનો ખંડ મહેલમાં ઊંડે ભોયરામાં બનાવવામાં આવેલો હતો. મહેલના દરવાજા અંદરથી બંધ કરાઈ દેવાયા હતા અને દુર્ગેશને હુકમ આવ્યો હતો કે કોઈને પણ મહેલમાં આવવાની પરવાનગી નિષેધ છે. જ્યાં સુધી સભા પૂરી ન થાય ત્યાં સુધી વચ્ચે કોઈ ખલેલ ન કરી શકે એ માટે ગુપ્ત સભા ખંડ બહાર કોઈ ચપરાસીને ગોંગ લઇ બેસાડ્યો ન હતો. સભા ખંડમાં દરેક ખાસ વ્યક્તિ હાજર હતો - સુરદુલ, જીદગાશા, પરાસર, દંડનાયક કર્ણસેન, દિવાન ચિતરંજન, સુબાહુ, સુનયના, રાજમાતા, અને સત્યજીત. રાજમાતાએ સુરદુલને મહેલમાં લઇ જઈ પહેલું કામ સત્યજીતને હોશમાં લઇ આવવાનું શોપ્યું હતું. એને સમજાવી સભામાં સુનયના પર કાર્યવાહી થશે એ બાબતની ખાતરી ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 34)
લગભગ મધરાતનો સમય હતો. હું એક અજાણી જગ્યાએ ઉભો હોઉં એમ મને લાગ્યું પણ હું ત્યાં ન હતો. મને હતી માત્ર એ આભાસ હતો હું ત્યાં ન હતો. હું ત્યાં કઈ રીતે હોઈ શકું એ સમય બહુ જુનો હતો. હું મારા બેડરૂમમાં બેહોસીની હાલતમાં હતો પણ મને મણીની શક્તિઓ એ બધું બતાવવા લાગી. ચારે તરફ છુટા છવાયા ઝૂપડા દેખાતા હતા અને એમાંના કેટલાક ભડકે બળી રહ્યા હતા. કેટલાક શું મોટા ભાગના ભડકે બળતા હતા. એ મદારી કબીલાના ઝુપડા હતા. સત્યજીત, સુરદુલ અને અશ્વાર્થના ઝુપડા હતા. મધરાત હોવા છતાય જરાય અંધકાર ન હતો. આગની જવાળાઓ જાણે છેક આકાશને આંબી જવા ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 35)
નયના કથાનક સત્યજીત કેદી બની ઉભો હતો. કેદી તરીકે એના હાથ બાંધેલા હતા. એ હાથ બાંધેલી અવસ્થામાં જ ઉભો હતો. એ ધારે તો એક પળમાં દોરડાના ટુકડા કરી શકે તેમ હતો. એનામાં એ તાકાત હતી એનો અંદાજ એના ચહેરાની તેજસ્વીતા અને એના મજબુત બાંધા પરથી દેખાઈ આવતો હતો. છ ફૂટ જેટલો ઉંચો અને લોખંડી સ્ન્યુઓથી બનેલા પડછંદ શરીરવાળો સત્યજીત લગભગ વીસ એકવીસ વર્ષની ઉમરનો હશે. તેના લાંબા સિલ્કી વાળ રોજની જેમ બનમાં બાંધેલા હતા અને બાકી રહી જતા છુટા વાળ એના ખભા પાસે ફરફરી રહ્યા હતા. એના ચહેરા પર કોઈ ઓજસ્વી તેજસ્વીતા હતી. તેના અલૌકિક તેજ છતાં એના ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 36)
કપિલ કથાનક “એ જાણવા માટે ફરી આપણા બેમાંથી કોઈએ યજ્ઞને પૂછવું પડશે.” મેં કહ્યું. “પણ આ તરફ નયના બોલી. તેને વિવેક અને વૈશાલીની ફિકર થતી હતી. કારણ ત્રણ દિવસથી અમે યજ્ઞ જોવામાં સમય વિતાવ્યો ત્યાં સુધી વિવેક સાથે શું થયું હશે વૈશાલી સાથે શું થયું હશે તેની કોઈ ખબર અમને નહોતી. “વિવેક તેનો રસ્તો કરી લેશે નયના...” સોમર અંકલે અમને સાંત્વના આપી, “અત્યારે આપણે સ્વસ્તિક નક્ષત્રની શું અસર થશે એ જાણવા એ જન્મમાં શું થયું એ જાણવું જરૂરી છે.” મેં હકારમાં માથું હલાવ્યું અને આંખો બંધ કરી... જીદગાશા એના ઘોડાને ઈંગ્લીશ કેન્ટોનમેન્ટ તરફ દોડાવી રહ્યો ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 37)
એક પળમાં તો કન્ટોનમેન્ટ ઘોડાઓની હુકના અવાજથી ભરાઈ ગયો. કેમ્પ ફાયરથી થોડેક દુર પ્લેન્કીન અટક્યો, એક સેવકે દોડીને પડદો અને ફાઈન સિલ્ક ધોતી સાથેનો પગ પ્લેન્કીન બહાર આવ્યો. અને બીજી પળે હળવે રહી રાજકુમાર ઉતરતા દેખાયો. માત્ર નાચગાનમાં જોડાયેલી ઓરતો જ નહિ પણ જે બે ચાર ગોરી મેડ્મો કેમ્પ ફાયરમાં દારૂનો જલશો માણી રહી હતી એમની નજર પણ એ તરફ ફેરવાઈ ગઈ. ફાઈન સિલ્ક લાલ ધોતી અને એવા જ સિલ્કી ઉપવસ્ત્રમા સજ્જ, ગળામાં રુદ્રાક્ષની માળા સાથે સોનાની પાતળી શેર અને ખુલ્લી હવામાં ફરફરતા લાંબા વાળ, છ ફૂટના પુરા કદ અને ફાકડી મૂછો સાથે જાણે કોઈ દેવતા સ્વર્ગથી ઉતરી આવ્યો ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 38)
પરાસરે કેનિંગના હાથમાં રહેલી બંદુક પડાવી દીધી હતી પણ દુર બેઠેલા મેથ્યુ બારલોના ધ્યાનમાં સત્યજીતનો ઈરાદો જરાક વહેલો આવી હતો. ઘોડો સામે પગલે ચાલીને હાથી પાસે ગયો અને ઉભનાળે થયો એ જોતા જ મેથ્યુ એ પોતાના પગ પાસે મુકેલી બંદુક લઇ લીધી અને જેવો સત્યજીત કુદ્યો એણે બંદુક છોડી હતી. બંદુકના અવાજે સુબાહુ અને બાકીના બધાનું ધ્યાન એ તરફ દોર્યું હવે ત્યાં હાજર દરેક સિપાહી ગોરો હોય કે હિન્દી સમજી ગયો હતો કે કેન્ટોનમેન્ટમાં જંગ ફાટી નીકળ્યો છે. દરેકના હાથ પોત પોતાના હથિયાર તરફ ગયા. સત્યજીતની હસ્તિમુદ્રા હાથીના કુભાથળ પર વાગી તો ખરા પણ બરાબર મધ્યે નિશાન ન લગાવી ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 39)
બીજી બાજુ સુનયના લેખા અને એના પરિવાર પાસે પહોચી. એમના નજીક પહોચતા જ સુનયનાએ તલવારો ફરીથી કમરમાં ભરાવી નાખી ઘોડા પર રહીને જ હેલડી ફેંકીને લેખા અને એના પરિવારને બાંધેલા દોરડા કાપી નાખ્યા. મુક્ત થતા જ લેખા સત્યજીત તરફ દોડવા લાગી. એનું મન બીજું કઈ વિચારી શકે એમ ન હતું. સત્યજીત જે તરફ પડ્યો હતો એ તરફ દોડતી લેખાને કોઈ દુશ્મન કઈ તરફ છે એનું પણ ભાન ન રહ્યું. એને કવર આપવા માટે સુનયનાએ આઠ દસ હેલડીઓ અને ત્રણ સુવૈયા વાપરવી પડી. જોકે એ બધાથી અજાણ લેખાના પગ તો જયારે એ સત્યજીત પાસે પહોચી ત્યારે જ અટક્યા. એ એની ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 40)
રાતે અંધકાર પછેડી ઓઢેલી હતી. એ કોઈ વિજોગણની જેમ આંસુ વહાવી રહી હતી. એના જેમ જ લેખાના આંસુ પણ થવાનું નામ લેતા નહોતા. આકાશને જાણે નાગપુરનો વિનાશ જોવાની ઈચ્છા થઇ આવી હોય એમ પવનના સુસવાટા સાથે ભયાનક તોફાનની આગાહી આપી રહ્યો હતો. પવન વૃક્ષો અને પહાડોને પણ ચીરીને કયાય નીકળી જવા માંગતો હતો. લેખાએ ઘોડા પર બેઠા જ પાછળ જોયું - ભેડાઘાટ પરના ઘમાસાણના અવાજો સંભળાઈ રહ્યા હતા. એ જાણતી હતી ત્યાં કોઈ બચવાનું નથી. અશ્વાર્થને મદદ માટે પાછળના રસ્તે નીકાળી દેવાયો હતો પણ લેખા જાણતી હતી કે એના પિતા અશ્વાર્થ મદદ લઇ આવવામાં સફળ રહે તો પણ કોઈ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 41)
બીજા દિવસની ભયાવહ રાત..... લેખાની આંખો સામે બંને દ્રશ્યો તરી રહ્યા હતા. પહેલું મદારી કબીલો નાશ થયો એ અને સત્યજીતનું ધીમું મૃત્યુ. એ એના સત્યજીત તરફ ધીમે ધીમે કોઈ હિંસક જાનવર જેમ લપાઈને આગળ વધતા મોતને જોઈ ચુકી હતી અને હવે એનું શબ પણ એ અગ્નિસંસ્કાર માટે મેળવી શકે એમ ન હતી. રાજકુમાર સુબાહુ, સુનયના, જીદગાશા અને બીજા સાથીઓ ભેડાઘાટ પર ફના થઇ ગયા હતા. એના પિતા અને મદદે આવનારા અન્ય યુવાન મદારીઓ કા’તો માર્યા ગયા હતા અથવા તો કેદ પકડાયા હતા. જનરલ વેલેરીયસ શિકારી હતો - ખંધો શિકારી. એ રાજ રમત રમ્યો હતો. જે ચાલ રાજકુમાર સુબાહુ અને ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 42)
લેખાએ ભેડાઘાટ પર જઈ બગી રોકી. એના પિતા અશ્વાર્થમાં હજુ ઘણી જાન હતી. એ કબીલાનો સરદાર હતો. મુખિયા હતો એ ઉપાધી એને આમ જ મળી ગઈ નહોતી. ઘાયલ શરીર, કલાકોના ભૂખ તરસ અને થાક પણ એને માત કરી શક્યા ન હતા. પિતા પુત્રીએ સત્યજીતના શબને બગીમાથી નીચે ઉતાર્યું. બગી પર લટકતી લાલટેનમાં અજવાળામાં અશ્વાર્થે લેખાને બગીમાથી એક લાકડાનું બોક્ષ નીકાળતા જોઈ. એ બોક્ષ એના માટે અજાણ્યું ન હતું. એણે એ બોક્ષ વરસો પહેલા એના પુર્વોજો પાસેથી મેળવ્યું હતું અને એને એમાં જે રહસ્યો હતા તે પુસ્તકને લીલા પહાડ પરની મીસાચી ગુફામાં છુપાવી નાખ્યું હતું. મીસાચી ગુફા શોધી ત્યાં જવાની ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 43)
મેં આંખો ખોલી ત્યારે કપિલ, શ્લોક, મમ્મી અને સોમર અંકલ મારી આસપાસ ટોળે વળેલા હતા. કોઈ મને એકલી મુકવા નહોતું. “નયના...” મમ્મી અને સોમર અંકલ બંને ઉતાવળા બની ગયા, “તે શું જોયું...?” મેં જે જોયું હતું એ ભેડા પરનો ભયાનક જંગ, અને એ પછી લેખાએ અપનાવેલ જીવન મૃત્યુ બંધનમ માટેનો સ્વસ્તિક શ્લોક, અશ્વાર્થે કરેલ કૃત્ય વગેરે જણાવ્યું. હું જેમ જેમ કહેતી ગઈ મમ્મી, શ્લોક અને સોમર અંકલના ચહેરા ફિક્કા બનતા ગયા. કપિલનો ચહેરો તો મારા હોશમાં આવતા જ ફિક્કો થઇ ગયો હતો કેમકે અમે બંને એકબીજા સાથે મેન્ટલ બોન્ડ કરી ચુક્યા હતા હું જે જોઈ શકી હતી એ બધું ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 44)
વિવેક કથાનક હું વિલ ઓફ વિશનો ઉપયોગ કર્યા પછી બેભાન થઇ ગયો હતો. હું એ બાબત જાણતો માટે જ આયુષને મારી સાથે લઈને ગયો હતો. પણ મને અંદાજ ન હતો કે વેદ પણ મારી એમાં મદદ કરશે. મારા બેભાન થયા પછી વેદ મને બહાર આયુષની ટેક્સીમાં ગોઠવી ગયો હતો અને આયુષ અમે નક્કી કર્યા મુજબની સલામત જગ્યાએ મને છોડી ગયો હતો. હું ત્રણ દિવસ પછી હોશમાં આવ્યો હતો પણ ત્યારે આયુષ ત્યાં ન હતો. એ મને એના એક વિશ્વાસુ મિત્ર જે ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો એના હવાલે મુકીને ગયો હતો. મેં હોશમાં આવતા જ તેને ફોન લગાવ્યો. “આયુષ...” ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 45)
બાજુના રૂમમાં પણ મુખ્ય હોલ કરતા ખાસ વધુ સારી હાલત ન હતી બસ ત્યાં કોઈ અજબ વાસ ફેલાયેલી હતી. નવા નવા આઈડીયાઝની એ સુવાસ હતી. કદાચ એ સનકી એટલે જ એવા ગોથિક સ્થળે રહેવાનું પસંદ કરતો હતો. એ રૂમના મધ્યમાં એક જુના ટેબલ પર એક કિતાબ ખુલ્લી પડી હતી. હું એ પુસ્તકના નજીક સરક્યો. મને એના થીન અને ઓવર યુઝ થયેલા પાનાઓની અજબ વાસ મહેસુસ થઈ. પુસ્તકને બહારથી નવો લૂક અપાયેલો હતો પણ છતાં એ કોઈ વિચિત્ર રીતે જૂની હતી. મેં એના ખુલ્લા પન્ના પર નજર કરી. “ધર્મહ મતીભ્ય ઉદભવતી.” સંસ્કૃતમાં લખાયેલા શબ્દો મને વંચાયા. મેં પુસ્તકને હાથમાં લીધું ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 46)
હું પેટ્રોલ પંપ નજીક પહોચ્યો. વરસાદ બંધ થઇ ગયો હતો. છતાં સડકો હજુ એમ જ ભીની હતી. ચારે તરફ લીધે એક અલગ જ વાસ ફેલાયેલી હતી. કાર પેટ્રોલ પંપ પહેલા જ સૂરમંદિર સિનેમા આગળ અટકી ગઈ. ફયુલ કાંટો શૂન્ય પર ચોટી ગયો. હું કારમાંથી બહાર આવ્યો. પેટ્રોલ પંપ સામે જ દેખાતો હતો. બસ વચ્ચે એક બે ફેક્ટરીઓ હતી. મારી આંખો બળતી હતી. કદાચ પેટ્રોલ પંપની બાજુના કારખાનાના ધુમાડાને લીધે કે દિવસો સુધી બેભાન અને તણાવમાં રહેવાને લીધે મને એકદમ અલગ મહેસુસ થતું હતું. જો મેં સાઈડ ગ્લાસમાં નજર કરી હોત અને મારી બ્લડ શોટ આંખોને જોઈ હોત તો હું ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 47)
કપિલ કથાનક રાતના ઘેરા અંધકારમાં સોમર અંકલની કારના અવાજ સિવાય કોઈ અવાજ સંભળાતો ન હોતો. ઘરે થયેલી ચર્ચાઓ પછી સોમર અંકલ વિવેકને અટકાવવાના આખરી પ્રયાસ પર લાગી જવા તૈયાર થયા હતા છતાં એમણે શરત મૂકી હતી કે જો વિવેકને પાછો ન મેળવી શકાય તો એના સામે લડવાની તૈયારી રાખવી જ પડશે. મેં એ તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહોતું કેમકે મને વિશ્વાસ હતો કે એવો સમય આવશે જ નહી. અમારે વિવેક સાથે લડવાની જરૂર નહિ જ પડે. એ પહેલા એને પાછો મેળવી લેવાનો કોઈ રસ્તો મળી રહેશે એની મને ખાતરી હતી. જયારે હું અને નયના મણીયજ્ઞમાં હતા ત્યારે સોમર ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 48)
નયના કથાનક કપિલ અને સોમર અંકલ કોઈ બાબુ નામના જાદુગરને મળવા ગયા હતા. હું મમ્મી અને શ્લોક ફોયરમાં બેઠા હતા. અડધો કલાક કરતા પણ વધુ સમય અમે એમ જ મૂંગા બની બેઠા વિતાવ્યો હતો. અન્યા પણ હવે તો મારા ખોળામાં જ સુઈ ગઈ હતી. હું કઈ બોલ્યા વિના કંટાળી ગઈ હતી અને વાતચીત કરવા માટે કઈ હતું નહિ છતાં મેં મમ્મીને પૂછ્યું, “એ બાબુ પાસેથી કોઈ કામની માહિતી મળી હશે?” મારું મન અજીબ હતું. કપિલની વાત સાચી જ હતી મને વધારે પડતા પ્રશ્નો કરવાની આદત હતી. હું જાણતી હતી કે મારા સવાલનો જવાબ મમ્મીને ખબર નહિ હોય છતાં ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 49)
કપિલ કથાનક એ વિશાળ કદના ખંડમાં બાબુ ચાંદીના પલંગ પર આઠ દસ તકીયા સાથે આરામ ફરમાવી રહ્યો એ પોતાની સામેની દીવાલ પરના મોટા કદના આયનામાં જોઈ મૂછોને તાવ આપી રહ્યો હતો. એના આસપાસ એક બે નોકરડીઓ જમીન પર બેઠી હતી અને બાબુ એમના માટે ભગવાન હોય એમ પગ ચંપી કરી રહી હતી. બાબુને જોતા જ મને એમ લાગ્યું કે એ એક પ્રભાવશાળી વ્યક્તિ હશે. જોકે એ માણસ કરપ્ટ હશે એવો અંદાજ એને જોઈ કોઈ બાંધી શકે એમ ન હતો. એનું વ્યક્તિત્વ પણ સોમર અંકલ જેવું જ દેખાતું હતું. બસ એના કપડા જરા વધુ આધુનિક ઢબના હતા. એણે બ્લુ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 50)
નયના કથાનક ઘર બહાર નીકળી અમે રૂકસાનાની પોલીસ બોલેરોમાં ગોઠવાયા. મમ્મી દરવાજા સુધી આવી અમને જોતા રહ્યા. આંખોમાં વેદના હું અનુભવી શકતી હતી. તેઓ મને લઈને ખુબજ ચિંતિત હતા. કદાચ મારી પોતાની મમ્મી કરતા પણ કપિલના મમ્મી મને વધુ ચાહતા હતા. જેવી કાર પ્રેમીસ બહાર નીકળી રૂકસાનાએ ફોન બહાર નીકાળી પોલીસ સ્ટેશનનો નંબર મેળવ્યો. “સરલકર..?” “યસ, મેડમ..” “હું એક ક્રિમીનલને ફોલો કરી રહી છું. એ નાગપુર જંગલના કાળા પહાડ તરફ જઈ રહ્યો છે. તું કુરકુડે અને ટીમને લઈને કાળા પહાડ પહોચ.” “યસ.. મેમ..” રૂકસાનાએ એમને અમુક સૂચનાઓ આપી અને કોલ ડીસ કનેક્ટ કર્યો. થોડાક સમયમાં નાગપુરની સડકો વટાવી ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 51)
કપિલ કથાનક સોમર અંકલ પાછળ હું પણ આયનામાં દાખલ થયો જયારે મેં આયનામાં બીજો પગ મુક્યો હું બાબુ જાદુગરના ઘર બહારના માણસથી અડધા કદના પુતળામાંથી નીકળ્યો. “આપણે થોડાક હથિયારની જરૂર પડશે..” સોમર અંકલ મારી બાજુમાં ઉભા હતા. “બાબુનો વિશ્વાસ કરી શકાય?” મેં પૂછ્યું, “એણે જે કહ્યું એ સાચું જ હશે?” “એની જાદુઈ તાકતો છીનવી લીધા પછી એ સાચું બોલ્યો હતો કે ખોટું એ જાણતા મને એક પળ પણ ન થાય. એ સાચું બોલ્યો કે નહિ એ ચોક્કસ ન કહી શકાય પણ એ જે બોલ્યો એને એ સાચું માનતો હતો. કદાચ એની કોઈ ભૂલ પણ હોઈ શકે કેમકે ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 52)
નયના કથાનક “નયના..” હું ઘરમાં પ્રવેશી એ સાથે જ મમ્મી દોડીને મારી પાસે આવી. હું ડઘાઈ ગઈ મેં મમ્મીને ખબર આપ્યા ન હતા તો મમ્મી ત્યાં કેમ આવી હશે એ મને સમજાયું નહિ. કદાચ બીજી મમ્મીએ (કપિલની મમ્મીએ) એને ફોન કર્યો હશે એમ મને લાગ્યું. “હું ઠીક છું, મમ્મી.” મેં કહ્યું ત્યાં સુધીમાં પપ્પા પણ મારી પાસે આવીને ઉભા રહી ગયા. એમની આંખોમાં સવાલ હું વાંચી શકતી હતી પણ મેં એ બેધ્યાન કર્યો. “આટલું બધું થઇ ગયું અને તે અમને ખબર પણ ન કરી?” મેં પપ્પાની આંખોમાં પર્શ્ન અવગણ્યો એનો કોઈ ફાયદો ન થયો કેમકે પપ્પાએ વિઝ્યુઅલ સવાલને ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 53)
કપિલ કથાનક એકાએક ચારે તરફ ધુમાડો છવાઈ જવા લાગ્યો. ધુમાડાના વાદળો ક્યાંથી ઉદભવ્યા એ કઈ સમજાયુ નહી. સુરજ હજુ નીકળ્યો જ હતો. એના આછા કિરણો ભેડા પરના નાગમંદિરને નવડાવી રહ્યા હતા, ત્યાજ એકાએક એનો રસ્તો રોકતા એ ધુમાડાના વાદળો ક્યાયથી ઉતરી આવ્યા. મને એમ લાગ્યું જાણે ધુમાડો જમીન અંદરથી ઉતપન્ન થતો હોય. આકાશમાંથી પણ જાણે ધુમાડો વરસિ રહ્યો હોય. સુરજના કિરણો માટે એ ધુમાડાની પરતને પાર કરીને આવવું મુશ્કેલ બની ગયું હોય એમ બધે અંધારા જેવું થવા લાગ્યું. વિવેક આવી પહોચ્યો હતો. સોમર અંકલે લગાવેલ અંદાજ સાચો હતો. વિવેકે ભેડા પર હુમલો કર્યો હતો. હુમલાની આ રીત હું ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 54)
એકાએક તેમણે દુર દેખાતી ભેખડ તરફ વીજળી ફેકી. ત્યાં એક વિશાળ ઝાડ સાથે એ વીજળી સ્ટ્રાઈક થઇ અને ઝાડને જમીનમાં ઉતરી ગઈ. “જાણે છે સોમર એ ઝાડ મેં કેમ સળગાવી નાખ્યું?” ગોપીનાથે સોમર અંકલ તરફ જોયું. તેમના વૃદ્ધ ચહેરા ઉપર કોઈ ભાવ ન દેખાયા. સોમર અંકલ એની સામે જોઈ રહ્યા, કેમકે તેઓ ગોપીનાથના સવાલનો જવાબ જાણતા ન હતા - પણ હું જાણતો હતો. એ ઝાડને હું જાણતો હતો. “તને ખબર નહિ હોય સોમર,” ગોપીનાથ બરાડ્યા, “દગો કોને કહેવાય એ તારે જાણવું છે? તો સાંભળ એ ભેખડ પર એ ઝાડ નીચે જયારે અશ્વાર્થે લેખાની પીઠમાં ખંજર ભોક્યું એ દગો હતો. ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 55)
નયના કથાનક. હું અદ્રશ્ય પાંજરાને તોડી બહાર આવવા મથી રહી હતી, અરુણ અને રૂકસાના પણ એ જ ઈચ્છતા હતા પણ એક સંપૂર્ણ નાગિન હોવા છતાં જો હું એ કેજને પાંજરું તોડી ન શકતી હોઉં તો રૂકસાના કે અરુણ કઈ રીતે કરી શકે. કદાચ અન્યાને બચાવવા કોઈ ઈશ્વરીય શક્તિથી કપિલ પાંજરું તોડવામાં સફળ રહ્યો હતો પણ હવે વિવેક અને કપિલ આમને સામને હતા. હું જાણતી હતી મને નાગલોકમાં ઇયાવાસુએ આપેલા શ્રાપનું એ પરિણામ હતું. મને ક્યારેય કોઈનો પ્રેમ પૃથ્વી પર નહી મળી શકે એ એમના શબ્દો અક્ષરસ સાચા ઠર્યા હતા - વિવેક મને અન્યાને અને કપિલને પોતાના પરિવારની જેમ ...વધુ વાંચો
સ્વસ્તિક (પ્રકરણ 56) - છેલ્લો ભાગ
વિવેક કથાનક ગોપીનાથ સામે કઈ રીતે લડી શકાશે એ મને અંદાજ નહોતો પણ એકાએક મને યાદ આવ્યુ વ્યોમે કોઈ એક યંત્ર અને એક કાપડનો ટુકડો મારા માટે મોકલાવ્યો હતો. એ યંત્રની ગમે ત્યારે જરૂર પડશે એ મને અંદાજ હતો માટે એ મેં ત્યારનો મારી પાસે જ રાખ્યું હતું અને એણે આપેલા કેશરી કાપડને પણ મેં જમણા હાથ પર બાંધીને રાખ્યું હતું. એ યંત્ર શું કામ કરી શકે એમ છે એ વ્યોમે કહ્યું નહોતું પણ હવે હું સમજી ગયો કે એ શા માટે હતું. મેં એ ડીશ આકારના યંત્રને કોટના ખિસ્સામાંથી બહાર નીકાળ્યું. એના પર દેખાતા એક નાનકડી પ્લેટ ...વધુ વાંચો