Swastik - 45 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 45)

બાજુના રૂમમાં પણ મુખ્ય હોલ કરતા ખાસ વધુ સારી હાલત ન હતી બસ ત્યાં કોઈ અજબ વાસ ફેલાયેલી હતી. કદાચ નવા નવા આઈડીયાઝની એ સુવાસ હતી. કદાચ એ સનકી એટલે જ એવા ગોથિક સ્થળે રહેવાનું પસંદ કરતો હતો.

એ રૂમના મધ્યમાં એક જુના ટેબલ પર એક કિતાબ ખુલ્લી પડી હતી. હું એ પુસ્તકના નજીક સરક્યો. મને એના થીન અને ઓવર યુઝ થયેલા પાનાઓની અજબ વાસ મહેસુસ થઈ. પુસ્તકને બહારથી નવો લૂક અપાયેલો હતો પણ છતાં એ કોઈ વિચિત્ર રીતે જૂની હતી. મેં એના ખુલ્લા પન્ના પર નજર કરી.

“ધર્મહ મતીભ્ય ઉદભવતી.”

સંસ્કૃતમાં લખાયેલા શબ્દો મને વંચાયા.

મેં પુસ્તકને હાથમાં લીધું એ પુસ્તકનું વજન મને એકદમ સ્ટ્રેજ લાગ્યું. કઈક અલગ જ એ પુસ્તક દર્શાવી રહ્યું હતું. મને ખુલ્લા પાનાંના અંત ભાગમાં રેડ પેનથી લખેલા શબ્દો દેખાયા.

‘દેવતાઓ વારવાર આવતા રહે છે. પૃથ્વી પરની લડાઈમાં તેઓ ક્યારેય સીધો ભાગ લેતા નથી પણ પરોક્ષ રીતે એમાં હમેશા સામેલ થતા રહે છે. પણ શેતાન... એ ક્યારેય એવા નિયમોના બંધનને માન્ય રાખતો નથી.. એ હમેશા માનવો સામે ષડ્યંત્ર રચતો રહે છે અને દેવતાઓ દખલ ન કરે ત્યાં સુધી નિર્દોષ લોકોનો ભોગ લેતો રહે છે.’

લખાણના અંતે સ્વસ્તિક દોરેલો હતો. પણ એ સ્વસ્તિક જરાક ત્રાસો હતો. એ સ્વસ્તિક દેવતાના નહિ પણ દુષ્ટતાના પ્રતીકને રજુ કરી રહ્યો હતો. સ્વસ્તિકના બહુરુપો જોવા મળે છે એમાં એના મુખ્ય બે રૂપો છે. સીધો સ્વસ્તિક અને વક્ર સ્વસ્તિક. સીધો સ્વસ્તિક દૈવત્વનું પ્રતિક છે જયારે ત્રાસો સ્વસ્તિક આસુરી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. હું જાણતો હતો હિટલરે પણ જાદુઈ યોદ્ધાઓની અણનમ ફોજ તૈયાર કરીને એવા જ વક્ર સ્વસ્તિકને પોતાની નિશાની બનાવી હતી. શેતાની શક્તિઓ ધરાવતા નાઝી સિપાહીઓ એ વક્ર સ્વસ્તિકની આરાધના કરતા હતા.

ઈટ વોઝ સિમ્બોલિક – અગેઈન.

મારા માટે એ સંદેશ હતો. એકાએક મેં પુસ્તકને મારા હાથમાંથી પડવા દીધું અને અંદરના રૂમ તરફ દોડ્યો. શું થયું હતું એનો મને અણસાર આવી ગયો હતો.

ઇન્વેન્ટરે મારા માટે એક સંદેશ છોડ્યો હતો. મતલબ એની પાસે મને મળવાનો સમય ન હતો. મારે એ શબ્દો જોતા જ સમજી જવું જોઈતું હતું કે એ ઉતાવળમાં લખાયેલા હતા.

આયુષ પણ મારી પાછળ જ અંદરના રૂમમાં દાખલ થયો. અંદરનું દ્રશ્ય જોઈ એ થીજી ગયો. મારા પણ એ દ્રશ્ય જોઈને ગાત્ર ઢીલા થઇ ગયા.

ઇન્વેન્ટર વ્યોમ રૂમમાં ચતો પડ્યો હતો. એની આંખો ખુલ્લી હતી. એ આંખોમાં ડરનું પ્રતિબીબ મને દેખાયું. કોઈ એવો ડર જેનો અંદાજ પણ એને ન હતો. કોઈ એવો ડર જેથી એની આંખો મૃત્યુ પછી પણ એ ડરને ભૂલી શકે એમ ન હતી.

એ સનકી વ્યોમ મારો ખાસ મિત્ર હતો - એક એવો મિત્ર જેણે મારા જીવનની પહેલી જાદુઈ ટ્રીક માટે ઇન્સટ્રુમેન્ટ બનાવ્યુ હતું - ત્યારે હું માત્ર આઠ વર્ષનો હતો. એ મારાથી મોટો હતો છતાં હું એને સામે મોઢે પણ સનકી જ કહેતો.

એ હવે લાશ બની મારી સામે પડ્યો હતો. મરતા પહેલા એણે કેવો ભયંકર ડર અનુભવ્યો હશે એ એના ચહેરાના ભાવો અને ડરથી ફાટી ગયેલી ખુલ્લી આંખો કહી રહી હતી.

એણે છેલ્લે કોઈ એવા વ્યક્તિને જોયો હશે જેનો એને અંદાજ ન હોય પણ કોઈ વ્યોમને કઈ રીતે મારી શકે? એ ઈન્વેન્ટર હતો. એવું કોઈ જાદુ ન હતું જે એની જાણ બહાર હોય. આખા નાગપુરના જાદુગરો એના પાસેથી જાદુની નવી નવી ટ્રીકો શીખતા હતા. એ નવી ટ્રીકો ઈન્વેન્ટ કરતો. એને કોઈ કઈ રીતે મારી શકે? એવું કોણ હોઈ શકે?

કઈ અંદાજ આવી શકે એમ ન હતો પણ એક વાત નક્કી હતી એ મારા લીધે મર્યો હતો. મારા દુશ્મનને ખબર પડી હશે કે હું એની મદદ મેળવવા માંગું છું માટે એ મર્યો હતો.

એના મોતનો બોજ મારા પર વધ્યો. ગુસ્સો અને દુઃખ મને અંદરથી ઘેરી વળ્યા પણ હું વિવશ હતો. જ્યાં સુધી દુશ્મન કોણ છે એ ખબર ન પડે ત્યાં સુધી બદલો લેવો અશક્ય હતો.

મેં પોતાની જાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો. દુશ્મન કોણ છે એ જાણવા શાંત રહેવું જરૂરી હતું. પપ્પાએ મને ઘણીવાર કહ્યું હતું કે ગુસ્સો અને ડર માણસને પાગલ બનાવી દે છે. એમાં ગુસ્સો ડર કરતા પણ વધુ ખરાબ છે એ માણસને અંધ પણ કરી નાખે છે. ગુસ્સામાં વ્યક્તિ એની આંખો સામેની વાસ્તવિકતાનેય જોઈ શકતો નથી.

મારે ગુસ્સા પર કાબુ કરવો જ રહ્યો. મારે વાસ્તવિકતા જાણવી જ રહી. એ સિવાય હું વ્યોમનો બદલો લઇ શકું એમ નથી. વૈશાલીને પાછી મેળવી શકું એમ નથી. મેં મનોમન મારી જાતને જ કહ્યું.

મેં ફરી વ્યોમ તરફ જોયું. ત્યાં કઈક તો એવું હશે જ જે મને અંદાજ આપી શકે કે વ્યોમની હત્યા કોણે કરી અને કઈ રીતે કરી?

હું શાંત થઇ ધ્યાન આપવા લાગ્યો. રૂમના મધ્યમાં વ્યોમ નિર્જીવ બની પડ્યો હતો. એના બંને હાથ એના ગળા નજીક હતા. એનાથી થોડેક દુર ગ્લાસ પડ્યો હતો. હું ગ્લાસની નજીક ગયો. એ પાણીથી ભરેલો હતો. ગ્લાસથી થોડેક દુર એક પ્લાસ્ટીકની બોટલ પડી હતી જે કોઈએ ગુસ્સામાં આવીને ફેકી હોય એમ લાગતું હતું. એનું ઢાંકણ ખુલ્લું હતું એમાંથી હજુ પાણી ઢોળાઈ રહ્યું હતું. બોટલમાં હજુ અડધા સુધી પાણી હતું.

ત્યાં શું થયું હતું એ સમજતા મને વાર ન લાગી.

“વી શૂડ ગો.” મેં આયુષનો હાથ પકડ્યો અને રીતસર દોડવા લાગ્યો.

“શું થયું?” આયુષ મારી પાછળ ઢસડાયો.

“ટ્રેપ.” મેં કહ્યું, “અત્યારે એ બધું સમજાવવાનો સમય નથી. આપણે અહી કોઈ આવે એ પહેલા નીકળી જવું પડશે.”

“પણ થયું છે શું?” આયુષને હજુ કઈ સમજાયું ન હતું, “એ વ્યક્તિને હજુ થોડાક કલાકો પહેલા હું મળ્યો હતો - એ ઠીક હતો આટલામાં શું થયું કે એ મરી ગયો?”

“હું તને બધું સમજાવીશ પહેલા આપણે અહીંથી નીકળી જવું પડશે.” મેં કાર તરફ દોડતા જ કહ્યું.

અમે કારમાં ગોઠવાયા અને એ સાથે જ મેં કારને વીજળીની ગતિએ ભગાવી. અમે ઓલ્ડ સ્ટ્રીટ બહાર નીકળીએ એ પહેલા મને પોલીસ વિહિકલ નજરે ચડ્યું, હું એ વાહનના રસ્તામાંથી ટળી જવા માંગતો હતો પણ એ સાંકડા પટ્ટામાંથી ખસી સકાય એમ ન હતું. સામેનું વિહિકલ એકદમ નજીક આવ્યું. મારી આંખો એ વિહીક્લમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠી છોકરી તરફ ગઈ. મારી આંખો એની સાથે મળી. રૂકસાના મારા મોમાંથી ઉદગાર નીકળી ગયા. મેં કારનો ઝડપી સાઈડ કટ લઇ ડાબી તરફની લેનમાં લીધી. અને એ જ સ્પીડે લેન પાર કરી. મેં રીયર-વ્યું મિરરમાં નજર કરી.

થેંક ગોડ!

રુકસાના અમારી પાછળ ન પડી પણ હું જાણતો હતો કે સ્પોટ પર પહોચીને એ મને જ ખૂની સમજશે કેમકે કોઈએ ગજબ ચાલાકી વાપરી હતી. એ સ્થળે મારા સિવાય કોઈના ફિંગર પ્રિન્ટ નહિ મળે કેમકે કાતિલ લાયબ્રેરીમાં દાખલ થયો જ ન હતો. એણે વ્યોમના મગજ પર હાવી થઇ શકે એવા સ્પેલનો ઉપયોગ કર્યો હતો. કાતીલમાં મેચ ન થઇ શકે એટલી નજર બંધીની શક્તિ હશે. એણે ઈન્વેન્ટરને પોતાના નજરબંધીના ખેલમાં બાંધી લીધો હશે. ઇન્વેન્ટરને ગજબ તરસ મહેસુસ થઇ હશે પણ એની આંખો પર નજર બંધી કરી નાખવામાં આવી હશે એટલે એને પાણીનું દરેક પાત્ર ખાલી દેખાયું હશે.

એની સામે પાણીનો ભરેલો ગ્લાસ એને ખાલી દેખાયો હશે એ પાણીથી ભરેલી બોટલનું ઢાંકણ ખોલી એ બોટલ ઉંચી કરી એને પોતાના ગાળામાં ઠાલવી દેવા પ્રયાસ કર્યો હશે પણ જાદુગરે પાણીને બાંધી નાખ્યું હશે. આંખી ભરેલી બોટલને ઉંધી કરવા છતાં પાણીનું એક ટીપું પણ એના ગળામાં પડ્યું નહિ હોય. જાણે એ પાણી પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું જ ન હોય એમ એ પાણી અધ્ધર હવામાં જ લટકી રહ્યું હશે આથી ગુસ્સે થઇ વ્યોમે બોટલ ખુણામાં ફેકી દીધી હશે.

ખૂણામાં પડયા પછી બોટલમાંથી પાણી જમીન પર ઢોળાવ લાગ્યું હશે અને ઇન્વેન્ટર સમજી ગયો હશે કે એની સાથે શું થઇ રહ્યું છે. એ જાણી ગયો હશે કે એનો અંત નજીક આવી ગયો છે. એ જાણી ગયો હશે કે દેવતાઓ દખલ કરે એ પહેલા શું થવાનું હતું. એણે મરતા પહેલા મારા માટે ખુલ્લી કિતાબમાં સંદેશ લખી લીધો હશે અને ફરી પોતાની પ્યાસ બુજાવવા એ રૂમ તરફ ગયો હશે પણ એના દરેક પ્રયાસો વ્યર્થ રહ્યા હશે.

એ અસહ્ય તરસે એનો જીવ લઇ લીધો હશે. એનું ગળું સુકાઈ ગયું હશે અને જાણે ધગધગતા રણમાં કોઈ દિવસો સુધી રહે અને શરીરમાં ડ્રી-હાઈડ્રીસન થઇ પાણી ઘટી જાય એમ એના શરીરનું પાણી ઓછું થઇ ગયું હશે. આખરે એક જૂની કિતાબ જેમ એનું શરીર ઠંડુ બની ગયું હશે. મરતા પહેલા ગળાની તરસ માટે એના હાથ ગળા પર હતા.

દરેક ઘટના મને ચોક્કસ સમજાઈ ગઈ પણ ત્યાં એ સ્વસ્તિક શા માટે? ત્રાંસા સ્વસ્તિકનો શું સંકેત? આસુરી શક્તિઓ?

હા, એણે ગીતાના એક શ્લોક લખેલું પાનું ખુલ્લું રાખ્યું હતું. મતલબ એ દેવાસુર સંપદા દર્શાવવા માંગતો હતો પણ ધર્મહ મતીભ્ય ઉદભવતી - ધર્મ એ જ જેને તમારી બુદ્ધિ માને, એ શબ્દો કેમ? આસુરી સ્વસ્તિક શા માટે?

એનો જવાબ માત્ર એક જ વ્યક્તિ પાસે હતો અને એ વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો, એના મૃત્યુનો આરોપ પણ મારા પર લખાઈ ચુક્યો હતો.

વિચારોના વમળમાં ઘેરાયેલા જ મેં કારને સ્ટ્રીટ બહાર નીકાળી મુખ્ય રસ્તા પર લીધી. એ જ સમયે મને પોલીસ સાયરન સંભળાઈ.

“ઓહ! શીટ!” મેં સ્ટીયરીંગ ઉપર હથેળી પછાડી, રુકસાના અમારી પાછળ હતી. એનાથી વધુ ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે. મને ખાતરી હતી હવે મારા વોન્ટેડના પોસ્ટર લાગતા કોઈ નહિ અટકાવી શકે - ખુદ મહેબુબ પણ નહિ. કારણ જેમ નયના બોલવાનું મશીન હતી તેમ રૂકસાના લપીયણ હતી તે દરેક કેસ પાછળ જળોની જેમ ચોટી જાતી.

*

મને સાઈડ ગલાસમાં પોલીસ વ્હીકલ દેખાવા લાગ્યું. જીપની સ્પીડ કાર બરાબર થઇ શકતી હશે એનો મને અંદાજ પણ ન હતો. આયુષની કાર જરૂર કરતા ઓછી પીકઅપ ધરાવતી હતી. અથવા કદાચ મેં કોઈ ખોટો દિવસ, કોઈ ખોટા શુકન લઇ લીધા હતા.

રૂકસાના શૈયદ મારી પાછળ હતી. આ બીજી ઘટના હતી જયારે મારી પાસે કોઈ એલીબી ન હતી અને રૂકસાના પાસે મારી સામે ઠોસ સબુત હતા. પહેલી વાર મારી વિરુદ્ધ અનેક પુરાવા હતા અને આ વખતે મને રૂકસાનાએ મર્ડર પ્લોટ પરથી ભાગતા જોયો હતો.

મારી પાસે કોઈ એલીબી નહોતી અને હોય તો પણ હવે રૂકસાના એ સ્વીકારવા તૈયાર ન જ થાય એની મને ખાતરી હતી - એ પોતાને આઈ વિટનેસ સમજી બેઠી હશે કેમકે એ ગુંચવણ કોઈ જાદુગરે ઉભી કરેલી હતી. રૂકસાના માટે એ સમજી શકવું અશક્ય હતું - કોઈ પણ નોર્મલ વ્યક્તિ માટે એ સમજી ન શકાય એવું હતું.

મેં એક્સીલેટર પર પગ દબાવ્યો. કારની સ્પીડ વધી શકે એમ ન હતી. પણ રુકસાના જીપની સ્પીડ વધારી શકે એમ હતી. રૂકસાના આવી ત્યારે તેની સાથે જીપમાં બીજો એક વ્યક્તિ હતો પણ અત્યારે તે ન હતો મતલબ રૂકસાના એને સ્પોટ પર મુકીને મારી પાછળ આવી હતી. કદાચ એ પોતે જ આજ સ્પીડ લીમીટ ઓળંગી જવાના ઇરાદે જીપ ભગાવી રહી હતી.

મેં કારને ડાબી તરફ વાળી. એ દરમિયાન કાર લગભગ ટીપીંગ થઇ ગઈ હતી પણ એનાથી કોઈ ફાયદો ન થયો.

“વોટ ધ હેલ ઈઝ ધીસ..” મેં બુમ પાડી, “આજે રાત્રીના સમયે પણ આટલી ટ્રાફિક કેમ છે?”

“કેમકે આજે સ્પોર્ટ્સ કલબમાં ફૂટબોલ મેચ છે અને મુંબઈની ટીમ નાગપુર સામે રમવા આવી છે.” આયુષે માહિતી આપી. તે વાર વાર પાછળ જોતો હતો.

“તારે મને કાર વાળી એ પહેલા કહેવું જોઈતું હતું...”

“તે મને પૂછીને કાર વાળી હતી?” એ બબડ્યો, “હું ક્યા તારા જેમ જાદુગર છું કે મને ખબર પડે કે હવે શું થશે?”

“શું થશે એ તો હવે મનેય ક્યા ખબર પડે છે ભાઈ?” મેં કહ્યું, “નહિતર આમ બીજી વાર ફસાયો ન હોત.”

તે કઈ બોલ્યો નહી. મેં કારને રાઉન્ડમાંમાં વાળી અને લગભગ કાર નેરો એસ્કેપ સાથે એક ઝાડ સાથે અથડાતા બચીને રસ્તો કુદી ખુલ્લા વિસ્તારમાં પહોચી ગઈ. પણ મારી એ તરકીબ એક પળની જ નીવડી કેમકે રૂકસાના પણ મારી જેમ મરણીયા બની ગઈ હોય એની જીપ કોઈ જંગલી ચિત્તાની જેમ રોડ બેરીકેડ તોડી મારી પાછળ જ ઢળાણમાં ઉતારી. મને લાગ્યું હતું કે હું જે નીચેના ગેટ વે એક્સપ્રેસ પર ઉતારી ગયો છું એ મારી ફ્રીડમ ટીકીટ છે પણ રૂકસાના મારો પીછો નર્ક સુધી છોડે એમ ન હતી. એના બે કારણ હતા એક તો એ ઈમાનદાર અને પોતાની ડ્યુટી પર્ત્યે ગજબ નિષ્ઠા ધરાવતી હતી અને બીજું એ મને પર્સનલી ઓળખતી હતી. હું અને મેહબૂબ મિત્રો હતા. મેં એમના ઘરની મુલાકાત ઘણીવાર લીધી હતી.

એ મારા સ્વભાવને જાણતી હતી. કદાચ એટલે જ એને વિશ્વાસ નહી થયો હોય કે હું કેમ આ બધું કરી રહ્યો છું. અથવા તો એ મને વધુ ગુના કરતા અટકાવવા માંગતી હતી. પણ હું પકડાઈ શકું તેમ ન હતો. મારે વૈશાલીને શોધવાની હતી. એ જ્યાં પણ હોય એ મુશ્કેલીમાં હતી. એ એકલી હતી અને એને મારી મદદની જરૂર હતી. આઈ ડોન્ટ હેડ પ્લાન ટુ જેલ ધેટ ટાઈમ.

અમારી મદદ માટે કોઈ આવશે એની કલ્પના નહોતી પણ એકાએક શરુ થયેલો વરસાદ જાણે કોઈએ મોકલેલી મદદ હોય એટલો કામ આવ્યો. નાગપુરમાં આ એક ફાયદો હતો. અહી વરસાદ અનિયમિત અને અનિશ્ચિત હતો.

મેં મરણીયા બની ટેક્ષી ભગાવી, રૂકસાનાને થાપ આપવી એટલું સહેલું કામ ન હતું પણ જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ મને મારી આગળ જતું એક મોટું ટ્રક દેખાયું જેનામાં લાકડા ભરેલા હતા. મેં ટ્રકની સાઈડ લઇ એક પળ માટે અમારી ટેક્ષીને રૂકસાનાની નજરથી ઓઝલ કરી. બસ એ એક પળ મારા માટે કાફી હતી. હું નજરબંધીના ખેલમાં માહિર હતો. મેં ટેક્ષી ટ્રકની પેલી તરફથી રસ્તાની બાજુમાં લઇ પુલ ઓફ કરી.

“તે ટેક્ષી કેમ રોકી..?” આયુષ ગભરાઈ ગયો. એને મારા પકડાઈ જવાની ચિંતા હતી.

“ડોન્ટ વરી..” મેં કહ્યું, “ચિંતા ન કર..”

“પણ કેમ?”

“કેમકે હવે રૂકસાના આપણી ટેક્ષીને જોઈ શકશે નહિ..” મેં કહ્યું, “નજર બંધીનો ખેલ પોલીસને હાથતાળી આપવા પણ વાપરી શકાય છે.”

આયુષ અવિશ્વાસ ભરી નજરે રૂકસાનાના પોલીસ વિહીક્લને અમારી ટેક્ષી નજીકથી પસાર થતું જોઈ રહ્યો. રૂકસાનાએ અમારી ટેક્ષીની દિશામાં જોયું ત્યારે મારા ધબકારા વધી ગયા પણ એ ફરી આગળ જોઈ વાહન હંકારી ગઈ એટલે મને નિરાંત થઇ. એને ટેક્ષી દેખાઈ નહી. નજરબંધી કામ કરી ગઈ હતી. રૂકસાનાએ માત્ર ટેક્ષી આસપાસ ક્યાય છે કે નહી એ ખાતરી કરવા જ અમારી તરફ જોયું હતું. જોકે જાદુના સ્ટેજ સિવાય આમ નજરબંધી કરવી એ નિયમો ખિલાફ હતું પણ આમેય એકેય નિયમો હું ક્યાં પાળી શક્યો હતો?

“વિવેક.. હવે ક્યા જઈશું...” રૂકસાનાની જીપ ખાસ્સી આગળ ગઈ ત્યાં સુધી આયુષ એ તરફ તાકી રહ્યો. તેની જીપની પાછળની લાલ લાઈટ અંધારામાં ઓઝલ થઇ પછી એણે તરત પૂછ્યું.

“પોલીસ સ્ટેશન...” મેં સ્મિત સાથે કહ્યું.

“વોટ?” આયુષ બબડ્યો, “તું પાગલ થઇ ગયો છું.. હજુ માંડ પોલીસથી બચ્યા છીએ અને પોલીસ સ્ટેશન જવાની વાત કરે છે? પોલીસ તને શોધી રહી છે...”

“હા, પણ પોલીસ મને શોધી રહી છે તને નહિ...” મેં કહ્યું, “તારે પોલીસ સ્ટેશન જવાનું છે.”

“પણ કેમ?” આયુષ મુઝાયો, “મને કઈ સમજ નથી પડતી. તું શું કહેવા માંગે છે અને શું કરવા માંગે છે?”

“હું સમજાવું...” મેં એની તરફ જોયું, “રૂકસાનાને હું ઓળખું છું, એની નજર બાજ કરતા પણ તેજ છે. એની નજરમાંથી ટેક્ષીનો નંબર છાનો રહી શક્યો નહી હોય. એને ટેક્ષી શોધવામાં સફળતા નહી મળે એ સાથે જ એ સ્ટેશન પર જઈ એ નંબરની ટેક્ષીની ડીટેઇલ નીકાળશે અને તને શોધી લેશે. તું નકામો ફસાઈ જઈશ..”

“તો મારા પોલીસ સ્ટેશન જવાથી શું ફાયદો થશે..”

“તારે ટેક્ષી જેકીંગનો કેસ નોધાવવાનો છે..”

“વોટ?”

“હા, તારે મારા વિરુદ્ધ ટેક્ષી છીનવી લીધાનો અને તને બંદી બનાવી ટેક્ષીમાં જ રાખ્યાનો કેસ નોધાવવાનો છે..”

“પણ તારા વિરુદ્ધ કેમ?” આયુષ મારા પર કેસ લખાવવાનું સાંભળી ગભરાયો પણ એ જરૂરી હતું, “હું કોઈ અજાણ્યા માણસે ટેક્ષી છીનવી લીધી એમ કેસ પણ લખાવી શકું?”

“રૂકસાનાએ તને ટેક્ષીમાં મારી સાથે જોયો છે એ તને પોલીસ સ્ટેશનમાં જોતા જ ઓળખી જશે..”

“પણ હું એમ કહીશ કે એ કોઈ અજાણ્યો માણસ હતો.”

“રૂકસાના ચાલક છે. એ પતો લગાવી જ લેશે કે આપણે મિત્રો છીએ અને તું જુઠ્ઠું બોલ્યો છે. એનો કઝીન મહેબુબ પણ તને ઓળખે છે. વાત વાતમાં એ એની પાસેથી પણ જાણી લેશે કે આપણે મિત્રો છીએ અને તે કહ્યું હશે કે કોઈ અજાણ્યા માણસે ટેક્ષી છીનવી તને બંદી બનાવ્યો હતો તો રૂકસાના તારો પીછો નહી છોડે..”

“પણ એને આ કેસમાં આટલો રસ કેમ છે?” આયુષ મને વચ્ચે રોકતા બોલ્યો.

“જેમ તને મારી ફિકર છે એમ એને પણ છે..” મેં કહ્યું, “એ મને વધુ ગુના કરતા રોકવા અને બચાવવા માટે આ બધું કરી રહી છે પણ એ સમજતી નથી કે એ મારી મદદ કરી શકે એમ નથી..”

“એ તને ઓળખે છે?” તેણે પૂછ્યું, “પર્સનલી..?”

“હા..” મેં કહ્યું અને આજુબાજુ નજર કરી. ગાડીઓ રોડ ઉપર દોડી જતી હતી.

“ધત....!” આયુષે ટેક્ષીનો દરવાજો ખોલ્યો, “તો તો હવે એ પીછો નહિ જ છોડે..” એ ટેક્ષી બહાર નીકળ્યો, “હું નજીકના પોલીસ સ્ટેશને જઈ કમ્પ્લેન નોધાવું છું..”

“અને જયારે રૂકસાના પૂછે કે તું કઈ રીતે મારા હાથમાંથી આબાદ બચી આવ્યો તું શું કહીશ..?” મેં પૂછ્યું.

“એ તને ઓળખે છે એટલે એમ કહીશ કે હું તારી આંખોમાં ધૂળ જોકી નીકળી ગયો તો એને વિશ્વાસ નહી આવે..” આયુષ એક પળ અટક્યો, “હું કહીશ કે તે જ મને ટેક્ષીમાંથી ઉતારી દીધો..”

“હા, પણ બધા જવાબ ચાલાકી પૂર્વક આપજે..” મેં ટેક્ષી ચાલુ કરી, “ક્યાય ગરબડ થઇ તો આ બધું પતે ન ત્યાં સુધી એ તને છોડશે નહિ...”

“ઠીક છે..” એ ફૂટપાથ ચડી નજીકના પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યો. વરસાદથી બચવા એણે ટી - શર્ટનું હુડ માથા પર લગાવી દીધું.

મેં ડેશબોર્ડ તરફ નજર કરી, ટેક્ષીમાં ફયુલ ઓછું હતું. મેં ટેક્ષી પેટ્રોલ પંપ તરફ દોડાવી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED