સ્વસ્તિક (પ્રકરણ 46) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વસ્તિક (પ્રકરણ 46)

હું પેટ્રોલ પંપ નજીક પહોચ્યો. વરસાદ બંધ થઇ ગયો હતો. છતાં સડકો હજુ એમ જ ભીની હતી. ચારે તરફ ભીનાસના લીધે એક અલગ જ વાસ ફેલાયેલી હતી. કાર પેટ્રોલ પંપ પહેલા જ સૂરમંદિર સિનેમા આગળ અટકી ગઈ. ફયુલ કાંટો શૂન્ય પર ચોટી ગયો. હું કારમાંથી બહાર આવ્યો. પેટ્રોલ પંપ સામે જ દેખાતો હતો. બસ વચ્ચે એક બે ફેક્ટરીઓ હતી.

મારી આંખો બળતી હતી. કદાચ પેટ્રોલ પંપની બાજુના કારખાનાના ધુમાડાને લીધે કે દિવસો સુધી બેભાન અને તણાવમાં રહેવાને લીધે મને એકદમ અલગ મહેસુસ થતું હતું. જો મેં સાઈડ ગ્લાસમાં નજર કરી હોત અને મારી બ્લડ શોટ આંખોને જોઈ હોત તો હું સમજી ગયો હોત કે એ ધુમાડાની અસર હતી.

મારા પગ નીચે આસ્ફાલ્ટનો રોડ વરસાદમાં ધોવાઈને કલીન થઈ ગયો હતો. મને એકાએક ખાંસી આવી. એ પણ આસપાસના મીસ્ટી ધુમાડાને લીધે હતું એવું મેં ધારી લીધું.

જયારે રાઈઝ અપ કોફિંગ પાસ થઇ ગયો મેં મારા જેકેટના ખિસ્સામાંથી સિગારેટનું ફ્રેશ પેકેટ નીકાળ્યું. મને ક્યારેય સમજાયું ન હતું કે પપ્પા કેમ સિગારેટને પોતાનાથી અળગી ન થવા દેતા. કોઈ એવા વ્યક્તિ કે જેને તમે બેહદ પસંદ કરતા હોવ એનાથી અલગ થયા પછી સિગારેટથી અલગ થવું મુશ્કેલ બની જાય છે. હોશમાં આવ્યો ત્યારથી વૈશાલીની ચિંતાને અને એના વિચારોને દુર રાખવા માટે હું પણ એ જ સીગારેટનો સહારો લઇ રહ્યો હતો.

પણ જે સિગારેટ હું વૈશાલીને દુર રાખવા હાથમાં લેતો એ જ મને એની યાદો તરફ ખેચી જતી હતી. સિગારેટ હાથમાં જ રાખી હું વિચારોમાં ડૂબી ગયો.

વૈશાલી... એ બસ હમેશા એવું જ કહેતી આપણે પણ નયના અને કપિલ જેવી એક નાનકડી અન્યા હશે એ જોઈ ડેડી સિગારેટ છોડી દેશે. કેમકે ધુમાડાથી એ નાનકડી પરી ખાંસવા લાગશે અને આપણે એને ડેડીના ખોળામાંથી નીચે જ નહિ ઉતારવા દઈએ પછી જોઈએ એ મહાન જાદુગર સોમર કઈ રીતે સ્મોકિંગ કરે છે.

હું એની એ વાત પર હસતો. મને કહેવાનું મન થતું કે જાદુગર સોમરને તું હજુ ક્યાં ઓળખે જ છે? એ એક રૂપે તારા સામે બેસી એમની પ્રપૌત્રીને રમાડતા હશે અને બીજા રૂપે ઘરના કોર્ટયાર્ડમાં જૂની લાકડાની ખુરશી પર બેસી સિગારેટના કશ લેતા હશે.

એકાએક મારું ધ્યાન ગેસ સ્ટેશનની ડાબી તરફની સ્ટ્રીટ લાઈટ નીચેના બીલબોર્ડ તરફ ગયું. ઈટ હેલ્ડ માય આઈ ફોર અ મુમેન્ટ. ઈટ રીડ - “એક્સીડેન્ટ હેપન્સ વિધાઉટ એની વોર્નિંગ”.

મને મારા માટે જ કોઈ સંદેશ હોય એવું લાગ્યું. ઇવન મને ખબર હતી કે એ રાહદારીઓ માટે એક ચેતવણીની નોટીસ કરતા વધુ કાઈ ન હતું. મારા હોઠ એક વાર મલક્યા. હું મારી જાત ઉપર જ હસ્યો - એક્સીડેન્ટ હેપન્સ વિધાઉટ વોર્નિંગ...!

એ સરાસર બકવાસ હતું. કોઈ પણ ઘટના એની અગાઉથી ચેતવણી આપ્યા વગર નથી થતી. પપ્પાએ મને ગુડ લક ન કહ્યું ત્યારે જ મારે સમજી જવું જોઈતું હતું કે કઈક છળ કપટ આકાર લઇ રહ્યું છે. ચિરાગ પપ્પા સામે ખુરશીમાં બેઠો એ જોઈ મારે સમજી જવું જોઈતું હતું કે એક અપ્રેન્ટીસ એના સોરસેસરને ઉભો રાખી બેઠક ન સ્વીકારે.

ખુરશીમાં બેસતી વખતે વૈશાલીએ કહ્યું કે હું કાયમ માટે ગાયબ થવા પણ તૈયાર છું ત્યારે મારે એ શબ્દોના ભેદ ભરમને પામવો જોઈતો હતો પણ કહે છે ને પ્રેમમાં માણસ આંધળો બની જાય છે. હું આંધળો બની ગયો હતો. નજરો સામેની ચેતવણીઓને નજર અંદાજ કરતો ગયો અને એ અજાણ્યો દુશ્મન ફાવી ગયો.

એ સુચના બોર્ડ મારા પર હસવા માટે મારા દુશ્મને જ ત્યાં મુકાવ્યું હશે. કોઈ એવો દુશ્મન જે જાણતો હોય કે હું કેટલો મુર્ખ હતો. મેં સામે ચાલીને વૈશાલીને એમના હવાલે કરી દીધી. મેં ગુસ્સામાં માથું ધુણાવ્યું અને લાઈટર નીકાળી સિગારેટ સળગાવી.

“હેય.” બાજુની ફેકટરીના ગેટકીપર માણસે બુમ પાડી, “ યુ ડોન્ટ પ્લીઝ ટુ સ્મોક ઇન રેસ્ટ્રીકટેડ એરિયા.”

હું પમ્પથી થોડેક દુર ડાબી તરફ ગયો. આમ પણ મેં હમણાં સુધીમાં ઘણા નિયમો તોડી નાખ્યા હતા. હવે મને કોઈ સામાન્ય નિયમ તોડવામાં મજા આવશે એવું મને ન લાગ્યું. હું ત્યાંથી ડાબી તરફ આઠ દસ કદમ ચાલ્યો હોઈશ ત્યાં પંપની બાજુની ફેક્ટરીની લાઈટોનું આછું અજવાળું હતું. ત્યાં કોઈ ગેટ કીપર નહોતો. મેં ફૂટપાથ નજીક પાર્ક કરેલી ફોકસ વેગનના સાઈડ ગ્લાસમાં જોયું. મારી આંખો જરાક સુજી ગઈ હતી. એમાં થતી બળતરનું કારણ કળવામાં મને સમય ન લાગ્યો.

મારા વાળ જેમ તેમ ફેદાયેલા હતા. મેં છેલ્લે ક્યારે ખાધું હતું એ મને યાદ ન હતું. હા, મેં છેલ્લે કિશન વેજમાં સૂપ પીધો હતો.

મેં સીગારેટનો કશ લીધો. એ ડેડ થઇ ગઈ હતી. મને પપ્પા જેમ ડેડ સીગરેટને ફેકી દેવાની કોઈ ઈચ્છા ન હતી. મેં લાઈટર નીકાળી સીગારેટને રી-લાઈટ કરી. લાઈટરના ઝાંખા અજવાળામાં મને એક ઉંદર દેખાયો. મેં જયારે ગાડી પુલ ઓફ કરી ત્યારે પણ મને એ જ ઉંદર દેખાયો હતો. એ થોડાક સમય પહેલા જ દેખાયો હતો. મને દેખી એ ડરીને ભાગી કેમ ન ગયો? એ મારી પાછળ કેમ હતો?

થોડાક સમય પહેલા જ વરસાદ થયો હોય તો ગટરમા ઉંદરનું હોવું શકય ન હતું. કદાચ એ જૂની ફેક્ટરીમાંથી આવ્યો હશે. મેં અનુમાન બાંધ્યું પણ હવે ગાફેલ રહેવું પાલવે એમ ન હતું. મને ચીબરીના બોલવાનો અવાજ સંભળાયો.

“હહ..” મેં મારી જાતને જ કહ્યું, “હવે શું સાપ?”

એન્ડ ટુ માય વન્ડર - મને ગટરમાંથી બહાર નીકળી આવતો સાપ દેખાયો. એ સાપ ક્યારે અને ક્યાંથી આવ્યો એ સમજાય એ પહેલા જ એ ઉંદરને ગળી ગયો.

ઈટ વોઝ સિમ્બોલિક.

મેં કહ્યુંને કોઈં અક્સમાત અણસાર આપ્યા વિના થતો નથી. પણ આ વખતે હું એ અણસારને સમજી ન લઉં એટલો ગાફેલ ન હતો. શું થવાનું છે એનો મને અણસાર આવી ગયો. હું સાવચેત થઇ પાછળની તરફ પલટ્યો અને મને પાસેના સુરમંદિર સિનેમાની ફોકસ લાઈટમાં એક સીલહોટેડ (માત્ર કાળી આકૃતિ) માણસ દેખાયો.

હું એ તરફ મક્કમ ડગલા ભરી સરક્યો. એ કોણ છે તે સમજતા મને વાર ન લાગી. દુશ્મને મુકેલ પ્યાદું જે મને માત કરવા આવ્યું હતું. મેં લાઈટર નીકાળ્યું અને એની પાસે પહોચતા પહેલા એને લાઈટ કર્યું. મારા ચહેરા પર એસ્ટ્રલ લાઈટ ફેકાઈ. હું એ એસ્ટ્રલ લાઈટમાં લાઈટર પર કોતરેલા મીસાચી ભાષાના મંત્રો ઉચ્ચારું એ પહેલા જ એ સીલહોટે મારા પર કુદ્યો. એણે એમ કુદકો લગાવ્યો જાણે કોઈ ચિત્તો રાત્રીના અંધકારમાં હરણ પર ઝાપટે.

એ મને અથડાયો અને હું ઉછળ્યો. હું ચારેક ફૂટ જેટલો પાછો ફેકાયો અને આસ્ફાલ્ટ રોડ મારા ખભા સાથે અથડાયો.

“આજ્ઞા મુજબ કામ કેમ ન કર્યું..?” એ કાળો પડછાયો બોલ્યો.

હું ભાંખોડિયા ભરીને એ સીલહોટેથી જરાક દુર ખસ્યો.

“કામ શરુ થઇ ગયું છે?” મેં કહ્યું, “હું કામને મારી રીતે અંજામ આપવાનો છું.. તારે મારા પર નજર રાખવાની જરૂર નથી..”

એ સીલહોટે માટી તરફ પલટ્યો. મારી નજર એ વ્યક્તિના ચહેરા તરફ ગઈ, એ હજુ સીલહોટે જ દેખાયો. મેં ફરી લાઈટર સળગાવ્યું અને એ સાથે જ મને એનો ચહેરો દેખાયો જે માત્ર ઈલ્યુંસન હતો, માત્ર એનો ચહેરો જ નહિ એનું શરીર પણ માત્ર ભ્રમણા હતું. એ આકૃતિ માનવ હતી જ નહિ - કદાચ એ માત્ર એક પડછાયો જ હતો.

પણ એક પડછાયો વજન કઈ રીતે ધરાવી શકે? જો એનામાં વજન ન હોય તો એ મને ઊંચકીને દુર કઈ રીતે ફેકી શકે? મારી પાસે વિચારવા માટે સમય ન હતો.

“તે કામને ખોટા ક્રમ મુજબ કર્યું છે..” પડછાયો ફરી બબડ્યો, “તારી નિયત પર મને શક છે..”

“નાઈસ વોચ... યું કેન બી ગુડ વોચમેન ઇફ ઓન્લી યું કેન લીવ...” કહ્યું અને રોડ પરથી બેરીકેડ લઇ બેરીકેડ પૂરી તાકાત સાથે પડછાયા ઉપર વિઝ્યુ. એ બેરીકેડ પડછાયામાંથી આર-પાર થઇ ગયું પણ એને કોઈ જ અસર ન થઇ

હવે હુમલો કરવાનો વારો એનો હોય તેમ એ હસ્યો. હું તેના દરેક વારથી બચતા બેક પેડલ અને સ્ટમ્બ્લ કરી બની શકે તેટલી ઝડપે પોતાની જાતને રીકવર કરવા લાગ્યો. પણ એ મુશ્કેલ હતું - એનામાં અજબ ફુર્તી હતી.

લગભગ એકાદ મિનીટ સુધી મેં પોતાની જાતને એ પડછાયાથી બચાવી અને ત્યારબાદ ફરી બેરીકેડ એક ફ્લેશની જેમ વિઝ્યુ. એ પડછાયાના ચહેરા સાથે અથડાયું. આ વખતે એ બેરીકેડ તેની આર-પાર થયુ નહી. બેરીકેડ તેના ચહેરા સાથે ધસમસતા પૂરની જેમ ટકરાયું અને જેમ કાચી દીવાલ તૂટી પડે એમ એ પડછાયો જમીન દોસ્ત થઇ ગયો. એની જીણી આંખો પહોળી થઇ ગઈ. એના એક લમણામાંથી લોહી વહેવા લાગ્યું. ખોપરી ચિરાઈ ગઈ હતી.

“હાઉ..?” એ માત્ર એક જ શબ્દ બોલવામાં સફળ રહ્યો.

મારી પાસે એના પ્રશ્નનો જવાબ હતો પણ હું એને જવાબ આપું એ પહેલા એ પડછાયો પડછાયાની દુનિયામાં ચાલ્યો ગયો. એના ચહેરા સાથે બીજીવાર બેરીકેડ અથડાયું એ પહેલા મેં લાઈટર પરનો મેજિકલ સ્પેલ વાંચી લીધો હતો. એ લાઈટરની એસ્ટ્રલ લાઈટ એ પડછાયા પર હતી માટે એ બેરીકેડ કોઈ એસ્ટ્રલ વેપન હોય તેવી અસર એના પર કરી ગયું હતું.

એ પડછાયો મારા પર નજર રાખવા માટે હતો - એ કોણ હતો કે એને કોણે મોકલ્યો હતો એ ચકાસવાનો કોઈ માર્ગ ન હતો કેમકે હું એને જીવતો પકડી શકું એમ ન હતો અને કદાચ તેને પકડી લઉં તો પણ તે મોઢું ન ખોલે.

ગમે તેમ કરી હું એનું મો ખોલાવી લઉં તો પણ કોઈ મતલબ ન રહે - એ નરકનું પ્યાદું હતું જેનામાં બુદ્ધિ કે સેન્સ ન હોય. એ માત્ર એના માલિકના હુકમ માનવા સિવાય કઈ ન કરી શકે - અને એવા પ્યાદાને એના માલિકનું નામ ખબર જ ન હોય.

એ પડછાયો એ એસ્ટ્રલ લાઈટને લીધે પોતાની ટુ ડાયમેન્શન પાવર ગુમાવી ચુક્યો હતો અને જયારે એ બેરીકેડ એના ચહેરા સાથે અથડાયું એ સમયે એ કોઈ પડછાયો ન રહેતા માત્ર અને માત્ર હાડ-માંસથી બનેલ માનવ બની ચુક્યો હતો. એ કદાચ બેરીકેડનો ઘા ખાળી શક્યો હોત પણ એને અંદાજ જ ન હતો કે એનામાં કોઈ જાદુઈ શક્તિ રહી ન હતી.

જે હોય તે એ પડછાયો હવે આ દુનિયામાં ન હતો પણ એનાથી કોઈ ફરક પડે એમ ન હતો. હું જાણતો હતો એ કોઈ રેન્ડમ એટેક ન હતો. એ પડછાયો એ અજાણ્યા દુશ્મને મોકલ્યો હતો કેમકે આ પહેલા મેં એવો પડછાયો ક્યારેય જોયો ન હતો. થેન્ક્સ ડેડ. એમનું એસ્ટ્રલ પ્રોજેકશન સાથેનું લાઈટર મારી પાસે ન હોત તો આજે વૈશાલી વિનાની આ એકલવાયી જિંદગીનો અંત આવી ગયો હોત.

હું જાણતો હતો વૈશાલીનો વિરહ મને મારી શકે એટલી રાહ કોઈક જોવા માંગતું ન હતું. એ મને બની શકે એટલી ઝડપથી ડેડબોડી રૂપે જોવા માંગતું હતું પણ વૈશાલીને પાછી લઇ આવ્યા પહેલા મને કોઈ મારી શકે એમ ન હતું.

હું મારી કાર તરફ જવા લાગ્યો. અને આગળ શું પગલા લેવા એ મનોમન નક્કી કરવા લાગ્યો. આજના હુમલાને જોતા એક વાત તો નક્કી હતી હું દુશ્મન કોણ છે એ બાબતથી બિલકુલ બેખબર હતો. મેં આવા દુશ્મન વિશે ક્યારેય સાંભળ્યું પણ ન હતું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky