હું ફરી ઓલ્ડ ફોર્ટમાં આવ્યો, મારી આસપાસના પવનનું તોફાન ન રહ્યું કે ન સામેના ટેબલ પર બે સંમોહન શક્તિ ધરાવતી એ બંને છોકરીઓ રહી.
વૈશાલીના પ્રેમની શક્તિએ મને એ છોકરીઓની સંમોહન શક્તિથી બચાવી લીધો. હું એમના સંમોહનથી આઝાદ થયો એટલે તેઓ અદ્રશ્ય થઇ ગઈ. એ ભ્રમણાની દુનિયા હતી. ત્યાં કઈ જ અસલ ન હતું છતાં બધું અસલ જેવું લાગતું હતું. હું હજુ એ પવનની અસર મારા શરીર પર અનુભવી શકતો હતો. મેં માથું ધુણાવી દીધું. એ છોકરીઓ બેઠી હતી એ ટેબલ એકદમ ખાલી થઇ ગયું.
હું ફરી આગળ વધવા લાગ્યો.
વૈશાલીનો પ્રેમ મને એકવાર ફરી ભ્રમણામાંથી બચાવી ગયો. હું જાણતો હતો વિલ ઓફ વિશ સુધી પહોચતા પહેલા કેટલીયે માયાઝાળનો મારે સામનો કરવો પડશે. પણ મને મારા પ્રેમ પર વિશ્વાસ હતો.
ભલે વૈશાલી મારી સાથે ન હતી પણ એનો પ્રેમ મારી સાથે હતો, એ મને દરેક ભ્રમણામાંથી ઉગારવા માટે સક્ષમ હતો.
એના પછીના બેઝમેન્ટમાં કદાચ કોઈ ભ્રમણા ન હતી. એ બેઝમેન્ટ પીપલ અને નોન પીપલથી ઉભરાતું હતું. ત્યાં માણસ સિવાયના અન્ય તત્વોની પણ હાજરી હતી, તેઓ માણસના ભેખમાં છુપાયેલા હતા પણ એક જાદુગર તરીકે એમને અલગ ઓળખી કાઢવા મારા માટે મુશ્કેલ ન હતું. કેમ જાણે એ મારા પપ્પાના ભેખમાં આવેલ વ્યક્તિને જ હું કેમ ન ઓળખી શક્યો. કદાચ એનામાં પ્રચંડ જાદુઈ તાકાતો હશે.
હું એ બેઝમેન્ટ પાર કરી આગળ વધુ એ પહેલા મને મારું નામ સંભળાયું.
“વિવેક..”
હું એ અવાજ ઓળખતો હતો. એ વૈશાલીનો અવાજ હતો. મેં અવાજની દિશામાં નજર ફેરવી. ખુણામાંના ટેબલ પર વૈશાલી બેઠી હતી. એની આસપસ બે માણસો હતા.
એ રૂમમાં પહોચતા પહેલા જ હું સમજી ગયો હતો કે ત્યાં દેખાતી બધી જ ચીજો માયાઝાળ છે છતા મારું મન વૈશાલી પાસે જઈ એની સામેની ચેરમાં ગોઠવાઈ જવા કહેવા લાગ્યું.
પાર્ટ ઓફ મી વાન્ટેડ ટુ જોઈન હર, બટ અનધર પાર્ટ ઇનસાઇડ મી ન્યુ શી ઇઝન્ટ વૈશાલી. એ ભ્રમ હતો. એક છળ હતું. માનવ મનની કમજોરી એ ચેમ્બર એની સામે રજુ કરી એને માર્ગ ભટકાવી શકે એ મેં સાંભળેલું હતું.
અને મેં આગળ ડગલા માંડ્યા, મારા પગ લોખંડના હોય અને એ જમીન ચુંબકની બનેલ હોય એટલા મુશ્કેલ એ કદમ લાગ્યા. મારા હૃદયની દરેક ધડકન મને વૈશાલી પાસે રોકાઈ જવા કહેતી રહી પણ હું જાણતો હતો એ માત્ર એક ભ્રમણા છે.
છેલ્લે હું એ લેવેલ પહોચ્યો જ્યાં હું જવા માંગતો હતો. ઓનિક્ષ વોલથી બનેલ કોરીડોરમાં જતા જ હું સમજી ગયો કે એ લાસ્ટ બેઝમેન્ટ હશે. હું કોરીડોરમાં આગળ ચાલતો રહ્યો. લગભગ હું અડધોએક કલાક ચાલ્યો હોઈશ, મને એ કોરીડોરનો પેસેજ અનંત લાગવા લાગ્યો, મારા પગ થાકવા લાગ્યા કેમકે હજુ એ ફલોરમાં કોઈ ચુંબકીય શક્તિ હતી અને હું જાણે પૂરે પૂરો લોખંડનો બનેલ હોઉં એમ ત્યાં જડાઈ જતો હતો.
જોકે મને એ પણ ખબર હતી કે હું માંડ પાંચેક મિનીટ ચાલ્યો હોઈશ, એ અનંત દુરી પણ એક ભ્રમણા જ હતી.
હું મહામહેનતે દરવાજા સુધી પહોચ્યો. મારી સામે બે એક જેવા દરવાજા આવ્યા. હું થોડીક પળ માટે એ દરવાજાઓ સામે ઉભો રહ્યો. ઈટ વોઝ ટાઈમ ટુ ચુઝ.
અ રોંગ ડોર એન્ડ એવરીથીંગ વુડ બી ઓવર. હું જાણતો હતો જો મેં ખોટો દરવાજો પસંદ કર્યો તો બીજી જ પળે હું બહાર હોઈશ. ઓલ્ડ ફોર્ટના બહારના ભાગમાં. અને ફરી અંદર દાખલ થવું અશક્ય થઇ જશે.
મારે યોગ્ય દરવાજો પસંદ કરવાનો હતો. એ દરવાજો જે મને વિલ ઓફ વિશ સુધી લઇ જાય.
બે પળ સુધી હું એ દરવાજાઓને તાકી રહ્યો. મને એમ લાગ્યું જાણે દરવાજા પોતે મને ખોલવા માટે દબાણ કરી રહ્યા હોય.
“ઈશ્વરનું નામ લઇ દરવાજાને ખોલ..” મને એક અવાજ સંભળાયો. એ અવાજ જાણે પૃથ્વીના ગર્ભમાંથી, અનંત ઊંડાણથી આવતો હતો છતાં ક્યાય ક્યાંક એ અવાજ હું ઓળખતો હતો. એ અવાજ વૈશાલીનો હતો, એ અવાજ મારા હૃદયનો હતો. એ અવાજ આત્માનો હતો, એ અવાજ ઈશ્વરનો હતો.
મેં જમણી તરફના દરવાજાને ધક્કો માર્યો, એ દરવાજો પોતાની જગ્યાએથી ટસથી મસ ન થયો. દરવાજો ખુલ્યો નહિ. મેં દરવાજા પર પૂરી તાકાત લગાવી જોઈ પણ દરવાજો ન ખુલ્યો.
‘ઈશ્વરનું નામ લઇ દરવાજો ખોલ...’ મને ફરી એ જ શબ્દો મારા અંતરમન માંથી ઉદભવતા લાગ્યા.
મેં ઈશ્વરનું નામ લઇ દરવાજા પર હળવો ધક્કો લગાવ્યો, દરવાજો ખુલી ગયો.
હું એક જાદુગર હોવા છતાં એ ઘટના મારા માટે જરાક નવાઈ લગાડનાર હતી, મારું અંતર મન કઈ રીતે જાણતું હોય કે એ દરવાજો ઈશ્વરના નામ સાથે જ ખુલશે. આઈ વોઝ અનઅવેર ઓફ ઈટ- ટોટલી.
મેં ખુલ્લા દરવાજામાં પગ મુક્યો. એ કોઈ વિશાળ દીવાન-ખંડ જેવો રૂમ હતો. રૂમમાં ચારે તરફ અજવાળું હતું. મેં અજવાળું ક્યાંથી ફેલાઈ રહ્યું છે એ જાણવા સમજવા આમતેમ નજર કરી પણ હું એના ઉદગમ સ્થાનને જાણી શકવામાં નિષ્ફળ રહ્યો. એ ઉજાસ અલૌકિક હતો. મને સમજતા વાર ન લાગી કે એ અલૌકિક પ્રકાશમાં મારી કોઈ જાદુઈ શક્તિ કામ નહિ કરે. એ ચેમ્બર ઓફ સીક્રેટની વિશેષતા હતી, ત્યાં કોઈ જાદુની અસર થતી નથી.
પણ કેમ?
એ બાબત હજુ સુધી કોઈ જાદુગર સમજી શક્યો નથી.
આજ કાલ વિજ્ઞાન પણ એવા જ રહસ્યોને સમજવા મથી રહ્યું છે છતાં એને સમજી શકાયું નથી. તો એક સામાન્ય જાદુગર માટે એ સમજવું કઈ રીતે શકય હોઈ શકે?
વિજ્ઞાન અને જાદુ બંને વચ્ચે ખાસ કોઈ તફાવત નથી એ મને પપ્પા પાસેથી બાળપણમાં જ શીખવા મળી ગયુ હતું. જ્યાં સુધી કોઈ ઘટના પાછળનું લોઝીક ન સમજાય એ જાદુ છે અને એની પાછળનું લોઝીક સમજાઈ જતા જ એ વિજ્ઞાન બની જાય છે. પણ એ વિજ્ઞાન હજુ આવા રહસ્યોને ક્યા સમજી શક્યું છે? ગીઝાનો પીરામીડ - વિજ્ઞાનીકો વર્ષોથી એને સમજવા તરફડીયા મારી રહ્યા છે પણ એ સ્થળે ગુરુત્વાકર્ષણ અને ભૌતિક વિજ્ઞાનના નિયમો કેમ બદલાઈ જાય છે એ હજુ સુધી એક રહસ્ય જ રહી ગયું છે.
જો એ રહસ્ય ન ઉકેલાયું હોય તો ચેમ્બર ઓફ સીક્રેટમાં કોઈ જાદુ કેમ કામ નથી કરતુ એ રહસ્ય કઈ રીતે હું ઉકેલી શકુ. અને આમ પણ હું ત્યાં એ રહસ્ય ઉકેલવા માટે આવ્યો જ નહોતો. મારે કોઈ બીજા જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો હતો.
હું એ દિવાન ખંડમાં દાખલ થયો. મારા માટે પણ ત્યાં જે હતું એ જોવું એક નવાઈ કહી શકાય તેમ હતું. એ કોઈ મલ્ટી-નેશનલ કંપનીનું હેડ કવાર્ટર હોય એમ ત્યાં જુના લાકડાંના ટેબલો પર વિવિધ કોમ્યુટર દેખાયા. દરેક કોમ્યુટર પર ચિત્ર વિચિત્ર આંકડાઓ દેખાયા. જાણે હું કોઈ હોલીવુડ મૂવીનું દ્રશ્ય જોઈ રહ્યો હોઉં અને મારી સામે ભવિષ્ય દર્શાવતું યંત્ર હોય એમ એ સ્ક્રીનો પર દ્રશ્ય બદલી રહ્યા હતા. એ આંકડાઓની માયાઝાળ તરફ ખાસ ધ્યાન આપ્યા વિના મારી આંખો વિલ ઓફ વિશને શોધવામાં લાગી ગઈ.
એ બધી સ્ક્રીનો ઈચ્છાચક્ર સાથે જોડાયેલી હશે એની મને કલ્પના પણ નહોતી. મેં ઈચ્છાચક્ર એટલે કે વિલ ઓફ વિશને એક ચક્ર ધાર્યું હતું જે શુદ્ધ ભારતીય ખયાલ હશે પણ મારો અંદાજ ખોટો નીકળ્યો કેમકે મને કોતરણી કામ કરેલા એક લાકડાના ચક્રની ધરી સાથે કેટલાક વાયરો જોડાયેલા જોવા મળ્યા, શું વિલ ઓફ વિશ એ આધુનિક અને પ્રાચીન બંને ચીજોને જોડતી કડી હતી?
હોઈ શકે...
મેં મારી જાતને જવાબ આપ્યો. આમ તો આપણે જયારે રાવણના પુષ્પક વિમાનની કલ્પના કરીએ ત્યારે પણ કોઈ પ્રાચીન રથ જ નજર સમક્ષ દેખાય છે પણ હકીકત તો એ છે કે પુષ્પક એક એવું ડ્રોન હતું જે સ્વસંચાલિત હતું અને એમાં માનવ સવારી પણ શક્ય હતી. પુષ્પક એક સેલ્ફ પ્રોપેલ્ડ યંત્ર હતું એ જોતા મને વિલ ઓફ વિશ સાથે જોડાયેલા વાયરો જોઈ જરા પણ અચંબો ન થયો.
મારી પાસે એ ચક્રને વિલ ઓફ વિશ માની લેવા માટે એક બીજું કારણ પણ હતું. તાજેતરમાં મેં ઈન્ટરનેટ પર વાંચેલ એક આર્ટીકલ. એ આર્ટીકલ મુજબ ગ્રીસનું એક પ્રાચીન મંદિર કેટલાક વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું હતું જે પ્રાચીન મંદિરની મૂર્તિની સામે ઉભેલા એક પથ્થરના તાબુતના હાથમાં લેપટોપ જેવું કોઈ પથ્થરનું બનેલ ઇન્સ્ટ્રુમેન્ટ હતું. ઓફ કોર્સ એ માત્ર પથ્થરની બનેલ મૂર્તિઓ હતી પણ પુરાતત્વીઓના મત મુજબ એ સમયે ત્યાં લેપટોપ અને કોમ્યુટર જેવા સાધનો વિકસેલા હતા જ અને કદાચ ઓરેકલ એના આધારે જ ભવિષ્યવાણી કરતી હતી. જેનું પ્રેડીકસન હન્ડ્રેડ પરસંટ સ્યોર હતું એ દેવી ઓરેકલ પાસે ભવિષ્ય જોઈ શકે તેવું કોમ્યુટર હતું.
એ આર્ટીકલ વાંચતી વખતે મને હસવું આવી ગયું હતું. એ શકય ન હતું. હું હિડન ઓરેકલ વિશે જાણતો હતો. એ ગ્રીસની માયથોલોજીકલ વસ્તુ છે એ મને ખબર હતી પણ એ કોઈ કોમ્યુટર કે લેપટોપ હોય એ વાત સ્વીકારવી અશકય હતી, પણ આજે મારી આંખો સામે દેખાતા વિલ ઓફ વીશમાં પ્રાચીન અને મોડર્ન બંને તકનીકનો ઉપયોગ થયેલો જોયા પછી મને લાગ્યું કે મેં જે વાંચ્યું હતું એ સાચું હતું.
ભલે અત્યારે કોમ્યુટર અને લેપટોપ જેવા ગણતરીના સાધનો કે મોબાઈલ અને રેડિયો જેવા દુર સંદેશના ઇન્સ્ટ્રુમેન્ટને અર્વાચીન શોધો માનીએ છીએ પણ આપણે એ હકીકતને સ્વીકારવી જ રહી કે એ દરેક ચીજો પ્રાચીન સમયમાં શોધાઈ ચુકી હતી અને કાળક્રમે નાશ પામી હતી.
લોકો જેને નવી શોધ માને છે એ બીજું કઈ જ નહિ પણ આપણા પાસે ભૂતકાળમાં જે જ્ઞાન હતું એનો નાનકડો એક ભાગ છે. અને સામાન્ય માણસો કરતા જાદુગરો અને વિજ્ઞાનીકોને એ ભાગના વધુ હિસ્સાની ખબર હોય છે અને એટલે જ કદાચ માણસો એમને પોતાના કરતા વધુ મહત્વના સમજે છે.
હું પોતે જ પોતાની મૂર્ખાઈ પર હસ્યો. કેમ આપણે જેમને ઋષિ મુનિના નામે સંબોધીએ એ પ્રાચીન વિજ્ઞાનીકો ન હોઈ શકે? વિલ ઓફ વિશ એ કોઈ પ્રાચીન લાકડાનું ચક્ર હોવાને બદલે કોમ્યુટર જેવા સાધનો સાથે જોડાયેલ કોઈ પ્રાચીન યંત્ર ન હોઈ શકે?
ગમે તેમ પણ વિલ ઓફ વિશ મારી આંખો સામે હતું અને હવે વૈશાલી કયાં છે..? એને કોણે ગાયબ કરી છે..? એ રહસ્ય મારાથી હાથવેત જ છેટું હતું.
હું માસ્ટર એક્જોટીક પ્લાન્ટ્સ અને વિવિધ કોમ્યુટર અને એવા કેટલાય અજાણ્યા ડિવાઈસને પાર કરી વિલ ઓફ વિશ તરફ આગળ વધ્યો. એ ફરી રહ્યું હતું. એની ધરી સાથે જોડાયેલ વાયરો કોમ્યુટર સાથે જોડાયેલા હતા અને એમની સ્ક્રીન એ જ ચિત્ર વિચિત્ર આંકડાઓ દર્શાવી રહી હતી. એના પર દેખાતી ભાષા મીસાચી હતી જે હું જાણતો હતો - એ અમારા પૂર્વજ મદારીઓએ વિકસાવેલી ભાષા હતી.
એ આંકડાઓને વાંચવા કે એમનું અવલોકન કરવા માટે ત્યાં કોઈ હાજર ન હતું પણ હું જાણતો હતો કે જયારે જરૂર પડે જાદુગર વેદ એ આંકડાઓના ઇન્ટરપ્રિટેશન માટે હાજર થઇ જતો હતો.
હું જાદુગર વેદની ખુરશી પાસેથી પસાર થયો. એક જુના ટેબલ સામે જઇને ઉભો રહ્યો જેના પર બ્રસ ઓવેરી, એક સાયન્ટીફીક સ્કલ્પચર જે સોલાર સીસ્ટમ દર્શાવતું હતું, એન્સાઈન્ટ ટર્મીનોલોજીની કિતાબ, બૂક ઓફ લાઈફ, બૂક ઓફ ડેથ અને બૂક ઓફ મેજિક ટેબલના અલગ અલગ ખૂણા પર ગોઠવેલ હતી. એ સિવાયનો ટેબલનો ભાગ ખાલી ન હતો પણ એ ભાગ પર મટેરિઅલ, એસ્ટ્રલ, સ્પ્રિચ્યુઅલ, ઇકોનીક અને સિક્રેટ કોડના પુસ્તકોનો ઢગ હતો. એ બધા કોઈ ક્રમ વિના રેન્ડમલી મુકાયેલ હતા. કદાચ હમણાં થોડીક વાર પહેલા જ કોઈએ એ પુસ્તકોમાંથી કોઈ માહિતી મેળવવા માટે વેરણ છેરણ કરી નાખ્યા હોય તેવું લાગ્યું.
મેં ટેબલ પરથી ધ્યાન હટાવી વિલ ઓફ વીશ તરફ જોયું માત્ર ત્યારે મને અંદાજ આવ્યો કે મારા અને વીલ ઓફ વિશ વચ્ચેના ખાલી પેસેજમાં જાદુગર વેદ એકાએક આવી ગયો છે.
મેં એના વિશે ઘણી વાતો પપ્પા પાસેથી સાંભળી હતી, પણ મેં એને ક્યારેય જોયો ન હતો. છતાં મારી કલ્પના મુજબ મેં એને કોઈ અઘોરી જેવો ભયાનક લાગતો જાદુગર ધાર્યો હતો કેમકે એ એક જ હતો જે વિલ ઓફ વિશ પાવર સામે ટકી શકતો હતો.
એવું કહેવાતું હતું કે વિલ ઓફ વિશ સામે કોઈ પણ વિશ કરતા પહેલા સાચવવું પડે છે કેમકે તમે જે જ્ઞાન એની પાસે માંગ્યું હોય તે તમને મળી જાય પણ દુનિયામાં કોઈ પણ વિષય વસ્તુ પરના જ્ઞાનની કોઈ મર્યાદા નથી હોતી જયારે માનવ મનની મર્યાદા હોય છે. એની કેપેસીટી કરતા વધુ જ્ઞાન તેનું પાછલું મગજ હજમ કરી શકતું નથી અને માનવ કોમાંમાં સરી પડે છે કે મૃત્યને ભેટે છે. માટે જ વિલ ઓફ વિશનો ઉપયોગ કોઈ સામાન્ય વ્યક્તિ માટે જ નહિ પણ એક જાદુગર માટે પણ પ્રતિબંધિત હતો.
ઓથોરીટી તરફથી માત્ર વેદને જ એ વિલ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી હતી કેમકે એની માનસિક શક્તિ મર્યાદા બહાર હતી. એ અમર્યાદિત અલોકિક શક્તિઓ ધરાવતો હતો પણ ક્યારેય કોઈ પક્ષ સાથે લડાઈમાં જોડતો નહિ - ન અજવાળા સાથે ન અંધકાર સાથે. એ મહાન જાદુગર અશ્વાર્થની બ્લડ લાઈન હતો – ગોપીનાથનો પુત્ર હતો.
જેના વિશે મેં અનેક વાતો સાંભળી હતી એ વેદ મારી સામે આવ્યો. એ મને કોઈ બીઝનેસમેન જેવો લાગ્યો. મને વિશ્વાસ ન થયો કે એની પાસે મેં સાંભળ્યું એ મુજબની તાકાતો અને સોફીસ્ટીકેટ મેજિક હોઈ શકે. મેં પપ્પા પાસેથી એના વિશે સાંભળેલી એક જ વાત મને સાચી લાગી - વેદના ગાળામાં લટકતું ત્રણ સાપની આકૃતિવાળું પેડંટ.
પપ્પાના કહેવા મુજબ એમણે એ પેડંટમાં એકબીજાને વીંટળાયેલા ત્રણ સાપને જીવતા સાપ બની વેદના દુશ્મનને ડશતા જોયા હતા. એ પેડંટ એના ગળામાં લટકતું મને દેખાયું. એમાં સાપ સળવળી રહ્યા હતા અને એ ધીમે ધીમે ગ્લો થઇ રહ્યું હતું. કદાચ એ સાપ જીવંત બની મને ડસવાની તૈયારીમાં હતા.
“યુ કાંટ બેલેન્સ ઈટ.” એણે મારા તરફ જોઈ કહ્યું, એનો અવાજ પ્રભાવશાળી હતો.
“આઈ નો હાઉ ટુ બેલેન્સ સચ થિંગ્સ.” મેં કહ્યું.
“યુ વોન્ટ ટુ રીડ ફોર્ચ્યુન?”
“યસ..” મેં મક્કમતાથી કહ્યું, “હું જાણવા માંગું છું કે મારા સાથે જે થઇ રહ્યું એ બધાની પાછળ કોણ છે?”
“મને ખબર નથી એની પાછળ કોણ છે. મેં ક્યારેય વિલ ઓફ વિશને એવા મામૂલી સવાલ પૂછ્યા નથી.” તે કડવું હસ્યો.
“મારા માટે એ બધું મામૂલી નથી..”
“એક જાદુગર માટે એક સામાન્ય છોકરી એટલી મહત્વની કઈ રીતે હોઈ શકે?” એના અવાજમાં જરા પણ નવાઈ ન હતી કેમકે એ જાણતો હતો વૈશાલીને હું ચાહતો હતો માટે એ મારા માટે કેટલી મહત્વની હતી.
“એનાથી તારે કોઈ લેવા દેવા નથી.” મારા અવાજમાં મેં મારા ગુસ્સાને ન ભળવા દેવાનો પૂરો પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ રહ્યો.
“જે હોય તે મને ખબર નથી પણ એક વાત નક્કી છે કે તું એ માટે લાયક છે.”
મને એની સાથે વધુ વાત કરવાનું વાજબી ન લાગ્યું. મેં એના ચહેરા તરફ જોયું. એક પળ માટે અમારા બંનેની આંખો લોક થઇ. મને એની આંખોમાં મારા માટે ઉપહાસ દેખાયો. એ મારી પરીસ્થીતિ પર હસી રહ્યો હતો.
“યુ નો ધ રૂલ્સ ઓફ સિક્રેટ ચેમ્બર.” વેદની જીણી આંખો ધીમે ધીમે શિકારીની ચમક મેળવવા લાગી.
“યસ બટ આઈ ડોન્ટ બીલીવ ઇન ઈટ.” મેં જવાબ આપ્યો.
“તારા આ જવાબ માટે તું અત્યારે જમીન પર પડ્યો તારા છેલ્લા શ્વાસ ગણી રહ્યો હોત..”
“તો હવે જ કેમ નહિ?”
“કેમકે તારા પપ્પાનું મારા પર ઓલ્ડ ડેબ્ટ છે.” એની જીણી આંખો વધુને વધુ વાઈલ્ડ બનવા લાગી તે મારા ધ્યાન બહાર ન રહ્યું.
“આઈ એમ નાઉ સેપરેટ ફ્રોમ માય ડેડ.” હું હસ્યો, “ડોન્ટ ડ્રેગ હિમ બીટવીન અસ.”
“ધેટ’સ સો.”
“યસ. ધેટ્સ સો.”
મારા જવાબ સાથે જ મને વેદના હાથમાં ચમકતા બે સિક્કા દેખાયા. મને ખાતરી થઈ કે એ સિક્કા ચાંદીના હશે માટે એના પર એસ્ટ્રલ લાઈટની કોઈ અસર થવાની નથી. એણે પણ એ જ ટ્રીક અજમાવી જે મેં અજમાવી. મેં ચાંદીના લાઈટરનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
એ સિક્કા મારી તરફ વીજળીની ગતિએ ફેકાયા, જાણે કોઈ પ્રાચીન બાણાવળીના બોમાંથી છુટેલ નાગાસ્ત્રની જેમ એ સિક્કા પર રચાયેલ ભાતમાંના નાગની જીભ લપકારા મારવા લાગી.
સિક્કા મારાથી થોડેક દુર રહ્યા ત્યાં સુધીમાં તેમણે રૂપેરી રંગથી ચમકતા સાપનું રૂપ પૂરે પૂરું ધારણ કરી લીધું. બંને સપો મારા પર તૂટી પડે એ પહેલા મારા હાથમાંના લાઈટર પરના મીસાચી ભાષામાં લખાયેલા અક્ષરો જીવંત બની ગયા. એ લાઈટર પરથી ગરુડ લખેલા મીસાચી શબ્દો ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા અને એ શબ્દો મારી આંખો સામે જીવંત પક્ષી બની એ બંને સાપને ગળવા લાગ્યા.
મારી પાસે એ પક્ષીના દ્રંદ-યુદ્ધને નિહાળવા માટે સમય ન હતો. મારે વેદને ચિત કરવો હતો કેમકે એ સિવાય વિલ ઓફ વિશ સુધી પહોચવાનો કોઈ માર્ગ ન હતો. જોકે હું જાણતો હતો કે વેદ પોતાની જગ્યાએ સાચો હતો. મને રોકીને એક રીતે એ નિયમોનું પાલન જ કરી રહ્યો હતો પણ એ નિયમો સાચવવાનો સમય ન હતો.
હું એક પળમાં વેદ નજીક પહોચી ગયો.
“ડોન્ટ ફોર્સ મી ટુ ફાઈટ...”
વેદ એના શબ્દો પુરા કરે એ પહેલા મારી ફીસ્ટ ગુસ્સા સાથે ઊંચકાઈ પણ એ મારા અંદાજ કરતા વધુ ઝડપી હતો. એણે મારા મુવને સાઈડ સ્ટેપ કરી લીધો. મારી મુઠ્ઠી હવામાં વીંઝાઈ પણ એનો કોઈ અર્થ ન હતો. ટાર્ગેટ મુવ થઇ ચુક્યું હતું, જેટલી ગતિથી મારો હાથ વિઝાયો હતો એટલી જ ગતિથી એનો હાથ પણ કામે લાગ્યો હતો. એણે મારા કાંડાને પોતાના મજબુત હાથની પકડમાં લઇ લીધું હતું.
કોઈ વિચારી પણ ન શકે કે એ દુબળા પાતળા હાથમાં એ શક્તિ હોઈ શકે. એની સ્પીડ મેજિકલ ન હતી કેમકે એ લાઈટમાં ચાંદીની ચીજ સિવાય અન્ય કોઈ ચીજ જાદુ વાપરવા માટે ઉપયોગ થઇ શકે એમ ન હતી, માનવ શરીર તો બિલકુલ નહી જ.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky