લાગણીની સુવાસ

(3.2k)
  • 270.7k
  • 161
  • 106.4k

મીરાં દેવગઢનાં સરપંચ રામજી ભાઈની એકની એક દિકરી હતી. તેમણે ખૂબ જ લાડકોડથી તેને ઉછેરી હતી. મીરાં પણ સ્વભાવે શાંત અને સંસ્કારી હતી. રૂપ તો એવું અપ્સરા જેવું કે અડીએ તો ડાઘ પડી જાય .પણ તે ભણવાની સાથે સાથે ઢોરનું કામ ખેતરનું કામ પણ સારી રીતે કરતી .

Full Novel

1

લાગણીની સુવાસ - 1

મીરાં દેવગઢનાં સરપંચ રામજી ભાઈની એકની એક દિકરી હતી. તેમણે ખૂબ જ લાડકોડથી તેને ઉછેરી હતી. મીરાં પણ સ્વભાવે અને સંસ્કારી હતી. રૂપ તો એવું અપ્સરા જેવું કે અડીએ તો ડાઘ પડી જાય .પણ તે ભણવાની સાથે સાથે ઢોરનું કામ ખેતરનું કામ પણ સારી રીતે કરતી . ...વધુ વાંચો

2

લાગણીની સુવાસ - 2

મીરાં તેની નજીક જઈ તેને બોલાવવા જતી જ હોય છે. ત્યાં જ અચાનક આર્યન પાછળ ફરે છે અને સાથે અથડાય છે . અને મીરાં નીચે પડતા પડતા રહી જાય છે. આર્યનના બન્ને હાથ મીરાંની કમ્મર પર અને મીરાં નાં બન્ને હાથ આર્યનનાં ખભા પર બન્ને અચાનક આમ, બનતા શરમાઈ જાય છે ...વધુ વાંચો

3

લાગણીની સુવાસ - 3

એક હાથ આર્યન નાં હાથમાં બીજા હાથમાં લાકડીથી જમીન માં પોલું છે, કે નઈ એ જોતી ખેતરના શેઢે ચાલવા લાગી .થોડીવારમાં બન્ને ઓરડી ની જોડે આવી ઉભા રહ્યા. ...વધુ વાંચો

4

લાગણીની સુવાસ - 4

મીરાં આળસ મરડી ઉભી થઈ .અને કુદરતી સૌંદર્યને પી રહી .ખાટલાનો પાયો પકડીને સૂતા આર્યનને જોઈ રહી.બિચારો મારી લીધે રાત હેરાન થયો.મીરાં મનોમન બબડી .એટલામાં આર્યન ઉઠ્યો . ...વધુ વાંચો

5

લાગણીની સુવાસ - 5

મીરાં આળસ મરડી ઉભી થઈ .અને કુદરતી સૌંદર્યને પી રહી .ખાટલાનો પાયો પકડીને સૂતા આર્યનને જોઈ રહી.બિચારો મારી લીધે રાત હેરાન થયો.મીરાં મનોમન બબડી .એટલામાં આર્યન ઉઠ્યો . ...વધુ વાંચો

6

લાગણીની સુવાસ - 6

મીરાં બાથરૂમમાં જતી હતી....ત્યાં જ આર્યન આવ્યો અને તેને હાથ પકડી બહાર લઈ આવ્યો. મીરાં અને આર્યન બહાર ઓશરીમાં હજી ભૂરી અને મયૂર એક બીજાને નીહાળી રહ્વા હતા.મીરાં એ બિલાડી પગે જઈ હોજમાં થી ટબ ભર્યો અને ભૂરીની પીઠ પર પાણી વેડ્યું ..... મયૂરનું ધ્યાન ભંગ થયું તે ગાંડાની જેમ ડાફોડીયા મારવા લાગ્યો પછી ...... ...વધુ વાંચો

7

લાગણીની સુવાસ - 7

.. ફૂદેડી ખાતા આમ ... હાથ છૂટી જતાં તેનું મગજ સહેજ સૂન થઈ ગયું હતું . પેલાં યુવાને તેને લીધી .... બે- ત્રણ પળ એમ જ ચાલી ગઈ.... લક્ષ્મી થોડીવારમાં સ્વસ્થ થઈ અને ત્યાંથી ચાલી ગઈ....પેલો યુવાન તો એને જતા જોઈ રહ્યો... ...વધુ વાંચો

8

લાગણીની સુવાસ - 8

લક્ષ્મીની પીઠ તેની છાતી સાથે ભટકાંતા એ રોમાંચ અનુભવી રહ્યો.અચાનક આમ, થતાં લક્ષ્મી થોડી ગભરાઈ ગઈ અને એક ચીસ મોંમાથી નિકળી ગઈ .....પરિસ્થિતિનું ભાન થતાં તે થોડી વારમાં સ્વસ્થ થઈ ...... ...વધુ વાંચો

9

લાગણીની સુવાસ - 9

રાતે બધાં ખાટલામાં પડે પડે વાતો કરતાં હતાં.ખાટલા સામ સામે પાથરેલાં હોવાથી એક બીજાના ચહેરા જોઈ શકાતા... લાભુનો લક્ષ્મીનાં ખાટલાની સામે થોડો દૂર પાથરેલો હતો..... બન્ને એક બીજાને છુપાઈ છુપાઈને જોતા હતા... થોડીવાર પછી બધા સૂઈ ગયા..... પણ લાભુને ઉંઘ નહોતી આવતી... તે કરવટ બદલ બદલ કરતો હતો... અને લક્ષ્મીને જોઈ કંઈ કેટલાય સ્વપ્ન જોતો હતો...ત્યાં કોઈ પાણીનાં માટલા જોડે ઉભુ હોય તેમ લાગ્યું... ...વધુ વાંચો

10

લાગણીની સુવાસ - 10

એના ઓઢણીના સેડાથી લાભુનાં આંશું લૂછી .... તે ભાથું લઈ તેની સામે બેઠી....પોતાના હાથે લાભુને ખવડાવતા બોલી.. “ લ્યો ખાઈ વાલથી તમારી મનગમતીએ નઈ ખવરાવે...” લક્ષ્મીએ કહ્યું. “ હાસુ કવ લખમી મા જીવત મિલકતમાં કોઈ નઈ આપ ... ખેતરે પડી રેવાનું અન ઈમય ઘર ચલાવા જેટલોય સામાન નઈ કૂણ છોડી કૂવામ પડ...એ ઝાણી જોય...ઈમાય માં મારા લગન નઈ થવા દે..... પણ સત્યો લગન મારા લગન સિવાય કરશે નઈ મું તો સત્યન ચીમનો હમઝાવુ ...વધુ વાંચો

11

લાગણીની સુવાસ-11

“ ઝમકુડી મારુ મન તારા પર આયુસે .... તને જોઈ એ દન થી.. લગન ના થાય તો લગી .. હમજ.......પસીતો તું ગોમ મ જ આવવાની....!!! . “ સત્ય એ ઝમકુનું છેલ્લું પારખુ કરતા કહ્યું . “ તો તો આ કટારસે તારી ઈ તારા લોઈ થી રન્ગુ... નરાધમ... અઈથી જા નઈ તો ના કરવાનું હું કરી બેહે...” ઝમકુ બોલતાજ ઉભી થઈ ગઈ..એ ગુસ્સામાં હતી અને આખુ શરીરમાં ધ્રુજારી થતી તી..... ...વધુ વાંચો

12

લાગણીની સુવાસ - 12

બન્નેની હાલત સરખી જ હતી પણ મર્યાદાના લીધે બન્નેના મન અચકાતા હતા.ચોખા મન અને નિર્દોષ પ્રેમ વચ્ચે બન્નેનું ઝોલા ખાતું હતું. પણ મન તો એક બીજાને ઓડખ્યા ત્યાંરના એકબીજાનાં થઈ ગયા હતા.પહેલ કોણ કરે બસ એની રાહ જોવાતી હતી.... ...વધુ વાંચો

13

લાગણીની સુવાસ - 13

“ કાં દાંત આવેસે.. ગોડો થઈ જ્યો ક હું...” “ ભ..ઈ મું નઈ તું ગોડો થ્યો લાગ... આ કપડો તારા.... તું ચારથી ધોતિયું પેરવા મનડ્યો.....” સત્ય એ પોતે પહેરેલા કપડાનું ભાન થતા .... શું બોલવું સમજાયું નહીં પોતે બોર પર કોઈનું સૂકવેલું ધોતિયું ને ઝભ્ભા જેવું પહેરી લાવ્યો હતો.... “આ...તો... પેલા જયંતિ ડોહાનું સે ઈને કીધું પેર હારુ લાગે એટલ મી જોવા પેરયું નથ હાર લાગતું તઈ પાસુ આલી આવું....” કહી સત્ય બોરે દોડી ગયો... ...વધુ વાંચો

14

લાગણીની સુવાસ - 14

લક્ષ્મી એના મનની વાત સમજી ગઈ હતી પણ ... એ આના કાની કરવા જતી હતી..... ત્યાં એ કઈ સમજે એ પહેલા...... લાભુ એ એને બન્ને હાથમાં ઉચકી લીધી.... અને પડી જવાની બીકે લક્ષ્મી એ બન્ને હાથ લાભુના ગળે વિટાળી.. દીધા.....લાભુ એની આંખોમાં જોઈ રહ્યો.... નજર મળતા લક્ષ્મી શરમાઈ ગઈ... ...વધુ વાંચો

15

લાગણીની સુવાસ - 15

લક્ષ્મી લાભુ બાજુ ફરી બન્ને વચ્ચે આંખોની માયા જાળ રચાઈ ને લક્ષ્મી શરમાઈ ને એનું મોં લાભુની છાતી માં દીધું.. ...વધુ વાંચો

16

લાગણીની સુવાસ - 16

લક્ષ્મી ની આંખો છલકાતી હતી .એના અંગે અંગમાં વિજળી નો ચમકારો એ અનુભવી રહી અને લાભુને વળગી બોલી.... “ મું તારી થઈન રયે... તારા સુખમ દુખમ..... મરવામાં એ.... તારી હારે.... “ “ મૂઈ મરવાનું કાં વિચાર હજી તારા હારે જીવવું સે....” થોડી સ્વસ્થ થઈ આંખો સાવ કરી લક્ષ્મી બોલી... “હાલો અવ હૂઈ જઈએ.... “ ...વધુ વાંચો

17

લાગણીની સુવાસ part - 17

“ મન ખબરસક લખમી તન લાભુ ભઈ હાર ... મનમેળસ તો તમારા લગને જલદી કરાઈ દઈએ એટલ... મેલાની હેરોન બવ ચન્ત્યા નઈ.... હુ કેવુસે લાભુ ભઈ.... લખમી.... બરોબરન.. !” ઝમકુએ શાંતિથી બન્ને આગળ વાત મૂકી...“ લખમીન વોધોના હોયતો આજ જ ઈના ઘેર જ વાત પાકી કરી દઈએ... “ સત્ય એ વાતને ટેકો આપતા કહ્યું..લાભુને લક્ષ્મી શરમાતા એક બીજા સામે જોઈ રહ્યા..... લાભુ હળવેકથી બોલ્યો....“ અમન વોધો નહીં ભઈ.... તું વાત કર તો...! ““ હારુ તાણ મા ન ઘેર જઈ ન જ ...વધુ વાંચો

18

લાગણીની સુવાસ - 17

ચારેબાજુ શાંતિ છવાયેલી હતી. બધા એકબીજા સામે જોઈ રહ્યા હતાં. ડોહા થોડુ મનોમનથન કરી બોલ્યા..." લખમીની બા..... આય આવો !"" હૂં કોમસે તઈ રડા પાડો સો .. "" રોધવા ભેગો કંસાર કરજો... આજ મેમોન ભોણાની હા હોય તો ગોળ ધાણાં ખાવા સે અન કંસાર ખવરાવો સે... "" તઈ હમજાય એવું બોલો .... ગોળ ગોળ વાતો કરોમા.. "" અર... ગોડી આજ જ આ ભોણાની હા હોય તો આપડી લખમનું હગુ નક્કી કરી દઉ... ઈમ.. "" હાચે... મુ તો આ ભોણાન જોયો તારની વિચારતી તી બળ્યુ ભગવોને તમોન હારુ હૂજાળ્યુ.. " ...વધુ વાંચો

19

લાગણીની સુવાસ - 19

ભાગ 18 ના બદલે ભૂલથી 17 મો ભાગ બે વાર લખાયેલ મથાળામાં ભૂલથવાથી આ ભાગ 19મો છે. તે વાંચક નોંધ લેશો.. આભાર.. સાંજનો સમય હતો ને નમતાં સૂરજએ સોનેરી તડકો પાથર્યો હતો . પંખીઓ પોતાના માળાની આજુ બાજુ ગેલ કરતા હતાં. અને અનેક પક્ષીઓનો કલરવ એ કાવ કાવ કરતો વાતાવરણમાં મધુરપ રેલાવતો હતો. ક્યાંક તેતર ને ક્યાંક મોર બોલતા હતાં. પેલા કોગલા કૂદા કૂદ કરતા હતાં.. આમે ચોમાંસાની સાંજ પણ મીઠી ભીનાશ વાળી માટીની સુંગંધ ફેલાવતી હોય છે.. એવાંમાં ખેતરનાં શેઢે શેઢે રામ લક્ષ્મણ જેવા બે ભાઈ ધીમે ધીમે વાતો ...વધુ વાંચો

20

લાગણીની સુવાસ - 20

ઝમકુ રાતના અંધારામાં છુપાતી છુપાતી પોતાના ઘર તરફ જતી હતી .ત્યાં એક પછી એક લોકોના ટોળા દોડા દોડ કરતા જોયા એ રઘવાઈ થઈ એના ઘરબાજુ દોડી દૂરથી આગ લાગી હોય એવુ લાગતુ હતું . એની ઝડપ વધારી ...અને ઘરબાજુ લોકોના ટોળા જોઈ ફસડાઈ પડી... થોડીવારમાં લક્ષ્મી ત્યાં આવી બીજા લોકોની મદદથી એને લઈ પોતાના ઘરે લઈ ગઈ ...વાતાવરણ ઘણુ ભયાંનક હતું. લોકોના મોઢે વાતો જ ઉભરાતી હતી ... એમાય સવાર સુધીમાં કોઈકે વાત ઉડાવી કે ઝમકુએ જ પોતાના ઘરનાને ઉઘતા બાળી કૂટ્યા.... વાતને ફેલતા થોડીવાર લાગે... સવાર થતા સત્યાને પણ આ વાત મલી..... ...વધુ વાંચો

21

લાગણીની સુવાસ - 21

ઝમકુ હજી બેભાન જેવી જીવતી લાશ હતી. સત્ય એને સાથે લઈ ખેતરે ગયો .એ બન્નેની પાછળ લક્ષ્મી થોડા કપડા જરૂરીયાતની વસ્તુ લઈને ગઈ... આ બધી હરકતની નોંધ કોઈ ત્રીજુ લઈ રહ્યું હતું. સત્યએ એક ખાટલો પાથર્યો અને ઝમકુને બેસાડી એને પોતાના હાથે નાના બાળકને પિવડાવે એમ પાણી પિવડાવ્યું એટલામાં લક્ષ્મી સામાનનું એક પોટલું લઈને આવી અને સત્યને આપ્યું.અને પોતે ઝમકુ જોડે જઈ બેઠી... લક્ષ્મી એ વાત ચાલુ કરતા કહ્યું .. " સત્યા ભઈ જે થ્યુ એ બઉ ભૂન્ડૂ થ્યું બાપ.... ધીમો અવાજ ...વધુ વાંચો

22

લાગણીની સુવાસ - 22

સત્ય અને ઝમકુ બન્ને ગામમાં ગયા. આગળ તો કોઈની હિંમત ના ચાલી પણ પાછળ બધા વાતો કરવા લાગ્યા ..... ઝમકુને કુલક્ષણી કિધુ.... કોઈએ ઘર ભરખી ગઈ...જેવા શબ્દો વાપર્યા તો કોઈ એ ના સંભળાય એવા શબ્દોથી નિંદાઓ કરવા લાગી... સત્યને કાને ઘણી વાતો આછી આછી પડી પણ અત્યારે એની માટે ઝમકુ જ મહત્વની હતી આમ પણ ઝમકુને ભાન ન હતું ... એ સિધ્ધો ઘરે ગયો ... ડોશી બેઠા બેઠા છીંકણી ના સબળકા ભરતા હતાં .સત્યાએ જઈ બધી વાત શાંતિથી કરી... પણ આશ્ચર્ય ડોશીએ કોઈ નકારાત્મક જવાબ ન આપ્યો.... પણ ઝમકુને માંથે હાથ મુકી આર્શીવાદ આપ્યા... ...વધુ વાંચો

23

લાગણીની સુવાસ - 23

લાભુની આંખ ખૂલી ત્યાંરે મેલો એની સામે હતો. એની જોડે ગામનો ગૌર...બાજુમાં લક્ષ્મીને બાંધેલી જોઈ હજુ સ્પષ્ટ દેખાતું નહતું છતાં આ ત્રણને તે ઓળખી શક્યો. થોડીવાર થઈ અને એક માણસ આયો અને કહી ગયો કે સત્ય એ આ બન્ને ને મારી નાખવા કિધુ છે.એટલે મોડુ ન કરતા આ ટેકરા પરથી બન્ને ને નીચે નાખી દો.... એટલે વાત પતે.... આટલું સાંભળતા લાભુ તમ્મર ખાઈ ગયો.... પોતાનો ભાઈ ક્યારેય આવુ ના જ કરે એવું વિચારી વિચારી એનો જીવ પલ પલ કપાવા લાગ્યો. અને એ ફરી બે ભાન થઈ ગયો... લક્ષ્મી તો હજી બે ભાન જ હતી... ...વધુ વાંચો

24

લાગણીની સુવાસ - 25

મીરાંએ મસ્ત કેડીયાં પાઘડી ધોતી બન્ને માટે સાત જોડ ભાડે લીધી.... જોવતી ઝવેલરી ઓક્સોડાઈઝની ખરીદી... પોતાના માટે મસ્ત કંદોરો ... બન્ને ઘરે જવાં નીકળ્યા.... ઝરમર વરસાદ ચાલુ થ્યો... જેમાં પલડાય નહીં એવો ઝાણે ઝાંકળ પડતી હોય સતત એવો ફરફેણ પડી રહી.... બન્ને માથે ઓઢી ઘરે પહોંચ્યા.. ભૂરી એના ઘર તરફ વળી... અને મીરાં પોતાના ઘર તરફ ગઈ.. ભેંસ દોઈ...ચા સાથે ખટમીઠા ઢોકળા બનાવ્યા... મયુર ઉઠી તૈયાર થઈ બેઠો હતો . આર્યન તો હજી ઉઘતો જ હતો... મીરાં અને મયુરે બન્ને નાસ્તો કરવા બેઠા... "મીરાં ચણીયા ચોળીમાં મસ્ત લાગે છે ...વધુ વાંચો

25

લાગણીની સુવાસ - 24

પંચમાં હોબાળો ચાલતો હતો . સત્ય ગુસ્સામાં ધ્રુજતો હતો .એના હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર હતી. ... લોકો એના પર લગાવતા બેઠા હતાં . એ મેલા જોડે ગયો અને એક જ લાફોટે ધૂળ ચાટતો કરી દિધો એટલામાં એક ડોશી જેવી દેખાતી સ્ત્રી આવી એ બીજુ કોઈ નઈ જંગલમાં મળેલી ગામની છોકરી હતી જેણે મેલાએ એને ગોંધી રાખી આજીવન એને ત્રાસ આપ્યો... મેલો તો પછી આ કામમાં આવ્યો એ પહેલા ગૌરે આ દિકરી જોડે રમત રમી... પોતાનાથી દસ વર્ષ મોટી ગામની દિકરી સાથે મેલાએ જે કામો કર્યા એનો તો હિસાબ જ એની દશા જોઈ સમજી શકાય..... એણે ...વધુ વાંચો

26

લાગણીની સુવાસ - 26

મીરાં ચાર વાઢતી હતીને આર્યન ત્યાં આજુબાજુ ખેતરમાં ફરતો હતો..થોડીજ વારમાં મીરાંએ ચારવાઢી અને પોટલી બાંધી અને આર્યનને ઉપડાવવાનું એને ઉપડાવવા ગયો અને પાછી બન્નેની નજરો મળી... મીરાંની આંખો ઢળી ગઈ.... બન્ને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા...રસ્તામાંથી મીરાંએ થોડી ફોદ કંકોળા વેલા માંથી વીણી લીધા.. પાછી પોટલી આર્યને એના માંથે ઉપડાવી કંકોળાને ફોદ મીરાંએ પાલવે બાંધી લીધા બન્ને પાછા ઘર તરફ ચાલવા લાગ્યા.. ઘરે પહોંચી મીરાં રસોઈમાં પરોવાઈ પણ મનમાં આર્યન જ રમતો હતો એની આંખો એનો સ્પર્શ... એની અમૂક વાતો બસ મીરાં એ જ વિચારતી હતી.. આર્યન બેઠો બેઠો ...વધુ વાંચો

27

લાગણીની સુવાસ - 27

આર્યન ઘરે પાછો આવ્યો.. ઘરના બધા દરવાજા ખુલ્લા હતાં.... વસ્તુ બધી વિખરાયેલી પડી હતી.... એ બધે જોઈ વળ્યો.. મીરાં દેખાઈ... એને ઓરડામાં કોઈ હોય એવું લાગ્યું... એ ઓરડામાં ગયો.. ત્યાં મીરાંને પંખા સાથે ઉન્ધી લટકાવેલી હતી. આર્યન પાગલ જેવો થઈ ગયો . એણે ફટાફટ મીરાંને નીચે ઉતારી .. મીરાં એને વળગી રડવા લાગી આર્યનના આંખમાં પણ આંશું આવી ગયા.. બન્ને એકબીજાને વળગી રડતા રહ્યા... થોડીવાર પછી આર્યને મીરાંને ખુરશીમાં બેસાડી અને પાણી આપ્યું... આર્યને મયુરને ફોન કરી બન્નેને ઘરે બોલાવ્યા...આર્યને .. મયુરે ... ભૂરીએ ઘણાં પ્રયત્નો કર્યા પણ મીરાં જોડે કોણે આવું ...વધુ વાંચો

28

લાગણીની સુવાસ - 28

સાંજના છ વાગ્યાથી રાતનાં નવ વાગ્યા સુધી પ્રેકટીસ ચાલી.ત્યાં સુધી આર્યન મીરાંની રાહ જોતો હતો. ઘરે મયુરને કોલ કરી કહી દિધું કે એ મીરાં બહાર જમીને આવશે એટલે રાહ ન જોવે ..મયુર સમજી ગયો એટલે એણે ભૂરીના ઘરેથી જમવાનું મંગાવી લીધું . મીરાં બગીચા જોડે આવી પણ આર્યનને ન જોતા એ ઘભરાઈ ગઈ આમ તેમ જોવા લાગી એટલામાં આર્યન બાઈક લઈ એની પાછળથી આવ્યોને એની બાજુમાં બાઈક ઉભુ રાખ્યું.... મીરાંને જાણે જીવમાં જીવ આવ્યો એ હજી બાઈક પર બેસવા જ જતી તી એટલામાં એની એક કલાસમેટ ત્યાંથી એક્ટીવા પર નીકળી અને બન્નેને જોઈને ...વધુ વાંચો

29

લાગણીની સુવાસ - 29

આર્યન અને મીરાં બન્ને ખુશ હતાં . નવો એહસાસ બન્ને અનુભવી રહ્યા હતાં...બન્ને એક બીજાથી નજર મિલાવી ન્હોતા શકતા શરમાતા હતાં.. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો... બારી માંથી મસ્ત ઠંડો પવન આવતો હતો.. બન્ને એ મૌસમને માણી રહ્યા... પછી આર્યન નીચે બેડસીટ એકસ્ટ્રા હતી એ પાથરી સૂવાની ગોઠવણ કરવા લાગયો એ મીરાંને ન ગમ્યું એને આર્યન પર વિશ્વાસ હતો કે એ એની જોડે સલામત જ રહેશે .. અને પ્રેમનો એકરાર કર્યા પછી પણ આર્યન એની મરજી વગર ક્યાંરેય આગળ નઈ વધે...એટલે મીરાંએ બેડસીટ નીચેથી લઈ જ્યાં હતી ત્યાં મૂકી ઓશીકા બેડ પર ગોઠવી દિધું ...વધુ વાંચો

30

લાગણીની સુવાસ - 30

વરસાદ પછી થોડું વાતાવરણ મોજીલું હતું. મયુર આર્યન અને મીરાંની કાગડોળે રાહ જોઈને બેઠો હતો. ત્યાં ડેલી ખખડી મયુર અધીરાઈથી દરવાજો ખોલવા ગયો અને પગે ઠેસ આવતા પડ્યો.. એટલે અંગુઠાના નખમાંથી લોહી આવવા લાગ્યું . ધીમેથી ઉભો થઈ દરવાજો ખોલ્યો.... ભૂરી દૂધ લઈ આવી હતી. એણે મયુરના પગે વાગેલું જોઈ .. દરવાજો બંધ કરી ઓસરીમાં ખાટલો પાથર્યો અને મયુરને થોડો સહારો આપી ત્યાં બેસાડ્યો... પછી રસોડામાં ગઈ દૂધ મૂકી ફટાફટ હળદર લઈ આવી અને મયુરના પગે લગાડી.. આ કામ એટલું ફટાફટ કર્યું કે મયુર જોતો જ રહી ગયો. " ઓ... ભૂરી ...વધુ વાંચો

31

લાગણીની સુવાસ - 31

મીરાં અને આર્યન બન્ને ફ્રૈશ થઈ બન્ને મયુર સાથે બેઠા અને ત્રણે વાતે વળગ્યા વરસાદની વાતોમાં ઘણી ચર્ચાકરી અવળા ગપ્પા માર્યા ...પછી થાક્યા હોવાથી ત્રણે પોતપોતાની સૂવાની જગ્યાએ સૂતા સૂતા વાતો કરવાનું ચાલું રાખ્યું... ત્યાં મીરાંના મમ્મીનો ફોન આવ્યો મીરાં એમના સાથે વાતે વળગી... તેના મમ્મી પપ્પા કાલે પાછા આવવાના છે ,એમ જાણી એ ખુશ થઈ.. "કેમ આટલી ખુશ દેખાય છે..?"મયુરે મીરાંને ખુશ જોઈ પુછ્યું " કાલે મમ્મી પપ્પા પાછા આવી જશે...? બસ એટલે ખુશ છું..." " અચ્છા.... સારુ છે... ચલો હવે સૂઈ જઈએ નઈ તો વાતો વાતોમાં સવાર ...વધુ વાંચો

32

લાગણીની સુવાસ - 32

સાંજે બધાં ભેગા બેસી નવું ઘર બનાવવાની વાતો કરતાં હતાં. એમાં કેવી રીતનું બનાવવું , નવું શું કરી શકાય ચર્ચા ચાલતી હતી... એમાં વચ્ચે વાત નીકળી એમાં શારદા બેને ભૂરીને જોવા છોકરાવાળા આવવાના છે . છોકરો વિદેશથી આવે છે.ભણેલો છે સારી નોકરી પણ છે.... બન્ને ને ગમી જાય એટલે નક્કી કરી દઈશું.... મીરાં ની જેમ બધા આ વાત થી અજાણ હતાં... એટલે બધાને નવાઈ લાગી... " એટલે ભૂરી તૈયારીઓમાં લાગી ગઈ છે... આજે તો ઘરે જોવાય નથી આવી.. " મીરાંએ હસતાં હસતાં કહ્યું. "હા,... બેટા તારી ઉતાવડ નથી... ભૂરીનું એક વાર સારી જગ્યાએ ...વધુ વાંચો

33

લાગણીની સુવાસ - 33

મીરાં ઉઠી તો જોયુ કે મયુર થાકીને ખાટલા પાસે જ સૂઈ ગયો હતો. બાથરૂમમાંથી અવાજ આવતો હતો... એટલે મીરાં પાસે ગઈ...અને બોલી.. " ભૂરી... ભૂરી.. " " હા,... બોલ.." " તને સારુ છે.... ને... હવે.." " હા.... એક દમ સારુ છે... ખાલી વિકનેસ છે... થોડી..." " તું નાહિલે હું ઘરેથી ચા નાસ્તો લઈ આવું.... છું.. " " હા..... " મીરાં મયુરને ઉઠાડીને ખાટલામાં સૂવાનું કહી પોતે ઘરે જવાં નીકળી.... મયુરને પછી ઉંઘ ...વધુ વાંચો

34

લાગણીની સુવાસ - 34

સવારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં. સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. ભૂરી બહાર ખુશ દેખાતી પણ અંદર એટલી દુ:ખી અને હારી ગયેલી હતી... એને કોઈ હરખ ન હતો... એટલે મીરાંની લીધેલી નવી ચોલી અથવા પોતાનું ડીઝાઈનર ગાઉન ચેક કરી ફીટીંગ કરાવી પહેરી લેશે એવું નકકી કર્યું... મીરાંની ચોલી પહેરી ચેક કરવાએ મીરાંના ઘરે ગઈ . ...સાદાઈથી..સગાઈ કરવાની હતી. પણ છતાય નજીકના લોકોને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું એટલે નર્મદાબેન શારદાબેનને મીરાં બધાનું લીસ્ટ તૈયાર કરી ... જમણવારની બધી તૈયારીઓ કરી રહ્યા હતાં ..આર્યન અને રામજી ભાઈ ડેકોરેશન અને મંડપના કામ માટે ગામમાં ગયા હતાં..મયુર રીશેસ પડતાં ...વધુ વાંચો

35

લાગણીની સુવાસ - 35

આર્યને બધાને સમજાવીને સૂવા મોકલી દિધા... રાત્રે ભૂરી ભાનમાં આવી પણ શરીર ના મારને લીધે એ કળશતી હતી... મયુરને મીરાં એની પાસે જ બેસી એની સેવામાં લાગેલા હતાં... ત્રણ દિવસ પછી ભૂરી થોડી ઠીક થઈ... પછી રામજી ભાઈએ એને પૂછવાની હિંમત કરી કે કોણે એને ઉઠાવી ગયુ હતું... ખૂબ જ પ્રયત્નો પછી ભૂરીએ નામ આપ્યું..... ચતુર.. પછી ધીમે ધીમે એણે બધુ જણાવ્યું... કે મીરાં પર નો ગુસ્સો મારી પર કાઠ્યો... એણે કોઈ માણસ સાથે પૈસાથી મને વહેંચવાની પણ વાત કરી મને ઠોર માર મારી બાંધી દિધી હતી જેથી હું ભાગી ના શકુ..... હું ખાનગીમાં એક નાનું ચપ્પુ મારા ગળામાં લાંબી ...વધુ વાંચો

36

લાગણીની સુવાસ - 36

મીરાંએ નાસ્તામાં સેવ ખમણીને ખાંડવી અને ચા લઈ આવી.. નયનાબેનને ખૂબ આગ્રહ કરીને શારદા બેને નાસ્તો પૂરો કરાવ્યો... " આટલા દૂર આવ્યા છો.... સવારનું કાંઈ ખાધુ પણ નઈ હોય..... આટલો નાસ્તો તો કરવો જ પડે... શારદાબેન બોલી રહ્યા હતાં.. મીરાં પાછી ઘરમાં કામે લાગી ગઈ... એટલામાં નર્મદાબેન આવ્યા...શારદી બુન.... ઓ.... શારદી.... બુન.... શારદાબેન નર્મદા બેનનો અવાજ ઓળખી ગયાને એમને ડેલીના અંદર આવવા બૂમ પાડી... નર્મદાબેન અંદર આવ્યા.... શારદાબેને નયનાબેન ની ઓળખાણ આપી... થોડી ઔપચારીક વાતો પછી... નર્મદાબેન જતા જતાં નયનાબેનને જમવાનું એક ટાણુ અમારા ઘરે રાખજો એમ આમંત્રણ આપતા ગયા... મીરાં મહેમાનને ચા પીવા ...વધુ વાંચો

37

લાગણીની સુવાસ - 37

મયુર તો એની મમ્મીને આમ અચાનક જોઈ ખુબ જ ખુશ હતો. ઘરમાં જાણે બધા જ કારણ વગર પણ ખુશ રામજી ભાઈ પણ ઘરે આવી નયનાબેનને મળ્યા . નયનાબેનને પણ ઘરના દરેક સભ્ય સરળ અને સારા લાગ્યા રાતે બધા જમીને વાતો કરતા હતાં... થોડી થોડી ઠંડી પણ પડવા લાગી હતી. એટલે તાપણું કરી બધા ચારેબાજુ બેસી વાતો કરતા હતાં. મયુર આયો ત્યારથી જ થોડો બેચેન હતો. એની આંખો સતત કોઈની રાહ જોતી હતી પણ એને પણ ખબર હતી કે એની આશા સફળ નહીં થાય.ત્યાં જ ભૂરી આવીને તાપણું કરવા મીરાં જોડે બેઠી. મીરાં એ ...વધુ વાંચો

38

લાગણીની સુવાસ - 38

મીરાં.... મીરાં ..... નયનાબેન બોલી રહ્યા.. મીરાં વિચારોમાંથી બહાર આવી..નયનાબેન : મીરાં... બેટા શું થયુ...મીરાં : કાંઈ તમે ભૂરી વિશે પૂછતા હતા.... ( થોડીવાર અટકી મીરાં બોલી) ભૂરીની થોડા સમય પહેલા જ સગાઈ હતી પણ એનુ અપહરણ થઈ જવાથી એની ખૂબ બદનામી થઈ... એ આજે પણ એટલી જ પવિત્ર છે જેટલી પહેલા હતી..એ છોકરો જે મને નુકસાન પહોંચાડવા ઈચ્છતો હતો... એણે મને છોડી ભૂરીની જીંદગી બગાડવા પ્રયત્ન કર્યો...... ચતુર વિશે બધી જ વાત મીરાં એ નયનના બેનને કરી..નયનાબેન : બેટા... બધા માણસ સરખા હોતા નથી અને તું અને ભૂરી બન્ને ખુબ જ સરળ છો સુંદર ...વધુ વાંચો

39

લાગણીની સુવાસ - 39

મીરાંને આર્યન તો વાત સાંભળવામાં મશગુલ હતાં.... મયુર બીજા રૂમમાં સૂતો હતો. ભૂરીના ઘેરથી મહિલા મંડળ છૂટી પાછુ અહીં બેન તો મન બનાવી લીધુ કે મયુરની હા હોય તો કાલે જ રૂપિયો આપી વાત પાકી કરી દે એટલે તેઓ સીધા મયુર સૂતો હતો ત્યાં ગયા.. મયુર ફક્ત આડો પડ્યો હતો. પગનો અવાજ આવતા એણે આંખો ખોલી ..ને નયનાબેન સામે જોયુ.. " મમ્મા..... " " સૂઈ ગયો તો બેટા...સોરી ઉંઘ બગાડી પણ વાત જ એવી છે ,કે કરવી જરૂરી હતી.. " " અરે... ના આડો જ પડ્યો તો બોલોને..." " તને તો ...વધુ વાંચો

40

લાગણીની સુવાસ - 40

રામજીભાઈ હજી આવ્યા ન હતા એટલે બધા એમની રાહ જોઇ તાપણુ કરી ગપાટા મારતા બેઠા હતાં.. મીરાં ગોદડા પાથરી હતી...ત્યાં રામજી ભાઈ આવ્યા એટલે મીરાં તરત પાણી લઈ આવી..રામજીભાઈ ત્યાં જ બધા જોડે બેઠા... " પપ્પા પાણી.... તમે વાતો પછી કરજો પહેલા જમીલો... ગરમ પાણી તૈયાર છે... હાથપગ પણ ધોઈલો... પછી નિરાંતે વાતો કરજો.." મીરાં એ સૂચનાઓનો વરસાદ કર્યો.. " આ છોકરી તો માં છે, મારી ને આખા ઘરની દાદી...? બેટા હું જમીને આયો...પેલા પેથાભાઈ છે... મારા મિત્ર એ મળી ગયા... મને કે.. આજે તો જમીને ...વધુ વાંચો

41

લાગણીની સુવાસ - 41

સગાઈ સારી રીતે પૂર્ણ થઈ અને નયનાબેન બધાની રજા લઈ ભૂરી અને મયુરને બે ત્રણ દિવસ માટે પોતાની સાથે લઈ ગયા.મયુરના મોટાદાદાને નાની પણ ત્યાં આવેલા હતાં ભૂરીને મળીને એમને ખૂબ જ સારુ લાગ્યુ અને ખાસ મયુરના પપ્પા પોપટ ભાઈને ભૂરી સમજણી અને ઘર સંભાળે એવી લાગી.. એમને પોતાની કોઈ દિકરી હતી નહીં એટલે ભૂરીને દિકરી તરીકે સ્વીકારી એમને ખબર હતી કે ભૂરીને પિતાની છત્રછાયા મળી નથી એટલે એમણે પણ મનો મન ભૂરીને પોતે એક પિતા તરીકે જ જોશે સસરા કરતા એ એક સારા પિતા બની એક દિકરીના બાપ બનવા માંગતા હતાં એટલે એમણે તો ...વધુ વાંચો

42

લાગણીની સુવાસ - 42

રાત્રે લગભગ એક વાગવા આયો હતો. ઠંડીએ વળી હતી બધા મહેમાન ચાલ્યા ગયા હતાં. ઘરનિા પણ હવે પોતાના રૂમમાં સૂઈ ગયા હતાં ભૂરી ને મયુર પણ થાક્યા હતા પણ વિચારો ના તોફાનોથી ઉંઘ આવતી ન હતી.. ભૂરીથી હવે મયુર થી ન દૂર જઈ શક્તી હતી.. ન તેની નજીક જઈ શક્તી હતી.. શું કરે એ જ ન્હોતુ સમજાતું.. વિચારતા વિચારતા એ પણ સૂઈ ગઈ. મયુર વિચારમાં ખોવાયેલો હતો . રાત વિતતી હતી પણ મયુરને આખા દિવસ ભૂરી સાથે ફર્યો એ હરપલ મહેસૂસ કરતો હતો. એ મીઠી યાદોને વાગોળતા પાછો એના મનમાં વિચાર આવ્યો કે મારી ફીલિંગ્સ ...વધુ વાંચો

43

લાગણીની સુવાસ - 43

મયુરે ગાડીમાંથી ઉતરી ગાડીના કાગળીયા લઈ પોલીસ કર્મચારી પાસે ગયો. કાગળ બધુ બરાબર હતું એટલે એને પોલીસે જવાનું કહ્યું... ગાડી મહેસાણા રોડ પર દોડાવી ...હજી ભૂરી સૂતી જ હતી... આશરે પંદર વીસ મિનિટ પછી એની આંખ ખુલી .. પહેલા તો બેચેની જેવુ લાગ્યુ ઉંધમાંથી ઉઠી એટલે પછી એની નજર રોડ પર ગઈ... એ ... મયુર સામે સવાલ ભર્યા નજરે જોઈ બોલી.. " આપણે મહેસાણા જઈએ છીએ...!" મયુરે સ્મિત સાથે એની સામે જોયુ અને બોલ્યો.. " ના..... ઉંઝા હાઈવે..." ...વધુ વાંચો

44

લાગણીની સુવાસ - 44

સવારના સાડા નવ વાગ્યા હતાં પણ હજી મયુર નીચે આવ્યો ન હતો . બધા જ નાસ્તો કરવા ગોઠવાઈ ગયા મજાક મસ્તીને સામાન્ય વાતો ચાલતી હતી.. ત્યાં નયના બેને ભૂરીને મયુરને બોલાવી લાવવા કહ્યુ.. ભૂરી આજ મનથી શરમાતી મયુરના રૂમ તરફ ગઈ કેમકે ગઈ રાત પછી સંબંધો બદલાઈ ગયા હતાં... એટલે મયુર સામે જોતા એની ધડકનનો વધી જશે એ બોલી જ નઈ શકે એવુ એને લાગ્યા કરતું... વિચારોમાં એ રૂમમાં ગઈ.. મયુર તૈયાર થઈ ગયો હતો માથુ ઓળતો હતો ને ભૂરી અંદર આવી.. મયુરે એની સામે જોઈ એક સ્માઈલ આપી બન્નેની આંખો મળી ...વધુ વાંચો

45

લાગણીની સુવાસ - 45

આખીરાત બેસી ભવિષ્યના સપના જોયા પછી બન્ને ક્યારે સુઈ ગયા ખબર જ ન પડી સવારે એલાર્મ વાગ્યુ ત્યારે ખબર કે બન્ને વાતો કરતા કરતા સૂઈ ગયા હતાં... ભૂરી હજી ઉંઘમાં જ આંખો મસળતી હતી અને મયુરે એે પોતાની તરફ ખેંચી અને માથા પર એક પ્રેમની મહોર લગાવી દિધી...એની સામે જોઈ બોલ્યો.. " જય શ્રી ક્રિશ્ના .. ભૂરી.. " " હમ્મ ... જય... શ્રી.. ક્રિશ્ના... મયુ.. " " તું તારા રૂમમાં જા નઈ તો કોઈ જોઈ જશે... " " નઈ જઉ.. રાતે તે જીદ કરી તી... હવે હું કરીશ..." " ઓ... તો મારા ભૂરાને જીદ્દ પણ આવડે ...વધુ વાંચો

46

લાગણીની સુવાસ - 46

પ્રેમની પળો ઓછી જ પડે અને વિરહ એનુ તો કહેવુ જ શું ? મયુર અને ભૂરી પણ ભારે હૈયે થયા... નયનાબેન ને પણ ઘણુ કામ હતુ એટલે એ પણ ભૂરીને મૂકવા ન જઈ શક્યા.. અને મહૂરત જોવાઈ ગયુ એટલે મયુર પણ મૂકવા ન જઈ શક્યો ભૂરીને એકલી ડ્રાઈવર સાથે મોકલવામાં આવી અને ભૂરી ગઈ એના બે દિવસ પછી આર્યને પણ અમદાવાદ બોલાવી દિધો... મયુર અને આર્યન બન્ને માટે વિરહ નો સમય ચાલુ થયો હતો એમ કહીએ તો પણ ચાલે.. બન્ને ઘરોમાં લગન ની તૈયારીઓ જોરશોર થી ચાલી રહી હતી... ભૂરીને ખૂશ જોઈ ઘરના બધા જ ...વધુ વાંચો

47

લાગણીની સુવાસ - 47

ભૂરીના હાથમાં આજે મયુરના નામની મહેંદી મુકાઈ ગઈ હતી. એ મહેંદીની મનમોહક ખુશ્બુ એ મિલનના સપના બતાવતી મહંકી રહી પણ આજે લાડકી બહેન મીરાંના હાથથી જમી રહી હતી બન્નેની આંખો ભીની હતી.. ભૂરી ઘરની દિવાલો ક્યારેક આંગણુ જોઈ રડી રહી હતી... મીરાં એને શાંત કરતા કરતા પોતે જ રડી રહી હતી.. જમી બન્ને તપાસવા બેઠા કે બેગો ભરવાની હતી એમાં કંઈ રહી તો નથી ગયુ..ને.. બધુ જ યાદ કરી કરી મીરાં ચેક કરતી હતી.. ત્યાં મયુરનો ફોન આવતા ..મીરાંની મદદ થી ભૂરીએ કાનમાં ઈયર ફોન ભરાયા અને ફોન કેફ્રીમાં મૂકિ વાતો કરતી કરતી ધાબા પર ...વધુ વાંચો

48

લાગણીની સુવાસ - 48

આજે તો બધા દિવસ કરતા ઘરમાં ધૂમધામ હતી. ઘણાં બધા મહેમાનોને તેમની આગતા સ્વાગતામાં કોઈ ખામી ન રહે એવી ભૂરીના ઘરે ચાલી રહી હતી.. સવારે પીઠિ કરતા બધા રડી પડ્યા હતાં... વિદાય વેળા વસમી હોય પણ એ પહેલા નો સમય એમાં તો પલ પલ પોતાના લોકોને છોડીને જવાના વિચારે જ હૈયુ આક્રંદ કરે.. એવુ જ ભૂરી ને થઈ રહ્યુ હતું.. ઘરને બધાને જોઈ જોઈ રડ્યા કરતી હતી .. મીરાં એને છાની રાખવા મથ્યા કરતી હતી. આર્યન પણ મયુરની સેવામાં અણવર તરીકે ગોઠવાયો હતો. નયનાબેન તો પોતાના રાજ ...વધુ વાંચો

49

લાગણીની સુવાસ - 49 - છેલ્લો ભાગ

આર્યન થોડો પાગલ જેવું વર્તન કરી રહ્યો હતો... રામજીભાઇ બધી વાત સમજી ચૂક્યા હતાં... અંદરથી એ ખુશ પણ હતા. અત્યારે પરિસ્થિતિ જ એવી હતી કે શું કરવુ એ સમજાતું ન્હોતું પોતાને સંભાળે ઘરનાને સંભાળે.. કે આવેલા મહેમાનો ને રામજી ભાઇ પર જાણે આભ ટૂટી પડ્યુ હતું. છતાએ પોતે પોતાની જાતને સંભાળી મયુર ને આર્યન સાથે પોલીસ સ્ટેશન ગયા. રીપોર્ટ લખાવ્યો.. પોલીસ અધિકારીએ પણ પુરો સહકાર આપવા દિલાસો આપ્યો.. રામજી ભાઈનું બી.પી વધી જતા એમને હોસ્પિટલમાં દાખલ કરવા માં આવ્યા... લગન નો માહોલ પુરો રોકકડ વાળો થઈ ગયો. એક સાથે બે દિકરીઓની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો