લાગણીની સુવાસ - 13 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 13

લાગણીની સુવાસ

(ભાગ – 13)

અમી પટેલ (પંચાલ)

“ ઝમકુ આજ આવુ નથ હાલ.... “ લક્ષ્મીએ ઝમકુને ડોબામાં સાથે લઈ જવા માટે બોલાવી...

“ હા.... આઈ...”

બન્ને ઢોરને...વાડા માંથી છોડી ચાલ્યા.વાદળ ઘેરાયેલા હતાં . એટલે વરસાદ આવવાની શક્યતાઓ હતી... તેથી બન્ને ઝડપી જઈ પાછા વહેલા આવવાના ઈરાદે... ઉતાવળમાં ચાલ્યાં... લક્ષ્મીએ ઝમકુના હાથમાં કડલાં જોઈ મસ્તી કરતાં બોલી...

“ આ કડલાની જોડ પહેરી તારા હાથ થાક્યા હશે નઈ..”

ઝમકુ બોલ્યા વગર જીણી આંખે એની સામે જોઈ રહી...

“ હમમમ..... તઈ હવે અમારે કાંઈ કેવાયે નઈ ઈમ...”

“ના ના તું તો કે ને તારા જીવને ટાઢક વળે...”

“ મલીઆઈ તઈ ચેવા લાજ્યા માર ભઈ...”

“બઉં હારા સે... પણ ઈ ભઈ તાર તો હું પારકી નઈ...! “

“ તું તો માર હૈયાનો હાર સે...”

“ મૂઈ જૂઠ્ઠી...”

“ નઈ આવુ હું નઈ સત્યો કેતો તો..... “

“ લખમી મું સોડે... નઈ તન આજ... “ ઝમકુ એની પાછળ દોડી.... બન્ને મજાક મસ્તીમાં પરોવાયા...

***

આ બાજુ સત્ય ઉતાવળમાં બોરે ન્હાઈ.... ખેતરે આવ્યો... ઝમકુને મળવાની એને જોવાની એને એટલી ઉતાવળ હતી કે લાભુ પહેલા એ તૈયાર થઈ ડોબા છોડવા લાગ્યો...

લાભુ હજી સૂતો હતો ... સત્ય આજે રોજ કરતા ઘણો વહેલો જાગેલો... અને ઉતાવળીઓ થઈ લાભુને ઉઠાડવા બૂમો પાડવા લાગ્યો...

“ લાભુ ઉઠ.... ડોબોમ નઈ જાવુ હાલ્ય....”

“ ભ..ઈ... હજી અવ પરોઠ થ્યું સે અન હજી વારસે...” આંખો ચોળતો લાભુ સત્ય સામે ઉભો રહ્યો..તેણે ઉપરથી નીચે સુધી સત્ય ને ધારી ધારી જોયો ને હસવા લાગ્યો..

“ કાં દાંત આવેસે.. ગોડો થઈ જ્યો ક હું...”

“ ભ..ઈ મું નઈ તું ગોડો થ્યો લાગ... આ કપડો જો તારા.... તું ચારથી ધોતિયું પેરવા મનડ્યો.....”

સત્ય એ પોતે પહેરેલા કપડાનું ભાન થતા .... શું બોલવું સમજાયું નહીં પોતે બોર પર કોઈનું સૂકવેલું ધોતિયું ને ઝભ્ભા જેવું પહેરી લાવ્યો હતો....

“આ...તો... પેલા જયંતિ ડોહાનું સે ઈને કીધું પેર હારુ લાગે એટલ મી જોવા પેરયું નથ હાર લાગતું તઈ પાસુ આલી આવું....” કહી સત્ય બોરે દોડી ગયો... પોતે કેટલો ધેલો થ્યો છે એ તો એ પણ સમજી નહતો શક્યો....કપડાં નું એ હવે ભાન નથી રહેતું એ વિચારી પોતે પણ હસવા લાગ્યો....

લાભુને સત્ય બન્ને ડોબા લઈ ચાલ્યા....

“ ભઈ ભાભી ચેવાક લાગ્યા....” લાભુએ સત્યને પૂછ્યુ..

“ હાચુ કવ તન માં કરતાયે વધાર હેત થી રાખસે...”

“ તઈ ભ..ઈ ઝટ પઈણીજા એટલે ધોતિયા ન પેરવા પડે....” લાભુએ આંખો નચાવતા બોલ્યો....

“ ધોતિયા વાળી.... તારુ કર હવ લખમી ન કે એટલે હગુ નકકી કરીએ તારુ....”

લાભુ શરમાઈ ગયો ને એક આગળ ચાલતી ગાયનું બાનુ કાઢી આગળ દોડી ગ્યો.......

કોઈનો જોરજોરથી રડવાનો અવાજ સંભળાયો એટલે એ ત્યાં ઉભો રહી અવાજ આવતી દિશા તરફ દોડ્યો..... એક નેળીયા માંથી ઝમકુ માથુ કૂટતી રડતી જોઈ.... એણે સત્યને બૂમ મારી....

“ ભ..ઈ આ કોર દોડ.... ભાભીને કાય થ્યું લાગેશ....”

સત્ય એ લાભુનો અવાજ સાંભળી નેળીયામાં ગયો.... ઝમકુ જોર જોર થી રડતી હતી તેની કોકના જોડે મારામારી થઈ હોય એમ લાગતું હતું તેના કપડાં અસ્તવ્યસ્ત હતાં.... અને એની હાલત રડવાથી ખૂબ ખરાબ થઈ ગઈ હતી... ડૂમોભરાયેલો હોવાથી તે બોલી શક્તી ન હતી... સત્ય એ એની જોડે જઈ એને શાંત કરવા પ્રયત્ન કર્યો..... ભાઈ ભાભીને આમ સાથે ન જોવાય એમ વિચારી લાભુ થોડા આડો ફરી દૂર એમને સાંભળી શકે એ રીતે ઉભો રહ્યો....

સત્ય એ ઝમકુને માથે હાથ ફેરવી મોં પર થપથપાવી.... એને શાંત કરી શું થ્યું તે કહેવા જણાવ્યું...

ઝમકુએ ધ્રુજતા હાથે એક રસ્તા પર આંગળી કરી રડતા રડતા બોલી...

“ લખમીને મેલો ને બીજા ચાર પોચ જણ આલીપા લઈ જ્યાંસે ધોડાપર બોધીન.....મી ઘણઉં કર્યુ પણ .... “

“ હેડ.... દોડ ઈ પા... બાકીનું પસી જોયું જાસે.... અતાર લખમીને ગોતિ લઈ આવીએ....” સત્ય પરિસ્થતિ જોતા બોલ્યો...

“ હજી બવ દૂર નઈ જ્યાં હોય..... હોડકાંમ થઈ જ્યાં લાગસ... હાલો...”

લાભુ તો આ વાત સાંબળી.... હતો નતો થઈ ગયો પણ ઝમકુની સામે જોઈ ... પોતાની જાતને સંભાળી આંખના ખૂણા લૂછી...બોલ્યો...

“ ભ...ઈ ઢોર તો ઈના જાતે ખેતરમ પોકી જાસે હાલ... જટ જઈએ...”

ત્રણે ધોડાના પગની છાપ જોઈ આગળ વધ્યા ... થોડે દૂર જતા પથ્થરાળ વિસ્તાર આવ્યો...તેમાં તો પગની છાપ દેખાતી બંધથઈ... અને દૂર દૂર સુધી કોઈ દેખાતુ જ ન હતું.આગળ કઈ બાજુ જવુ તે વિચારતા ત્રણે ઉભા રહ્યા... ને આમ તેમ ડાફોળીયા મારવા લાગ્યા..

“ ઓય તો દૂર દૂર લગી કોઈ મોણહ નહીં પૂસીએ તોય કન.... અન ચઈ કોર લઈ જ્યાં હશે...! “ ઝમકુ નિસાસો નાખતા બોલી...

વાતચીત ચાલતી હતી ત્યાં... સત્ય નાં પગમાં બે- ત્રણ કચૂકા આયા..... “ ઉપરવાળોય ખરોસ... મોણહ નહીં દેખાતું પણ શેકેલા કચૂકા દેખાયસ... “ સત્ય બબડતા બોલ્યો...

“ હું બોલ્યા... તમ ફરી બોલજો.... “ ઝમકુ બોલી..

“ આ જો કચૂકા ઈએ શેકેલા ઓય કૂણ નોખી જ્યું હશે ?”

ઝમકુ વિચાર કરતા બોલી..” લખમી ઈની કેડે પોટલી ભરી કચૂકા રાખેસે બીયાને કાતરા ....એવું બન ક ઈના ...ઓય પડ્યા હોય... “

“ કોઈ ગોતવા આવશે એ આશાએ... ઈને કચૂકા નોખ્યા હોય... રસ્તામ..” લાભુ મનોમનથન કરતા બોલ્યો...

“ એ હાચી વાત હાલો... કચૂકા વેરાયેલાસે એ કોર જઈએ... “

ત્રણેય કચૂકા વેરેલા હતા. એ રસ્તે ઘણાં આગળ નીકળી ગયા હતાં પણ કંઈ જ દેખાતું ન હતું અને એક જંગલ જેવી જગ્યા માં આવી ચડ્યાં સાંજ થવા આવી હતી ... અને વરસાદ થવા ની તૈયારી હોય એમ લાગતું હતું...

ત્યાં એક વાડ પાછળથી કોઈ ધીમે ધીમે ગાતું હોય એવું સંબળાયું ત્રણે ધીમા પગલે વાડ પાસે ગયા.. ઝમકુએ બાવળના ઝાખરાં માંથી ડોકીયું કરી જોયું .. તો એક લઘરવઘર કપડે એક ડોશી... જેવી સ્ત્રી એ વાડમાં લાકડાં વીણી ભેગા કરતી હતી..... ઝમકુએ થોડીવાર તેને જોઈ રહી ... પછી તે ડોશીને ઓળખી સત્યને લઈ એમની પાસે ગઈ લાભુ પણ પાછળ પાછળ ગયો.... ડોશી જોડે જઈ ઝમકુ ધીમેથી બોલી...

“ ફઈબા..... તમ ... સરપંચભાના દીકરી રેણુ ફઈબાસોને...?”

ડોશી પહેલાતો જોઈ રહીને પછી બોલી... એની આંખમાં આંશું આવી ગયા... તે લૂછતા તે બોલી....

“ ઓવ બૂન મું રેણુ... અન તું કૂણ..”

“ મું ઝમકુ લેબૂડીઓમ રેતા પટેલની સોડી... ઓળખી..”

ડોશીએ ઝીણી આંખ કરી જોયા કર્યું પછી બોલી... “ ઓવ... ઓળખી પણ તું ઓય...

“ તમે તો કોક સોકરા જોડ ભાગ્યાતા તઈ તમારી આવી હાલત... હું થ્યું... તું...? “

“ તું... એ વાત રૈવાદે મું પસી કયે બધું પણ... એક સોડીન ઉપાડી કોઈ આ કોર આયું.... તું ..! ઈન બચાઈલો... ખબર નઈ બાપડીનું હૂએ કરસે આ લોકો..”

“ ફઈબા અમે ઈન જ ગોતવા આયા સીયે... કઈ કોર ... જ્યાં તા એ લોકો..?” સત્ય બોલ્યો..

“ ઓવ... ઝટજા.... ઈ સોડીન અઇથી થોડે દૂર હવેલીમ લઇ જ્યાંસ... મું તો બચાઈ ના એકી મારુ તો રોજનુંસે આવું જોવાનુ્ં...!”

ત્રણે ડોશીની બતાએલી બાજુ દોડ્યા.... અંધારુ થવા આવ્યું હતું... પણ જંગલમાં ઝાડ શીવાય કંઈ દેખાતું ન હતું... ત્યાં લાભુએ એક અજવાળા જેવું એક ટેકરા પર જોયું ત્રણે ટેકરા પર ગયા ઉપર એક જુની હવેલી હતી તેમાંથી ચિચિયારીઓ પાડી નાચતા લોકોનો અવાજ આવતો હતો....

ત્રણે હવેલીની બારી પાછળ સંતાઈ ગયા .. ઝમકુ.. અંદર શું ચાલી રહ્યું છે તે જોવા લાગી.. અંદર દસ કે પંદર જણ હતાં એ દારૂ પીને નાચતા હતા. લક્ષ્મીને થોડે દૂર બાંધી હતી.... દારૂ જોડે અફીણના ગોળા... ગાંજો જેવા કેફી દ્રવ્યોનાં મોટા માટલા બહાર દેખાય એવા ટચોટચ ભર્યા હતાં....ઝમકુએ દારૂ ની અંદર અફીણ નાખી બધાને બેભાન કરવાની વાત સત્ય અને લાભુને કરી... પછી તકનો લાભ જોતા ત્રણે ત્યાં બેઠા....

ક્રમશ