Lagani ni suvas - 24 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 24

પંચમાં હોબાળો ચાલતો હતો . સત્ય ગુસ્સામાં ધ્રુજતો હતો .એના હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર હતી. ... લોકો એના પર આરોપો લગાવતા બેઠા હતાં . એ મેલા જોડે ગયો અને એક જ લાફોટે ધૂળ ચાટતો કરી દિધો એટલામાં એક ડોશી જેવી દેખાતી સ્ત્રી આવી એ બીજુ કોઈ નઈ જંગલમાં મળેલી ગામની છોકરી હતી જેણે મેલાએ એને ગોંધી રાખી આજીવન એને ત્રાસ આપ્યો... મેલો તો પછી આ કામમાં આવ્યો એ પહેલા ગૌરે આ દિકરી જોડે રમત રમી... પોતાનાથી દસ વર્ષ મોટી ગામની દિકરી સાથે મેલાએ જે કામો કર્યા એનો તો હિસાબ જ એની દશા જોઈ સમજી શકાય..... એણે પંચમાં આવી બધી જ હકિકત કહી... પાછલા દિવસોમાં શું બન્યું અને પોતે અત્યાર સુધી ક્યાં હતી એ બધુ જ એણે કહી દિધુ.... ગામના લોકો મેલા પર.. ગૌર પર.... સત્યાની 'માં ' પર ... ગુસ્સે થ્યાં..... મેલા અને સત્ય વચ્ચે તલવારો ઉડી.... એ દરમિયાન સત્ય ની હાલત જોઈ ઝમકુ સભાન થવા લાગી.... એનાથી જોરથી ચીસ પડી ગઈ પોતાની સાસુને જ પકડી બે લાફા ગસી દિધા..... પછી ગામની સ્ત્રીઓનો માર ખાવા છોડી દિધી..... મેલો ને એની ટોળી ઝખમી થઈ ... પણ સત્ય એ બદલો લેતા... દુનિયા છોડી ગયો... ગામના લોકો... રોશે ભરાઈ મારપીટ કરી બધાને મોતને ઘાટ ઉતાર્યા....
ઝમકુ રડતી આંખે સત્યના વિરહમાં એની પાછળ સતી થઈ......ગામના લોકોએ પાળીયા કર્યા..... અને આ ચાર પ્રેમ કરનારા વિખૂટા પડ્યા એના અફસોસમાં તિથિએ ભજન કિર્તન કરવા લાગ્યા.... આ ઘટના પછી સતત બે વર્ષ એ વિસ્તારમાં દુકાળ પડ્યો.... ગામના લોકો ભૂખે મરવા લાગ્યા ઘણાં સ્થળાંતર થયાં.... થોડા સમય બાદ ત્યાં ફરતા ફરતા એક અધોરી આવ્યા ..... એમણે આ સમસ્યા જાણી અને ભવિષ્યવાણી કરી કે આ ચાર નો ઈતિહાસ બાકી છે તેઓ ફરી પાછા આવશે તેમનું અતિત અહીં જ જાગશે..... ગામમાં એક હવન કરાવો.... એ પછી એ પાળીયા છે ત્યાં પૂજન કરો.... નિયમ કરો કે કોઈ પ્રેમી યુગલને જુદા નઈ કરો.... ગમે તે નાત હોય જાત હોય.... માણસાઈ જીવાડજો...... હું ફરી આવીશ.... અલખ.... ધણી ઉચ્ચારતા એ... ચાલ્યા ગ્યા..... ગામમાં હવન થ્યો.... પાળીયા પૂજાયા... લોકોએ નિયમમાં બંધાયા.... થોડા દિવસોમાં વરસાદ વરસ્યો.... દિવસે દિવસે ગામની પ્રગતી થવા... લાગી.... પાળીયા પૂજનીય... થઈ પડ્યા... લોકોની શ્રધ્ધા વધતી.... ગઈ.....
* * * * * * * *
વર્ષો પહેલાની વાત પૂરી થઈ હવે પાછા..... ... મૂળ વાત પર જઈએ... 6 ભાગથી વાર્તા શરુ.....
* * * * *

મીરાં....... મીરાં....... કયાં છે..... તું.... ચાલને પૂજા કરવા જવામાં મોડું થાય છે...... ભૂરી સવાર સવારમાં આવી બૂમા બૂમ કરતી હતી.... કાળી ચણિયા ચોળી પહેરી મસ્ત તૈયાર થઈ નાગણ જેવો ચોટલો ઉલાળતી એ રસોડામાં ગઈ.... પણ મીરાં ના દેખાઈ... ખાલી ... ઓસરીમાં મયુર અને આર્યનને સૂતા જોયા ...... એ ઓરડામાં ગઈ ... મીરાં..... મીરાં .....
" બૂમો ઓછી પાડ મયુર ભાઈ ઉઠી જશે..... અને જો હું કેવી લાગુ છું..... ? " મીરાં એ ખુશ થતાં કહ્યું...
" આ જાબૂડીઓ ઘાટો રંગ તો જોર દાર જામ્યો છે.... પણ.... " ભૂરી ઉદાસ થતાં બોલી..
" પણ... શું... ?"
" કમ્મર .... પર દુપટ્ટો આમ બાંધે એ નથી ગમતું...."
" તને તો ખબર છે.... એ નિશાન મારાથી નથી જોવાતું..... એ વાત જવાદે.... ચાલ મોડુ થાય છે... "
.....
બન્ને પાળિયાના દર્શન કરી પૂજા .. કરે છે... ગામમાં મોટો તહેવાર હોય એવું વાતાવરણ સર્જાયું છે... ટ્રેડીશનલ કપડાની દુકાનો ખુલ્લી છે.... રમકડા... ખાણીપીણી નાસ્તાના ઠેકા ખુલ્યા છે... આજુબાજુ ગામના લોકો પણ દર્શને આવ્યા છે... લોકો પ્રેમથી રાતની તૈયારી સવારથી કરતા દેખાય છે..... મીરાં મયુર અને આર્યન માટે મસ્ત કેડીયા ધોતી ફાળીયુ... બધુ ખરી દે છે... . અને બન્ને ઘરે જાય છે.
ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED