Lagani ni suvas - 2 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 2

લાગણીની સુવાસ

( ભાગ – 2)

અમી પટેલ (પંચાલ)

મીરાં જાણે આતુરતાથી કોઈની રાહ જોતી હતી. પણ કોની રાહ જોતી હતી. એ તો એને પણ ખબર ન્હોતી. સાંજે જમવામાં પણ તેનું મન ના લાગ્યું ફટાફટ કામ પરવારી એ હીંચકા પર બેઠી લાકડાનો જુનો હીંચકો એમાંથી કીચૂડ કીચૂડ આવતો અવાજ મીરાં ધ્યાનથી સાંભળી રહી હતી. ત્યાંજ ઘરની ડેલી ખખડી. મીરાં નાં મમ્મી -પપ્પા રાતે ભજનમાં ગયા હતા. મયુર ઉપરનાં રૂમમાં કંઈક લખવાનું કરતો હતો. મીરાં ઉભી થઈ ડેલી ખોલી અને સામે ઉભેલા યુવાન ને જોવા લાગી અને અચાનક તેની આંખો માંથી આંશું નીકળવા લાગ્યા તે કંઈ સમજી શકી નઈ અને યુવાનને આવકારો આપી અંદર ઘરમાં લઈ ગઈ. ખાટલા પર બેસવા કહી તે મયુરને બોલાવવા ગઈ. મીરાં ને સમજતા વાર ન લાગી કે આવેલ યુવાન એ બીજુ કોઈ નઈ પણ મયુરનો ભાઈ છે. મયુર આવેલ યુવાન સાથે વાતે વળ્યો અને મીરાં બાજુ માં થોડે દૂર બેસી સાંભળવા લાગી.

“ આ મારી જાન..... મારો યાર.... જે ગણુ એ આ મારો ભાઈ છે. મીરાં..... “ મયુરે ખુશ થતા કહ્યું.

મીરાં એ સ્માઈલ આપી બન્નેની વાતોમાં રસ લેવા લાગી.

“ મીરાં આ પાગલ જેટલો સીધો દેખાય છે. એટલો બિલકુલ નથી. અને બીજા ડૉક્ટરથી એકદમ અલગ છે, આ... બીજા ડૉક્ટર ઓછું બોલે આ આખો દિ’ બોલ્યા જ કરે.... અને ગીતો જ ગાયા કરે પતંગિયાની જેમ.... “ મયુર ખુશ થઈ બોલ્યા જ કરતો હતો.

“ અરે તમારા ભાઈનું નામ તો કહો પહેલાં..... હરખમાં આવી તમે જમવાનું પણ પૂછવાનું ભૂલી ગયા... “ મીરાં ફરી સ્માઈલ આપતા બોલી.

“ સોરી ભાઈ છે, જ એવો... મને જોઈ ભૂલી જાય બધું.....મારુ નામ આર્યન છે. એન્ડ તમારું...”

“ હું મીરાં.... અહીંનાં સરપંચની દિકરી...... તમારે કંઈ પણ કામ હોય તો મને કહે જો પપ્પાની ઘેર હાજરીમાં મને જવાબદારી આપી છે “ મીરાં પોતાનો પરિચય આપતા કહ્યું.

“ પેલા મને કહે આટલું મોડુ કેમ કર્યું...” મયુરે કહ્યું.

“ યાર ગામમાં તો હું ક્યાર નો આવ્યો પણ... ગામમાં આવતા તળાવ જોયું બહુ જ મસ્ત છે ત્યાં બેસી રહ્યો હતો એટલે.... “ આર્યને ભૂલ સ્વીકારતા કહ્યું.

“ સારુ પછી વાતો કરજો પહેલા થોડા ફ્રેશ થઈ જાવ.... હું જમવાનું લઈ આવું... “ મીરાં જમવાનું લેવા ગઈ.

મયુર આર્યનનો સામાન લઈ પોતાના રૂમમાં ગયો. આર્યન પણ તેની પાછળ પાછળ ગયો.

“ ભાઈ સારુ થયું તમારો ખૂબ ખૂબ આભાર આર્યન બાબા તમે તમારા નખરા આજે ના કર્યા એ માટે આભાર તમારો... મને તો એમ તું આજે નખરા કરતો કરતો જ એન્ટ્રી મારીશ.... “ મયુર મજાકમાં એક્શન સાથે હાથ જોડતા બોલ્યો.

“ આર્યન બાબા કી લીલા નીરાલી હૈ બચ્ચે.....” બોલતા બોલતા આર્યન અને મયુર બન્ને મસ્તી કરવા લાગ્યા.

“ સાલા... તને ડૉક્ટર બનાયો કોણે..... સામે લાવ તો એને મારા...”

“ તું પણ શિક્ષક કઇ રીતે બન્યો સાલુ હું પણ એ જ વિચારું છું “ બન્ને ગાડાંની જેમ હસવા લાગ્યા. ”

“ સારું તું ફ્રેશ થઈ જા.... સરપંચ આવતા જ હશે. ”

“ હા “ કહી..... તે હાથ પગ ધોઈ નાઈટી પહેરી અગાસી પર આટા મારવા લાગ્યો.

મીરાં તેને જમવા બોલાવવા અગાસીમાં આવી. મીરાં એ બૂમ મારી પણ કાનમાં ઈયરફોન લગાવી આર્યન ગીતો સાંભળતો હતો. મીરાં તેની નજીક જઈ તેને બોલાવવા જતી જ હોય છે. ત્યાં જ અચાનક આર્યન પાછળ ફરે છે અને મીરાં સાથે અથડાય છે. અને મીરાંનીચે પડતા પડતા રહી જાય છે. આર્યનના બન્ને હાથ મીરાંની કમ્મર પર અને મીરાં નાં બન્ને હાથ આર્યનનાં ખભા પર બન્ને અચાનક આમ, બનતા શરમાઈ જાય છે. એક બીજાને સંભાળી સ્વસ્થ થઈ ઉભા રહે છે. એક બે પળ એમ જ વહી જાય છે.

“ તમે જમવા ચાલો અને પપ્પા આવી ગયા છે તો એમને મળી લેજો..” કહી મીરાં શરમાતી નીચે ઉતરી ગઈ. આર્યન તેને જતા જોઈ રહ્યો.

***

રાતે મોડા સુધી વાતો ચાલી હોવાથી બધા થોડા મોડા ઉઠ્યા. આર્યન નીચે આવ્યો ત્યારે નવ વાગવા આવ્યા હતા. ઘરમાં કોઈ દેખાતું ન હતું એટલે એ બ્રશ કરી મોં ધોઈ હીંચકા પર બેઠો ત્યાં થોડી વારમાં મીરાં આવી.

“ જય શ્રી કૃષ્ણ..... ફ્રેશ થઈ ગયા હોવ તો ચાલો ચા નાસ્તો કરવા “ મીરાં એ હાથ પગ ધોતા ક્હયું.

“ બધા ક્યાં છે. .? મતલબ સવારનું કોઈ દેખાતું નથી.”

“ તમારા ભાઈ સ્કૂલની સફાઈ કરાવવા ગયા છે. પપ્પા કંઈક કામ થી શહેર ગયા છે. અને મારા મમ્મી ખેતરે ગયા છે. તમારે બે- ત્રણ દિવસ પછી હૉસ્પિટલ જવાનું છે. ત્યાં સુધી ગામ જુઓ અને આરામ કરો. “ મીરાં એ બધી જાણકારી ગુજરાત સમાચારનાં જેમ આપી.

બન્ને સાથે ચા – નાસ્તો કરવા બેઠા. થોડીવાર શાંતિ છવાઈ ગઈ.

“ કંઈક તો વાત કર મીરાં આવું બોલ્યા વીના મને ના ફાવે..... “

“હું બોલવા લાગીશ તો બધાને નવાઈ લાગશે.... હું થોડુ ઓછુ બોલવા ટેવાયેલી છું. ”

“ આમ, મુદ્દાસરનું જ બોલવાનું આવું થોડી ચાલે યાર...... મારી સાથે આવુ નઈ ચાલે બોલવું પડશે.... “ આર્યન હસતા હસતા બોલ્યો. મીરાં પણ આછું સ્મિત આપી રહી.

નાસ્તો કરી આર્યન નાહવા ગયોને મીરાં ઘરના કામમાં લાગી. થોડી વારમાં આર્યન રૂમાલ વીટી બહાર આવ્યો. મીરાંની નજર તેના પર પડી અને તે શરમાઈ ગઈ. આર્યનની પીઠ પર કોઈ ધા વાગ્યો હોય તેવું લાખુ હતું. મીરાં તે લાખુ જોઈ જ રહી તેને ઘભરામણ થતી હોય તેવું તેને લાગ્યું. અને રાતે જે બન્યું હતું તેવી જ રીતે ફરી મીરાં ની આંખોમાં આંશું આવી ગયા.મીરાં ને કંઈ જ સમજાતું ન હતું. આર્યનને પોતાના તરફ આવતો જોઈ તે સ્વસ્થ થઈ.

“ મીરાં તેલ આપને માથામાં નાખવું છે....... આવો ફરીશ તો છોકરીઓ શું વિચારશે મારા વિશે....તેલ નઈ લગાવું તો જલ્દી ટકલો થઈ જઈશ. … હા.… હા....”

“ હા, આપુ.... તમારી પાછળ છોકરીઓ ફરે છે એમ.... મને તો એમ ખાલી દર્દી જ ફરતા હશે. “

“ ફરે જ ને કેટલો જોરદાર લાગુ હું આંખો તો જો મારી કોઈ ડૂબી જાય બિચારી..... લાઈટ બ્રાઉન રંગની મોટી અણીયારી એમાય મેશ લગાવી હોય એવી આવી આંખો જોઈ છે કોઈની..... “ આર્યન પોતાના વખાણ કરતો હતો.

મીરાં આ બાળક જેવા આર્યનને જોઈ રહી. મીરાં એ ધ્યાન થી તેની આંખો જોઈ જાણે જન્મો જનમથી કોઈને શોધતી હોય....અને કંઈક કેટલુંય આંખો બોલતી હોય તેવું મીરાં ને લાગ્યું.

આમ, મીરાં ને પોતાની સામે એકીટશે જોઈ આર્યને મીરાં સામે આવી ચપટી વગાડી.... જોજે લવ એટ ફસ્ટ સાઈડ થઈ ના જાય... રહી નઈ શકે મારા વગર..... હા… હા...

મીરાં નીચું જોઇ ગઈ તેના ચહેરા પર કોઈ જ ભાવ દેખાતા ન હતા. ફક્ત આર્યન ને મહેસૂસ કરતી હતી.

“ ભાઈ અને મમ્મી જ મને તેલ નાખી દે છે મને સાચે તેલ નાખતા નથી ફાવતું તને વાંધો ના હોઈ તો પ્લીસ.... નાખી આપીશ....”

મીરાં ડેલીનો દરવાજો બંધ કરી આવી કોઈ અચાનક આવે તો કેટલુંય ઉધું વિચારે એટલે એણે આમ, કર્યું.

મીરાં એ ઉભા ઉભા જ થોડે દુર રહી આર્યનને તેલ લગાવી માલીશ કરવા લાગી. આર્યન નાના બાળકની જેમ ઉભો રહ્યો. મીરાં ફરીતેની આંખોમાં જોઈ રહી.

“ થૅક્સ મીરાં સાચુ કહું તો ભાઈ અને મમ્મીએ મને ક્યારે મોટો થવા જ નથી દિધો એટલે કોઈ કોઈ વાર.....એ બન્ને વગર ગાંડો થઈ જાવ છું. સૉ...... ફ્રેન્ડસ્ આર્યને હાથ લંબાવતા કહ્યું.

મીરાં એ પણ સામે હાથ મિલાવી પ્રતિઉત્તર આપ્યો. અને ફરી ઘર કામમાં લાગી ગઈ.

આર્યન તૈયાર થઈ ગામ જોવા ચાલ્યો. આર્યન દેખાવે નાના, ભોળા બાળક જેવો અને રાજ કુમાર જેવો લાગતો. મયુર પણ દેખાવે એટલો જ રૂપાળો હતો. કસરતની આદતને લીધે શરીર બન્નેનાં કસાયેલા લાગતા અને જવાનોમાં જે ખુમારી હોય તે આ બન્નેમાં દેખાતી. જોતા જ લોકો બે ધડી જોઈ જ રહે તેવા આ બન્ને ભાઈ હતા.

***

ત્રણ દિવસ પછી....… બન્ને ભાઈને અહીં ખૂબ ફાવી ગયું પણ રહેવા માટે ઘરની વ્યવસ્થા થઈ ન હતી. એટલે બન્ને થોડી ચિંતામાં હતા. પણ સરપંચે જ્યા સુધી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અહીં જ રહેજો કહીં બન્ને ને ચિંતા મુક્ત કર્યા. બન્ને ભાઈ ઘરમાં ખૂબ જ સારી રીતે ભળી ગયા હતા.

મીરાં ના મમ્મી ગીતાબેન ખૂબ ચિંતામાં હતા. તેમની ચિંતા સ્પષ્ટ વર્તાતી હતી. મયુર તેમને આમ, જોઈ તેમની પાસે ગયો.

“ આન્ટી મારે પૂછવું ના જોઈએ પણ તમે આમ બહુ ચિંતામાં છો એવું લાગે છે. મને જણાવો પ્લીસ કોઈ તકલીફ હોય તો હું તમારા છોકરા જેવો જ છું. છોકરો ગણી કહીદો....”મયુરે દિલગીર થતા કહ્યું.

તકલીફ તો છે. બેટા..... મીરાંને આજે કોલૅજમાં ઓરલ છે. અને મીરાં ના ફુવા સિરિયસ છે. અમે બન્ને બે – ત્રણ દિવસ માટે તેમને ત્યાં જવાનું વિચારીએ છીએ પણ......!

પણ શું આન્ટી અમે પારકા થોડા છીએ જેમ આર્યન છે એવી જ મારે મન મીરાં છે. હું એનું ધ્યાન રાખીશ તમે ચિંતા ના કરો. અને આજે આર્યન શહેર જવાનો છે કામ થી હું એને કહીશ કે મીરાં નું ઓરલ પતે એટલે એને સાથે લઈ ઘરે આવે એની સાથે જ શહેર જાય બસ હવે તો ચિંતા ના કરો...

તને ખબર નથી બેટા ગામમાં ઘણાં મીરાંનાં દુશ્મન છે. એટલે તમે લોકો જાહેર ના થવા દેતા કે તમે લોકો એકલા જ ઘરે છો... હું ભૂરીને કહીંશ કે એ આવતી જતી રહે અને રાતે પણ અહીં જ રહેશે એ મીરાંની ખાસ બહેનપણી છે એટલે મીરાંને પણ ગમે.....

“ ઑ...કે આન્ટી પણ મીરાં નાં દુશ્મન કેમ ? એ તો હજી.......” મયુરે આશ્ચર્યથી પૂછયું.

“બેટા પછી કોઈવાર એ વાત કરીશ હવે હું જવાની તૈયારી કરી લઉં હમણાં તારા કાકા રાડો પાડતા આવશે...”

“ સારૂ તમે મીરાંની બિલકુલ ચિંતા ન કરતા.. હું સ્કૂલમાં જતો આવું.....”

***

બપોરે જમી રામજી ભાઈ અને ગીતા બેન બહાર ગામ જવા નીકળ્યા. મીરાં પણ કોલૅજ જવા તૈયાર થઈ. આર્યન તો એને નવા અવતારમાં જોતા જ ભાન ભૂલી ગયો. એ મીરાંનું નવું જ રૂપ જોતો હતો. લાંબા હાઈ લાઈટ કરેલા સ્ટ્રેટ વાળ કમર સુધીના. ગળામાં એક સિમ્પલ ચૅઈન બ્લેક ટી- શર્ટ લોન્ગ, લાઈટબ્લૂ પેઈન્ટ પર્લ પર્લ દુપટો અને કાનમાં પીંછા વાળી બ્લેક બ્લૂ બુટ્ટી. હીલ વાળા સૅન્ડલમાં મીરાં ખૂબ જ સુંદર લાંગતી હતી. આર્યન એને જોઈ રહ્યો હતો. મીરાં તેની પાસે આવી.

“આર્યન ફટકો લાગુને બાકી.....” કહી મીરાં ખડખડાટ હસી પડી.

આર્યન છોભીલો પડ્યો અને બીજી તરફ ડાફોડીયા મારવા લાગ્યો.

“ હા..... સારી લાગે છે તું તો આજે... તું ઓરલ દેવા જ જાય છે ,કે પછી ફેશન શૉમાં...?” આર્યન બબડ્યો

“ તમે ચાલો જલ્દી બસ જતી રહેશે..... પછી વાતો કરીએ.... . અને મયૂર ભાઈ તમારે કંઈ પણ કામ હોય તો ભૂરીને બૂમ પાડજો એ બાજુમાં જ રહે છે. ચાલૉ બાય.... “

“બેસ્ટ ઑફ લક મીરાં “ મયુરે હાથ હલાવતા કહ્યું.

“થેક્સ્ “ ભાઈ!

મીરાં અને આર્યન બન્ને બસમાં બેસી શહેર જવા નીક્ળયા.

ક્રમશ:....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED