લાગણીની સુવાસ - 36 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 36

મીરાંએ નાસ્તામાં સેવ ખમણીને ખાંડવી અને ચા લઈ આવી.. નયનાબેનને ખૂબ આગ્રહ કરીને શારદા બેને નાસ્તો પૂરો કરાવ્યો... " આમ આટલા દૂર આવ્યા છો.... સવારનું કાંઈ ખાધુ પણ નઈ હોય..... આટલો નાસ્તો તો કરવો જ પડે... શારદાબેન બોલી રહ્યા હતાં.. મીરાં પાછી ઘરમાં કામે લાગી ગઈ... એટલામાં નર્મદાબેન આવ્યા...શારદી બુન.... ઓ.... શારદી.... બુન.... શારદાબેન નર્મદા બેનનો અવાજ ઓળખી ગયાને એમને ડેલીના અંદર આવવા બૂમ પાડી... નર્મદાબેન અંદર આવ્યા.... શારદાબેને નયનાબેન ની ઓળખાણ આપી... થોડી ઔપચારીક વાતો પછી... નર્મદાબેન જતા જતાં નયનાબેનને જમવાનું એક ટાણુ અમારા ઘરે રાખજો એમ આમંત્રણ આપતા ગયા... મીરાં મહેમાનને ચા પીવા એ... લેતી આવજે એમ કહી એમણે ખેતર જવા રજા લીધી...
" બહુ જ સરળ સ્વભાવના છે... આ બેન.... એક જ વાર મળ્યાને જમવાનું પણ આમંત્રણ આપતા ગયા... સાચે ગામડુ એ ગામડુ જ શહેર કરતા ગામડાના લોકો કેટલા સ્વચ્છ દિલના હોય છે.. "નયનાબેન ખુશ થતાં.. બોલ્યા
" એ મારા દેરાણી છે.. નર્મદા પ્રેમથી અમે એને નબ્દી કહીએ છીએ.. એમના ઘરવાળા નથી બે બાળકો જ છે... મીરાં જેવડી દિકરી અને એક નાનો બાબો.. પણ ખેતર ઘર કરી એણે ખૂબ મહેનત કરી છે આજે પણ કરે છે... ભલ ભલા પુરુષોને પાછા પાડી દે કામમાં.... " શારદાબેન પરિચય આપતા બોલી રહ્યા..
" ઓહ...... મને ગમ્યુ કે એ મહેનતુ છે... પણ એમના પતિ વિશે જાણીને દુ :ખ થયું.."
" અમે છીએ ને એમની જોડે... એમને એકલા જ નથી પડવા દેતા...બસ એમની ભૂરી એટલે એમની દિકરીના સારી જગ્યાએ લગ્ન થઈ જાય એટલે એક જવાબદારી અમારી પુરી થાય... "શારદાબેન બોલી રહ્યા હતાં...
પછી ઘણી બધી આડી અવળી વાતો કરી શારદાબેન ખેતરે જવા નીકળવા વિચાર્યું... ત્યાં નયનાબેન પણ તેમની સાથે જવા તૈયાર થયા.... એટલે બન્ને સાથે ખેતરમાં જવા નીકળ્યા...
મીરાંને આર્યન બે જ એકલા ઘરે હતાં... આમે હવે ફક્ત આંખોથી જ વાતો થતી બધા હોય એટલે મળી ન્હોતું શકાતું.... આજે મોકો હતો એટલે શારદાબેન ને નયનાબેન ગયા કે તરત આર્યન રસોડામાં આયો મીરાં રોટલી કરતી હતી એને બોલ્યા વિના એની પાછળ જઈ એની કમ્મરે હાથ મૂક્યો..
.આર્યન પ્લીસ તું જા કોઈ આવી જશે.... પાગલ... ...અરે ... મસ્તી એ ના કરુ મીરુ...
. કર પણ દૂરથી...
ઓ...તો દૂર રેવાનું.. કેવી પ્રેમિકા છે તું...
સારી જ છું ...તમારુ ટીફિન તૈયાર છે લઈને જઈ શકો છો...
"સાચુ કઉં જતો જ તો પણ બધા ખેતરે ગયા તો તને મલવા આવી ગયો"
" સારૂ થયું નઈ તો કાલના જેમ ટીફીન ભૂલી ગ્યા હોતને... "
" ઓ...કે.. હું જાઉં છું.. " એમ કહી એ મીરાં સામે જોઈ રહ્યો... મીરાં એને જોઈ રહી ..
" તમે નાના જ રહેશો નઈ... જાઓ હવે... "😊
" મીરુ યાર પ્રેમ કરે છે કે ઉપકાર... કાંઈ લેવડ દેવડ તો રાખ મારી જોડે..."
" તમે જાઓ છો કે હું આવું મુકવા... "
" જાઉં છુ... બટ તારે એક કામ કરવું પડશે મારુ "
" બોલો જાન કરીશું... "
" ઓ મીરુ તે જાન કિધુ મને... ગમ્યું..મને "
" કામ બોલો જલ્દી... "
" યાર તમારા ગામમાં પેલું તળાવ નથી એના જ સપના મને આવ્યા કરે છે... ચાર પાંચ વાર આવી ગયા... કોઈકતો સ્ટોરી છે એ તમે ત્યાં પૂજા કરવા જાઓ છો ત્યાં...."
" ઓ... હ... એમ જ આવતા હશે.. પણ મારે પણ જાણવી છે સ્ટોરી હું રાત્રે પપ્પાને કહીશ એમને ખબર હશે... એ પાળીયાઓ વિશે..."
" સારુ પણ ભૂલતીના રાત્રે હું આવું એ પહેલા પુછજે... નઈ તો બઉં લેટ થઈ જશે .. "
" ડન તમે જાઓ હવે.... "
" ઓકે બાય... માય સ્વિટુ... "કહી આર્યન ફ્લાઈંગ કિસ આપી હોસ્પિટલ જાય છે.
મીરાં આર્યનની હરકતોથી હસતી હસતી રસોઈ કરે છે. એટલામાં મયુર ને ભૂરી પાછા આવે છે.. મયુર એની મમ્મીને જોઈ ખુશ થાય છે બધા જમીને થોડી વાતો કરી આરામ કરે છે...