લાગણીની સુવાસ - 37 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 37

મયુર તો એની મમ્મીને આમ અચાનક જોઈ ખુબ જ ખુશ હતો. ઘરમાં જાણે બધા જ કારણ વગર પણ ખુશ હતાં. રામજી ભાઈ પણ ઘરે આવી નયનાબેનને મળ્યા . નયનાબેનને પણ ઘરના દરેક સભ્ય સરળ અને સારા લાગ્યા રાતે બધા જમીને વાતો કરતા હતાં... થોડી થોડી ઠંડી પણ પડવા લાગી હતી. એટલે તાપણું કરી બધા ચારેબાજુ બેસી વાતો કરતા હતાં. મયુર આયો ત્યારથી જ થોડો બેચેન હતો. એની આંખો સતત કોઈની રાહ જોતી હતી પણ એને પણ ખબર હતી કે એની આશા સફળ નહીં થાય.ત્યાં જ ભૂરી આવીને તાપણું કરવા મીરાં જોડે બેઠી. મીરાં એ નયના બેન નો પરિચય કરાવ્યો. ભૂરીએ એક સ્માઈલ આપી કેમ છો...? માસી મજામાં કહી... સમાચાર પૂછ્યા.. આડીઅવળી વાતો ચાલી અને ભૂરીએ કાલે બપોરે અમારે ત્યાં બધાએ જમવા આવવાનું છે એટલે હું કહેવા આવી હતી. એ થાકી હોવાથી ઘરે જવાનું કહી ઉભી થઈ. મયુર એની સામે જ જોઈ રહ્યો હતો. ભૂરીને તો હવે કોઈ ફર્ક ન પડતો હોય તેમ ત્યાંથી જતી રહી. નયનાબેન મયુરને જ જોઈ રહ્યા હતાં.. બીજા કોઈનું ખાસ ધ્યાન ન હતું કેમકે મીરાં ને આર્યન રામજી ભાઈને વર્ષો પહેલાના પાળીયાની સ્ટોરી કહેવા વાતો કરી રહ્યા હતાં.
રામજીભાઈ : મને તો ખાસ યાદ નથી વાત પણ મહાદેવમાં એક પુજારી છે એમને બધી જ ખબર છે... અને એક અધોરી દર વર્ષે આપણા ગામમાં આવે છે એમને ખબર છે.

મીરાં : એ પુજારી કાકા અમને એ વાત કરશે .?

રામજીભાઈ : હા, હું સવારે જ એમને ઘરે બોલાવીશ એટલે એ તમને વાત કરશે પણ એમનું જમવાનું ચા - નાસ્તો તમારે કરાવવો પડશે મીરાં મેડમ..

મીરાં : ઓકે... પપ્પા😅કહી હસવા લાગી..
એને જોઈ બધા હસવા લાગ્યા. થોડીવાર રહી બધા સૂવા ગયા. પણ મયુરને ઉંઘ ન્હોતી આવતી. થાક તો ઘણોએ લાગ્યો હતો પણ એને પોતાની ફિલિગ્સની સમજ પડી હતી અને એ સિરીયસ પણ હતો.. એ વાતથી અંદરો અંદર ઘણો દુખી હતો કે ભૂરી મારા માટે ફીલ કરતી હતી ત્યારે પોતે એને તરછોડી અને ઘણુ ખરાબ વર્તન એની જોડે કરેલું .... એ બધુ યાદ આવતા એની આંખો ભરાઈ આવી . ફટાફટ કોઈ જુએ નઈ એ રીતે આંખો સાફ કરી બારી પાસે જઈ ઉભો રહ્યો સામેની બારીમાં પણ ભૂરી ઉભેલી એણે જોઈ .વચ્ચેનું ઘર એક જ માળનું હોવાથુ સાઈડની દિવાલે બારીઓ હતી. મયુર એને બસ શાંત થઈ જોઈ જ રહેવા માંગતો હતો. થોડી ઠંડી હતી. છતાએ ભૂરીને જોવા, એ ગઈ નહીં ત્યાં સુધી ઉભો રહ્યો.ઘણીવાર આપણે અજાણતા જ કોઈની લાગણીઓ સાથે રમીએ છીએ અથવા ઠેસ પહોંચાડીએ છીએ ક્યારે કોઈની લાગણીનો સ્વીકાર ન કરી શક્તા હોઈએ ત્યારે એની માફી માંગી એની લાગણીની રીસ્પેક્ટ નથી કરતા પણ એને ખોટો કે ખરાબ સમજી લઈએ છીએ.. આવી ઘણી વાતો મયુર મનમાં વાગોળતો હતો. વિચારો માંથી બહાર આવ્યો ત્યારે ભૂરી સામેની બારીએ ન્હોતી. મયુર એના વર્તન બદલ પછતાતો હોય તેમ અફસોસ કરતા કરતા સૂઈ ગયો.
આજે તો આર્યન અને મીરાં બન્ને ખુશ હતાં સવારથી જ મીરાં વહેલા ઉઠી કામે લાગી ગઈ હતી .દસ વાગે પૂજારી મહારાજ આવશે એવું રામજી ભાઈએ મીરાને કિધુ એટલે એ તો વધારે મસ્તીમાં આવી ગઈ. ભૂરીને પણ કહી આવી કે પૂજારી બાપા આવવાના છે તો એમની પણ રસોઈ કરી દે જે અને ભૂરીની અને પોતાની ભેંસો લઈ ખેતરમાં જવા નીકળવા તૈયાર થઈ ત્યારે નયનાબેન પણ મીરાંની સાથે થયાં.. મીરાંને નયનાબેન વાતો કરતા કરતા ખેતર જવા નીકળ્યા.. ત્યાં વાતો કરતા કરતા ભૂરીની વાત પર આવી વાત અટકી ગઈ. મીરાં થોડી વાર બોલતા જ અટકી ગઈ એટલે નયનાબેને એને ઢંઢોળી...
ક્રમશ: