Lagani ni suvas - 28 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 28

સાંજના છ વાગ્યાથી રાતનાં નવ વાગ્યા સુધી પ્રેકટીસ ચાલી.ત્યાં સુધી આર્યન મીરાંની રાહ જોતો હતો. ઘરે મયુરને કોલ કરી એણે કહી દિધું કે એ મીરાં બહાર જમીને આવશે એટલે રાહ ન જોવે ..મયુર સમજી ગયો એટલે એણે ભૂરીના ઘરેથી જમવાનું મંગાવી લીધું .
મીરાં બગીચા જોડે આવી પણ આર્યનને ન જોતા એ ઘભરાઈ ગઈ આમ તેમ જોવા લાગી એટલામાં આર્યન બાઈક લઈ એની પાછળથી આવ્યોને એની બાજુમાં બાઈક ઉભુ રાખ્યું.... મીરાંને જાણે જીવમાં જીવ આવ્યો એ હજી બાઈક પર બેસવા જ જતી તી એટલામાં એની એક કલાસમેટ ત્યાંથી એક્ટીવા પર નીકળી અને બન્નેને જોઈને બોલી.... " નાઈસ જોડી ...ગોડ બ્લેસ યુ... બોથ...બાય... " આટલું બોલી એ પસાર થઈ ગઈ... મીરાં કંઈ બોલી જ ના શકી પણ આર્યન તો રાજીનોરેડ થઈ ગયો....મીરાં એની પાછળ બેસી ગઈ એટલે આર્યને સીટીની સારી એવી હોટલ આગળ બાઈક ઉભુ રાખ્યું... મીરાંને કંઈ સમજાયું નઈ....એટલે એ આશ્ચર્યથી બોલી..
" ઘરે જવામાં મોડુ થાય છે... અહીં કેમ ઉભા રહ્યા.."
" તું અત્યારે ઘરે જઈશ એટલે સાડા દસ થશે અને એટલા વાગે તું રસોઈ કરીશ.."
" ભૂરીને કેવું જ ભૂલી ગઈ એ બનાવી દેશે.. કંઈક.."
" ના.. આજે મારા તરફથી તને પાર્ટી આપણે હોટેલમાં જમીશું.." આર્યન ખુશ થઈ બોલ્યો..
" આર્યન પાર્ટી માટે કોઈ રીઝન જોઈએ... એમ જ.. પાર્ટીઓ આપતા ન ફરાય.. "
" રીઝન છે...મારી પાસે મીરાં મેડમ.. "
" ઓ..કે.. મને તો કહો કઈ ખુશીમાં પાર્ટી થઈ રહી છે..?"
" મને મારી મીઠાઈ મળી ગઈ..."
" ઓ...હ...કોગ્રેટ્સ.." મીરાંનો અવાજ થોડો ધીમો થઈ ગયો.
" હમ્મ... જમતા જમતા વાત કરીશું.. ચાલ અંદર.. "
બન્ને હોટેલમાં જમવાના ટેબલ પર બેસે છે. બન્ને ને પસંદ એક જ હોવાથી પંજાબી શાક તંદૂરી રોટી.. છાશ.... સૂપ .. મસાલા પાપડ ઓડર આપે છે.. જમવાનું આવ્યુ ન હોવાથી બન્ને પાછા વાતે વળગે છે.
" હું જાણી શકું તમારી મીઠાઈ વિશે..? " મીરાં એ એમજ જાણવા માટે આર્યનને પૂછ્યું..
" હા, કેમ નઈ પણ હું સ્યોર નથી કે એ મારા વિશે શું વિચારે છે...બટ હું એને મર્યા પછી પણ પ્રેમ કરતો રહીશ.. સાચું કહું તો એના વિના હું જીવી શકુ એમ નથી.."
" ઓ... હેલ્લો... તમને નથી લાગતું કે આ વધું... ફીલ કરી રહ્યા છો.. "
" હા..તો એ છે જ એવી.. અપ્સરાએ એની આગળ કાઈ નઈ અને બધી જ રીતે પરફેક્ટ છે... એ પરફેક્ટ ના હોત ને તોય હું એને એટલો જ પ્રેમ કરત..."
" વાહ.... હું પ્રાર્થના કરીશ કે તમને તમારો પ્રેમ મળી જાય.. "
એટલામાં જમવાનું આવી ગયું. બન્ને જમતા જમતા વાત કરવા લાગ્યા.આર્યને થોડી ગડમથલ પછી મીરાં જોડે વાત શરૂ કરી...
" એક વાત પૂછવી છે ..મીરાં ..."
"પૂછોને..."
"પેલા દિવસે રાતે જે કંઈ થયું એ પછી તું સાવ બદલાઈ ગઈ છે... મને નથી ખબર કે શું થયું ... પણ.. તું આવી ન્હોતી મીરાં તું કંઈ પ્રોબ્લેમમાં છે... તો હું ભાઈ બધા તારી હેલ્પ કરીશું.... બસ તું ખાલી બોલ.. "
" પ્રોબ્લેમ હતી બટ... આજે જ સોલ્વ થઈ ગઈ..."
" ઓ..કે.."
" એન્ડ પેલા ડે... મેં તારી જોડે બતમિઝી કરી એ માટે સોરી....હું થપ્પડને લાયક જ હતો... સો સોરી મીરાં "
" હમ્મ....... હું જમી રહી છું...વોશ રૂમ જઈ....આવું..."
" ઓ..કે... "
મીરાં બાથરૂમમાં જઈ રડવા લાગી... પાંચ મિનિટ રડ્યા પછી... એ ફ્રેશ થઈ બહાર આવી..ત્યાં સુધી આર્યન બીલ ચૂકવીને એની રાહ જોતો હતો.
બાઈક પર બેસી બન્ને ઘરે જવા નીકળ્યા...મીરાં નો હાથ પોતાના ખભા પર અડે તોય આર્યન પ્રેમથી તરબતર થઈ જતો....હજી શહેર છૂટ્યું ન હતું ને ધોધમાર વરસાદ ચાલું થઈ ગયો એમાં એક જણે રસ્તામાં સમાચાર આપ્યા કે ગામડા ના રોડે ઝાડ પડી ગયા છે.... એટલે જવાય એવું નથી... હવે બન્ને કન્ટાડ્યા...બન્ને પૂરા પલડી ગયા હતાં....મીરાં તો ધ્રુજતી હતી....આર્યન કંઈ વિચાર્યા વિના પાછો હોટલે આવ્યોને બાઈક ઉભી રાખી એક રૂમ બૂક કરાવ્યો અને ચેન્જ કરવા નાઈટ સૂટની પણ એને ગોઠવણ કરાવી..
" આર્યન આ તમે શું કરી રહ્યા છો.... આપડે ઘરે જવું જોઈએ.."
" હા.. આ ચોમાસું છે... એન્ડ આગાહી છે કે ચોવીસ કલાક વધુ વરસાદ પડશે... બોર પર રહેવું પાછુ.. એની કરતા હોટેલ શું ખોટી..."
" હમ્મ.... પણ કપડા તો નથી..."
" અરે... હોટલ વાળા ભાઈને વાત કરી મેં એમના કોઈ મિત્રને દુકાન છે.... તો એ હમણા આપી જશે કપડા એન્ડ નાઈટસૂટ...."
" મીઠાઈ મળ્યા પછી મગજ બઉં જ દોડે છે... તમારુ "
" બસ... મીરાં એ ના પાડશે તો એ વિચારોમાં હું અડધો અડધો થઈ ગયો છું યાર... "
" તમે છો જ એવા નઈ ના પાડી શકે... એ... "
" અચ્છા.... એની જગ્યાએ તું હોત તો..."
" અ....."
એટલામાં હોટેલનો કર્મચારી ત્યાં આવે છે અને બન્નેને પોતાની સાથે આવવા કહે છે... બન્ને એને અનુસરે છે....રૂમમાં જઈ બન્ને રૂમ જોવે છે.. બારીઓ ખોલે છે.... એટલામાં એમના કપડાં આવી જાય છે... એટલે મીરાં ફ્રેશ થઈ કપડા ચેન્જ કરે છે...પછી મીરાં ટી.વી ચાલું કરી બેસે છે... એટલામાં આર્યન ફ્રેશ થઈ રૂમાલ વી.ટી બહાર આવે... છે... એના પીઠ પર ઘા જોઈ મીરાં એની તરફ ખેંચાય છે ઉભી થઈ એની એક દમ નજીક જઈ એ ધા પર હાથ ફેરવે છે.....
" આર્યન આ... ઘા.... "
" જન્મથી લાખુ... છે... "
" હમ્મ.... "
" તારે પણ છે... ને.."
"હમ્મ.... મને મારો ગોવાળ મળી ગયો..."
"ઓહ.... માય ગોડ સપ્રાઈઝ મીરાં ...."
" હા... બટ એ મને લાઈક નઈ કરે..."
"કેમ.... તું આટલી તો મસ્ત છે... કેમ લાઈક ન કરે... "
" પુરુષમાં હજાર ખામીઓ હોય બટ એને લાઈફ પાર્ટનર પૂર્ણ જોઈએ...."
" એવું ... એણે કિધું તને... "
" ના....."
તું પેલી બાજુ ફરી જા હું ચેન્જ કરી લવ પછી વાત કરીએ...આર્યને ચેન્જ કર્યું ને બે ચા ઓર્ડર કરી...પછી બન્ને બેડ પર બેઠા અને વાતો કરવા લાગ્યા...
"મીરાં મને નથી લાગતું કે છોકરો તારા માટે યોગ્ય હોય...તું જેવી છે એવી જ તને અપનાવે... બસ એ જ સાચો પ્રેમ...."
" હમ્મ્....એક વાત કહુ.... "
" બોલને.... "
" ચતુર હવે કદી મને હેરાન નઈ કરે..."
" આ તો સારા ન્યૂઝ છે...પણ આ ચમત્કાર થયો કેવી રીતે..યાર.."
" પેલા દિવસે રાતે ચતુરને બે ત્રણ માણસો મને ઉપાડી લઈ ગયા હતાં .અને ઘરમાં લાવ્યા... પછી એકલો ચતુર જ હતો... મારા હાથ પગ બાંધી... મારી ઈજ્જત.. લૂંટવાની એણે કોશિશ કરી... જેવો એણે મારો પાલવ કમ્મરે થી હટાવ્યો... એને પેલું નિશાન દેખાયું ..."
આટલું બોલતા મીરાં રડવા લાગી... આર્યન એને હગ કરી એને શાંત કરવા લાગ્યો એને થોડું પાણી આપ્યું...
" ઓ..ય રડ નઈ.... પ્લીઝ જો તું રડે એ મને ના ગમે...."
એટલામાં ચા આવી ગઈ બન્ને ચા પીતા પીતા વાત કરવા લાગ્યા...
" એણે નિશાન જોઈ મને બે લાફા માર્યા....પાલવ ઢાંક્યો... મને કે તારા પાછળ મેં ટાઈમ બગાડ્યો.... સાલી કદરૂપી.... અને કેટલીએ ગાળો દિધી ... પછી મને ઉધી લટકાવી જતો રહ્યો.... "
આર્યન મીરાં નો હાથ પકડી બેસી રહ્યો.... પછી બોલ્યો...
" મીરાં મારે તને કંઈક કહેવું છે.. "
નીચું મોં કરી આર્યન બોલ્યો...
" મારી મીઠાઈ બીજુ કોઈ નઈ પણ તું છે.. મીરાં તારા વગર હું જીવી નઈ શકુ.... તું મને પસંદ નથી કરતી.... પણ હું લાઈફ ટાઈમ કદાચ મર્યા પછી પણ તને જ...." આર્યનના આંખમાં આંશું આવી ગયો... એ ઉભો થઈ બારી બાજુ જઈ રડવા લાગ્યો.. થોડીવાર પછી મીરાં ઉભી થઈ એની જોડે ગઈ પાછળથી એને હગ કરી... બોલી..
" પાગલ મારો ગોવાળ તું જ છે.....હું પણ તારા વિના કંઈ જ નથી..... "
આર્યન પહેલા સાંંભળી રહ્યો... એને તો સપનું. લાગતું હતું... એ પાછળ ફર્યો... ને મીરાં ના ગાલ પર હાથ મૂકી બોલ્યો... મીરાં... આઈ..લવ..યું....અને એના કપાળે એક કિસ કરી એનો હાથ પકળી બારી.. જોડે લઈ ગયો...
ક્રમશ: ...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED