Lagani ni suvas - 42 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 42

રાત્રે લગભગ એક વાગવા આયો હતો. ઠંડીએ વળી હતી બધા મહેમાન ચાલ્યા ગયા હતાં. ઘરનિા પણ હવે પોતાના રૂમમાં થાકી સૂઈ ગયા હતાં ભૂરી ને મયુર પણ થાક્યા હતા પણ વિચારો ના તોફાનોથી ઉંઘ આવતી ન હતી.. ભૂરીથી હવે મયુર થી ન દૂર જઈ શક્તી હતી.. ન તેની નજીક જઈ શક્તી હતી.. શું કરે એ જ ન્હોતુ સમજાતું.. વિચારતા વિચારતા એ પણ સૂઈ ગઈ. મયુર વિચારમાં ખોવાયેલો હતો . રાત વિતતી હતી પણ મયુરને આખા દિવસ ભૂરી સાથે ફર્યો એ હરપલ મહેસૂસ કરતો હતો. એ મીઠી યાદોને વાગોળતા પાછો એના મનમાં વિચાર આવ્યો કે મારી ફીલિંગ્સ મારે એને કહેવી જોઈએ... હવે મોડુ ન જ કરાય... લગ્ન થઈ જશે ... પછી પણ હું નઈ કહી શકુ.. તો ? રંગ વિનાની લાઈફ થઈ જશે... કદાચ.... પણ કહુ કેવી રીતે ? ..... કાલે કહી દઉ... આવા વિચારો સાથે મયુર પણ સૂઈ ગયો..
ગુલાબી મસ્ત ઠંડી સાથે સવાર જામી હતી. એમાય સવાર સવારમાં મેથીના થેપલા ,માખણ ,દહીં સાથે ચા મળે તો સવાર વધુ રંગીન થઈ જાય આ સવારમાં થેપલાની સુંગંધ આવતા નયનાબેન રસોડામાં ગયા. ભૂરી એમની સામે એક સ્માઈલ આપતી ઉભી હતી મસ્ત કેફ્રી અને સફેદ ટોપ પહેર્યુ હતું .એને જોઈ નયનાબેન ખુશ થતા ડાઈનિંગ ટેબલ પર બેસી ગયા..ભૂરી એમની બાજુમાં ગરમ થેપલા ડિશમાં મૂકતા જ બોલી...
" તમે જલ્દી ઉઠી ગયા.. મમ્મી મારી સપ્રાઈઝ બગડી ગઈ. "
" ઓ.... પણ શું કરુ ... સ્મેલ જ એટલી મસ્ત આવે છે કે .... હું ફ્રેશ થઈ હજી બાર ગાર્ડનમાં જતી હતી ત્યાં આઈ આવી ગઈ.."
" હમ્મ્.... તો હું બધાને બોલાવી લાવું.. સાથે નાસ્તો કરીએ .."
" હું બધાને ઉઠાડી આવી છું બધા આવતા જ હશે.. તું ખાલી મયુરને બોલાવી આવ ત્યાં સુધી હું અહીં બધુ ગોઠવી દઉં..."
" સારુ... " કહી ભૂરી મયુરને ઉઠાડવા ગઈ.
ભૂરી રૂમનો દરવાજો ખોલવા હેન્ડલ દબાઈ જોર આપી ખોલવા ગઈ ને ત્યાં જ દરવાજો ખૂલ્યો.. મયુર એની સામે ઉભો હતો.. એકદમ નજીક એના વાળ ભીના હતાં.. એટલે એમાંથી પાણી ટપકતું હતું... રૂમાલ વિટિ એ ઉભો હતો. એ રૂમનો દરવાજો અંદરથી વાખવા આવ્યો હતો ત્યાં ભૂરીએ દરવાજો ખોલ્યો.. અચાનક આમ થતા બન્ને કાંઈ બોલી ન શક્યા... ભૂરી બહાર જતા નાસ્તો કરવા ચાલો એમ બોલી નીકળી ગઇ..
મયુર મનમાં શરમાતો શરમાતો નીચે આયો... બધાએ વખાણ કરી કરી નાસ્તો કર્યો.. પણ મયુરનું ધ્યાન ભૂરીમાં વધારે હતું.. બે દિવસથી એને ભૂરી ખૂબ અલગ લાગતી હતી વેસ્ટર્ન પેહરે છે એટલે. . કે પછી સગાઈ થઈ ગઈ એટલે બસ એ વાત મયુર વિચારી રહ્યો હતો.. ત્યાં દાદા બોલ્યા..
" મયુ ..... આમ, બધા વચ્ચે ભૂરીને... તાકિ તાકિ જોવે એના કરતા ફરવા જાય ત્યારે જોજે.... અમારી તો શરમ કર... " દાદા ને બીજા બધા હશી પડ્યા.. મજાક જ ચાલતી હતી.. પણ મયુર વિચારોમાં હતો ને તાકિ ભૂરીને રહ્યો હતો... પણ ઘરના બધા ફ્રી માઈન્ડ હતા એટલે ..... બધા હસી મજાક કરી લેતા.. એમા સવારમાં મજાકની શરૂઆત મયુર થી થઈ ગઈ..
" દાદુ.... હું વિચાર તો હતો... શું તમે પણ.... " મયુર શરમાઇ થોડો ખોટો ગુસ્સો કરી બોલ્યો...
" પછી વિચારજે .. પહેલા આજે ક્યા જવાના છો ફરવા એ કે... " પોપટભાઈ બોલ્યા..
" વિચાર્યુ નઈ પપ્પા....પણ.. ભૂરીને ગમે ત્યાં.. .. "
" સાવ ઠંડો તું.... તારા કરતા આર્યન આવાકામમાં નંબર વન છે... સગાઈ થઈ હરો ફરો એમાય વિચારવાનું... બાકી... એટલે જ મેં મૂવીની બે ટીકીટ ઓનલાઈન નોંધાવી છે... ગાંધીનગર ની મૂવી ટોકિઝમાં... ત્યાં આજુબાજુ ફરવાનું એ ઘણુ છે... અને હા,.. મૂવી... સાંજે છ થી નવ ની છે..."પોપટભાઈ મનમાં હસતા બોલ્યા..
" પણ... પપ્પા... "મયુર...
" પણ બણ વાળા મેં જ તારા પપ્પાને કિધુ હતું ... કે સાંજની ટીકિટ લઈ લે... એટલે તું રાતે જ ઘેર આવે... નઈ તો તું.. આને એક કલાકમાં ફેરવી ઘેર લઈ આવે.. "નયનાબેન બોલી રહ્યા..
" જો... મયુ અત્યારે જે સમય છે એ.... સોનાનો છે.. એક બીજાને ઓળખો.. સમજો... પછી સંસારની જવાબદારી આવતા બેટા સમય જ નઈ મળે.. "નાની માં ખૂબ જ શાંતીથી સમજાવી રહ્યા.
મયુર શાંતિથી સાંભળી રહ્યો... પણ બોલાય એમ હતુ નઈ ... બોલે તોય શું બોલે.. 😅 કે સમજી તો ચૂક્યો છે પણ કહી શક્યો નથી.... એટલામાં નાસ્તો કરતા કરતા એને ઉધરસ ચડી .. ભૂરી એની સામે જ બેઠી હતી.. એણે તરત પાણીનો ગ્લાસ એની સામે ધર્યો.. બધા એ બન્ને ને ચોરી ચોરી જોઈ રહ્યા જાણે કોઈ ને ખબર જ ન હોય કાંઈ... થોડીવાર સામાન્ય વાતો પછી બધા પોત પોતાના કામે લાગી ગયા... નયનાબેને ભૂરીને લઈ પોતાના રૂમમાં ગયા.. ત્યાં એને બીજા ન્યુ કપડા ને થોડી જવેલરી આપી...જે એ વેસ્ટર્ન અને સાદા કપડામાં પણ પહેરી શકે અને શુકનમાં એને ખુબ જ ભારે અને સુંદર ઝાંઝરને એક સોનાની વિટી આપી.. ભૂરી ના પાડતી રહી પણ નયનાબેન ને એની એક ન માની.. પછી બન્ને એ બેસી આડઅવળી વાતો કરતા હતા ત્યાં ફોન ની રીંગ વાગી ફોન નયનાબેન નો હતો... નયનાબેને ફોન ની સ્ક્રિન પર નામ વાચી ફોન કાપી દિધો પછી ભૂરીને બહાર જવાનુ છે એટલે તૈયાર થઈજા એમ કહી એ પોતે ફોન લઈ ગાર્ડનમાં ગયા અને ત્યાં જઈ આવેલો નંબર ડાયલ કર્યો..

" હેલ્લો.. "સામેથી કોઈ બોલ્યુ..
" અરે... પકડા તા પકડા તા રહી ગઈ.. ચાપલી.. "
" સૉરી આન્ટી.. "
" મીરાં... પ્લાન ટોપ છે ... હો તારો.. ભૂરી ખૂબ જ ખુશ છે બેટા.. આજે પણ બન્ને ફરવા જવાના છે.. "
" થેન્ક યુ આન્ટી... તમે આ બધુ વિચાર્યુ ન હોત તો ભૂરીને પાછી ખુશીઓ ન આપી શક્યા હોત.. "
" હવે એ મારા ઘરની થઈ.... એણે જે કાંઈ સહન કર્યુ એ કર્યુ હવે હું... એને માથે ચડાવીને રાખીશ.. મને એક દિકરી મળી છે . "
" હા, હું પણ દિકરી જ છુ ... ને આન્ટી.. " મોં ફુલાવતા મીરાં બોલી..
" ઓ... રીસાઈ ગઈ... નોટંકી..... મીરુ....બસ સાંભળ તું એને પણ ફોન ન કરતી નઈ તો પાછુ એ ઘર યાદ કરવા લાગશે.. "
" ઓ...કે... આન્ટી... પછી વાત કરીએ થોડુ કામ છે.. "
" ઓ... કે.... બાય બેટા.. "
" બાય.. "
* * * * *
મયુર ભૂરીની રાહ જોઈ તૈયાર થઈને બેઠો હતો .લગભગ સાડાદસ થવા આવ્યા પણ ભૂરી હજી આવી ન્હોતી મયુર વારે વારે ઘડીયાળમાં જોઈ રહ્યો હતો. પછી કંટાળી બાર ગાર્ડનમાં જઈ બેઠો અને ફોન મચેડવા લાગ્યો એમાં નજર ભૂરીના વોટ્એપ સ્ટેટસ પર પડી . મનમાં જ બબડ્યો.. મેડમ તૈયાર થઈ ફોટા અપલોડ કરો છો અહીં હું રાહ જોવુ છું.😕 પછી થયુ પોતે મેસેજ કરે .. પહેલીવાર મયુરે ભૂરીને મેસેજ કર્યો...
" નાઇસ પિક્સ્ લૂકિંગ 👌👌 પણ હું અડધા કલાક થી હું રાહ જોવું છું પ્લીસ જઈએ હવે..."
મેસેજ ભૂરીએ જોયો...ને રીપ્લે કર્યો.
" મમ્મીએ અગિયાર વાગે કહ્યુ હતું. તમે જલ્દી રેડી થઈ ગયા.."
" અમ્મ.... હા... પછી ટ્રાફિક વધી જશે તમે તૈયાર હોવ તો નિકળીએ.. "
"હા... આઈ... "
ભૂરી ઓફલાઈન થઈ મયુર પણ ઉભો થયોને ગાડી બહાર કાઠી નયનાબેનને મળવા ગયો.. ત્યાં ભૂરી નયનાબેન પાસે ઉભેલી જોઈ.. બન્ને નયના બેનને મળી નીકળ્યા... વાતાવરણ નોર્મલ હતું.. તડકો પણ હતો.. રસ્તા પર ભીડ પણ જામી હતી ધીરે ધીરે ગાડી હાઇવે પર ચડી ગઈ... મયુરને ભૂરી ચૂપ જ હતાં.. ખાલી ગીતો ગાડીમાં વાગતા હતાં... ભૂરીની રાતે ઉંઘ પૂરી ન થઈ હોવાથી તેને ગેન ચડ્યુને સૂઈ ગઈ.. આગળ પોલીસનું ચેકીંગ ચાલુ હતું.. ભૂરીએ બેલ્ટ બાધ્યો ન હતો. એટલે મયુરે ગાડી સાઈડમાં કરી એનો બેલ્ટ જાતે જ ભરાવા ગયો .. એ ભૂરીની એક દમ નજીક હતો. ભૂરીનો ફેસ બારી બાજુ હતો પણ એના ડિઓની સ્મેલ એક દમ ધીમી ધીમી આવી રહી હતી . આજે ભૂરીએ મસ્ત પંજાબી સૂટ પહેર્યો હતો એટલે લાંબી કલરીંગ બૂટી એના ગળા સુધી લટકતી હતી એ ગોરી ગોરી ગરદન પર બૂટી જોઈ મયુર ની નજર અટકી ગઈ... થોડીવાર એમ જ જોતા જોતા બેલ્ટ બાંધી દિધો પણ છતાએ ભૂરીને સૂતી જોઈ રહ્યો.. પછી ફોન કાઠી ભૂરીના બે ત્રણ ફોટા પાડ્યાને મનમાં મલકાતા મલકાતા ગાડી ચાલુ કરી...
ક્રમશ:..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED