Lagani ni suvas - 8 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 8

લાગણીની સુવાસ

(ભાગ – 8)

અમી પટેલ (પંચાલ)

મેળામાં આવેલાં બધાનાં મોઢા ગંભીર થઈ ગયા. અને ખુશીનું સ્થાન ગંભીરતાએ લીધું. બધાં જે તે ગામનાં ટોળા હતાં.એ એક સાથે પોતાના સ્વજનો સાથે ઘરે જવા નીકળ્યા..ગામનાં લોકો આગળ પાછળ ચાલતા હોવાથી ભય જેવું કંઈ જ નહોતું આખી સીમ ...ગામમાં જતાં રસ્તા ભરેલા લાગતા..

અંધારુ થવા આવ્યું હતું. અડધા ના એ અડધા લોકો બચ્યા હતાં. એ પણ જવાની તૈયારીમાં હતાં.

“ ઝમકુડી આપણે હુ કરશું.... આપણા બે સીવાય કોઈ આપણા પાનું સેજ નઈ બધાં આરતી પેલા વઈ ગ્યાં .....” લક્ષ્મીએ ચિંતા થી કહ્યું.

“ ગામનાં છોકરાસે તું આમ ...ઢીલી ના પડ... “ ઝમકુએ હિંમત આપતા કહ્યું.

“ આપણે ગામમાં જવાનું હોત તો .... હારુ હતું ....ખેતર કોર... ઘરસે ઈજ .....” લક્ષ્મી બોલતા જ સાવ ઢીલી થઈ ગઈ.

“ ઓલો..… મેલોસે એની હારે જવી... હાલ્ય....એ મેકી જાસે ઠેઠ ઘર...લગી..”

“ તને ખબરસે કે મને એ દીઠો નથ ગમતો હું મરી જવ પણ એની હારે નો આવું ......બાયું ને કેવી નજરુથી જુએ જાણ કે હમણાં ડૂચા ભરી જાસે...”

સત્ય બન્નેની વાતચીન સાંભળતો હોય છે અને તકનો લાભ લઈ તેમની જોડે આવી બોલે છે.

“ ચ્યની કોરનાસો ઘર નથ જવાનું વાધો વેરા જાતી રેસે....”

“ ઘરતો જાવુંસે ભાય... પણ કોઈ મરદ હારે નથ જે સે ઈ હારો નથ અને અમે ગામ બાર ખેતરે રેવી કૂણ મેલવા આવે....!” લક્ષ્મીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“ ચ્યું ગોમ બૂન...”

“ દેવગઢ.....”

“ લ્યો તાણ તમી તો મારા મોમાના ગોમના જ હાલો તમી ભાઈ કીધો મન... હું આયે મેલવા..... લ્યો.… વાધો...” સત્યએ આગળ થાતા કહ્યું .

બન્ને પાસે બીજો વિકલ્પ જ નહોતો એટલે બન્ને મૂગાં રહી. સત્યને અનુસરી આગળ જતાં સત્ય થોડો અટક્યોને પાછળ ફરી કોઈને જોરથી બોલાવા... લાગ્યો...

“ એ.... લાભુ..... એ... લાભુ.... હાલ્ય આની પા આ છોડીયુંને મેલવા જાવાનીસે....”

“ એ... આઈવો...ભાય.... “ લાભુ પ્રતિ ઉત્તર આપી રહ્યો.....

લાભુનાં મનમાં તો કેટલીએ ખુશી હતી .જે વર્ણવી ના શકાય .પોતાનાં ભાઈ પર વારી ગયો. જો બધા આજુ બાજુ ના હોત તો ભાઈને બાજી જ પડ્યો હોત... થોડીવારમાં તે સત્યની જોડે પહોંચી ગયો...

સત્ય આગળ ચાલતો હતો. તેની પાછળ ઝમકું ,લક્ષ્મી ધીમે ધીમે ચાલતા હતાં. અને છેલ્લે લાભું હાથમાં લાકડી ખભે કરી આવતો હતો.એને મન તો આ સાંજ સોનાં જેવી હતી ..તે લક્ષ્મી જોડે વાત કરવા મોકો શોધતો હતો પણ.... બધાં મૂંગા મૂંગા ચાલતાં હતાં એટલે એ લક્ષ્મીને ખાલી સંતાઈ ચોરી ચોરી જોતો હતો. થોડીવાર શાંતિ એમ જ છવાયેલી રહી. પછી ઝમકુએ મૌન તોડતા કહ્યું.

“ તમાર... મોમાનું નોમ તો કીધું ના તમી....”

“ લો.... તમે હંધાય ઓડખો ઈમને જુના સરપંચ હતા ઈ જ મારા મોમા તખુભા... “સત્યએ જાણ કરતાં કહ્યું.

“ ઓ... હો.… ઈ તો મારા બાપા ના ખાસ ભેરુ સે જાણે હગ્ગા ભાઇ....” લક્ષ્મીએ કહ્યું.

વાત ચાલતી જ હતી ત્યાં લક્ષ્મીનાં પગ આગળથી એક સાપ નીકળ્યો અને લક્ષ્મીનું ધ્યાન ન હતું.લાભુની નજર સાપ પર પડતા તેણે લક્ષ્મીનો હાથ પકડી પોતાની તરફ પાછી ખેંચી ....લક્ષ્મીની પીઠ તેની છાતી સાથે ભટકાંતા એ રોમાંચ અનુભવી રહ્યો.અચાનક આમ, થતાં લક્ષ્મી થોડી ગભરાઈ ગઈ અને એક ચીસ તેના મોંમાથી નિકળી ગઈ .....પરિસ્થિતિનું ભાન થતાં તે થોડી વારમાં સ્વસ્થ થઈ ...... ઝમકું અને સત્ય પણ તેની તરફ આવ્યા...

“ હું થયું ચીસ… કાં પાડી....” ઝમકું એ થોડા ગભરાટ સાથે લક્ષ્મીનો હાથ પકડતાં કહ્યું..

“ એની પગમાં હાપ.... આવતાં રઈ ગયો... એટલે ગભરાઈસે...” લાભુએ વાત સ્પષ્ટ કરતાં કહ્યું.

“ હાપે.... ફૂકતો નથ મારીને ...? “ સત્યએ પુછ્યું.

“ નાં ભઈ...ઈતો આમણે તક ઝોઈ બસાવી લીધી બવ કાળોતરોને મોટો..... હાપ હતો ....મી તો જોયોને ચીસ... પડી જઈ..” લક્ષ્મીએ કહ્યું.

બધા ફરી ચાલવા લાગ્યા.... લક્ષ્મીનું ધ્યાન હવે વારંવાર લાભુ પર જતું હતું અંધારુ હતું .પણ પૂનમનું અજવાળું કોઈના ચહેરાનાં હાવભાવ જોવા પૂરતું હતું.બે – ત્રણ વાર તો લાભુ તેની સામે જોતો અને તેની ચોરી પકડાઇ જતી જ્યારે નજરો અચાનક મળતી લાભુ તો વિંધાઈ જ જતો....અને લક્ષ્મી પણ લાભુનું આમ જોવું કોણ જાણે એને ગમતું હોય તેમ તે એની હારો હાર જ ચાલ્યે જતી હતી... ઔપચારીક વાતો થોડી ચાલી અને ગામનું પાદર આવ્યું.....

“ તમારુ ઘર ચઈ કોરસે ઈ બતાવો તો મૂકી આવીએ તમને .....”સત્ય એ કહ્યું.

“ અમારુ ઘર ગામ પતે પસી ખેતર કોરસે.… હાલો હું આગળ થાવ તમ હારે થાવ....” ઝમકુ બોલી આગળ ચાલવા લાગી..

થોડીવારમાં ખેતરમાં બનાવેલાં છુટાછવાયા ઘર દેખાયા.....ઝમકુનું ઘર પહેલાં આવતા તે આભાર માની ચા પાણી નો આગ્રહ કરી જમવાનુએ પૂછી રહી.... મહેમાન મારે ઘેર રાતવાહો કરશે અને વાળુએ માર ત્યાં કરશે કહી લક્ષ્મીએ ના કહી. લાભુ મનોમન ખુશ થઈ રહ્યો.

થોડીવારમાં લક્ષ્મીનું ઘર આવી ગયું. ઘર ખડકી જેવું હતું... બાર એક વાડો હતો. જેમાં બકરાંને ઢોર બાંધ્યાં હતાં. અને આજુ બાજુ થોડી જગ્યા હતી ત્યાં બળદને ખેતીને લગતા સાધનો પડ્યા હતા. આજુબાજુ ખેતર હતા...

ખડકીની અંદર એક ખાટલાંમાં ડોહો હોક્કો લઈ બેઠા હતાં. એક બાઈ એ તેની બાજુ ખાટલાનાં પાયે બેઠી હતી બન્ને સ્વભાવે ગરીબ લાગતાં હતાં.લક્ષ્મીને જોઈ બન્નેનાં મોંઢા પર ખુશી છલકાઈ....

“ બુન મેળે...જ્યાં તાં તે વેલ્લું નો નેકરાય..... ચન્ત્યાં થાઈ બટા...” તે બાઈ બોલી.

“ પણ માં ભોળાનાથની આરતી પતે નાં ત્યાં લગી.... હું નો આવું ....” લક્ષ્મીએ કીધું.

ડોહાની નજર સત્ય અને લાભુ પર પડી અને બન્ને રાજ કુંવર જેવા વાન વાળા આ બે જુવાનને એ જોઈ રહ્યો...ફાનસનાં અને પૂનમનાં અજવાળામાંય બન્નેનું તેજ અને રૂપ દેખાતા હતાં.

“ બુન આ કુણસેને કુના કોમથી આયાસે.… લખમી.… કોય પરોણોસે...”ડોહાએ પૂછ્યું.

લક્ષ્મીએ આવકાર આપ્યો ને બન્ને ખડકીમાં આવ્યાં.લક્ષ્મીએ ખાટલો ઢાળી આપ્યો અને ડોહા પાસે બન્ને યુવાન ગોઠવાયા. અને લક્ષ્મીએ ઓળખાણ આપતા કહ્યું.

“ બાપા આ બે જણ જ અમને ઘર મેલવા આયા તા અંધારુ હતું ને ઈમાંય લૂટારાનો ડર એટલે.... ઈમને અમારી મદદ કઈરી” લક્ષ્મીએ કીધું ને એક નજર લાભુ પર નાખી ઘરમાં ગઈ.

“ એ… રોમ રોમ... ભઈ આવો ચ્યા ગોમના સો..” ડોહાએ હાથજોડી આવકારો આપતાં પૂછ્યું.

“રોમ.. રોમ ભા... અમી ...રોણપર.નાં...” સત્યએ હાથજોડી પ્રતિઉત્તર આપતાં કહ્યું.

એટલામાં લક્ષ્મી પાણી લઈ આવીને સત્ય અને લાભુને આપ્યું.... અને મહેમાનની ઓળખાણ આપતાં બોલી...

“ બાપા આપણા પેલાં તખુભા હે... ઈમના ભોણેજ થાય પરોણા.....”

“ હે.... તો… તો ઈ આપણાએ ભોણેજ થયા... કમુના ભોણા...નનન”

“ હોવ... ભા...” લાભુ બોલ્યો.

“ બવ ...હારી હતી બુન પણ.. કાળ ભરખી જ્યો...” ડોહો દુ: ખી થઈ બોલ્યો..

“ હા… ભા...” લાભુ બોલ્યો.

“ તમે બેય... કમુનાં ભોણા...? “

“ ના… ભા આ નાનકો ઈ કમુ માંનો મારી માં મન ઈમને પેલા ઘર કરેલું તઈ થી લઈ આવેલાં...” સત્ય બોલ્યો.

“તમ બધા બેહો હું રોધવા કરુ... “ કહી લક્ષ્મી રસોડામાં ગઈ.

લાભુ અને સત્ય બન્ને ડોહા જોડે વાતે વળ્યા .... ડોહા એ લક્ષ્મીનાં બાપા વીરાભા અને ડોશી એ લક્ષ્મીનાં માં પૂરીબા હતા. ઢોર ઢાખર ..... અને જમીન વધુ હતી.અને બધુએ લક્ષ્મી સંભાળતી ..મોટી ઉંમરે ભગવાને સામુ જોયું હતું એટલે બન્નેની ઉંમર ઘણી વધુ હતી.લક્ષ્મી એ સવારે ડોબામાં જતી ..... બધુએ વાતો વાતોમાં સત્ય અને લાભુએ જાણી લીધું.....

લક્ષ્મીએ રસોઈમાં શીરો, બાજરીનાં રોટલા,. વઘારેલાં મરચા, વઘારેલી છાસ ને સાથે સમારેલી ડુંગળી... છેલ્લે ખીચડી કઢીએ કર્યા.કોઈ મનગમતું માણસ આવેને કોઈ ઘેલી એના માટે બત્રીસ પકવાન બનાવે તેમ લક્ષ્મીએ રસોઈ કરી.... પછી બધાં જમવાં બેઠા ...પણ લક્ષ્મીનું ધ્યાન તો લાભુમાં જ ભમતું હતું.તે એને છાના માના જોયા કરતી હતી....લાભુને કોણ જાણે કેમ આજે ભૂખ જ ન્હોતી પણ લક્ષ્મીનાં હાથનું ખાવાની લાલચે થોડું ખાઈ લીધું....ને બધાં પહેલાં જમી બહાર હાથ ધોવા ઉભો થયો....લક્ષ્મી તેને હાથ ધોવડાવવા પાછળ ગઈ....એક લોટામાં પાણી લઈ એ ઘરની બાજુમાં લાભુ ગયો હતો ત્યાં પાણીનાં હોજ જોડે ગઈ. ...તેને પાછળ આવેલી જોઈ લાભુ સમજી ગયોને ત્યાં ઉભો રહ્યો. લક્ષ્મીએ પાણીનો લોટો બાજુમાં મૂકી હોજમાંથી એક વાંસણમાં પાણી કાઢી લાભુને હાથ ધોવડાવવા લાગી.....

“ અમારા હાથનું નો ભાયું તે પેલા વાળુ કરી રયા..”લક્ષ્મીએ હાથ ધોવડાવતા કહ્યું.

“ આવું વાળુ રોજ મળે નઈને ... પાસી આદત પડી જાય તો... “

“તે ....એમાં ઓસું ખાવાનું...!”

“ ના...ના... એવું નથ ખાવું જ નતું પણ તમી આટલા પ્રેમથી બનાયું એટલે ખાવું તો જોઈને માર નઈ તો પાસું તમને નો ગમે...”

“ મને ગમે નો ગમે ઈનાથી તમને હું....!” ચીડાવતા લક્ષ્મી બોલી.

“ તમને હું કોમ કવ...લાવો દયો હવ પોણી...”લાભુએ મશ્કરીનો જવાબ આપી રહ્યો.

લક્ષ્મી પાણી આપવા લાભુની થોડી નજીક ગઈ ....અને હાથ લુછવા પોતાની ઓઢણી ધરી… લાભુએ.. હાથ અને મોં ઓઢણીથી લૂછ્યું. મોં લૂછવાનું તો બહાનું હતું .લાભુને તો ઓઢણીની સુગંધ .લેવી હતી અને હળવેથી એને ચુંમવી હતી.. આ પળેપળ લાભુ જીવવા માંગતો હતો.લક્ષ્મીએ આ પળને પળને માણી રહી... કોઈ બીજો હોત તો લક્ષ્મી ઓઢણી હાથ લૂછવા ના ધરત પણ લાભુ માટે કોણ જાણે કેમ તેણે આવું કરવું ગમ્યું....

ક્રમશ:...

( તમારી જાણકારી માટે કહી દઉં કે વર્ષો પહેલાં બનેલી ઘટનાને અને મીરાં ,આર્યન અને મયુરને કનેક્શન છે... એવું તે શું બનેલું જાણવા માણતા રહો લાગણીની સુવાસ.....

પ્રિય વાંચકો,

સ્ટોરીને વધુ ન્યાય આપવા હું સતત પ્રયત્ન કરીશ... તમારા વિચારો જણાવતા રહેજો.....તમારા આપેલા સ્ટાર .... તમારી કોમેન્ટસ્ બધું મારા માટે ખાસ છે.... તો પ્લીઝ.... તમારા મંતવ્યો જણાવશો....મારી ભૂલો પણ સુધરશે અને મને નવું શીખવા મળશે.....

Thank you..... And love u alll.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED