Lagani ni suvas - 9 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 9

લાગણીની સુવાસ

(ભાગ – 9)

અમી પટેલ (પંચાલ)

રાતે બધાં ખાટલામાં પડે પડે વાતો કરતાં હતાં.ખાટલા સામ સામે પાથરેલાં હોવાથી એક બીજાના ચહેરા જોઈ શકાતા... લાભુનો ખાટલોએ લક્ષ્મીનાં ખાટલાની સામે થોડો દૂર પાથરેલો હતો..... બન્ને એક બીજાને છુપાઈ છુપાઈને જોતા હતા... થોડીવાર પછી બધા સૂઈ ગયા..... પણ લાભુને ઉંઘ નહોતી આવતી... તે કરવટ બદલ બદલ કરતો હતો... અને લક્ષ્મીને જોઈ કંઈ કેટલાય સ્વપ્ન જોતો હતો...ત્યાં કોઈ પાણીનાં માટલા જોડે ઉભુ હોય તેમ લાગ્યું.... તેણે એક નજર એ બાજુ નાખી.... તેણે લક્ષ્મીને ઓળખી...… લક્ષ્મીએ ઈશારાથી તેને પોતાની પાસે બોલાવ્યો...... કોઈને ખબર ના પડે એ રીતે એ લક્ષ્મી પાસે ગયો.....

“ હું .....સે કાં બોલાયો આય...”

“ ઉઘ્યાં કાં નથ....?”

“ લે ....ઉંઘ જ નથ આવતી ....”

“ કોઈ રૂપાળીનાં વિચારોમાં સો.... તે ઉંઘ નથ આવતી.... મેળામાં કોઈ ગમી ગઈ કે દલ દઈ બેઠા.....” લક્ષ્મીએ મજાક કરતાં કહ્યું.

“હ્મ્મ્મ.... એવું જ કાય હમજ....” લાભુએ લક્ષ્મીની આંખોમાં આંખો પરોઈ બોલ્યો...

“ ત..મ ભૂખે નો... લાગી..., ઈમને ....કૂણસે ...ઈતો ...કો...”

“તને હું કોમ કવ..... હું કરે તું જોણી...”

“ હું એ જોવું ને તમારી ....મનગમતી કૂણસે...”

“ રૂપાળીસે.... હિરણી જેવી આંખ્યું સે... ને નાગણ જેવા લોબા વાળ તારા જેવા....ને નાના ભૂલકાં જેવીસે....”

“ ઓ...હો..... તઈ ઉઘ હેની આવે ....” લક્ષ્મીએ થોડા ઢીલા પડતા કહ્યું .અને પાણીનો લોટો ભરી લાભુના હાથમાં આપી પોતે ખાટલામાં અવળી ફરી સૂતી.

લાભુ તેને પસંદ કરે છે તેવું એને લાગ્યું હતું. એટલે તેણે આવા પ્રશ્નો પૂછી કાંઈક જાણવા મલશે તેમ વિચારી એ વાતો કરતી હતી. પણ લાભુએ આપેલા જવાબ ઉપરથી તેનું હૈયું બેસી ગયું ને તે ઢીલી થઈ ગઈ .લક્ષ્મીનું વર્તન જોઈ લાભુએ બધું સમજી ગયો ને મનમાં પાણી પીતા પીતા બબડ્યો......

” ગોડી તન સીદ કવ કે ઈ તું જ સે...”

પછી લાભુ મનોમન ખુશ થતાં સૂઈ ગયો.

***

સવારે લાભુ નાઈ ધોઈ તૈયાર થયો પણ લક્ષ્મી ક્યાંય દેખાતી નહોતી.... શિરામણીએ કરી અને પોતાને ગામ જવાનો વખત આયો પણ લક્ષ્મી ના દેખાઈ… એટલે લાભુ ગાંડા જેમ ફા..ફા... મારતો હતો..સત્યને વાત સમજાતા વીરાભાને પૂછ્યું.

“ ભા... આ... લખમી દેખાતી નથ ચો જઈ હવાર હવાર મ... આ તો હું જતા જતા રોમ રોમ કરતા જવી...”

“ ઈ ... તો હવારની ડોબોમ...જઈ... પડતર કોર....”

“ એ... અમારા રોમ રોમ કેજો... ઈમને, અને આવતા રે જો અમાર બાજુ પૂરીમાંનેય લાવજો....અમનેય મેમોનગતી કરવા મોકો આપઝો.... હો...ત્યાં ...ર... રજા લઈ..એ... બાપા...”

“ હા...રોમ રોમ.... ભઈ ... અન આવતા રે...જો તમીએ.... ઓડખોણ રાખજો બટા....”

બન્ને ભાઈ રજા લઈ નીકળ્યા અને ડોહાભા ને બા અડધે લગી વળાઈ આવ્યાં.

ગામમાં મામાને ઘેર મલી બન્ને ભાઈ ગયા પોતાના ગામ બાજુ લગભગ ત્રણ ગવ જેટલું જ હશે દૂર ગામ...બન્ને ભાઈ ચાલતાં ચાલતાં વાતો કરે જતાં હતાં.

“ ભઈ..... તું હાચે તું મારી માં સો.... કીધા વિના હમજેસે હન્ધુંય ...” લાભુએ કહ્યું.

“ હા, તે મારે એક જ ભાય સે.... તો હમઝુ ને ... ગોડા....કાલનું ગાડું ચેટલે પોકાર્યું રાતે કોક વાતો કરી ઓઠ ઓઠ મી જોયો તા હો.....” સત્ય લેકો કરી બોલ્યો.

“ ભઈ ઈ એ મન.....” આટલું કેતા લાભુ સત્યને બાજી પડ્યોને રડવા જેવો થઈ ગયો.

“ બસ... બસ... બટા.... કઈ દે જે હટ્ટ પાસો...એટલે હું માગુ લઈ ઈના ઘેર જઉં “ સત્યએ લાભુની પીઠ પર હાથ ફેરવતા કીધું.

“ પણ.... ભઈ... માં કદી નય મોન...”

“ હું સું ન મારા લગન વખત તું એ ફેરા ફરે તું ચ્યન્તા કર મા...હું બેઠોસું તારા પડખે કોય રોકી તો ઝુવે.... તારા હકકનું સે ઈ તન મલશે..

***

કાળી ડોશી એ સત્યની માં હતી સત્ય, ભોળો અને સાચો હતો એના પહેલા બાપ ભગત જેવો એટલે એમણે તેનું નામ સત્ય પાળેલું અને ભગતને કાળી ડોશી સાથે સંસાર વધું ન ચાલતા બન્ને છૂટાછેડા લીધેલા. કાળી ડોશી લુચ્ચીને કલશણી હતી .તે લાભુની ઓરમાન હતી એટલે લાભુને કદી સુખી સ્વપ્નમાં પણ જોઈ શકે એમ ન્હોતી..… લાભુ સમજણો થયો ત્યાં સુધી તો એનાં પરથી માં ની છત્ર છાયા ચાલી ગઈ હતી .કાકા- કાકી સારા હોવાથી છાના છાના લાભુને જરૂરીયાતની વસ્તુઓ મળી રહેતી ..... કાળી ડોશી ઘરમાં આવ્યા પછી લાભુ નાની ઉંમરે જ ડોબામાં (ઢોર ચરાવા) જવા લાગ્યો અને બાકીનો સમય એ વાણિયાની દુકાને કાંતો કોઈના ખેતી કામમાં મદદ કરી પોતાની જરૂરીયાતની પૂરી કરતો . થોડા મહીના ઘરમાં રહ્યો પછી કાળી ડોશીએ કાઠી મૂકતા ખેતરમાં છાપરુ કરી રહેતો.થોડા વર્ષ પછી તેના પિતા જીવોભા પણ મૃત્યું પામ્યા. પણ આ બધાયમાં સત્યએ નાનપણથી તેનો સાથ દીધેલો.. કાળી ડોશી લાભુને એક જ સમય જમવાનું આપતી એ પણ કંઈક કામ કરાવવાનું હોય તો જ પણ સત્ય પાછળથી ડોશી આઘીપાછી થાય એટલે પોતાના ખાવા માંથી થોડું એક ભાગ કાઠી ખેતરના ભાજીયાના ભાતમાં બાંધી ખેતર જઈ લાભુને નાના બાળકની જેમ જોડે બેસી આગ્રહ કરી જમાડતો.. જાણે એ એની માં ના હોય.... અને એની ખુશીનું એની જરૂરીયાતનું પણ ધ્યાન રાખતો..લાભુ ડોબામાં જાય એટલે એના કપડાં એ ખાનગીમાં સત્ય ધોઈ દેતો.... અને જો તેની પાસે પૈસા આયા હોય અથવા લાભુને વાણિયાએ લોટ કે કરિયાળુ ભરી દીધુ હોય તો ખેતરમાંથી જ રોટલા કરી ખાવાનું બનાવી લાભુ માટે ભાત લઈ જાય.... કાળી ડોશી કદી ખેતર આવતા નહીં ખાલી પૈસા મળે ત્યાં સુધી જ એ ખેતર એમનું હોય અને મજૂરી લાભુ કરે.. એમણે તો લાભુનાં લગ્ન પણ નહીં કરાવવાનું નક્કી કરેલું એટલે મિલકત બધી સત્યની થઈ શકે...

સત્યએ બધુ જ સમજતો હતો ઓરમાન નો દીકરો હોવા છતાં એ લાભુ પર સગાં ભાઈથી વધુ હેત રાખતો કોઈ પૂછે કે

“ ઈ તારો હગ્ગો ભઈ નથ તોય કાં આટલો જીવ બાળસ હગ્ગા ભાયું માયે ક્યાં હેત ટકેસે....”

ત્યાંરે સત્ય કઈ દેતો કે “ અમે હગ્ગા નથ તો હું થ્યું નશીબે ભઈ થ્યા તે હારૂ જીવી ના જાણીએ ઝઘડી જીવવું ઈના કરતા હમ્પીને કાં ના રઈએ .”

ગામમાં બે ભાઈઓનો ડંકો વાગતો સત્યની વાત કોઈ કદી ટાળતું નઈ પાંચ માણસમાં તે પૂછાતો .... તેનું માન બધા રાખતાં. લાભુ ને આખા ગામનું વ્હાલ મલતું ગામમાં કોઈ એને ખોટી રીતે હેરાનકરતું નઈ ...બસ ખાલી કાળી ડોશી આગળ જ બન્ને માંથી એકય બોલી શકતા નઈ એમાંય સત્ય તો ઝઘડો કરી જે કેવા જેવું હોય એ કઈ દેતો પણ લાભુ એક શબ્દ ના બોલતો.. એ બધી બાજુથી હારેલો હતો મા – બાપ વગરનો ને એમાય નાની ઉમરેથી કામે લાગ્યો .....જીવનમાં સુખ કેવુ હોય એતો એને સ્વપ્નેય ખબર ન્હોતી ખાલી સત્ય જ એની દુનિયા હતી .બીજા ગણો તો ભગત સત્યના પહેલા બાપા એ છાના છાના સત્ય અને લાભુને મળતા ત્રણે જણ વચ્ચે મિત્રતા હોય એવું જ લાગતું ખુલ્લા મને બધી જ વાતો થતી...આટલી લાભુની દુનિયા હતી એમાં હવે લક્ષ્મી આવી હતી. લાભુના મનમાં જાણે વસંત ખીલી હોય તેવા સ્વપ્નોના ફૂલ ખીલ્યા હતા.અને તેની સુગંધ લાભુ મન મૂકી માણી રહ્યો હતો..

***

લાભુને સત્ય બન્ને ઘરે પહોંચ્યા. અને ત્યાં કાળી ડોશી ઓસરીમાં છીંકણી સૂઘતાં હતાં .લાભુને સત્ય સાથે ઘરમાં આવતો જોઈને ડોશી બોલી....

“ બાપે ધરમશાળા રાખીસ ખોલી તઈ હેડ્યો આયો...”

“ તું બોલના ઈન હું લાયોસું ઘેર ઈન ....ઈનોય હક્કસ આ ઘર...મ ઈએ આપડાથીય પેલો હમજી....” સત્ય થોડો ગુસ્સે થતા બોલ્યો.

“ સી...નૌ હકક.... મા – બાપ બેય નોખી જ્યાં મારા કોટે આ જમ...ન અન હક્ક લેવાસ... લે હું આલુ..તન...”

“ તો આજ થી હુંય એની ભેરો ખેતરે રયે તું પડી રે ..જે...આય...પેલા ઈ પઈણસે ...પસી જ હું પઈણે અન ઈ રેસે ઈ હું .....હમજી....મા ના નોમ તું ડાકણસ.... ડાકણ...સુધર....હજી સમયસ...” સત્યએ ગુસ્સામાં આવી કહ્યું.

લાભુ બોલ્યા વગર ઉભો ઉભો સાભળે જતો હતો.સત્ય પોતાનો જરૂરી સામાન ભરવા લાગ્યો.....

“ તું એકલી ઓય પડી રે જે હું જવ સુ અન ભોગવ ઝે હન્ધુય..… કોટે બોધી જાજે ....ડાકણ...” સત્ય લાભુનો હાથ પકડી બહાર જતા બોલ્યો.

ડોશીના મોઢા પર કોઈ ભાવ નહોતા લુચ્ચાઈ ટપકતી હતી..… અને છીંકળીના સબળકા નાકમાં ભરે જતી હતી..… એ સત્ય ને લાભુને જતા જોઈ રહી......

લાભુને સત્ય બન્ને ખેતરમાં જઈ એક ઝાડ નીચે બેઠા.....વાદળ છાયું વાતાવરણ હતું. લાભુને ડોબામાં જવાનો હતો પણ મોડું થઈ જતા પોતાના ખેતરમાં જ નીંદણ (વધારાનું ઉગેલું ઘાસ...) ખાવા ડોબા..છૂટા મૂકી દિધા હતા.

“ ભઈ તન ઓય નઈ ફાવ તુ ઘેર જાતો રે ...ખેતરે રેવા તું ટેવાયેલો નથ હમઝ...મારા દખે તું હું કોમ હેરોન થાયસ....” લાભુ જમીન એક તણખલાથી ખોતરતા નીચું જોઈ બોલ્યો...

“ અન તું ટેવાયેલો હતો.... અમે જે રઈએ ઈમ અમારા પેલા તારો હક્કસ હમજ્યો....”

“ પણ ભઈ...”

“ પણ ને બણ... માર કોય નઈ હોભળવું.. “ સત્ય વચ્ચે જ બોલી ઉઠ્યો.

“ ભઈ કાલ જ્યાંતાતે ભાભીનું પૂછાય ના ચેવાસે ઈ તો જોવા મળત....” લાભુએ વધુ વાત ના ખેચતા વાત બદલી....

“ લે... હજી હગ્ગુ નક્કી થ્યે પંદર દી’ એ નથ થ્યાને બાપનું જ નોમ આવડ ખાલી છોડીનું નોમે નઈ આવડતું અન... હું વીરાભાન પૂસુ... કે ...હે... ભા મારુ હગ્ગુ ઓય દેવગઢ કર્યું સે… તઈ છોડી નું ઘર બતાવો....!

“ લે… ઈમ નઈ લખમી ન તો પૂસાય ન..… ભઈ..!”

“ તું ઈન મલવા જાવાનો.....?”

“ હૂ ભઈ તુંયે મારે ચ્યો હજી હા પડી સે....તઈ હું મલવા જવ....” લાભુ શરમાતા બોલ્યો..

“ લે.... ઈ હા પાડે ત્યાં લગી તું ઓય રયે ગોડા....કાલ જાજે ટેકરા કોર ડોબો લઈ એ બાજુ લખમી મળહે તન .....”

“તન ચેવી રીતે ખબર....”

“ લે.... ડોબામ તું જાય તોય નથ ખબર... આજ ઈ પડતરમ ડોબો લઈ ન જઈસ તો કાલ ઈ ટેકરે જ જવાની ડોબો લઈ.... ગોડા...”

“ હા, ભઈ ઈતો મી વિચાર્યું ઝ ના...”

“ લે.... હાલ ડોબો વાડામ ...કર...પછી ફેર છોડજે મોડથી આજ...તો ભગતન મળતા આઈએ....”

“ ભઈ..... તન હમાચાર મળ્યા.... ભગત આપડા ગોમમ જ રેવા આયાસ....પેલો ધનજી વોણિઓસે ઈની જમીન વાબા...પણ ઈ ખેતરે રેસે હાલ.... કાલ મેળામ ...વોણિયાનો છોકરો મળ્યો તો તઈ ઈને કીધ્યું...!”

“ લે… હાચે… તઈ તો રોજ બાપ બેટો મળવાના.....”

“ હાલ્ય તું ...મું ...આવું...”

બન્ને ભાઈ ભગત જ્યાં રહેતાતાં એ ખેતરમાં બાજુ જવાં નીકળ્યાં.…

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED