Lagani ni suvas - 6 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 6

લાગણીની સુવાસ

(ભાગ – 6)

અમી પટેલ (પંચાલ)

ભૂરી ઉઠીને ચા નાસ્તો બનાવતી હતી.ને ડેલી ખખડી. તેણે ઉભા થઈ ડેલીની બારી ખોલી જોયું તો મીરાં અને આર્યન બન્ને ઉભા હતા. તેણે ફટાફટ ડેલીનો દરવાજો ખોલ્યો અને બન્ને ઘરમાં આવ્યા.

“ તમે બન્ને ફ્રેશ થઈ જાવ હું ત્યાં સુધી ચા મૂકી દઉ “ ભૂરી એ નાસ્તો બનાવતા કહ્યું.

આર્યન મયુર ને ઉંઘતા જોઈ તેના ખાટલા પાસે ગયો.

“ મીરાં જલ્દી એક ગ્લાસ પાણી આપતો.” આર્યને મયુરના મોઢા પરથી ધૂસો ખસેડતા કહ્યું.

મીરાં ફ્રીજમાંથી બોટલ લઈ આવી એને એમ કે આર્યન પાણી પીવા મંગાવે છે. આર્યને બાટલો લઈ મયુરનાં મોં પર પાણી વેડ્યું. મયુર ઝબકી ઉઠી ગયો.તે ઠંડા પાણીથી ઠરી ગયો હોય એવું થોડીવાર તેને લાગ્યું..થોડીક ક્ષણ એમ જ વીતી ગઈ તક નો લાભ મળ્યો હોય તેમ તે આર્યન પાછળ દોડ્યો.

“ વિચિત્ર ડૉક્ટર તું નઈ બચે આજે..... “ મયુરે તેની પાછળ દોડતા કહ્યું.બન્ને ઘરમાં દોડાદોડી કરવા લાગ્યા.

“ ભાઈ મજા આવી ગઈ હો... બાકી.... તમારી તો મૉંરનિંગ ગૂડ થઈ ગઈ ને.. “

“ તું..… રે ભાઈ વાડી....... “

“ ભાઈ એક ભાભી લાઈ દે એટલે શું સવારે તું ઉઠે વ્હેલો...... “

“ ઉઠવા નું એનું કોઈ કનેક્શન જ નથી...”

“ છે.... ભાઈ વિચાર... તો ખરો તું નઈ ઉઠે તો ભાભી આ રીતે જ પાણી વેડશે મેં તો ખાલી બોટલ વેડી એ તો ડોલ જ વેડશે....”

“ રે.… તું.... “

બન્ને ઓસરીમાં દોડતાં હતા. અને હોજ માંથી પાણી લઈ એક બીજા પર વેડતા હતાં. નાસ્તો બનાવી ભૂરી હાથ ધોવા હોજ બાજુ ગઈ.... એ જ સમયે... મયુર આર્યન પર પાણી વેડવા ગયો.....અને આર્યન વચ્ચે થી ખસી ગયો બધું પાણી ભૂરી પર પડ્યું. મયૂર સૉરી બોલવા જતો જ હતો ત્યાં. ભૂરી એ મોટું ટબ ભરી મયુર પર પાણી વેડયું..... પછી ભૂરી સ્મિત કરી ત્યાં જ ઉભી રહી ગઈ.... બન્ને એક બીજાને નિહાળી રહ્યા.

મીરાં બાથરૂમમાં જતી હતી.… ત્યાં જ આર્યન આવ્યો અને તેને હાથ પકડી બહાર લઈ આવ્યો. મીરાં અને આર્યન બહાર ઓશરીમાં આવ્યા.... હજી ભૂરી અને મયૂર એક બીજાને નીહાળી રહ્વા હતા.મીરાં એ બિલાડી પગે જઈ હોજમાં થી ટબ ભર્યો અને ભૂરીની પીઠ પર પાણી વેડ્યું..... મયૂરનું ધ્યાન ભંગ થયું તે ગાંડાની જેમ ડાફોડીયા મારવા લાગ્યો પછી...... ચારે ભેગાં થઈ હોળી રમ્યા.... અને મસ્તી કરી રહ્યાં........

થોડીવારમાં ભૂરી સિવાય બધા ફ્રેશ થઈ ચા નાસ્તો કરવા બેઠા.

“ બહું જ મજા આવી આજે....” મીરાં એ સ્માઈલ આપતા કહ્યું.

“ હા, કેટલા દિવસ પછી આટલી મજા કરી “ ભૂરી એ વાતને ટેકો આપતા કહ્યું.

“ તું નાસ્તો કરી જલ્દી ઘેર જઈ કામ પતાવી પાછી આવ....” મીરાં એ કહ્યું.

“ સારુ ભેંસો ખેતરે લઈ જવી છે ? હું લેતી જવ.”

“ ના, વરસાદ છે એટલે ઘેર રહેવા દે તું જલ્દી જઈ આવ બપોરે અહીં જ જમવાનું છે. તારે ! “

“ હમ્મ્મ્...... “ ભૂરી નાસ્તો કરી પોતાના ઘરે ગઈ.

“ મીરાં તારા વિશે બધું જ ભૂરી એ મને કીધું છે. તું ચિંતા ના કર આજ થી તું મને તારો ભાઈ જ માન જે હું હમેશાં તારી રક્ષા કરીશ અને ભાઈ તરીકે બધી જ ફરજ નિભાવીશ...” મયુરે મૌન તોડતા કહ્યું.

મીરાં એ માથું હકારમાં હલાવ્યું અને રડી પડી.

“ ઓ...ય... રડ નઈ..... લે....પાણી, બંધ થઈજા...... શું વાત છે ભાઈ મને તો કે.......” આર્યને પાણી આપતા કહ્યું.

મયુરે માંડીને બધી વાત કરી....આર્યન થોડો ગુસ્સે થયો... એના ચહેરાનાં હાવ ભાવ બદલાતા હતા....

“કાલે એ બસમાં હતો. મીરાં એ એને બે- ત્રણ લગાવી દીધી હતી... એ મીરાંને અડપલા કરતો હતો હતો.... “ આર્યને ઘટના યાદ કરતા કહ્યું.

“ કંઈ નઈ બીજીવાર હાથમાં તો આવશે ને હવે જશે કયાં...” મયુરે કહ્યું.

થોડી ઔપચારીક વાતો પછી...વાતાવરણ શાંત થયું.....

***

મીરાં ઘરનાં કામમાં લાગી. મયુર તૈયાર થઈ સ્કૂલ તરફ ગયો. આર્યન બેઠા બેઠા ટાઈમ પાસ કરતો હતો ને ગીતો ગણગણતો હતો.

“ એક...પાટણ શેર..ની નાર.. પદમણી આંખ નચાવતી ડાબીને જમણી બીચ બજારે જાય.. ભાતીગળ ચૂંદલડી લહેરાય... ઝાંઝરીયું છમક છમક્.....(4) થાય...

મીરાં આર્યન ને ગાતા સાંભળતી હતી તક જોઈ વચ્ચેથી એણે ગીત ઉપાડી લીધું....

“ એક વાગડ દેશનો બાંકો જુવાનીયો રંગ જાણે એનો લાલ ફાગણિયો.... કંઠે ગરજતો જાણે શ્રાવણીઓ... સાવજડો વરતાય.... નજરુમાં આવે એવો નજરાય દલડુ ધબક... ધબક.. (4) થાય...

“ અરે..વાહ... તને ગાતા આવડે છે....” આર્યને મીરાં પાસે જતાં કહ્યું.

“ હા, હની સિંગ થી લઈ જસ્સી ગિલ સુધી.... અને કીર્તિદાન ગઢવી થી લઈ... સચિન જીગરનાં બધા જ સોંગ મને ગમે અને જે ગમે એ બધા મોંઢે છે.... “ મીરાં એ વાંસણ માંઝતા કહ્યું.

આર્યન હોજનાં પથ્થર પર આવી બેઠો. હોજથી અડીને આવેલી ચોકડીમાં મીરાં વાંસણ સાંફ કરી કપડાં લઈ બેઠી.

“ તને બબ્બલરાઈનાં સોંગ ગમે એમાંનું એક સોંગ તારી માટે છે ! “ આર્યને કહ્યું.

“ ઓ… હો..... તો તમારા સૂરમાં ગાઈ સંભળાવો...”

આર્યને ગળુ સાફ કર્યું અને ગાવાનું ચાલું કર્યું.....

“માન્યા તેરી.. ક્લાસ બડી.. હાઈ... એ...

કિન્ની સોની… રબને બનાઈ... એ...

ઉત્તો.. એય.. કાતિલ અદાવાની...

દેખ.. દેખ... મેં તો મરજાવાની...

ઈતની ચૂજીના હો મેંનૂ તું હા...કરદે..

ગોરે.. કાળે.. તેરે પર લખ મરદે.. ગિડે મારા..મારા તેરે કરદે.. હો...

આયા.. ની તેરા ડ્રીમ બૉય આયા... ગડ્ડીનવી લે આયા.… બેહજા મેરે નાલ સૉણીએ....

“ સરસ તમે પંજાબી સોંગ પણ ખૂબ જ સારા ગાવ છો, પણ આ સૉંગ કઈ રીતે મને સૂટ થાય છે..?.” મીરાં એ ખુશ થતા કહ્યું.

“ એ સૉંગમાં ડ્રીમ બોયની વાત કરી છે.. તો તારા ગોવાળીયાો તારો ડ્રીમ બોય થયો જ ને... ! આર્યને વાત સ્પષ્ટ કરતાં કહ્યું.

“ હ્મ્મમમ્ “ કહી મીરાં એ હકારમાં માથું હલાવ્યું.

“તારા ગોવાળિયા માટે તું કયું ગીત ગાઈશ.”

“ હું ગુજરાતી ગીત ગઈશ.....”

“ મને તો સંભળાવ.… ગાઈને....”

મીરાં એ ગાવાનું શરૂ કર્યું.....”તારી વાંકી રે... પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે આતો કહું છું રે પાતળીયા તને અમથું....તારા પગનું રે પગરખું ચમ..ચમતું રે.... અને અંગનુંરે અંગરખું તસ...તસતું રે..મને ગમતું રે આતો કહું છું રે..પાતળીયા તને અમથું......”

“ સુપર... મીરાં...” આર્યને તાળીઓ પાળી.

પછી થોડીવાર શાંતિ પથરાઈ.... આર્યન ધીમે ધીમે બગાસા ખાવા લાગ્યો રાતનો થાક તેના પર સ્પષ્ટ દેખાતો હતો..તેને આમ જોઈ મીરાંએ ઈશારાથી આરામ કરવાનું સૂચન આપ્યું.

“ ઓ... કે હું ઓરડામાં સૂતો છું...... કામ હોય તો બૂમ માર જે...”આર્યને ઓરડા બાજુ જતા કહ્યું.

“ હા, સારુ...” મીરાં એ આર્યન સામે જોતા ક્હ્યું.

મીરાં ઘરકામમાં ફરી વ્યસ્ત થઈ ગઈ.....

***

રાત્રે જમી પરવારી ચારે ભેગા થઈ ઔપચારીક વાતો કરતા હતા. ત્યાં જ મીરાંનો ફોન રણક્યો....મીરાં ઉભી થઈ અને ફોન જોયો..… તેનાં મમ્મીનો ફોન હતો. મીરાં એ ફોન રીસીવ કર્યો..

“ હા, મમ્મી બોલ... “

“ શું કરે...... છે... બેટા..”

“ બસ કંઈ નઈ બધા બેસી વાતો કરતા હતા. તું જમી ? અને પપ્પા કેમ છે ?....”

“ પપ્પા ફૂવા પાસે બેઠા છે..... અને તને કોઈ તકલીફ તો નથી ને...”

“ ના, મમ્મી કોઈ તકલીફ નથી બધા મારૂ ખૂબ ધ્યાન રાખે છે..... અને...ફૂવાની તબીયત કેવી છે હવે...?.”

“ સારી છે હવે.... પણ અમે અત્યારે આવી શકીએ એમ નથી.... થોડી પણ દોડધામ કરવા વાળું કોઈ નથી એટલે તારા પપ્પા હોય તો થોડી રાહત રહે.... ફઈને બેટા... એટલે અમે થોડા દિવસ રોકાઈ જઈશું....”

“ સારૂ મમ્મી તારૂ પપ્પાનું ધ્યાન રાખજે....”

“ બેટા એક ખાસ વાત કહેવાની હતી એની જ માટે મેં તને ફોન કરેલો....”

“ કંઈ વાત મમ્મી..........”

“ પરમ દિવસથી પૂનમ છે બેટા યાદ છે... કદાચ અમે આવી નઈ શકીએ તું બધું સાચવી લે...જે.... અને તળાવે દિવા કરવા જવાનું ભૂલતી નઈ બેટા...”

“ તું ચિંતા ના કર.... મમ્મી ભૂરી છે, ને એટલે વાંધો નઈ.... ઓ… કે.... જય.… અંબે....”

સામેથી પણ જય અંબે બોલાયુંને ફોન કટ થઈ ગયો....મીરાં પાછી બધા જોડે આવી બેસી ગઈ અને ફોનમાં થયેલી વાત બધાને કરી.....ભૂરી વચ્ચે જ બોલી ઉઠી.....

“ મને તો કાલ સુધી યાદ હતું કે પૂનમ ના બે દિવસ જ બાકી છે પણ હું ભૂલી જ ગઈ સાચે...”

“ તું ચિંતા ના કર કાલે આપણે બધી જ તૈયારીઓ કરી દઈશું “ મીરાં એ શાંતિથી ખૂશ થતાં કહ્યું.

“ શેની વાતો કરો છો.... કોઈ અમને તો કહો કંઈ...! મયૂરે શંકા અને જાણવાની ઈચ્છા સાથે પૂછ્યું.

“ વાત એમ છે, કે પરમ દિવસે પૂનમ છે અને અમાસ સુધી અમારા ગામમાં નવરાત્રી જેવા ગરબા થશે... અને તળાવે રોજ સવાર સાંજ દીવા કરવા જવાનું. અને દિવસે પણ ફૂલ ટ્રેડીશનલ કપડાં પહેરવાના અમાસ સુધી.....” ભૂરી એ વાત જાણ કરતાં કહ્યું.

“ પણ હજી તો નવરાત્રીની વાર છે, ને....? “ આર્યન અધિરાઈથી બોલ્યો..

“ હા, પણ ઘણાં વર્ષો પહેલાં એક ઘટના બનેલી ત્યાંરની આ જ પ્રથા છે, કે પહેલાં વરસાદ પછી આવતી પહેલી પૂનમથી આ રીવાજ પાળવામાં આવો... છે......” મીરાં એ શાંતી થી કહ્યું.

“ વર્ષો પહેલાં એવી તો કેવી ઘટના બની હતી કે આવા અજીબ રીત રીવાજ આ ગામમાં ચાલતાં હતા....... જાણવા માટે માણતા રહો લાગણીની સુવાસ..... “

ક્રમશ:

પ્રિય વાંચકો,

સ્ટોરીને વધુ ન્યાય આપવા હું સતત પ્રયત્ન કરીશ... તમારા વિચારો જણાવતા રહેજો..… તમારા આપેલા સ્ટાર.... તમારી કોમેન્ટસ્ બધું મારા માટે ખાસ છે.... તો પ્લીઝ.... તમારા મંતવ્યો જણાવશો.… મારી ભૂલો પણ સુધરશે અને મને નવું શીખવા મળશે....

Thank you..... And love u alll.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED