લાગણીની સુવાસ - 23 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 23

લાભુની આંખ ખૂલી ત્યાંરે મેલો એની સામે હતો. એની જોડે ગામનો ગૌર...બાજુમાં લક્ષ્મીને બાંધેલી જોઈ હજુ સ્પષ્ટ દેખાતું જ નહતું છતાં આ ત્રણને તે ઓળખી શક્યો. થોડીવાર થઈ અને એક માણસ આયો અને કહી ગયો કે સત્ય એ આ બન્ને ને મારી નાખવા કિધુ છે.એટલે મોડુ ન કરતા આ ટેકરા પરથી બન્ને ને નીચે નાખી દો.... એટલે વાત પતે.... આટલું સાંભળતા લાભુ તમ્મર ખાઈ ગયો.... પોતાનો ભાઈ ક્યારેય આવુ ના જ કરે એવું વિચારી વિચારી એનો જીવ પલ પલ કપાવા લાગ્યો. અને એ ફરી બે ભાન થઈ ગયો... લક્ષ્મી તો હજી બે ભાન જ હતી... થોડીવાર થઈ લાભુ ભાનમાં આવ્યો.. માનસિક થાકથી મગજ જાટકા મારતું હતું . તે હિંમત કરી ઉભો થયો અને લક્ષ્મી પાસે ગયો.. આસપાસ કોઈ દેખાયું નહીં એટલે એણે ઉન્ધો ફરી લક્ષ્મીને બાંધેલું દોરડું ખોલ્યું..... ધીમેથી લક્ષ્મીને ધક્કો માર્યો..... નીચે પડતા લક્ષ્મી ભાનમાં આવી.... એને પરિસ્થિતિ જોઈ લાભુને બાંધેલું દોરડું ખોલ્યું........ બન્ને એક બીજાને વળગી ચોધાર આશું એ રડી પડ્યા...થોડીવારમાં સ્વસ્થ થઈ બન્ને બહાર નીકળવાની ગોઠવણ કરવા લાગ્યા..... બધા દરવાજા બારી બારણા જોયા એમાંથી એક જ બારી ખુલ્લી જોઈ....બન્ને એમાંથી નીકળવામાં સફળ રહ્યા..... ત્યાં જ હજી કંઈ વિચારે એ પહેલા એમના આંખે હાથે પાટા બાંધી ખીણની નજીક લઈ જઈ એમને ઉભા કર્યા... બન્ને એકબીજાને બોલાવે એ પેલા તલવારનો એક સખત ઘા લાભુના પાછળ પીઠ પર થયો... એનાથી ચીસ પડાઈ ગઈ અને એનો દેહલથર્યો....... લક્ષ્મી અવાજ સાંભળી બાવરી અને બેબાકળી થઈ એ અવાજ તરફ દોડી ત્યાં બીજો ઘા લાભુના પેટના આરપાર થયો અને એ લક્ષ્મી ને ભડકાયો.... અધીરી બનેલી લક્ષ્મીના આંખે બાંધેલા પાટા લાભુનો દેહ એને ભટકાતા ઢીલો થઈ ગયો.... લાભુનો દેહ એ લક્ષ્મીના ટેકે હતો.....લક્ષ્મીનું પાનેતર લાભુના રક્ત થી તરબોડ થઈ ગયું હતું... ફરી તલવાર નો ઘા થ્યો..... અને લાભુ ખીણમાં પડ્યો..... એક જ પળમાં બીજો ઘા લક્ષ્મીના પેટ પર થયો..... લાભુના ખીણમાં પડતા જ લક્ષ્મીના આંખના બાંધેલા પાટા ખુલ્લતા જ એની પર બીજો વાર થ્યો હજી એની આંખો સ્પષ્ટ જોવે એ પહેલા ત્રીજો છેલ્લો વાર થયો.... એણે ખીણમાં કોઈએ ધક્કો માર્યો..... એ પહેલા એણે સત્યને લોહીથી તરબતર તલવાર સાથે જોયો અને ખીણમાં પડી ગઈ.....એક દર્દનાક ચીસ વાતાવરણમાં દૂર દૂર સુધી ગુંજતી રહી......
સત્યએ પાગલ જેવો થઈ ગયો તલવાર નીચે નાખી અને ત્યા બેસી રડતો રહ્યો.... પોતાના હાથમાંથી રેતી સરી ગઈ જેનો ડર હતો એ થઈ ગયુ પણ હવે શું ?..... જીવન જીવવાના સપના પોતાના ભાઈ વગર એને રસ વગરના લાગ્યા..... કલાકો વિત્યા... એ સભાન થયો... જ્યાંથી લાભુ લક્ષ્મી મૃત્યુને ભેટ્યા ત્યાં જઈ એણે લાભુને વચન આપ્યું કે " તારા મૌતનો બદલો હું લઈશ ..... લખમી તારી આંખ એ જોયું એ હાચુ નતું બૂન..... મન માફ કરી દો મું તમન બે ન બચાઈ ના સક્યો...... " એ ત્યાં ઢગલો થઈ પડ્યો અને રડ્યો પછી તલવાર લઈ નીકળી પડ્યો ગુનેગારોને ગોતવા...
મેલો અને એના સાથી પહેલેથી જ પંચ ભેગુ કરી અને સત્ય ઉપર આરોપ લગાવી.... ગામના લોકોને ભેગા કરી બેઠા હતાં. ત્યાં સત્યની માં પણ ઝમકુને લઈ બેઠી હતી પણ જરાય દુ:ખ કે કોઈ ભાવ ચહેરા પર નહોતો દેખાતો પણ લુચ્ચાઈ સ્પષ્ટ દેખાતી હતી.
સત્ય એ તરબતર લોહીથી ખરડાયેલી તલવાર લઈને આવ્યો લોકો એને ટીકી ટીકી જોઈ રહ્યા...... બૂમા બૂમ થઈ ગઈ કે નાના ભઈને ન્યાય અપાવો પંચ..... ન્યાય આપો ન્યાય આપો.... જેવા નારા બોલવા લાગ્યા... સત્ય એ મેલા સામે ઘસ્યો......
ક્રમશ: