Lagani ni suvas - 41 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 41

સગાઈ સારી રીતે પૂર્ણ થઈ અને નયનાબેન બધાની રજા લઈ ભૂરી અને મયુરને બે ત્રણ દિવસ માટે પોતાની સાથે અમદાવાદ લઈ ગયા.મયુરના મોટાદાદાને નાની પણ ત્યાં આવેલા હતાં ભૂરીને મળીને એમને ખૂબ જ સારુ લાગ્યુ અને ખાસ મયુરના પપ્પા પોપટ ભાઈને ભૂરી સમજણી અને ઘર સંભાળે એવી લાગી.. એમને પોતાની કોઈ દિકરી હતી નહીં એટલે ભૂરીને દિકરી તરીકે સ્વીકારી એમને ખબર હતી કે ભૂરીને પિતાની છત્રછાયા મળી નથી એટલે એમણે પણ મનો મન ભૂરીને પોતે એક પિતા તરીકે જ જોશે સસરા કરતા એ એક સારા પિતા બની એક દિકરીના બાપ બનવા માંગતા હતાં એટલે એમણે તો ભૂરી સાથે થોડી વાતચીતમાં જ કહી દિધુ કે તારે જે ફેશનેબલ કપડા પહેરવા હોય તને ગમે તેમ રહેવુ હોય અને તારે આગળ ભણવુ હોય બધી જ બેટા તને છૂટ છે અને આજ થી હું મયુર નો બાપ તો છુ જ પણ તારો બાપ પહેલા બનીશ ... તારુ આ ઘરમાં દિકરી તરીકે સ્વાગત છે... નયનાબેન પણ રડી પડ્યા હતાં... કેમકે એમને દિકરી ના અભરખા વધુ હતાં પણ બે બાળકો પછી ડોક્ટરે એમને બાળક ન લાવવા સલાહ આપી હતી .. એમને સંતાનમાં દિકરી હોય એવું ઈચ્છતા હતા પણ હવે બે દિકરીઓ વહુ તરીકે એમના ઘરે આવશે એમાં ભૂરીને દિકરી ગણી એ લાવ્યા એટલે એ હરખથી રડી પડ્યા... ભૂરી પણ તેમની પાસે જઈ બેઠી એને તેમને દિલાસો આપતા બોલી... મમ્મી હું તમારી દિકરી બનીને રહીશ અને હવે આમ રડશો નઈ મને નથી ગમતું...😊ચલો સ્માઈલ કરો... નયનાબેન એની નાદાની પર હસી પડ્યા... મયુર તો આ બધુ જોઈ ભૂરી પર ફીદા જ થઈ ગયો... ક્યારેય ભૂરી આટલુ ખુલ્લીને હમણાંથી બોલી ન હતી . આજે જ બોલે છે સારુ છે એ બહાને એ પણ બધુ ભૂલી જાય..... મયુરને વિચારો માંથી બહાર લાવતા પોપટભાઈ બોલ્યા..
" મયુર... ધર્મિષ્ઠા ( ભૂરી ) પહેલીવાર અહીં એકલી આવી છે.. મને લાગે છે કે તમારે બન્ને એ બહાર ડિનર કરવાને કાકરીયાં ફરવા જવુ જોઈએ... " પોપટભાઈ બન્ને ને વધુ સાથે સમય વિતાવવા મળે એટલે કહેતા હતાં..
" મયુર આજે જ નહીં પણ ત્રણ દિવસ એ છે ત્યાં સુધી તમે બન્ને રોજ ફરવા જાવ તો ગમશે મને ગામડામાં એટલુ મુક્ત વાતાવરણ નથી મળતુ તમે બન્ને આ ત્રણ દિવસમાં એક બીજાને સારી રીતે સમજો એવુ અમે ઈચ્છીએ છીએ.." નયનાબેન પોપટભાઈને મોટાદાદા સામે જોઈ બોલ્યા..
" તમને વાધો ન હોય તો આપણે બધા સાથે જઈએ મમ્મી... " ભૂરીએ નયનાબેન સામે જોઈ કિધુ..
નયનાબેન જરા હસીને બોલ્યા.. " બેટા તે મારા કિધા વગર મને મમ્મી કેવાનું ચાલુ કરી દિધુ અને આ તારા સંસ્કાર છે કે તું અમને પણ સાથે લઈ જવા માગે છે... પણ અમે હવે ઘરડા થયા.. પહેલા તમે ફરો પછી ક્યાંક મંદિરે જવાનું ગમે ત્યારે ગોઠવીશું એટલે આપણે બધા જ જઈશું પણ અત્યારથી અને લગન પછી એક બે વર્ષ ફેમિલી ભૂલી જાવ કે અમે કોઈ તમારી જોડે આવીએ😅😅" નયનાબેન હસતા હસતા બન્ને ને સમજાવતા હતાં..
ભૂરીએ થોડી શરમાઈ ગઈ પણ દેખાવા દિધુ નઈ મયુર સામે એક નજર કરી નીચુ જોઈ ગઈ..
" અરે કેટલુ મોડુ કરશો હવે બન્ને ચાર વાગ્યા... જાવ જલ્દી રેડી થઈ જાઓ... અને ખબર દાર જો વેલા ઘરે આવ્યા છો તો ..." મોટા દાદા હસતા હસતા ધમકાવવા લાગ્યા ...
બધા હસી પડ્યાને ઘરમાં એક ખુશીની લહેર ફરી વળી..
નયનાબેન દાદાને નાની સાથે વાતે વળગ્યા અને પોપટભાઈ પોતાની કંપનીએ ગયા. થોડી જ વારમાં મયુર તૈયાર થઈ નીચે આવી નયનાબેન જોડે બેઠો..ને વાતે વળ્યો... પંદર મિનિટ જેવુ થયુ હશે ને ઝાંઝરનો અવાજ સંભળાયો મયુરનું ધ્યાન સીડીઓ પર ગયુ પણ ભૂરી ન દેખાઈ ... પાછો અવાજ આવ્યો ને મયુરનું ધ્યાન સીડી પર ગયુ.. ત્યાં જ મયુરને જોઈ નયનાબેન બોલ્યા..
" મયુર આમ ડાફોડીયા ન માર મારી ઝાંઝરનો અવાજ છે... " મયુર તો શરમાઈને નાની બા જોડે બીજી વાતો કરવા લાગ્યો જાણે તેણે સાંભળ્યુ જ ના હોય..
ત્યાં ફરી ઝાઝરનો અવાજ આયો પણ મયુર સીડી બાજુ જોઈ ના શક્યો...
ફીટ ક્રોપ પેન્ટ અને સીવલેશ રેડ ટોપમાં ભૂરી ખૂબ જ મસ્ત લાગતી એના ખુલ્લા ભૂરાસેડ વાળા થોડા સામાન્ય કરલી હેરને વન સાઈડ પીન ભરાઈ હતી બાકી વાળ ખૂલ્લા હતાં હાથમાં બ્રેસલેટ એક હાથમાં ઘડીયાળને પગમાં ઉચી હિલ વાળા સેન્ડલ એક હાથમાં ફોન ને હાથ રુમાલ.. સેન્ડલ ન્યુ હતાં એટલે તેણે ઘરમાંથી જ પહેરી બહાર આવી... ટક ટક કરતી નયના બેન સામે જઈ ઉભી રહી... અને ખુશ થઈ બોલી..
" હું કેવી લાગુ છુ... મમ્મી..."
" એક દમ પરી જેવી... આમ આવ કાળુ ટીલ્લુ કરુ નજર ન લાગે.. "નયનાબેને એને જોડે બેસાડી કાન પાછળ કાળુ ટીલ્લુ કર્યું ..
" થેન્ક યુ.... મમ્મા.. " કહી ભૂરી નયનાબેનને વળગી પડી..
મયુર તો ભૂરીને જોતો જ રહી ગયો.. પાછુ મગજમાં વિચાર આવતા બોલ્યો..
" મમ્મી.. ભૂરી તો વેસ્ટર્ન કપડા નથી પેરતી... "
" નથી પેરતી તો હવે પેરશે... આ કપડા મેં એને ગીફ્ટ કર્યા છે કેવા લાગ્યા... "નયનાબેન મયુર સામે જોતા બોલ્યા..
" સારા છે પણ.. તમે તો અમારી જોડે હતા તો ..તમે કપડા કેવી રીતે લીધા... ? " મયુરે તો ભારે આશ્ચર્યથી પૂછ્યુ..
" બેટાજી તું ભૂલે છે કે તારી માં બે મોલ ની ઓનર છે.... ત્યાં મેં કાલે રાત્રે મેનેજરને કોલ કરી ... કપડાના ફોટા મોકલવા કિધુ હતું... દિવાળી નજીક છે... તો આમે મોડા સુધી ખૂલ્લુ જ હોય... એન્ડ મીરાં ને એની સાઈઝ પૂછી મીરાંની હેલ્પથી મેં આ કપડા સિલેક્ટ કર્યા.... એન્ડ તને નવાઈ લાગશે મે ચાર પાંચ જોડ કપડા લીધા છે અલગ અલગ.. આજે સવારે મેનેજર આપડા ઘેર કપડાનું પાર્સલ આપતો ગયો..😊... થ્યુ તારા ? નું સમાધાન... નયનાબેન હસતા હસતા બોલ્યા..
" હમ્મ.. " મયુર આટલુ જ બોલી શક્યો... પણ ભૂરીના ફેસ સામે નજર જ જાય એમ નતી ... એટલે એ ફટાફટ ઉભો થયો... ગાડીની ચાવી લીધી ... અમે જઈએ... મોમ... દાદુ નાની.... જય અંબે...
સામેથી બધાએ જય અંબે કિધુ... ભૂરી એ બધાને પગે લાગી મયુર સાથે બહાર ગઈ.... બન્ને ગાડીમાં બેઠાને મયુરે કાંકરીયા તળાવ બાજુ ગાળી દોડાવી... ઘડીયાળમાં જોયુ તો હજી ચાર જ વાગતા હતાં... એ બબડ્યો... દાદુએ જુઠ્ઠુ બોલ્યા ચાર હવે વાગે છે...
ભૂરી હસવા લાગી... દાદાએ જે ઘડીયાળ જોઈ હતી એ બંધ હતી અને આપણે મહેસાણાથી બાર વાગે નીકળેલા તો... બે વાગે આવ્યા.. પહોંચ્યા... અને કલાક જ વાતો કરી.. અને તૈયાર થયા.. તો ચાર જ વાગે ને..
" હમ્મ... બધાએ પાગલ બનાયો મને.."
" કદાચ દાદાજીએ .. "
" સાચી વાત.. પણ એક વાત કહો કે તમે તો વેસ્ટર્ન ડ્રેસ એટલુ પસંદ નથી કરતા તો કેમ પહેર્યું.. ? ના પાડી દેતા.. "
" તમારા મમ્મી મને દિકરી ગણી શકે તો એમને એમની પૂત્રવધૂ વેસ્ટર્ન ડ્રેસમાં જોઈએ તો હું એ કેમ ન કરુ... એમની પોતાની દિકરીને ખૂબ લાડ લડાવવા હતાં... સારા કપડા એ ન પહેરી શક્યા એ પહેરાવવા હતાં... હવે હું પહેંરીશ તો એમને એમના સપનાં પૂરા થતા લાગશે... એક માં ના સપનાં પૂરા કરવામાં મને કોઈ તકલીફ નથી.... હું દુ :ખી છુ મારી લાઈફ માં જે કાંઈ થયુ એ માટે .... પણ એમની સામે હંમેશા હું ખુશ રહીશ એમને દુ:ખી નઈ કરુ મારા અતિત ના અનુભવ થી...."
" સોરી... હું સમજી ન શક્યો આટલી નાની વાત બટ આજે યુ લૂક સો બ્યુટીફૂલ...."
" થેન્ક યુ "... કહી ભૂરી બારી બહાર જોઈ રહી..
થોડી નોરમલ વાતો કરતા કરતા બન્ને કાંકરીયા આવી ગયા... બન્ને એ ગાડી પાર્ક કરી અંદર ગયા... કોઈ જોઈને ન કહે કે આ કપલ હશે.. એટલા દૂર ચાલતા હતાં .. તળાવે બેસી બન્ને જાતે જાતે પોત પોતાની સેલ્ફી લીધી 😕પાગલો ...😆પછી બન્ને બોટીંન્ગ કરવા ગયા....ત્યાં પણ દૂર દૂર બેઠા... જાણે કોઈ અજાણ્યા હોય.. પોતે એકલા એકલા ખુશ... હદ થઈ.. પછી બન્ને ચાલતા ચાલતા પ્રાણીઓ જોવા કાંકરીયા ઝૂ માં ગયા....અંદર જતા જ પહેલા વાઈટ વાઘ પાંજરામાં પૂરેલો દેખાયો...બન્ને એને જોઈ એ કેવી રીતે રઈ શક્તો હશે.. ? કેટલો દુબળો પણ છે... વગેરે વાતો ચાલુ રાખી.. દરેક પ્રાણીને જોઈ આ જ વાતો ખાલી વાતો ના પ્રકાર અલગ.. રીંછ, હાથી , સિંહ ,હરણ ,સસલાં ,કાચબા,...સાપ વિભાગ બધુ જોયુ.... પછી પક્ષી વિભાગમાં આવ્યા... ત્યાં આઝાદ પક્ષીઓને બંધ જોઈ ભૂરીને અંદરથી ખૂબ દુ: ખ થયુ... એ આગળ ચાલતી ચાલતી જોતી હતી... ત્યાં દેશી પોપટ ના પાંજરા આગળ આવી ઉભી રહી... ત્યાં એક પોપટ વારે વારે જાણે સીટી મારે એમ બોલતો હતો... ત્યાં ભૂરી જઈ સીતારામ બોલ મીઠુ.... બોલ સીતારામ... સાચે પોપટ સીતારામ બોલ્યો... ભૂરી ખુશ થઈ ગઈ.. મયુર એની પાછળ હતો ... ભૂરી એની જોડે ગઈ અને હાથ પકડી એને પાજરા જોડે લઈ આવી...."જુઓ... ને આ ... પોપટ સીતારામ બોલે છે... " મયુર તો ભૂરી સામે જ જોઈ રહ્યો હતો..ગૌરા ગાલ પર ડાર્ક પિંક બલ્સર.. આંખે આંછો રેડ મરૂન આઈશેડ મેશ ને લાઈટ મસ્કરા.. લાઈટ રેડ લિપસ્ટીક... ભૂરી આંખો માં મેશ... ખૂબ જ કાતિલ હતી... પોતાની આંખોએ ભૂરી જ હતી પણ એને તો ભૂરીની આંખો વધુ કાતિલ લાગી... ભૂરી ફરી બોલી...તમે કંઈક બોલોને પોપટ બોલશે... મેં બે વાર સીતારામ બોલાવ્યુ.... તમે બોલાવોને કાંઈક..ત્યાં મયુર વિચારોમાંથી બહાર આવ્યો...
"ભૂરી... બોલ ભૂરી...." મયુર પોપટ સામે જોઈ બોલ્યો...
પોપટ તરત ભૂ..રી... ભૂ..રી બોલ્યો.. ભૂરી તો ખુશ થઈ મયૂરના હાથની કોણીએ પોતાનો હાથ ક્યારે વિટડાઈ ગયો એને ખ્યાલ જ ન રહ્યો... પછી એણે ચાલુ કર્યુ... " મયુર બોલ.... મ..યુ ..ર "
પોપટ મ..યુ..ર બોલ્યો...ભૂરી તો એને જોઈ નાના બાળક જેવી થઈ ગઈ....
"સ્વીટુ.. બાય" કહી ભૂરીએ પોપટને ફલાઈન્ગ કિસ આપી....
મયુર તો એને જોતો જ રહી ગયો અહીં એનું વર્તન ગામડાથી એક દમ અલગ હતું... બધુ ફરી બન્ને એક કેનટીન સામે આવી ઉભા રહ્યા..
" કાંઈ નાસ્તો કરીશો.. " મયુરે ભૂરી સામે જોઈ પૂછ્યુ..
" સારૂ "
બન્ને એક ટેબલ પર ગોઠવાયા.. મેનુ ટેબલ પર જ હતું.. એટલે મયુરે એમાંથી શું લાવવુ છે તમારે એ નક્કી કરી લો એમ કહી એ હાથ ધોવા ગયો .. ભૂરીએ મેનુ ચેક કરી બેસી રહી... મયુર મોં લુછતો લુછતો એની સામે આવી બેઠો..
" નક્કી કર્યુ શું મંગાવુ છે તમારે.. ?"
" સમોસા એક ચા.. "
મયુરે પણ વેઈટર ને બોલાવી બે ડિશ સમોસા બે ચા નો ઓડર આપ્યો... ત્યાં એ બન્ને સામે એક પંજાબી કપલ એમની સામે જોઈ રહ્યુ હતું.ભૂરીની નજર ત્યાં ગઈ એણે એ પંજાબી લેડી સામે જોઈ સ્માઈલ કરી અને બોલી..
" કિવે આ તુસી..? "( તમે કેમ છો..)
" મેં ચન્ગા સી.. ત્હોડા કિ હાલ..? " (હું ઠિક છુ તમે કેમ છો..? )સામે વાડી લેડીએ જવાબ આપ્યો.
મયુર તો અવાક્ રહી ગયો પણ પછી પૂછસે બધા પ્રશ્નો એમ વિચારી ચૂપ રહ્યો.. ભૂરીની વાતો આગળ ચાલી..
" મેં ભી ચન્ગા...સી..તુસી કિથો આ? " ( હું સારી છું.. તમે ક્યાંથી છો.?. )ભૂરીએ પૂછ્યું.
" મેં ચન્ડીગઢ તો ... તુંસી.. ?"(હું ચંડીગઢથી તમે?)
" મેં તો એથે કિ આ.. ગુજરાતી આ મેં " ( હું તો અહીં ની જ છુ અને ગુજરાતી છું.)
" અરેરે... રબ્બા... બડી સોની પંજાબી બોલતી તું.. મેનું લગ્યાસી તું પંજાબી કુંડી આ " (અરરે રબ્બા તું સારી પંજાબી બોલે છે તો મને લાગ્યુ તું પંજાબી છોકરી છે.. "
" થેક્યુ જી.... પંજાબી લોગ ચન્ગે હોન્દે તે પંજાબી ભાષા બડી સ્વાદ હોન્દી.. "(આભાર.. પંજાબી લોકો અને ભાષા સરસ હોય છે..)
" કુડીએ તેનુ મિલકે દિલનુ ઠંડ પે ગઈ સદા ખુશ રહા.. તે તેરી જોડી ભી ચન્ગી આ તે મુન્ડા ભી હેન્ડસમ ... લગુ.. તે બીબા ભી..લગુ જોડી કેન્ટ આ તોહાડી.. "(છોકરી તને મળી મારા દિલ માં ઠંડક થઈ એટલે કે ગમ્યુ.. સદા ખુશ રહજે...તમારી જોડી પણ સારી છે છોકરો દેખાવે સારો છે અને ડાહ્યો પણ છે... તમારી જોડી ખૂબ જ સારી લાગે છે.. "
" થેક્યુ જી... "
થોડી આડી અવળી વાતો પછી.. પંજાબી કપલએ ભૂરી સાથે મયુર સાથે હાથ મિલાવી બાય બાય... કરતા વિદાય લીધી.. આ બધામાં ભૂરિએ પેલી પંજાબી લેડીએ જ વાતો કરી બાકી બન્ને પૂરુષો સ્માઈલ આપી વાતો સાંભળતા હતાં.. મયુરને તો બધુ ઉપરથી જતુ હતું સરદારજી ખુશ દેખાતા હતાં કે ગુજરાતી છોકરી પંજાબી બોલૈ એટલે એ શાંતિથી સાંભળતા હતાં..
ત્યાં સમોસાને ચા આવી ગયા.. બન્ને એને ન્યાય આપવા લાગ્યા... ત્યાં નાસ્તો કરતા કરતા મયુરે પ્રશ્નો ચાલુ કર્યા...
" તમને પંજાબી આવડે છે.. ?"
" મને ભાષા શિખવાનો ગાંડો શોખ છે.. ખાસ ભારતીય ..ભાષાઓ.. રાજસ્થાની... હરીયાણવી..પંજાબી હું બોલી સમજી શકુ છુ... અને મરાઠી ખાલી સમજી શકુ છું.. "
" મયુર નું મોંઢું ખુલ્લુ જ રહી ગયુ... ઓ.. ભગવાન.. સાચે.. "
" હા.. , તમને શું ના ગમ્યું.. ? "
" અરે... એમ નઈ ગમ્યુ પણ મને તો પંજાબી સોંગ જ યાદ રે.. તમે તો આટલા હોંશિયાર છો ... મને ખૂબ ગમ્યું... તમે વિદેશી કરતા દેશની ભાષાઓ શિખવી ગમે છે..સાચે સલ્યૂટ છે તમને.. "
" થેન્કયુ.. 😊 મીરાં ને પણ આવડે છે અમે બન્ને સામે સામે બોલી શિખીએ છીએ ઘણીવાર "
" સારુ કેવાય... બાકી હું ને આર્યન ભેગા થઈએ તો સોફા ઓશિકા કા તો બીજી કાંઈ વસ્તુ તોડી ધમાલ જ કરીએ..😅"
" હમ્મ... "
" બીજુ પૂછુ... તમે મને ગામડે અલગ લાગ્યાને અહીં એકદમ અલગ... મનૈ ફેર લાગ્યો જસ્ટ એટલે પૂછી લીધુ... "
" ગામડાનું વાતાવરણ મર્યાદા વાળુ હોય અને કોઈ છોકરી શુધ્ધ ગુજરાતી બોલે તોય એના ચારીત્ર પર લોકો શંકા કરે રહી ખુલ્લી ને જીવવાની તો ચતુર છે ત્યાં ... એટલે વધુ હા... હી...હી... ભેગા થઈ હસવા રમવાનું સતત માનસિક તાણ થી ભૂલી જવાયુ હતું.. પણ અહીં કોઈ નો ભય નથી અને ગામની કોઈ ચાપલીઓ નથી ટોકવા એટલે... હું ને મીરાં મામા.. ને ઘેર આમ જ ખુશ રહેતા ગામડે જતા ત્યારે ઉદાસ... ચાલ્યા... કરે લાઈફ છે... છોડો.. "
" હમમ્... " ચા પૂરી કરતા મયુર બોલ્યો..
ભૂરીની આંખો થોડી ભીનની હતી એ મયુરે નોટીસ કર્યુ પણ બોલ્યો નહીં..
" તમારે હજી કાંઈ મંગાવવુ છે.. ? " મયુરે એને વિચારોમાંથી બહાર લાવવા કહ્યું.
" ના બસ થઈ ગયુ... જઈએ હવે.. "
બન્ને બિલ ચૂકવી ચાલતા ચાલતા પાછા રાઈડ્સ ઝોનમાં આયા.. આછુ અંધારુ થવા આયુ હતું એટલે લાઈટોથી સણગારેલા ચકડોળ બધી અલગ અલગ રાઈડસ્ મસ્ત લાગી રહી હતી.. બન્ને ટીકિટ લઈ અંદર ગયા.. એક મોટા ચકડોળ જોડે જઈ મયુર ઉભો રહ્યો..
" તમને બીક તો નઈ લાગેને બેસતા.. ? "
" દસ વર્ષ થયા બેઠી નથી ચકડોળમાં એ પણ આટલા મોટા... પણ.. બીક તો નથી લાગતી.." ભૂરી થોડુ યાદ કરી બોલતી હતી..
એટલામાં ચકડોળ ભરાવાનું ચાલુ થયું બન્ને લાઈનમાં ઉભા રહ્યા. એમનો નંબર આવી ગયોને બન્ને બેસી ગયા..આખો ચકડોળ ભરાઈ ગયોને પછી...ફરવાનો ચાલુ થયો ગોળ...ગોળ.. પહેલા નોરમલ હતો ચાર પાંચ આટા એટલે બધુ સારુ હતું...પછી એકદમ ફાસ્ટ થયુ ભૂરીએ મયુરનો હાથમાં પોતાનો હાથ વિટાડી દિધો... ને મયુરનો ખભાપર માથુ નાખી... ચિંટકી ગઈ... મયુર માટે તો આજુબાજુની દુનિયા બ્લર થઈ ગઈ.. ભૂરીના વાળ મયુરના ફેસ પર વારે વારે આવવા લાગ્યા.. એટલે એણે ભૂરીએ પકડેલો હાથ છોડાવી એનો હાથ ભૂરીના ખભે વિટાડી એને પોતાની તરફ ખેંચી.. ભૂરીએ એનું મોં મયુરની છાતીમાં છૂપાઈ દિધુ અને શર્ટ કોલરેથી પકડી બેસી રહી પછી ધીમે ધીમે ચકડોળ ધીમુ થયું... ચકડોળ ડબલ લોક વાળુ હતું એટલે પડવાની બીક જરાય ન્હોતી.. પરીસ્થિતિ નોરમલ લાગતા ભૂરીએ આંખો ખોલી સ્વસ્થ થઈ.. અને થોડી વ્યવસ્થિત બેસી ગઈ.. નજર મિલાવી ન્હોતી શક્તી પણ હવે શું કરે એટલે મૌન જાળવી રાખ્યુ... ત્યાં ચકડોળ અટક્યુ ને એમનો વારો આવતા એ નીચે ઉતર્યા.. પણ મૌન યથાવત હતું.... થોડીવાર પછી મયુર બોલ્યો... તમને હાઈટ થી ડર લાગે તો આપણે કપ રકાબી માં બેસીએ.. ભૂરીએ હામી ભરી એટલે પાછા કપ રકાબીમાં બેઠા ભૂરી એ તો રાઈડ ચાલુ થતા જ ચીસો મન ભરીને પાડવાની ચાલુ કરી દિધી... બંધ થઈ રાઈડસ્ ત્યાંરે એ ખુબ જ ખુશ લાગતી હતી..
બન્ને હવે શેમાં બેસવુ એ નક્કી કરી ન્હોતા શક્તા એટલે રીવરફ્રન્ટ જવાનું નક્કી કર્યું આમે એ ઘરના રસ્તામાં જ પડતુ હતું . બન્ને પાછા ગાડીમાં રીવરફ્રન્ટ પહોંચ્યા.. એમના જેવડા અને નાના મોટા બધા અહીં ટોળે વળી વળી બેઠા હતાં આછી ઠંડી વળી હતી..લાઈટીંગ પણ ખૂબ મસ્ત હતી.. એટલે બન્ને ચાલતા ચાલતા ક્યાક બેસવા જગ્યા શોધી રહ્યા હતાં..પણ આજુબાજુ બધા જ કપલ જ કપલ બધા એક મેકમા ખોવાયેલા લવરીયા..બન્ને એક સારી જગ્યા શોધી બેસી ગયા.. થોડી આડીઅવળી વાતો કરી.. વાતાવરણ રહેણીકહેણીની વાતો કરી.. ત્યાં મયુરે એક પ્રશ્ન પૂછી નાખ્યો..
" તમને હું ગમુ તો છું... ને મારી જોડે લાઈફ વિતાવવી તમારા માટે બોજા રૂપ તો નઈ થાય ને "
" ના એવુ કાંઈ નઈ " એટલુ બોલતા ભૂરીને ડૂમો ભરાઈ ગયો.. એકમેકમાં ખોવાયેલા માણસો જોઈ એને એમ જ થઈ આવતું કે.. ગમતું માણસ જોડે છે.. હવે તે મારુ પણ છે.. પણ મને કોઈ હક્ક જ નથી કે પ્રેમ ભરી બે વાત એની સાથે કરી શકુ.. કેમ કે એને મારી સાથે કોઈ લગાવ કે પ્રેમ જ નથી... બસ કરવા ખાતર લગન કરશે.. થોડો ગુસ્સો પણ તેને આયો.. એટલે એણે ખબર ન પડે એમ આંશું સાફ કરી.. ઉભી થઈ..
" હવે જઈએ મને ભૂખ લાગી છે. પ્લીસ.. "ભૂરી દબદબા અવાજે ધીમેથી બોલી.. ફરી મયુરે એને તરછોડેલી એ રાત ને બધુ યાદ આવી ગયુ...મા બાપને ખુશ રાખવા જ એણે હા પાડી છે... એમના કેવાથી ફરવા લાવ્યો છે.. એની પોતાની ઈચ્છાથી થોડી એ કરે છે એનો સ્વભાવ બધાને ખુશ રાખવાનો છે.. એને કોઈ ફિલીગ્સ જ નથી મારા પર..બધી ફોર્માલિટી છે... 😞એ પાછી વિચારોમાંથી બહાર આવી.. ત્યાં સુધી ચાલતા ચાલતા બન્ને ગાડી જોડે આવી ગયાં હતાં..

ગાડીમાં બેસી બન્ને એક રેસ્ટોરન્ટમાં ગયા. કપલ રૂમમાં મયુર એક ટેબલ પર જઈ બેઠો ભૂરી પણ તેને અનુસરી અને એની સામે બેસી ગઈ...મયુરે તેની સામે મેનુ કાર્ડ મૂક્યુ કે જે પસંદ હોય તે મંગાવે પણ ભૂરીએ ના પાડી કે તમે મંગાવો મને એટલુ કાંઈ મનન નથી.
મયુરે વેઈટરને બોલાવી બે મસાલા પાપડ એક પનીર લબાબદાર એક મશરૂમ મસાલા એક દાલફ્રાય જીરા રાઈસ ,બે છાસ લાસ્ટ માં બે આઈસક્રિમ મંગાવી. ભૂરી વિચારોમાં ખોવાયેલી હતી. અને મયુર જોડે પણ કંઈ વાત ન હતી એટલે એ ભૂરી ને જોઈ રહ્યો હતો. ત્યાં પાછો વિચાર આવતા બોલ્યો..
" તમને કાંઈ તકલીફ છે... મતલબ કે ઘર યાદ આવે છે..?"
" ના... " ભૂરી બસ એટલુ જ બોલી શકી અને રડી પડી..
મયુર એની જોડે ખુરશી લઈ ગયો અને એને પાણી આપ્યુ.. ભૂરીએ આજુબાજુ જોઈ પોતાની જાતને સંભાળી લીધી.. પછી મયુર ભૂરી સામે જૌઈ બોલ્યો..
" તમને આ સંબંધથી પ્રોબ્લેમ છે.... તો હું ના પાડી દઉ .. તમારી ખુશી માટે.."
" મને કોઈ તકલીફ નથી સોરી મારે રડવુ ન્હોતુ જોઈતું.."
" અરે.. એ તો આપણા હાથમાં થોડુ હોય તમારુ મન હળવુ થઈ જાય રડવાથી..રડવુ પણ જરૂરી જ હોય.."
" તમે મને તું કહેશો તો ગમશે મને તમે તમે નથી ગમતું.."
" થીક છે તૌ.... તું જ કહીશ જા મોં ધોઈ આવ જમી લઈએ.. "
ભૂરી લેડીસ વોશ રૂમમાં જઈ ફ્રેશ થઈ આવી ત્યાં સુધી જમવાનું આવી ગયુ હતું... મન નતું છતાય એણે ભોજનને ન્યાય આપ્યો . જમતા પસંદ ના પસંદની વાતો કરી થોડુ હળવુ વાતાવરણ બાળપણની વાતો કરી મયુરે ભૂરીને પાછી હસતી કરી દિધી જમી બન્ને ઘરે પહોંચ્યાં.. પણ ઘર માં કોઈ ન હતું .. લાઈટ પણ નઈ ઘરનો દરવાજો ખુલ્લો ચોકીદાર પણ કંઈ જાણતો ન હતો. ભૂરીને મયુર બન્ને ગભરાઈ ગયા અને અંધારામાં એ આમ તેમ મમ્મી .... પપ્પા..ની બેમો પાડતા અથડાયા ત્યાં જ લાઈટ આવી.. એમના પર ગુલાબના ફૂલોની વર્ષા થઈ આજુ બાજુ જોયુ તો બધા ત્યાં જ હતાં આખો બંગલો સજાવેલો હતો.. થોડા મહેમાન પણ હતાં જે સવારે સગાઈમાં ન હતાં એ.... ભૂરી નયનાબેન જોડે જઈ ઉભી રહી ..
" સોરી બેટા તમને પૂછ્યા વિના જ અમે આ પાર્ટી રાખી જેથી અહીં ના પણ સંબંધી આવી શકે.. કેવી લાગી સપ્રાઈઝ.." પોપટ ભાઈ મયુર સામે જોઈ બોલ્યા..
" સારી સપ્રાઈઝ છે પપ્પા... થેક્સ.." મયુર એમને ગળે મળતા બોલ્યો..
ચાલો બન્ને કેક કટ કરો.. નયનાબેને બન્નેને મીઠો હુકમ કર્યો . બન્ને મળી કેક કાપી નયનાબેન પોપટ ભાઈ દાદા નાની બધા સ્નેહીઓને ખવડાવી મોં મીઠુ કરાવ્યુ..
ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED