Lagani ni suvas - 5 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 5

લાગણીની સુવાસ

(ભાગ – 5)

અમી પટેલ (પંચાલ)

કામ પતાવી ભૂરી ખાટલા પાથરેલા હતા. એમાંથી એક ખાટલાં પર જઈને બેઠી. મયુર બીજા ખાટલામાં સૂતા સૂતા કાનમાં ઈંયર ફોન લગાવી સોંગ સાંભળતો હતો.ભૂરીને આવેલી જોઈ તેણે ફોન એક બાજુ મૂકી બેઠો થયો.કંઈક મૂજવણ હોય તેવું મોં કરી બોલ્યો.

“ મારે તમને ઘણા ટાઈમથી એક વાત પૂછવી હતી...”

“ હા, પૂછોને....! “

“ મીરાંનાં દુશ્મન કોણ છે ?”

“ ખબર નથી પડતી ક્યાંથી શરૂઆત કરુ ...”

“ આખીરાત વાત ચાલશે તો પણ મને વાંધો નથી... તમે બસ મને કહો મારે જાણવું છે.”

“ વાત એમ છે, કે મીરાં ની સગાઈ જન્મ પહેલા થઈ ગઈ હતી...”

મયુર વચ્ચે જ બોલી ઉઠ્યો.

“ કેવા માણસો છે, યાર.… જન્મ પહેલાં ... સગાઈ...”

“ એ સમયે મીરાં ના ઘરની પરિસ્થિતિ સારી ન હતી જમીન દગાથી ગામનાં વાણિયાએ લઈ લીધી હતી અને જમીનનાં બદલે જો છોકરીનો જન્મ થાય તો એમના ઘરની વહું બનશે એવી શરત રાખી .....અને જો છોકરો જન્મે તો તે ઘર જમાઈ બને....બન્ને બાજુથી ઘરના લોકો ફસાયા ... વાણિયો અને એના ઘરના લુચ્ચા હતા આખુ ગામ જાણતું હતું કોઈ એના ત્યાં સંબંધ બાધવાં તૈયાર ન હતું . એટલે વાણીયા એ આ રમત રમી હતી.... “

“ પણ ગામનાં લોકો એ કંઈ વિરોધનાં કર્યો ....” મયુરે થોડા ગુસ્સા થી કહ્યું.

“ વર્ષો પહેલા એક ઘટના ઘટેલી એના પાળીયા હજી ગામનાં પાદરે છે..... અમારા ગામમાં એ ઘટના પછી કોઈ છોકરી કે કોઈ છોકરાને પ્રેમ લગ્ન કરતા કોઈ રોકતું નથી. બને ત્યાં સુધી બધા માતા -પિતા પોતાના બાળકોનાં પ્રેમ લગ્ન થાય તેને કુદરતનાં આર્શીવાદ માને છે....”

“ પણ એવું કેમ......” મયુરે આશ્ચર્યથી પૂછયું .

“ એ હું પછી કહીશ......બહું લાંબી વાત છે....”

“ તો મીરાં ની સગાઈનું શું હવે..?”

“ ઘરનાં કુટુમ્બમાં કોઈ આ સગાઈને માન્ય નથી ગણતું ..... “

“ મીરાં એમને ખેતર પાછું મળ્યું ...?”

“હા....,બે વર્ષ પછી વાણિયો મૃત્યુ પામ્યો આખું ગામ વાતો કરતું કે લક્ષ્મી અને લાભુ નો શ્રાપ લાગ્યો ને એ મરી ગયો... પછી કાકા એ જમીન પોતાને નામ કરાવી... ગામના લોકો આગળ વાણિયાની બૈરીનું કંઈ ચાલ્યું નઈ .... પણ જેમ જેમ એનો છોકરો મોટો થતો ગયો એમ એમ એણે કાનમાં ઝેર ભરે રાખ્યું બે વાર તો મીરાં મોતનાં મૂખમાંથી બચી છે.બસ... એટલે કાકા ,કાકી એની આટલી ચિંતા કરે છે.”

“ કેમ.... એવું તે શું થયું હતું.?” મયુરે આશ્ચર્યથી પૂછ્યું.

“ મીરાં જ્યારે પાંચમાં ધોરણમાં હતી ત્યાંરે એ અને વાણિયાનો છોકરો ચતુર બન્ને ગામની શાળામાં ભણતાં પહેલાં તો શાળા ખેતર બાજુ હતી ..... એક દિવસ મોકો જોઈ ચતુરે મીરાં ને એક રૂમમાં શાળા છૂટવા સમયે પૂરી દીધી હતી.બીજા દિવસથી દિવાળી વેકેશન હતું .આમ, તો રોજ મીરાંને હેરાન કરતો પણ આટલી હદે એ જશે એ કોઈએ ન્હોતું વિચાર્યું.... ઘરનાં બધા મીરાં ને ગાંડાની જેમ શોધતા રહ્યા પણ મીરાં બે દિવસ સુધી મળી નહીં.”

“ તમે લોકોએ એને શાળામાં કેમ ના શોધી....”

“ ચતુરે મીરાંની બેસ્ટ ફ્રેન્ડને ડરાવી મીરાં વિશે તને કોઈ પૂછે તો એવું જ કહે જે કે એ મારી સાથે ઘર સુધી આવી હતી . પછી એ કયાં ગઈ ખબર નથી.

બધી જ જગ્યા એ અમે શોધી વળ્યા મીરાં ક્યાંય ના મળી ઘરમાં કોઈ મૃત્યું થયું હોય એવું જ લાગતું હતું. બે દિવસ આમ, જ ચાલ્યું ...... પછી મીરાંની સાથે ભણતાં એક છોકરા એ મીરાં ને છેલ્લે ચતુર પાસે એક રૂમ પાસે જોઈ હતી એવું એની મમ્મી ને કહી દીધું. એની મમ્મીએ આવી ઘરના બધાને વાતની જાણ કરી .કોઈને ખબરનાં પડે એ રીતે ઘરનાં મોટા બધાં શાળાએ જઈ બધા રૂમ તપાસ્યા ત્યાં છેવાડા રૂમમાં થી મીરાં

બેભાન હાલતમાં મળી હતી.

થોડા દિવસ મીરાં દવાખાનાંમાં રહી સ્વસ્થ થઈ ગઈ .પણ ખૂબ ડરી ગઈ હતી. આજે પણ એ સૂવે તો બાજુમાં જે પણ સૂવે એનો હાથ પકડીને સૂવે છે.”

“ ગામનાં લોકોએ કંઈ કર્યું નઈ....” થોડા ગુસ્સા સાથે મયુરે કહ્યું.

“ એની માં એ નાટક કરી મારો છોકરો નાદાન અને નાસમજ છે કહી ..... પંચની માફી માંગી અને પંચે એની સૂચન કરી એમને જવા દિધા...”

“ અને બીજીવાર એ હરામી એ શું કરેલું...?“મયુરનો ગુસ્સો વધતો જતો હતો.

“ બે વર્ષે પહેલાંની વાત છે.મીરાં ઘરે એકલી હતી.... કાકા - કાકી બાજુનાં ગામમાં ગયાં હતાં. એટલે મોકો જોઈ એણે ઘરમાં ગુસી મીરાં સાથે....જબરજસ્તી કરવાની કોશિશ કરી હતી...... પણ મીરાં એ એને લાકડી એ લાકડીએ ખૂબ માર્યો હતો... મીરાં ને સામાન્ય ઈજા થઈ હતી .અને પછી એ ભાગી ગયો...”

“ હા... હા..... સારુ થયું ... મીરાં સાવજ છે .ઓલો શિયાળ સાલો... લુચ્ચો...” મયુર હસતાં હસતાં બોલ્યો.

“ હા..એ એકલો કાંઈ કરી શકે એમ પણ નથી . એ આજ કાલ જેલમાં જઈ આવેલાં લુખ્ખાઓ સાથે વધુ દેખાય છે. એટલે મીરાંની ચિંતા અમને વધું રહે છે. વહેલા મોડે એ જરૂર એ કંઈક મોટું કરશે એમાં નવાઈ નઈ ...” આટલું બોલતાં ભૂરીના ગળે ડૂમો ભરાઈ ગયો અને તે રડી પડી.

“ આમ, રડ નઈ ... હવે મીરાં એકલી નથી .અમે છીએ તું છે એની સાથે ... એને એ અડી પણ નઈ શકે...” મયુરે ભૂરીને શાંત કરતાં કહ્યું.

મયૂરે પાણી લાવી ભૂરીને આપ્યું . ભૂરી થોડીવારમાં શાંત થઈ અને બોલી.

“ અમારા કુટુંબમાં ફક્ત બે જ ભાઈ છે એ પણ સૌથી નાના કાકા છે એમના છોકરા એ હજી પ્રાથમિકમાં અભ્યાસ કરે છે.રહ્યા હું અને મીરાં તો અમે એકબીજાને સહારે હિંમત રાખી રહીએ છીએ. ધણીવાર એમ થાય કે મોટો ભાઈ હોય તો સારુ...મીરાં હિંમત વાળી છે . પણ છે,તો એક સ્ત્રી જ ને એટલે એની ચિંતા વધું થયા કરે છે.”

બન્ને શાંત થયા. નીરવ શાંતિ થોડીવાર પથરાઈ અને ઝરમર વરસાદ ચાલું થયો. વાતોવાતોમાં રાતનાં ત્રણ વાગ્યા હતા. બન્ને ઔપચારીક વાતો કરતા કરતા સૂઈ ગયા.

***

ધીમે ધીમે આછું આછું અજવાળું થતું હતું .વરસાદ પછીની રૉમૅન્ટીક સવાર કહી શકાય.આખું આકાશ આછા ગુલાબી રંગે રંગાયું હતું. એવામાં મોર બોલે નહીં તો જ નવાઈ.... મોર પોતાની ઢેલને રીજવવા માટે ટેહુ...ક ટેહુ...ક કહી નાચી રહ્યા હતા જાણે અપ્સરાઓ નાચતી ના હોય.બીજા પક્ષીઓનો કલરવ એમાં ભળતો હતો.

મીરાં આળસ મરડી ઉભી થઈ .અને કુદરતી સૌંદર્યને પી રહી .ખાટલાનો પાયો પકડીને સૂતા આર્યનને જોઈ રહી.બિચારો મારી લીધે આખી રાત હેરાન થયો.મીરાં મનોમન બબડી .એટલામાં આર્યન ઉઠ્યો .

“ Good morning... મીરાં હવે કેમ છે તને..”

“verry good morning... સારુ છે હવે થેંક્યું.”

“ ફૉરમાલિટી ના કર હવે ...ચાપલી..”

“ હા... હો... નઈ કરૂ , ચાલો ને હવે નીચે જઈએ...”

“ તારી બેગ લઈલે હવે સીધા ઘરે જ જઈએ ઓ...કે... “

“ હમ્મમમમ... ઓ...કે..”

બન્ને પોતાની બેગ લઈ નીચે આવ્યા.બોરની કૂન્ડીમાંથી પાણી લઈ હાથપગ ધોયા.. ખેતરમાંથી રોડ તરફ જવા નીકળ્યા પાણી ઉતરી ગયા હતા. વાડે પતંગિયા ઉડાઉડ કરતા હતા. મીરાં પતંગિયા પકડવા મથતી હતી અને આગળ ચાલે જતી હતી. એક વાડ પર અલગ અલગ રંગનાં એકદમ નાનાં નાનાં ફૂલનાં ઝૂમખાં હતાં આર્યને તે તોડી બે – ત્રણ ઝૂમખાં લઈ એક વેલ તોડી એની નીચે વીટીં દીધી એક ફૂલોનું નાનું ગુચ્છૂ તૈયાર કર્યું. મીરાંને આપ્યું.

“ એ.... પાગલુ આ લે તો પતંગિયા આવે એમ પકડવાથી ના આવે .

મીરાં એ ગુચ્છો હાથમાં લીધો અને આગળ ચાલી.એક પતંગિયું આવી એ ગુચ્છા પર બેઠું મીરાં નાનાં બાળક જેમ ખુશ થઈ ગઈ.

“આર્યન પ્લીઝ... તમે મારો એક પીક લો... ને જલ્દી... આ પતંગિયા સાથે... “

“ શું બોલી ફરી બોલ....”

“ આર્યન ... તમે એક પીક લો જલ્દી.. “

આર્યને મીરાં બોલી એ સાભંળ્યું તો હતું જ પણ તેને ફરી પોતાનું નામ મીરાંનાં મોઢે સાંભળવું હતું.આર્યને ફોનમાં મીરાંના ચાર – પાંચ અલગ અલગ પોઝ આપતા પીક લીધા અને બન્ને એ સેલ્ફી લીધી ત્યાં સુધી ચાલતાં ચાલતાં બન્ને રોડ પર આવી ગયાં હતાં.. રોડ પર અડધો કી.મી ચાલ્યાને સવારે ગામમાં જતી બસ મળી ગઈ બન્ને એમાં બેસી ગયા.

ક્રમશ:...

***

પ્રિય વાંચકો,

સ્ટોરીને વધુ ન્યાય આપવા હું સતત પ્રયત્ન કરીશ... તમારા વિચારો જણાવતા રહેજો..… તમારા આપેલા સ્ટાર.... તમારી કોમેન્ટસ્ બધું મારા માટે ખાસ છે.... તો પ્લીઝ.... તમારા મંતવ્યો જણાવશો....મારી ભૂલો પણ સુધરશે અને મને નવું શીખવા મળશે......

Thank you..... And love u alll.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED