લાગણીની સુવાસ - 43 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 43

મયુરે ગાડીમાંથી ઉતરી ગાડીના કાગળીયા લઈ પોલીસ કર્મચારી પાસે ગયો. કાગળ બધુ બરાબર હતું એટલે એને પોલીસે જવાનું કહ્યું... મયુરે ગાડી મહેસાણા રોડ પર દોડાવી ...હજી ભૂરી સૂતી જ હતી... આશરે પંદર વીસ મિનિટ પછી એની આંખ ખુલી .. પહેલા તો બેચેની જેવુ લાગ્યુ ઉંધમાંથી ઉઠી એટલે પછી એની નજર રોડ પર ગઈ... એ ... મયુર સામે સવાલ ભર્યા નજરે જોઈ બોલી..
" આપણે મહેસાણા જઈએ છીએ...!"
મયુરે સ્મિત સાથે એની સામે જોયુ અને બોલ્યો..
" ના..... ઉંઝા હાઈવે..."
" પણ.... આપણે તો ગાંધીનગર જવાના હતાં...ને.."
" હા... પણ હવે આપણે વોટર પાર્ક જઈએ છીએ.. "
" બ્લિસ... મા.. "
" હા... "
" ઓ...હ... તમે ગયા છો ક્યારે ત્યાં... "
" ના... પણ મીરાં એક દિવસ વાતો કરતી હતી કે તારે જવુ છે... પણ ઘરનું કામ હોય એટલે ટાઈમ એટલો હમણાંથી તને મળતો ન્હોતો...એમાય બસમાં લેટ થઈ જાય.."
" હમ્મ... મેં મીરાંએ નક્કી કર્યુ તું કે અમે સાથે જઈશું પણ મમ્મીને થોડા સમયથી દોડાદોડી હતી તો ન જઈ શક્યા.. "
" આજે મોજ કરી લે જે...મન ભરી😊.. "
" હા... સપ્રાઇઝ ગમી .. થેન્કસ્... "
" લગ્ન પછી પણ થેન્કસ... કઈશ.. અને આ તમે તમે શું છે.... તું કહી શકે... તું.. "
ભૂરી નીચુ જોઈ ગઈ.. આજે મયુર એને એકદમ અલગ લાગતો હતો...આજે એ વધુ વાતો કરતોને હસતો પણ હતો...ભૂરી ફરી એની તરફ બધુ ભૂલી ખેંચાણ અનુભવતી હતી..
" તારો ગમતો કલર કયો છે... " ભૂરીએ મયુર સામે જોઈ મસ્ત સ્માઇલ આપી પૂછ્યુ.....
" વાહ... સારી શરુઆત છે... બ્લેક એન્ડ બલ્યુ .."
" મને ખબર છે કે હું તારી સાથે પહેલાની જેમ અટેચ નઈ થઈ શકુ....પહેલા વનસાઇડ હતું ... બટ હવે આપણી સાથે આપણા પરિવારની પણ આશાઓ અપેક્ષાઓ આપણા પ્રત્યે છે... તો આપણે સારા મિત્ર તો બની જ શકીએ... તે પણ પ્રવાસ ગયા ત્યારે બધુ નોર્મલ કરવા ટ્રાય કર્યો તો પણ... હું... સમજી ન્હોતી શકી... એ માટે સોરી... " ભૂરીએ નિરાશ થઈ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યુ...
" હવે સમય પણ છે.. તો હવે ટ્રાય કરીલે... "
" આ જ થી હું તમારી ફ્રેન્ડ બનવાની ટ્રાય કરીશ..અને પહેલા જેવા આમ... ઓછુ બોલનારા આમ.. ખડૂસ ટાઇપ તો નઈ જ થાવ.. "
" સારુ ફ્રેન્ડ નઈ બણ બેસ્ટ ફ્રેન્ડ બનીસુ... અને હું કાંઈ ખડૂસ... કે ઓછા બોલો નથી ... એ તો બૂકસ્ વધુ વાંચુ એટલે વાત ઓછી કરુ બાકી આર્યન કરતા હું વધુ મસ્તી ખોર છુ... "
"જોઈએ... એ તો... "
"ચાલો હવે ઉતરો ...બ્લિસ આવી ગયુ... તું અહીં રાહ જો ઉતરીને હું ગાડી પાર્ક કરીને આવું... "
ભૂરી ડોકુ હલાવી પર્સ લઈ ઉતરી ગઈ.. અને મયુર ની રાહ જોવા લાગી.. દસ મિનિટ જેવુ થયુ પછી મયુર આવતો દેખાયો.. ભૂરી ગેટ પાસે જઈ ઉભી રહી મયુર પણ તેને જોઈ ત્યાં આવ્યો બન્ને સાથે અંદર ગયાને ટીકીટ લીધી પછી અંદર જઈ વોચ લીધી એમાં બેલેન્સ કરાઈ કપડા લઈ મયુર જેન્સ લોકર તરફ ગયો અને ભૂરી લેડિઝ લોકર તરફ ગઈ.....પોતાના કપડા ચેન્જ કર્યાને પોતાની પાસે રહેલો સામાન લોકરમાં મૂકિ બહાર કોમન હોલમાં જઈ મયુરને શોધવા લાગી ત્યાં હોલની બહાર એણે મયુરને જોયો ... એક શોપ પરથી ફોનના વોટર પ્રૂફકવર લઈ રહ્યો હતો.. ભૂરી એની જોડે જઈ ઉભી રહી ... મયુરે એને જોઈ એક સ્માઈલ આપીને એની સામે એક કવર ધર્યુ... ભૂરીએ કવર ન લેવા ડોકુ નકારમાં હલાવ્યુ...ને બોલી..
" હું ફોન લોકરમા મૂકિને આવી છું... ઈન્જોય કરુ કે ફોન સંભાળુ એટલે..."
" તો જઈએ... એક ફોન છે બઉં છે.. "મયુરે કવરની દોરી ગળામાં નાખતા કહ્યુ...
ભૂરીએ રેડ ટીશર્ટ અને બ્લેક સોર્ટી પહેરી હતી ... કોઈ ફોરેનર હોય એવી લાગતી હતી... ગુજરાતી બોલે એટલે જ ખબર પડે કે આ ગુજરાતી છે...એમાય આછા ગોલ્ડન બ્રાઉન વાળ પણ એના પર પરફેક્ટ સૂટ થતા હતાં. મયુર પણ હેન્ડસમ લાગતો હતો. પણ અત્યારે એનું પૂરુ ધ્યાન ભૂરી પરથી હટતુ જ ન્હોતું..એ ભૂરીની પાછળ પાછળ જતો હતો એને સાંભળ તો હતો.. એમાં પાર્ક ની હદ ચાલુ થઈ ગઈ... એક હાથી એક છત્રી એક ચિંપાન્જી જેવા મોટા પૂતળા હતાં જેમાંથી પાણી નીકળતુ હતું એમાં હાથી ના પગ જોડે જઈ ભૂરી ઉભી રહી ને મયુરને પણ એને ખેંચ્યો.. બન્ને પર પાણીની બુંન્દોનો આછો વરસાદ થવા લાગ્યો... બન્ને એ પહેલીવાર ત્યાં સેલ્ફિ ક્લિક કરી પણ હજી એ દૂર રહીને જ એક બીજાને અડ્યા વિના જ ફોટા પાડતા બન્નેને જોઈને તો એવુ જ લાગે કે આ કપલ નઈ પણ માત્ર મિત્ર હશે...
આમ વારા ફરથી બધા પૂતળાઓ નીચે ઉભા રહી ફોટા પાડ્યાને પછી આગળ ચાલ્યા..... પહેલા નાના બાળકોનો સ્વિમિંગ પુલ હતો ત્યાં ભૂરી જઈ બેસી ગઈ... પહેલા તો પલળી પછી... નાના ટાબરીઆઓ જોડે મસ્તી કરવા લાગી ... ભૂરી બહાર આવે એની રાહ જોઈ મયુર ત્યાં ઉભો હતો ..ભૂરીને તો બાળકો જોડે મજા પડી હતી પણ મયુર એકલો ના પડે એટલે પાછી બહાર આવી બન્ને આગળ ગયા ત્યાં લપસણી ને નાની રાઈડરો હતી એમાં બન્ને એ ઈન્જોય કર્યોને પાછા એક નાના સ્વિંમિંગ પુલમાં ગયા... ત્યાં કોલ્ડડ્રિંગ્સ સ્ટોર હતો.. પુલમાં જ ઉભા રહી બન્ને એ કોલ્ડકોફિ પીધી... પાછા એક મોટા તળાવ જેવા સ્વિમિંગપુલમાં ગયા ત્યાં... કુત્રિમ મોજા આવતા હોય તેમાં બધા જ કપલ્સ્ હતાં... અમુક ન્યુ મેરીડ તો અમુક લવ બર્ડસ્... ત્યાં ઉભેલા ગાર્ડ પણ શરમાઇ જાય એ રીતે લોકો ઈન્જોય કરતા હતાં... ભૂરીને મયુર પણ અંદર પ્રવેશ્યા... મોજા હજી ધીમા હતાં પણ... જેમ અંદર જતા જઈએ એમ જો કોઈ નો હાથ પકડેલો ન હોય તો પડી જવાય .. બન્ને ધીમે ધીમે અંદર જઈ રહ્યા હતાં...ને મોજા થોડા વધ્યા... ભૂરીએ અચાનક બેલેન્સ બગડતા મયુરનો હાથ પકડી લીધો.. પછી એના હાથમાં અનાયાસે પોતાનો હાથ ભરાવી બન્ને આગળ વધ્યા... એમાં એક રોમિયો પોતાની ગર્લ ફ્રેન્ડને પોતાની બોહોમાં તેડી જુમી રહ્યો હતો તો બીજી બાજુ એક કપલ એક બીજાની એટલી નજીક ઉભુ હતુ.. કે ખાલી કિસ જ કરવાની બાકિ હોય😕ભૂરીને તો જોઈને જ ગુસ્સો આવી ગયો... કે થોડી તો મર્યાદા રાખી ઈન્જોય કરતા હોય તો... ? નાના બાળકો પર શું અસર થાય... આ વિચારોમાં હતીને મોજુ આયુ ભૂરી પડવા જતી હતીને મયુરે એને પકડી લીધી બન્ને એકબીજાના સામસામે એકદમ નજીક આવી ગયા ભૂરી તો મયુરને જોઈ જ રહી ત્યાં બીજા મોજાનો ધક્કો ભૂરીની પાછળથી આયોને એ મયુર પર પડી... એના બે હાથ મયુરની ગરદન પર વિટળાઈ ગયા અને મયુરે એને કમ્મરેથી પકડી... આ પહેલી વાર કોઈએ કમ્મર પર હાથ મૂક્યો હતો એમાય મનગમતુ માણસ ભલે પ્રેમ પર ગુસ્સો આવે નફરત આવે પણ જ્યારે એ મનગમતુ માણસ સામે આવે એટલે બધુ જ ભૂલી જઈએ છીએ ન ગુસ્સો યાદ આવે કે ના કંઈ... ભૂરી કંઈક અલગ જ લાગણી ફિલ કરી રહી હતી... એને ભાન થતા... એ થોડી દૂર થઈ... અને હાથ પકડી કંઈ જ ના થયુ હોય એમ મયુર પર પાણી નાખવા લાગી બન્ને મસ્તી કરવા લાગ્યા... કલાક જેવુ મજા કર્યા પછી... ભૂખ લાગી એટલે બન્ને કેન્ટીન તરફ ગયા... ત્યાં મસ્ત પંજાબી ડિશ છાસ પાક્કુ ભોજન લઈ... થોડીવાર આરામ કરવા એક પુલ જોડે બેસવાની જગ્યાએ બેઠા..ને ગપ્પા માર્યા મજાક મસ્તી કરી બેસી રહ્યા..
પછી મોટી રાઇડસ્ માં બેસવા ગયા જ્યાં બે જણ ફરજ્યાત જોઈએ.. એક જણ બેસી શકે નઈ એમાં બન્ને બેઠા... મયુર આગળને ભૂરી પાછળ... ચાર પાંચ રાઈડ ફર્યા ત્યાં અંધારુ થવા આયુ એટલે એ બન્ને પાછા કપડાં ચેન્જ કરી... ગાંધીનગર અડાલજ પાસે આવેલ થિયેટરમાં જવા નીકળ્યા... વાતો આજ ભૂરી કરતા વધુ મયુર કરી રહ્યો હતો..
" ભૂરી મજા આવી.. કે નઈ.. " મયુરે ભૂરી સામે જોઈ કહ્યુ..
" મને તો ખૂબ જ મજા આવી... તમને આવી.. "
" હા... તને વધુ શેમાં ગમ્યુ.. "
"ભૂરી વિચારે એ.. પહેલા એને પુલ યાદ આયોને એ શરમાઈ ગઈ... પણ પછી જાતે જ મન ને મનાવવા લાગી.. કે મયુર થોડી મને પ્રેમ કરે છે.... પાછી કંઈક યાદ કરવાનો ડોળ કરી બોલી..
"બધુ જ સારુ હતું... રાઈડસ્... ને ચાઈલ્ડ સ્વિમિંગ પુલ.. બધુ... જ બહાર નીકળતા એક બોલતુ ઝાડ હતું એ પણ... "
" મને તો મોજા વાળો પુલ વધુ ગમ્યો... લાઈફ ટાઈમ બેસ્ટ મેમરી... "
ભૂરીને કમ્મર પર સ્પર્શ યાદ આયો... કાપો તો લોહી ના નિકળે એવી હાલત હતી... પણ મયુર કેમ આવુ બોલ્યો... એ સમજી ન શકિ...એટલે ખાલી..." હમ્મ્... " કિધુ...
આડા અવળા ગપ્પા મારતા બન્ને થિયેટર પહોંચ્યા...નવ વાગવામાં પંદર મિનિટ બાકિ હતી... બધાની ટીકિટો ચેક થતી હતી... બન્ને ફટાફટ ગાડી પાર્ક કરી અંદર ગયા..... મયુર પિઝ્ઝાને થમશપ લીધા... એને ખબર હતી કે રાતે જમવાનઆ ઠેકાણા નઈ જ પડે એટલે એ પહેલેથી જ લઈ લીધુ... બન્ને હોલમાં જઈ ગોઠવાઈ ગયા....સાઉથ મૂવી હતું હિન્દી ડબ. ... ગીતા ગોવિંદમ્.... બન્ને ને સ્ટોરીમાં રસ પડ્યો હતો... એમાંય છેલ્લી લાઈન કોર્નરની સીટ મળી હતી...😕આજ કાલ જુવાનીયાઓ સગાઈ પછી આ સીટ માટે બે ઘણાં પૈસા ભરે... આમને મળી હતી સીટ... પણ મૂવી સ્ટોરી સારી નીકળી... ક્યારે ઈન્ટર.. પડ્યુ એ ખબર જ ના પડી પિઝ્ઝા તો ક્યારના પુરા થઈ ગયા હતાં...
આ બાજુ નયનાબેન ચિંતામાં હતાં . કે આમ અચાનક સગાઈ થઈ છે.. તો બન્ને વચ્ચે પ્રેમ જાગે... એટલે બન્ને ને વધુ નજીક લાવવા.. એક બીજાને સમજે એ માટે .. નયનાબેન પુરા પ્લાન બનાવતા ને અમલ કરતા..પણ ચિંતા પણ એમને એટલી જ રહેતી..જરુર પડે તો એ મીરાંને પુછતા કે ભૂરીની પસંદ ના પસંદ શું છે... વગેરે.. વગેરે
મૂવી જોઈ બન્ને ઘર તરફ આવા નીકળ્યા... રાતના બાર વાગતા હતાં...ને ઠંડી પણ વળી હતી... રસ્તામાં બન્ને મૂવી ની જ વાતો કરતા હતાં... એમાં મયુરે એક ચાની કિટલી આગળ ગાડી ઉભી રાખી ભુરીને અંદર જ બેસી રહેવા કહ્યુ... મયુર કાગળના બે કપમાં મસ્ત મસાલા વાળી ગરમ ચા લઈ આવ્યો એક ભૂરીને આપી ને એક પોતે લઈ ભૂરી બેઠી હતી એ બારીએ ઉભો રહી ચા પીવા લાગ્યો... રસ્તો સૂમસાન હતો બઉં ખાસ અવરજવર ન હતી... મયુર ના મનમાં કંઈક ગડમથલ ચાલતી હતી... એણે કંઈક વિચાર્યુને મનમાં હસ્યો..
બન્ને એ ચા પીધીને ગાડી ઘર તરફ દોડવા લાગી... થાક તો બન્ને ને લાગ્યો હતો... પણ મયુરને બીક હતી કે ભૂરી સૂઈ ન જાય... નઈ તો એનો પ્લાન ફેલ જશે.. પછી હિંમ્મત ભેગી કરતાયે વાર લાગશે... એટલે એણે ગપ્પા મારવાનું ચાલુ કર્યુ... વાતોમાં કંઈ નવુ ન હતું.. પણ ભૂરી ને ઉંધ ચડતી હતી... એવુ મયુરને લાગતુ... હતું... પાછુ વિચારમાં આવ્યુ... એટલે એણે ગીતો વગાડવાના ચાલુ કરી દિધા.. ... થોડા સમયમાં ઘરપાસે પહોંચી ગયા.. પણ મયુરે ગાડી ઘરના બાજુ આવેલા પાર્ક તરફ વાળી ભૂરી કંઈ બોલે એ પહેલા જ મયુરે એના મોઢા પર હાથ મૂકિ દિધો...
" પ્લીસ... આત્યારે કંઈ જ ના બોલ... નીચે આવ... મારે વાત કરવી છે.. "
ભૂરી આશ્ચર્યથી નીચે ઉતરી અને બહાર જઈ ઉભી રહી મયુર એની જોડે આયો અને એને એક બાકળા તરફ દોરી ગયો.. બન્ને બાકળા પર બેઠા... મયુરે બોલવાનું ચાલુ કર્યું..
" મને ખબર છે કે... અત્યારે તને થાક લાગ્યો છે.. ઉંઘ પણ આવે છે. પણ મારે જે કહેવુ છે એ પણ જરુરી છે...
તારી સગાઈ હતી એની આગલી રાતે મેં તારુ અપમાન કર્યુ હતું એથી તું ખૂબ જ દુ :ખી થઈ હતી.. પણ તને જોઈ એ જ દિવસથી તારી સાદગી સમજદારી પર હું મોહી ગયો હતો.. તારી સગાઈની વાતથી હું ખૂબ જ દુ:ખી હતો એટલે ધાબા પર આટા મારતો હતો.. પણ મારા હાથમાં કંઈ જ ન્હોતું.. મીરાં.. રામજી કાકા બધા મને પોતાનો ગણે છે.. એટલે મેં તને ત્યાંથી જવા કહ્યું... સમજ ન્હોતી પડતી કે શું કરુ બસ ગુસ્સો ઉતરી ગયો તારી પર.. પછી હું ખૂબ રડ્યો... એ પછી તારા જોડે જે થયુ... એનો જવાબદાર હું જ છું એવુ મને લાગવા લાગ્યુ... પછી બધુ નોર્મલ કરવાને તને ખુશ કરવા મેં ઘણાં પ્રયત્ન કર્યા પણ તું મારાથી સતત દૂર જ જતી ગઈ... મયુર નો અવાજ તરડા તો હતો એ રડતા રડતા બોલે જતો હતો... તને આમ મારાથી દૂર જતા હું ન્હોતો જોઈ શક્તો... રોજ રડતો તને બારીમાં મોડા સુધી ઉભેલી જોયા કરતો... હું મોટો છું ઘરમાં એટલે કોઈ સાથે ક્યારેય દુ:ખ પણ સેર નથી કરી શક્તો...તારા વિશે પણ કોઈને કંઈ ના કહી શક્યો.. તને સંતાઈને જોયે રાખતો... એમા સગાઈ પણ થઈ ગઈ પણ હું છતાંયે તારા મનમાં મારી જગ્યા ના બનાવી શક્યો.... હું તને ખૂબ જ પ્રેમ કરુ છુ... પણ હિંમત ન્હોતી થતી... કહેવાની કદાચ તને એમ લાગે કે સગાઇ થઈ એટલે હું તને ફોર્માલિટી માટે તને આઈ લવ યુ કહું છું.... રડતા રડતા મયુર નીચે બેસી ગયો..
ભૂરી પોતાની જાતને કોસતી ત્યાં ઉભી રહી.. એની આંખો પણ ભીની હતી... પણ ડૂમો ભરાયો હતો... એટલે બોલી ન શકી મયુર પાસે જઈ એને ઉભો કર્યો... અને એને શાંત કરવાની કોશિશ કરી રહી...થોડીવાર પછી બધુ ઠિક લાગતા એ મયુર સામે જઈ ઉભી રહી...એનો હાથ પોતાના હાથમાં લઈ નીચુ મોં રાખી બોલી..
" હું અત્યાર સુધી તારાથી ખબર નઈ પણ ગુસ્સે હતી.. તે સગાઈ માટે હા.. કહી તોય મને એમ જ લાગતુ હતુ કે તે મજબુરીમાં આ બધુ કર્યુ ..એવુ લાગતું મને...., તે મને તરછોડી એ પછી ભૂલથી પણ તારો સ્પર્શ થાય તૌય હું ગુસ્સે થઈ જતી કદાચ હું ડિપ્રેશનમાં હતી.. મને માફ કરી દે.. પ્લીસ.. હું સમજી ન શકી.. અને તને ઘણીવાર ઈગનોર પણ કર્યો. .. રીયલી સોરી.."
રડતા રડતા ભૂરી મયુરને ભેટી પડી.. મયુર પણ રડતો હતો આજે બન્ને એક બીજાના મનનાં ઉભરા કાઢી રહ્યા હતાં ... રાતના સૂમસાન બગીચામાં બન્નેના ડૂસકા ચાલતા હતાં.. બાકી નીરવ શાંતી હતી.. ભૂરી માંડ પોતાની જાતને સંભાળી બોલી..
" મયુ.... કાલ વાત કરીએ ચાલ ઘરે... અને રડ નઈ... ચાલ.. " એમ મયુરનો હાથ ખેંચી ગાડી પાસે લઈ ગઈ.. બન્ને શાંતિથી ઘરે આવ્યા.. બધા સૂઈ ગયા હતાં.. ખાલી નયનાબેન જાગતા હતાં દરવાજો ખોલી .. દિવસ કેવો રહ્યો એમ પુછી.. એ પણ સૂવા ચાલ્યા ગયા..મયુરને ભૂરી પણ પોતાના રૂમમાં જઈ એ મીઠી યાદો વાગોળતા સૂઈ ગયા..
ક્રમશ:..