ભાગ 18 ના બદલે ભૂલથી 17 મો ભાગ બે વાર લખાયેલ મથાળામાં ભૂલથવાથી આ ભાગ 19મો છે. તે વાંચક મિત્રો નોંધ લેશો.. આભાર..
સાંજનો સમય હતો ને નમતાં સૂરજએ સોનેરી તડકો પાથર્યો હતો . પંખીઓ પોતાના માળાની આજુ બાજુ ગેલ કરતા હતાં. અને અનેક પક્ષીઓનો કલરવ એ કાવ કાવ કરતો વાતાવરણમાં મધુરપ રેલાવતો હતો. ક્યાંક તેતર ને ક્યાંક મોર બોલતા હતાં. પેલા કોગલા કૂદા કૂદ કરતા હતાં.. આમે ચોમાંસાની સાંજ પણ મીઠી ભીનાશ વાળી માટીની સુંગંધ ફેલાવતી હોય છે.. એવાંમાં ખેતરનાં શેઢે શેઢે રામ લક્ષ્મણ જેવા બે ભાઈ ધીમે ધીમે વાતો કરતા કરતા ચાલ્યા જતાં હતાં. ત્યાં રસ્તામાં એક છોકરો દોડતો દોડતો આવ્યો અને એમની જોડે આવી ઉભો રહ્યો.... બે ઘડી ઉભો રહી હાફતા હાફતા બોલ્યો...
" સત્યા ભઈ..... ઘેર... ... મી તમન ખેતરે ગોત્યા પણ કોઈ ન ભાળ્યુ એટલ પેલા ભાજીઆ એ કિધુ ક તમી આ કોર નેકળ્યાસો તઈ ઝટ હાલો...." એકી શ્વાસે આવનારો છોકરો બોલી ગયો.
આવનારો છોકરો એ સત્ય અને લાભુનો વફાદાર મિત્ર ગીરો હતો ઉંમરમાં નાનો પણ ચબરાક એક શબ્દ કેતા આખી વાત જાણી જાય અને એકવાર જોવે એને ભૂલે જ નઈ ... આમ એ અનાથ હતો પણ સત્ય લાભુ એ બન્ને મળી એને મોટો કર્યો અને ભણવા મૂકેલો આજ કાલ કરતા એ ચોથા ધોરણમાં આવેલો . એને મા બાપ બધુએ સત્ય અને લાભુ ...ઘરે જાતે થોડુ રાધી ખાતાએ શીખેલો એટલે થોડા મહિનાથી સત્ય ની મદદ થી ઘર સાચવતો થયો હતો... આમે સમય અને પરિસ્થિતિ બધુ જ શીખવાડી દે... હવે ગીરાનું એક જ ધ્યેય હતો કે ભણી ગણી કંઈક બને બાપ દાદાની જમીન ઘણી હતી એ સત્ય ની લીધે સચવાયેલી અને ગીરો સમજણો થતા .સત્ય એ એને ધીમે ધીમે ઉચ્ચક અને ભાગવી જમીન વાવવા આપવી હિસાબ કરવો બધુ જ શીખવાડેલુ અને સત્ય પોતે સતત તેનુ ધ્યાન રાખતો..
ત્રણે વાતો કરતા કરતા ખેતર તરફ પાછા ફર્યા...
" હૂ થ્યુ સ ઈ તો કે પેલા ..." સત્ય અકડાતા બોલ્યો..
" એક ડોહો બપોર તમાર ઘેર આયેલો.... પણ ખરા તડકે ઈને કાળી સાલ ઓઢેલી .. બળ્યુ મૂઢુએ ના દેખાય અન હંતાતો હોય ઈમ તમાર ઘરમ પેઠો.." ગીરો એ માહિતી આપતા કહ્યું.
" હ્ મ્મ્મ્.... અન એ કૂણ હતુ એ ઓળસ્યો ના તી... ગોમનો હતો.. " લાભુએ સામો પ્રશ્ન કર્યો.
" ના ભઈ ઓળસ્યો ના પણ મેં ઘર પાછળ સાપરે ચડી થોળી વાતો હોભળી..."
" હૂ કે તો તો ઈ" સત્ય અધીરાઈથી બોલ્યો..
" આગળનુ તો નઈ હોભળ્યુ પણ ઈ કે તો તો ક તમે શોન્તી રાખજો કોઈ ન ગંધ નો આવ... ખેલ તો ખરો બાકીસ ..... જબરો જોમસ ડોશી તુ જોએ રાખ.. "
"આવુ તો માન કૂણ કે સત્યા.. અન ચ્યમ કે.. " લાભુ એ પોતાની વાત મૂકી.
" જીને કીધુ એ કીધુ પણ અવ ઘેર કાલ હવારે મુ જયે તાર ખેતર છોડી ચોય નઈ જાવાનું... અન તું ગીરા કાલથી મું ના કવ તો લગી નેહાળથી સીધો અમાર ભેગો ખેતરે અન ખેતરે હી નેહાળ હૂ કિધૂ ... હોભળ્યું.. "
બન્ને સત્ય ની વાતને માન આપી હકારો ભણ્યો..
સત્ય અડધી વાત તો સમજી ગયો હતો . પણ માણસ કોણ હશે એ કળવુ એના માટે કાઠુ હતું... એટલે એ ઘરે જઈ વાત જાણસે એમ નક્કી કરતા બોલ્યો...
" મૂ હૂ કવ લાભુ તું અન ગીરો બે ખેતરે જો અન મુ થોડુ કોમ પતાઈ આવુ અન મોડુ થાય તો ચન્ત્યા નઈ તમતમાર રોધી ખઈ હૂઈ જાજો.... અન ગીરા કાલ મૂ તારા ઘેર જઈ તાર નેહાળ ની થેલી ઓય લેતો આયે તાર લાભુ જોડેજ રેવાનું....."
સત્ય એ કરેલ વાત લાભુ અને ગીરાએ કોઇ વાદ વિવાદ વગર સ્વીકારી અને બન્ને ખેતર બાજુ ચાલ્યા.... અને સત્ય એના માર્ગે પડ્યો..
* * * * *
અંધારુ આછુ આછુ થવા આવ્યુ હતું અને ગામની સ્ત્રીઓ પાણી ભરી પાછી જતી દેખાઈ રહી હતી... ત્યાં એક માણસ છુપાઈને કોઈની રાહ જોતો બેઠો હતો.. ... લક્ષ્મી અને ઝમકુએ કુવે પાણી ભરી જતાં હતાં ત્યાં આ વટે આ માણસ મોઢે બુકાની બાંધી કોઈ જુએ ના એ રીતે ઝમકુ ના કમરે રાખેલ ઘડામાં કંઈક નાખી પાછો જ્યાં હતો ત્યાં સંતાઈ ગયો. ઝમકુ અને લક્ષ્મી બન્ને પોતાની વાતોમાં મશ્ગુલ હતાં ... એમણે તો આ યુવાન બાજુમાંથી ગયો એ જાણ્યુ પણ નહીં .
ઝમકુ ઘરે પહોંચી અને પાણીના ખાલી ઘડા ધોઈ ભરવા લાગી ત્યાં પાણીના ગરણામાં એક વીટી દેખાઈ એને વીટી ઓળખતા વાર ના લાગી એ વીટી સત્યની હતી. પણ અત્યારે ! .... એ વિચારવા લાગી ..... એને યાદ આવ્યુ કે એની બાજુમાંથી કોઈ પસાર થયુ હતું પણ એની જોડે સત્યની વીટી.... જે હશે તે કૂવે જઈને જ નક્કી થશે....
ઘરે રસોઈ કરી ફટાફટ ઘર કામ પતાવી ..... લખમીના ઘેર કામથી જાવ શું મોડુ થાશે.. કહી કેડમાં એની વ્હાલી કટાર લઈ એ નીકળી પડી...... નાનપણ થી એની આદત હતી કે રાતે એ લક્ષ્મીના ઘેર મન કરે ત્યારે જતી આવતી અને રોકાતી એટલે ઘરમાં કોઈને અજુગતુ લાગે એવુ હતુ નહીં... ઝમકુ એ ધીમે ધીમે છુપાતી છુપાતી કૂવા પાસે ગઈ ત્યાં કોઈ દેખાયુ નહીં એટલે આજુબાજુ નજર નાખી જોવા લાગી ત્યાં એક ઝાડ પાછળ ખખળાટ થયો એણે એ બાજુ જોયું અંધારુ હતું છતાં એક યુવાને બુકાની બાંધી હતી અને એને પાછળ આવવાનો ઈશારો કરતો હોય એમ એને લાગ્યુ ઝમકુ એ કમરે ભરાયેલી કટાર પર પકકડ મજબૂત કરી અને પેલા બૂકાની વાળા પાછળ ચાલવા લાગી..... બુકાનીવાળો એ થોડે દૂર એક સૂમસાન ખેતરમાં જઈ અટક્યો .. અને ખેતરમાં બાંધેલા માંચડા પર બેઠો... ઝમકુને ઉપર આવવાનો ઈશારો કર્યો...... ઝમકુ ગુસ્સામાં ઉપર ચડી અને એનો પગ માંચડાના લાકડા પરથી ખસતા એ બુકાની વાળા પર પડી .... આછા અજવાળામાં બન્નેની આંખો મળી અને ધબકારા વધવા લાગ્યા.... ઝમકુ એ સત્ય ને ઓળખ્યો અને ધીમેથી એની બુકાની ખેંચી લીધી ... બન્ને પ્રેમી પંખીડા કિલ્લોલ કરતા હસવા લાગ્યા.....
" તું સુધરી નહી..હજી આ કટારથી મારીશ મન
ઈમ.. " સત્ય મજાક કરતા બોલ્યો.
" બાજુ માંથી નીકળાયું તો બોલાયુ ના તમારથી ..... અન આ શું વેહ કાઢ્યોસ બુકાની નો... "
" કવ બધુ પેલા આ કટારી કાઢ મન વાગસ.. "
ઝમકુ શરમાઇને બેઠી થઈ... અને કટાર કાઢી બાજુમાં મુકી...." હવ બોલો ચમ બોલાઈ મન.."
" હવ મળવાય નો અવાય માર... "
" અવાય ન પણ હવાર તો જુદા પડ્યા સીએ..... એટલુ એ.... " બોલતા એ નીચુ નમી શરમાઈ ગઈ...
" અટકી ચમ જઈ બલાડી બોલ.... " સત્ય એ કમરમાં ચુટલો ખણતા કહ્યું...
" સહન નઈ થતુ લગીર તો પઈણી જાવ જટ... "
ઝમકુને કમર માંથી પકડી એક ઝાટકાથી પોતાની તરફ ખેંચી અને એક દમ નજીક આવી સત્ય બોલ્યો..
" તન રેવાય સે મારા વગર..... હાચુ બોલ.. "
બન્નેના શ્વાસ ભળતા હતાં ... ઠંડો પવન સ્પર્શ થતાં બન્ને રોમાંચ અનુભવતા હતાં .સત્યની છાતીએ પોતાનો ઉર પ્રદેશ મળતા... પોતે એવી શરમાઈ કે ભાન જ ભૂલી ઝમકુ એને તરફ વધુ ખેંચાઈ...... સત્ય એ ઝમકુની ડોક હળવેકથી પકળી ... એક બીજા તરફ બન્ને ઢળ્યા.... પ્રેમ ભીનો રસ પાન કરવા લાગ્યા.... શરીરના અંગે અંગે કામદેવ ઝાગવા લાગ્યા.... જોત જોતા બન્ને ભાન ભૂલ્યા અને એકબીજામાં સમાઈ ગયા... લગન ની વિધિથી બંધાતા આજ બન્ને પ્રેમના સંબંધ થી સદાય માટે એક થઈ ગયા.... કામદેવનો નશો ઉતરતા બન્ને સ્વસ્થ થયાં.. સત્ય માચડા પર આડો પડ્યો... એને વેલની જેમ વિટાઈ ઝમકુ એના હાથનું ઓશીકુ કરી સૂતી ... સત્યના ગાલ પર ચુંબન કરતા એ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી.. .. પણ સત્ય ના ગાલ પર આંસુ જોતા એનું માંથું પોતાના ખોળામાં લઈ બોલી..
" મરદ થઈ આમ રોવેસે તઈ હારા નથ લાગતા... હૂ થ્યું સે... સત્યા...બોલ ન... "
સત્ય થી એક ડુસકુ નંખાઈ ગયુ અને ઝમકુના પેટ તરફ પોતાનું મોં રાખી રડવા લાગ્યો.... અને એના પેટને પંપાળવા લાગ્યો....
" માફ કરીદે મન ઝમકુ..... મેં તાર જોડ જાણી જોઈ આમ કર્યું... "
" આ તું હૂ બોલસ સત્યા આ જે થ્યુ ઈમ મારીએ મરજી હતી ગોડા.... "
" ના ... કંઈક બવ ખોટું થાવાનું સે ઝમકુ.... મન બીક હતીક મું તારો નઈ થઈ એકુ એટલ મી આવુ કર્યું મું તારો થઈ જવા માગતો તો ..."
" હૂ થયુ ઈ તો બોલ..... "
" મારી મા અન બીજુ કોક લાભુ ન મારી નાખવા કાતો એનાથી વધુ ખરાબ કરવા કાવતરુ કરીર્યાસે તું લખમીનું ખાસ ધોન રાખ જે..... અન તારુ એ.... પણ મન બીક હતી ક લાભુન બચાવતા મન કોક થઈ જસે તો બસ એટલ..."
" બસ ગોડા આટલી વાત ... મું તો તારી જ સું અન રઈ વાત લગનની તો ઈ દુનિયા ન દેખાડવા હોય ..... મનથી તો આપડે ચારનાએ પઈણી જ્યાં....."
" પણ મી મારો સ્વાર્થ તાક્યો ક તું મારી જ થા...... બસ... "
" ધણીના સુખમાં જ ધણીઆણી સુખી અન... જો લાભુ ન બચાવતા તન કોક થાસે તો મું એ તારી હારો હાર જાણજે.... ભવો ભવ તારી હારે સત્યા..... પણ મન એક વચન આલ....."
" શેનું વચન ઝમકુ...... તું બોલ એ આપું...! "
" આપડા લગન થાય ક ના થાય માર એક સત્યો કા એક ઝમકુ જોવે વચન આલ..... સત્યા મું આપડી નિશોની આ દુનિયામ લાવા માંગુસું.. "
"વચન આલું ઝમકુ મું હાવ ક ના હોવ ઈની આખી જીંદગી કોઈ ખોટના પડવા દવ એવા હાથમ મુકતો જયે...." બોલતા સત્ય એ ઝમકુના પેટ પર એક હળવુ ચુંબન કર્યું.....
" તારા જેવો ધણી મલ્યો મું જનમારો તરી જઈ સત્યા"
" હટ.... ગોડી... મું નશીબદારસું તે તું મલી.....
આખી રાત સુખદ વિતાવી પ્રેમના ધૂંટડાપી ફરી વાવે મલવાનો વાયદો કરી છૂટા પડ્યા...... બન્ને પંખીડાઓએ ઓછા સમયના એધાણા ક્યો કે કુદરતની કરામત ઓછા જીંવનમાં બધા સપના પુરા કરવાનું એક બીજાના હ્રદય પર લખતા ગયા.....
ક્રમશ: