સવારના સાડા નવ વાગ્યા હતાં પણ હજી મયુર નીચે આવ્યો ન હતો . બધા જ નાસ્તો કરવા ગોઠવાઈ ગયા હતાં.. મજાક મસ્તીને સામાન્ય વાતો ચાલતી હતી.. ત્યાં નયના બેને ભૂરીને મયુરને બોલાવી લાવવા કહ્યુ.. ભૂરી આજ મનથી શરમાતી મયુરના રૂમ તરફ ગઈ કેમકે ગઈ રાત પછી સંબંધો બદલાઈ ગયા હતાં... એટલે મયુર સામે જોતા એની ધડકનનો વધી જશે એ બોલી જ નઈ શકે એવુ એને લાગ્યા કરતું... વિચારોમાં એ રૂમમાં ગઈ.. મયુર તૈયાર થઈ ગયો હતો માથુ ઓળતો હતો ને ભૂરી અંદર આવી.. મયુરે એની સામે જોઈ એક સ્માઈલ આપી બન્નેની આંખો મળી ત્યાં જાણે કોઈએ તીર માર્યા હોય એવુ હ્રદયના ખૂણે લાગવા લાગ્યુ... ભૂરી ઉતાવળમાં બોલી..
" નાસ્તો કરવા ચાલ... બધા રાહ જુએ છે.. "
મયુરે મજાક કરતા કહ્યુ... " બધા રાહ જુએ ... કે તું..રાહ જુએ..."
" હું જઉં છું.. તું જલ્દી.... આવ.. " ભૂરી નીચુ જોઈ બહાર જવા જતી હતી ને મયુરે હાથ પકડી એને પોતાના તરફ ખેંચી... પછી એના કાન તરફ જૂક્યો અને બોલ્યો....
" સાચુ.. રાહ ન્હોતી જોતી.. "
ભૂરીએ ડોકુ હલાવી ના પાડી...
" .. તો મારે નથી આવવુ નાસ્તો કરવા ..તું જા.. "
" અરે... હું શું કઈશ મમ્મીને... બધા શું વિચારશે નીચે.. પ્લીસ.... ચાલ.. "
" ના... હું તો આ બેઠો ... નઈ આવુ..."
" હું બોલાવા આવી પાંચ મિનિટ ઉપર થયુ... બધા કેવુ વિચારશે... પ્લીસ.. ચાલ...."
" બદલામાં મને શું મળશે... ?"
"હવે તું શરતો પણ રાખીશ.. "
" હા... ,આજે રાત્રે હું .. મારા રૂમમાં તારી રાહ જોઈશ.." બોલતા બોલતા મયુર રૂમ બહાર નીકળી ગયો..
" પણ.... મયુ..... "ભૂરી એની પાછળ દોરવાઇ..
રસોડા સુધી પહોંચતા મયુર જોડે એણે ઘણા પ્રયત્નો કર્યા પણ મયુરે જાણે કંઈ જ સાંભળ્યુ જ ન હોય એમ ચાલતો હતો... મયુરને ભૂરીનો રૂમ બીજા માળે હતો .. ઉપર કોઈ આવતું પણ નઈ કેમકે આર્યન નો રૂમ અત્યારે ભૂરીને આપ્યો હતો.. એટલે મયુરે ભૂરી સાથે ટાઈમ વિતાવવા એની સાથે મન ભરી વાતો કરવા આ... શરત મૂકિ હતી..
નાસ્તો કરતા કરતા પણ મયુર ભૂરી સામે ચોરી ચોરી જોતો અને નજર મળી જતી તો બન્ને ન કહી શકે એવી લાગણીથી વિન્ધાઈ જતા... મયુરે જે લાગણીઓ દબાવી રાખી હતી એ બધી એણે ભૂરી પર વરસાવી દેવી હતી... એને ભૂરીને પોતાની દુનિયા બનાવી લેવી હતી... એનુ ચાલે તો એ અત્યારે જ લગન કરી લે .. પણ એને આ સગાઈનો ગોલ્ડન સમય એક એક પળ જીવવો હતો..... ભૂરી પણ કાલ રાત પછી બદલાઈ હતી .. એને પણ સપના સજાવવાના ચાલુ કર્યા હતા.. પણ મયુર સામે એ પહેલા જેવી શાંત બની જતી..
આખો દિવસ તો ઘરકામ દાદા નાની નયનાબેન જોડે ક્યાં વિતિ ગયો એ ભાન જ ન રહ્યુ.. મયુર પણ આજે ઓફિસે એમ જ જોવા ગયો હતો. નયનાબેનને ભૂરીની મમ્મી અને રામજી ભાઇએ ફોન કરી લગન માટે મહૂરત જોવડાવવા લીલી ઝંડી આપી દિધી હતી... એટલે નયનાબેન પણ ખુશ હતાં.નર્મદા બેન અને રામજી ભાઈએ નયનાબેન ને ફોન કરી લગન માટે જલ્દી પણ દર્શાવી હતી.. કેમકે એમને ભૂરીને મીરાંની ચિંતા હતી.. ચતુર જમાનત પર છૂટશે કોઈ મોટા માથાવાળાની ઓળખાણથી... આવી વાતો ગામમાં થતી રામજી ભાઈએ સાંભળી હતી.. અને નયનાબેન તો પહેલેથી જ તૈયાર હતાં.. એટલે વધુ કોઈ પ્રશ્ન જ ન્હોતો..
રાત્રે બધા જમીને બેસી વાતો કરતા હતા .. ત્યાં નયનાબેનના ફોનમાં રીંગ વાગી.. ફોન ગૌર મહારાજનો હતો મહૂરત બે અઠવાડિયા પછીનું જ હતું.. નયનાબેન તો ખુશ થઈ ગયા.. ને બધા વચ્ચે આ વાત શાંતિથી મૂક્તા બોલ્યા..
" મયુ.... ભૂરી... બેટા આજે સવારે રામજી ભાઇને નર્મદાબેન નો કૉલ આવ્યો હતો.. એમને જ તમારા લગન જલ્દી લેવા જણાવ્યુ.. હતું... મેં તારા પપ્પાને આ બાબતે ઓફિસમાં ફોન કરી વાત કરી હતી... વાત એમ છે.. કે ચતુર જમાનત પર છૂટવાનો છે... એ પહેલા ભૂરી અહીં મેરેજ કરી આવી જાય.. સાદાઈથી લગન કરીશું .. રીશેપ્શન અહીં.. રાખીશું...આવુ..અમે વડિલો એ વિચાર્યુ.. છે.. અને મહૂરત બે અઠવાડિયા પછીનું છે... તમે બન્ને ને કોઈ વાંધો હોય તો.. કહી શકો અમે કંઈક વચ્ચેનો રસ્તો કરશું..?"
મયુર તો ખુશ થઈ ગયો પણ... બહાર એ ખુશી આવવા જ ન દિધી.. શાંતિથી નયનાબેન સામે જોઈ બોલ્યો..
" મને કોઈ પ્રોબ્લેમ નથી.... ભૂરીને કોઈ પ્રોબ્લેમ ન હોય તો...."
" મમ્મી મને પણ કંઈજ વાંધો નથી..." ભૂરી થોડુ શરમાતા નીચુ જોઈ બોલી રહી..
" નયના મને ને વેવાણને પણ લગન જોવા મળશે.. અમે પણ ખુશ છીએ... "દાદા બોલ્યાને બધા હશી પડ્યા...
નયનાબેને શુભ સમાચાર રામજી ભાઈ અને નર્મદાબેનને આપ્યા.. ત્યાં પણ ખુશીની લહેર ફરી વળી...
બધા હવે પોત પોતાના રૂમમાં સૂવા ચાલ્યા ગયા... ભૂરી રસોડામાં પાણી પીતી હતી.. ત્યાં મયુર આવ્યો ને આંખોના ઈશારે... એ રાહ જોવે છે... એમ કહી નીકળી ગયો...
ભૂરી પણ એના આ ઈશારાથી શરમાઈને હસવા લાગી પછી એ પોતાના રૂમમાં ગઈ ફ્રેશ થઈ નાઈટી પહેરી રેડ શર્ટને રેડ ખુલ્લો પાયજામો જેમાં વાઈટ વટાણા વાળી ડિઝાઈન હતી એમાય પોતે ભૂરી હતી એટલે લાલ રંગ એના પર ચોટી પડતો હતો.. હળવો લીપ બામ લગાયો.. રાત્રેતો વાળ એ છુટા જ રાખતી એટલે એમ જ ખુલ્લા વાળ રાખી.. એ અરીસામાં પોતે બરાબર લાગે છે એમ જોઈ.. સાચવી રૂમ બંધ કરી મયુરના રૂમમાં ગઈ.. મયુરના રૂમમાં અંધારુ હતું... એટલે એ લાઈટ બોર્ડ પાસે ગઈ ત્યાં હાથ લગાવા ગઈ ત્યાં જ કોઈના ફેસ પર એનો હાથ ફરી રહ્યો... એ ખૂબ નજીક હતી... એ સમજે એ પહેલા લાઈટ ચાલુ થઈ ... મયુર એની એક દમ નજીક હતો... એ નીચુ જોઈ ગઈ... મયુર ઘુટણીએ બેસી ગયોને ત્રણ મોટી ચોકલેટ એની સામે ધરી.. ભૂરીએ એ લઈ લીધી.. પછી મયુરે એને ગુલાબ આપ્યુ... ને ગંભીર અવાજ સાથે બોલ્યો...
"તું મારી જનમ જનમની સાથી બનીશ..."
ભૂરીની આંખો ભરાઈ આવી અને એણે હકારમાં માથુ હલાવ્યુ... "
મયુર ઉભો થયોને એના આંશું લૂછ્યા... અને બોલ્યો" પાગલ રોવાના દિવસો ગયા... સ્માઈલ કર.. "
" નઈ રોવુ બસ..."
" ચલ હવે... મને જે સાંભળવુ છે એ મારી સામે જોઈ બોલ.."
" શું..? "
" જે તારા મનમાં પહેલેથી છે... "
" કાંઈ પણ તો નથી.. "
મયરે ભૂરીને કમ્મરે થી પકડી અને પોતાના તરફ ખેંચી..."હવે બોલ કંઈ નથી.."
ભૂરી શરમાઈને એને ભેટી પડી.. " મયુ... તને વર્ષોથી ઓળખતી હોવ એવુ લાગે છે... તને થોડુ પણ વાગે કે.. કંઈક થાય... તો મારો જીવ ઉડી જાય છે... તારા વગર હું પળ પળ મરતી હતી.... તારા વિના નઈ જીવી શકુ મયુ... "બન્નેના અવાજ ગળગળા થયાને ગળે વળગી રહ્યા...
" તને ખબર છે... તને રોજ જોવા હું ધાબે જતો તું તારા ઘર બહાર વાસણ ગસતી એ હું રોજ જોતો ... સવારે પણ તું વહેલી ઉઠતી એટલે હું કસરત ના બહાને ધાબે જતો... પહેલા તને જોઈ શકુ એટલે .. તારા વિના હું અધૂરો હતો.. હંમેશા.." કહી મયરે એને કપાળ પર હળવી કિસ કરી..
" ક્યારે મને છોડી તો નઈ દે...ને મયુ... તરછોડીસ તો નઈ ને... મને ડર લાગે છે... મયુ.."
"તને દગો દઈશ ... એ પહેલા મરી જઈશ... આજથી હું તારો સુખ દુખનો સાથી છુ.. ભૂરી.. વિધિથી ભલે લગન પછી થશે.. પણ તું આજથી જ મારી પત્ની છે... માય..લવ.. "
" આ જ થી તું પણ મારો.."
" શું.. "
" શરમ આવે છે.... સમજી જા...ને.."
" એક વાત કે આટલુ શરમાઈશ તો.. નાનો મયુ.. કે નાની ભૂરી ક્યાંથી આવશે. " મયુરે મજાક કરવાનું ચાલુ કર્યુ...
ભૂરી ગુસ્સેથી એની સામે જોઈ રહી..
" તને જરાય શરમ નથી.. નઈ.. " એમ કહી ત્યાં પડેલું ઓશિકુ લઇ મયુરને મારવા લાગી..
બન્ને હસવા લાગ્યા.. પછી સાથે બેસી ચોકલેટ ખાધી બે બેસ્ટ ફ્રેન્ડ મળી ગપ્પા મારે એમ બન્નને આજ મન ખોલી વાતો કરતા હતાં.. આજે ભૂરીને લાઈફ ટાઈમ એક બેસ્ટ ફ્રેન્ડ મળ્યો હતો.. જેની સાથે કલાકો વાતો કરી શકે.. મસ્તી કરી શકે..એ ખુબ જ ખુશ હતી.. મયુરે એને વોટર પાર્કના ફોટા બતાવતો હતો.. ત્યાં ભૂરીને પુલ વાળી ઘટના યાદ આવીને .. અનાયાસે જ મયુરના ગાલે એનાથી કિસ થઈ ગઈ.. ને મયુરને હગ કરી ..બોલી..
" થેન્કયુ .. મયુ.... "
" પણ.. શેની માટે.. "
" બધા જ માટે.. મારી લાઈફમાં આવવા .."
" પાગલ આખી લાઈફ.. કે જે થેન્ક યુ... હું પણ કહીશ હો..."
બન્ને હશી પડ્યા...
મયુરે એનો ચહેરો હાથમાં લીધો ને ભૂરીની આંખો એની આંખોમાં પરોવાઈ.. જાણે કેવો નશો હતો.. ભૂરીની આંખો ઢળી પડી.. નરમ હોઠોનો સ્પર્શ થતાં.. પ્રેમની આ પહેલી અભિવ્યક્તિ બન્ને બોલ્યા વિના મહેસૂસ કરી રહ્યા..
ક્રમશ:...