Lagani ni suvas - 27 books and stories free download online pdf in Gujarati

લાગણીની સુવાસ - 27

આર્યન ઘરે પાછો આવ્યો.. ઘરના બધા દરવાજા ખુલ્લા હતાં.... વસ્તુ બધી વિખરાયેલી પડી હતી.... એ બધે જોઈ વળ્યો.. મીરાં ન દેખાઈ... એને ઓરડામાં કોઈ હોય એવું લાગ્યું... એ ઓરડામાં ગયો.. ત્યાં મીરાંને પંખા સાથે ઉન્ધી લટકાવેલી હતી. આર્યન પાગલ જેવો થઈ ગયો . એણે ફટાફટ મીરાંને નીચે ઉતારી .. મીરાં એને વળગી રડવા લાગી આર્યનના આંખમાં પણ આંશું આવી ગયા.. બન્ને એકબીજાને વળગી રડતા રહ્યા... થોડીવાર પછી આર્યને મીરાંને ખુરશીમાં બેસાડી અને પાણી આપ્યું... આર્યને મયુરને ફોન કરી બન્નેને ઘરે બોલાવ્યા...આર્યને .. મયુરે ... ભૂરીએ ઘણાં પ્રયત્નો કર્યા પણ મીરાં જોડે કોણે આવું કર્યુ એ મીરાં એ સરખી રીતે વાત ન કરી... બસ હું કોઈને નથી ઓળખતી બસ આટલે જ એની વાત અટકી ગઈ હતી..બધાને ખબર હતી કે ચતુર સિવાય કોઈ નહોય પણ આ એકલા ચતુરનું કામ ન્હોતું.
બધા એક જ જગ્યાએ ખાટલા પાથરી સૂઈ ગયા . આર્યન નો ખાટલો મીરાંની સામે જ હતો બન્ને એક બીજાને જોઈ રહ્યા હતાં .મીરાંની આંખોમાંથી સતત આંશું વહેતા આર્યન જોઈ રહ્યો હતો.. પણ કરે તો શું કરે એ સમજાતું ન્હોતું..બીજા દિવસે રોજના જેમ મીરાં કામ કરવા લાગી.. જાણે કંઈ બન્યું જ ન હોય... આર્યનના મગજમાં તો એક જ વાત ઘુમ્યા કરતી હતી... મીરાં એ લોકોનું નામ કેમ નથી લેતી કોણ છે , એ લોકો જેનાથી. મીરાં આટલી ડરી ગઈ છે..પછી ખેતર જવાનું થયું આર્યન સાથે આવવા તૈયાર થયો પણ મીરાં એ એને ના પાડી દિધી... કે હોસ્પિટલમાં જવા માં બે દિવસની વાર છે... આરામ કરી લો... મીરાં એવા ટોનમાં બોલી કે આર્યનને ખોટું લાગી ગયું.... એ આ નવી બદલાયેલી મીરાંને જોઈ શકતો હતો... પણ એનો હક ન્હોતો કે એ મીરાંને રોકે... ભૂરી અને મયુરને પણ મીરાં એકલી એકલી રહેતી હોય એવું લાગ્યું. ભૂરીએ ઘણાં પ્રયત્નો કર્યા પણ મીરાં બોલી જ નઈ....બે - ત્રણ દિવસથી મીરાંનાં મમ્મી પપ્પાનાં પણ ફોન આવતાં બંધ થઈ ગયા હતાં.
મીરાંનાં કોલેજની રજત જયંતિ હોવાથી બધા વિદ્યાર્થીઓએ ફરજીયાત રાત્રી પ્રોગ્રામમાં હાજર રહેવા એક લેટર આવ્યો હતો.અને એક અઢવાડિયું ફરજીયાત કોલેજમાં હાજરી આપવી. મયુરે ન જવા માટે ઘણી સમજાવી પણ મીરાં ન માની ..આર્યન કંઈક કહે એટલે મીરાં અવડા જવાબો આપવા લાગી... આર્યને મીરાં સાથે વાત કરવાની જ ઓછી કરી નાખી...આ દિવસોમાં આર્યન પોતાની જાત પર ધ્યાન આપવાનું છોડી દિધું.. હોસ્પિટલ મીરાં બોલી એ જ દિવસથી ચાલુ કરી દિધી ... આર્યન હવે મીરાં સાથે ચા તો દૂર જમવા પણ ન્હોતો બેસતો બસ ચોરી ચોરી એને જોઈ રડી લેતો...એક દિવસ મયુર આર્યનને રડતા જોઈ ગયો... ત્યાંરે આર્યન મયુરને વળગી ખૂબ રડ્યો... " ભાઈ.... મીરાં તો જો બદલાઈ ગઈ છે.... હું એના વિના નઈ જીવી શકું ભાઈ....ખબર નઈ ભાઈ શું થઈ રહ્યું છે... પણ એના વિના હું અધુરો છું.. "
" બસ.. પાગલ હવે રડ નઈ તને પ્રેમ થઈ ગયો છે.... અને આમ રડીશ તો એને સમજીસ કેવી રીતે એની જોડે જમતો નથી... એના જોડે વાત નથી કરતો... ખબર કેવી રીતે પડશે કે.. એને થયું છે... શું.. ? "
" સાચી વાત છે.. ભાઈ પ્રેમ કરવો જરૂરી છે... એ મને મળે કે ના મળે એની ખુશી એ જ મારી ખુશી...હું એને જરૂર કંઈશ કે હું એને પ્રેમ કરુ છું... "
" હા.... અને એ રોજ કોલેજ જાય છે... આજે ત્રણ દિવસ થયા તું પણ સાથે જા.... અને મનની વાત મોકો મળે એટલે કંઈ દેજે.... "
" ના... ભાઈ એ સામેથી નઈ કે ત્યાં સુધી હું એની સાથે નઈ જાઉં... "
" તને જેમ યોગ્ય લાગે તેમ કર અને કોગ્રેટ્સ પ્રેમમાં પડવા માટે.... લંગૂર .."
" એ ભાઈ.... આવું ન ચાલે.... "
મયુર દોડ્યો... પાછળ પાછળ આર્યન દોડ્યો.... મયુર તો એને ના દેખાયો પણ મીરાં તૈયાર થતી તી એ ઓરડામાં એ ભૂલથી જતો રહ્યો...આ જ પહેલી વાર એણે મીરાંની કમ્મર જોઈ હતી ચણીયા ચોળીનો ડુપટ્ટાથી હંમેશાએ અજીબ રીતે ઢંકાયેલી રહેતી આજે મીરાં દુપટ્ટો સેટ કરતી હતી એનું ધ્યાન જ ન્હોતું આર્યન પર આર્યન એની પાછળ એકદમ નજીક ગયો અને કમ્મર પરનો મીરાં નો ઘા જોયો અજાણતા જ એનો હાથ મીરાંના ક્મ્મર પર ફરી રહ્યો...મીરાં એને જોઈ એક જોરદાર થપ્પડ એણે આર્યનને લગાવી દિધો આર્યન કંઈ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો..
રાતે પણ આર્યન જમવા આવ્યો નહીં . મયુર આ બધી વાતથી અજાણ હતો.. એ જમીને પોતાના કામમાં પરોવાયો... મીરાં કામ કરતી હતી પણ જાણે મન જ ના હોય ... ત્યાં જ ફોનની રીંગ વાગી... મીરાંએ ફોન રીસીવ કર્યો એના મમ્મીનો ફોન હતો.. બે ત્રણ દિવસથી એમને ત્યાં નેટવર્કનો પ્રોબલમ હોવાથી ફોન ન કરી શક્યા...અને એના ફૂવાને કાલે બોમ્બે લઈ જવાના છે તેથી તેઓ પણ સાથે જશે એવા સમાચાર આપી આડી અવળી થોડી વાતો ચાલી પણ મીરાંને એમાં કોઈ રસ જ ન્હોતો એ બસ હમ્મ્... હમ્મ... કરતી હતી .. પછી ચિંતા ન કરતા... હું ને ઘેર બધા જ ઠિક છે... એવી વાતો કરી એણે ફોન મૂકિ દિધો ... કામ પતાવી... ખાટલા પાથરી એ ખાટલા પર બેસી રહી...થોડીવાર ભૂરીના ઘરે ગઈ.... પણ મન જ ન્હોતુ માનતું... પાછી આવી ત્યાં તો મયુર સૂઈ ગયો હતો . પણ આર્યન દેખાતો ન હતો.. એટલે એ જમવાનું લઈ ઉપરના રૂમમાં જાય છે. પણ ત્યાં પણ આર્યન દેખાતો નથી અગાશીમાં જાય છે... ત્યાં આર્યન આકાશમાં જોતો નીચે ચાદરુ લઈ સૂતો હોય છે... એ રડતો હોય એવું મીરાંને લાગે છે...એ પણ ઉભી ઉભી એને જોઈ રડે છે... પણ એને પોતાના હોવાનો અહેસાસ થવા દેતી નથી... થોડીવાર પછી સ્વસ્થ થઈ આર્યન જોડે જાય છે .. બાજુમાં જમવાનું મૂકે છે... આ જમીલો.... પણ આર્યન કોઈ જવાબ નથી આપતો.... એની એકદમ સામે જઈ મીરાં થોડુ જોરથી બોલે છે...
"તમને કહું છું આ જમીલો...."
" મારે નથી જમવું તમે લઈ જાઓ આ બધું.."
" જમવું તો પડશે ... મારા ઘરે કોઈ પણ ભૂખ્યું રહે એ મારા પપ્પાને નથી ગમતું... એમના માન માટે લઈ આવી છું એ અહીં હાજર નથી.. એટલે..."
" બસ... બઉં કેવાની જરૂર નથી...."
આર્યને એક કોળીયો ખાધો... અને જઈ નીચે એના ખાટલામાં સૂઈ ગયો.મીરાંને લાગ્યું કે એણે આર્યનને ખોટો લાફો માર્યો. આવું ન કરાય... એ જમ્યા વિના સૂઈ ગયો.... પણ પોતે પણ કાલે નકોરડો ઉપવાસ કરશે પ્રાયશ્ચિત કરશે એવું નક્કી કરી એ સૂઈ ગઈ...
ત્રણ દિવસ સળંગ પ્રેકટીસ કરવા સાંજે કોલેજ જવાનું હતું. એટલે એણે મયૂરને પોતાની જોડે આવવા કિધું પણ મયુરે બહાનું કાઢી આર્યન તારી જોડે આવશે ..અને બાઈક લઈને શાંતિથી જજો... મીરાં કંઈ બોલી નહીંને તૈયાર થઈ ગઈ... સાંજે પાંચવાગે આર્યન અને મીરાં બાઈક પર નીકળ્યા... મીરાં એ સવારનું કાંઈ જ ખાધુ ન હતું એટલે બાઈક પર પાછળ બેઠા બેઠા જ એને ચકકર આવ્વા લાગ્યા... કોલેજ આવી અને હજુ કોલેજ ગેટમાં પણ નહોતી ગઈને બે ભાન થઈ ગઈ....આર્યન દોડી એને ખોળામાં લીધી ત્યાં ઉભેલો વોચ મેન પાણી લઈ આવ્યો
.. આર્યને પાણી મીરાં પર છાંટ્યું અને થોડુ પીવડાવ્યું... મીરાં ભાનમાં આવી એટલે કંઈક ઠંડુ પીવડાવવાના બહાને આર્યન એને કેન્ટીનમાં લઈ ગયો ત્યાં બે સેન્ડવીચ.. બે વડાપાઉં..નો ઓડર આપ્યો...
" તને હવે કેમ લાગે છે...?"
" બસ ઢીક જ છું બસ થોડા ચક્કર આવી ગયા..."
" તે સવારનું ખાધુ નથી... સાચુ ને... "
" અ... એવુ કાંઈ નથી... બસ કામમાં હતી એટલે ધ્યાન જ ન રહ્યું.. "
આર્યનને સમજ પડી ગઈ કે પોતે રાત્રે ભૂખ્યો રહ્યો એટલે મીરાં આજે જમી જ નહીં...આ પણ ફીલ કરે છે... જે હું એના માટે ફીલ કરુ છું... એ મનો મન વિચારતો હતો ત્યાંજ સેન્ડવીચ ને વડાપાંઉ આવ્યા.. પાછી આર્યને સોડા મંગાવી...મીરાં પાસે કોઈ બહાનું ન હતું .એટલે એ નાસ્તો કરવા લાગી....પછી એ નાસ્તો કરી પ્રેક્ટીસ કરવા ગઈ અને આર્યન એ કોલેજના બગીચામાં બેસી એની રાહ જોવા લાગ્યો..
ક્રમશ:......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED