Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 49 - છેલ્લો ભાગ

આર્યન થોડો પાગલ જેવું વર્તન કરી રહ્યો હતો... રામજીભાઇ બધી વાત સમજી ચૂક્યા હતાં... અંદરથી એ ખુશ પણ હતા. પણ અત્યારે પરિસ્થિતિ જ એવી હતી કે શું કરવુ એ સમજાતું ન્હોતું પોતાને સંભાળે ઘરનાને સંભાળે.. કે આવેલા મહેમાનો ને રામજી ભાઇ પર જાણે આભ ટૂટી પડ્યુ હતું. છતાએ પોતે પોતાની જાતને સંભાળી મયુર ને આર્યન સાથે પોલીસ સ્ટેશન ગયા. રીપોર્ટ લખાવ્યો.. પોલીસ અધિકારીએ પણ પુરો સહકાર આપવા દિલાસો આપ્યો.. રામજી ભાઈનું બી.પી વધી જતા એમને હોસ્પિટલમાં દાખલ કરવા માં આવ્યા... લગન નો માહોલ પુરો રોકકડ વાળો થઈ ગયો. એક સાથે બે દિકરીઓની જીંદગી દાવ પર લાગી હતી ઘરે થી તો રામજી ભાઇએ હિંમત થાય એટલી ભેગી કરી રીપોર્ટ લખાવા ગયા હતા.. પણ શરીરની આતરીક વ્યથાથી માણસ ક્યાં સુધી સહન કરી શકે..? બસ એમની હાલ થોડી ગંભીર હતી.. આર્યને નર્સ બીજા ડોક્ટરોને ખાસ ભલામણ કરી કે રામજી ભાઇનું ધ્યાન રાખે.. થોડા થોડા સમયે.. તબીયત ના સમાચાર આપતા રહે..
બન્ને ભાઇ સમય બરબાદ કર્યા વિના જ શોધ ખોળ કરવા લાગ્યા..આખો દિવસ ગાંડાની જેમ બન્ને શોધતા રહ્યા... પણ કોઈ માહિતી ન મળી.. .. રાતના દસ વાગ્યા હશે.. બન્ને ખાધાપીધા વગર ફરતા હતાંને ત્યાં એમણે એક મંદિર જોયું ત્યાં દર્શન કરી બન્ને કંઈક વિચારી રહ્યા પણ મગજ જ કામ આપતુ ન્હોતું.. ત્યાં આર્યન ને જુની હવેલી આગલા જન્મ ની યાદ આવી.. તેને અંદરથી થવા લાગ્યુ કે બધા અમે સેમ ટુ સેમ એના એ જ છીએ.. તો.. કદાચ એ જુની વાતો કે આદત પ્રમાણે એ હવેલી જ ...માં જ તો નઈ હોય.. પણ આત્યારે એ હવેલી ક્યાં આવેલ હશે.. એ કેમ ખબર પડે.. એણે તરત મેપ ખોલ્યો.. ને એટલા વિસ્તારમાં કોઈ અંગ્રેજ વખતની હવેલી કે કોઈ પ્લેસ છે.. એ તપાસવા લાગ્યો..ત્યાં.. એને 6કિ.મી ગામથી.. વિરુધ્ધ દિશામાં એક ઐતિહાસિક.. હવેલી.. થોડે દૂર... વાવ.. દેખાઈ.. એ તરત મયુરની સામે જોઈ બોલ્યો..
" ભાઈ ... ચાલો જલ્દી.. ગાડીમાં બેસો.. "આર્યને
હાથ પકડી ગાડી તરફ મયુરને દોરી ગયો..
" શું થયુ.. અચાનક.. "
" ભાઈ... હું લોકેશન બતાવતો જવ તેમ ગાડી ચલાવતા જાઓ.."
" ઓ..કે..." મયુરની આંખો રોઈ રોઈ લાલ થઈ ગઈ હતી.. બોલવું કે કોઈ સાથે વાત કરવી ન્હોતી એને..પણ કામ પુરતું એ બોલતો હતો..
થોડુ આગળ ગયા એટલે એક વિશાળ મેદાન આવ્યુ... આર્યના હ્રદયના ધબકારા વધી રહ્યા હતાં પહેલાનું બધુ આંખો સામે ભજવાઈ રહ્યુ હતું... એ પરસેવો પરસેવો થઈ ગયો... મયુરે પુછ્યુ.. કઈ બાજુ જવુ છે હવે.. ત્યારે એને ભાન આયુ.... ભાઈ નીચે ઉતરો.. પ્લીઝ
બન્ને ગાડીમાંથી નીચે ઉતર્યા..
" ભાઈ.. આગળ ચાલીને જવુ પડશે.. આગળ એક ટેકરા જેવું છે..એના પર એક જુની ઐતિહાસિક હવેલી છે.."
" તું પાગલ છે... આર્યન ... તું હવેલી જોવા લાયો છે.. તું ક્યાં સુધી નાનો રહીશ... મીરાં ભૂરી નો કોઈ પત્તો નથી.. કાકા હોસ્પિટલમાં છે... તું... પાગલ છે... " મયુર જોર જોરથી.. બોલી રહ્યો હતો.. તેનું આખુ શરીર અંગારા જેમ ગરમ અને ધ્રુજી રહ્યું... હતું..
"ભાઈ.... ભાઇ... બસ.. શાંત થા.. " આર્યને એને બે ખભાથી પકડી એને બોલતો બંધ કર્યો..
મયુર રડવા લાગ્યો...
" ભાઈ.. આપણે આ નઈ ગયા જન્મે પણ ભાઈ હતા.. મીરાં ભૂરી ગયા જન્મે પણ તમારીને મારી હતી...ભાઈ ચતુર પણ.. એ જ હતો જે એ અત્યારે છે.. ભાઈ મારા શરીર પર તલવાર ના ઘા છે.. એ મીરાંના પેટ પર ઘા છે .. એ ચતુરના આપેલા છે ભાઈ... પેલા...,પેલા ગામના પાદરે પાળીયા.. એ આપણા જ છે .. ભાઈ... ટ્રસ્ટ મી.. મીરાં ને પણ યાદ છે.. બધુ ગયા જન્મ નું... અને મને પણ.. બસ તમને ભૂરીને યાદ નથી.. " આર્યન રડતા રડતા મયુર આગળ ફટાફટ બધુ બોલી ગયો..
" તું.. ઠિક છે.. આરુ.. "
" ભાઇ.. આઈ એમ ઓ..કે... હાલ લાસ્ટ ચાન્સ છે... ચાલો જલ્દી.. " ( જતા જતા આર્યને પોલીસને જાણ કરી લોકેશન સેર કર્યું..
મયુરે આંખો સાફ કરી સવાલો બંધ કરી આર્યનની પાછળ ચાલ્યો.. થોડી જ વારમાં બન્ને ઉપર આવી ગયા... હવેલી પહેલા જેવી જ હતી.. બસ ખખડી ગઈ હોય એમ લાગતી હતી.. અંદરથી.. બે.ત્રણ જણ ના બોલવાના અવાજો આવતા હતાં... આર્યન ને મયુર અંધારાનો ફાયદો લઈ હવેલી પાછળ ગયા.. ત્યાં બારી માંથી જોયુ.. તો આર્યન ની ધારણા સાચી હતી.. મીરાં , ભૂરી બન્ને ને બાંધી રાખ્યા હતાં..બન્ને ભાનમાં હતાંને રડી રહ્યા હતાં બન્નેના હાથપગ મોં બધુ બાંધેલું હતું.. ચતુર કોકને ફોન કરી કહી રહ્યો હતો કે ... " તમે મને જેલમાંથી કઠાવ્યો.. એની બક્ષિશ.. લાવ્યો છું.. એક નઈ.. બે.બે છે.. જલ્દી આવી લઈ જાઓ...
આટલું સાંભળતા જ મયુર નું મગજ ગયુ ..એ બારી માંથી કુદી પડ્યો... ચતુરના હાથમાંથી ફોન લઈ ફેકી દિધો.. બે જણ મયુરને પાછળથી વળગ્યા.. પણ મયુર એમ છોડે એમ ન્હોતો.... આર્યન એ તકનો લાભ લઈ ભૂરી મીરાંને છોડી કાઠ્યા.. મીરાં આર્યનને વળગી પડી..
ત્રણે ભેગા થઈ મયુર પાસે ગયાને... પેલા લોકોને મારવા લાગ્યા.. થોડા સમય મારા મારી ચાલી.. ચતુરના હાથમાં બંદૂક આવી ગઈ... એ મીરાંને એક હાથે દબોચી.. બહાર લઈ ગયો.. એના છ માણસો એ.. આર્યન મયુરને ભૂરીને પકડી રાખ્યા...ટેકરા ની પાછળ ખીણ હતી.. ચતુર બહાર નીકળી મીરાંને ખીણમાં નાખવા કોશિશ કરતો હતો. ત્યાં પોલીસ આવી.. ગઈ... પેલા છ જણા ભાગી ગયા.. પોલીસની સાયરનથી... ચતુર ભાગવા જતો હતોને એનો પગ લપસ્યો એ ખીલ તરફ ધકેલાયોને લટકી રહ્યો.. મીરાંએ એને પોતાનો હાથ આપ્યો..
" લે... હાથ પકડ.. થોડી હિંમત કર ઉપર આવી..જા.. "
ત્યાં આર્યન મયુર..ને ભૂરી દોડતા બહાર આવ્યા..
મીરાં... મરતો હોય તો મરવા દે... આ નાલાયકને.. તું ચાલ.." મયુરે ગુસ્સેથી કહ્યુ..
" ભાઈ... આજે હું આને નઈ બચાવું.. તો એની માં નો શહારો કોણ બનશે... "મીરાં બોલી રહી..
આર્યને ચતુર સામે હાથ લંબાવ્યોને થોડો વધુ નમ્યો... ચતુરનોં હાથ કોણીથી પકડી.. એને ઉપર તરફ ખેંચવા લાગ્યો..મયુર પણ બીજી તરફથી હાથ પકડી ચતુરને ઉપરની તરફ ખેંચવા... થોડીવારમાં ચતુર ઉપર આવી ગયો.. એની છાતીએ.. થોડુ છોલાઈ ગયુ હતું...
એટલામાં પોલીસ પેલા છ જણને પકડી લઈ ચતુર તરફ આવી... ચતુર કંઈ બોલે એ પેલા એનો શર્ટ પકડ્યો..
" ચાલ નાલાયક.. હજી નીકળ્યા છો..નૈ પાછા ફરી હરામી વેડા.. "
" એક મિનિટ સાહેબ.. " ચતુરનો અવાજ શાંત હતો.. કોઈ ભાવ વિનાનો..
"મીરાં... ભૂરી.. મને માફ કરી.. દો બધા જ..,. મીરાં.. હું તારી જીંદગી બગાડવા જઈ રહ્યો હતો.. આગળ પણ શાંતિથી તને જીંવવા નઈ દિધી છતા તે મને બચાવ્યો.."ચતુર હાથ જોડી રહ્યો..
" ચતુર... નફરત કરી પણ શું મલ્યુ તને... હું તને મરતો મૂકી ગઈ હોત તો જીવી ન શકત.. મારા આગળ કોઈ માણસ મર્યુ.. આપણે પેલા માણસાઈ રાખવી જોઈએ... માણસ બનવુ જોઈએ...જીવીએ ત્યાં સુધી.. લાગણીઓની.. સુવાસ ફેલાવવી.. જોઈએ.." મીરાં બોલી રહી..
પોલીસ ઈસ્પેક્ટરે... ચતુરને હાથે કડીઓ પહેરાવી... ચતુરે ઈચ્છા જણાવી કે.. એ પોતાની માં ને મળવા માંગે છે.... ચતુરે એની માં ને મળી એને ન બોલવાના શબ્દો બોલ્યા..કે.. પોતાની માં એ.. સંસ્કારના બદલે ઈર્શા ને નીચતા જ આપી છે...પોતે એનું મોં આ જ પછી ક્યારે નઈ જુએ... જેલમાંથી ગમે ત્યારે છૂટશે ત્યારે સમાજ સેવા કરશે..ચતુરનીમાં કંઈ બોલી શકી જ નહીં...એને આ નવું ન લાગ્યુ..
આ બાજુ ચારે શાંતિથી ઘરે ગયા... બધુ જ સારુ થઈ ગયુ.. રામજી ભાઈ હોસ્પિટલથી ઘરે આવી ગયા..ને મીરાં આર્યનની સગાઈ નક્કી કરી.. , બન્ને ગેમાંને મળવા ગયા.. ખુશીના સમાચાર આપ્યા.. જાણ એ જ વાતની જ રાહ જોતો હોય તેમ તે... આર્યનના ખોળામાં માંથું રાખ્યુ..ને મૃત્યુ પામ્યો.. ભૂરીને મયુરના લગન ધામધૂમથી થયા... એક વર્ષ પછી.. ભૂરીએ.. ટ્વીન્સ બેબીસને જન્મ આપ્યો..એક બોય એક ગર્લ.. પ્રેમથી આનંદથી બન્ને પરીવાર રહેવા લાગ્યા.. ચારે તરફ સંબંધોમાં લાગણીની સુવાસ ફેલાઈ ગઈ..
નમસ્કાર મિત્રો,.. તમે બધા જ વાંચક મિત્રોએ સાથ સહકાર આપ્યો.. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર... આજે આ સ્ટોરી અહીં જ સમાપ્ત થાય છે..😊🙏