લાગણીની સુવાસ - 34 Ami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીની સુવાસ - 34

સવારે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતાં. સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. ભૂરી બહાર ખુશ દેખાતી પણ અંદર એટલી જ દુ:ખી અને હારી ગયેલી હતી... એને કોઈ હરખ ન હતો... એટલે મીરાંની લીધેલી નવી ચોલી અથવા પોતાનું ડીઝાઈનર ગાઉન ચેક કરી ફીટીંગ કરાવી પહેરી લેશે એવું નકકી કર્યું... મીરાંની ચોલી પહેરી ચેક કરવાએ મીરાંના ઘરે ગઈ . ...સાદાઈથી..સગાઈ કરવાની હતી. પણ છતાય નજીકના લોકોને બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું એટલે નર્મદાબેન શારદાબેનને મીરાં બધાનું લીસ્ટ તૈયાર કરી ... જમણવારની બધી તૈયારીઓ કરી રહ્યા હતાં ..આર્યન અને રામજી ભાઈ ડેકોરેશન અને મંડપના કામ માટે ગામમાં ગયા હતાં..મયુર રીશેસ પડતાં ઘરે જમવા આવેલો હોય છે.. પણ ભૂખ ન હોવાથી એ ખાટલામાં આડો પડે છે....ને આંખો બંધ કરી વિચારે ચડે છે... ત્યાં એને કોઈના ધીમે ધીમે રડવાનો અવાજ આવે છે... એ અવાજ ઓરડામાંથી આવતો હોય એવું મયુરને લાગે છે એટલે એ ઓરડા બાજુ જાય છે... ત્યાં ડુસ્કા ભરતો હોય એવો અવાજ મયુરને ચોખ્ખો સંભળાય છે... એ બહાર નિરાસ હોય એમ ઉભો રહે છે... એને સમજાય છે કે ઓરડામાં ભૂરી ડૂસ્કા ભરી રડે છે ... પણ એ અંદર જવાની હિમંત કરતો નથી .. ભૂરી પણ મન ભરી રડવા માટે ચોલી ચેક કરવાનું બહાનું કાઢી મીરાંના ઘરે આવી હોય છે.... મયુરને પોતે શું કરે એ સમજાતું નથી કંઈક અજીબ ફિલિગ્સ એ ફીલ કરે છે ... જ્યાર થી સગાઈની વાત સાંભળી ત્યારથી એનાથી કઈક દૂર થતુ હોય એવું એને લાગ્યું પણ.... એ સમજી શકતો ન હતો.એવુ નથી કે ભૂરી એને પસંદ નથી પણ એ પોતાના સિધ્ધાંતોને પકડી ચાલનારો છે.. એટલે એને પોતાની ફિલિગ્સ પણ દેખાતી નથી. મયુર બોલ્યા વિના પાછો શાળાએ જતો રહે છે... ભૂરી હવે પથ્થર જેવી થઈ ગઈ છે.. એને ના લાગણી અનુભવાય છે ના કંઈ બસ એક યંત્રવત એ બધા કામોમાં પરોવાયેલી છે.. .. મયુરે એની સાથે કરેલું વર્તન એને સતત યાદ આવે છે.. એ અંદર અંદર ઘણીવાર તૂટ્યા કરે છે. હવે એ મયુરની હાજરી હોય કે ન હોય એની નોંધ નથી લેતી.. એ જે મયુરને પ્રેમ કરતી હતી એને પોતાની સપનાની દુનિયામાં જ સજાવી કેદ કરી લીધો...મયુરને પ્રેમ કરવા એને હવે મયુરની પણ જરૂર ન્હોતી .. બાકી હકીકતમાં જેના જોડે સગાઈ લગન થશે એના પ્રત્યે દૂર દૂર સુધી કોઈ લાગણી ન્હોતી... સાંજે મીરાંના ઘરે આર્યન મયુર ભૂરી ને એક બીજી છોકરી પાંચ જણ બેઠા હતાં.. બીજી છોકરીને ગામમાંથી મહેદી મૂકવા બોલાવી હતી . ઘરના મોટા બધા ભૂરીના ઘેર બેઠા હતાં મહેમાન ખાસ કોઈ આવ્યુ ન્હોતું બધા સવારે આવવાના હતાં...
મીરાંને આર્યનના નૈન મટક્કા ચાલતા હતાં... બન્ને વચ્ચે મીરાંની મહેંદીમાં નામ લખાવી પછી નામ ગોંતવાની ખાનગીમાં શરત લાગી હતી.. ભૂરી સૂનમૂન આંખો નીચે ઠાળી મહેંદી મૂકાવા બેઠી હતી... એને નો મહેંદી આજે બળતી હોય એવી લાગતી હતી... એમા પેલી છોકરીએ પૂછ્યું કે જીજાજીનું નામ કહો દિદિ તો... લખી દઉં આમાં...ભૂરીએ તરત ના પાડી કે... એવાં નામ બામ.. નથી લખવાના મને નથી ગમતું .. આ બદલાયેલી ભૂરી બધા જોઈ રહ્યા હતાં.. પણ મીરાંને આર્યનને આ બધામાં ઓછુ ધ્યાન હતું પણ મયુર બધુ જોતો હતો.... એને સતત કંઈક વાતનો ઉચાટ થતો હતો...ભૂરી કેમ આવું કરે છે.... મારી સામે પણ આજે જોતી નથી ... માન્યુ.. કે કાલ ગુસ્સો કર્યો મેં એની પર... પણ એ પતરા પરથી આવી એટલે ગુસ્સો આવી ગયો... પાગલ સમજતી નથી... આ બધુ મયુર વિચાર તો ત
હતો ત્યાં... મીરાંને આર્યન મસ્તી કરવા લાગ્યા અવાજ થતા મયુર વિચારો માંથી બહાર આવ્યો..એની નજર ભૂરી પર પડી હજી પણ એ નીચે જ નજર કરી બેઠી હતી.. થોડીવારમાં મીરાંને ભૂરીને છોકરી મહેંદી મૂકી રહી એટલે મીરાંને આર્યન એ છોકરી એની જોડે આવેલ છોકરીને એના ઘરે ચાલતા મૂકવા ગયા... હવે ઘરમાં ફક્ત મયુર અને ભૂરી બન્ને જ હતાં. પણ... નિરવ શાંતિ હતી... મયુરને તો આ શાંતિ ખાવા આવતી હતી... ભૂરી એની સાથે વાત કરે... બસ.. એવું વિચારતો જ હતો કે ભૂરીનો ફોન રણક્યો... ફોન શુભમનો હતો.. ભૂરીના હાથમાં મહેંદી હતી એટલે એ ઉપાડી શકે એમ ન્હોતી.. મયુર તરત એની જોડે આવ્યોને એનો ફોન રીસીવ કરી ભૂરીના કાને અડાડ્યો... ભૂરીએ મયુર સામે બિલકૂલ નજર ન કરીને ફોન કાન અને ખભા વચ્ચે દબાઈ વાત કરવા લાગી... જાણે મયુરની કોઈ ગણતરી જ નથી તેમ એને મયુરને ઈગનોર કર્યો..

શુભમ્ : હેલ્લો.... શું કરે છે..
ભૂરી : બસ આ મહેંદી લગાડી હાથ પર..
શુભમ્ : ચાલે હવે ... ના મૂકિએ તો..
ભૂરી : હમ્મ...
શુભમ્ :હા.. જો યાદ આવ્યું... કાલે થોડી મસ્ત તૈયાર થજે.... આમતો મારા કોઈ ફ્રેન્ડસ આવવાના ન્હોતા... પણ હવે એ આવશે કાલે તો તું થોડી બોલ્ડ ટાઈપ મતલબ કે કપડામાં થોડી હોટ લાગે એવા કપડા પહેરજે... પ્લીઝ.. ચોલી એ ઓલ્ડ ફેશન છે..
ભૂરી : ઓકે.. ટ્રાઈ કરીશ..
શુભમ્ : લોન્ગ ગાઉન પહેરજે... બટ સીવલેશ એન્ડ ડિપ ગળુ હોય પાછળથી એવું હોય તો વધુ સારુ લાગે...
ભૂરી : સોરી મારી પાસે જે છે એ જ હું પહેરીશ.....હું તમારા ફ્રેન્ડસ.. માટે તૈયાર નથી થઈ રહી... એન્ડ તમારી ફરમાઈશ વાળુ ગાઉન રાત્રે ગામમાં ભાડે ન મલે...
શુભમ્ :હા, હું તો ભૂલી જ ગયો... ચલો બાય.. કાલે મલીએ.. ..... ભૂરી કંઈ બોલે એ પેલા જ ફોન કટ થઈ ગયો... મયુરે પાછો ફોન લઈ નીચે મૂકી દિધો... મયુર કંઈ બોલવા જતો હતો ત્યાં જ મીરાંને આર્યન બન્ને આવી ગયા... થોડીવાર પછી ભૂરી પણ ઘરે સૂવા ગઈ... એના ઘરે હજી બધાની અવરજવર ચાલુ હતી.. ભૂરી બીજે માળ સૂતી હતી... ત્યાં મધ્ય રાત્રીએ બે ત્રણ જણ એના ઓરડામાં ઘૂસી એને બે ભાન કરી સૂતી હતી એમના એમ એને લઈ ગયા.. બીજા દિવસે સવારે બધાને ખબર પડી ગઈ કે ભૂરીનનો કોઈ પત્તો નથી.. બધા બેબાકળા થઈ આમ તેમ શોધવા લાગ્યા.. ભૂરી ઘર છોડી જાય એવી હતી નહીં.... નક્કી... કોઈ ઘટના બની છે... આ બાજુ મયુર અને આર્યને પોલીસ ને પણ આ વાતની જાણ કરી.. આખો દિવસ શોધ ખોળમાં સમય જતો રહ્યો . કોઈ જમ્યુ નહી... શુભમ અને એના પરીવારના પણ રાત રોકાઈ ગયા .... મયુર ના રોઈ શકતો હતો ના કોઈને કહી શક્તો હતો... આજે એને ભૂરીની એક એક વાત યાદ આવતી હતી.... એનું રાત્રે અચાનક આવી આઈ. લવ .યુ બોલવું એને વારંવાર નજર સામે આવ્વા લાગ્યું..... હું જ દોષી છું ... એ બિચારી કગરતી રહી પણ મેં જ ના સાંભળ્યું... હવે એ ક્યાં છે.... એ જ ખબર નથી... એવું એવું મયુર વિચારી રહ્યો....
રાત્રે લગભગ સાડા અગિયારે... લથડાતા પગે કોઈ આવ્યું... અને મીરાંના ઘરની ડેલીએ અથડાઈ નીચે પડ્યું... એવો અવાજ આવ્યો.... ઘરમાં ફક્ત મયુરને.. શારદાબેન હતાં... બીજા બધા ભૂરીના ઘેર વિલા મોં લઈ બેઠા હતાં... જાણે કોઈનું મૃત્યું થયું હોય..અચાનક અવાજ આવતા મયુરે દોડીને ડેલી ખોલી જોયું.... તો ભૂરી હતી.... એના વાળ વિખરાયેલા... કોઈએ ઢોર માર માર્યો હોય એવા એના શરીર પર નિશાન પડી ગયા હતાં... મયુર નો અવાજ થોડો થોથડાયો એને બૂમો પાડી પણ એનો અવાજ ફાટી ગયો... એના આંખમાં આંશું આવી... ગયા.... શારદા....કાકી... મીરાં......... સરપંચ...કાકા.... બૂમો પાડતો પાડતો એ ભૂરીને તેડીને એના ઘર તરફ ગયો..... શારદાબેન પણ એની બૂમો સાંભળી દોડ્યા.... એક ખાટલામાં એણે ભૂરીને સુવાડી.... એના શરીર પરના નિશાન અને દશા જોઈ... શુભમ અને એના પરીવારે આડકતરી રીતે સગાઈ તોડી રાત્રે જ ચાલ્યા ગયા....નર્મદાબેન ભૂરીની દશા જોઈ.... ખૂબ જ રડી રહ્યા હતાં..... કોણ કોને આશ્વાશન આપે .મીરાં... શારદાબેનની પણ એજ દશા હતી... આર્યને ભૂરીને તપાસીને બે બાટલા ચડાવ્યા... મયુર પણ તેની જોડે ખડે પગે ઉભો રહ્યો...મીરાં અને અન્ય સ્ત્રીઓની મદદ થી ભૂરીના કપડાં બદલાવવામાં આવ્યા.. પછી આર્યને કહ્યું એમ મીરાંએ મીરાંએ ભૂરીને તપાસી... પછી આર્યને અમુક બાબતો નોંધી અને બધા બેઠા હતાં ત્યાં ગયો... કાકી... રડશો નઈ શારદાકાકી.... તમે સમજો.... ઘોંઘાટ કરવાથી ભૂરીને જ આરામ નઈ રહે.... મને ખબર છે... તમે ભૂરીની આવી દશા જોઈ શું વિચારો છો... પણ મેં અમુક ચેંકઅપ કર્યા છે..... એની જોડે કોઈ ખરાબ ઘટના નથી બની...પણ ખાલી એને ઢોર માર મારવામાં આવ્યો.. છે... સવાર સુધી ભૂરી ઠીક થઈ જશે... તમે બધા આરામ કરો સરપંચ કાકા... મીરાં.. મયુર ભાઈ અમે અહીં રોકાઈએ છીએ તમે બધા સૂઈ જાઓ.... આ મારી વિનંતી છે...🙏
ક્રમશ:..